Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/009278/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ (૭૦) અધ્યાત્મ ૧૯૯ રત્ન-ત્રય ફળ પામી, લે ભાવ-જૈનતા, સમતાના ઘરનાર સિદ્ધિ-પદ પામતાં; આત્માનું ગૂઢ તત્ત્વ તો સર્વોપરી કહ્યું, સમતા-ઉદ્યમથી જ અધ્યાત્મ-પદ લહ્યું. ૨૯ અર્થ :- સભ્યદર્શન, જ્ઞાન, ચારિત્રનું ફળ સમતા છે. તે પ્રાપ્ત કરી ભાવજૈનપણું પામો. કેમકે સમતાના ઘરનાર જ સિદ્ધિ-પદ એટલે મોક્ષપદને પામે છે. આ આત્મપ્રાપ્તિનું સર્વોપરી ગૂઢ તત્ત્વ છે તે જણાવ્યું. આ સમતાભાવ રાખવાના પુરુષાર્થથી જ શુદ્ધાત્મપદની પ્રાપ્તિ થાય છે. ૨૯ો. ઇચ્છાયોગ ગણાય, શાસ્ત્રયોગ સાંપડે, દિશા બતાવે શાસ્ત્ર, સ્વાનુભવથી ચઢે, પામી સામર્થ્ય-યોગ પ્રાતિજ જ્ઞાનથી, કેવળ જ્ઞાન પમાય સામ્ય-નદી-સ્નાનથી. ૩૦ અર્થ :- શુદ્ધાત્મ-પદ પ્રાપ્ત કરવાની ઇચ્છા સદૈવ રહે તે ઇચ્છાયોગ છે. પછી શાસ્ત્ર એટલે આગમ અથવા જ્ઞાનીપુરુષના વચનોનો યોગ મળતા, તે મોક્ષમાર્ગની દિશા બતાવે તે પ્રમાણે યથાશક્તિ દેશસંયમ કે સકળ સંયમમાં પ્રવર્તે તે શાસ્ત્રયોગ કહેવાય છે. પછી સંયમના બળે કર્મ ખપાવતાં સ્વઆત્મબળથી આગળ વઘી સર્વ કર્મનો ક્ષય કરવામાં પ્રવર્તે તે સામર્થ્યયોગ છે. આઠદ્રષ્ટિની સક્ઝાયમાં પાંચમી દ્રષ્ટિથી ઇચ્છાયોગ, છઠ્ઠી સાતમી દ્રષ્ટિથી શાસ્ત્રયોગ અને આઠમી દ્રષ્ટિથી સામર્થ્યયોગની મુખ્યપણે શરૂઆત થાય છે. આ સામર્થ્યયોગ તથા પ્રાતિજજ્ઞાનના બળે સામ્ય એટલે સમતારૂપી નદીમાં સ્નાન કરવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. ૩૦ બે યોગે અસમર્થ ઇચ્છાયોગ ઘરું, પરમ મુનિની ભક્તિથી તે પદ અનુસરું; બ્રહ્મસ્થ બ્રહ્મજ્ઞ તો બ્રહ્મ અનુભવે, બ્રહ્મજ્ઞ-વચને પણ મુજ ઉર આ દ્રવે. ૩૧ અર્થ - શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ આદરવામાં મારી અસમર્થતા હોવાથી વર્તમાનમાં ઇચ્છાયોગને ઘારણ કરું છું તથા પરમકૃપાળુ એવા પરમજ્ઞાની પુરુષની ભક્તિથી મારા ઇચ્છાયોગને પોષણ આપું છું. બ્રહ્મમાં સ્થિત એવા બ્રહ્મને જાણનારા પુરુષો તો બ્રહ્મસ્વરૂપ એવા આત્માનો અનુભવ કરે છે. પણ તેવા બ્રહ્મજ્ઞ એટલે આત્મજ્ઞાની પુરુષોના અભુત વચનબળે મારું આ હૃદય પણ દ્રવે અર્થાત્ પિગળી જાય છે. આ૩૧ ભગવદ્ભક્તિ ઘારી ચહું એકાન્ત હું, રહીં સમ્યત્વે સ્થિર પ્રમાદરિપુ તજું; આતમજ્ઞાની ધ્યાન અનુભવ-ભોગ્ય જે, સાક્ષાત્કારક તત્ત્વ, રહો મુજ ધ્યેય એ. ૩૨ અર્થ – સત્પરુષોના વચને હૃદય પિગળવાથી હવે હું ભગવત્ ભક્તિને ઘારણ કરી, જ્યાં સત્સંગ ભક્તિ થાય એવા એકાંતમાં રહેવા ઇચ્છું છું. ત્યાં સમ્યભાવોમાં સ્થિર રહી પ્રમાદરૂપી શત્રુને દૂર કરું. કેમકે આત્મજ્ઞાની પુરુષો દ્વારા કરેલ આત્મધ્યાન એ જ અનુભવ કરવા યોગ્ય છે. માટે આત્મસાક્ષાત્કાર કરવા યોગ્ય એવા “સહજાત્મસ્વરૂપ” મય આત્મતત્ત્વ પ્રાપ્તિનું જ ધ્યેય મારા હૃદયમાં સદા બન્યું રહો, એજ પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. Iકરા અધ્યાત્મ એટલે આત્મા સંબંધીનું જ્ઞાન જેને મુનિ સમાગમથી સાંભળ્યું હતું એવા શ્રી ચંદ્રસિંહ રાજાના જીવનમાં બનેલી ઘટનાને અત્રે આપવામાં આવે છે, જે ખરેખર આત્માને કલ્યાણકારક છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ૨ ૦ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ (૭૧) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૧ (દોહરા) નમસ્કાર હો! હે! પ્રભુ, રાજચંદ્ર ભગવંત, આત્મ-હિત હું સાઘવા યત્ન કરું ઘર ખંત. ૧ અર્થ :- હે પ્રભુમય શ્રી રાજચંદ્ર ભગવંત હું આપને નમસ્કાર કરું છું. આપની આજ્ઞાનુસાર આત્મહિતને સાઘવા માટે હું ખંત એટલે ઉત્સાહપૂર્વક યથાશક્તિ પ્રયત્ન કરું છું એમ પૂ. શ્રી બ્રહ્મચારીજી જણાવે છે. [૧] “મુનિસમાગમ” ફૅપ કૃતિ, ગદ્યરૂપ સુખકાર, મોક્ષમાળાથે રચાઈ, અપૂર્ણ પણ છે સાર. ૨ અર્થ:- “મુનિસમાગમ” નામે હે પ્રભુ! આપના દ્વારા કરેલ ગદ્ય રચના તે અમને સુખની કર્તા થઈ, તે મોક્ષ મેળવવા અર્થે માળારૂપે તેની રચના અપૂર્ણ હોવા છતાં પણ ઘણી સારરૂપ જણાય છે. જીરા નવસર મુક્તા-હારરૂપ મનનો એ શણગાર, જ્ઞાની ગુરુની ગૂંથણી દ્યો આનંદ અપાર. ૩ અર્થ - હાર જેમ કંઠની શોભા છે તેમ આ નવસેરરૂપ મુક્તામણિની માળા મનના પવિત્ર શણગાર અર્થે છે. એ શ્રી પરમકૃપાળુ સદગુરુ ભગવંતની સ્વકીય ગૂંથણી છે. તે ભવ્યાત્માઓને અપાર આનંદનું કારણ થાઓ. Iકા (૧) નૃપ કહે: “મુનિરાજ, આજ બન્યો ઘન્ય કૃતાર્થ - પવિત્ર દર્શન આપનાં કરી; ચાહું આત્માર્થ. ૪ અર્થ - એક જંગલમાં મુનિરાજના દર્શન કરી રાજા કહેવા લાગ્યો કે હે મુનિરાજ! આજે હું આપના પવિત્ર દર્શન કરી ઘન્ય બની ગયો, કતાર્થ થઈ ગયો. મારા આત્માના કલ્યાણ અર્થે જૈન ઘર્મનો સત્વગુણી ઉપદેશ શ્રવણ કરવા ઇચ્છું છું તે આપ કૃપા કરી જણાવો. /૪માં અબઘડીની અદ્ભુત બીના, તથા પ્રથમ વૃત્તાંત, સુણવાયોગ્ય કહી, ચહું ઘર્મ-બોઘ બની શાંત.”૫ અર્થ :- વળી રાજા કહે : હે મુનિરાજ ! મારા જીવનમાં અબઘડીએ બનેલી અભુત બીના તથા પહેલાનું બનેલું વૃત્તાંત, જે સુણવાયોગ્ય છે તે આપને જણાવી પછી તે સંબંધી આપના દ્વારા જણાવવામાં આવતા ઘર્મબોઘને હું શાંત ચિત્તે સાંભળવા ઇચ્છું છું. //પા. મુનિ કહેઃ “હે! નૃપતિ, હોય ઘર્મ-અનુસાર, તો તે તારી કહે કથા, નહિ તો વેગ નિવાર.” Page #3 -------------------------------------------------------------------------- ________________ (૭૧) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૧ ૨૦૧ અર્થ :— શ્રી મુનિરાજ કહે : હે રાજા! ઘર્મને લગતું તારું ચરિત્ર હોય તો ભલે ખુશીથી કછે. અને તેમ ન હોય તો તારી કથા કહેવાનો આવેલો વેગ તેને નિવાર અર્થાત્ દૂર કર. III મનમાં નૃપ વિચારતો : ‘નૃપતિ જાણ્યો કેમ? હશે, વાત એ પછી થશે;' ખુલ્લું બોલે એમ ૭ અર્થ :— મનમાં રાજા વિચારવા લાગ્યો કે અહો! આ મહા મુનિરાજે હું રાજા છું એમ ક્યાંથી જાણ્યું? હશે, એ વાત પછી થશે. પણ હમણાં તો મારી વીતક વાત ખુલ્લી કરું. એમ જાણી વીતક ચરિત્ર કહેવા લાગ્યો. ।।૭।। “હે ભગવાન! દીઠા ઘણા એક પછી એક ધર્મ, પણ આસ્થા ના ત્યાં ઠરી, સમજાયો ના મર્મ. ૮ - અર્થ :— હે ભગવાન! મેં એક પછી એક અનેક ધર્મોનું અવલોકન કર્યું પણ પ્રત્યેક ધર્મમાંથી કેટલાંક કારણોસર મને આસ્થા થઈ નહીં અને સાચા ધર્મનો મર્મ શું? તે પણ સમજાયો નહીં. ।।૮।ા હિતકારી વિચારીને ગ્રહતો થર્મ નવીન; પણ આસ્થા ઊઠી જતી, જણાય જ્યાં તે હીન. ૯ અર્થ :— જ્યારે હું નવીન ધર્મ ગ્રહણ કરતો ત્યારે તેના હિતકારી ગુણો વિચારીને ગ્રહણ કરતો. પણ = જ્યારે તેમાં કંઈ હીનતા જણાતી કે તેના ઉપરની મારી આસ્થા ઊઠી જતી હતી. 1ાતા ધર્મ-ગુરુની પૂર્તતા, વ્યભિચાર પણ ક્યાંય, હિંસામય સિદ્ધાંતની પ્રરૂપણા, અન્યાય. ૧૦ અર્થ :— તે તે થર્મોમાં કાંતો ધર્મગુરુઓનું ઘૂર્તપણું જોઈને, કાં તેમાં વ્યભિચારની છાંટ જોઈને, કાં હિંસાયુક્ત સિદ્ધાંતોની પુષ્ટિ જોઈને અથવા ધર્મના નામે અન્યાયની પ્રવૃત્તિ જોઈ તેનો મેં ત્યાગ કર્યો હતો. ।।૧૦।। ગાન-તાનમાં લીનતા, યાત્રા-ઉત્સવ સાર, આડંબરમાં આંજતા, પણ નહિ તત્ત્વ-વિચાર, ૧૧ અર્થ :— ગાનતાનમાં લીન રહેવું તે ધર્મ અથવા યાત્રા કરવી કે ધર્મના નામે ઉત્સવો કરવા તે ધર્મ. આવા આડંબરોમાં લોકોને આંજતા જોયા પણ ક્યાંય ઉત્તમ આત્મતત્ત્વનો વિચાર મારા જોવામાં આવ્યો નહીં. ।।૧૧।। જૈન વિના બહુ ઘર્મ મેં કર્યા ગ્રહણ ને ત્યાગ, જૈન ધર્મ મેં ના ગ્રહ્યો દેખી એક વૈરાગ્ય. ૧૨ = અર્થ :— એક જૈન ધર્મ સિવાય મેં ઘણા ધર્મને ગ્રહણ કર્યા અને છોડી પણ દીધા. જૈન ધર્મનો એકલો વૈરાગ્ય જોઈ પહેલેથી જ મેં તેને ગ્રહણ કર્યો નહીં. ।।૧૨।। ઘણ્ડ લે-મેલ કરી, કર્યો આખર એ સિદ્ધાંત કે મિથ્યા થાઁ બધા, બગ-ઠગ-નીતિ નિતાંત. ૧૩ અર્થ :— ઘણા ધર્મોની લે-મેલમાં છેવટે મેં એવો સિદ્ધાંત નક્કી કર્યો કે બધાય ધર્મો મિથ્યા છે. લોકો બગ એટલે બગલા જેવા નિતાંત એટલે ખૂબ ઠગ નીતિને ઘર્મના નામે આચરવાવાળા છે. ।।૧૩।। Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ આચાર્યોએ પાથરી રચી પાખંડી જાળ, નિજ નિજ રુચિ માફક, અરે! ઠગે બાળ-ગોપાળ. ૧૪ અર્થ :- “ઘર્માચાર્યોએ જેને જેમ રુચ્યું તેમ પોતાની રુચિ માફક પાખંડી જાળો પાથરી છે. બાકી કશુંયે નથી.' અરે! બિચારા બાળ એટલે અજ્ઞાની અને ગોપાળ એટલે ગોવાળ જેવા નાદાન પ્રાણીઓને તે ઠગે છે. ૧૪ સ્વાભાવિક સૃષ્ટિ-નિયમ ઘાર્મિકતા જો હોય, ઘર્મ એક હોવો ઘટે, વાદ-વિવાદ ન કોય. ૧૫ અર્થ :- “જો ઘર્મ પાળવાનો સૃષ્ટિનો સ્વાભાવિક નિયમ હોત તો આખી સૃષ્ટિમાં એક જ ઘર્મ કેમ ન હોત?” જો એમ હોત તો કોઈ વાદ-વિવાદ રહેત નહીં. ૧૫ - પુણ્ય-પાપ જેવું નથી, ઘર્મ-કર્મ નિર્માલ્ય; સ્વર્ગ નથી નરકે નથી, સર્વે જૂઠા ખ્યાલ. ૧૬ અર્થ:- આ જગતમાં પુણ્ય-પાપ જેવું કાંઈ નથી. ઘર્મ કાર્ય કરવું તે બધું નિર્માલ્ય એટલે માલ વગરનું છે. કોઈ સ્વર્ગેય નથી, નરક પણ નથી. આ બઘા જૂઠા ખ્યાલ અર્થાત્ જૂઠી માન્યતા છે. ૧૬ાા. કેવળ નાસ્તિક થઈ ગયો તર્જી સૌ ઘર્મ-વિચાર, મેં તો મોક્ષ ગણી લીંઘો સંસારી શૃંગાર. ૧૭ અર્થ - ‘આવા આવા તરંગોથી હું કેવળ નાસ્તિક થઈ ગયો. સૌ ઘર્મના વિચાર મૂકી દઈ મેં તો સંસારમાં રહી શૃંગાર કરવો એ જ મોક્ષ માની લીધો. ૧થા. સાચી સમજ એવી ગણીઃ ભોગવવા ખૂબ ભોગ, જન્મ તણું કારણ ગણ્યું કેવલ દંપર્તી-યોગ. ૧૮ અર્થ - મેં તો એવી સમજને જ સાચી ગણી કે આ સંસારમાં રહી ખૂબ ભોગો ભોગવવા. જન્મ પામવાનું કારણ તો માત્ર દંપતી એટલે પતિપત્નીનો સંયોગ છે; બીજું કાંઈ નથી. II૧૮ાા જીર્ણ વસ્ત્રના નાશ સમ, કાયા જાય ઘસાઈ, અંતે જીંવનરહિત થતી; ભોગ-ત્યાગ ઠગાઈ. ૧૯ અર્થ - જીર્ણ થયેલ વસ્ત્ર જેમ નાશ પામે તેમ આ કાયા પણ હળવે હળવે ઘસાઈ જઈને જીવનરહિત થઈ નાશ પામે છે. માટે આવા સંયોગોમાં ભોગનો ત્યાગ કરવો એ પોતાને જે ઠગવા બરાબર છે. ૧૯ાા એવું દ્રઢ ઉરમાં થયું, પછી કરતો અન્યાય, મને ગમે કે પાલવે તેવું વર્તન થાય. ૨૦ અર્થ :- “આવું મારા અંતઃકરણમાં દ્રઢ થઈ જવાથી મને જેમ રુચ્યું, મને કેમ ગમ્યું અને મને જેમ પાલવ્યું તેમ વર્તવા માંડ્યું. અનીતિના આચરણ કરવા માંડ્યાં.' (૨૦ાા પીડું રૈયત રાંકડી, વર્તાવ્યો મેં કેર, સતી સુંદર નારી તણાં શીલ વંદું તર્જી હેર. ૨૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ (૭૧) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૧ ૨ ૦ ૩ અર્થ - રાંકડી એટલે ગરીબડી એવી રૈયત કહેતા પ્રજાને હું કેર અર્થાતુ જુલમ ગુજારી પીડવા લાગ્યો. સતી સુંદર નારીઓ ઉપર કરવી જોઈતી હેર એટલે કૃપાને તજી મેં તેમના શીલ લૂંટ્યા. ર૧ાા સજ્જનને દંડ્યા ઘણા, રિબાવ્યા બહુ સંત, દુર્જનને ઉત્તેજિયા, પાપ-પુંજમાં ખંત. ૨૨ અર્થ:- સજ્જનોને મેં ઘણા દંડ્યા, સંતપુરુષોને બહુ રિબાવ્યા તથા દુર્જનોને ઉત્તેજન આપ્યું. એમ ખંત એટલે ચીવટપૂર્વક વર્તીને ઘણા પાપના પુંજ એટલે ઢગલા મેં ભેગા કર્યા. રરા પર્વત મુજ સૌ પાપનો મેરુને ટપી જાય, આ સૌનું કારણ ગણું ઘર્માચાર્ય બઘાય. ૨૩ અર્થ – ‘હું ધારું છું કે મેં એટલા પાપ કર્યા છે કે પાપનો એક પ્રબળ પર્વત બાંધ્યો હોય તો તે મેરુથી પણ સવાયો થાય! આ સઘળું થવાનું કારણ માત્ર લુચ્ચા ઘર્માચાર્યો હતા? મારવા ચંડાળ-મતિ મારી હતી હમણા સુર્થી, મુનિરાય! માત્ર અદ્ભુત કૌતુકે આસ્તિકતા દેખાય. ૨૪ અર્થ – “હે મુનિરાજ ! આવીને આવી ચંડાળમતિ મારી હમણા સુધી રહી. માત્ર અદ્ભુત કૌતુક બન્યું કે જેથી મને શુદ્ધ આસ્તિકતા આવી ગઈ.” રજા કહું કૌતુક-પ્રસંગ તે વીત્યો વને પ્રત્યક્ષ, ઘર્મ-કથારૂપ સર્વ છે, વનવું આપ સમક્ષ. ૨૫ અર્થ - હવે જે કૌતુક-પ્રસંગ વનમાં પ્રત્યક્ષ મારામાં વીત્યો તે સર્વ ઘર્મકથારૂપ હોવાથી આપ સમક્ષ વિનયપૂર્વક નિવેદન કરું છું. રપા (૨) નૃપ ઉજ્જયની નગરીનો ચંદ્રસિંહ મુજ નામ, શિકારે દળ પ્રબળ લઈ ચઢ્યો, તજી સુખ-ઘામ. ૨૬ અર્થ - હું ઉજ્જયની નગરીનો ચંદ્રસિંહ નામે રાજા છું. સુખઘામ એવા રાજમહેલને તજી, પ્રબળ સૈન્ય દળ લઈને આજે શિકાર કરવા માટે હું જંગલમાં આવી ચઢ્યો. /રકા દૂભવવાં દિલ દયાળુનાં, ખાસ ઇરાદો એ જ, રંક હરણ પાછળ પડ્યો, સૈન્ય રહ્યું ક્રૂર છેક. ૨૭ અર્થ - ખાસ દયાળુ પુરુષોના દિલને દુભવવાનો ઇરાદો રાખી હું એક રંક હરણની પાછળ પડ્યો. તેથી સૈન્ય ઘણું દૂર રહી ગયું. રથા હરણ-પેઠે હું અશ્વ સહ, આવ્યો અહીં નજીક, પાછળ શિકારી પડ્યો, તેની તેને બીક. ૨૮ અર્થ - હરણની પાછળ ઘોડો દોડાવતો અહીં તેની નજીક આવ્યો કે શિકારી પાછળ પડ્યો એમ જાણી તેને પણ ઘણી બીક લાગી. ૨૮. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જીવ લઈ નાસે અતિ, ફાળ ઉપર દઈ ફાળ, અવાજ અશ્વ-ખરી તણો સુણે, જાણે કાળ. ૨૯ અર્થ - તે હરણ પણ ફળ ઉપર ફળ દઈને પોતાનો જીવ બચાવવા અત્યંત નાસવા લાગ્યું. ઘોડાની ખરીનો અવાજ સાંભળીને જાણે મારો કાળ આવી પહોંચ્યો એમ તેને લાગવા માંડ્યું. પારકા મેં પણ પાપી પ્રાણીએ અંતર કરવા દૂર, અશ્વ પવન-વેગે મેંક્યો, ક્રૂર ઉરને ગણી શૂર. ૩૦ અર્થ - મેં પણ પાપી પ્રાણીએ તે હરણનું અંતર દૂર કરવા માટે મારા ક્રૂર હૃદયને શૂરવીર જાણી ઘોડાને પવન-વેગે દોડાવી મૂક્યો. ૩૦ આ ઉપવનમાં પેસતાં, છોડ્યું ઘનુષથી બાણ, ક્રૂર આવેશ વિષે બન્યો દયારહિત પાષાણ. ૩૧ અર્થ:- ‘છેવટે આ બાગમાં તે હરણને પેસતું દેખી કમાન ઉપર બાણ ચઢાવી મેં છોડી મૂક્યું. આ વખતે મારા પાપી અંતઃકરણમાં લેશમાત્ર પણ દયાદેવીનો છાંટો નહોતો? ક્રૂર આવેશમાં આવી હું દયારહિત પાષાણ એટલે પત્થર જેવો બની ગયો હતો. [૩૧ાા ચંડાળ-થીવર-શિરોમણિ સકળ જગતમાં હુંય, સમજ્યો ના હરણો હણ્ય મળશે મુજને શુંય? ૩૨ અર્થ - સકળ જગતમાં હું જ જાણે ચંડાળ અને ઘીવર એટલે માછીમારનો શિરોમણિ એટલે સરદાર ન હોઉં એવું મારું કાળજું ક્રૂર આવેશમાં ઝોકાં ખાતું હતું. આ હરણોને હણવાથી મને શું મળી જશે? તે મને સમજાયું નહીં. ૩રા તર તાકી માર્યું છતાં વ્યર્થ ગયું તે જ્યાંય, પાપાવેશે અશ્વને દોડાવ્યો ખૂબ ત્યાંય. ૩૩ અર્થ :- “મેં તાકીને મારેલું તીર વ્યર્થ જવાથી મને બેવડો પાપાવેશ ઉપજ્યો. તેથી મેં મારા ઘોડાને પગની પાની મારીને આ તરફ ખૂબ દોડાવ્યો.” In૩૩ના આ સામી ઝાડી વિષે ઠોકર ખાતાં અશ્વ લથડ્યો, ભડક્યો ને થયો ઝાડ, ખસ્યો હું પાર્થ. ૩૪ અર્થ :- દોડતા દોડતા અશ્વ સામી ઝાડીમાં મધ્યભાગમાં આવ્યો કે ઠોકર ખાઈને લથડ્યો અને લથડ્યા ભેગો જ ભડકી ગયો. અને ઝાડની જેમ સ્થિર થઈ ઊભો રહી ગયો. ત્યારે હું પણ પાર્થ એટલે બાજુમાં ખસી ગયો. ૩૪. એક પગ છે પેંગડે, બીજો જમન નજીક, તરવાર મ્યાનથી નીસરી, કંઠ ભણી અણી ઠીક! ૩૫ અર્થ :- “મારો એક પગ એક બાજુના પાગડા ઉપર અને બીજો પગ નીચે ભોંયથી એક વેંતને છેટે લટકી રહ્યો હતો. મ્યાનમાંથી તકતકતી તલવાર પણ નીસરી પડી હતી. આથી કરીને જો હું ઘોડા ઉપર ચડવા જાઉં તો તે તીખી તલવાર મને ગળાઢંકડી થવામાં પળ પણ ઢીલ કરે તેમ નહોતું જ.” તલવારની Page #7 -------------------------------------------------------------------------- ________________ (૭૧) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૧ ૨ ૦ ૫ અણી ઠીક મારા કંઠ ભણી હતી. રૂપા પગ નીચે ગિરિ-નાગ ને અશ્વ ઉપર તરવાર, પ્રાણ-રક્ષણ નહીં બને, મરણ તણી નહિ વાર. ૩૬ અર્થ - ‘નીચે જ્યાં દ્રષ્ટિ કરીને જોઉં છું ત્યાં એક કાળો તેમજ ભયંકર નાગ પડેલો દીઠો !” અને ઘોડા ઉપર તરવાર. હવે અહીં મારા પ્રાણનું રક્ષણ થાય એમ લાગતું નથી. મારું મરણ થવાને હવે વાર નથી. ૩૬ાા કાળો નાગ નિહાળીને કંપ્યું આ ક્રૂર ઉર, અંગેઅંગ બઘાં ઘૂજે, ગઈ શૂરવીરતા દૂર. ૩૭ અર્થ - કાળો ભયંકર નાગ જોઈને મારું હૃદય કંપવા લાગ્યું. અંગેઅંગ ધ્રુજવા લાગ્યા અને મારું બધું શુરવીરપણું દૂર ભાગી ગયું. ૩ળા હે ભગવન, ખસી ના શકું, ઉપર નીચે કાળ; હળવે રહી દૂર ફેંદી પડું, લાંબી મારી ફાળ- ૩૮ અર્થ :- હે ભગવાન! હવે ત્યાં ખસી શકું એમ નહોતું. ઉપર તલવાર અને નીચે નાગ જોઈ કાળને આવ્યો જાણી વિચાર કર્યો કે હળવેથી લાંબી ફાળ મારીને દૂર કૂદી પડું. ૩૮ એમ વિચારું હિમ્મતે રે! દૂર સિંહ જણાય, યાળ વિકરાળ ભાળતાં, શરીર શીતળ થાય. ૩૯ અર્થ :- એમ હિમ્મતથી વિચારી સામે દ્રષ્ટિ કરી કે ત્યાં એક વિકરાળ સિંહરાજને પડેલો દીઠો. તે સિંહની યાળ એટલે ગરદન ઉપરના વિકરાળ વાળ જોઈ મારું શરીર ઠંડુ પડી ગયું. ૩૯ થરથર ધ્રુજારી હૂંટી પરસેવો પણ થાય; અશ્વ ઉપર થેકાય ના, ખગે કંઠ કપાય. ૪૦ અર્થ - હવેથી હું શિયાળાની ટાઢથી પણ સોગણો ધ્રુજવા લાગ્યો અને પરસેવો પણ થવા લાગ્યો. ઘોડા ઉપર પણ શેકાય એટલે છલાંક મારી ચઢાય એમ નથી. કેમકે પોણા ભાગની નાગી તલવારથી કંઠ કપાઈ જાય તેમ હતું. ૪૦ ચોફેર ચોકી મોતની, નહિ બચવાનો લાગ, ઘટના એકાએક આ જણાવતી દુર્ભાગ્ય.૪૧ અર્થ - ચારે બાજુ મોતની ચોકી જોઈને હવે બચવાનો મને લાગ નથી. એકાએક બની ગયેલ આ ઘટના તે મારા દુર્ભાગ્યને જણાવતી હતી. I૪૧૫ જીવ પડ્યો વિચારમાં જે સાથનથી સુખ સકળ જગતનું ભોગવું, પડ્યું મોતને મુખ. ૪૨ અર્થ :- હવે મારો જીવ વિચારમાં પડ્યો કે જે શરીરના સાધનથી હું સકળ જગતનું સુખ ભોગવું તે જ મોતના મુખમાં આવી પડ્યું. ૪રા Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જીવ તજી નરદેહને જશે એકલો આજ, જફેર જશે; માઠું થયું. મળશે નહિ સુખ-સાજ. ૪૩ અર્થ - આજ મારો આ જીવ નરદેહને તજી એકલો ચાલ્યો જશે, રે જરૂર ચાલ્યો જશે. અરે બહુ માઠું થયું. હવે આ સુખના સાધનો મને મળશે નહીં. [૪૩ા છાજે આમ જ પાપને, હે! જીંવ, ભોગવ કર્મ, તેં બાળ્યા બહુ કાળજાં પરનાં, જાણી ઘર્મ. ૪૪ અર્થ - મારા જેવા પાપીને આમ જ છાજે, હે પાપી જીવ! લે તારા કરેલા કર્મના ફળ ભોગવ. તે ઘર્મ માનીને ઘણાના કાળજાં બાળ્યાં છે. II૪૪ો. રંક ઑવો રંજાડિયા, સંતાપ્યા બહુ સંત, અન્યાયે દંડ્યા ઘણા, બન્યો મદનથી અંશ.૪૫ અર્થ :- તેં અનેક રંક જીવોને રંજાડિયા એટલે દુઃખી કર્યા છે. તે અનેક સંતોને સંતાપ્યા છે. તેં અનેક મનુષ્યોને અન્યાયથી દંડ્યા છે. તે કામાંધ થઈ અનેક પાપ કર્યા છે. ટૂંકામાં તેં કોઈ પણ પ્રકારના પાપની કચાશ રાખી નથી. ૪પા “દુઃખી હું નહિ કર્દી બનું, કષ્ટ મને શું થાય? મદાંઘ થઈ તું માનતો; કર્યા કર્મ ક્યાં જાય?૪૬ અર્થ - મદમાં આંઘળો થઈ તું એમ માનતો કે હું શું દુઃખી થવાનો હતો? મને શું કષ્ટો પડવાના હતા? પણ કરેલા કર્મ ક્યાં જાય? I૪૬ાા. પુણ્ય-પાપનાં ફળ નથી, એ જ મોહ અતિ ગાઢ પ્રેરે પાપ વિષે, અરે! પણ આ દુઃખ અગાથ. ૪૭ અર્થ - પુણ્ય-પાપના ફળ નથી એમ હું માનતો હતો. એ જ તારી ગાઢી મિથ્યા માન્યતા તને મોહ કરાવી પાપ કરવામાં પ્રેરણા આપતી હતી. પણ અરે ! તેના ફળમાં આ અગાઘ દુઃખ આવી પડ્યું. //૪થા પશ્ચાત્તાપ વિષે પડ્યો, દુઃખ અકથ્ય જણાય; કોઈ બચાવે આવી તો, કેવું સારું થાય? ૪૮ અર્થ – એમ વિચારતો હું પશ્ચાત્તાપમાં પડી ગયો. અરે!હા!હવે હું નહીં જ બચું? એ દુઃખ મને અકથ્ય થવા લાગ્યું. “આ વખતે મારા પાપી અંતઃકરણમાં એમ આવ્યું કે જો અત્યારે મને કોઈક આવીને એકદમ બચાવે તો કેવું માંગલિક થાય.' ૪૮. ઘન-ઘોરંભે વીજળી સમ આશા-સુખ હોય, રક્ષકને રાજ્ય દઉં આખું માગે તોય.૪૯ અર્થ – ઘન-ઘોરંભે એટલે વાદળાના ઘેરાવામાં જેમ વીજળીનો ક્ષણિક ઝબકારો થાય તેમ અંતરમાં ક્ષણિક આશાવડે સુખ થયું કે મારી જે હવે રક્ષા કરે તે પ્રાણદાતા આખા માળવા દેશનું રાજ્ય માંગે તોય આપી દઉં. I૪૯ાા Page #9 -------------------------------------------------------------------------- ________________ (૭૧) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૧ ૨ ૦ ૭ માગે રાણી હજાર મુજ, કરું ન દેતાં ઢીલ, દાસ થઈ તેનો રહું, એમ કહે મુજ દિલ. ૫૦ અર્થ - મારી નવયૌવન હજાર રાણીઓ માગે તોય તે આપતાં ઢીલ ન કરું. મારી અઢળક રાજ્યલક્ષ્મી એના પદકમળમાં ઘરું. છતાંય જો એ કહે તો હું જીવન પર્યત તેનો દાસ થઈને રહું એમ મારું દિલ કહે છે. પણ આ વખતે મને કોણ જીવનદાન આપે? In૫૦ના. જીંવન-દાન દેનારનો પ્રત્યુપકાર ન થાય, એમ તરંગે જ્યાં ચઢ્યો, જિન-વચને મન જાય. ૫૧ અર્થ :- જીવનદાન દેનારનો પ્રત્યુપકાર થઈ શકે એમ નથી. એમ વિચાર તરંગમાં ઝોકાં ખાતું મારું મન જિન-વચનમાં ઊતરી પડ્યું. તે વખતે મને પવિત્ર જૈન ઘર્મનું ભાન થયું. //પના જિન-કથિત સિદ્ધાંત જે, સુણેલા કોઈ વાર, અંતઃકરણે આ ઘડી ઊતરી, લાગ્યાં સાર. ૫૨ અર્થ :- જીનેશ્વર દ્વારા કહેલા સિદ્ધાંત જે મેં કોઈવાર સાંભળેલા હતા. તે પવિત્ર સિદ્ધાંતો આ વખતે મારા અંતઃકરણમાં અસરકારક રીતે ઊતરી જવાથી તે મને ઘણા સારા લાગ્યા. પરા ભાન થયું સિદ્ધાંતનું, પ્રગટ અપૂર્વ વિચાર, જેથી પાપી પ્રાણ આ બચી, કહે છે સાર : - ૫૩ અર્થ - જિન-કથિત સિદ્ધાંત સંબંધી અપૂર્વ વિચારો ઉત્પન્ન થઈ તેનું મને યથાર્થ ભાન થયું. જેથી આ પાપી પ્રાણી મોતના મુખમાંથી બચી જઈ આપની સમક્ષ આવવા પામ્યો છે. તે કેમ બચ્યો એ વાતનો સાર આપની સમક્ષ રજૂ કરું છું. ૫૩ "અભયદાન સર્વોપરી, દાન ન તેહ સમાન, પ્રથમ મનન તેનું થયું, આમ થયું બહુમાન -૫૪ અર્થ - અભયદાન એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એકે દાન નથી. આ સિદ્ધાંતનું પ્રથમ મનન મને મારા અંતઃકરણે કરવા માંડ્યું. અને તેના પ્રત્યે આમ બહુમાન ઉત્પન્ન થયું. ૫૪ અહો! જિન-સિદ્ધાંત આ, નિર્મળ અને પવિત્ર, પર-પીડામાં પાપ છે, બનવું સૌના મિત્ર.” ૫૫ અર્થ :- “અહો! આ એનો સિદ્ધાંત કેવો નિર્મળ અને પવિત્ર છે ! કોઈપણ પ્રાણીભૂતને પીડવામાં મહાપાપ છે. “પાપાય પર પીડન” પરને દુઃખી કરવામાં પાપ છે, માટે જગતમાં સૌના મિત્ર બનવું જોઈએ. ‘મિત્તી સવ્વ મુરૂ, વૈરું મન્ન ન વળરૂં સર્વ સાથે મને મૈત્રીભાવ હો, વૈરભાવ કોઈની સાથે ન હો. ‘એ વાત મને હાડોહાડ ઊતરી ગઈ.' પપા હાડોહાડ જ ઊતરી શિક્ષા અનુપમ આજ, જાય ને તે જન્માંતરે; ખરું તારક જહાજ. ૫૬ અર્થ - ‘એ મૈત્રીભાવની અનુપમ શિક્ષા મને એવી હાડોહાડ ઊતરી ગઈ કે ‘પાછી હજાર જન્માતરે પણ ન ચસકે તેવી.' કહ્યું છે કે “સાત્મવા સર્વ ભૂતેષુ' સર્વ પ્રાણીઓને પોતા સમાન માનવા Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અથવા “સર્વ ત્મિમાં સમદ ઘો.’ આ સિદ્ધાંત જ સંસાર સમુદ્રથી તરવા માટે સફરી જહાજ સમાન છે. //૫૬ાા એમ વિચાર્યું કે ભલે, પુનર્જન્મ ના હોય, તોપણ આ જ ભવે મળે હિંસાનું ફળ, જોય. ૫૭ અર્થ - વળી એમ વિચાર્યું કે ભલે પુનર્જન્મ નહીં હોય તો પણ આ ભવમાં જ કરેલી હિંસાનું કિંચિત્ ફળ મળે છે ખરૂં, એ મેં પ્રત્યક્ષ જોયું. //૫ગા. નહિ તો આ વિપરિત દશા, તારી ક્યાંથી હોત? પાપી શોખ શિકારનો લાવે આવું મોત. ૫૮ અર્થ:- નહીં તો હે આત્મા! આવી તારી વિપરીત દશા ક્યાંથી હોત? તને હમેશાં શિકારનો પાપી શોખ લાગ્યો હતો, તેનું ફળ આ મોતનો સમય તને આવી મળ્યો. પેટા દયાળુઓનાં દિલને દુભાવવા તુજ ભાવ, તેનું ફળ તુજને મળ્યું; હિંસા પથ્થર-નાવ. ૨૯ અર્થ – દયાળુ પુરુષોના દિલને દુભાવવા માટેના તારા ભાવ હતા, તેથી તેનું ફળ તને આ મળ્યું કે તું કેવળ પાપી મોતના પંજામાં આવી પડ્યો. જીવોની હિંસા કરવી એ પત્થરની નાવ સમાન છે. પત્થરની નાવ પાણીમાં બૂડી જાય તેમ હિંસક પ્રાણી સંસાર સમુદ્રમાં બૂડી મરે છે. //૫૯ો. હિંસા-મતિ ના હોત તો, આવો વખત ન હોય; કેવળ નીચ વૃત્તિ તણું આ ફળ આવ્યું, જોય. ૬૦ અર્થ:- તારામાં હિંસા કરવાની બુદ્ધિ ન હોત તો આવો વખત તને આવત નહીં. કેવળ તારી આ નીચ મનોવૃત્તિનું જ આ ફળ આવ્યું એમ હું માન. ૬૦ના હે! પાપી જીંવ, જા ભલે-થઈ દેહથી મુક્ત -ગમે ત્યાં, પણ પાળજે ઘર્મ દયાથી યુક્ત. ૬૧ અર્થ:- “હે પાપી આત્મા! હવે તું અહીંથી એટલે આ દેહથી મુક્ત થઈ ગમે ત્યાં જા, તો પણ એ દયાને જ પાળજે ! કેમકે “જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી! ‘દયા એ જ ઘર્મનું સ્વરૂપ છે.’ ‘નાત્મનઃ પ્રતિકૂંછાનિ રેશાન્ ૧ સમારેત.” જે આપણા આત્માને પ્રતિકૂળ જણાય એવું વર્તન બીજા જીવો પ્રત્યે કદી કરવું નહીં. જગતમાં સૂક્ષ્મ દયાથી યુક્ત એવો જૈનધર્મ જ સર્વોત્કૃષ્ટ છે. II૬૧ના તારે ને આ દેહને વિયોગની ક્યાં વાર? શાંતિ તારી જો ચહે અહિંસાદિક વિચાર. ૬૨ અર્થ – ‘હવે તારે અને આ કાયાને જુદા પડવામાં શું ઢીલ રહી છે? માટે એ સત્ય, પવિત્ર અને અહિંસાયુક્ત જૈનધર્મના જેટલા સિદ્ધાંતો તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઇચ્છ.' તેરા સત્પવિત્ર જિન-ઘર્મના સાચા સૌ સિદ્ધાંત, જ્ઞાન-દ્રષ્ટિએ દેખતાં; મનન કરી થા શાંત. ૬૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ અર્થ :– સત્ પવિત્ર જૈનધર્મના સઘળા સિદ્ધાંતો સત્ય જ છે. તે સિદ્ધાંતોને જ્ઞાનવૃષ્ટિથી અને સૂક્ષ્મદૃષ્ટિથી નિહાળી, તેનું મનન કરી હવે શાંત થા. ।।૬।। આ અનુભવથી ઉરમાં અભયદાન વર્સી જાય, સૂક્ષ્મ મનનથી તેમ સૌ સિદ્ધાંતો ય મનાય. ૬૪ અર્થ :— ‘જેમ અભયદાન સંબંઘીનો તેનો અનુપમ સિદ્ધાંત આ વખતે તને તારા આ અનુભવથી ખરો લાગ્યો તેમ તેના બીજા સિદ્ધાંતો પણ સૂક્ષ્મતાથી મનન કરતાં ખરાં જ લાગશે. એમાં કાંઈ ન્યુનાધિક નથી જ.' એવો જૈનધર્મ સર્વોત્કૃષ્ટ છે. ૬૪।। (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ (દોહરા) * અલ્પાંશે સૌ ઘર્મમાં દયા વિષે છે બોઘ, તોપણ જૈન દયા, અહો! નિર્મળ ને અવિરોઘ. ૧ ૨૦૯ અર્થ :— ‘સઘળા ઘર્મમાં દયા સંબંધી થોડો થોડો બોધ છે ખરો; પરંતુ એમાં તે જૈન તે જૈન જ છે.’ જૈન ધર્મમાં અહો! દયાનું સૂક્ષ્મ સ્વરૂપ તે નિર્મળ અને અવિરોધ છે. ।।૧। જંતુ ઝીણામાં ઝીણા કોઈ ન હણવા, તેમ કો રીતે ના દુઃખ દ્યો; હો સૌ કુશળ-ક્ષેમ. ૨ અર્થ :– ઝીણામાં ઝીણા કોઈ જંતુઓને હણવા નહીં. તેમ કોઈ રીતે જીવોને દુઃખ દેવું નહીં. સર્વ જીવો કુશળ એટલે આરોગ્યયુક્ત અને ક્ષેમ એટલે સુખશાંતિને પામો એવો જૈનધર્મનો બોધ છે. ।।૨।। એવો જિન-ઉપદેશનો પ્રબળ, પવિત્ર સુમર્મ, ક્યાંય દીઠો નહિ, કેટલા પાળ્યા જો કે ધર્મ. ૩ અર્થ ઃ— જિન ઉપદેશના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતનું આવું રહસ્ય જો કે તેં બીજા અનેક ધર્મો પાળ્યા છતાં ક્યાંય જોવામાં આવ્યું નહીં. ।।૩।। જૈન ઘર્મ તેં ના ઘર્યો, ક્યાંથી એવાં પુણ્ય ? અનાર્ય, ગંદો તે ગણ્યો, પાપી જીવ અન્ય. ૪ અર્થ ઃ— જૈન ધર્મને તેં ધારણ કર્યો નહીં. અરે તારા અઢળક પુણ્ય સિવાય ક્યાંથી ધારણ કરે? એ ઘર્મ તો અનાર્ય જેવો છે, ગંદો છે. અરે પાપી જીવ, તને એમ સુજ્યું, તેથી તું એ ઘર્મને પાળી ઘન્ય બની શક્યો નહીં. ।।૪।। Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ દ્રષ્ટિ સરખી ના કરી ત્યાં તેં હે! મતિ-મંદ; તપથી નૃપ-પદ પામિયો, સત્ય તરફ તો અંઘ. ૫ અર્થ – હે! મતિ મંદ, સત્ય ઘર્મ તરફ તેં દ્રષ્ટિ સરખી પણ ના કરી. પૂર્વે તપ કરવાથી તું રાજાનું પદ પામ્યો, પણ સત્ય તરફ તો તું આંઘળો જ રહ્યો. //પા. મળ્યો હોત જો ઘર્મ તે, કહેવત જૂઠી થાયઃ “તપેશ્રી તે રાજેશ્રી ને નરકેશ્વરી બની જાય.”૬ અર્થ - જો તને સાચો જૈન ઘર્મ મળ્યો હોત તો આ કહેવત જૂઠી થાત કે તપ કરે તે રાજા થાય અને રાજા હોય તે નરકે જાય. કારણ કે જૈનધર્મને તેં માન્યો હોત તું નરક જતાં અટકત. Iકા અટકત તું નરકે જતાં, એવો ઘર્મ-પ્રભાવ, રહી રહીને સૂઝે હવે લેવા એવો લ્હાવ. ૭ અર્થ - તું તે ઘર્મને અંગીકાર કરવાથી નરકે જતો અટકત એવો એ ઘર્મનો પ્રભાવ છે. હે મૂઢાત્મા! આ સઘળાં વિચારો તને તે ઘર્મનો લહાવો લેવા રહી રહીને હવે સુઝે છે. શા એ સૂઝયું શું કામનું? પ્રથમ ખબર જો હોત, મહા ભયંકર આ દશા સ્વપ્ન પણ ના જોત. ૮ અર્થ - હવે સુયું શું કામ આવે? પ્રથમથી સૂઝયું હોત તો આ મહા ભયંકર દશા તારી સ્વપ્ન પણ તું જોત નહીં. ટાા થનારું તે તો થઈ ગયું, દૃઢ કર હવે વિચારઃ એ તો ઘર્મ અનાદિ છે; સાચો પવિત્ર ઘાર. ૯ અર્થ :- જે થનાર હતું તે થઈ ગયું. પણ હવે તારા અંતઃકરણમાં એ વિચાર દ્રઢ કર કે જૈન ઘર્મ અનાદિકાળથી છે, સાચો છે અને પવિત્ર છે. તા. સિદ્ધાંતો બીજા વળી, ઉર વિષે અવલોક, અનુપમ તપ ત્રિગુતિ ફેંપ, તૃતિરૂપ અશોક. ૧૦ અર્થ – હવે જૈન ઘર્મના બીજા સિદ્ધાંતોનું પણ હૃદયમાં અવલોકન કર. તપ સંબંઘી પણ એનો ઉપદેશ અનુપમ છે. તે તપ મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિરૂપ છે. જે આત્માને તૃપ્ત કરી શોક રહિત બનાવનાર છે. II૧૦ના. સર્વ વિકાર શમાવતું, નિર્મળ કરતું, ભાળ કાળે કરી, કાપે બઘી કર્મબંઘની જાળ. ૧૧ અર્થ - તે મનવચનકાયની ગુપ્તિથી મનમાં ઊપજતા સઘળા કામ વિકારો શાંત થતા થતા નિર્મળ થઈ જાય છે અને કાળે કરી કર્મબંધનની સર્વ જાળને તે કાપી નાખે છે. ૧૧ાા વૈરાગ્ય સહિત તપ વડે જે જે ઘર્મ કરાય, મહા સુખપ્રદ તે બને, તપ-તેજે સૌ થાય. ૧૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ ૨૧ ૧ અર્થ :- વૈરાગ્ય સહિત તપવડે જે જે ઘર્મ પળાય તે જીવને મહાન સુખપ્રદ નીવડે છે. ઇચ્છાનો નિરોઘ કરવો તે તપ છે. તે તપના તેજ વડે સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૧૨ાા કેવો ભાવ વળી કહ્યો! ઑવન થર્મનું ભાવ, ભાવ વિના નિષ્ફળ બધું, નીરસ ભોજન સાવ. ૧૩ અર્થ - ભાવ વિષે પણ તેણે અહો કેવો ઉપદેશ આપ્યો છે. ભાવ જ ઘર્મનું જીવન છે. ભાવ વિના ઘર્મ કેમ ફળીભૂત થાય? રસ વગરના ભોજનની જેમ ભાવ વિનાની સઘળી ક્રિયા નિષ્ફળ છે. [૧૩ના ભાવ વિના ન પળી શકે થર્મ, જીંવન-ફળ સાર, સુઘર્મ પાળ્યા પણ મળે ક્યાંથી મોક્ષ, વિચાર. ૧૪ અર્થ - ભાવ વિના ઘર્મ પાળી શકાતો નથી. જીવનનું સારરૂપ ફળ ઘર્મ છે. સમ્યકુ ઘર્મ પાળ્યા વિના મોક્ષ પણ ક્યાંથી મળે, તેનો તું વિચાર કર. ૧૪ બ્રહ્મચર્ય સિદ્ધાંત પણ બ્રહ્મભાવનું મૂળ, ઉપદેશ્યો કેવો અહો ! મુમુક્ષુને અનુકૂળ. ૧૫ અર્થ :- બ્રહ્મચર્ય સંબંધીનો એનો સિદ્ધાંત બ્રહ્મભાવ એટલે આત્મભાવમાં રમણતા કરવાનું મૂળ છે. અહો! તેનો કેવો ઉપદેશ કર્યો કે જે મુમુક્ષુને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવામાં અનુકૂળ છે. //ઉપા કામ-વિકાર સેનાપતિ, દુર્ઘટ-દમન ગણાય, શાંતિકારક શિવ-પદ, દહન કર્યાથી પમાય. ૧૬ અર્થ - સઘળા મહા વિકારોમાં કામવિકાર એ સેનાપતિ સમાન છે. જેનું દમન કરવું મહા દુર્ઘટ છે. એ કામ વિકારને દહન કરવાથી અર્થાત બાળી નાખવાથી શાંતિકારક એવું શિવપદ એટલે મોક્ષપદ પામી શકાય છે. ||૧૬ના મુમુક્ષુઓ દુઃસાધ્યને સાથે ઘર ઉત્સાહ, લોક-વિજય તેથી થતા, તર્જી લૌકિક પ્રવાહ. ૧૭ અર્થ - મુમુક્ષુઓ એવા દુઃસાધ્ય વિષયને ઉત્સાહ ઘરીને સાધ્ય કરે છે. તેથી તે લૌકિક સંસારના પ્રવાહને તજી દઈ લોક વિજયી બને છે. ૧ળા મહા મુક્તિ-ફળ કાજ જે, કમર કસે શૂરવીર, પાછી પાની ના કરે, ઘર કેસરિયા ચીર. ૧૮ અર્થ - મહામુક્તિરૂપ ફળને પામવા માટે જે શૂરવીર પુરુષ કમર કસે તે કદી પાછી પાની કરે નહીં. તે કેસરીયા ચીર એટલે કપડાં પહેરી કમની સામે પડે છે. II૧૮ાા અહો! સંસાર-ત્યાગનો જિન-ઉપદેશ યથાર્થ, અણસમયે અજ્ઞાની જન માને તેને વ્યર્થ. ૧૯ અર્થ :- અહો! સંસાર ત્યાગ કરવાનો જિનેશ્વરોનો ઉપદેશ પણ યથાર્થ છે. અજ્ઞાનીજનો અણસમજણથી તે ઉપદેશને વ્યર્થ માને છે. ૧૯ાા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ એ તો કેવળ મૂર્ખતા : કરે અનેક કુતર્ક - સ્ત્રી-પુરુષનું જોડલું સુંચવે સુખ-સંસર્ગ. ૨૦ અર્થ :- સંસારી જીવોની એ મૂર્ખતા છે. તેથી અનેક કુતર્ક કરે છે કે સ્ત્રી-પુરુષનું જોડલું થવાથી જ સુખ-સંસર્ગ પ્રાપ્ત થાય. ૨૦ાા. મોહ-મદિરા છાક એ; “સર્વ ન મુક્તિયોગ્ય જૈન-વચન સુણ્યું હતું; મોક્ષ વીરને ભોગ્ય. ૨૧ અર્થ – એવી તેમની માન્યતા તે મોહરૂપી મદિરાનો છાક સૂચવે છે. સર્વ જીવો કાંઈ મુક્તિ મેળવવાને યોગ્ય થતા નથી, એવું જૈનનું એક વચન સાંભળ્યું હતું. મોક્ષ તો વીર પુરુષોને જ ભોગ્ય છે. રિલા. એમ હવે સમજાય છે : અલ્પ તજે સંસાર, એ તો દેખીતું જ છે; અલ્પ કરે ભવપાર. ૨૨ અર્થ - હવે મને એમ સમજાય છે કે અલ્પ જીવો જ સંસાર ત્યાગી શકે. એ તો દેખીતું જ છે. તેથી અલ્પ જીવો જ આ સંસારરૂપી સમુદ્રનો પાર પામી શકે એમ છે. રજા સ્ત્રી શૃંગારે લુબ્ધ જન, વિષય વિષે આસક્ત, સંતતિની વળગે ફિકર, ક્યાંથી થાયે મુક્ત? ૨૩ અર્થ :- એક સ્ત્રીના શૃંગારમાં લુબ્ધ થવાથી, પાંચેય ઇન્દ્રિયના વિષયમાં જીવ આસક્ત બને છે. તેથી સંતાન ઉત્પન્ન થાય છે. તે સંતતિને પાળવા-પોષવાની ફિકર વળગે છે. “અરે! એવી તો અનેક જંજાળોમાં જોડાવું પડે છે. ત્યારે એવા પ્રપંચમાંથી મુક્તિ કોણ સાધ્ય કરી શકવાનો હતો? પારકા હું, મારું' - અજ્ઞાનતા પોષે ભરવા પેટ, દગા-પ્રપંચ રચે ઘણા ઠગવા નોકર, શેઠ; ૨૪ અર્થ :- કુટુંબમાં મારાપણું કરવાથી અને અજ્ઞાનતાના કારણે દેહમાં અહંભાવ હોવાથી તેમના પેટ ભરવા માટે, નોકર કે શેઠ સર્વ પ્રત્યે અનેક દગા પ્રપંચ રચે છે. ૨૪ ઠગીને રાજી રાખવા, રચે જંઠી જંજાળ; ગણી આકરાં વ્યાજ ને ફ્રુટ મૅકી બને દયાળ. ૨૫ અર્થ - તેમને ઠગીને રાજી રાખવા માટે વળી જૂઠી જંજાળ રચે છે. જેમકે આકરા વ્યાજ ગણી કહે, સોળ પચ્ચા વ્યાસી અને બે મુક્યા છૂટના એમ કહી વળી પોતાની દયાળુતા બતાવે છે. સુરક્ષા બંઘન કરવા વર્તતો, મુક્તિ સાથે કેમ? પ્રપંચ બંઘન-કારી છે, જન્મ-મરણ છે એમ. ૨૬ અર્થ - આવી રીતે પ્રપંચ કરી કર્મબંઘન કરવા વર્તનાર જીવ મુક્તિને કેમ સાધી શકે? પ્રપંચ તો બંઘનકારી છે. અને તેથી જન્મ-મરણનાં દુઃખ જીવ પામે છે. ૨૬ાા. ખરો, સંસાર-ત્યાગનો મંગલમય ઉપદેશ, ભ્રમણામાં સમજાય ના; જન્માંઘને દિનેશ. ૨૭ અર્થ :- આ સંસારત્યાગનો ખરો મંગલમય ઉપદેશ છે. પણ આત્મભ્રાંતિને લઈને તે સમજાય Page #15 -------------------------------------------------------------------------- ________________ (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ ૨ ૧ ૩ નહીં, જેમ જન્મથી આંધળાને દિનેશ એટલે સૂર્યનું ભાન થાય નહીં તેમ. રા. સુદેવ-ભક્તિ-બોઘ ના જેવો તેવો કાંઈ; વિરક્ત થઈ સંસારથી, સુથર્મ સાથ્થો જ્યાંય. ૨૮ અર્થ :- સુદેવની ભક્તિ કરવાનો બોઘ પણ તેમનો જેવો તેવો નથી. તેમણે કેવળ સંસારથી વિરક્ત થઈ સમ્યક્ આત્મઘર્મને પરિપૂર્ણ સાધ્ય કર્યો છે તે સુદેવ. ૨૮. અખંડ મુક્તિ જે વર્યા, તેની ભક્તિ સુખદાય થાય ભાવિક ભક્તને; સંશય કેમ કરાય? ૨૯ અર્થ :- જે અખંડ પણે મુક્તિમાં બિરાજમાન થયા છે તેમની ભક્તિ ભાવિક ભક્તને જરૂર સુખદાયક થાય. એમાં કંઈ સંશય કરવા જેવું નથી. /૨૯ો સહજ ભક્તિના ગુણથી ભવ-બંઘન દુખ જાય, વીતરાગ ભજનારને વીતરાગતા થાય. ૩૦ અર્થ - એમ ભક્તિના સ્વાભાવિક ગુણથી આપણા ભવબંઘનના દુઃખ નાશ પામે છે. કારણ કે વીતરાગને જે ભજે તે વીતરાગતાને પામે છે. ૩૦ના અગ્નિમાં છે ઉષ્ણતા સહજ સ્વભાવે જેમ, રાગ-દ્વેષ-રહિતતા સહજ સુદેવે તેમ. ૩૧ અર્થ:- અગ્નિમાં સહજ સ્વભાવે ઉષ્ણપણું છે. તેમ સુદેવમાં સહજ સ્વભાવે રાગદ્વેષરહિતપણું છે. //૩૧ાા તોપણ તેની ભક્તિથી ભક્તોને ગુણ થાય, સૂર્ય-ઉદયથી સર્વને નિજ નિજ પંથ જણાય. ૩૨ અર્થ :- તો પણ તે જિનેશ્વરની ભક્તિ ભક્તોને ગુણ આપનાર નીવડે છે. જેમ સૂર્યના ઉદયથી સર્વને પોત પોતાનો માર્ગ દેખાય છે તેમ. /૩રા જે દેવો દે ડૂબકાં જન્મ-મરણ-જળમાંય, તે શું તારે અન્યને? પથ્થર તારે ક્યાંય? ૩૩ અર્થ :- જે પોતાને દેવો કહેવરાવે અને જન્મમરણરૂપી જળમાં ડૂબકાં મારતા હોય તે જીવો અન્યને શું તારી શકે? પત્થરની નાવ ક્યારેય કોઈને તારી શકે? ૩૩ાા. સુદેવ-ભક્તિ-બોઘ આ માન્ય રાખવા યોગ્ય, દ્રઢ હૃદયે ઉપાસતાં બને શિવ જીંવ-ભોગ્ય. ૩૪ અર્થ :- આ સતદેવની ભક્તિનો ઉપદેશ માન્ય રાખવા યોગ્ય છે. તેની ઉપાસના દ્રઢ હૃદયે કરતો જીવ શિવ એટલે મોક્ષનો ભોક્તા થાય છે. ૩૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નિઃસ્વાર્થી ગુરુ ઘારવા, એ પણ મોટી વાત, ખરેખરી લાગે મને અનુભવથી સાક્ષાત. ૩૫ અર્થ - જેને કોઈપણ પ્રકારનો સ્વાર્થ નથી તેવા ગુરુ ઘારણ કરવા જોઈએ. એ પણ મોટી વાત છે. મને તો અનુભવથી આ વાત ખરેખરી સાક્ષાત લાગે છે. રૂપા સ્વાર્થ જેટલો હોય છે, ઘર્મ તેટલો જૂન; ન્યૂન વૈરાગ્ય તેટલો; નિઃસ્વાર્થી ગુરુ પૂર્ણ. ૩૬ અર્થ :- “જેટલો સ્વાર્થ હોય તેટલો ઘર્મ અને વૈરાગ્ય ઓછો હોય : માટે નિઃસ્વાર્થી ગુરુ જ પરિપૂર્ણ કહેવાય છે. ૩૬ાા. ચપર્ટી ય ચોખા ના ગ્રહે, ન સંઘરે ઘી-ખાંડ, જૈન સાધુ-પદ આકરું, મળે પેટભર માંડ. ૩૭ અર્થ – સાધુપુરુષોને ચપટી ચોખા ગ્રહણ કરવાનો કે ઘી-ખાંડ સંઘરવાનો ઉપદેશ નથી. જૈનનું સાધુપણું આકરું છે. વખતે પેટભર પણ માંડ મળે. ૩ળા સ્વાર્થીપણું પોપ્યું નથી, જિનેશ્વરે જરાય, જિન-ઘર્મ-ગુરુ-આશ્રયે ભવજળ તુર્ત તરાય. ૩૮ અર્થ :- શ્રી જિનેશ્વરોએ જરાય સ્વાર્થીપણાને પોષણ આપ્યું નથી. એવા જૈનના ઘર્મગુરુના આશ્રયે ભવજળ શીધ્ર તરી શકાય છે. ll૩૮. જહાજ તારે પથ્થરો, તેમ શિષ્ય તરી જાય, સગુરુના ઉપદેશથી; સંશય કેમ કરાય? ૩૯ અર્થ - જેમ જહાજ પત્થરને પણ તારે, તેમ પત્થર જેવો શિષ્ય પણ સદગુરુના ઉપદેશથી તરી જાય છે. તેમાં શંકા કરવાને કોઈ સ્થાન નથી. ૩૯ ‘કર્મ તણો સિદ્ધાંત તો જિનનો અહો! અપૂર્વ, સુખ-દુખ-જન્મ-જરાદિ આ કર્માધીન જ સર્વ. ૪૦ અર્થ:- શ્રી જિનનો કર્મનો સિદ્ધાંત તો અહો! અપૂર્વ છે. સુખ-દુઃખ કે જન્મ-જરાદિ એ સઘળું કર્મને જ આધીન છે. ૪૦ના જેવાં કર્મ કર્યા કરે, ફળ તેવાં લણતો ય, અનાદિ જીંવ-પુરુષાર્થ આ; નિયમ અનુપમ જોય. ૪૧ અર્થ:- ‘જેવાં, જીવ અનાદિ કાળથી કર્મો કર્થે આવે છે તેવા ફળો પામતો જાય છે. અનાદિકાળથી કર્મ કરવાનો જીવનો પુરુષાર્થ ચાલ્યો આવે છે. આ નિયમ પણ જૈનનો અનુપમ છે. //૪૧ કોઈ કહે અપરાઘની ક્ષમા કરે ભગવાન, પણ સમજણની ભૂલ એ; ઠરે દોષનું સ્થાન. ૪૨ અર્થ - કોઈ કહે છે કે ભગવાન અપરાધની ક્ષમા કરે તો તે થઈ શકે છે. પણ તે તેમના Page #17 -------------------------------------------------------------------------- ________________ (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ ૨ ૧ ૫ સમજણની ભૂલ છે. જો ઈશ્વર દોષની ક્ષમા કરે તો પોતે જ સર્વ દોષનું સ્થાન ઠરે છે. IT૪રા રાગી, દ્વેષી તે ઠરે, ભક્ત-દોષ ના જાય, વર્તે બેદરકારીથી, દોષ માફ જો થાય-૪૩ અર્થ :- ઈશ્વર સ્વયં રાગી દ્વેષી ઠરે છે. તેથી ભક્તના પણ રાગદ્વેષ જાય નહીં. જો કરેલા દોષો ઈશ્વર માફ કરતા હોય તો સર્વ બેદરકારીથી વર્તન કરશે. ૪૩ાા પરમેશ્વર તે દોષનું કારણ ગણવા યોગ્ય, એવા ઈશ્વર માનવા મુમુક્ષુને અયોગ્ય. ૪૪ અર્થ - જો સર્વ બેદરકારીથી વર્તન કરશે તો સર્વ દોષનું કારણ પરમેશ્વર બનશે. એવાને ઈશ્વર માનવા તે મુમુક્ષુ જીવને અયોગ્ય છે. ૪૪ ફળ કર્માનુસાર” એ ખરેખરો સિદ્ધાંત, સર્વશે દર્શાવિયો, કરવા જીંવ નિર્કાન્ત. ૪૫ અર્થ :- જૈનોનો સિદ્ધાંત કર્માનુસાર ફળ પ્રાપ્તિનો છે. તે જ ખરેખરો છે. શ્રી સર્વજ્ઞ ભગવંતોએ આ સિદ્ધાંત જીવોને નિર્કાન્ત એટલે ભ્રાન્તિરહિત કરવા માટે દર્શાવ્યો છે. IT૪પાા નિજ પ્રશંસા ના ચહે, ચહે નહીં તે માન, સત્ય હતું તેવું કહ્યું, તજી કીર્તિ-નિદાન. ૪૬ અર્થ :- શ્રી જિનેશ્વરો પોતાની પ્રશંસાને ઇચ્છતા નથી. તેમજ માન મોટાઈને પણ ઇચ્છતા નથી. પોતાની કીર્તિનું કારણ મૂકી દઈ જે સત્ય હતું તેવું જ કહ્યું છે. //૪૬ાા સ્વાર્થ ન શોધ્યો ઘર્મને ફેલાવી જગમાંય, મોહરહિત જિન તો કહે : કર્મ મને નડતાંય. ૪૭ અર્થ :- જગતમાં ઘર્મને ફેલાવી ક્યાંય પોતાનો સ્વાર્થ ગબડાવ્યો નથી. મોહરહિત એવા જિન તો એમ કહે છે કે મને પણ કરેલા કર્મો નડે છે, અર્થાત ભોગવવા પડે છે. II૪શા કર્યા કર્મ સો ભોગવે, દર્શાવ્યો નિજ દોષ - “ઋષભદેવ પાસે જઈ ભરત પૂંછે નિર્દોષઃ ૪૮ અર્થ :- કરેલા કમ સર્વ પ્રાણીઓને ભોગવવા પડે છે એમ કહી પોતાનો થયેલ દોષ પણ દર્શાવ્યો. શ્રી ઋષભદેવ પાસે જઈને ભરતેશ્વર નિર્દોષપણે પૂછે છે – ૪૮. હવે આપણા વંશમાં થશે કોઈ જિનનાથ? “હા” ઋષભદેવે કહી, કરી વિસ્તારે વાત : ૪૯ અર્થ - હવે આપણા વંશમાં કોઈ જિનનાથ એટલે તીર્થકર થશે? ત્યારે શ્રી 28ષભદેવે વિસ્તારથી વાત કરીને ‘હા’ કહી. ||૪૯ાા ‘ત્રિદંડી તુજ પુત્ર જે મરીચિ બેઠો વ્હાર, વર્તમાન ચોવીસમાં છેલ્લો જિન થનાર.” ૫૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - ત્રિદંડી સંન્યાસીનો વેષ ઘારી તારો પુત્ર મરીચિ જે સમવસરણની બહાર બેઠો છે તે વર્તમાન ચોવીસીમાં છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર નામે થશે. આપણા વિનય સહિત વંદન કરી, ગયા ભરત અધિરાજ ત્રિદંડીને વંદન કર્યું, કહી “ભાવિ જિનરાજ.” ૫૧ અર્થ :- પછી વિનયસહિત ભગવાનને વંદન કરીને ભરતેશ્વર રાજાધિરાજ ત્યાં ગયા અને ત્રિદંડીને ભાવિ જિનરાજ થવાનું વૃત્તાંત જણાવી વંદન કર્યું. ૫૧ પ્રફુલ્લિત થઈ મરીચિએ ગર્વ કર્યો તે વારઃ “કેમ ન તીર્થકર બનું? મુજ દાદા જિન-સાર. પર અર્થ - તેથી ત્રિદંડીનું મન પ્રફુલ્લિત થયું અને અહંકાર આવી ગયો કે હું તીર્થકર કેમ ન બનું? મારા દાદા શ્રી ઋષભદેવ તીર્થકરોમાં સર્વ પ્રથમ તીર્થકર છે. Ifપરા કોણ પિતા મુજ આ ભવે? ચક્રી મોક્ષ જનાર, અધિરાજા છ ખંડના; ઇક્વાકુ કુળ સાર.” ૫૩ અર્થ :- વળી આ ભવમાં મારા પિતા કોણ છે? મોક્ષે જનાર છ ખંડના અઘિરાજા ચક્રવર્તી ભરતેશ્વર. મારુ કુળ કયું? ઈક્વાકુ. ત્યારે હું તીર્થકર થાઉં એમાં શું નવાઈ? //૫૩મા. આમ અભિમાને ફેંદી, હસે, રમે તે વાર કર્મો બાંધે આકરાં, બહુ ભવ કરાવનાર.” ૫૪ અર્થ – આમ અભિમાનના આવેશમાં હસ્યા, રમ્યા અને કૂદકા માર્યા. તેથી બહુ ભવ કરાવનાર એવા આકરા કર્મો બાંધ્યાં. ૫૪મા વર્ધમાન નામે થયા મહાવીર ભગવાન સ્વમુખથી ઉપદેશમાં કહી કથા મેંકી માન. ૫૫ અર્થ - એ ક ભોગવ્યા પછી વર્ધમાન નામે છેલ્લા મહાવીર ભગવાન થયા. માન મુકીને ઉપદેશમાં સ્વમુખથી જ પોતાની વિતક વાત કહી સંભળાવી. પપા જો કીર્તિ કે સ્વાર્થનો લક્ષ ઘર્મમાં હોત, તો નિજ પૂર્વ-ગર્વનું વર્ણન તે ન કહોત. ૫૬ અર્થ :- જો એમણે કીર્તિ કે સ્વાર્થ ખાતર ઘર્મ પ્રવર્તાવ્યો હોત તો તે પોતાના પૂર્વભવમાં કરેલ ગર્વનું વર્ણન કરતા નહીં. પા. ખરી વાત શાને ખળે? સ્વાર્થ વિનાનો ઘર્મ : કેમ તને તે મૂકશે? મને ન મૂકતાં કર્મ.” પ૭. અર્થ :- પણ એનો સ્વાર્થ વગરનો ઘર્મ હોવાથી ખરું કહેતા શા માટે અટકે? તે કહે છે કે ભાઈ! મને પણ કર્મ મૂકતા નથી તો તને કેમ મૂકશે? પાપણા કીર્તિ-ઇચ્છક માનથી સંતાડે નિજ દોષ, કહે: “મને તો ના નડે કર્મ, ગર્વ કે રોષ; ૫૮ Page #19 -------------------------------------------------------------------------- ________________ (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ ૨૧૭ અર્થ - જેને કીર્તિની ઇચ્છા, માન કષાયથી હોય તે તો પોતાના દોષને ભોંયમાં જ ભંડારે. અને દેખાડે કે મને તો કર્મ નડતા નથી. અથવા અહંકાર કે કોઈ પર કરેલ ક્રોઘ પણ અમને બાઘા કરે નહીં એમ ભપકો ભભકાવત. પટા. ચાહું તેમ કરી શકું, તારણ-તરણ જહાજ,” ભભકો ભભકાવે બહું, ઘરે ન ઉરે લાજ. ૫૯ અર્થ – હું ચાહું તેમ કરી શકું. હું તો તારણ તરણ જહાજ છું. એવો બહુ ભપકો ભભકાવત. એવું બોલતા તેમને હૃદયમાં લાજ પણ આવત નહીં. /પલા. નિસ્વાર્થી સાચા ગુરુ, સત્ય-પ્રિય ને નમ્ર, સૂંઠી પ્રશંસા નિજ તજે, ઘરે ન માયિક ધૂમ્ર. ૬૦ અર્થ - નિઃસ્વાર્થી એવા સાચા ગુરુ તો સત્ય-પ્રિય અને નમ્ર હોય છે. તે પોતાની જૂઠી પ્રશંસાનો ત્યાગ કરે છે. તેઓ મોહમાયામય ધૂમ્ર એટલે ધૂમાડાનો સંગ્રહ કરતા નથી. II૬૦ના. નિર્વિકારી એવા ગુરુ કરે આત્મ-હિત-બોઘ, કર્મ તણો સિદ્ધાંત આ પ્રશસ્ય ને અવિરોથ. ૬૧ અર્થ - નિર્વિકારી એવા શ્રી ગુરુ માત્ર આત્માનું હિત થાય એવો જ બોધ કરે છે. આ ભગવાનનો કહેલો કર્મનો સિદ્ધાંત તે પ્રશસ્ય એટલે પ્રશંસા કરવા લાયક છે અને તે પૂર્વાપર અવિરોઘ છે. II૬૧ સારાસાર વિચારણા, તર્જી સર્વ પક્ષપાત, સમ્યકષ્ટિ તે ગણી, વિવેકરૂપ વિખ્યાત. કર અર્થ :- સર્વ પક્ષપાત મૂકીને સાર કે અસાર સંબંધી વિચારણા કરવી તેને જ્ઞાની પુરુષોએ સમ્યક દ્રષ્ટિ ગણી છે, જે જગત પ્રસિદ્ધ વિવેકરૂપ છે. I૬રા વિવેકદ્રષ્ટિ વિના મૂંઝે ક્યાંથી સત્ય પદાર્થ? સત્ય સૂઝયા વણ ના ગ્રહે; આ સિદ્ધાંત યથાર્થ. ૬૩ અર્થ - વિવેકદ્રષ્ટિ વિના પદાર્થનું સત્ય સ્વરૂપ ક્યાંથી જણાય. અને સત્ય એટલે ખરું સૂઝયા વિના ગ્રહણ પણ ક્યાંથી થાય. માટે ભગવંતે કહેલો આ સિદ્ધાંત પણ યથાર્થ છે. IIકડા. માળા નવ સિદ્ધાંતની નવસર-મુક્તાહાર રાવણ સમ કંઠે ઘરું, દશ શિર જણાવનાર. ૬૪ અર્થ - અહિંસા સહિત આ નવ સિદ્ધાંતની માળા તે નવસેર મોતીના હાર જેવી છે. તેને હું રાવણ સમાન કંઠે ઘારણ કરું કે જે એક મસ્તકના દશ મસ્તક જણાવનાર છે. એ માળાને જે પહેરે તે દિવ્ય સુખનો ભોક્તા થાય છે. ૬૪ જૈન સાધુ-મુખથી સુણ્યા સિદ્ધાંતો બહુ વાર, પણ દ્રષ્ટિ ભલી ક્યાં હતી? સ્મૃતિ-અનુસાર વિચાર. ૬૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- આ નવે સિદ્ધાંતો જૈન સાધુપુરુષોના મુખથી ઘણીવાર સાંભળ્યા હતા, છતાં પણ તારી તે ભણી ભલી દ્રષ્ટિ જ ક્યાં હતી? હવે તે સિદ્ધાંતોની સ્મૃતિ અનુસાર વિચાર કર. ૬પાા જિન સિદ્ધાંત યથાર્થ છે, ફેર નહીં મીનમેખ, ઓછું નહિ જવભાર કે, વઘુ તલ-ભાર ન, દેખ. ૧૬ અર્થ - જિનેશ્વર ભગવંતોએ કહેલા આ સિદ્ધાંતો યથાર્થ છે. એમાં મીનમેખ પણ ફેરફાર નથી. એમાં જવભાર ઓછું નથી કે તલભાર વઘારે નથી. II૬૬ાા. તન, મન, વચન દમી ચહો શાંતિ આત્માકાર, ઠામ ઠામ જિન-વચન એ, સર્વ જીવહિતકાર. ૬૭ અર્થ :- “મન વચન અને કાયાનું દમન કરી આત્માની શાંતિ ઇચ્છો. એ જ એનું સ્થળે સ્થળે બોઘવું છે.” જે સર્વ જીવોને હિતકારક છે. ૬થા. ના સંસાર તજી શકે, તેને શિયળ સાર; એકપત્નીઘર મરદ ને પતિવ્રતા હો નાર. ૬૮ અર્થ - જે સંસાર ત્યાગ કરી શકે નહીં તેને શિયળ એટલે સદાચાર સારરૂપ છે. પુરુષોએ એક પત્નીવ્રત અને સ્ત્રીઓએ પતિવ્રત અવશ્ય પાળવું એવો ભગવંતનો ઉપદેશ છે. ૬૮ાા સદાચારી ગણાય છે, ઘર્મયોગ્ય સંતોષ, સીતા-રામ બીજાં ગણો ટળે રોગ ને દોષ. ૬૯ અર્થ :- એમ મર્યાદાથી વર્તતા પતિપત્ની તે સદાચારી ગણાય છે. એવા સંતોષી જીવો ઘર્મ આરાઘવાને યોગ્ય છે. તેમને બીજા સીતા-રામ જાણો. એમ વર્તવાથી રોગ અને બીજા અનેક દોષોથી દૂર રહી શકાય છે. ફલા પરસ્ત્રી-ગામીને થતા ચાંદી, ક્ષય, પ્રમેહ, પુનિત સ્વ-સ્ત્રીથી નહીં દેખા રોગો તેહ. ૭૦ અર્થ - પરસ્ત્રી-ગામી જીવ કલંકિત થાય છે. તેને ચાંદી, પ્રમેહ અને ક્ષય આદિ રોગો સહન કરવા પડે છે અને બીજાં અનેક દુરાચરણો વળગે છે. પુનિત એટલે પવિત્ર એવી પોતાની સ્ત્રીથી કોઈને તેવા રોગો થતાં જોયા નથી. II૭૦. પતિવ્રતા સ્ત્રી તો સતી, મન તેનું સ્થિર થાય સંસારી અભ્યાસ પણ ઘર્મે જો મન જાય. ૭૧ અર્થ - પતિવ્રતા સ્ત્રી તે સતી છે. તેનો સંસારી અભ્યાસ હોવા છતાં પણ જો ઘર્મમાં તેનું મન જાય તો તે મન સ્થિર થાય છે. (૭૧ાા ભવમોક્ષ કય પક્ષમાં શ્રેયસ્કર સિદ્ધાંત, સાચું તો સારું બથે, સમજી જીંવ, થા શાંત. ૭૨ અર્થ :- સંસાર કે મોક્ષ એ બેય પક્ષમાં એના સિદ્ધાંતો શ્રેયસ્કર છે. સાચું તો બધે સારું જ હોય. તેને હે જીવ હવે સમજી તું શાંત થા. I૭૨ાા Page #21 -------------------------------------------------------------------------- ________________ (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ ગરમ કરી પાણી પીવું : સૌને આ ઉપદેશ, તેમ બને ના તો પીવુ, ગાળી પાણી વિશેષ. ૭૩ અર્થ :– પાણીને ગરમ કરીને પીવું એવો સઘળાને ભગવાનનો ઉપદેશ છે, તેમ જો ના બની શકે = તો પાણીને વિશેષપણે એટલે બેવડું ગરણું રાખીને ગાળીને પીવું. ।।