________________
શ્રી સમેતશિખર પાર્શ્વનાથ શ્રી સમેતશિખર પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ બિહારનો ગિરડિહ જીલ્લાના મધુવન ખાતે આવેલ છે. મધુવન એટલે શ્રી સમેત શિખરજીની પર્વતની તળેટી. ગિરિડહ રેલ્વે સ્ટેશનથી આ તીર્થ ૨૫ કિ.મી.ના અંતરે છે. પાર્શ્વનાથ ઈસરી બજાર ૨૨ કિ.મી. દૂર છે. ધર્મશાળા પાસે જ બસ સ્ટેન્ડ છે. મધુવનમાં કુલ આઠ શ્વેતાંબર જિનાલયો, બે દાદાવાડી તથા એક ભોમયાજી મહારાજનું મંદિર છે. અહીં ભોજનશાળા, ધર્મશાળાની સુંદર સગવડ છે. સમેત શિખરની તળેટીમાં શ્રી પાર્શ્વનાથજી પ્રભુનું ભવ્ય જિનાલય છે. સમેતશિખરના અધિષ્ઠાયક દેવશ્રી ભોમયાજી મહારાજ કહેવાય છે. જે યાત્રિકોને યાત્રામાં સહાય કરે છે. સમેત શિખરજીની યાત્રા શરૂ કરતાં પહેલાં શ્રી ભોમયાજી મહારાજના દર્શન કરવા અતિ આવશ્યક મનાય છે. અહીંડોળીની વ્યવસ્થા છે. યાત્રા કરીને પાછા ફરતાં યાત્રિકોને ગંધર્વનાળા પાસેની શ્વેતાંબર ધર્મશાળામાં કોઢી તરફથી ભાતું આપવામાં આવે છે. અહીં ઠંડા-ગરમ પાણીની સગવડ ઉપલબ્ધ છે. અહીંના જૈનેતરો અહીં પરમાત્માને પારસનાથ બાબા કે પારસનાથ મહાદેવ કહીને ભક્તિથી મસ્તક ઝુકાવે છે. પોષ દશમીના દિવસે અહીં મોટો મેળો ભરાય છે.
શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થ તથા શ્રી જીરાવલા તીર્થમાં શ્રી સમેતશિખર પાર્શ્વનાથના બિબો બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી સમેતશિખર પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા છે.
| શિખરજી – મધુવનમાં શ્રી સમેતશિખર પાર્શ્વનાથ પ્રભુ શ્યામવર્ણા, પદ્માસનસ્થ, નવફણાથી અલંકૃત, ૩૧ ઈંચ ઊંચા અને ૨૭ ઈંચ પહોળા છે.
સમેત શિખરજી પ્રાચીનકાળથી જૈનોનું પવિત્ર તીર્થ રહ્યું છે. વર્તમાન ચોવીશીના વીસ તીર્થંકર ભગવંતોના નિર્વાણ આ પર્વત પર થયા છે. અનેક વિદ્યાઓના સ્વામી આચાર્ય ભગવંત શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ દરરોજ આકાશગામિની વિદ્યાની સહાયથી આ તીર્થની યાત્રા કરતા હતા. તે રીતે નવમા સૈકામાં થયેલા આચાર્ય ભગવંત શ્રી બપ્પભટ્ટસૂરિશ્વરજી મહારાજ પણ નિત્ય આ
શ્રી સમેતશિખર પાર્શ્વનાથ