૭૩।। બન્ને પક્ષે લાભ કે સુન્ન કરે સુવિચાર, વાળા-મરકી-હેતુ આ અણગળ પાણી ધાર. ૭૪ અર્થ :— સંસાર પક્ષ અને મુક્તિપક્ષ એમ બેય પક્ષે તે લાભકારક છે. માટે સુજ્ઞ તેના ઉપર સુવિચારણા કરે. સંસાર પક્ષે અળગણ પાણી પીવાથી, વાળા, મરકી, કોગળિયા આદિ અનેક જાતના રોગો થવાની શક્યતા છે. ।।૭૪ના મુક્તિ-પક્ષે લાભ દે નિર્વિકાર જળ ઉષ્ણ, રસના જીતવામાં ભલું; જીવ થાય ઘીર અકૃષ્ણ. ૭૫ ૨૧૯ અર્થ :— મુક્તિપક્ષે ગરમ કરીને પીધેલું પાણી નિર્વિકાર હોવાથી ૨સના ઇન્દ્રિય જીતવામાં તેમજ કામવિકાર જીતવામાં મદદરૂપ છે. જેથી જીવ વિકારી તૃષ્ણાઓથી રહિત થઈ ધૈર્યવાન બને છે. ૭૫)) હે! દુરાત્મા, કાળ સમ કાળો નાગ નિહાળ, પાસું ફેરવી તાકતો; ધર્મ-મંત્ર સંભાળ. ૭૬ અર્થ :– 'હૈ દુરાત્મા ! આ કાળો નાગ હવે પાકું ફેરવી નારા પર તાકી રહેવા તૈયાર થયો છે ઃ માટે નું હવે તે ધર્મના ‘નવકાર મંત્ર' ને સંભાર.' ।।૭૬|| મરણ પછી પણ ઘર્મ એ મળો મને, એ માગ; ધર્મશરણ સાચું, હવે આવ્યો અપૂર્વ લાગ. ૭૭ અર્થ :– મરણ પછી પણ મને એ ઘર્મ જ મળો એવું માગ. એક ઘર્મનું જ શરણ સાચું છે. હવે એ ધર્મનો વિચાર કરવાનો તને અપૂર્વ લાગ આવ્યો છે. ।।૭।। એવા ભાવો જ્યાં થયા, કૌતુક બન્યું. અચિંત્ય : મંત્ર મુખે ઉચ્ચારતાં-અહો! ‘નમઃ અરિહંત’, ૭૮ અર્થ :— એવા ભાવો જ્યાં થયા કે ત્યાં એક અચિંત્ય કૌતુક બની ગયું. મેં મુખથી મંત્રનો ઉચ્ચાર કર્યો કે અહો! ‘નમો અરિહંતાણં.'' ।।૮।। કાળો નાગ ખસી ગયો દૂર રાફડા પાસ, દયા કરી જાણે અરે! હરવા મારો ત્રાસ. ૭૯ અર્થ :— તે ભયંકર કાળો નાગ જે મારા પ્રાણ લેવા પાસું ફેરવતો હતો તે હવે દૂર રાફડા તરફ જતો = જણાયો. જાણે અરે ! મારા ત્રાસને હરવા મારા પર દયા કરતો હોય તેમ જણાયો. ।।૯।। સર્પ સરી આઘો, વદે : ‘રાજકુમાર, વિચાર, સત્ય ધર્મરૂપ ગર્ભથી નવો થયો અવતાર. ૮૦ અર્થ :— તે નાગદેવ આઘો સરી જઈને બોલ્યો ઃ હે રાજકુમાર! આ સત્ય ધર્મરૂપ ગર્ભથી આજે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પ્રજ્ઞાવબોધ વિવેચન ભાગ-૨ તારો નવો અવતાર થયો જાણ જે. નહીં તો હું તારા પ્રાપ્ત લેવાને પળની પણ ઢીલ કરું તેમ નહોતું. પણ તને શુદ્ધ વૈરાગ્ય અને જૈનધર્મમાં ઉતરેલો દેખી મારું કાળજું હળવે હળવે પિંગળતું ગયું. દલા ઉષા-રંગરંજન કરે જન-મન, મુજ મન તેમ તુજ મન ઘર્મે વર્તતાં મૃદુ બની ઘરનું રે'મ. ૮૧ અર્થ :– પ્રભાતના રંગ જેમ લોકોના મનને રંજન કરે તેમ મારું મન પણ તારા મનને ધર્મમાં વર્તતું જાણી કોમળ બની જઈ તારા પર રહેમ કરવા લાગ્યું. ૮૧॥ સુણી મંત્ર-ઉચ્ચાર તે ઘરે સુમૈત્રી ભાવ, તુજ હિત કરવા હું કહ્યું ઃ 'વાર ધર્મ પ્રભાવ. ૮૨ અર્થ – તારા મુખેથી મંત્રનો ઉચ્ચાર સાંભળીને મારું મન તારા પ્રત્યે સુમૈત્રીભાવ ઘરવા લાગ્યું. હવે તારા હિતને માટે કહું છું કે આ સત્ય જૈનધર્મના પ્રભાવને તું વિશેષ વધાર. ॥૮૨૫ થર્મ-બાળ-માબાપરૂપ વર્સ પણે મુનિરાય, ધર્મ-પ્રેમથી સર્વને બોઘામૃત તે પાય. ૮૩ અર્થ :હવે તું પગ હેઠો આનંદથી મૂકી, ધર્મરૂપી બાળકના મા-બાપરૂપે મહામુનિશ્વર જે જિનશાસનના શૃંગાર તિલકરૂપ છે, તે અહીં આગળના સામા સુંદર બાગમાં બિરાજે છે. માટે ત્યાં તું જા. તે ધર્મપ્રેમથી સર્વને બૌધામૃત પાય છે, તેમનો પવિત્ર ઉપદેશ શ્રવણ કરી તારો આ માનવજન્મ કૃતાર્થ કર. ॥૮॥ સિંહરાજ શ્રાવક ગણી, નિર્ભય રહી જા ત્યાંય.’ વંદન કરી તે સર્પને પામ્યો આપની છાંય. ૮૪ અર્થ :– સિંહરાજને પણ શ્રાવક ગણી તું નિર્ભય થઈ ત્યાં જા. પછી તે નાગદેવને વંદન કરી આપના દર્શન કરવા માટે હું આપની છત્રછાયામાં આવવા પામ્યો છું. ૫૮૪૫ મણિઘરનાં આવાં વચન સુણી પામ્યો છું હર્ષ, થર્મ-બાળ મુજને ગણો, વ્યર્થ ગયાં મુજ વર્ષ. ૮૫ અર્થ :– હે મહા મુનિરાજ ! મણિધરનાં આવા વચન સાંભળીને હું અત્યંત હર્ષ પામ્યો. હવે મને = ઘર્મમાં બાળક જેવો ગણી ઉપદેશ આપો. આજ સુધીનાં મારા બધા વર્ષોં વ્યર્થ વહી ગયા. II૮૫]I વગર મોતે જ હું મર્યો, જીવે સાચા સંત, મરણ-યોગથી જન્મિયો ઃ સમજ્યો જીવન–અનંત. ૮૬ અર્થ :– હમેશાં ભાવમરણ કરીને હું વગર મોતે જ મર્યો છું. સાચું જીવન તો સંતપુરુષોનું છે. મરણનો યોગ આવી મળવાથી હવે મારો નવો જન્મ થયો. અને હવે સમજ્યો કે આત્માનું જીવન તો અનંત છે, તે કદી મરતો નથી. ।।૮। હર્ષ-ઘેલછામાં વ, સાચું જાણો આપ; શરણે આવ્યો આપને, અચિંત્ય આપ પ્રતાપ. ૮૭ અર્થ :— હર્ષની ઘેલછામાં આવી કહું છું કે સાચું તો આપ જ જાણો છો. હવે આપના શરણે હું Page #23 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રસિંહ રાજા ચંદ્રસિંહને ઉપદેશ આપતા મુનિવર હરણ જીવ લઈ નાઠો વિકરાળ સિંહને જોઈ શરીર ઠંડું પડી ગયું કાળો નાગ જોઈ ચંદ્રસિંહનું ઉર કંપ્યું શિકારે ચઢેલો ચંદ્રસિંહ રાજા, ઘોડો ઠોકર ખાઈ ભડક્યો Page #24 -------------------------------------------------------------------------- ________________ (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ આવ્યો છું. કેમકે આપ મહાત્માઓનો પ્રતાપ અચિંત્ય છે. ।।૮૭।। એક મંત્ર-પ્રતાપ કે જો નવજીવન-દાન, પૂર્ણપણે તે ધર્મને પાળ્યે અવિચળ સ્થાન. ૮૮ અર્થ ::– એક નવકાર મંત્રના પ્રતાપથી હું નવું જીવનદાન પામ્યો. તો એ આખો ધર્મ પૂર્ણપણે પાળતા અવિચળ એવું મોક્ષમ્યાન કેમ ન મળી શકે? જરૂર મળે. ટટા સૂક્ષ્મપણે તે ધર્મનો કરો કૃપા-ઉપદેશ, ઇચ્છા વર્તે જાણવા ઃ મુનિવર-ચરિત્ર-લેશ. ૮૯ ૨૨૧ અર્થ :– હે ભગવન્ ! મને હવે સૂક્ષ્મપણે તે ધર્મનો કૃપા કરી ઉપદેશ કરો. વળી આપ મુનિવરના ચરિત્ર સંબંધી પણ લેશ જાણવા મારા હૃદયમાં ઇચ્છા વર્તે છે. ૫૮૯લા પૂર્વ-પુણ્યથી પામિયો મુનિ-સમાગમ સાર, ટળશે ઉર-સંતાપ સૌ સુી બોધામૃત-થાર, ૯૦ = અર્થ :— પૂર્વના અઢળક પુણ્યથી હું આપ જેવા મહાન મુનિવરનો સારરૂપ સમાગમ પામ્યો છું. માટે મારા હૃદયના સર્વ સંતાપ આપની બોઘામૃતની ઘારવડે આજે જરૂર ટળશે એમ મારું માનવું છે. ।।૯। બાળક ના માગી શકે, દે માતા પય-પાન, આત્મ-હિત મુજ જાણીને, યથાર્થ દેજો દાન. ૯૧ અર્થ :— બાળક માતા પાસે મુખેથી માગી શકતું નથી. છતાં માતા તેને દૂધનું પાન કરાવે છે. તેમ મારા આત્માનું હિત શામાં છે તે જાણીને મને પણ ઘટનું દાન આપજો. ।।૯।। વર્ણન શી રીતે કરું? ઉર ઉલ્લાસ ન માય, સદ્ગુરુ-યોગે જાગૃતિ આજ અપૂર્વ જણાય. ૯૨ અર્થ :– આજના હર્ષનું વર્ણન હું શી રીતે કરું? મારા હૃદયમાં અતિ ઉલ્લાસ ભાવ સમાતો નથી. આપ શ્રી સદ્ગુરુના યોગે આજે મને અપૂર્વ જાગૃતિ જણાય છે. ।।૨।। આજ સુધીનાં રાજ-સુખ લાગે થુળ સમાન, તુચ્છપણું જીવે તજ્યું, લાગે બહુ બળવાન. ૯૩ અર્થ :– આજ સુધી જે રાજ-સુખ ભોગવ્યા તે મને ધૂળ સમાન લાગે છે. તે ઇન્દ્રિયસુખના તુચ્છપણાને આજે જીવે તજ્યું, તેથી મારો આત્મા મને બહુ બળવાન જણાય છે. ાણ્ણા ત્રણે લોકનું રાજ્ય પણ જીરણ નીેશ સમાન, ટકે વીર્ય આ જો સદા, નિકટ મોક્ષનું સ્થાન.' ૯૪ અર્થ :– આજ આપના દર્શન સમાગમથી મને ત્રણે લોકનું રાજ્ય પણ તૃણ સમાન જીર્ણ જણાય છે. એવું આત્મવીર્ય જો સદા ટકી રહે તો મોક્ષનું સ્થાન સાવ નિકટ છે, દૂર નથી. ।।૯૪।। (શાર્દૂલવિક્રીડિત) “પામ્યા મોદ મુનિ સુણી મન વિષે, વૃત્તાંત રાજા તણો, પાછું નિજ ચરિત્ર તે વરાવ્યું, ઉત્સાહ રાખી ઘણો; Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ થાશે ત્યાં મન ભૂપને દ્રઢ દયા, ને બોઘ જારી થશે. ત્રીજો ખંડ ખચીત માન સુખદા, આ “મોક્ષમાળા’ વિષે.” -શ્રીમદ્ રાજચંદ્ર અર્થ - “રાજા ચંદ્રસિંહનો વૃતાંત સાંભળી મહામુનિ મનમાં પ્રમોદ પામ્યા. પછી પોતાનું ચરિત્ર પણ ઘણો ઉત્સાહ રાખીને વર્ણવ્યું. મુનિ ચરિત્ર સાંભળીને રાજાના મનમાં દયાનો ભાવ વિશેષ દૃઢ થશે અને મુનિ મહાત્માનો બોઘ સાંભળી ફરી તે સાંભળવાનો ભાવ હમેશાં જારી રહેશે. મોક્ષમાળા વિષે આ ત્રીજો ખંડ છે, તેને તું નક્કી સુખને દેવાવાળો માનજે.” -શ્રીમદ્ રાજચંદ્ર (૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩ (દોહરો) પરમ કૃપાળુ મુનિ વદે, પ્રસન્ન ચિત્તે જ્યાંય, ચંદ્રરાજ મન વિકસે, કુમુદ-કળી સમ ત્યાંય. ૧ અર્થ - હવે પરમકૃપાળુ રાજ મુનિવર જ્યારે પોતાનું ચરિત્ર પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યા ત્યારે ચંદ્રરાજાનું મન જેમ કુમુદિની ચંદ્રમાનાં દર્શન કરી વિકાસ પામે તેમ વિકસિત થવા લાગ્યું. ૧ાા રાજમુનિ-મુખથી ખરે પુષ્પવૃષ્ટિ સમ શબ્દ, શિષ્યપણાની મૂર્તિ સમ ચંદ્ર બની રહ્યો સ્તબ્ધ. ૨ અર્થ :- રાજમુનિના મુખથી પુષ્પવૃષ્ટિ સમાન જ્યારે શબ્દો ખરવા લાગ્યા ત્યારે શિષ્યપણાની મૂર્તિ સમા ચંદ્રરાજા, તે સાંભળવા માટે સ્તબ્ધ એટલે સ્થિર અથવા દિમૂઢ બની ગયો. રા. “સૌરાષ્ટ્ર દેશપતિ હતો, રાજસિંહ મુજ નામ, અપૂર્વ સંસ્કારો ફુરે, કરવા મોટાં કામ. ૩ અર્થ :- હવે શ્રી રાજનિ પોતાનું સ્વવત્તાંત વર્ણવે છે. હું સૌરાષ્ટ્ર દેશનો પતિ હતો. રાજસિંહ મારું નામ હતું. મારામાં મોટા કામ કરવા અર્થે અપૂર્વ સંસ્કારો સ્કુરાયમાન થતા હતા. સા. ચક્રવર્તી તો યુદ્ધથી જીતી લે ષ ખંડ નિર્દયતા મુજ મન ગણે; કીર્તિ તે ન અખંડ. ૪ અર્થ - ચક્રવર્તી તો યુદ્ધ કરીને છ ખંડ જીતે, પણ તેને મારું મન નિર્દયતા ગણતું હતું. એ પ્રકારે મેળવેલી કીર્તિ પણ અખંડ રહે તેમ નથી. II૪ સંપ-શાંતિ મુજ બુદ્ધિથી પ્રસરાવું જગમાંય, એવા ભાવો ઉલ્લસે કુમળી વયમાં ત્યાંય. ૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ (૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩ ૨ ૨ ૩ અર્થ :- જગતમાં મારી બુદ્ધિથી સંપ-શાંતિ પ્રસરાવું એવા ભાવો મારી કુમળી વયમાં ઉલ્લસિત થતા હતા. //પા આદર્શ ભૂંપ થવા સદા કરતો હું પુરુષાર્થ, પ્રથમ ગુણ આ સાથતો; બનું પૂર્ણ નિઃસ્વાર્થ. ૬ અર્થ – આદર્શ રાજા થવા હું સદા પુરુષાર્થ કરતો. તેના માટે પ્રથમ આ ગુણ સાઘતો હતો કે હું પૂર્ણ નિઃસ્વાર્થી બનું. //કા ગર્ભશ્રીમંત ઘર સમું રાજ-કુટુંબ વિચારી, સંસારી વૈભવ વિષે હિતબુદ્ધિ ન વિસારી. ૭ અર્થ - ગર્ભથી શ્રીમંત સમાન રાજકુટુંબને વિચારી, સંસારી વૈભવ વિષે રહેવા છતાં હું સ્વપર હિતબુદ્ધિને ભૂલી ગયો નહીં. શા વણિક-બુદ્ધિએ વ્યય થતો, સ્પષ્ટ હિસાબ સહિત, જઑર જેટલા નોકરો, પગાર યથા-ઘટિત. ૮ અર્થ - રાજ્યમાં વણિક બુદ્ધિથી વ્યય થતો હતો. તેનો સ્પષ્ટ હિસાબ રાખવામાં આવતો. જરૂર જેટલા નોકરો હતા. તેમનો પગાર પણ યથાયોગ્ય હતો. પાટા પ્રજાહિત જેથી નથી તેવા કરો અયોગ્ય, આપત્તિ-વેળા વિના; સૌને નૃપ-ઘેન ભોગ્ય. ૯ અર્થ :- જે વડે પ્રજાનું હિત નથી તેવા કર પ્રજા પર નાખવા અયોગ્ય છે. એક આપત્તિના સમર વિના રાજાનું ઘન સર્વને ભોગ્ય છે, એમ રાખ્યું હતું. કરથી કોષ ભર્યો નહીં, પ્રજા કરી ઘનવાન, રાજ્ય-મહત્તા સહ વધે ઘન, જો જન વિદ્વાન. ૧૦ અર્થ - કર નાખીને રાજ્યનો કોષ એટલે ભંડાર ભર્યો નહીં. પણ પ્રજાને ઘનવાન બનાવવાનો જ લક્ષ રાખ્યો હતો. તેથી હે વિદ્વાનો જુઓ, કે રાજ્યની મહત્તા સાથે ઘન પણ વધવા લાગ્યું. ૧૦ના પ્રજાની સંપત્તિ વધે, તે યોજના સિવાય કર નાખે જો નૃપતિ મૂંડી ખવાતી જાય. ૧૧ અર્થ - પ્રજાની સંપત્તિ વર્ધમાન થાય તે યોજના સિવાય જો રાજા કર નાખે તો રાજ્યની મૂડી પણ ખવાતી જાય. ||૧૧|| જે પ્રમાણમાં આપિયે ગાયાદિકને ખાણ, તે પ્રમાણમાં દોહિયે કર-ઘૂંઘ ખરું પ્રમાણ. ૧૨ અર્થ :- જે પ્રમાણમાં ગાય ભેંસ આદિને ખાણ એટલે ઢોરને ખાવાનું અનાજ આપીએ તે પ્રમાણમાં દૂઘ દોહીએ છીએ. તેમ દાણ સમાન પ્રજાની સંપત્તિ વર્ધમાન થવા દેવાથી કર પણ તે મુજબ સારા પ્રમાણમાં મળ્યા કરશે. રાજ્યઘન પ્રાપ્તિનું એ જ ખરું પ્રમાણ છે. /૧૨ાા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ રાજ્ય-વ્યવસ્થા-વ્યય થકી બમણી આવક હોય, નવી આવક વધુ હોય તો કર ઘટાડવા જોય. ૧૩ અર્થ - રાજ્ય વ્યવસ્થામાં જે વ્યય થાય તે કરતા જો બમણી આવક હોય તો તે યોગ્ય છે. પણ તેથી જો નવી વધુ આવક હોય તો રાજાએ પ્રજા ઉપરના કર ઘટાડવા જોઈએ. ૧૩ના ત્રણ ભાગે વ્યય સૌ થતોઃ એક સેવકો કાજ, તથા રાજ્ય-વૈભવ વિષે; એકે નૃપકુળ-લાજ. ૧૪ અર્થ :- આવકના ત્રણ ભાગનો વ્યય આ પ્રમાણે થાય. એક ભાગ મંત્રીઓ વગેરે સેવકો માટે, બીજો ભાગ રાજ્ય વૈભવનો મોભો જાળવવા સેનાપતિ, સૈનિકો આદિ માટે, ત્રીજો ભાગ રાજ્યકુટુંબની લાજ રાખવા અર્થાત્ તેમની સાર સંભાળ માટે વપરાવો જોઈએ. //૧૪ો. રાજ્ય-પ્રજા-આબાદીમાં એક-અર્થ વપરાય, બાક-અર્થ ભંડારમાં સંકટ કાજ રખાય. ૧૫ અર્થ :- બાકીના ચોથા ભાગનો અડઘો ભાગ તે રાજ્ય પ્રજાની આબાદીમાં એટલે તેમના સુખ માટે અને બાકીનો અડધો ભાગ તે સંકટના સમયે કામ આવવા માટે ભંડારમાં રાખવો જોઈએ. ૧૫ના પ્રજા-ક્લેશકર કર કદી રાજાથી ન નખાય; જે કરથી હિત સર્વનું, સંમતિ લઈ લેવાય. ૧૬ અર્થ:- પ્રજાને ક્લેશ કરનાર એવો કર રાજાથી કદી નંખાય નહીં. જે કરવડે સર્વનું હિત હોય તેવું કર પણ પ્રજાની સંમતિ લઈ લેવું જોઈએ. ૧૬ાા અપક્ષપાતે ન્યાય પણ સરળપણે દેવાય, તેવી વ્યવસ્થા રાખતો; સેવા-ભાવ સદાય. ૧૭ અર્થ - અપક્ષપાતથી સરળપણે ન્યાય દેવાય તેવી વ્યવસ્થા રાખી હતી. સદાય સર્વની સેવા થાય એવો ભાવ હૃદયમાં જાગૃત હતો. ૧ળા. નિયમિત દિનચર્યા હતી : નિદ્રાર્થે બે પહોર, રાજ્યતંત્રના પ્રહર બે, એક ઘર્મનો દોર. ૧૮ અર્થ - નિયમિત મારી દિનચર્યા હતી. બે પહોર (છ કલાક) નિદ્રા માટે, રાજ્યતંત્ર ચલાવવા બે પહોર, અને એક પહોર ઘર્મનો દોર ચલાવવા માટે રાખ્યો હતો. ૧૮. આહારાદિક એકમાં, એક ગંભીર વિનોદ, વિદ્યાયોજન એકમાં; વઘતો રોજ પ્રમોદ. ૧૯ અર્થ :- આહાર વિહાર નિહારાદિ અર્થે એક પ્રહર, એક પ્રહર ગંભીર વિનોદ એટલે જ્ઞાનચર્ચારૂપી વિનોદ અર્થે અને એક પ્રહર નવી વિદ્યા શીખવાના પ્રયોજન અર્થે રાખ્યો હતો. જેથી રોજ પ્રમોદ એટલે આનંદની વૃદ્ધિ થતી હતી. ૧૯. ખરા વીર્યની ખામી ને સંકુચિત વિચાર, દુરાચાર, અનુદારતા જીંવન-હાનિ કરનાર. ૨૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ (૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩ ૨ ૨ ૫ અર્થ :- ઉત્તમ કાર્યમાં વીર્યની ખામી હોય, સંકુચિત વિચાર હોય, જીવનમાં દુરાચાર હોય તેમજ ઉદારવૃત્તિનો અભાવ હોય તો તે સુખી જીવનની હાનિ કરનાર છે. ભારવા નૃપતિઓ આ કાળમાં તેથી જીવે અલ્પ; ઑવન ટૂંકું ય શ્યાધ્ય ના, વિના શુંભ સંકલ્પ. ૨૧ અર્થ - ઉપરોક્ત દોષો જીવનમાં હોવાથી આ કાળના રાજાઓ અલ્પજીવન જીવે છે. તેમનું ટૂંકું જીવન પણ શુભ સંકલ્પ વિના શ્લાધ્ય એટલે પ્રશંસાપાત્ર નથી. ૨૧ના શુભ સંકલ્પ મને સ્ફર્યોઃ “વિશ્વ-કોષ-વિચાર” કુટુંબીઓને મેં કહ્યો, તુર્ત થયો સ્વીકાર. ૨૨ અર્થ - એ શુભ સંકલ્પ મને ફરાયમાન થયો કે “વિશ્વકોષ” કરવો. તેનો વિચાર મેં કુટુંબીઓને જણાવ્યો ત્યારે તેમણે પણ તુર્ત સ્વીકાર કર્યો. રરાા ગણવી સૌની માલિકી કુટુંબ-ઘન જે હોય, જરૂર જોશું વાપરે જ્યારે જેને જોય. ૨૩ અર્થ:- કુટુંબનું જે ઘન હોય તેના ઉપર સૌની માલિકી ગણવી. જ્યારે જેને જરૂર હોય તે પ્રમાણે વાપરે. ૨૩ પ્રધાનમંડળમાં કરી ઐક્ય-વાત વિખ્યાત, કબૂલ સર્વેએ કરી, જન્મ્યા જાણે ભ્રાત. ૨૪ અર્થ - પ્રધાનમંડળમાં પણ સર્વ એક થઈને રહેવાની પ્રખ્યાત વાત મેં કરી. તે સર્વેએ કબુલ કરી. જાણે બધા ભાઈરૂપે જ જન્મ્યા હોય તેમ સ્વીકારી લીધું. ૨૪ પ્રસરી પુરજન-મંડળ, સ્વાર્થ તજે જન સર્વ, નિઃસ્વાર્થી-ગુણવોગ મુજ ગાળે જન-ઘન-ગર્વ. ૨૫ અર્થ:- નગરના જનમંડળમાં આ વાત પ્રસરી ગઈ. જેથી સર્વએ પોતાનો સ્વાર્થ તજી દીધો. મારો એક નિઃસ્વાર્થીગણનો યોગ અર્થાતુ ભાવ થવાથી તે નગર લોકોના ઘનના ગર્વને પણ ગાળવાને સમર્થ બની ગયો. રપા થીમે ધીમે સઘળી પ્રજા સમજી બની કુટુંબ, રાજ્ય માલિકી નિજ ગણે, મને ગણી નિર્દભ. ૨૬ અર્થ - ઘીમે ઘીમે સઘળી પ્રજા પણ સમજી જઈ કુટુંબરૂપે બની ગઈ. રાજ્યની માલિકીની મિલ્કતને તે પોતાની માનવા લાગી. અને મને નિર્દભ એટલે માયા કપટ વગરનો ગણવા લાગ્યા. /રકા સુખ નિજ મિલકતથી મળે તેથી મળે અધિક; લૂંટાવાનો ભય નહીં, રાજ્ય તણા માલિક. ૨૭ અર્થ :- જે સુખ મિલ્કતને પોતાની માનવાથી મળે તેથી વિશેષ સુખ મિલ્કતને સર્વની માનવાથી મળે છે. તેમાં મમત્વભાવનો નાશ થવાથી ખરું સુખ ઊપજે છે. પ્રજા પોતે રાજ્યની માલિક થવાથી ઘન લૂંટાવાનો પણ ભય રહ્યો નહીં. રશા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ શુદ્ર ભૂપ સમજી ભળ્યા, બન્યું રાજ્ય સંયુક્ત, મહારાજ્ય-માલિક થયા, વિના સૈન્ય ભય-મુક્ત. ૨૮ અર્થ - શુદ્ર એટલે પામર રાજાઓ પણ સમજીને સર્વ સાથે ભળી ગયા. તેથી રાજ્ય સંયુક્ત થઈ ગયું. હવે મહારાજ્યનો હું માલિક થયો અને આખું રાજ્ય સેના વિના જ ભયમુક્ત બની ગયું. ર૮ાા પ્રવાસ મેં પણ આદર્યો, નૃપતિ મળ્યા અનેક, ભરતવર્ષના સૌ નૃપો, થયા કુટુંબી એક. ૨૯ અર્થ :- પછી મેં એક પ્રવાસ આદર્યો. જેમાં અનેક રાજાઓ મને મળ્યા. ભારતવર્ષના સૌ રાજા મળીને એક કુટુંબ જેવું બની ગયું. રા. સઘળા દેશોમાં ગઈ વાત વાયુ સમાન, અનાર્ય જન માને નહીં; આવી કરે બહુમાન. ૩૦ અર્થ :- આ વાત સઘળા દેશોમાં વાયુની સમાન પ્રસરી ગઈ. અનાર્ય લોકોને એ વાત માન્ય ન થઈ. તેથી અહીં આવીને જોઈ મારું બહુમાન કરવા લાગ્યા. //૩૦ના અનાર્યદેશ-વણિકજન પ્રથમ ભળ્યા, પછી લોક; નૃપ ત્યાંના સમજ્યા પછી, વસુઘા બની અશોક. ૩૧ અર્થ - અનાર્યદેશના વણિક લોકો આમાં પહેલા ભળ્યા. પછી બીજા લોકો ભળ્યા. ત્યાંના રાજાઓ પણ વાતને સમજ્યા પછી ભળી ગયા. તેથી આખી વસુઘા એટલે પૃથ્વી અશોક એટલે શોકરહિત બની ગઈ. /૩૧ાા પ્રબળ પૂર્વના પુણ્યથી જગ ઝૂક્યું આ વાર, મને મહાત્મા સો ગણે, જાણે પ્રભુ-અવતાર. ૩૨ અર્થ - પ્રબળ પૂર્વ પુણ્યના ઉદયથી આ વખતે આખું જગત ઝૂક્યું અને મને સૌ મહાત્મા ગણવા લાગ્યા કે જાણે આ તો પ્રભુનો અવતાર છે. ૩રા મુજ નિર્બળતા હું લહું ટકશે કેટલી વાર? ક્ષુદ્ર કારણો કોઈ દી, કરશે સૌ સંહાર. ૩૩ અર્થ – પણ મારી નિર્બળતા હું સમજું છું કે આ બધું કેટલો કાળ ટકશે? કોઈ દિવસ શુદ્ર એટલે નજીવા કારણો આ સર્વનો સંહાર કરી જશે. ૩૩ાા. વિદ્યાબળ, ચારિત્રબળ, પરોપકારી સંઘ, ઉદ્યમ ને અવિલાસતા ટકાવી રહે પ્રબંઘ. ૩૪ અર્થ - પ્રજામાં વિદ્યાબળ હશે, ચારિત્રબળ હશે અને સંઘ પણ એકબીજાનો પરસ્પર ઉપકાર કરનારો હશે, સર્વમાં ઉદ્યમ કરવાનો ભાવ હશે તથા જીવનમાં અવિલાસીપણું હશે તો જ આ બધો કરેલો પ્રબંઘ ટકી રહેશે. |૩૪ો. જ્ઞાન વિના નહિ આ ટકે, કરું જ્ઞાનની શોઘ, સંત-સમાગમ સાઘતાં, પામ્યો સગુરુ-બોઘ. ૩૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩ ૨૨૭ અર્થ :— સમ્યજ્ઞાન વિના આ બધું ટકી શકશે નહીં. માટે જ્ઞાનીપુરુષની શોધ કરું. એ શોધ કરતાં સંતપુરુષોનો સમાગમ થયો. અને હું સદ્ગુરુનો બોધ પામી ગયો. ।।૩૫।। સત્ય યથાર્થ ઉરે વસ્યું, લાગ્યું નકલી સર્વ, માયિક સૌ પ્રપંચમાં સુખ ગણ્યું તે વ્યર્થ. ૩૬ અર્થ :— યથાર્થ સત્ય જે હતું તે હૃદયમાં વસવાથી બીજું બધું નકલી ભાસ્યું. માયિક એટલે સાંસારિક સૌ પ્રપંચમાં જે સુખ ગણ્યું હતું તે સર્વ વ્યર્થ લાગ્યું. ।।૩૬।। આત્મિક સુખ સ્વાધીન ને શાશ્વત, સાચું શ્રેય, તે ભૂલી નશ્વર સુખે ભમવું તે અશ્રેય. ૩૭ અર્થ :— આત્માનું સુખ તે સ્વાધીન અને શાશ્વત, સાચું અને શ્રેયરૂપ ભાસ્યું. તેને ભૂલી નાશવંત - એવા ભૌતિક સુખ પાછળ ભટકવું તે આત્માને અશ્રેય એટલે અકલ્યાણકર્તા જણાયું. ।।૩૭।। એમ ગણી મુનિ હૈં બન્યો, તજી સર્વ જંજાળ, વિના પ્રયત્ને દેખ આ પશુનાં હૃદય વિશાળ. ૩૮ અર્થ :— એમ ગણીને જગતની સર્વ જંજાળને તજી હું મુનિ બની ગયો. આ મુનિ જીવનના પ્રભાવથી વિના પ્રયત્ને આ પશુઓના હૃદય પણ દયાભાવથી વિશાળ બની ગયા છે. તે તું આ જોઈ લે. તને પણ આ પશુઓ દયાભાવથી અહી હરી લાવ્યા છે. ।।૩૮।। હરણ તને હરી લાવિયું, નાગ કરે ઉપદેશ, સિંહ બન્યો બકરી સમો, જાતિ-સ્મૃતિ-ફળ-લેશ. ૩૯ અર્થ :– આ હરણ દયાભાવથી તને અહીં હરી લાવ્યું, નાગદેવે તને ઉપદેશ કર્યો, સિંહ બકરી જેવો બની ગયો. અમારા ઉપદેશથી આ સર્વને જાતિસ્મરણજ્ઞાન થયું છે. તેનું આ કિંચિત્ ફળ જણાય છે. ।।૩૯|| અચિંત્ય આત્મિક યોગ આ, જગ-જંતુ-તિકાર, હવે કહું નવ તત્ત્વ હું, તે તું ચિત્તે ધાર. ૪૦ અર્થ :— જે ચિંતવી પણ ન શકાય એવો અચિંત્ય આત્મિક સુખ પ્રાપ્તિનો યોગ આ તને બન્યો છે, = જે જગતના સર્વ જંતુને હિતકર્તા છે. હવે હું તને નવ તત્ત્વ કહું છું, તે તું ચિત્તમાં ધારણ કર. ।।૪૦। મેં તત્ત્વો જે દાખવ્યાં, ધર્મ-પ્રભાવી તેમ, મોક્ષ-મૂળ તત્ત્વો કર્યું, કહ્યાં પ્રભુએ જેહ – ૪૧ અર્થ :— શ્રી મુનિવર રાજાને કહે છે કે મેં જે અભયદાન, તપ, ભાવ, બ્રહ્મચર્ય, સંસારત્યાગ, દેવભક્તિ, નિસ્વાર્થી ગુરુ, કર્મ અને સમ્યગ્દષ્ટિ એ નવ તત્ત્વો દર્શાવ્યા તે ધર્મની પ્રભાવના કરવાવાળા છે. હવે હું તને ભગવાને મોક્ષપ્રાપ્તિ અર્થે આવશ્યક મૂળ તત્ત્વો દર્શાવ્યા તે કહું છું. ૪૧|| આત્મા ઉત્તમ તત્ત્વ છે, તેમાં સર્વ સમાય, આત્મા જો જાણ્યો નથી, જ્ઞાન નિરર્થક થાય. ૪૨ અર્થ :— તે સર્વે તત્ત્વોમાં આત્મા એ ઉત્તમ તત્ત્વ છે. તેમાં સર્વ તત્ત્વો સમાય છે. જેણે આત્મા = જાણ્યો તેણે સર્વ જાણ્યું.' જો આત્મા જાણ્યો નથી તો બીજું જાણેલું સર્વ જ્ઞાન નિરર્થક થાય છે. ।।૪૨। Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કહ્યા નિષેઘાત્મક રીતે, અન્ય અજીવ પદાર્થ, જણાવવા નિજ જીવને, ભેદભેદ યથાર્થ. ૪૩ અર્થ - આત્મા સિવાય બીજાં બધા તત્ત્વ નિષેઘાત્મક રીતે એટલે કે જે કંઈ જાણતા નથી એવા અજીવ પદાર્થો છે. તે પણ એક પોતાના આત્માને જણાવવા માટે જ યથાર્થ રીતે ભેદભેદ કરીને જણાવવામાં આવ્યાં છે. ૪૩. એક જ આત્મા નિશ્ચયે સહજ સ્વભાવે સ્થિત, સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રે લક્ષિત. ૪૪ અર્થ - હવે આત્મતત્ત્વનું વિશેષ વર્ણન કરે છે : નિશ્ચયનયથી જોતાં આત્મા એકલો જ છે અને તે પોતાના સહજ સ્વભાવમાં સ્થિત છે. અને જેનું સ્વરૂપ સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર વડે લક્ષમાં લઈ શકાય એવું છે. ૪૪. ચેતન-મહા-સામાન્યથી સર્વ જીવ ગણ એક, કર્મ-જનિત ભેદો બઘા કલંકરૂપ અનેક. ૪૫ અર્થ :- મહાન એવા ચૈતન્ય પદાર્થને સામાન્યપણાથી જોતાં જગતના સર્વ જીવો એકરૂપે છે એમ માન. પણ કર્મ કલંકથી ઉત્પન્ન થતાં જીવના અનેક ભેદો ગણાય છે. II૪પા કેવળ કર્મ-વિકારને આત્મા માની લોક - જ્ઞાન-ભ્રષ્ટ ભમે ભવે, વહે દુઃખના થોક. ૪૬ અર્થ :- માત્ર કર્મવિકારે દેહ ઉત્પન્ન થતાં તેને પોતાનું સ્વરૂપ માની જગતના જીવો આત્મજ્ઞાનથી ભ્રષ્ટ થઈને ચારગતિરૂપ સંસારમાં ભમે છે; અને અનેક દુઃખના થોકને વહન કરે છે. II૪૬ના ઉપાધિ-ભેદે સ્ફટિકમાં રંગ અજ્ઞને સત્ય, આત્મામાં તેમ જ જાએ અજ્ઞ ભેદ પરકૃત. ૪૭ અર્થ - સ્ફટિક સફેદ હોવા છતાં રંગના ઉપાધિ ભેદથી તે અજ્ઞાનીને રંગમય જણાય છે. તેને તે જ સ્ફટિકનો સત્ય રંગ ભાસે છે. તેમ અજ્ઞાની જીવ પણ પરફત એટલે કર્મથી થયેલા મનુષ્ય દેવાદિ પર્યાયને જ પોતાનું સત્ય સ્વરૂપ માને છે. ૪ના અલંકારમાં હેમ સમ સુર-નરાદિમાં જીવ; સત્યવ્રુષ્ટિ દેખાડતી સત્ય સ્વરૂપ સદૈવ.૪૮ અર્થ – જેમ વિવિઘ અલંકારો એટલે આભૂષણોમાં હેમ એટલે સોનુ રહેલું છે તેમ દેવ મનુષ્યાદિ આકારમાં પણ જીવ દ્રવ્ય રહેલું છે. સત્ય દ્રષ્ટિ એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જો જીવ જુએ તો તેને તેનું સત્ય સ્વરૂપ હમેશાં જણાય એમ છે. ૪૮ાા પ્રપંચ-સંચય-ક્લેશથી જીવ ભૂલે નિજ ભાન, સ્વરૅપ શુદ્ધ સમજાય તો, આત્મારૃપ ભગવાન. ૪૯ અર્થ :- દેહાદિને પોતાના માનવારૂપ પ્રપંચના સંચયથી જીવ સંક્લેશ પરિણામને પામી પોતાના ભાનને એટલે સ્વસ્વરૂપને ભૂલી જાય છે. જો તેને જ્ઞાની પુરુષના વચનબળે પોતાનું શુદ્ધ સ્વરૂપ સમજાય Page #32 -------------------------------------------------------------------------- ________________ (૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩ ૨ ૨૯ તો પોતાનો આત્મા જ ભગવાનરૂપ ભાસે. ૪૯ાા. વ્યવહાર-નય-નિપુણ કો ગણેઃ “દેહ ર્જીવ એક, જીવ વેદના વેદતો, કથંચિત મૂર્તિક.” ૫૦ અર્થ :- વ્યવહારનય નિપુણ એટલે વ્યવહારનયને મુખ્ય કરવાવાળા કોઈ એમ માને છે કે આ દેહ અને આત્મા એક જ છે. આ જીવ શરીરમાં રહીને વેદનાને વેદે છે. માટે કોઈ અપેક્ષાએ તે દેહના આકારે રહેલો હોવાથી મૂર્તિક એટલે રૂપી પણ ગણાય. ૫૦ગા. “ગરમ ઘી’ સમ ભ્રમ વડે અંગ-ગુણ-આરોપ જીવમાં જ્ઞાની ના ગણે; જડ-ગુણે જીંવ-લોપ. ૫૧ અર્થ - ઘી માં ગરમી અગ્નિની હોવા છતાં ઘીને “ગરમ ઘી’ કહીએ છીએ. તેના સમાન ભ્રાંતિથી રૂપી એવા અંગ એટલે શરીરના જડ ગુણોને અજ્ઞાની એવો પ્રાણી તેને જીવ તત્ત્વમાં આરોપે છે. પણ જ્ઞાની કદી તેમ ગણે નહીં. કારણ કે જડના રૂપી આદિ ગુણોને જીવ-તત્ત્વમાં આરોપવાથી અરૂપી એવા જીવ તત્ત્વનો જ લોપ થઈ જાય. પેલા નજરે ના દેખાય છે, મન-વચને અગ્રાહ્ય તે સ્વ-પ્રકાશી જીવમાં નહીં મૂર્તતા ક્યાંય. પર અર્થ :- જીવ નજરે દેખાતો નથી કે મન વચને પણ ગ્રહણ કરી શકાય એમ નથી. તે તો સ્વપર પ્રકાશી છે. એવા જીવ તત્ત્વમાં ક્યાંય મૂર્તતા એટલે રૂપીપણું દેખાતું નથી. //પરા મૂર્ત ગુણે જો વેદના, જડમાં કેમ ન હોય? અશુદ્ધ આત્મ-ગુણે ગણો, સરળ દ્રષ્ટિથી જોય. ૫૩ અર્થ - મૂર્ત એટલે રૂપી એવા આ દેહમાં જો વેદના વેદવાનો ગુણ હોય તો તે પુદ્ગલ એવા જડ તત્ત્વમાં કેમ ન હોય? શરીરમાં વેદનાનો અનુભવ તો અશુદ્ધ એવા આત્માના વેદનગુણનાં કારણે જાણો. સરળ દ્રષ્ટિથી જોતાં સુખ દુઃખ વેઠવાનો ગુણ તો આત્માનો છે, તે જડ એવા પુદ્ગલ દ્રવ્યનો નથી. //પલા તન-મન-વાણી-વર્ગણા આત્માથી છે ભિશ, ઘન આદિ તો દૂરનાં, તેથી ન થાવું ખિન્ન. ૫૪ અર્થ - શરીર મન કે વચનની વર્ગણાઓ તે પુગલની છે. તેનો આત્માના પ્રદેશો સાથે એક ક્ષેત્રાવગાહી સંબંધ હોવા છતાં પણ તે આત્માથી સાવ ભિન્ન છે. જ્યારે ઘનાદિ પદાર્થો તો આ જીવથી સાવ દૂરના દેખાય છે. માટે આત્માથી ભિન્ન જ છે. તેથી તેના વઘઘટ સમયે આત્મામાં ખિન્નતા એટલે ખેદ લાવવો નહીં. ૫૪ મૂર્તિક ગુણ પુદ્ગલ તણો, આત્મ-ગુણ તો જ્ઞાન, પુદ્ગલથી ઑવ છે જુદો, ભાખે જિન ભગવાન. ૨૫ અર્થ :- મૂર્તિક એટલે રૂપી ગુણ પુદ્ગલ દ્રવ્યનો છે. જ્યારે આત્માનો ગુણ તો જ્ઞાન એટલે જાણપણું છે. તેથી પુદગલ દ્રવ્યથી જીવ દ્રવ્ય સાવ જુદું છે. એમ કેવળજ્ઞાનથી જોઈને શ્રી જિનેશ્વર ભગવાને ભાખ્યું છે. પપા. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ગતિ-હેતુ ગુણ ઘર્મનો, આત્મગુણ તો જ્ઞાન, ઘર્મ-દ્રવ્યથી વ જુદો, ભાખે જિન ભગવાન. ૨૬ અર્થ :- ગતિ એટલે હલનચલન કરવામાં કારણભૂત ગુણ તે ઘર્માસ્તિકાય નામના દ્રવ્યનો છે. આત્માનો ગુણ તો જ્ઞાન છે. માટે ઘર્માસ્તિકાય દ્રવ્યથી પણ જીવ જુદો છે એમ શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે. પદા ગુણ સ્થિતિ-હેતુ અથર્મનો, આત્મ-ગુણ તો જ્ઞાન, અઘર્મ દ્રવ્યથી ર્જીવ જુદો, ભાખે જિન ભગવાન. ૨૭ અર્થ :- સ્થિતિ એટલે પદાર્થને કોઈ સ્થાને સ્થિર રહેવામાં કારણભૂત ગુણ તે અધર્માસ્તિકાયનો છે. આત્માનો ગુણ તો જ્ઞાન છે. માટે અઘર્માસ્તિકાય દ્રવ્યથી પણ જીવ જુદો છે. એમ શ્રી જિનેશ્વર ભગવાને ભાખ્યું છે. આપણા *નભનો ગુણ અવકાશ દે, આત્મ-ગુણ તો જ્ઞાન, જીવ જાદો આકાશથી, ભાખે જિન ભગવાન. ૨૮ અર્થ - નભ એટલે આકાશનો ગુણ પદાર્થને અવકાશ એટલે જગ્યા આપવાનો છે. જ્યારે આત્માનો ગુણ તો જ્ઞાન છે. માટે આકાશદ્રવ્યથી પણ જીવ જુદો છે. એમ શ્રી જિનેશ્વર ભગવાને કેવળજ્ઞાનથી જોઈને કહ્યું છે. પટા. કાળ-ગુણ છે વર્તના, આત્મ-ગુણ તો જ્ઞાન, કાળ દ્રવ્યથી ર્જીવ જુદો, ભાખે જિન ભગવાન. ૨૯ અર્થ - કાળ દ્રવ્યનો ગુણ તો સમયે સમયે પદાર્થના પરિવર્તનમાં સહાયક થવું તે છે, જ્યારે જીવનો ગુણ તો જ્ઞાન છે. માટે કાળ દ્રવ્યથી પણ જીવ જુદો છે, એમ શ્રી જિનેશ્વર ભગવાને કેવળજ્ઞાનથી જોઈને ભાખ્યું છે. પલા એ પાંચે ય અજીવથી આત્મા જુદો જાણ, વ્યક્તિ-ભેદે ભિન્ન આ અજીવ તત્ત્વ પ્રમાણ. ૬૦ અર્થ - પગલાસ્તિકાય, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળદ્રવ્ય એ પાંચેય અજીવ દ્રવ્યથી આત્માને તું જાદો જાણ. એ પાંચેય દ્રવ્યનું પરિણમન વ્યક્તિ દીઠ ભિન્ન ભિન્ન હોય છે. તથા પાંચેય અજીવ તત્ત્વ છે એમ તું પ્રમાણભૂત માન. II૬૦ના પુણ્ય પાપો બે તત્ત્વથી, જુદો આત્મા જાણ, શરીર-હેતું તત્ત્વ છે, પુગલરૂપ પ્રમાણ. ૬૧ અર્થ :- પૂણ્ય તથા પાપ, આ બે તત્ત્વથી પણ આત્માને તું જુદો જાણ. આ બેય તત્ત્વો શરીરને સુખદુઃખના કારણ છે. પુણ્યથી શાતાનું સુખ અને પાપથી અશાતાનું દુઃખ મળે છે. ૬૧ શુભ કહે જન પુણ્યને, પાપ અશુભ ગણાય, બને ભવનાં બીજ છે; તો શુભ કેમ મનાય? ૬૨ અર્થ :- પુણ્યને લોકો શુભ કહે છે અને પાપ જગતમાં અશુભ ગણાય છે. પણ બન્ને ભવ એટલે સંસારના જ બીજરૂપ છે તો તે શુભ કેમ મનાય છે? Anકરા Page #34 -------------------------------------------------------------------------- ________________ (૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩ ૨ ૩૧ કર્મચંડાલ-પુત્ર બે, વિપ્ર ઉછેરે એક, કર્મ કરે સૌ વિપ્રનાં, જાણે એક વિવેક. ૬૩ અર્થ - બેય કર્મરૂપી ચંડાલના પુત્ર છે. તેમાંથી એક પુત્ર ચંડાલના જ ઘરે રહ્યો, તે પાપરૂપ કહેવાયો. અને બીજો પુત્ર વિપ્ર એટલે બ્રાહ્મણના ઘરે ઉછરવાથી વિવેકવાળો થયો અને શુભ કર્મ કરવા લાગ્યો. તેથી પુણ્યરૂપ કહેવાયો. II૬૩મા ઇચ્છાપૂર્વક પુણ્ય-સુખ, ઇચ્છા છે દુખ-મૂળ, ક્રિયા ભોગની પાપ-બીજ, પરિણામે પ્રતિકૂળ. ૬૪ અર્થ :- પુણ્યથી મળેલા સુખો પણ ઇચ્છાસહિત છે. અને ઇચ્છા એ જ દુઃખનું મૂળ છે. પુણ્યથી મળેલા સુખોથી પાંચ ઇન્દ્રિયના ભોગોની ક્રિયા થાય છે, અને ભોગક્રિયા એ પાપનું બીજ છે. અને પાપનું ફળ પરિણામે પ્રતિકૂળ એટલે જીવને દુઃખરૂપ આવે છે. (૬૪ એક ખભેથી અન્ય પર ભાર ફેરવે કોય, ઇન્દ્રિય-સુખ એ જાતનું, ભાર ન ઓછો હોય. ૬૫ અર્થ - જેમ એક ખભા ઉપરથી ભાર કોઈ બીજા ખભા ઉપર ફેરવે તેમ એક ઇન્દ્રિયની ઇચ્છા પૂર્ણ થાય કે બીજી ઇન્દ્રિયની ઇચ્છા ઉત્પન્ન થાય; પણ ઇચ્છારૂપ ભારનું દુઃખ ઓછું થતું નથી. કપા નાગ-ફેણ સમ ભોગના ભાસે વિવિઘ વિલાસ; ભય ભાસે વિવેકીને, ભવ-દુખનો ત્યાં વાસ. ૬૬ અર્થ :- નાગની ફેણ સમાન આ પાંચે ઇન્દ્રિયના ભોગ વિલાસ વિવિઘ પ્રકારે દેખાવ દે છે. જેને હિત અહિતનું ભાન પ્રગટ્યું છે એવા વિવેકીને તો તે ભયરૂપ ભાસે છે. કેમકે તેના વિલાસના ફળમાં ચારગતિરૂપ સંસારના દુઃખનો અત્યંત ત્રાસ જીવને ભોગવવો પડે છે. II૬૬ાા સુખ, દુઃખ ને મોહ એ નામો ભિન્ન ગણાય, પણ દુખ જાતિ સર્વની, તે શુભ કેમ મનાય? ૬૭ અર્થ :- ઇન્દ્રિયના સુખ કે દુઃખ અથવા મોહ એ નામો ભલે ભિન્ન ગણાય પણ આ સર્વે દુઃખની જાતિના જ છે. તો તે આત્માને માટે શુભ અર્થાત્ કલ્યાણરૂપ કેમ મનાય? ૬ળા પુણ્ય, પાપ પરિણામ તો ભવઑપ જાણો એક, મૂઢ ન માને તેમને ભવ ભમવાની ટેક. ૬૮ અર્થ - પુણ્ય અને પાપના ફળ તો માત્ર સંસારરૂપ જ જાણો. પણ જેને ભવ ભ્રમણ કરવાની ટેવ પડી ગઈ છે એવા મૂઢ જીવો તે વાતને માનતા નથી. ૬૮ાા. દાનાદાનની વર્તના પૂર્વકર્મની જાણ, રાગાદિક નિજ ભાવનો કર્તા જીવ પ્રમાણ. ૬૯ અર્થ :- દાનાદાન એટલે લેવડદેવડનું જે વર્તન થાય છે, તે પૂર્વકર્મના કારણે છે. પણ તેના નિમિત્તે જે રાગદ્વેષાદિ ભાવો પોતાને થાય છે તેનો કર્તા જીવ પોતે છે એમ હું માન. IIકલા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પરાશ્રિત ભાવો તણો કર્તા, તે અભિમાન, અજ્ઞાની બંઘાય ત્યાં, જ્ઞાની સાક્ષી માન. ૭૦ અર્થ - પણ આત્માથી પર એવા પુદ્ગલાદિક પદાર્થના પરિણમનમાં પોતાને તેનો કર્તા માનવો તે માત્ર જીવનું અભિમાન છે. તેથી અજ્ઞાની જીવ કમોંથી બંઘાય છે. જ્યારે જ્ઞાની પુરુષ પરપદાર્થોના પરિણમનમાં સાક્ષીભાવે રહે છે. પોતાને તેના કર્તા માનતા નથી. માટે નવીન કર્મથી બંઘાતા નથી. “હું કર્તા પરભાવનો, એમ જેમ જેમ જીવ જાણે, તેમ તેમ અજ્ઞાની પડે, બહુલ કર્મને ઘાણે.” [૭૦ના પુણ્ય-પાપરૅપ કર્મનો જીવ ન કર્તા જાણ, ઇષ્ટ-અનિષ્ટ પદાર્થમાં રાગાદિ દુખ-ખાણ. ૭૧ અર્થ :- શુદ્ધ નિશ્ચયનયથી પુણ્ય પાપરૂપ કર્મનો કર્તા જીવ નથી અર્થાત્ પુણ્યપાપ કરવા એ જીવનો સ્વભાવ નથી. પણ ઇષ્ટ અનિષ્ટ એવા પૌલિક પદાર્થોના નિમિત્તે રાગદ્વેષાદિ ભાવો કરવા તે જીવને માટે દુઃખની ખાણ ખોદવા સમાન છે. II૭૧ાા ધૂળ ચકાશે ચોટતી તેમ જ રાગ-દ્વેષ કર્મબંઘનાં કારણો, જાણી તજો અશેષ. ૭૨ અર્થ:- જેમ ચીકાશ હોય તો તેના ઉપર ધૂળ ચોટે છે, તેમ રાગદ્વેષરૂપ ચિકાશ હોય તો જ જીવને કર્મનો બંઘ થાય છે. એમ જાણી અશેષ એટલે સંપૂર્ણપણે આ રાગદ્વેષનો ત્યાગ કરો. II૭રા. પુણ્ય-પાપહીંન શુદ્ધ તે પરમાત્માનું ધ્યાન, સ્તુતિ, ભક્તિ યોગ્ય છે, તેવા થવા, પ્રમાણ, ૭૩ અર્થ – પરમાત્માનું ધ્યાન તે પાપપુણ્યથી રહિત શુદ્ધ ધ્યાન છે. તે શુદ્ધ ધ્યાન પામવા માટે પરમાત્માની સ્તુતિ ભક્તિ કરવી તે યોગ્ય છે. એ પ્રમાણભૂત વાર્તા છે. I૭૩યા પુણ્ય-પાપ રહિત સદા બ્રહ્મ નિત્ય છે ધ્યેય, શુદ્ધનય મત જ્ઞાનનો યથાર્થ ઉપાદેય. ૭૪ અર્થ :- મૂળ સ્વરૂપે પુણ્ય પાપથી રહિત આત્મા સદા બ્રહ્મસ્વરૂપ છે. તે નિત્ય રહેનાર છે. તે સ્વરૂપે પ્રાપ્ત કરવું એ જ આપણું ધ્યેય છે. આવો શુદ્ધનિશ્ચયનયથી જ્ઞાનીનો મત છે, તે યથાર્થ છે અને તેજ ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય છે. II૭૪. (૫)આસ્રવ, સંવર રૂપથી વિલક્ષણ જીંવ-જ્ઞાન, અણુ આવે, રોકાય જ્યાં, ત્યાં બે તત્ત્વો માન. ૭૫ અર્થ:- કમોંના આસ્રવ અને સંવરથી જીવનું જ્ઞાન વિલક્ષણ અર્થાત વિચિત્ર બને છે. કર્મના અણુ આવે તેને આસ્રવ તત્ત્વ કહ્યું છે. અને આવતા કર્મો જે વડે રોકાય તેને સંવર તત્ત્વ કહેવાય છે. પાા યોગ, કષાય, અવિરતિ મિથ્યાત્વાદિ ભાવ આસ્રવ, જીવ-વિભાવથી પુદ્ગલ-કર્મ-જમાવ. ૭૬ અર્થ :- મિથ્યાત્વ. અવિરતિ પ્રમાદ, કષાય અને યોગ વડે થતા ભાવોને કર્મ આસ્રવના કારણો Page #36 -------------------------------------------------------------------------- ________________ (૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩ ૨૩૩ જાણો. જીવના આ વિભાવ ભાવો છે. તેથી પુદગલ કાર્મણ વર્ગણાઓનો જીવ સાથે જમાવ અર્થાત જોડાણ થાય છે. ૭૬ાા. વ્રત, સમિતિ, ચારિત્ર, ઘર્મ, પરિષહ-જય, સુવિચાર, ગુતિ આદિ ભાવફૅપ સંવર બહું પ્રકાર. ૭૭ અર્થ - પંચમહાવ્રત, પાંચ સમિતિ, પંચ આચારરૂપ ચારિત્ર, રત્નત્રયરૂપ ઘર્મ, બાવીસ પરિષહનો જય, સમ્યક વિચારણા તથા ત્રણ ગુપ્તિ આદિ તે દ્રવ્ય કર્મોને રોકવા માટે અનેક ભાવરૂપ સંવરના પ્રકાર છે. ૭૭ ભિન્ન ભિન્ન નિજ ભાવથી સ્વયં પ્રવર્તે જીવ, ગ્રહે, નિરોશે કર્મન, કર્મ તજે તો શિવ. ૭૮ અર્થ :- ભિન્ન ભિન્ન એવા ભાવોથી જીવ સ્વયં પ્રવર્તે છે. તેથી તે કર્મને ગ્રહણ કરે છે; અને કમનો નિરોઘ પણ સ્વયં કરે છે અર્થાત આવતા કર્મોને રોકે છે. તે કમનો સંપૂર્ણપણે ત્યાગ કરે તો જીવ. શિવ એટલે મોક્ષપદને પામે છે. II૭૮ નિમિત્ત આર્થન નહિ સદા, ભાવ રુચિ-આશીન, આસ્રવ પણ સંવર બને, દ્રષ્ટિ જો સમીચીન. ૭૯ અર્થ :- જીવના ભાવ હમેશાં નિમિત્તને આધીન નથી પણ રુચિને આધીન છે. જેવી રુચિ તેવા ભાવ થાય છે. “રુચિ અનુયાયી વીર્ય ચરણઘારા સઘે” રુચિને આઘારે આત્માનું વીર્ય સ્કુરાયમાન થાય છે. આશ્રવના કારણો પણ સંવરના કારણો બની જાય, જો જીવની દ્રષ્ટિ સમીચીન કહેતા યથાર્થ હોય તો. “હોત આસવા પરિસવા, નહીં ઇનમેં સંદેહ; માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એક.” શ્રીમદ્ રાજચંદ્ર //૭૯ના અજ્ઞાને આસક્તિ છે બંઘ-હેતુ, નહિ ભોગ; સુજ્ઞાન મુક્તિ-હેતુ છે, નહિ શાસ્ત્રાદિ-યોગ. ૮૦ અર્થ :- જીવને અનાદિ અજ્ઞાનના કારણે પરપદાર્થમાં આસક્તિ છે તે કર્મબંઘનું કારણ છે. માત્ર ઇન્દ્રિયના ભોગો બંઘનું કારણ નથી. જેમ સમ્યકજ્ઞાન મોક્ષનું કારણ છે, માત્ર શાસ્ત્ર કે ક્રિયા આદિનો યોગ જીવનું કલ્યાણ કરનાર નથી. //૮૦થી શાસ્ત્રો, ગુરુ-વિનયાદિ સૌ સંવર-હેતું જાણ, મન, તન, વચને ફળ નહીં, જ્ઞાને સંવર આણ. ૮૧ અર્થ - ગુરુ આજ્ઞાએ શાસ્ત્રો ભણવા કે શ્રીગુરુનો વિનય કરવો, વૈયાવચ્ચ કરવી વગેરે સર્વ સંવરના કારણો છે એમ જાણો. માત્ર મન, વચન, કાયાના યોગથી વર્લે આત્મિક ફળ નથી પણ જ્ઞાનસહિત ક્રિયા કરવાથી જ જીવને ખરો સંવર થાય છે. ૮૧ાા જે જે અંશે યોગ છે તે તે આસ્રવ-અંશ; જે અંશે ઉપયોગ છે, તે સંવરનો વંશ. ૮૨ અર્થ :- જેટલા અંશે મનવચન કાયાના યોગની પ્રવૃત્તિ છે તેટલા અંશે કર્મનો આસ્રવ છે. અને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જેટલા અંશે સમ્યકજ્ઞાનના બળે આત્માનો ઉપયોગ જાગૃત છે તેટલા અંશે કર્મનો સંવર થાય છે, અર્થાતુ આવતાં કર્મ રોકાય છે. રાજ્ય સર્વ અવસ્થાને વિષે સમ્યષ્ટિ શુદ્ધ, જ્ઞાન-ઘાર છે નિર્મળી, યોગ-ઘાર મૃદુ, મધ્ય. ૮૩ અર્થ – સર્વ અવસ્થાઓમાં સમ્યકષ્ટિ જ્ઞાની પુરુષો શુદ્ધભાવમાં રહે છે અથવા તેમાં રહેવાનો જેનો સદા લક્ષ છે. તેનું કારણ તેમના આત્મજ્ઞાનની ઘારા પરમ પવિત્ર છે. જેથી તેમના મનવચનકાયાના યોગની ઘારા પણ મૃદુ એટલે કોમળ છે અને મધ્યમ છે અર્થાત્ તીવ્ર નથી. માટલા બને ઘારા શુદ્ધ જ્યાં પૂર્ણપણે દેખાય, દશા કહી શૈલેફ્સ તે, સંવર પૂર્ણ ગણાય. ૮૪ અર્થ - જ્યાં જ્ઞાનઘારા અને મનવચનકાયાની યોગઘારા સંપૂર્ણપણે શુદ્ધ થાય છે તે દશાને શૈલેશીદશા કહેવાય છે. ત્યાં સંવર તત્ત્વનો પૂર્ણ યોગ ગણાય છે, અર્થાત્ કર્મોને આવવાના દ્વાર ત્યાં સંપૂર્ણ બંઘ થાય છે. ૮૪ તે પહેલાં આત્મા તણી સ્થિરતા સંવર ઘાર, ચંચળતા જે યોગની આસ્રવ તે નિર્ધાર. ૮૫ અર્થ - તે શૈલેશીદશા પહેલા, તેરમે ગુણસ્થાને રહેલા કેવળી ભગવંતોને આત્મામાં સંપૂર્ણ સ્થિરતા છે અને અઘાતીયા કર્મો ભોગવતાં છતાં સંવરઘારવડે તે નવીન અઘાતીયાકર્મનો બંઘ કરતા નથી. પણ મનવચનકાયાના યોગોની જે ચંચળતા છે તે આશ્રવની ઘારા છે એમ તું જાણ. ૧૮૫ાા આ આસ્રવ-સંવર-કથા અશુદ્ધ નયથી જાણ, શુદ્ધ નયે સંસારી સૌ સિદ્ધ સમાન પિછાણ. ૮૬ અર્થ:- આ કર્મના આસ્રવ અને સંવર તત્ત્વનું નિરૂપણ અશુદ્ધ નયથી જાણો. શુદ્ધ નિશ્ચયનયે તો સર્વ સંસારી જીવો સિદ્ધ સમાન છે, તેને પિછાણો અર્થાત્ તે સિદ્ધ સ્વરૂપની ઓળખાણ કરો. l૮૬ાાં કર્મ-નાશ તે (°નિર્જરા, કર્મ-સ્વરૂપ અજીવ; જે ભાવે કર્યો ખરે, ભાવ-નિર્જરા જીવ. ૮૭ અર્થ :- કર્મોનો નાશ કરવો તેનું નામ “નિર્જરા તત્ત્વ છે. કર્મો છે તે અજીવ તત્ત્વ છે અર્થાત્ જડ સ્વરૂપ છે. જે ભાવોવડે દ્રવ્ય કમ ખરે તે જીવની ભાવ નિર્જરા ગણાય છે. I૮ળા સુજ્ઞાન સહ તપ-હેતુથી આત્મ-વીર્ય ઉલસાય, ચિત્તવૃત્તિ નિરોથથી ખરી નિર્જરા થાય. ૮૮ અર્થ :- સમ્યકજ્ઞાન સાથે તપ આદરવાથી આત્માનું વીર્ય ઉલ્લાસ પામે છે. અને જેથી ચિત્તવૃત્તિ પરમાં જતાં નિરોઘ પામવાથી કમની ખરી નિર્જરા થાય છે. “ઇચ્છા નિરોઘસ્તપ:” ઇચ્છાઓનો નિરોધ કરવો એ જ ખરું તપ છે. ૧૮૮ાા બ્રહ્મચર્ય, જિન-ધ્યાન ને કષાય મંદ કરાય, ઇચ્છા રોષે શુદ્ધ તપ, લંઘન અન્ય ગણાય. ૮૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ (૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩ ૨ ૩૫ અર્થ :- બ્રહ્મચર્યનું પાલન, જિન-ધ્યાન એટલે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું તથા કષાયોની મંદતા સાથે પરમાં જતી ઇચ્છાઓને રોકી તપ કરવું તે શુદ્ધ તપ નિર્જરાનું કારણ છે. બાકી તો બધા માત્ર લંઘન ગણાય છે. II૮૯ાા સુઘા, અને તન-કૃશતા, તપ-લક્ષણ ના જાણ; બ્રહ્મચર્ય, ગુણિ, ક્ષમા, જ્ઞાને તપ પિછાણ. ૯૦ અર્થ – સુઘા એટલે માત્ર ભૂખ સહન કરવી કે શરીરને કુશ કરવું તે તપનું લક્ષણ નથી. પણ જ્ઞાનસહિત બ્રહ્મચર્ય, ત્રણ ગુપ્તિ અને ક્ષમાને ઘારણ કરી તપ કરવું તે સાચું તપ છે. અને તે તપ દ્વારા સાચી કર્મની નિર્જરા છે. તેને તું પિછાણ અર્થાત્ તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કર. /૯૦ના પ્રભાવના કે ભક્તિથી પુણ્ય બહું બંઘાય, પણ નિઃસ્પૃહ તપસ્વીને માત્ર નિર્જરા થાય. ૯૧ અર્થ - ઘર્મની પ્રભાવના કે ભગવાનની ભક્તિથી અશુભ કર્મની નિર્જરા થઈ પુણ્યાનુબંઘી પુણ્યનો ઘણો બંઘ થાય. પણ આત્મજ્ઞાની નિઃસ્પૃહી તપસ્વીઓને તો માત્ર કર્મોની નિર્જરા થાય. ૯૧ાા કર્મ ખપાવે જ્ઞાન-તપ ક્ષણમાં દીર્ઘ સમૂહ, ટળે ન જે કોટી ભવે, કર્યો ક્રિયાનો વ્યુહ. ૯૨ અર્થ :- આત્મજ્ઞાનસહિત તપ કરનારા ક્ષણમાં કર્મના દીર્ઘ એટલે ઘણા સમૂહને ખપાવે છે. જે કરોડો ભવ સુધી અનેક પ્રકારની ક્રિયાઓનો વ્યુહ એટલે રચના કરીને પણ ખપાવી શકાય નહીં. સારા શ્રેણિરૂપ જે ધ્યાન-તપ દહે નિકાચિત કર્મ, પ્રગટાવીને પૂર્ણતા આપે શિવપદ-શર્મ. ૯૩ અર્થ - આઠમા ગુણસ્થાનથી ધ્યાનરૂપી તપની શ્રેણિ માંડી નિકાચિત કમોને પણ બાળી નાખે છે. પછી કેવળજ્ઞાનરૂપ પૂર્ણતાને પ્રગટાવી તે શિવપદ એટલે મોક્ષપદના શર્મ એટલે સુખને પામે છે. ૯૩ાા આત્મા સાથે કર્મનો ખીર-નર જેવો યોગ (બંઘ ચાર ભેદે કહ્યો, ભાવ-બંઘ ઉપયોગ. ૯૪ અર્થ - હવે બંઘતત્ત્વ વિષે જણાવે છે કે આત્મા સાથે કર્મનો ક્ષીરનીર એટલે દૂઘ અને પાણી જેવો સંબંધ છે. દ્રવ્યકર્મનો બંઘ તે પ્રદેશબંઘ, પ્રકૃતિબંઘ, સ્થિતિબંઘ અને અનુભાગબંઘ એમ ચાર પ્રકારે કહ્યો છે. જ્યારે આત્માનો શુભાશુભ ભાવમય રાગદ્વેષ સહિત ઉપયોગ તે ભાવબંઘ કહેવાય છે. ૯૪ અશુદ્ધ ઉપયોગે પડે બંઘ સ્થિતિ. અનભાગ: પ્રકૃતિ, પ્રદેશ યોગથી; સમજો જો સદભાગ્ય. ૯૫ અર્થ - આત્માના કષાયમય અશુદ્ધ ઉપયોગથી કર્મનો સ્થિતિબંઘ અને અનુભાગ બંધ પડે છે. અને પ્રકૃતિબંઘ તથા પ્રદેશબંઘ તે મનવચનકાયાના યોગથી પડે છે. જો સભાગ્યનો ઉદય થાય તો આ વાતને જરૂર સમજી જીવનમાં ઉતારવા યોગ્ય છે, અર્થાત્ કષાયો ઘટાડવા યોગ્ય છે. II૯પા સર્ષ કૂંડાળું જો વળે વીંટાય આપથી આપ, તેમ જીવ નિજ ભાવથી રચે બંઘ-સંતાપ. ૯૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - સર્પ જેમ કુંડાળું વાળીને આપોઆપ વીંટાય છે. તેમ જીવ પણ પોતાના જ ભાવથી કર્મબંધની રચના કરી તેના સુખદુઃખરૂપે ફળ પામી સંતાપને અનુભવે છે. I૯૬ાા કોશ-કાર કટ વટતો નિજ તંતુથી કાય, તેમ જ નિજ વિભાવથી સંસારી બંઘાય. ૯૭ અર્થ - કોશકાર એટલે કોમેટા નામનો કીટ એટલે કીડો તે પોતાના લાળના તંતુથી પોતાની કાયાને વીંટે છે. તેમ સંસારી જીવ પોતે જ રાગદ્વેષમય વિભાવ ભાવો કરી કમથી બંધાય છે. શા બાંધનાર ઈશ્વર નથી અપરાથીને, ઘાર; બંઘરહિત ઈશ્વર વિષે ઘટે ન એ વ્યાપાર. ૯૮ અર્થ :- અપરાધીને કર્મથી બાંધનાર ઈશ્વર નથી. જે કર્મ બંધનથી સર્વથા રહિત છે એવા ઈશ્વરને વિષે, કોઈને કર્મથી બાંધવાનો વ્યાપાર ઘટી શકે નહીં. ૯૮ાા પ્રેરનાર પણ તે નહીં, સ્વપ્ન જેમ ન હોય, રચના એ અજ્ઞાનની, વસ્તુ-સ્વભાવ જોય. ૯૯ અર્થ - આત્માને કર્મ કરવાની પ્રેરણા આપનાર પણ ઈશ્વર નથી. જેમ સ્વપ્ન આવે તેમાં કોઈ પ્રેરનાર નથી તેમ. આ બધી કર્મની રચના, તે જીવના અજ્ઞાનને કારણે છે. આત્માનો વસ્તુ સ્વભાવ જોતાં તો તે શુદ્ધ જ છે. ૯૯ાા રોગ અનુસારે ક્રિયા જેમ રોગની હોય, તેમ ભવસ્થિતિ સમી બંઘ-દશા પણ જોય. ૧૦૦ અર્થ :- રોગની તીવ્રતા કે મંદતાના અનુસાર જેમ રોગીની દવા વિગેરેની ક્રિયા ઓછા વત્તા પ્રમાણમાં હોય, તેમ જે જીવની સંસારમાં રહેવાની જેટલી ભવસ્થિતિ બાકી હોય તે પ્રમાણે તેના કર્મ બાંઘવાની ભાવરૂપ ક્રિયા પણ ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. ૧૦૦ના શુદ્ધ નિશ્ચયનય કહે, આત્મા ના બંધાય; સર્પ માનતાં દોરીમાં ભય, કંપાદિ થાય- ૧૦૧ અર્થ - શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્માને કર્મબંઘન નથી. જેમ ઓછા પ્રકાશમાં દોરીને સર્પ માની તેના વડે ભય પામવો કે કંપન આદિ થવા તે માત્ર અજ્ઞાનવડે છે તેમ. ૧૦૧ાા અજ્ઞાનમય વિકલ્પ એ; ટળવા કહું ઉપાય, ઘૂંટવા દૃઢ ઇચ્છા થતાં બંઘ-વિકલ્પ શકાય. ૧૦૨ અર્થ - દોરીમાં સર્પની માન્યતાનો વિકલ્પ તે માત્ર અજ્ઞાનના કારણે છે. તે અજ્ઞાન ટાળવાનો ઉપાય કહું છું. જો જન્મમરણથી છૂટવાની દ્રઢ ઇચ્છા થાય તો કર્મબંઘ કરનારા વિકલ્પો સમાઈ જાય છે. “જે છૂટવા માટે જ જીવે છે તે બંઘનમાં આવતો નથી આ વાક્ય નિઃશંક અનુભવનું છે. બંઘનનો ત્યાગ કર્યો છુટાય છે, એમ સમજ્યા છતાં તે જ બંધનની વૃદ્ધિ કર્યા કરવી, તેમાં પોતાનું મહત્ત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે.” (વ.પૃ.૨૫૨) I/૧૦૨ાા છૂટવા કાજે જે જીંવે, તે જીંવ નહિ બંધાય; અનુભવ-વાણી જાણ આ, વૈરાગ્ય સમજાય. ૧૦૩ Page #40 -------------------------------------------------------------------------- ________________ (૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩ ૨૩૭ અર્થ - જે જીવ ખરેખર છૂટવા માટે જીવે છે તે કર્મથી બંઘાય નહીં. આ અનુભવ કરીને કહેલું વચન છે એમ તું જાણ. આ વાત વૈરાગ્ય હોય તો સમજાય એવી છે. ૧૦૩ાા. માત્ર શાસ્ત્ર પરોક્ષ-થી; બંઘ-બુદ્ધિ પ્રત્યક્ષ, શાસ્ત્ર શાખા-ચંદ્ર સમ દર્શાવે દિલક્ષ. ૧૦૪ અર્થ - દૂધમાં કડછીની જેમ માત્ર શાસ્ત્રમાં ફરતી આત્મઅનુભવ વગરની પરોક્ષ બુદ્ધિ તે જીવને પ્રત્યક્ષપણે કર્મબંધ કરાવનારી છે. શાસ્ત્રો તો માત્ર અંધકારમાં ચંદ્રમાની કિરણ સમાન મોક્ષરૂપી દિશાનો લક્ષ કરાવનાર છે. ૧૦૪ શ્વેત શંખ સુણ્યા છતાં દેખે પતિ પ્રત્યક્ષ કમળાવાળો, તેમ આ શાસ્ત્ર-જ્ઞાનથી લક્ષ. ૧૦૫ અર્થ - શંખ શ્વેત એટલે સફેદ હોય છે. એમ સાંભળ્યા છતાં કમળાના રોગવાળો તેને પ્રત્યક્ષરૂપે પીત એટલે પીળો જૂએ છે. તેમ પોતાની મતિકલ્પનાએ સ્વચ્છેદે શાસ્ત્ર ભણવાવાળો નર તેના મૂળ મર્મને પામી શકતો નથી. ૧૦પા. શીખે અધ્યાત્મ-શાસ્ત્ર જો સદ્ગુરુ-આજ્ઞાઘાર સુણી, વિચારી, સ્મરી બહુ, અનુભવે બહુ વાર. ૧૦૬ અર્થ - પણ શ્રી સદગુરુની આજ્ઞાનુસાર અધ્યાત્મશાસ્ત્ર શીખે, સાંભળે, વિચારે કે બહવાર સ્મરે અર્થાત્ ફેરવે અને તેમાં કહેલા વચનામૃત અનુસાર જીવનમાં બહુવાર તેનો અનુભવ કરે અર્થાત્ તે પ્રમાણે વર્તે તો આત્મ પ્રાપ્તિ થાય. ૧૦૬ સંતત અભ્યાસે ટળે બંઘ-બુદ્ધિ-વિકલ્પ, તો સાક્ષાત અનુભવે આત્મા નિર્વિકલ્પ. ૧૦૭ અર્થ :- શાસ્ત્રોના સંતત એટલે સતત અભ્યાસ કરવાથી કર્મબંઘ કરનારી બુદ્ધિના વિકલ્પો મટે છે. અને તે સાક્ષાત એવા નિર્વિકલ્પમય આત્માના અનુભવને પામે છે. II૧૦ળા દ્રવ્ય (૯) મોક્ષ કર્મો ટળ્ય, આત્માથી એ ભિન્ન; ભાવ મોક્ષ આત્મા ખરો, રત્નત્રયમાં લીન. ૧૦૮ અર્થ - હવે મોક્ષતત્ત્વ સંબંધી જણાવે છે. આત્માનો દ્રવ્ય મોક્ષ તો સર્વ કર્મોના નાશથી થાય છે. કર્મો આત્માથી સર્વથા ભિન્ન છે માટે ટળે છે. પણ જ્યારે ખરેખર આત્મા સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રય સ્વભાવમાં લીન થાય ત્યારે દેહ હોવા છતાં પણ તે આત્માનો ભાવથી મોક્ષ થયો એમ કહેવાય છે. ll૧૦૮ મોક્ષ-હેતુ રત્નત્રયી, નહીં વેશ-વ્યવહાર; ભાવલિંગ વિના નહીં મોક્ષ, સર્વનો સાર. ૧૦૯ અર્થ:- મોક્ષ પ્રાપ્તિનું કારણ તો સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમય રત્નત્રય પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ છે, નહીં કે ઉપરનો વેષ વ્યવહાર માત્ર. રાગદ્વેષનો ત્યાગ કર્યા વિના ભાવલિંગ આવે નહીં, અને તે વિના જીવનો કદી મોક્ષ થાય નહીં. માટે રાગદ્વેષનો ત્યાગ કરવો એ જ સર્વ તત્ત્વનો સાર છે. ૧૦૯ાા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અશુદ્ધ નયથી જાણવી સ્થિતિ બદ્ધ કે મુક્ત; શુદ્ધ નયે નહિ બંઘ કે મોક્ષ-દશાથી યુક્ત. ૧૧૦ અર્થ - અશુદ્ધનય અર્થાતુ વ્યવહારનયથી, આત્માની કર્મથી બંધાયેલી કે મુક્ત સ્થિતિ જાણવી; પણ શુદ્ધ નિશ્ચયનયથી જોતાં તો આત્માને બંઘ પણ નથી અને મોક્ષ પણ નથી. ૧૧૦ના અન્વય-વ્યતિરેકે કરી નવે તત્ત્વથી સાર આત્માનો નિશ્ચય કહ્યો : ઉત્તમ નવસર હાર. ૧૧૧ અર્થ :- અન્વય-વ્યતિરેકે કરીને નવે તત્ત્વમાં સારરૂપ એવા આત્માનો નિશ્ચય કરવો. આત્મા જ નવસેરના હાર સમાન ઉત્તમ પદાર્થ છે. અન્વયથી એટલે એકના સદ્ભાવમાં બીજાનું અવશ્ય હોવું અર્થાત્ જ્યાં આત્મા હોય ત્યાં આત્માના જ્ઞાનદર્શનાદિ ગુણો અવશ્ય હોય અને વ્યતિરેક એટલે પરના ગુણો આત્મામાં ન હોય. જેમકે રૂપ, રસ, ગંઘ, સ્પર્શ એ પુદ્ગલના ગુણો છે તે આત્મામાં ન હોય. એમ અન્વય અને વ્યતિરેકથી આત્માનું સ્વરૂપ જાણીને તેનો નિશ્ચય કરવો એ જ નવ તત્ત્વનો સાર છે. I/૧૧૧ાા પરમ અધ્યાત્મ, યોગ આ, પરમ અમૃતમય જ્ઞાન; અલ્પ બુદ્ધિથી ગ્રાહ્ય નહિ, તત્ત્વ ગુહ્યતમ માન.” ૧૧૨ અર્થ:- આત્માને ઓળખવો એ પરમ અધ્યાત્મ છે તથા તેને મોક્ષ સાથે જોડવો તે પરમ યોગ છે. અને આત્મા સંબંધીનું જ્ઞાન મેળવવું તે પરમ અમૃતમય જ્ઞાન છે. તે અલ્પબુદ્ધિથી ગ્રહણ થાય તેમ નથી. આ આત્મતત્ત્વ તે ગુહ્યતમ એટલે પરમગૂઢ તત્ત્વ છે એમ હું માન; કેમકે ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી. /૧૧૨ના આત્મજ્ઞાની મુનિ મહાત્માના સમાગમથી, તેમના પ્રત્યે શ્રદ્ધાન થયા પછી, તે મહાત્મા આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે જે મંત્ર આપે તેનું તલ્લીનતાપૂર્વક જે જીવ ધ્યાન કરે, તે અનુક્રમે રાગદ્વેષનો ક્ષય કરી કેવળજ્ઞાનને પામે છે. એવા ગુરુ મંત્રના અદભુત માહાભ્ય વિષે આ પાઠમાં જણાવવામાં આવે છે : (૭૪) મંત્ર (મંદાક્રાન્તા છંદ) વંદું પ્રેમે પુનિત પદ હું શ્રી ગુરું રાજ કેરા, શોભે જેના મનહર ગુણો મોક્ષદાયી અને રા; લેશો જેણે જગત જનના સત્ય શબ્દ નિવાર્યા, આત્મા સાચો સહજ કરતા શબ્દ તે ઉર ઘાર્યા. ૧ અર્થ - શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતના પુનિત એટલે પવિત્ર ચરણ કમળમાં હું અત્યંત પ્રેમપૂર્વક પ્રણામ કરું છું. જેનામાં મનને હરણ કરે એવા મોક્ષને દેવાવાળા અનેરા એટલે અસાધારણ ગુણો નિત્ય Page #42 -------------------------------------------------------------------------- ________________ (૭૪) મંત્ર ૨ ૩૯ શોભી રહ્યાં છે. જેણે જગત જીવોના રાગદ્વેષ આદિ ક્લેશના કારણોને સત્ય ઉપદેશ આપી નિવારણ કર્યા છે. એક આત્મા જ સાચો છે અને એજ તારું સહજ સ્વરૂપ છે. એવા શબ્દો ઉચ્ચરનારા પરમકૃપાળુદેવને હું હૃદયમાં ઘારણ કરું છું. //ના આત્મા જાણી, ઉદયવશ જે ઘર્મ-વાણી પ્રકાશે, શબ્દ શબ્દ વિષય-વિષની વેદનાને વિનાશે; અંતભેદી ગહન કથને ભ્રાંતિ ટાળે કળાથી, જાણે કોઈ અનુભવી ગુરુ-યોગ સાચો મળ્યાથી. ૨ અર્થ :- પરમકપાળદેવે આત્મા જાણી ઉદયવશાત જે ઘર્મની વાણી પ્રકાશી છે. તેમાં શબ્દ શબ્દ પાંચ ઇન્દ્રિયોના વિષયોથી ઉત્પન્ન થતી વિષ સમાન વેદનાનો વિનાશ થાય એવો ઉપદેશ કર્યો છે. જે ગહન વચનો અંતરને ભેદી નાખે એટલે સ્પર્શે એવી અભુત કળાથી, આત્માની અનાદિકાળની ભ્રાંતિને ટાળે છે. કોઈ એમ જાણે કે આ તો કોઈ સાચા અનુભવી આત્મજ્ઞાની ગુરુનો યોગ મળી જવાથી જ એમ થયું; નહીં તો અનાદિકાળનો આત્મભ્રાંતિરૂપ રોગ જવો તે અતિ દુષ્કર છે. રા શબ્દો સાચા પરમગુરુના મંત્ર રૂપે ગણાયા, આજ્ઞા તેની અઍક ફળતી, સંત સૌ ત્યાં સમાયા; સ્પર્શે આત્મા સુગરુવચને, ફેરવે એવી ચાવી, મિથ્યા નિદ્રા ઘટતી ઘટતી, જાગૃતિ જાય આવી. ૩ અર્થ - શ્રી પરમગુરુના આપેલ શબ્દો સાચા છે. જે મંત્રરૂપે ગણાય છે. ‘મંત્ર મૂદું ગુરુ વાક્ય' શ્રી ગુરુના વાક્ય તે મંત્રનું મૂળ છે. શ્રી ગુરુએ આપેલી આજ્ઞા આરાઘે તો તે અચૂક ફળે છે. જેમ શ્રીપાળ રાજાને સિદ્ધચક્રની આરાઘના આપી તો તે ફળી અથવા શ્રેણિક રાજાના પૂર્વ ભવના ભીલના ભાવમાં જ્ઞાની ગુરુએ કાગડાનાં માંસનો ત્યાગ કરાવ્યો તો તે આજ્ઞા ઠેઠ તીર્થંકર પદ પ્રાપ્તિ સુધી તેને લઈ ગઈ ૫.પૂ.પ્રભુશ્રીજી જેવા સંત પુરુષો પણ પરમકૃપાળુદેવે આપેલ મંત્રની આજ્ઞાને આરાધી પરમગુરુમાં સમાઈ ગયા. શ્રી સદગુરુના વચનને જો આત્મા સ્પર્શે અર્થાત્ તે પ્રમાણે વર્તે તો તે એવી ચાવી ફેરવે છે કે તે વડે આત્માની અનાદિની મિા અજ્ઞાનરૂપ નિદ્રા ક્રમે ક્રમે ઘટતી જઈ તેને આત્મજાગૃતિ આવી જાય છે. જેથી તે પોતાના સ્વસ્વરૂપને પામી લે છે. ગાયા વીરે દીથી ત્રિપદ, પણ શ્રી ગૌતમે દ્વાદશાંગી ભાળી તેમાં, પ્રગટ કરી, જો શાસ્ત્ર સૌ વિવિઘાંગી; ઉત્કૃષ્ટી એ સુગુરુ-કરુણા યોગ્ય પાત્ર પ્રકાશી, સાચી અગ્નિ પ્રગટ થતી જો શિષ્ય વિશ્વાસવાસી. ૪ અર્થ :- ભગવાન મહાવીરે શ્રી ગૌતમ ગણઘરને ઉત્પન્નવા, વિઘેવા, યુવેવા નામની ત્રિપદી આપી. તેમાં તેમણે આખી દ્વાદશાંગી દેખાઈ; તે પ્રગટ કરી. જેના વિવિધ અંગવાળા શાસ્ત્રો બની ગયા. એ શ્રી ગુરુ ભગવંતની ઉત્કૃષ્ટ કરુણા હતી. જે યોગ્ય પાત્રમાં પ્રકાશ પામી. જેમ સાચી અગ્નિ હોય તે પ્રગટ થાય, તેમ શ્રી ગુરુ સાચા હોય અને શિષ્ય પણ શ્રી ગુરુમાં પૂર્ણ વિશ્વાસ રાખનારો હોય તો જરૂર કાર્યસિદ્ધિ થાય છે. II૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ બુઠ્ઠી બુદ્ધિ શિવભેતિ તણી, ના શીખ્યા કોઈ શાસ્ત્ર, થાક્યા જ્ઞાની શીખવી શીખવી, બોલ દે મંત્ર માત્ર; ટૂંકો દીઘો સરળ ગણ “મા રુષ મા તુષ” તેને શ્રદ્ધા ઘારી ભણ ભણ કરે બોલ એ રાત-દિને. ૫ અર્થ :- શિવભૂતિ નામના મુનિની જ્ઞાનાવરણીય કર્મના આવરણે બુદ્ધિ બુઠ્ઠી હતી. તેથી કોઈ શાસ્ત્ર શીખી શક્યા નહીં. જ્ઞાની ગુરુ તેમને શીખવી શીખવીને થાકી જઈ અંતે માત્ર મંત્રરૂપ થોડા બોલો આપ્યા. તે “મા રુષ મા તુષ” એટલે કોઈ ઉપર રુષ એટલે સૃષ્ટમાન થવું નહીં અર્થાત્ દ્વેષ કરવો નહીં અને કોઈ ઉપર તુષ એટલે તુષ્ટમાન થવું નહીં અર્થાત્ રાગ કરવો નહીં, એવો ટૂંકો સરળ ગણીને મંત્ર આપ્યો. તેને તે મુનિ શ્રદ્ધા રાખીને રાતદિવસ ભણ ભણ કરવા લાગ્યા. //પા. આઘા-પાછી વચન ફરતાં “માષ તુષરટાતું, જાણે પોતે વચન ગુરુનું ગોખવાનું ચલાવું; કોઈ બાઈ અડદ ઊપણે, જોઈ પૂછે : “કરો શું?” બોલી બાઈ સરળ ગુણથીઃ માષ તુષે મથું છું.”૬ અર્થ :- આવરણવશાતુ તે મંત્રના વચનો પણ આઘાપાછા થઈ જતાં “માષ તુષ' રૂપે તે શબ્દો ૨ટાવા લાગ્યા. પણ પોતે શ્રી ગુરુના આપેલ શબ્દો જ હમેશાં ગોખે છે એમ માનવા લાગ્યા. એક વાર કોઈ બાઈને અડદ ઉપણતા જોઈ તેને પૂછ્યું કે તમે આ શું કરો છો? તે બાઈ સરળ ગુણથી એમ બોલી કે હું તો “માષ તુષે મથું છું, અર્થાત્ માષ એટલે અડદ અને તુષ એટલે તેના ફોતરાને હું મથીને જુદા પાડું છું. Iકા સારા ભાગ્યે સ્મરણ સરખું સુણ જાગ્યા મુનિ તે, મારે માટે વચન ગુરુનું એ જ અર્થે ઘટે છે; જાદો પાડું ગુરુ-વચનથી જીવ આ માષ જેવો, દેહે પૂર્યો સમજણ મળી, તુષ શો દેહ લેવો. ૭ અર્થ - શુભ ભાગ્યોદયે આ વાત માત્ર સાંભળીને તે મુનિ જાગૃત થયા કે મારા માટે પણ શ્રી ગુરુનું આ વચન આવા કોઈ પ્રયોજન અર્થે જ છે. વિચાર કરતાં જણાયું કે શ્રી ગુરુના આ વચનથી હું પણ આ માષ એટલે અડદ જેવા આત્માને આ દેહથી જુદો પાડું કે જે આ દેહરૂપ કેદમાં પુરાયો છે. આ દેહ તો તુષ એટલે ફોતરા જેવો છે. તેની મને આજે સમજણ મળી. શા. શ્રેણી માંડી શિવભંતિ થયા કેવળી, વાત એવી; સાચા માર્ગે ગુરુ-વચનથી મંત્ર દે સિદ્ધિ તેવી. એવી રીતે હજીં નિકટ છે મંત્ર-માર્ગો યથાર્થ, આજ્ઞા પામી સુગુરુ તણી સૌ આદરો પુરુષાર્થ. ૮ અર્થ - એમ વિચારતા વિચારતા શિવભૂતિ મુનિ શ્રેણી માંડીને કેવળી થઈ ગયા. આ વાત એવી છે કે જો માર્ગ સાચો છે અર્થાત શ્રી ગુરુ સાચા છે તો તેમના વચનને મંત્ર સમાન માની આરાઘવાથી તે આત્મસિદ્ધિને આપે એવા છે. એવી રીતે હજી આ કાળમાં પણ યથાર્થ મંત્ર માર્ગોના આરાઘનથી Page #44 -------------------------------------------------------------------------- ________________ શિવભૂતિ મુનિની ઈટા આપતી પુર) મારુષ મા તુષ જીઓ નિને કહ્યું માપતુપ ભિન્ન કરું છું. C[ણ આટલે અડેટ અને તુષ એટલે છોતરાને -જુદા પાડું છું - શિવભૂતિ મુનિ મારે પણ મોષ જેવો આત્મા અને તુષ જેવું શરીર, તેને ભિન્ન કરવા જોઈએ એમ વિચારતા ઉપજીક કેવળજ્ઞાન, Page #45 -------------------------------------------------------------------------- ________________ (૭૪) મંત્ર ૨૪૧ આત્મસિદ્ધિ પામવી નિકટ છે અર્થાતુ વિકટ નથી પણ સરળ છે. માટે શ્રી સદ્ગુરુ ભગવંત દ્વારા એવા મંત્રની આજ્ઞા પામી સર્વે સત્ય પુરુષાર્થને આદરો અર્થાત્ હમેશાં તે સ્મરણ મંત્રનું રટણ કર્યા કરો. Iટા સુર્યું, મંત્રાથીન સુર, નરો, સર્પ આદિ પ્રવર્તે, સાથી મંત્રો મલિન ઉરની વાસના સાઘતા તે; લોકો તેને અચરજ ગણે, બુદ્ધિ ના ચાલતી જ્યાં; કષ્ટ સાથે, વિપરીત ફળે, હેય માને ઘણા ત્યાં. ૯ અર્થ - એમ સાંભળ્યું છે કે મંત્રવડે દેવો, મનુષ્યો અને સર્પો આદિ પણ વશ કરી શકાય છે. આવા મંત્રોને સાથી પોતાના મનની મલિન વાસનાને અજ્ઞાની લોકો પોષે છે. સાધારણ લોકોની બુદ્ધિ તેમાં ચાલતી નથી માટે તેને આશ્ચર્યકારક ગણે છે. કષ્ટથી તેવા મંત્રોને જીવો સાથે છે અને વિપરીત ફળ પણ પામે છે. માટે તેવા મંત્રોને ઘણા હેય માને છે. પાલાા મંત્રે મોહ્યું જગત સઘળું મોહરાજા તણા આ ઃ હું ને મારું ગણ પર વિષે ઊંઘતા સૌ મણા ના; સ્વપ્ના જેવી રમત રમતા વિશ્વમાં લોક જૂઠી, જ્ઞાની જાગ્યા, વળી જગવવા બોઘતા બોલ, ઊઠી : ૧૦ અર્થ - મોહરાજાના મંત્રથી આખું જગત મંત્રાઈ ગયેલ છે. “હું અને મારું' એ મોહરાજાનો મંત્ર છે. પર પદાર્થો વિષે હું ને મારું ગણી જગતના સર્વ લોકો મોહનદ્રામાં ઊંધે છે. તેમ કરવામાં તેઓએ કોઈ મણા એટલે ખામી રાખી નથી. સ્વપ્નમાં રાજા બને અને જાગે ત્યારે ભિખારીનો ભિખારી, તેના જેવી વિશ્વમાં જીવો મોહવશ જૂઠી રમત રમ્યા કરે છે. પણ જ્ઞાની પુરુષો મોહનદ્રાથી જાગૃત થયા છે અને વળી જગતવાસી જીવોને જાગૃત કરવા માટે નીચે પ્રમાણે બોધ આપે છે – /૧૦ાા “હું ના કાયા નથ મુજ કશું આટલું માનશે જે, રૈલોક્ય તે વિજય વરશે, વિશ્વ રાજા થશે તે; નિઃસ્વાર્થી આ વચન ગણીને સત્ય વિશ્વાસ ઘારો, તો ના થાશે અસર તમને મોહની, કૉલ મારો.” ૧૧ અર્થ :- “આ શરીર નથી, અને આ જગતમાં મારું કશું નથી.” આટલું માનશે તે ત્રણ લોકમાં વિજયને પામશે અને સકળ વિશ્વનો રાજા થશે અર્થાત્ ત્રણ લોકનો નાથ થશે. આ વચનને સત્ય અને નિઃસ્વાર્થી જાણી તે પ્રમાણે વર્તે તો તમને જગતની મોહમાયાની અસર થશે નહીં. આ મારો કૉલ છે અર્થાત્ ખાતરીપૂર્વક હું આ જણાવું છું. /૧૧ના સપો પાપી નરકગતિને યોગ્ય, મંત્ર-પ્રભાવે પાર્ચસ્વામી નિકટ, પદવી ઇન્દ્રની જો કમાવે; જ્ઞાની-યોગે રુધિર-ખરડ્યા હાથથી મોક્ષ માગે, તેવા જીવો પણ તરી ગયા; મંત્રથી જીવ જાગે. ૧૨ અર્થ :- સર્પો પાપ કરવાથી નરકગતિને યોગ્ય છે. છતાં શ્રી પાર્શ્વનાથ ભગવાને તેને મંત્ર સંભળાવ્યો. તેમાં ચિત્તવૃત્તિનું જોડાણ કરવાથી તે ઘરણેન્દ્રની પદવીને પામ્યો. Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ જ્ઞાનીપુરુષના યોગથી ચિલાતીપુત્ર જેના હાથમાં વ્યક્તિનું માથું કાપેલું છે અને લોહીથી ખરડાયેલ હાથ સહિત જ્ઞાનીગુરુ પાસે મોક્ષ માગે છે કે મુંડા મોક્ષ આપ, નહીં તો તારું માથું પણ ઉડાવી દઈશ. તેવા જીવો પણ મંત્રથી તરી ગયા. તેને શ્રી ગુરુએ ‘ઉપશમ, વિવેક, સંવર’એવા મંત્રરૂપે ત્રણ શબ્દોમાં મોક્ષ છે એમ જણાવ્યું. તે મંત્રરૂપ ત્રણ શબ્દોનું ચિંતન કરતાં તેનો આત્મા જાગૃત્ત થયો અને પોતાનું ક્લ્યાણ સાધ્યું. એમ મંત્રથી જીવ જાગૃત થઈ શકે છે. ।।૧૨।। આવી વાતો ગહન જીવની મૂળ શક્તિ બતાવે, સાચા ઘ્યાને પ્રગઢ થઈ તે કર્મ-કોટી ખપાવે; મંત્રો સાચા પરમ પુરુષો અર્પતા તો, પદસ્થધર્મ-ધ્યાને મદદ પદની પામતાં હોય . સ્વસ્થ. ૧૩ ૨૪૨ અર્થ :— આવી મંત્ર સંબંધી ગહન વાતો, તે જીવની મૂળ શક્તિને બતાવે છે. તે શક્તિ સાચા આત્મધ્યાને પ્રગટ થઈ કરોડો કર્મને ખપાવે છે. આવા સાચા મંત્રોને જો પરમ જ્ઞાનીપુરુષો આપે તો તે પદસ્થ ધર્મ-ધ્યાન કહેવાય. તેની મદદથી આત્મા સ્વસ્થતાને પામે છે અર્થાત્ સ્વસ્વરૂપમાં સ્થિરતા કરે છે. જેમ પરમકૃપાળુદેવ દ્વારા અર્પિત ‘સહજાત્ય સ્વરૂપ પરમગુરુ' મંત્રની આરાધના કરવાથી પ.પૂ.પ્રભુશ્રીજી કે પૂ.શ્રી બ્રહ્મચારીજી પોતાના સ્વસ્વરૂપને પામ્યા. અથવા ૐ, અરિહંત, અરિહંત સિદ્ધ આદિ મંત્રોના પદનું ઘ્યાન તે પદસ્થ ઘ્યાન છે. ।।૧૩।। સત્ જાણો ના Ă૨; કુમતિથી દૂર લાગે જોને; ભ્રાંતિરૂપી પડળ નજરે, ક્યાંથી સૂઝે, કોને? અંધારાને વિવિધ રીતના ભાગ પાડી તપાસો, કોઈ ભાગે કિરણ રવિનું ત્યાં જડે? એ વિમાસો. ૧૪ અર્થ :– સત્ એટલે આત્મા. એ આત્માને પોતાથી દૂર જાણો નહીં. કેમકે પોતે જ આત્મા છે. પણ કુમતિ એટલે અજ્ઞાનના કારણે તે લોકોને દૂર લાગે છે. જેને આત્મભ્રાંતિરૂપી પડલ, નજર આગળ આવેલા હોય તેને કહો ક્યાંથી તે દેખાય? અંધારાને અનેક પ્રકારે ભાગ પાડી તપાસીએ તો શું તેના કોઈ ભાગમાં સૂર્યનું કિરણ મળી શકે? ન જ મળી શકે. k ‘સત્’ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. ‘સત્’ જે કંઈ છે, તે ‘સત્' જ છે; સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણાતિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના ‘સત્' જણાતી નથી, અને ‘સત્’ની નજીક સંભવતી નથી. ‘સત્' છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદું) છે; કલ્પનાથી ‘પર’ (આધે) છે;” (વ.પૃ.૨૬૭) ||૧૪ તેવી રીતે અણસમજી જે કલ્પના-ક્લેશ-ખિન્ન, તેને ક્યાંથી સત્-નિકટતા?ભ્રાંતિ ને સત્ય ભિન્ન; સત્ આત્મા છે, સરળ, સઘળે પ્રાપ્તિ તેની સુગમ્ય; તોંચે તેની ગરજ જગવે યોગ તેવો અગમ્ય. ૧૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ (૭૪) મંત્ર ૨૪૩ અર્થ - તેવી રીતે અણસમજુ જે પોતાની કલ્પના અને ક્લેશથી સદા ખેદખિન્ન છે તેને સતુ એવા આત્માની નિકટતા એટલે પ્રાપ્તિ ક્યાંથી હોય? કેમકે દેહમાં આત્મભ્રાંતિ અને સત્ એવો આત્મા તે બેય સાવ ભિન્ન છે. આત્મા સત્ છે, અર્થાત્ જેનું ત્રણે કાળમાં હોવાપણું છે, જે સરળ છે; સુગમ છે; અને સર્વત્ર એટલે ચારે ગતિમાં તેની પ્રાપ્તિ હોય છે. છતાં તે આત્મા પ્રાપ્ત કરવાની ગરજ હૃદયમાં જાગૃત કરે એવા સપુરુષનો યોગ મળવો તો સર્વ કાળમાં દુર્લભ છે. ૧૫ના માટે જેની દૃઢ મતિ થઈ આત્મ-પ્રાપ્તિ-સુકાજે, તેણે પોતે નથી સમજતો ઘર્મમાં કાંઈ આજે ? એવો પાકો પ્રથમ કરવો એક વિચાર વારુ, જ્ઞાની શોઘી, ચરણ-શરણે રાખવું ચિત્ત ચારુ. ૧૬ અર્થ - માટે જેની આત્મા પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે તેણે પોતે હું ઘર્મમાં કાંઈ સમજતો નથી એવો પાકો પ્રથમ વાર એટલે ઠીક વિચાર કરવો, અને પછી જ્ઞાનીને શોધી તેના ચરણના શરણમાં ચિત્તને ચારુ એટલે સારી રીતે રોકવું અર્થાત તેની આજ્ઞામાં રહેવું એ જ કલ્યાણનો ખરો માર્ગ છે. “માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.” (વ.પૃ.૨૬૮) //૧૬ માર્ગ-પ્રાપ્તિ જરૃર જનને આ રીતે થાય, એવી મુમુક્ષુને પરમ હિતની વાત આ બંધુ જેવી; રક્ષા માર્ગે પ્રગટ કરતી આ જ શિક્ષા સુણાતી, સું-વિચાર્યું પરમ પદને આપનારી ગણાતી. ૧૭ અર્થ - ઉપર પ્રમાણે પુરુષની આજ્ઞામાં વર્તવાથી લોકોને જરૂર મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય. મુમુક્ષુજનોને આ વાત બંધુ એટલે ભાઈ જેવી પરમ હિતકારી છે. ચારગતિમાં પડતાં આત્માને આ શિક્ષા ઉત્તમ માર્ગ બતાવી તેની પરમ રક્ષા કરનાર છે. આ વાતને સમ્યક પ્રકારે વિચારવાથી તે પરમપદ એટલે મોક્ષપદને આપનારી ગણાય છે. આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંઘવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક પ્રકારે વિચાર્યથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષદર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોઘનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો; વિચારજો; સમજજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાથ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે; એમાં “સ” જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો.” (વ.પૃ.૨૬૮) //૧૭થી નિગ્રંથોના પ્રવચન તણી દ્વાદશાંગી ગણું છું: સૌ ઘર્મોનું હૃદય સમજો, બોઘનું બીજ સાચું. સંક્ષેપે આ પ્રગટ કહીં તે વાત સંભારવાની, પુનઃ પુનઃ સમજ કરવા એ જ વિચારવાની. ૧૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ અર્થ :– આ વચનોને નિગ્રંથ પુરુષોના પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી ગણું છું. એને સર્વ ધર્મોનું હૃદય રહસ્ય) સમજો કે જ્ઞાનીપુરુષના બોધનું સંક્ષેપમાં સાચું બીજ જાણો. માટે આ વાતને ફરી ફરી સંભારો તથા સમજપૂર્વક વિચારવા પ્રયત્ન કરજો. ।।૧૮। ૨૪૪ એવા યત્ને સતત મથતાં, બાધકારી પ્રકારોઆવે તેમાં અરત રહીને, વૃત્તિ એમાં જ ઘારો; જ મુમુક્ષુને અતિ છૂપી રીતે કથ્ય આ મંત્ર મારો, જાણો એમાં નરદમ કહ્યું સત્ય તેને વિચારો. ૧૯ અર્થ :– સમજવા માટે સતત મથતા જો કોઈ બાધકારી કારણો જણાય તો તેમાં અરત એટલે ઉદાસીન રહીને આમાં જ વૃત્તિનો લય કરજો, અર્થાત્ બીજા કારણોને અવગણી જ્ઞાનીપુરુષના શરણમાં જ વૃત્તિને લીન કરજો. કેમકે કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો આ મંત્ર છે. આમાં નરદમ એટલે સંપૂર્ણ સત્ય જ કહ્યું છે. તેનો એકાગ્રચિત્તે વિચાર કરજો. ।।૧૯।। એ શિક્ષાને ઘણી સમજવા કાળ અત્યંત ગાળો, થાક્યા હો જો ક્ષણિક સુખથી, સત્યનો માર્ગ ભાળો; આવી વાતો કર્દી કી સુણી, હર્ષ પામી ન ચૂકો, સાચી શોધે કમર કસીને, કાંઈ બાકી ન મુકો. ૨૦ અર્થ :— ઉપર કહેલ શિક્ષાને વિસ્તારથી સમજવા માટે ઘણો જ વખત ગાળો. સંસારના ક્ષણિક = સુખથી જો થાક્યા હો તો હવે આત્મશુદ્ધિના સત્યમાર્ગની ખોજ કરજો. આવી વાર્તાને કદી કદી સાંભળી હર્ષ પામી, તે સમયને ચૂકશો નહીં; પણ સાચા સત્પુરુષની શોધ થયા પછી કમર કસી મરણીયા થઈ કાંઈ બાકી રાખવું નહીં; અર્થાત્ તે સત્પુરુષનો દૃઢ આશ્રય કરી, તેની આશા આરાથી આત્મઠિત અવશ્ય કરવું. “જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય.” (વ.પૃ.૪૫૪) ૨૦।। વીત્યાં વર્ષોં અબઘડી સુધી કેટલાંયે નકામાં, તેનું સાટું જરૂર વળશે, લીન વૃત્તિ થતાં ત્યાં; સાચા શબ્દો નથી હ્રદયમાં સ્થાન થોડાય પામ્યા, જેણે સાચી પકડ કરી તે આત્મ-સુખે વિરામ્યા. ૨૧ અર્થ :– આજની ઘડી સુઘી જીવનના કેટલાંય વર્ષો નકામા ચાલ્યા ગયા. હવે જો સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિ લીન થઈ ગઈ તો તેનું બધું સાટું જરૂર વળી જશે. સત્પુરુષના કહેલ સાચા શબ્દો થોડાક પણ હજુ હૃદયમાં સ્થાન પામ્યા નથી. જેણે જ્ઞાનીપુરુષના વચનની સાચી પકડ કરી તે જીવો તો આત્મસુખમાં વિરામ પામ્યા, અર્થાત્ આત્મસુખને પામી ગયા. ।।૨૧।। આંખો મીંચી ત્વરિત-ગતિથી જીવ દોડ્યો જ દોડ્યો, ક્યાં જાવું છે? ખબર નથી તે; વેગમાં જેમ ઘોડો; દુઃખો ભારે ચતુર-ગતિમાં ભોગવ્યાં તે વિચારી આજ્ઞા સાચા ગુરુની પકડો, તો મળી મોક્ષ-બારી. ૨૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ (૭૫) છ પદ-નિશ્ચય ૨૪૫ અર્થ - જેમ અજ્ઞાનવશ આંખો મીંચીને ત્વરિત-ગતિથી જીવ જડ ક્રિયા કરીને કે શુષ્કજ્ઞાની બની દોડ્યો જ જાય છે. ક્યાં જવું છે? એની ખબર નથી; અર્થાત આત્માર્થનો લક્ષ નથી. જેમ વેગમાં ઘોડો દોડે તેમ દોડ્યું જ જાય છે. તેના ફળમાં ચારે ગતિના ભારે દુઃખો ભોગવ્યાં. તે વિચારી હવે સાચાં સદ્ગુરુની આજ્ઞાને પકડી રાખી તેની જ આરાઘના કરો, તો તમને મોક્ષમાં પ્રવેશ કરવાની બારી મળી ગઈ એમ જાણજો. રિરા જે જાણ્યું તે ભ્રમણ-ફળનું આપનારું થયું છે, જે માનીને પરમ હિતનું ચોટ ખોટી કરી તેભૂલી સર્વે, બીર્જી નજરથી જાણવું, માનવું છે, સાચા જ્ઞાની ઉપર ઘરીને પ્રેમ, સૌ સોંપવું રે! ૨૩ અર્થ - હમણાં સુધી જે જાયું તેનું ફળ સંસાર પરિભ્રમણ જ આવ્યું. જેના પ્રત્યે પરહિતનું કારણ જાણી ચોટ કરી તે પણ ખોટી ઠરી. માટે હવે તે સર્વેને ભૂલી, જ્ઞાની પુરુષ દ્વારા આપેલ બીજી નજર એટલે સમ્યકષ્ટિ વડે જ જાણવું છે અને માનવું છે. સાચા જ્ઞાની પુરુષ ઉપર પ્રેમ ઘરી, સર્વ મન વચન કાયા તથા આત્માને અર્પણ કરી, જીવન ઘન્ય બનાવવું એવી જે જ્ઞાની પુરુષોની શિખામણ છે તે હવે હૃદયમાં ઘારણ કરું. ર૩ી મંત્ર મંત્રો, સ્મરણ કરતો, કાળ કાઠું હવે આ, જ્યાં ત્યાં જોવું પર ભણી બૅલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે ર્જીવન જીંવવું, લક્ષ રાખી સદા એ, પામું સાચો ર્જીવન-પલટો મોક્ષ-માર્ગી થવાને. ૨૪ અર્થ :- મંત્રથી જાણે મંત્રાઈ ગયો હોઉં તેમ સ્મરણ કરતો હવે મારો બાકી રહેલો જીવનનો સમય પસાર કરું. જ્યાં મારી નજર પડે ત્યાં પર વસ્તુ સંબંધીના વિકલ્પો ભૂલી પરાયા બોલો બોલવાનો પણ ત્યાગ કરું. માત્ર આત્મા માટે જીવન જીવવાનો લક્ષ રાખી મોક્ષમાર્ગી બનવા સત્પરુષની આજ્ઞા આરાઘવા હવે સાચો જીવનપલટો પામું; એજ મારી પરમકૃપાળુદેવ પ્રત્યે હાર્દિક પ્રાર્થના છે. ૨૪ો. મંત્ર સ્મરણ કરવાથી પોતાના આત્માનું જે સહજ સ્વરૂપ છે તેની ઓળખાણ થાય. તે આત્મસ્વરૂપ પ્રગટવા માટે છ પદની વિચારણા કરી તેનો દ્રઢ નિશ્ચય કરવા યોગ્ય છે. તે અર્થે આ પાઠમાં છ પદને સંક્ષેપમાં સમજાવવામાં આવ્યા છે. તે નીચે પ્રમાણે છે : (૭૫) છ પદ-નિશ્ચય (હરિગીત) ફ ગુરુ રાજચંદ્ર-પદે નમું ઉલ્લાસ ઉરે હું ઘરી, તે પરમ પદને પામવા પુરુષાર્થને અંગીકરી; Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ હું છ પદનો નિશ્ચય થવા બળવાન યત્નો આદરું, પણ માર્ગદર્શક આપ તેમાં, વચન અનુભવીનું ખરું. ૧ અર્થ – શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યના ચરણકમળમાં હું હૃદયમાં ઉલ્લાસભાવ ઘારણ કરીને નમસ્કાર કરું છું. જન્મ જરા મરણથી રહિત એવા પરમપદરૂપ મોક્ષપદને પામવા માટે પુરુષાર્થ કરવો જોઈએ, એ વાતને અંગીકાર કરીને, હું છ પદના નિશ્ચયને દૃઢ કરવા માટે બળવાન પ્રયત્નો આદરું, પણ હે કૃપાળ ! આપના જેવા અનુભવી પુરુષોના વચનની માર્ગદર્શક રૂપે તેમાં અત્યંત આવશ્યક્તા છે, કેમકે હું મોક્ષમાર્ગનો સાવ અજાણ છું. [૧] શ્રી સન્દુરુષોનાં વચન અમી તુલ્ય મુદ્રા એ, અહો! શ્રી સત્સમાગમ એ અહો! મુજ લક્ષ ચોરાશી દહો; એ લક્ષ ચોરાશી ભમી નરભવ-કિનારે આવતા સંષત ચેતનને હજીયે દેહ-ભાવો ભાવતા, ૨ અર્થ :- અહો! શ્રી પુરુષોના અમૃત સમાન વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. અહો કહેતા તે આશ્ચર્યકારક છે કે જે મારા ચોરાશી લાખ જીવયોનીમાં થતા અનાદિકાળના પરિભ્રમણને ટાળવા સમર્થ છે. એ ચોરાશી લાખ જીવયોનીમાં ભમી ભમીને હવે આ મનુષ્યભવરૂપી સમુદ્રના કિનારે આવી પહોંચ્યું છું, છતાં હજીએ સુષુપ્ત એટલે મોહનીદ્રામાં સૂતેલા એવા મારા આત્માને દેહમાં રમણતા કરવાના જ ભાવો પ્રિય લાગે છે. “અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાઇ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર! ત્રિકાળ જયવંત વર્તા!” (વ.પૃ.૬૩૪) //રા જાગ્રત કરાવે આત્મ-ભાવો સન્દુરુષો બોઘથી, જો, ભાન ભૂલવે સંગ અવળા, સ્થિરતા સત્સંગથી; પ્રેરે સ્વભાવ અપૂર્વ ને નિર્દોષ દર્શન માત્રથી, પ્રતીતિ સ્વરૂપ તણી જગાવી અપ્રમત્તે સાંકળી. ૩ અર્થ :- સપુરુષો પોતાના બોઘબળે મારા આત્મભાવોને જાગૃત કરે છે છતાં “અસત્સંગ અને અસત્યસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી.” તે ભાવોની જાગૃતિ સત્સગવડ થઈ શકે. સપુરુષોના વચનામૃતો, પૂર્વે કદી પ્રાપ્ત થયા નહીં એવો અપૂર્વ આત્મસ્વભાવ તેને પામવાની પ્રેરણા આપે છે તથા વીતરાગ મુદ્રા દર્શન માત્રથી પણ નિર્દોષ છે, તે પોતાના વીતરાગ સ્વરૂપની પ્રતીતિ એટલે શ્રદ્ધા જાગૃત કરાવી, સાતમા અપ્રમત્ત ગુણસ્થાને રહેલી સંયમરૂપ ધ્યાન અવસ્થાને પ્રગટાવવા સમર્થ છે. કા વિતરાગ, નિર્વિકલ્પ ભાવ જગાવી દે એ પૂર્ણતા, અંતે અયોગી ભાવથી દે પૂર્ણ સુખે સ્થિરતા. આવા અપૂર્વ સુયોગનો લઈ લાભ ના અટકું હવે, પુરુષાર્થ કરી તેવો બનું, બીજા બીજાં છોને લવે. ૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ (૭૫) ૧૭ પદ-નિશ્ચય ૨૪૭ અર્થ :— તે સત્પુરુષોના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, જીવને સાતમા ગુણસ્થાનથી પણ આગળ વધારીને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત બની છેલ્લે અયોગી સ્વભાવને પ્રગટ કરી પૂર્ણ સુખરૂપ એવા અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર છે. આવી ત્રણે કાળ જયવંત વર્તનાર વસ્તુઓનો અપૂર્વ સુયોગ પામી, હવે તેનો લાભ લેવા કોઈ પણ કારણે અટકું નહીં. પણ અત્યંત પુરુષાર્થ આદરીને તે પદ પામવા પ્રયત્ન કરું. બીજા જીવો ભલે ગમે તેવી માન્યતા ધરાવે કે તે સંબંધી લવે અર્થાત્ લવારી કરે પણ હું તો આ ભવમાં ઉપરોક્ત પુરુષાર્થ કરી મારા આત્મભાવને પ્રગટ કરું. ૪|| પ્રથમ પદ - આત્મા છે જો પાંગળો ચઢી આંઘળાના ક્રંથ ઉપર આવતાં, ઝાંખી નજરવાળો ન દેખે, બે જણા જુદા છતાં; તે પાંગળાની આંખને અંધા વિષે આરોપનો, ને આંધળાના પગ વડે પંગું ગણે છે ચાલતો. ૫ અર્થ :— જો પાંગળો માણસ આંઘળાના ખભા ઉપર ચઢીને આવતો હોય, ત્યારે જેની નજર ઝાંખી = છે તેને આ બેય જણા જુદા હોવા છતાં એક દેખાય છે. તે પાંગળાની આંખને આંઘળામાં આરોપે છે અને આંઘળાના પગને પાંગળામાં આરોપી, જાણે પાંગળો જ ચાલી રહ્યો છે એમ માને છે. “પાંગળો અંઘ-ખંઘે ત્યાં, પંગુની દૃષ્ટિ અંઘમાં આરોપે મુ. તે રીતે આત્માની દૃષ્ટિ અંગમાં.” સમાધિશતક |||| તેવી રીતે આ દેહ ને આત્મા જુદા મૂળે છતાં, અજ્ઞાની જાણે એકરૂપે, જૂઠી વૃષ્ટિ સેવતાં; આત્માની દ્રષ્ટિ જ્ઞાન તેને દેહમાં આરોપતો, કાયા તણી ક્રિયા થતી તે જીવની મૂઢ જાણતો. ૬ - અર્થ – તેવી રીતે આ દેહ અને આત્મા મૂળમાં જુદા હોવા છતાં અજ્ઞાની બન્નેને એકરૂપે જાણે છે. એમ મિથ્યા છે વૃષ્ટિ જેની એવો અજ્ઞાની જીવ, આત્માની જ્ઞાનવૃષ્ટિને અર્થાત્ જાણપણાને તે દેહને વિષે આરોપે છે; અને જે ક્રિયા કાયાથી થાય છે તે ક્રિયા, જીવ કરે છે; એમ તે મુઢ અજ્ઞાની માને છે. કનો આત્મા અરૂપી તેર્થી આંખે જોઈ કોઈ શકે નહીં; પણ પવનની શીતાદિ ગુણ કે કંપથી ખાત્રી લહી, તેવી રીતે જ્ઞાની અનુમાન ગુણો જાણી ગોપ્રત્યક્ષ દેહાર્દિી આત્મા ભિન્ન છે જ્ઞાતા પર્ણ. ૭ અર્થ :— આત્મા અરૂપી દ્રવ્ય હોવાથી આંખે કોઈ જોઈ શકતું નથી. જેમ ઠંડો પવન કે ગર્મીનો શરીરે સ્પર્શ થવાથી ખબર પડે છે, કે પવનવડે કપડાં આદિ કંપાયમાન થવાથી પવન છે એમ ખાત્રી થાય છે; તેમ જ્ઞાની પુરુષો પણ અનુમાનથી આત્મા અને પુદ્ગલના ગુણધર્મોને જાણી, આત્માને દેહ આદિ પદાર્થોથી પ્રત્યક્ષ ભિન્ન ગણે છે; અને જાણવું, દેખવું એ આત્માનો સ્વભાવ છે એમ માને છે. ।।૭।। જ્ઞાન ગુણનું સ્થાન જીવ જો, તેના વિના શબ દેહ તો, ના યંત્રની ક્રિયા નિહાળી જીવ કોઈ માનતો; Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જે જીવ જાણે સુગુરુ-બોઘે : “દેહ, આત્મા ભિન્ન છે,” પ્રજ્ઞા અને વૈરાગ્યથી તેને જ સમ્યક જ્ઞાન છે. ૮ અર્થ:- જ્ઞાનગુણનું સ્થાન જીવ દ્રવ્ય છે. જીવ વિના જ્ઞાનગુણ બીજા કોઈ દ્રવ્યમાં હોતો નથી. માટે જીવ દ્રવ્ય વિના બીજા બધા દ્રવ્યો જડરૂપ છે. શરીરમાં પણ જીવ ન હોય તો તે મડદું છે, જડરૂપ છે. જેમ યંત્રને ચાલતા જોઈ આ જીવની ક્રિયા છે એમ કોઈ માનતું નથી, પણ જડની ક્રિયા માને છે. તેમ સગુરુના બોઘે જે જીવ આત્મતત્ત્વને જાણે છે તે દેહને અને આત્માને ભિન્ન માને છે. એમ પ્રજ્ઞારૂપી છીણીવડે અને વૈરાગ્યભાવથી આત્મા અને દેહ વચ્ચે જે ભેદ પાડે તેને જ સમ્યકજ્ઞાન કહ્યું છે. સાદા ઈન્દ્રિય દેખે દેહને, મન માની લે હું દેહ છું, જો દેહ જાડો થાય પણ ના જ્ઞાન દેખાયે વઘુ, કૃશ દેહ થાતાં પણ ઘટે ના; જ્ઞાન માન ન દેહનું. આત્મા જુદો છે દેહથી, એમાં ગણે સંદેહ શું? ૯ અર્થ - ચક્ષુ ઇન્દ્રિય શરીરને જુએ છે માટે મન માની લે છે કે હું દેહ છું. જો આત્મા દેહ હોય તો દેહ જાડો થાય ત્યારે આત્માનો જ્ઞાનગુણ પણ વઘવો જોઈએ, અને દેહ કુશ એટલે પાતળો થાય ત્યારે આત્માનું જ્ઞાન પણ ઘટવું જોઈએ, છતાં તેમ દેખાતું નથી. માટે જ્ઞાનગુણ એટલે જાણપણું એ દેહનું નથી પણ આત્માનું છે એમ હું માન. આ આત્મા દેહથી સાવ જુદો છે. એમાં તું શું સંદેહ રાખે છે? લો. ઇન્દ્રિય મનને રોકતાં અસ્તિત્વ તેનું જો રહે, ઉપશમ અને વૈરાગ્ય વઘતાં, ભ્રાંતિ ટાળે તો લહે. જેના વિના શંકા ન હોય, તે જ આત્મા જાણ તું, ભ્રાંતિ અનાદિની રહી, તે ટાળી આત્મા માન તું. ૧૦ અર્થ :- પાંચ ઇન્દ્રિયો અને મનની ક્રિયાને રોકતાં છતાં પણ આત્માનું અસ્તિત્વ સ્વસંવેદનરૂપે અર્થાત હું છું એમ આ દેહમાં રહે છે. પણ તેનું જ્ઞાન, કષાયભાવોને ટાળી ઉપશમગુણ પ્રગટાવીને તથા વિષયોની આસક્તિ ઘટાડી વૈરાગ્યભાવ વઘારીને જો આત્મભ્રાંતિને જીવ ટાળે તો આત્માના હોવાપણાને તે માને છે. જેના વિના આત્મા વગેરેની શંકા થઈ શકે નહીં, તેને જ તું આત્મા જાણ. આ આત્મભ્રાંતિ અનાદિથી છે, માટે હવે તેને ટાળી આત્માની દ્રઢ માન્યતા કર કે હું આત્મા જ છું પણ દેહ નથી. ૧૦ના અસ્તિત્વ આત્માનું સદા આત્મા વિષે સૌ માનજો. વચનાદિ પરભાવો વિષે જો આગ્રહો, અજ્ઞાન તો; જ્યોતિ નિરંતર જાગતી જો જ્ઞાનની સૌ જીવમાં, “સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો” આ વચન રાખો ભાવમાં. ૧૧ અર્થ :- આત્માનું અસ્તિત્વ એટલે હોવાપણું, તે આત્મા વિષે જ સર્વે માનજો. મનવચનકાયા આદિ તો પરભાવો છે. તેને વિષે જો આત્મા હોવાનો આગ્રહ રહ્યો તો તે અજ્ઞાન છે અર્થાત્ એ જ મિથ્યા માન્યતા છે. સર્વ જીવોમાં જ્ઞાનની જ્યોતિ નિરંતર જાગતી સ્પષ્ટ જણાય છે. માટે સર્વ આત્માઓમાં સમાન દ્રષ્ટિ રાખી, કોઈને પણ દુઃખ આપવું નહીં. આ વચનને હૃદયમાં સદા ટંકોત્કીર્ણવત્ રાખજો, જેથી મનવચનકાયાથી કોઈ જીવની હિંસા થાય નહીં. /૧૧/ Page #53 -------------------------------------------------------------------------- ________________ (૭૫) છ પદ-નિશ્ચય ૨૪૯ બીજું પદ - આત્મા નિત્ય છે અવિનાશ સર્વે મૂળ તત્ત્વો, ક્યાંય કોઈ ના ભળે; સંયોગનો વિનાશ થાતાં સૌ સ્વરૂપે જય મળે. પરમાણુ-પંજ ઘડો થયો, તે ભાગી પરમાણું થશે, પણ કોઈ રીતે તે અણુઓ વિશ્વમાંથી ના જશે. ૧૨ અર્થ :- આ વિશ્વમાં મૂળ છ તત્ત્વો એટલે પદાર્થો છે. તે ઘર્મ, અઘર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ દ્રવ્યો છે. તે મૂળ દ્રવ્યોનો કોઈ કાળે નાશ નહીં હોવાથી તે સર્વે અવિનાશી છે. તે પદાર્થો નાશ પામીને કદી કોઈ બીજા દ્રવ્યમાં ભળી જતાં નથી. પણ સંયોગથી જે પદાર્થ બીજી અવસ્થારૂપે બન્યો હોય તે પણ સંયોગનો વિનાશ થતાં ફરીથી પોતપોતાના પદાર્થના મૂળ સ્વરૂપમાં સર્વે જઈ રહે છે. જેમકે પુદગલ પરમાણુઓનો ઢગલો ભેગો થવાથી ઘડો બન્યો, તે કાળાંતરે ભાંગી જઈ ફરીથી પરમાણુરૂપ થશે; પણ કોઈ રીતે તે પુલ પરમાણુઓ આ વિશ્વમાંથી નાશ પામશે નહીં. “હોય તેહનો નાશ નહીં; નહીં તેહ નહીં હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૨ા. આત્મા અસંયોગી મૂળે, ના નાશ તેનો સંભવે, જો નાશ પામે તેમ હો, તો હોય ના આજે હવે; પર્યાય પલટાતા છતાં ના તત્ત્વનો કદી નાશ છે, જે દ્રવ્ય અત્યારે જણાય તે ત્રિકાળ રહી શકે. ૧૩ અર્થ - આત્મા મૂળમાં અસંયોગી દ્રવ્ય છે. તેની ઉત્પત્તિ કોઈ પણ દ્રવ્યના મિશ્રણથી થઈ શકતી નથી. માટે તેનો કોઈ કાળે નાશ થવો પણ સંભવતો નથી. જો આત્મા નાશ પામે એમ હોત તો પૂર્વ જન્મમાં જ નાશ પામી ગયો હોત. આજે તેનું અસ્તિત્વ અહીં હોત નહીં. દ્રવ્યની પર્યાય એટલે અવસ્થા પલટાતાં છતાં પણ તે મૂળ તત્ત્વો અર્થાત્ દ્રવ્યોનો કોઈ કાળે નાશ નથી. જે છ દ્રવ્યો અત્યારે જણાય છે તે ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણે કાળમાં રહેશે; તે કદી પણ નાશ પામશે નહીં. /૧૩ ક્રોથાદિ સર્પાદિ વિષે સાબિત પૂર્વ ભવો તણી, મફૅરાદિ જાતિ-વૈર ઘારે, તે ન આ ભવ-લાગણી; જાતિ સ્મૃતિ પામે ઘણા, તે પૂર્વ ભવ સાચા લહે, પ્રત્યક્ષ અવધિ આદિ પામે તે પ્રગટ દેખી કહે. ૧૪ અર્થ - સર્પાદિ પ્રાણીઓમાં જે ક્રોધાદિ કષાયનું વિશેષપણું છે તે પૂર્વ ભવોની સાબિતી સિદ્ધ કરે છે. મોર આદિને સાપ આદિ પ્રત્યે જાતિ વેર છે. તે આ ભવનું નથી. પણ પૂર્વ ભવથી લાવેલા વૈરના સંસ્કાર સૂચવે છે. જે જાતિસ્મરણજ્ઞાન પામે તે પૂર્વ ભવ સાચા છે એમ માને છે અને જે પ્રત્યક્ષ અવધિજ્ઞાન આદિ પામે છે તે તો પૂર્વ ભવોને પ્રગટ દેખી તેની વિગત જણાવે છે. ૧૪ો. આ સત્ય નિત્યપણાતણું જે ઉરમાં દ્રઢ ઘારશે, તે થાય નિર્ભય, અમર; તેને કોણ, ક્યારે મારશે? Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કોઈ વખતે પૂર્વ ભવમાં આત્મા નથી માર્યો ગયો, તો કેમ આ ભવમાં હવે આત્મા મરે? નિર્ભય થયો. ૧૫ અર્થ :- “આત્મા દ્રવ્ય નિત્ય છે' આ આત્મા પૂર્વ ભવમાં હતો તેથી આજે છે, અને આજે છે તે સર્વ કાળ રહેશે એવી દ્રઢ શ્રદ્ધા જે હૃદયમાં ઘારણ કરશે તે આત્મા નિર્ભય થશે. અને પોતાને અમર માનવાથી તેને મૃત્યુ આદિ કોણ અને ક્યારે મારી શકે? ‘ને મૃત્યુ તો fમતિઃ' મને મૃત્યુ જ નથી તો મારે તેનો ભય શો? પૂર્વે કોઈ પણ ભવમાં કોઈ પણ વખતે આત્મા માર્યો ગયો નથી તો હવે આ ભવમાં તે આત્મા કેમ મરે? નહીં જ મરે. માટે એવી સાચી વાતને માન્ય કરવાવાળો તો નિર્ભય થઈ ગયો. ||૧૫ના. જો જાય ચિંતા મરણની તો અન્ય ચિંતા ના કરે, શાને ચહે તે સંગ બીજા? તે અસંગપણું વરે. દેહાદિ સંયોગો વિનાશી માનતા વૈરાગ જે, આત્મા મનોહર નિત્ય જાણી, ભાવતા સદ્ભાગી તે. ૧૬ અર્થ - જો મરણની ચિંતા સમ્યકજ્ઞાનના બળે ટળી ગઈ તો તે રોગાદિ આવતાં પણ મરણનો ભય પામે નહીં. આવા પુરુષો રાગી કે મોહી જીવોના સંગને શા માટે ઇચ્છે ? તે કાળે કરીને અસંગપણાને પામશે. જે વૈરાગી જીવો દેહ આદિના સંયોગોને વિનાશકારી માને છે, તે સદભાગી જીવો આત્માને જ મનોહર અને નિત્ય જાણી પ્રતિદિન આત્મભાવનાને ભાવે છે કે “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.' એમ આત્મભાવના ભાવતાં, શુદ્ધના લક્ષે શુભમાં તે કાળ નિર્ગમન કરે છે. ||૧૬ાા ત્રીજો પદ - આત્મા કર્યા છે સર્વે પદાર્થો કાર્ય પોતાનું સદા વિષે કરે, તે કાર્યથી જાણો બઘા જાદાપણું પોતે ઘરે; આત્મા કરે છે જાણવાનું કાર્ય જો નિજ ભાનમાં, વર્તે નહીં નિજ ભાનમાં ત્યાં કર્મ-કર અજ્ઞાનમાં. ૧૭ અર્થ - જગતમાં રહેલા સર્વ પદાર્થો પોતપોતાનું કાર્ય સદા કર્યા કરે છે. જડ પદાર્થો જડરૂપે પરિણમે છે અને ચેતન પદાર્થો ચેતનરૂપે પરિણમે છે. તે તે કાર્યથી બઘા પદાર્થો પોતપોતાનું અસ્તિત્વ જુદું ઘરાવે છે. આત્મદ્રવ્ય જ્યારે નિજ ભાનમાં હોય ત્યારે માત્ર જાણવાનું કાર્ય કરે છે, અર્થાત્ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. પણ જ્યારે આત્મા નિજ ભાનમાં નહીં વર્તે પણ વિભાવમાં પ્રવર્તે ત્યારે તે અજ્ઞાનવશ નવીન કર્મનો કર્તા બને છે. ૧ળા રાગાદિની ક્રિયા વિભાવ જ કર્મ-યોગે જે થતી, તે તેલવાળા હાથ પર રજ જેમ કમોં લાવતી; બંધાય કેમ જે શુભાશુભ, તે જ સુખદુખ આપતો, વિચિત્રતા જગમાં જણાતી ગૂઢ તે સમજાવતાં. ૧૮ અર્થ :- રાગદ્વેષાદિ ભાવોવડે જે ક્રિયા થાય તે વિભાવ જ છે. તે કર્મના યોગથી થાય છે. જેમ Page #55 -------------------------------------------------------------------------- ________________ (૭૫) છ પદ-નિશ્ચય ૨૫ ૧ તેલવાળા હાથ હોય તો રજ એટલે ઘૂળ આવીને ચોટે, તેમ રાગદ્વેષાદિ ભાવો હોય તો નવીન કમોં આવીને આત્મા સાથે ચોટે છે. રાગદ્વેષવડે જે શુભાશુભ કમોં બંધાય છે, તે જ જીવને સુખદુઃખના આપનાર થાય છે. તેને લઈને જગતમાં વિચિત્રતા જણાય છે. આ કર્મનું સ્વરૂપ સમજાવવું ઘણું ગૂઢ છે. સૌ રંક રાજા કર્મ-આથી યોગ્ય કુળે ઊપના, જો કર્મ પૂર્વ તણાં ન માનો તો ઊઠે સંશય ઘણાઈશ્વર કરે છે સર્વ એવું માનતા પુરુષાર્થનો અવકાશ કોઈ ના રહે, હિત સાથવા ન સમર્થ, જો. ૧૯ અર્થ - સર્વ રંક એટલે ગરીબ અથવા રાજા, પોતપોતાના કર્મને આધીન યોગ્ય કુળમાં જન્મ પામ્યા છે. એમનો આ કર્મનો ઉદય પૂર્વભવનો ન માનીએ તો અનેક પ્રકારની શંકાઓ ઊભી થાય છે. અથવા આ બધું ઈશ્વર કરે છે એમ માનીએ તો પુરુષાર્થને કોઈ અવકાશ રહેતો નથી. અને જો પુરુષાર્થ જીવો ના કરે તો પોતાના હિતને સાઘવા તે સમર્થ બની શકતા નથી. ૧૯ાા ના બંઘ-મોક્ષ ઘટે, પછી ઉપદેશ કરવો વ્યર્થ તો, ઑવ યંત્ર સમ ગણવારૂપે સિદ્ધાંત માત્ર અનર્થનો; કરતો નથી ઑવ કાંઈ એવું માનનારાને સદા સંસારનાં દુઃખો શિરે વહવાં પડે એ આપદા. આત્મા સદાય અસંગ માને, મોક્ષ તેનો ના ઘટે, દુઃખી દશાથી છૂટવા સૌ ઘર્મ-ઉપદેશો ૨ટે. ૨૦ અર્થ:- જીવને બંઘ કે મોક્ષ કાંઈ છે નહીં. એમ જો માનીએ તો પછી તેને ઉપદેશ કરવો વ્યર્થ છે. જીવને જો યંત્ર સમાન બીજા ચલાવે એમ ગણીએ તો કર્મ કરવા વગેરેના સિદ્ધાંતો અર્થ વગરના છે. આ જીવ કાંઈ કરતો જ નથી એવું માનનારાઓને પણ સદા સંસારના દુ:ખો શિરે વહેવા પડે છે, જે આપત્તિરૂપ છે. જે મત આત્માને સદાય અસંગ માને, તે આત્માનો મોક્ષ કરવો ક્યાં રહ્યો. જ્યારે સર્વ મતદર્શનવાળાઓ પોતાની દુઃખી દશાથી છૂટવા માટે ઘર્મના ઉપદેશોને રટ્યા કરે છે. ૨૦ના માયા, પ્રકૃતિ, કર્મ માનો વાસના, સંસ્કાર વા; આત્મા તણી તે પ્રેરણા-ક્રિયા વિના સંસાર ના. સંસાર-કર્તા જીવ માનો, તો જ કર્તા મોક્ષનો, વિભાવ કર્માથીન હૂંટે, કર્મો ગયે; નિષ્પક્ષ જો. ૨૧ અર્થ - વેદાંત જગતને ઈશ્વરની માયા માને, સાંખ્ય મતવાળા પચ્ચીસ પ્રકૃતિ માને, કોઈ મતવાળા વાસનાને કર્મ માને અથવા બૌદ્ધ મતવાળા આત્માને ક્ષણિક માને અને કહે છે કે એક આત્મા બીજા આત્માને સંસ્કાર આપી જાય છે. પણ આ બધામાં આત્માની પ્રેરણારૂપ ક્રિયા વિના જીવને સંસાર હોઈ શકે નહીં. “હોય ન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ.” પોતાના સંસારનો કરનાર જીવને માનીએ તો જ તે સર્વ કર્મોને છોડી મોક્ષનો પણ કર્તા બની શકે તથા કર્મને આધીન રહેલા વિભાવ ભાવો તો જ છૂટે. અને કર્મોનો નાશ થયે તે રાગદ્વેષના પક્ષથી રહિત થયો અર્થાત્ વીતરાગ થયો. અને વીતરાગી આત્મા જ મોક્ષને પામી શકે છે. ૨૦ાા Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ ચોથું પદ – આત્મા ભોક્તા છે કર્તા પ્રમાણે જીવનું ભોક્તાપણું સમજાય છે, જેવું કરે તેવું સદા ફળ ભોગવે સૌ ન્યાય એ. વિભાવમાં વર્તે તદા કર્યો શુભાદિ ભોગવે, વર્તે સ્વભાવે તો ચિદાનંદી સ્વભાવો . ભોગવે. ૨૨ અર્થ જીવમાં પરિણમન ક્રિયા કરવાનો સ્વભાવ છે, માટે તે કર્તા બને છે. અને કર્તા પ્રમાણે જીવનું ભોક્તાપણું સમજાય છે. જેવી ક્રિયા તે કરે તેવું ફળ સદા તે ભોગવે એવો ન્યાય છે. જ્યારે આત્મા વિભાવ ભાવોમાં વર્તે ત્યારે તે પ્રમાણે શુભ અશુભાદિ કર્મો બાંધી તેના ફળને ભોગવે છે. અને જ્યારે તે પોતાના શુદ્ધ સ્વભાવમાં વર્તે ત્યારે આત્માના ચિદાનંદમય સ્વભાવને ભોગવે છે. ૨૨ વિકલ્પ કર્મોથી થતા કર્તા તથા ભોક્તા તણા, કર્મો ગયે સ્થિરતા સ્વભાવે, એ જ નિજભોગો ગણ્યા. ભાવો શુભાશુભ બીજ, ઊગે ચાર ગતિ સંસારની, સુખ-દુઃખ પામ્યો ત્યાં ઘણું; ગતિ શાશ્વતી ભવપા૨ની. ૨૩ અર્થ – પૂર્વે બાંધેલા કર્મોના ઉદયે, વિભાવભાવથી જીવને કર્મ કરતી વખતે કે તે તેના ફળ ભોગવતી વખતે, સંસારી જીવને અનેક વિકલ્પો થાય છે. પણ તે કર્મો નાશ પામી જ્યારે આત્માની પોતાના સહજ સ્વભાવમાં સ્થિરતા થાય છે, ત્યારે તે પોતાના સ્વભાવનો જ ભોક્તા ગણાય છે. જે શુભાશુભ ભાવો થાય છે, તે ચાર ગતિરૂપ સંસારનું બીજ છે. તે શુભાશુભ કર્મના ફળમાં હું ચાર ગતિમાં ઘણું સુખદુઃખ પામ્યો. હવે શાશ્વતી ગતિ સમાન મોક્ષને પામી સંસારરૂપ સમુદ્રથી પાર ઊતરી જાઉં, એવી મારી અભિલાષા છે. ।।૨૩।ા માયાવી સુખો દેહનાં દુઃખો ગણો, ફળ કર્મના; લાગે સુખો એ મોહથી ત્યાં સુધી જીવ અધર્મમાં; દૃષ્ટિ યથાર્થ થયે જણાશે હેય જગ-સુખ-દુઃખ જો, જીવ કર્મ-ફળસૌ ત્યાગી, લે પુરુષાર્થ કરી શિવસુખ તો. ૨૪ અર્થ :– આ દેહના ઇન્દ્રિયસુખો તે માયા મોહ કરાવી જીવને દુઃખી કરનાર છે, માટે તેને દુઃખો જાણો. તે કર્મના ફળથી ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી જીવને મોહથી આ ઇન્દ્રિયસુખો સુખરૂપ લાગશે ત્યાં સુધી જીવ અધર્મમાં છે અર્થાત્ વિભાવમાં છે, સ્વભાવમાં નથી. સદ્ગુરુ દ્વારા જ્યારે તેની દૃષ્ટિ સમ્યક્ થશે ત્યારે તેને આ જગતના સુખદુઃખો હેય એટલે ત્યાગવારૂપ જણાશે. અને કર્મના ફળમાં સમભાવ રાખી, તે કર્મોને સર્વથા ત્યાગી, સત્ય પુરુષાર્થ આદરીને તે જીવ મોક્ષસુખને પામશે. ।।૨૪।। પાંચમું પદ – મોક્ષપદ છે શૃંગાર, કુતૂહલ ભાવ કે આનંદ ઇન્દ્રિયો તો કાયા વિના ની મોક્ષમાં, તો મોક્ષ એ શા કામનો? એવું ભવાભિનંદી બોલે, તે વિબુધ વિચારશે : ઇન્દ્રિય-સુખો દુ:ખના મૂળ, રોગના ઉપચાર છે- ૨૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ (૭૫) છ પદ-નિશ્ચય ૨૫૩ અર્થ - શરીરના અલંકાર, કપડાં આદિથી થતાં શૃંગાર, હસવા આદિ વિનોદના ભાવો કે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો આનંદ, તે શરીર વગરના મોક્ષમાં નથી. તો એવો મોક્ષ જીવને શા કામનો? એવું ભવાભિનંદી એટલે સંસારમાં આનંદ માનનાર જીવો બોલે છે. પણ તે બાબત વિબુધ એટલે જ્ઞાની પુરુષો તો એમ વિચારે છે કે તે ઇન્દ્રિય સુખો જ દુઃખના મૂળ છે અને માત્ર ઇચ્છારૂપી રોગના ઉપચાર છે. રપા તૃષા વિના પાણી ન ભાવે, ભૂખ તો ભોજન ભલું, તૃષ્ણારૂપી અગ્નિ બળે તેનું શમન સુખ-થીંગડું; જે ક્ષણિક, વિધ્રોથી ભર્યું, આઘાર પરનો માગતું, સમતા હરે ઇન્દ્રિય-સુખ તે દુઃખ બુથને લાગતું. ૨૬ અર્થ - હવે ઇન્દ્રિય સુખો કેવી રીતે રોગના ઉપચાર છે તે જણાવે છે. જેમકે તરસનું દુઃખ ન ભોગવે ત્યાં સુધી પાણી ભાવે નહીં. ભૂખનું દુઃખ પહેલા ભોગવે નહીં તો ભોજન ભલું લાગે નહીં. તે પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગવ્યા પછી પણ તેને વિશેષ મેળવવાની તૃષ્ણારૂપી અગ્નિ જ્યાં સદા બળતી રહે, એવા ક્ષણિક સુખોવડે ઇચ્છાઓનું શમન કરવું તે માત્ર સુખના થીંગડા સમાન છે; પણ વાસ્તવિક સુખ નથી. ઇન્દ્રિયસુખો ક્ષણિક છે, અનેક વિદનોથી ભરપૂર છે, સુખ માટે પરવસ્તુનો આઘાર માગે છે તથા સમતા એટલે આત્મશાંતિને જે વિકલ્પો કરાવી હરી લે એવા ઇન્દ્રિયસુખો તે બુઘ એટલે જ્ઞાની પુરુષને તો માત્ર દુઃખરૂપ ભાસે છે. //રકા ઇન્દ્રિય-વૃત્તિ જીતતાં, ઉપશમ સમાધિ-સુખ છે, તે મોક્ષ-સુખની વાનગી, અભ્યાસ પૂર્વે મોક્ષ દે; પરમાત્મપદમાં મગ્ન તેને સુખની ખામી નથી, શૃંગાર શાને તે ચહે? શાંતિ ખરી સ્ત્રી તો કથી. ૨૭ અર્થ - ઇન્દ્રિયના વિષયોને જીતવાથી પ્રગટેલ ઉપશમસ્વરૂપ સમાધિસુખ એટલે આત્માની સ્વસ્થતા, તે મોક્ષસુખની વાનગી છે. તેના બળે સંપૂર્ણ વિષયકષાયને જીતવાનો અભ્યાસ કરવાથી જીવ મોક્ષને પામે છે. જે પરમાત્મપદમાં એટલે સ્વરૂપાનંદમાં મગ્ન છે તેને સુખની કંઈ ખામી નથી. એવા જ્ઞાની પુરુષો શરીરના બનાવટી શ્રૃંગારને કેમ ઇચ્છે? તેઓ આત્મશાંતિરૂપ ખરી સ્ત્રીને પામી ગયા. તેથી પરાધીન, ક્ષણિક, વિનોથી ભરપૂર એવા ઇન્દ્રિયસુખ પ્રત્યે તેમની ઇચ્છા નથી. //રશા ક્લેશ ઘટતાં સુખ વઘતું દેખાય, તે ઉત્કૃષ્ટ જ્યાં, તે પૂર્ણ પદને મોક્ષ માનો, સર્વ કર્મો જાય ત્યાં; તન-મન તણાં દુઃખો ગયે, ગંભીર શાંત સમુદ્ર શો ત્યાં ચંદ્ર-ચંદ્રિકા સમો આત્મા સહજ સુખ-શામ જો. ૨૮ અર્થ :- સંસારના કષાય ક્લેશ ઘટતાં જીવને આત્માનું સુખ વઘતું જણાય છે. તે સુખ જ્યાં ઉત્કૃષ્ટતાને પામે તે પૂર્ણ પદને મોક્ષ માનો; કે જ્યાં સર્વ કર્મોનો નાશ થાય છે. શારીરિક કે માનસિક સર્વ દુઃખોનો નાશ થવાથી આત્મા શાંત બની સમુદ્ર જેવો ગંભીર થાય છે તથા ચંદ્રમાની શીતળ ચાંદની સમાન પોતાની નિર્મળ સહજ સુખધામ અવસ્થાને સર્વકાળને માટે પામે છે. [૨૮ાા Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ના જન્મ-મૃત્યુ મુક્ત ઑવને, પૂર્ણ શુદ્ધિ શાશ્વતી. સિદ્ધિ અનાદિ કાળ સમ; સાદિ, અનંત જુદી રીતિ. લોક-શિખરે સિદ્ધ જીંવ સૌ, બહુ દીપ-તેજ-સમૂહ શા, જ્યાં એક ત્યાં જ અનંત વસતા, એમ હોય વિરોઘ ના. ૨૯ અર્થ - મોક્ષમાં વિરાજમાન મુક્ત જીવને જન્મ કે મરણ નથી. તેને શાશ્વતી પૂર્ણ આત્મશુદ્ધિ પ્રાપ્ત થયેલ છે. અનાદિકાળથી જીવો સિદ્ધિને પામતા આવ્યા છે. તેના સમાન આ જીવની પણ પૂર્ણ શુદ્ધિ થવાથી મોક્ષની સાદિ થઈ અર્થાત્ શરૂઆત થઈ, પણ હવે તેનો કોઈ કાળે અંત આવશે નહીં. એવા અનંત મોક્ષસુખને પામ્યા તે જુદી રીતિ છે અર્થાત્ તે કોઈ રીતે પણ પાછો કદી અવતાર લેશે નહીં. પણ ત્યાં જ અનંત કાળ સુધી આત્માના અનંત સુખમાં બિરાજમાન રહેશે. લોકના શિખરે એટલે લોકાંતે સર્વ સિદ્ધ જીવો જાણે ઘણા દીપકનો તેજ સમૂહ એકઠો થયો હોય તેમ બિરાજે છે. જ્યાં એક સિદ્ધ છે તે જ સ્થાને અનંત સિદ્ધો વસે છે, છતાં પરસ્પર કોઈ વિરોઘ આવતો નથી; કારણ કે તે બઘા અરૂપી છે. રિયા આ મોક્ષતત્વે જે ઘરે શ્રદ્ધા, સુઘર્મે તે ટકે, મુમુક્ષતા તે યોગ મોટો સક્રિયા સાથી શકે; આ પાંચ પદને જે વિચારે, તે જ તૈયારી કરે, પોતે કમર કસી મોક્ષ લેવા; પાછી પાની ના ઘરે. ૩૦ અર્થ :- આ મોક્ષ તત્ત્વમાં જે શ્રદ્ધા ઘરાવે તે જ સઘર્મમાં ટકી શકે. એવા મોક્ષપદને પામવા મુમુક્ષુતા પ્રાપ્ત કરવી તે મોટી યોગ્યતા છે; જેના વડે જીવ સક્રિયાને સાધી શકે. આ મોક્ષ સુધીના પાંચ પદને જે સમ્યક્ પ્રકારે વિચારે તે જ આત્મા મોક્ષ મેળવવા માટે તૈયારી કરી શકે. અને તે જ પોતે કમર કસી મોક્ષ લેવા મથે અને પાછી પાની કદી કરે નહીં. If૩૦ના છઠું પદ - તે મોક્ષનો ઉપાય છે નાસ્તિક સરખા બોલતા : “ઉપાય મોક્ષ તણો નથી; સર્યું હશે તો પામશું, કોટી ઉપાય કરો મથી.” ચક્રાદિ સાઘનથી ભલા, કુંભાર જો વાસણ કરે; તું આમ માની ઢીલ ઘમેં આદરી આળસ ઘરે. ૩૧ અર્થ :- નાસ્તિક જેવા લોકો એમ કહે છે કે આ મોક્ષ પ્રાપ્તિનો કોઈ ઉપાય નથી. ભાગ્યમાં જેવું લખ્યું હશે તેવું જ પામીશું; ભલે મથીને તમે કરોડો ઉપાય કરો. જુઓ સર્જિત હતું તો માટીમાંથી ચક્ર, દંડ અને કુંભારવડે ઘડો બની ગયો. તું આમ માનીને ઘર્મના કામમાં ઢીલ કરે કે આળસ કરે પણ તે યોગ્ય નથી. /૩૧ાા. તૃપ્તિ હશે જો સર્જી તો, આહાર વિના પણ થશે, એવું ગણી ના બેસતો તું; કેમ ખાવાને ઘસે? કારણ વિના ના કાર્ય થાયે, એમ તુજ વર્તન કહે, ઉદ્યમ કરે છે પાપ-કર્મો, ઘર્મ દૈવાથન લહે. ૩૨ અર્થ :- તેની સાથે તું એમ કેમ માનતો નથી કે જો મને તૃપ્તિ થવાની લખેલી હશે તો તે આહાર Page #59 -------------------------------------------------------------------------- ________________ (૭૫) છ પદ-નિશ્ચય ૨ ૫ ૫ વગર પણ થઈ જશે. એવું માની તું કેમ બેસી રહેતો નથી; અને ખાવા માટે કેમ દોડે છે. પણ કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. એમ તારું જ વર્તન જણાવે છે. પાપકાર્યમાં તો તું ઉદ્યમ કરે છે અને ઘર્મકાર્ય ભાગ્યને આધીન જણાવે છે. એ તારી માન્યતા મિથ્યા છે; યથાર્થ નથી. ૩રા સમ્યક ગુણો જે જ્ઞાન, દર્શન, ધ્યાન, સંયમરૂપ જે, તે મોક્ષ-કારણ સત્ય છે; ત્યાં કેમ સંશય થાય છે? સૌ સત્ય કારણ સાઘતા, પણ મોક્ષ સાથે ના મળે, તો કેમ ફળમાં ભેદ દીસે? એ જ સંશય ના ટળે. ૩૩ અર્થ - મોક્ષપ્રાપ્તિના સાચા કારણો જે સમ્યકજ્ઞાન, દર્શન, ધ્યાન, સંયમરૂપ આત્માના ગુણો છે; તેમાં તને કેમ સંશય થાય છે? તેના જવાબમાં જિજ્ઞાસુ કહે છે કે સર્વ જીવો મોક્ષના સાચા કારણો સાધતા છતાં બઘાને મોક્ષ સાથે કેમ મળતો નથી. મોક્ષ પ્રાપ્તિના ફળમાં ભેદ કેમ દેખાય છે? અર્થાતુ કોઈ જલ્દી મોક્ષ પામે અને કોઈ લાંબા કાળે પામે. એ શંકા મને થાય છે; તે ટળતી નથી. [૩૩ના બહુ કર્મરૂપી ઇંઘનોને કાળ બહુ બળતાં થતો, ને અલ્પ સંચય હોય તે તો અલ્પ કાળે બળી જતો; કારણ વિષે છે સત્યતા જો, તુર્ત પુરુષાર્થે વળો, વર્ષા થતાં ખેડૂત વાવે ઘાન્ય; નરભવ આ કળો. ૩૪ અર્થ - કર્મરૂપી લાકડા ઘણા હોય તો તેને બળતાં ઘણો કાળ જાય અને અલ્પ કર્મોનો સંચય હોય તો અલ્પ કાળમાં તે બળી જાય. માટે જો તમે પામેલા મોક્ષના કારણો સાચા હોય, તો તુર્ત પુરુષાર્થને આદરો. જેમ વરસાદ થતાં ખેડૂત ઘાન્યની વાવણી કરે છે, તેમ મોક્ષ મેળવવા માટે આ નરભવને સીજન સમાન જાણી અમૂલ્ય અવસરનો હવે જરૂર લાભ લઈ લો. If૩૪ સમ્યક ગુણો સાથી ગયા મોક્ષે ઘણા, તે આદરો; વૈરાગ્ય, ભક્તિ આદિ સાઘન સુગુરુ-આજ્ઞાથી કરો, એકાંત વાદ ના ખળો, સ્વાવાદ સત્ય બતાવતો, સર્વજ્ઞ-વાણી ભવ-કપાણી જાણ શૌર્ય બઢાવજો. ૩૫ અર્થ – સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર આદિ ગુણોને સાધ્ય કરી ઘણા પૂર્વે મોક્ષે ગયા. તે માર્ગને તમે પણ આદરો. તથા વૈરાગ્ય, ભક્તિ આદિ મોક્ષના સાઘન સગુરુ આજ્ઞાનુસાર કરો. એકાંતવાદમાં કદી ખળી રહેશો નહીં. પણ સ્યાદ્વાદયુક્ત વીતરાગ માર્ગ જ સત્યને બતાવનાર છે. તે સ્યાદ્વાદ સર્વજ્ઞ પુરુષો દ્વારા ઉપદિષ્ટ વાણીમાં રહેલ છે. માટે ભગવાનની વાણીને સંસાર હણવા અર્થે કૃપાણી એટલે તલવાર સમાન માની, તે પ્રમાણે વર્તવા આત્મશૌર્ય એટલે આત્માની શૂરવીરતામાં વિશેષ વૃદ્ધિ કરજો. ૩પી. સૌ દર્શનો છે રત્ન છૂટાં, સૂત્ર આ સ્યાદ્વાદથી માળા મનોહર મોક્ષ-સુખો આપતી ઉલ્લાસથી કુળાગ્રહો તર્જી સત્ય પામો એ જ અંતે વિનતી, સંક્લેશથી જગ દુઃખી છે, તે ક્લેશ ટાળે સુમતિ. ૩૬ અર્થ – બીજા બધા દર્શનો એટલે ઘર્મો તે છૂટા રત્ન સમાન છે. તે બધા ઘર્મોને સ્યાદ્વાદરૂપી Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સૂત્રમાં એટલે દોરામાં ગુંથવાથી મનોહર માળા બને છે. તે સ્યાદવાદરૂપ માળા વસ્તુના વાસ્તવિક તત્ત્વને બતાવી, આત્માને ઉલ્લાસિત કરી, મોક્ષના સુખોને આપે છે. માટે કુળના આગ્રહો તજી, બઘા સત્ય આત્મતત્ત્વને પામો. એ જ અંતે અમારી સર્વને વિનતી છે. કેમકે મતાગ્રહ આદિમાં રાગદ્વેષ વગેરેના સંક્લેશ પરિણામથી આખું જગત દુઃખી છે. તે કષાય ક્લેશને કોઈ સન્મતિમાન જ ટાળી શકે. ૩૬ાા સમ્યક્ સમજ નિત્યે વસે આ છ પદના વિચારમાં, સંક્ષેપથી સુણી હવે રુચિ ઘરો વિસ્તારમાં. આત્માનુભવી મોટા પુરુષે વાત કહી, લ્યો લક્ષમાં; “મારું જ સારું” માન ના ઊંઘો મહાગ્રહ-પક્ષમાં. ૩૭ અર્થ:- આ છ પદના વિચારમાં હમેશાં સાચી સમજ સમાયેલી છે. તેને સંક્ષેપમાં અહીં સાંભળી. હવે આ છ પદનો વિસ્તાર જાણવામાં રુચિ ઉત્પન્ન કરો. આત્માનુભવી મોટા જ્ઞાની પુરુષોએ આ વાત કહી છે; માટે તેને જરૂર લક્ષમાં લ્યો. “મારું જ સારું.' એમ માની હવે મતાગ્રહના પક્ષમાં ઊંઘો નહીં, પણ જાગૃત થાઓ. |૩૭ના “સારું જ મારું” માનવું છે, એમ ઘારી શોઘજો; જ્યાં સત્ય વિચારે ઠરે મન, સત્ય તે આરાઘજો. આ દોષઃ “હું, મારું” અનાદિ સ્વપ્ર સમ, તે ટાળજો, તે ટાળવા આ છ પદ ભાખ્યાં; સુજ્ઞ જન, મન વાળજો. ૩૮ અર્થ :- “જે સારું તે મારું' એમ ઘારીને સત્યની શોઘ કરજો. અને જ્યાં સત્ય મળી આવે. અને તેના વિચારવડે મન જો શાંતિ પામે, તો તે સત્યને જ આરાધજો. ‘હું અને મારું આ દોષ અનાદિકાળનો છે, તે સ્વપ્ન સમાન છે. સ્વપ્નમાં જોયેલું તે જાગતા મિથ્યા કરે છે, તેમ યથાર્થ રીતે જોતાં આ દેહમાં ‘હું' પણાની અને કુટુંબ ઘનાદિમાં મારાપણાની માન્યતા આ દેહ છોડતાં મિથ્યા ઠરે છે. માટે એવી મિથ્યા માન્યતાને ટાળજો. તે ટાળવા માટે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તેથી સુજ્ઞ પુરુષો આ માન્યતાને સ્વીકારવા તરફ પોતાના મનને અવશ્ય વાળજો. ૩૮ રે! માત્ર પોતાનું સ્વરૂપ, તે સ્વપ્ર-ભાવથી ભિન્ન છે, ઑવ એ પરિણામે પરિણમતાં પરમ સમ્યકત્વ લે; સમ્યકત્વ પામી મોક્ષ પામે, લાભ એ મોટો ગણો! વિનાશી, અન્ય અશુદ્ધ ભાવોમાં જતો ભવ આપણો- ૩૯ અર્થ - અરે! એ પોતાનું આત્મસ્વરૂપ તો અહંભાવ મમત્વભાવરૂપ સ્વપ્નદશાથી સાવ ભિન્ન છે. જીવ જો એ ભાવોમાં સદા રમે તો પરમ સમ્યત્વ એટલે આત્મ અનુભવરૂપ સમ્યક્દર્શનને પામે. પછી કર્મનો ક્ષય કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષને પામે. જો સમકિતની પ્રાપ્તિ થઈ જાય તો આ ભવમાં મોટો લાભ પ્રાપ્ત થયો એમ ગણવા યોગ્ય છે. નહીં તો વિનાશી એવા પૌદ્ગલિક પદાર્થના મોહમાં કે રાગદ્વેષરૂપ અશુદ્ધ ભાવોમાં આપણો આ મનુષ્ય ભવ વ્યર્થ જઈ રહ્યો છે, તે વિચારવા યોગ્ય છે. ૩૮ાા ત્યાં હર્ષ શો? કે શોક શો? વિવેકી જન વિચારતાઃ “સ્વ-સ્વરૃપ વિષે જત્તેર વસતી પૂર્ણતા ને શુદ્ધતા; Page #61 -------------------------------------------------------------------------- ________________ (૭૬) મોક્ષ-માર્ગની અવિરોઘતા ૨ ૫૭ ઉપકાર સદ્ગ તણો વિવેક ના વિસારતા, તેની જ ભક્તિથી સુદર્શન આદિ સૌ લાભો થતા. ૪૦ અર્થ – વિનાશી અને આત્માથી પર એવા પૌદ્ગલિક પદાર્થો નિમિત્તે શો હર્ષ કરવો? કે શોક કરવો? એમ વિચારતાં, વિવેકી પુરુષોને સ્વસ્વરૂપને વિષે જ સર્વ ગુણોની પૂર્ણતા અને શુદ્ધતા જણાય છે. આ બધી સમ્યક્ સમજણ આપનાર એવા સદ્ગુરુ ભગવંતનો ઉપકાર તે વિવેકીજનો કદી ભૂલતા નથી. તે સદ્ગુરુની ભક્તિથી જ સમ્યક્દર્શન આદિ સર્વ લાભો પ્રાપ્ત થાય છે, એમ દૃઢપણે માનવું. I૪૦ના છ પદનો નિશ્ચય થયે જીવને મોક્ષમાર્ગ મેળવવાની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે મોક્ષમાર્ગમાં કયા કયા પ્રકારના વિદ્ગો નડે છે, અને તેને કેમ દૂર કરવાં કે જેથી મોક્ષમાર્ગ અવિરોઘ થાય; તે આ પાઠમાં જણાવવામાં આવે છે – (૭૬) મોક્ષ-માર્ગની અવિરોઘતા (લાવણી. હે! નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો–એ રાગ) શ્રી રાજચંદ્ર પ્રભુ-ચરણકમળમાં મૂકું, મુજ મસ્તક ભાવે, ભક્તિ નહીં હું ચૂકું; આ કળિકાળમાં મોક્ષમાર્ગ ભુલાયો, અવિરોઘપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. ૧ અર્થ :- શ્રી રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું ભાવપૂર્વક મસ્તક નમાવીને પ્રણામ કરું છું. તેમની ભક્તિ કરવાનું હું કદી ચૂકું નહીં. કારણ વર્તમાન કળિકાળમાં મૂળ મોક્ષમાર્ગ ભુલાઈ ગયો તેને આપે અવિરોઘપણે એટલે સ્યાદ્વાદપૂર્વક સમજાવીને અમારા ઉપર અત્યંત ઉપકાર કર્યો છે. /૧ જન “ઘર્મ, ઘર્મ કહીં કર્મ ઉપાર્જી ભટકે, તે મોક્ષમૂર્તિ સમ સદ્ગુરુ મળતાં અટકે, મહા પુણ્ય યોગથી એવા સગુરુ મળતા, તો યોગ્ય બનીને મોક્ષમાર્ગ જન કળતા. ૨ અર્થ:- લોકો “ઘર્મ ઘર્મ' કહી, ઘર્મને નામે કર્મ ઉપાર્જન કરીને સંસારમાં ભટકે છે. આત્મપ્રાપ્તિના લક્ષ વગરની ક્રિયામાં જીવે ઘર્મ માન્યો છે. પણ ઘર્મનો મર્મ શું છે તેને જાણતા નથી. “ઘર્મ ઘર્મ કરતો જગ સહુ ફિરે, ઘર્મ ન જાણે હો મર્મ જિનેસર.” -શ્રી આનંદઘનજી છૂટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ; નહીં ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.” -શ્રીમદ્ રાજચંદ્ર ““ઘર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોઘનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોઘનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતરસંશોઘન કોઈક મહાભાગ્ય સગુરુ અનુગ્રહે પામે છે.” (વ.પૃ.૧૭૮) “સાપ ઘમો માળ, તવો’ | આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ. આચારાંગ સૂત્ર (વ.પૃ.૨૬૦) મોક્ષની મૂર્તિ સમાન સદગુરુ ભગવંતનો જો પૂર્વકત કર્માનુસાર ભેટો થઈ જાય તો જીવ નવીન કર્મ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ઉપાર્જન કરતો અટકે. મયણાસુંદરીને સદગુરુ ભગવંતનો યોગ મળવાથી “હું આપકર્મી છું' એમ પિતાને જણાવ્યું. જ્યારે સૂરસુંદરી મિથ્યા શાસ્ત્રો ભણવાથી ‘હું બાપકર્મી છું' એમ કહ્યું. પૂર્વભવોમાં મહાન પુણ્યના ઢગલા ભેગા થાય ત્યારે એવા સગુરુ ભગવંતનો યોગ મળે છે. તેથી જીવો કષાયભાવોને ઉપશમાવી, યોગ્ય બની મોક્ષમાર્ગને પામે છે. રાા વિતરાગ પરમ પુરુષ સમાગમ વિના, જીંવ થાય મુમુક્ષુ કેમ ઉપાસ્યા વિના? તે વિના મળે ના સમ્યક જ્ઞાન કહીંથી; તે વિના ક્યાંથી જ સમ્યક દર્શન રીતિ? ૩ અર્થ - વીતરાગ પરમ પુરુષના સમાગમ વિના અને તેમની આજ્ઞા ઉપાસ્યા વિના જીવ મુમુક્ષતા કેમ પામે? તથા સત્પરુષના સમાગમ વિના સમ્યકજ્ઞાન કોઈ ઠેકાણે મળી શકે નહીં. અને કારણરૂપ સમ્યકજ્ઞાન વિના સમ્યક્દર્શનની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય? એ જ અનાદિની રીતિ છે. સા. તે વિના ચારિત્ર સમ્યક ક્યાંથી પામો? નહિ બીજે ક્યાંયે ત્રણે વસ્તુનાં ઘામો. તે ત્રણે અભેદે મોક્ષમાર્ગ અવિરોઘી, કળિકાળ-ર્જીવો, લ્યો યથાશક્તિ આરાશી. ૪ અર્થ :- સભ્યદર્શન વિના સમ્યક્યારિત્ર પણ ક્યાંથી પામો? સત્પરુષ વિના બીજે ક્યાંય આ ત્રણેય વસ્તુઓ મળી શકે એમ નથી. સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેય ગુણો આત્માથી ભિન્ન નથી; નિશ્ચયનયથી જોતાં ત્રણેય આત્મામાં જ છે. સમ્યક્દર્શનાદિ ત્રણેય ગુણો જ્યારે અભેદરૂપે આત્મામાં પ્રવર્તે ત્યારે તે અવિરોઘી એટલે જેમાં કાંઈ વિરોઘ ન આવે એવા મોક્ષમાર્ગને પામ્યો અથવા પોતાના નિજ સ્વરૂપને પામ્યો એમ ગણાય છે. માટે હે કળિકાળના જીવો! એ રત્નત્રયને યથાશક્તિ આરાથી તમે મોક્ષમાર્ગને પામો. |જા આજ્ઞા જ્ઞાનીની ભવ તરવાનો સેતુ છે જન્મ, જરા ને મરણ મુખ્ય દુખ-હેતુ. તે દુઃખનો આત્યંતિક અભાવ શી રીતે? તે ના સમજ્યાથી ઑવ વર્તે વિપરીતે. ૫ અર્થ - જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવી તે ભવસાગર તરવા માટે સેતુ એટલે પુલ સમાન છે. આ સંસારમાં જન્મ, જરા અને મરણ એ મુખ્ય દુઃખના હેતુ છે. તે દુઃખનો આત્યંતિક એટલે સંપૂર્ણ અભાવ શી રીતે થાય? તે ન સમજવાથી જીવ વિષયકષાયમાં સુખમાની વિપરીતપણે પ્રવર્તે છે. //પા વિપરીત ઉપાયે દુઃખ-સંતતિ વઘતી, તે દુઃખ ટાળવા ગ્રહે વળી દુબરીતિ. દુખ આકુળતાઑપ, ઇચ્છા જનની તેની, માટે આકુળતાથી એ આકુળતા શેની? ૬ અર્થ - ખરા સુખના ઉપાયો ન મળવાથી પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખની કલ્પના કરીને જીવ દુઃખની પરંપરાને વઘારે છે. વિષયોની ઇચ્છાનું દુઃખ ટાળવા જતાં વળી આધિ, વ્યાધિ અને ઉપાધિ વળગે છે. તેથી આકુળતા વધે છે. અને આકુળતા એ જ ખરું દુઃખ છે. જ્યારે નિરાકુળતા એ ખરું સુખ છે. આકુળતારૂપ દુઃખને જન્મ આપનારી જનની તે ઇચ્છા છે. તે ઇચ્છાઓ ભોગો ભોગવવાથી વિશેષ વધે છે પણ ઘટતી નથી. માટે ઇચ્છાઓની આકુળતાને ભોગો ભોગવી તૃપ્ત કરવાથી તે આકુળતા મટતી નથી પણ વિશેષ વર્ધમાન થાય છે. દા. નિજ ઇચ્છા મુજબ જો જગ આખું ચાલે, નહિ તો ય સર્વથા નિરાકુળ ર્જીવ હાલે; સુખ દેવગતિમાં માગ્યું સર્વ મળે છે, ત્યાં ઇચ્છા નવ નવ જાગ્યે કળ ન વળે છે. ૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ (૭૬) મોક્ષ-માર્ગની અવિરોઘતા ૨૫૯ અર્થ - પોતાની ઇચ્છા પ્રમાણે જો આખું જગત ચાલે તો પણ જીવ સર્વથા નિરાકુળ સુખને અનુભવી શકે નહીં. જેમકે દેવગતિમાં જીવને માંગ્યું સુખ સર્વ મળે છે તો પણ ત્યાં નવી નવી વસ્તુઓને મેળવવાની ઇચ્છા ફરી ફરી જાગૃત થવાથી કંઈ કળ વળતી નથી; અર્થાત્ મિથ્યાવૃષ્ટિ જીવ ત્યાં પણ શાંતિ પામતો નથી. IIળા કોઈ દ્રવ્ય નહિ પર આઘીન પરિણમતું, નહિ તેથી સદા નિજ નિર્ધાર્યું કૈં બનતું; પણ ભાવ ઇચ્છાદિ ઑવ દૂર કરવા ઘારે, તો ભાવ ઉપાઘિક પુરુષાર્થે નિવારે. ૮ અર્થ - કોઈપણ દ્રવ્ય પર પદાર્થને આધીન પરિણમતું નથી. જેમકે પુદ્ગલ પરમાણુનું પરિણમન પુદગલ દ્રવ્યમાં જ હોય અને ચેતન એવા આત્માનું પરિણમન ચૈતન્ય પ્રદેશમાં જ હોય. સર્વ દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે. દા. “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં; છોડી આપ સ્વભાવ.” -શ્રીમદ્ રાજચંદ્ર તેથી પોતાનું ઘારેલું કંઈ હમેશાં બનતું નથી. જેમકે મારું શરીર સદા સ્વસ્થ રહો, મને ઇષ્ટનો વિયોગ ન થાઓ, અનિષ્ટનો સંયોગ ન થાઓ, મને કદી રોગ ન આવો, એમ ઘારવા છતાં હમેશાં તેવું બનતું નથી. તેવું બનવું શુભાશુભ કર્મના ફળ ઉપર આધારિત છે. પણ જીવ શરીરને સ્વસ્થ રાખવા વગેરેના ભાવો કે તેવી ઇચ્છાઓને દૂર કરવા ઘારે તો કરી શકે. તે તે નિમિત્તોમાં થતાં રાગદ્વેષાદિ ઔપાથિક ભાવોને પુરુષાર્થના બળે નિવારી શકે. જ્ઞાનીપુરુષો શુભાશુભ કર્મના ફળમાં રાગદ્વેષ ન કરવાથી આ સંસારમાં રહ્યા છતાં કર્મબંધનથી છૂટે છે. દા. કહે "કાળ-લબ્ધિ વળ ભવિતવ્યતા પાળે, ને પુરુષાર્થ પણ કર્મ-શમનથી જાગે; હીન પુરુંષાર્થની વાત મુમુક્ષુ ન સુણે, કર સપુરુષાર્થ જ, ગ્રહ્યો હાથ છે કુણે? ૯ અર્થ – કોઈ એમ કહે કે કાળ-લબ્ધિ એટલે ભવસ્થિતિ પાકશે અને બીજું કારણ ભવિતવ્યતા એટલે નિયતિ અર્થાત્ હોનહાર હશે તો જ કાર્યસિદ્ધિ થશે. વળી કાર્યસિદ્ધિમાં ત્રીજું કારણ જીવનો પુરુષાર્થ છે. તો તે પણ કર્મનો ઉદય શમશે ત્યારે આપોઆપ પુરુષાર્થ ઉપડશે. એના જવાબમાં જ્ઞાની પુરુષો કહે છે કે આવા હીન પુરુષાર્થની વાત મુમુક્ષુ કદી સાંભળે નહીં. કાર્યસિદ્ધિ માટે પુરુષાર્થ જ કર. સપુરુષાર્થ કરતાં તારો હાથ કોણે પકડ્યો છે? “પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ઘર્મ સેવ્યા જવો. તેમ છતાં પૂર્વ કર્મ નડે તો શોક કરવો નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૨૦૧) એ ત્રણ કારણો મળે જ કાર્ય બને છે. કાળ-લબ્ધિ, ભવિતવ્ય શી ચીજ ગણે છે? જો, કાળ-લબ્ધિ-જે કાળે કાર્ય બને છે, જો, ભવિતવ્યતા–થનાર કાર્ય થયું એ. ૧૦ અર્થ - કાળ-લબ્ધિ, ભવિતવ્યતા અને પુરુષાર્થ એ ત્રણેય કારણો મળવાથી જ કાર્ય બને છે. એ વાત સાચી છે. તથા સાથે પૂર્વકૃત અને વસ્તુનો તેવો સ્વભાવ પણ જોઈએ. લોકો કાળ-લબ્ધિ અને ભવિતવ્યતાને શી ચીજ ગણે છે? કાળ-લબ્ધિ એટલે જે કાળે કાર્ય બને તે કાળ-લબ્ધિ અથવા ભવસ્થિતિ. અને ભવિતવ્યતા એટલે થનાર કાર્યનું થવું તે અથવા હોનહાર. એવું બીજું નામ નિયતિ પણ છે. જેમકે શ્રીરામમાં રાજ્ય સંભાળવાની યોગ્યતા આવવાથી રાજ્યાભિષેક થવાની કાળ-લબ્ધિ પાકી ગઈ પણ ભવિતવ્યતા એટલે હોનહાર અથવા બનવાકાળ ન હોવાથી તેમાં વિદન આવ્યું અને રાજ્યાભિષેક થવાને Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ બદલે વનવાસ પ્રાપ્ત થયો. ૧૦ગા. જો, કર્મતણું ઉપશમન આદિ જડ શક્તિ, કરે જીંવ-પુરુષાર્થ જ સકળ કાર્યની વ્યક્તિ; સ્વાથન જ પુરુષાર્થ ગણ સંતો ઉપદેશે, સુણી ઉદ્યમ કરતાં કાળ-લબ્ધિ ઑવ લેશે. ૧૧ અર્થ - કર્મોનું ઉપશમન એટલે ઘટવું કે વઘવું તે રૂપ જે ક્રિયા થાય, તે જડ એવા કર્મની શક્તિ વડે જડમાં જ થાય. પણ જીવનો ભાવરૂપ પુરુષાર્થ જ સર્વકાર્યની સિદ્ધિ કરવામાં કારણભૂત છે. તે પુરુષાર્થ પોતાને જ આધીન છે. એમ જાણીને મહાપુરુષો તેનો ઉપદેશ કરે છે. તે સાંભળીને જે સપુરુષાર્થ કરશે તે જીવની કાળ-લબ્ધિ એટલે ભવસ્થિતિ પરિપક્વતાને પામશે. જેમકે શ્રી ગજસુકુમારને એક હજાર ભવ જેટલા કર્મ બાકી હતા પણ પુરુષાર્થ કર્યો તો બે ઘડીમાં સર્વ કર્મ નષ્ટ કરી મુક્તિને મેળવી લીધી. “આત્મા પુરુષાર્થ કરે તો શું ન થાય? મોટા મોટા પર્વતોના પર્વતો છેદી નાખ્યા છે, અને કેવા કેવા વિચાર કરી તેને રેલવેના કામમાં લીઘા છે! આ તો બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચારવો એ કાંઈ બહારની વાત નથી. અજ્ઞાન છે તે માટે તો જ્ઞાન થાય. અનુભવી વૈદ્ય તો દવા આપે, પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; તેમ સગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે.” જીવને સંસારી આલંબનો, વિટંબણાઓ મૂકવાં નથી; ને ખોટાં આલંબન લઈને કહે છે કે કર્મના દાળિયાં છે એટલે મારાથી કાંઈ બની શકતું નથી. આવા આલંબનો લઈ પુરુષાર્થ કરતો નથી. જો પુરુષાર્થ કરે, ને ભવસ્થિતિ કે કાળ નડે ત્યારે તેનો ઉપાય કરીશું; પણ પ્રથમ પુરુષાર્થ કરવો. સાચા પુરુષની આજ્ઞા આરાઘે તે પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે.” “પાંચ કારણો મળે ત્યારે મુક્ત થાય. તે પાંચ કારણો પુરુષાર્થમાં રહ્યાં છે. અનંતા ચોથા આરા મળે, પણ પોતે જો પુરુષાર્થ કરે તો જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યો નથી. બઘાં ખોટા આલંબનો લઈ માર્ગ આડાં વિઘ્નો નાખ્યા છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ પાકી જાણવી. શુરાતન હોય તો વર્ષનું કામ બે ઘડીમાં કરી શકાય.” (વ.પૃ.૭૨૪) //૧૧ પુરુષાર્થ કર્યા વણ ક્યાંથી કારણ મળશે? ના મોક્ષ-ઉપાય વિના નરભવ-ત્તક ફળશે. સુણી સદુપદેશ જ નિર્ણય સાચો કરવો; સપુરુષાર્થ ગણ્યો તે જરૂર ભ્રમ હરવો. ૧૨ અર્થ :- સપુરુષાર્થ કર્યા વિના શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા આદિ મોક્ષના કારણ ક્યાંથી મળશે? અને મોક્ષનો ઉપાય કર્યા વિના આ અમૂલ્ય મનુષ્યભવની મળેલી તક પણ કેવી રીતે ફળશે? માટે આવા સદુપદેશને સાંભળી આત્મકલ્યાણ કરવાનો પ્રથમ સાચો નિર્ણય કરવો. તેને મહાપુરુષોએ સપુરુષાર્થ ગણ્યો છે. તે કરીને અનાદિની આત્મભ્રાંતિને જરૂર દૂર કરવી. પુરુષાર્થ કરે તો કર્મથી મુક્ત થાય. અનંતકાળનાં કર્યો હોય, અને જો યથાર્થ પુરુષાર્થ કરે તો કર્મ એમ ન કહે કે હું નહીં જાઉં. બે ઘડીમાં અનંતા કર્મો નાશ પામે છે. આત્માની ઓળખાણ થાય તો કર્મ નાશ પામે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૯) “તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને આશીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે; તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં Page #65 -------------------------------------------------------------------------- ________________ (૭૬) મોક્ષ-માર્ગની અવિરોઘતા ૨૬૧ ડર શાનો? વાદવિવાદ કે મતભેદ શાનો? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે.” (વ.પૃ.૭૭૨) ૧૨ાા “હે! નાથ, ન નિર્ણય કર્મ-ઉદયથી બનતો.” સદ્ગુરુ ઉત્તર દે“પામ્યો છે તું મન, જો; જીંવ-જંતુ મન વણ વિચાર કરી ના શકતા, સાંસારિક નિર્ણય તો જન મનથી ઘડતા. ૧૩ અર્થ - જિજ્ઞાસુ કહે : “હે નાથ! મારા કર્મના ઉદયથી હું આત્મકલ્યાણ કરવાનો નિર્ણય કરી શકતો નથી.” ત્યારે સદ્ગુરુ ઉત્તરમાં જણાવે છે કે તું મન પામ્યો છે ને. મન વગર અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો વિચાર કરી શક્તા નથી. જ્યારે તું તો મનસહિત હોવાથી સાંસારિક નિર્ણયો બઘા ઘડે છે. (૧૩) તું તે જ શક્તિ જો ઘર્મ-વિચારે જોડે, તો નિર્ણય સાચો બને કર્મ સૌ તોડે.” જિજ્ઞાસું વનવે : “મોહ હણે સમકિતને, સમકિત વિના ના દીક્ષા ફળ દે અમને.” ૧૪ અર્થ - તું તે જ નિર્ણય કરવાની શક્તિને જો ઘર્મ વિચારમાં જોડે તો જરૂર આત્માને કલ્યાણરૂપ સાચો નિર્ણય થાય અને સર્વ કર્મને તોડી શકે. ત્યારે જિજ્ઞાસુ વિનયપૂર્વક કહે : હે ગુરુદેવ! આ મોહનીય કર્મ અમને સમકિત થવા દેતું નથી. અને સમકિત થવા માટે “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,” સંસાર પ્રત્યે વૈરાગ્ય તથા પોતાના આત્માને જન્મમરણથી મુક્ત કરવા માટેની સ્વદયા હોવી જોઈએ; તે ભાવોને આ મોહ હણી નાખે છે. વળી સમકિત વિના જિનદીક્ષા પણ મોક્ષફળને આપતી નથી. ૧૪. ત્યાં બોઘે સદ્ગુરુ: “મુખ્ય ધ્યેય ઘર મનમાં કે તત્ત્વ તણો નિર્ણય કરવો નર-તનમાં; પુરુષાર્થ કરે જો ઘરી દાઝ મન સાચે, તો મંદ મોહ થઈ સમકિત લે વણ યાયે. ૧૫ અર્થ - ત્યાં સદ્ગુરુ ભગવંતે બોઘમાં એમ જણાવ્યું કે પ્રથમ તું મનમાં આ મુખ્ય ધ્યેયને ઘારણ કર કે મારે આ મનુષ્યદેહમાં અવશ્ય આત્મતત્ત્વનો નિર્ણય કરવો જ છે. કેમકે – “મુખ્ય અંતરાય તો તે જીવનો અનિશ્ચય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર જો મનમાં આ કાર્યની સાચી દાઝ રાખી પુરુષાર્થ કરે તો જીવનું મોહનીયકર્મ મંદ થઈ વગર માગ્યે તે સમકિતને પામે છે. ૧૫ા એ સપુરુષાર્થે મોક્ષ-ઉપાયો ફળશે, સૌ સાઘન તેથી જરૂર આવી મળશે; ના તત્ત્વ-નિર્ણયે દોષ કર્મનો કોઈ, એ ભૂલ ખરેખર્ચે તારી તેં ના જોઈ. ૧૬ અર્થ - એ આત્મતત્ત્વ સંબંધી નિર્ણય કરવાના સપુરુષાર્થથી મોક્ષના સર્વ ઉપાયો ફળીભૂત થશે. તથા આત્મકલ્યાણ કરવાના શેષ સાઘનો પણ જરૂર આવી મળશે. તારે તત્ત્વ નિર્ણય કરવો હોય તો તું કરી શકે છે. એમાં કોઈ કર્મનો દોષ નથી. એ ભૂલ ખરેખર તારી છે; પણ આજ દિવસ પર્યત તેનો તને ખ્યાલ આવ્યો નહીં. ૫.પૂ.પ્રભુશ્રીજી કહે અમે પહેલા કથાનુયોગ વાંચતા અને આનંદ માનતા પણ પરમકૃપાળુદેવ મળ્યા પછી જણાવ્યું કે તાત્ત્વિક ગ્રંથો વાંચો. હવે તો તે જ ગમે છે. /૧૬ાા. સંસાર કાર્યમાં થતી ન પુરુષાર્થ-સિદ્ધિ, પણ તોય કરે પુરુષાર્થથી ઉદ્યમ-વૃદ્ધિ; તું મોક્ષમાર્ગમાં પુરુષાર્થ ખોઈ બેસે, હજીં તેથી ન હિતપ તે તુજ ઉરમાં દીસે. ૧૭ અર્થ – સંસારના કાર્યોમાં કરેલ પુરુષાર્થની સિદ્ધિ ન થાય ત્યારે વિશેષ પુરુષાર્થ વઘારીને પણ કાર્યની સિદ્ધિ કરવા જીવ મળે છે. જ્યારે મોક્ષમાર્ગમાં તે પુરુષાર્થને ખોઈ બેસે છે. તેથી એ સિદ્ધ થાય છે કે તને હજુ આત્મતત્ત્વનો નિર્ણય સુખરૂપ છે અથવા એ વડે મારા આત્માનું કલ્યાણ થશે એ ભાવ હજુ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તારા હૃદયમાં પ્રવેશ પામ્યો નથી. /૧૭થા. જ્યાં હિત સમજે ત્યાં ઉદ્યમ બનતો કરતો, કહે મોક્ષને ઉત્તમ, પણ અણસમજે વદતો.” તે જિજ્ઞાસું કહે : “વચન, તમારું સાચું' હજીં શંકા ઉર છે, ઉત્તર તેનો યાચું. ૧૮ અર્થ - જ્યાં તું પોતાનું હિત સમજે ત્યાં તો બનતો પુરુષાર્થ કરે છે. પણ મોક્ષને ઉત્તમ કહે છે તે તો માત્ર અણસમજણથી બોલે છે. જેમ ડોસીમાં રોજ ભગવાન પાસે મોક્ષ માગે. એકવાર ડોસીમાંની પાડી મરી ગઈ ત્યારે રડવા બેઠા. તે વખતે કોઈએ આવી કહ્યું કે માજી તમે રોજ મોક્ષ માગતા હતા તે આપવાની ભગવાને શરૂઆત કરી છે. પહેલાં પાડી મરી ગઈ પછી બધું મુકવું પડશે. તે સાંભળી માજી બોલ્યા આવો મોક્ષ મારે જોઈતો નથી. મારે તો બધું રહે અને મોક્ષ મળે તો જોઈએ છે. તેના જેવું થયું. ત્યારે જિજ્ઞાસુ કહે : તમારું વચન સાચું છે. હજી મારા મનમાં શંકા છે. તેનો ઉત્તર ઇચ્છું છું. ૧૮ જો દ્રવ્યકર્મ-ઉદયે રાગાદિ થાતાં, તો દ્રવ્યકર્મ બંઘઈ સત્તામાં જાતાં; તે ઉદય થશે ત્યાં થશે ફરી રાગાદિ, ના બને મોક્ષ-ઉપાય જ, ચક્ર અનાદિ.” ૧૯ અર્થ - જિજ્ઞાસુ હવે પોતાની શંકા વ્યક્ત કરે છે. જો જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મના ઉદયથી રાગદ્વેષના ભાવો જીવને થાય છે. તેથી ફરી નવીન કર્મબંઘ થઈ તે સત્તામાં પડ્યા રહે છે. અને જ્યારે તેનો ઉદય થશે ત્યારે જીવને ફરી રાગદ્વેષાદિના ભાવો થશે. આ પ્રમાણે જોતાં મોક્ષ પ્રાપ્તિનો ઉપાય જ બની શકે નહીં. કેમકે આ ચક્ર તો અનાદિકાળથી ચાલ્યા કરે છે. ||૧૯ાા. સગુરુ કહે: “સાંભળ, કર્મ-ઉદય ના સરખો, જીંવ-પરિણતિથી પણ પૂર્વ કર્મલે પલટો; શુભ પ્રબળ ભાવથી અશુંભ પૂર્વિક કર્મો અપકર્ષણ-સંક્રમે ભજે શિથિલ ઘમ. ૨૦ અર્થ - સદ્ગુરુ કહે : તેનો ઉત્તર સાંભળ. હમેશાં કર્મનો ઉદય એક સરખો રહેતો નથી. જીવના ભાવવડે પૂર્વે કરેલા કર્મ પણ પલટાઈ જાય છે. પ્રબળ શુભભાવવડે પૂર્વે કરેલા અશુભ કર્મોનું અપકર્ષણ એટલે તેની સ્થિતિ ઘટી જાય છે અથવા સંક્રમણ એટલે પાપના દળિયા પુણ્યરૂપ થઈ જાય છે. જેમકે દ્રઢપ્રહારીએ અનેક હિંસા કરવા છતાં જ્ઞાની ભગવંતના ઉપદેશથી છ મહિના સુધી લોકોના અનેક પરિષહો સહન કરી બધા કમોને ખપાવી કેવળજ્ઞાન પ્રગટ કર્યું. અથવા શુભ ભાવોવડે કમનો ફળ આપવાનો સ્વભાવ શિથિલ થઈ જાય છે. જેમ શ્રી નમિરાજર્ષિ અને અનાથીમુનિએ કરેલ સંસાર ત્યાગના શુભ ભાવવડે તેમની વેદના શમી ગઈ. તેમજ પરમપૂજ્ય પ્રભુશ્રીજીને પાંડુરોગ થયો હતો. તેના અનેક ઉપચારો કરવા છતાં પણ જે શમતો નહોતો; તે દીક્ષા ગ્રહણ કરવાના શુભ ભાવવડે સામાન્ય ઔષઘના પડીકાં માત્રથી શમી ગયો. ૨૦ાા. શિથિલ રમે જે કર્મ ઉદયમાં આવે, નહી તીવ્ર તોષ, રોષાદિ કરી મૂંઝાવે; ત્યાં નવન બંથ પણ મંદપણે બંઘાતો, એ ક્રમ આરાધ્ય સપુરુષાર્થ સઘાતો. ૨૧ અર્થ - પછી શિથિલ થયેલા કર્મો જે મંદપણે ઉદયમાં આવે, ત્યારે તે તીવ્ર તોષ એટલે રાગ અને રોષ એટલે દ્વેષ આદિ કરાવીને જીવને મંઝવતા નથી. તેથી નવા કર્મનો બંઘ પણ શિથિલપણે બંઘાય છે. આવો ક્રમ આરાઘવાથી ક્રમે ક્રમે સપુરુષાર્થ વૃદ્ધિ પામતો જાય અને અંતે જીવ બળવાન થઈ સર્વ કર્મનો ક્ષય કરે છે. રા. Page #67 -------------------------------------------------------------------------- ________________ (૭૬) મોક્ષ-માર્ગની અવિરોધતા મન સહ સૌ ઇન્દ્રિય, જે ભવમાં જીવ પામે, ત્યાં દુઃખ-તુ-સુવિચાર થયે સુખ જામે; જો તીવ્ર ઉદય રાગાદિકનો આવ્યો તો, રાચી વિષયાદિકમાં લે ઉત્કટ બંઘો. ૨૨ અર્થ :– મન સહિત પાંચ ઇન્દ્રિયો એ ભવમાં જીવ પામે, ત્યાં પણ દુઃખ શું અને દુઃખના કારણો શું? તેનો સમ્યવિચાર ઉત્પન્ન થયે જ સાચા આત્મિક સુખની જીવને પ્રાપ્તિ થાય છે. તે ભવમાં પણ જો જીવને તીવ્ર રાગદ્વેષાદિ ભાવનો ઉદય આવી ગયો તો તે વિષયકષાયમાં રાચીને તીવ્ર કર્મબંધ કરે છે. ૨૨ા ૨૬૩ રાગાદિ ઉદય જો મંદપણે વર્તે તો, વળી મળી આવે શુભ ઉપદેશાદિ નિમિત્તો; એ બાહ્ય નિમિત્તે જીંવ ઉપયોગ લગાવે, તો ધર્મ-પ્રવૃત્તિ પુરુષાર્થે બની આવે. ૨૩ = અર્થ :— જો તે ભવમાં રાગદ્વેષાદિ ભાવોનો ઉદય મંદપણે વર્તે, જેમ પરમકૃપાળુદેવે જણાવ્યું તેમ— “મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા પાર.' શ્રીમદ્ રાજચંદ્ર વળી સદ્ગુરુ ભગવંતના ઉપદેશાદિ શુભ નિમિત્તો મળી આવે, અને તેવા બાહ્ય શુભ નિમિત્તોમાં જો જીવ પોતાનો ઉપયોગ લગાવે તો ધર્મની પ્રવૃત્તિ પુરુષાર્થવડે થઈ શકે એમ છે. ।।૨૩।ા જીવ અવસર પામી કરે તત્ત્વ-નિર્ણય જો, તો કર્મ મંદ થઈ દર્શનમો ઘટે, જો. ખાસ તત્ત્વ-નિર્ણય-કાર્ય જીવે કરવાનું, ફળ સમ્યગ્દર્શન આપોઆપ થવાનું. ૨૪ અર્થ :— જીવ આવો અવસર પામી જો આત્મતત્ત્વનો નિર્ણય કરે તો કર્મની શક્તિ મંદ થઈ દર્શનમોહ એટલે મિથ્યાત્વના દળિયા ઘટી જાય. ખાસ જીવ અજીવાદિ તત્ત્વનો નિર્ણય ક૨વાનું કાર્ય જીવે પ્રથમ કરવાનું છે. જેથી સમ્યક્દર્શનરૂપ ફળ તો આપોઆપ પ્રાપ્ત થશે. ।।૨૪।। થયે સમ્યગ્દર્શન એવી થાર્તી પ્રતીતિ : આત્મા હું, તજું રાગાદિક જોઈ શક્તિ'; ચારિત્ર મોહથી હ રાગાદિ દીસે, કી તીવ્ર ઉદયમાં વર્તે વિષયાદિકે, ૨૫ અર્થ :— સમ્યગ્દર્શન થયે જીવને એવી પ્રતીતિ એટલે શ્રદ્ધા થાય છે કે હું આત્મા છું. રાગદ્વેષ કરવાનો મારો સ્વભાવ નથી. માટે મારી શક્તિ જોઈ તે તે વિભાવિક ભાવોને મારે ત્યાગવા જોઈએ. ચારિત્ર મોઇનીયકર્મના કારણે હજુ મારામાં રાગદ્વેષાદિ ભાવો દેખાય છે અને કદી તીવ્રકર્મના ઉદયે તે વિષયાદિમાં વર્તન પણ થાય છે; પણ તે ત્યાગવા યોગ્ય છે એવો ભાવ સમ્યગ્દષ્ટિને હૃદયમાં સદા રહે છે. ।।૨પા તે મંદ ઉદયમાં ધર્મ-કાર્ય આરાધે, વા વૈરાગ્યાદિક ભાવ વિષે મન રાખે; એ શુભ ઉપયોગે વર્તન-મોહ ઘસાતો, પુરુષાર્થ વધ્યે જીવ દેશ-સર્વ વ્રી થાતો. ૨૬ અર્થ :— પણ કર્મના મંદ ઉદયમાં જો જીવ ધર્મકાર્યની આરાધના કરે અથવા વૈરાગ્યાદિ ભાવોમાં - મનને રાખે તો એવા શુભ ઉપયોગથી વર્તનમોહ એટલે વર્તનમાં જે ચારિત્રમોહ છે તે ઘસાતો જાય છે. અને તેના ફળમાં પુરુષાર્થ વર્તમાન થયે તે જીવ દેશવ્રતી એટલે શ્રાવકના વ્રતવાળો કે સર્વવ્રતી એટલે મુનિના વ્રત ધારણ કરવાવાળો થાય. ।।૨૬।। ચારિત્ર ઘરી ઘર્મ પુરુષાર્થ વધારે, પરિણતિ વિશુદ્ધ થયા કી કર્મ વિદારે; ક્રમ એવે મોઠ ગયે જ્ઞાનાવરણાદિ ઘનવાર્તી ખસ્યું, લેતા કેવળજ્ઞાનાદિ, ૨૭ અર્થ ઃ— મુનિ ચારિત્ર ઘારણ કરીને ઘર્મમાં વિશેષ પુરુષાર્થ વધારતાં તેમની પરિણતિ એટલે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ભાવ, વિશેષ વિશદ્ધિને પામશે જેથી કર્મોનો નાશ થયા કરશે. એવો ક્રમ આરાઘવાથી દશમા ગુણસ્થાનકના અંતે મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરી બારમા ગુણસ્થાનકના અંતમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મ જે આત્માના ગુણોને ઘાતે છે તેનો પણ નાશ થશે. આ ઘાતીયાકર્મનો નાશ થયે તે શુદ્ધ આત્મા કેવળજ્ઞાનાદિ જે પોતાનો સ્વભાવ છે તેને પામે છે, અર્થાત્ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંત વીર્યનો સ્વામી થાય છે. રક્ષા પછ કર્મ અઘાતી વગર ઉપાયે નાશે, સહજાન્મસ્વરૂપે સિદ્ધાલયમાં જાશે. ઉપદેશ-નિમિત્તે જીંવ પુરુષાર્થ કરે જો; સૌ કર્મ નાશ કરી શાશ્વત સુખ વરે તો. ૨૮ અર્થ - પછી નામકર્મ, ગોત્રકર્મ, આયુષ્યકર્મ અને વેદનીયકર્મ એ ચાર અઘાતીયા કર્મ એટલે જે આત્માના ગુણોને ઘાતે નહીં પણ શરીર હોય ત્યાં સુધી રહે; તે વગર પ્રયત્ન ભોગવાઈને નાશ પામે છે. જેથી સર્વ કર્મથી રહિત થયેલ આત્મા સહજાત્મસ્વરૂપને પામી સિદ્ધાલય એટલે ઉપર મોક્ષસ્થાનમાં જઈ સર્વકાળને માટે સુખશાંતિમાં બિરાજમાન થાય છે. પુરુષના ઉપદેશ નિમિત્તને પામી તત્ત્વ નિર્ણય કરવાનો જીવ જો પુરુષાર્થ કરે તો સર્વ કર્મનો નાશ કરી શાશ્વત એવા મોક્ષસુખને પામે છે. ૨૮ જૅવ કર્મ-પ્રવાહ વહે હીન પુરુષાર્થી, સરિતા-નીરે જન જેમ વહે ર્જીવિતાથ; ઊંડા જળમાં નહિ જોર જીવનું ચાલે, છીછરા જળમાં જો હાક સુણી કંઈ ઝાલે, ૨૯ અર્થ - જે હીન પુરુષાર્થ હોય તે કર્મના પ્રવાહમાં તણાઈ જાય છે, જેમ નદીના પ્રવાહમાં જીવવાની ઇચ્છાવાળો નર તણાય છે તેમ. ઊંડા જળમાં જીવનું જોર ચાલતું નથી પણ છીછરું પાણી હોય તો તેની હાક સાંભળી કોઈ તેનો હાથ પણ ઝાલી શકે. //રા તો બહાર નૌકળી શકે નહીં તો જાતો - અતિ ઊંડા જળમાં, જીવ ફરીથી તણાતો; રે! તેમ ન કાંઈ તીવ્ર ઉદયમાં બનતું, ઉપદેશ સુણી, કંઈ મંદ ઉદયમાં કર તું.” ૩૦ અર્થ - કોઈ હાથ ઝાલે તો તે છીછરા જળમાંથી બહાર નીકળી શકે. નહીં તો ફરીથી નદીનો પ્રવાહ આવતાં તેમાં તણાતો તણાતો અતિ ઊંડા જળમાં પેસી જઈ મરણ પામે છે. તેમ અરે ભાઈ! તીવ્રકર્મના ઉદયરૂપ પ્રવાહમાં જીવનું કંઈ જોર ચાલતું નથી. માટે સત્પરુષનો ઉપદેશ સાંભળી કર્મના મંદ ઉદયમાં તું કંઈ પુરુષાર્થ કર, પુરુષાર્થ કર; નહીં તો આ ભવસાગરમાં ડૂબી જઈ તું અનંતદુઃખને પામીશ. //૩૦ml. મોક્ષમાર્ગમાં આવતા વિરોઘ ટળવાથી આરાઘનાનો પુરુષાર્થ કરી શકાય છે. જેથી સનાતન એવા આત્મઘર્મની જીવને પ્રાપ્તિ થાય છે. સનાતન એટલે શાશ્વત, ઘર્મ એટલે વસ્તુનો સ્વભાવ. સનાતન ઘર્મ એટલે અનાદિકાળથી શાશ્વતરૂપે ચાલ્યો આવતો આત્માનો જ્ઞાનાદર્શનમય સ્વભાવ એ જ આત્માનો શાશ્વત ઘર્મ અથવા સનાતન ઘર્મ છે. એ આત્મઘર્મની પ્રાપ્તિ રાગ-દ્વેષ ગયાથી છે; માટે પરમકૃપાળુદેવ જણાવે છે કે “જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ઘર્મ છે.” રાગદ્વેષ જવા માટે પુરુષની શ્રદ્ધા અને તેમની આજ્ઞા ઉપાસવી, એ સનાતન આત્મધર્મ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. એ વિષે વિશેષ ખુલાસા અત્રે આપવામાં આવે છે : Page #69 -------------------------------------------------------------------------- ________________ (૭૭) સનાતન ઘર્મ ૨ ૬૫ સનાતન ઘર્મ “સાચા પુરુષની શ્રદ્ધા, પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ જ સનાતન ઘર્મ.” - પ.પૂ.પ્રભુશ્રીજી (કડખાની દેશી : પ્રભાતિયાને મળતો રાગ) આજ ગુરુ રાજને પ્રણમ અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું; આપ તો શુદ્ધભાવે સદાયે રમો, બે ઘડી શુદ્ધભાવે ઠરું છું. આજ૦૧ અર્થ - આજ શ્રી ગુરુરાજ પ્રભુને ભક્તિભાવથી પ્રણામ કરીને શુભાશુભ ભાવથી રહિત એવો જે શુદ્ધભાવ, તેની મને પ્રાપ્તિ થાઓ એવી યાચના કરું છું. કેમકે શ્રી ગુરુરાજે કહ્યું : “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા” આત્માની શુદ્ધતા વિના જીવનો મોક્ષ થતો નથી. આપ પ્રભુ તો સદા શુદ્ધ આત્મભાવમાં રમો છો. હું પણ બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુધી શુદ્ધભાવમાં સ્થિરતા કરું કે જેથી કેવળજ્ઞાન પામી આત્માના સનાતન ઘર્મને પામી જાઉં; એવી મારી અભિલાષા છે. |૧ાા. પામ જાતિસ્મરણ, જાણી લીઘો તમે, જે સનાતન મહા ઘર્મ સાચો; આત્મ-હિતકારી તે, યાચતો બાળ આ, પરમકૃપાળુ કાઢે ન પાછો. આજ૦ ૨ અર્થ :- હે પ્રભુ! આપે જાતિસ્મરણજ્ઞાન પામી, સનાતન એટલે અનાદિકાળથી ચાલ્યા આવતા જ્ઞાનદર્શનમય આત્માના સાચા મહાન ઘર્મને જાણી લીધો. તે ઘર્મ આત્માને પરમ હિતકારી હોવાથી આ બાળ પણ આપની સમક્ષ તેની યાચના કરે છે. આપ “કેવળ કરૂણા મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ.” માટે પાછો કાઢશો નહીં એવી મને પૂર્ણ ખાત્રી છે. રા પંથ પરમાર્થનો એક ત્રિકાળમાં, જાણ, સંસારના માર્ગ છોડું; પ્રેમ-સંસ્કાર સૌ પૂર્વ મિથ્યાત્વના, સત્ય પુરુષાર્થથી જર્ફેર તોડું. આજ૦૩ અર્થ :- “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ” એમ જાણીને રાગદ્વેષ કરવારૂપ સંસારના માર્ગનો ત્યાગ કરું. પૂર્વે સેવેલ મિથ્યાત્વ એટલે અજ્ઞાનને લઈને દેહ, સ્ત્રી, પુત્રાદિ કુટુંબ કે ઘનમાલ આદિ સર્વમાં પ્રેમના ગાઢ સંસ્કાર મારા જામેલા છે, તેને હવે ‘હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું' એમ સત્ય ભાવપુરુષાર્થવડે કરી મોહમાયાની સાંકળને જરૂર તોડી આત્મકલ્યાણને સાધ્ય કરું. ૩મા તોષ-રોષે બળે લોક ત્રિકાળથી, શીતલ સન્દુરુષોની સુવાણી; તાપ ત્રિવિથ ટાળી સુપથ દાખવે, જેમ દવ ઓલવે મેઘ-પાણી. આજ૦૪ અર્થ - તોષ એટલે રાગ, રોષ એટલે કેષ. આ રાગદ્વેષના પ્રાપ્ત ફળથી ત્રણેય લોકના જીવો ત્રણેય કાળ અંતરમાં બળ્યા કરે છે. તેમાં શીતલ એવા પુરુષોની સમ્યકુવાણી આ આધિ વ્યાધિ ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિને ટાળી સમ્યકુમાર્ગ દેખાડનાર છે. જેમ લાગેલા દાવાનળને મેઘ એટલે વરસાદનું પાણી ઓલવી નાખે તેમ પુરુષોની વાણી અંતરંગ બળતરાને શમાવી શાંતિ આપનાર થાય છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ “શાતા થોડી અશાતા ઘણેરી એવો છે સંસાર, જીવનમાં જ્યારે ઝાળ લાગેને, અંગ ઉઠે અંગાર; છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી. મંગળકારી શ્રી રાજની વાણી, જાણે અમૃતની ઘાર; ઝીલી શકે ના અંતર જેનું, એળે ગયો અવતાર; એ તો મોક્ષચારિણી, એવી મારા રાજની વાણી.” ૪ રત્નત્રય એક સન્માર્ગ આપે કહ્યો, હો અહોરાત્ર મુજ ઉરમાં તે; રાગ આદિ બઘા દોષ દૂર કરી, મોક્ષ પામું, સદાનંદ ત્યાં છે. આજ૦૫ અર્થ :- સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રય પ્રાપ્તિનો સન્માર્ગ આપે અમને જણાવ્યો. તે સન્માર્ગ પ્રત્યેની ભક્તિ મારા હૃદયમાં અહોરાત્ર એટલે રાતદિવસ બની રહો એ મારી આકાંક્ષા છે. રાગદ્વેષ અજ્ઞાન આદિના બઘા દોષો દૂર કરી હવે હું પણ મોક્ષને પામું કે જ્યાં સદા આનંદ જ છે. //પા જીવ જગમાં ઘણા, માનવો યે ઘણા, પશુસમા ઇંદ્રિયો પોષતા જે; ભાવિ જેનું હશે શુંભ, તેને થશે “કોણ હું એ જ વિચાર આજે. આજ૦૬ અર્થ :- જગતમાં જીવો અનંતા છે. તેમાં મનુષ્યો પણ ઘણા છે. પણ તે પશુની જેમ ઇન્દ્રિયોને પોષવામાં જીવન વ્યતીત કરી રહ્યા છે. પણ જેનું ભવિષ્યમાં કલ્યાણ થવાનું હશે તેને “હું કોણ છું? ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું?” એવો શુભ વિચાર ઉત્પન્ન થશે. llફા સ્વરૃપ મારું ખરું શું હશે? આ બધું કેમ સમજાય? ફળ ભાવનું શું? જીવ દુઃખી બઘા; દુઃખ ઉપાય શા? સર્વ સમજી હવે હિત કરવું. આજ૦૭ અર્થ :- ખરેખર મારું શું સ્વરૂપ હશે? આ સસસાધુનો બનેલો દુર્ગઘમય દેહ તે હું હોઈશ કે જાણવા દેખવાવાળો આત્મા હોઈશ? આ બધું કેમ સમજાય? ઘણા કાળના બોઘે આ વાત સમજાય એમ મહાપુરુષોએ કહ્યું છે. શુભાશુભ ભાવનું ફળ શું? “શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાય, અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય.” એમ પરમકૃપાળુદેવે જણાવ્યું તથા શુદ્ધભાવનું ફળ મોક્ષ છે એમ કહ્યું છે. જગતના જીવો બધા દુઃખી કેમ છે? તો કે રાગદ્વેષ અથવા ત્રિવિઘ તાપાગ્નિથી બઘા દુઃખી છે. આ સર્વ દુઃખનાશનો ઉપાય શું? એ વિષે પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે “સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે.” આ સર્વને યથાર્થ રીતે સમજી હવે આત્માનું અવશ્ય હિત કરવું જોઈએ. “દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સન્શાસ્ત્રનું વિચારવું એ છે.” (વ.પૃ.૩૩૧) //શા સત્ય શિક્ષા કહી, ભવ્ય માટે ભલી : શોઘ મા કાંઈ બીજું, હિતાર્થી, એક સદગુરુને શોથ, સૌ ભાવથી ચરણ-શરણે રહે, આત્મ-અર્થી.” આજ૦૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ (૭૭) સનાતન ઘર્મ ૨ ૬૭ અર્થ - ભવ્ય જીવોને માટે એક ભલી સત્ય શિક્ષા જણાવી છે કે બીજું કાંઈ શોઘ મા. હે આત્મહિતાર્થી! એક સદ્દગુરુને શોઘી, તેના ચરણકમળમાં સર્વ પ્રેમ અર્પે તેના જ શરણે રહે. અર્થાત તેની જ આજ્ઞામાં રહે તો હે આત્માર્થી તારું અવશ્ય કલ્યાણ થશે. એ વિના જન્મમરણથી કોઈ કાળે તારો છૂટકારો થાય તેમ નથી. બીજાં કાંઈ શોઘ મા. માત્ર એક સપુરુષને શોથીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વન્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” (વ.પૂ.૧૯૪) IIટા માન. મત. આગ્રહો મર્ટે આજ્ઞા વિષે સત્યદ્રષ્ટિ થવા વર્તશે જે. પ્રેમરસ પામતાં, સર્વ ભૂલી જતાં એકનિષ્ઠા થશે, શિવ જશે તે. આજ૦૯ અર્થ - માન અને મતના આગ્રહો મૂકી, સત્યવૃષ્ટિને પામવા જે જીવ સપુરુષની આજ્ઞા ઉઠાવશે તેનામાં જ્ઞાની પ્રત્યે મીરાબાઈની જેમ ભક્તિનો પ્રેમરસ પ્રગટશે. તેથી જગતને ભૂલી જઈ એક આત્માની દ્રઢ શ્રદ્ધાને પામશે અને ક્રમે કરી તે ભવ્યાત્મા મુક્તિને મેળવશે. “સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” -શ્રીમદ્ રાજચંદ્ર લાાં વાણી સર્વજ્ઞની માર્ગ દર્શાવતી, પરમ કરુણા ભરી ક્યાં સુણાશે? ગણઘરોએ ગણ્યું કેવળી-સૂર્યના અસ્ત પછી માર્ગ શાથી જણાશે? આજ૦૧૦ અર્થ - સર્વજ્ઞ પુરુષોની વાણી તે સત્ય મોક્ષમાર્ગને દર્શાવનાર છે. તે વાણી પરમ કરુણારસથી ભરપૂર છે. તે પછી ક્યાં સાંભળવા મળશે? એમ ગણઘર પુરુષોએ વિચાર્યું કે કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત થઈ ગયા પછી આ સનાતન મુક્તિ માર્ગ અથવા સનાતન આત્મઘર્મ લોકોને શાથી જણાશે? ૧૦ના. એમ જાણી, કરી શાસ્ત્ર-રચના ભલી, માર્ગ દેખાડવા મોક્ષનો આ, તે જ પરમાર્થ આચાર્ય આદિ ગ્રહી, અન્ય ગ્રંથો રચે હિત થાવા. આજ૦૧૧ અર્થ:- એમ જાણીને મોક્ષનો માર્ગ બતાવવા શાસ્ત્રોની રચના કરી આખી દ્વાદશાંગી રચી. જેથી જગતવાસી જીવો સુલભતાથી મોક્ષ ઉપાયને પામી શકે. તે જ દ્વાદશાંગીનો પરમાર્થ એટલે શુભાશય ગ્રહણ કરી પરંપરામાં થયેલા જ્ઞાની આચાર્ય ભગવંતો પણ તે તે સમયને અનુરૂપ અન્ય ગ્રંથો જીવોના કલ્યાણ અર્થે રચી ગયા. {/૧૧ાા મર્મ સદ્ગઉરે જે રહ્યો ગુસ તે, જાણવા ભક્તિ કરવી સુભાવે, રોકી સ્વચ્છંદ, આજ્ઞા જ ઉઠાવતાં, સહજ નિજ ભાવનો બોઘ આવે. આજ૦૧૨ અર્થ:- “શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે, પણ મર્મ તો સત્પરુષના અંતર્માત્મામાં રહ્યો છે.” તે ગુપ્ત મર્મને જાણવા માટે અનન્ય પ્રેમે શ્રી સદ્ગુરુ ભગવંતની ભક્તિ કરવી. પોતાના સ્વચ્છંદને રોકી જ્ઞાનીપુરુષની આજ્ઞાને જ ઉપાસે તો સહજ રીતે પોતાના આત્મા સંબંધીનું જ્ઞાન પામવા યોગ્ય છે. ||૧૨ાા. પામ સગુરુતણો યોગ, સુર્થી બોથ જો, જીવ વિચારશે સાર શું છે? હેય શું? જોય શું? ગ્રહણ કરવું કયું? તત્ત્વશ્રદ્ધા થવા ફરીય પૂછે. આજ૦૧૩ અર્થ - સદગુરુના યોગને પામી તેમનો બોઘ સાંભળીને જીવને વિચારણા જાગશે કે આમાં Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સારભૂત શું છે? તો કે શુદ્ધાત્મા. હેય એટલે ત્યાગવા યોગ્ય શું છે? તો કે રાગદ્વેષને અજ્ઞાન. શેય એટલે જાણવા યોગ્ય શું છે? તો કે પરને પરરૂપે અને સ્વને સ્વરૂપે જાણવા યોગ્ય છે. ગ્રહણ શું કરવું જોઈએ? તો કે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ વગેરે તથા આત્મતત્ત્વની શ્રદ્ધા થવા ફરી ફરી પ્રશ્ન પૂછીને પણ શંકાનું નિવારણ કરી લેવું જોઈએ. /૧૩ તો જ નિઃશંક તે ગુરુ-કૃપાથી થશે, ભાવ જીવાદિના ઉર ભાસે; જેમ દેહાદિમાં છે અહંભાવના, તેમ આત્મા વિષે ભાવ થાશે. આજ૦ ૧૪ અર્થ :- પોતાની યોગ્યતા વધતા ગુરુકૃપા થશે, તેથી નિઃશંકતાને પામશે અને જીવ અજીવાદિ તત્ત્વોના ભાવ હૃદયમાં સમજાશે. પછી જેમ દેહાદિમાં અહંભાવના એટલે પોતાપણાની ભાવના છે તેમ આત્મામાં પોતાપણાની ભાવના થશે; અર્થાત્ હું આત્મા છું પણ દેહ નહીં એમ દૃઢ શ્રદ્ધાન થશે. ૧૪મા તત્ત્વ-વિચારણાથી સુદર્શન થશે, યોગ્યતા વા લઈ જાય સાથે, તો થશે પરભવે એ જ સંસ્કારથી સત્ય દર્શન, વિના બોઘ લાધ્યું. આજ૦૧૫ અર્થ :- પછી આત્માદિ તત્ત્વોની વિચારણા પ્રગટ્ય જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થશે. અથવા સમ્યક્દર્શન પામવા માટે મેળવેલી યોગ્યતાને પરભવમાં સાથે લઈ જશે. ત્યાં પરભવમાં પૂર્વભવના સંસ્કારથી વગર બોઘ મળે પણ સત્ય આત્મદર્શન થઈ શકશે. જેમ કરકુંડ, નગતિ, નમિરાજર્ષિ અને વિમુખને તે ભવમાં કોઈ ગુરુ ન હોવા છતાં અલ્પનિમિત્ત માત્રથી પૂર્વ સંસ્કાર જાગૃત થઈ જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તેમ. ૧૫ તત્ત્વ-અભ્યાસથી કર્મ-મિથ્યાત્વનો રસ ઘટે, સર્વ જ્યાં દૂર થાશે, જેમ વાદળ ખસ્ય સૂર્ય દેખાય છે, તેમ સમ્યકત્વ-ભાનુ પ્રકાશે. આજ૦૧૬ અર્થ :- સાત તત્ત્વમાં મુખ્યત્વે આત્મતત્ત્વના અભ્યાસથી મિથ્યાત્વ એટલે દર્શનમોહનીય કર્મનો રસ ઘટે છે. તે ઘટવાથી સર્વકર્મ દૂર થવા લાગે છે. જેમ વાદળા ખસવાથી સૂર્ય દેખાય છે તેમ મિથ્યાત્વરૂપી વાદળા દૂર થતાં સમ્યગ્દર્શનરૂપ ભાનું એટલે સૂર્યનો પ્રકાશ પ્રગટ જણાય છે. ૧૬ાા. ઘર્મ તે નહિ કરે લોક સંતોષવા, પૂછશે આટલું જીવને એ : મુક્તિની એક ઇચ્છા રહે જો ઉરે, મૂક સંકલ્પ-વિકલ્પને, રે! આજ૦૧૭ અર્થ:- સમ્યક્દર્શન થયા પછી લોકોને સારું દેખાડવા તે ઘર્મ કરશે નહીં. પણ પોતાના આત્માને આટલું પૂછશે કે હે જીવ “જો તું મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પવિકલ્પ રાગદ્વેષને મૂક' અને કેવળજ્ઞાન પ્રગટાવ. “કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાઘા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.” (વ.પૃ.૧૭૦) I/૧૭ના રાગ આદિ વિકલ્પો તને મૂકતાં, હોય બાઘા જરા તો કહી દે, એમ સમજાવતાં જીવ માની જશે, હિત જાણી સદા તે મેંકી દે. આજ ૧૮ અર્થ :- રાગ-દ્વેષ આદિ વિકલ્પોને મૂકવામાં તને કોઈ બાઘા હોય તો કહે. એમ મનને સમજાવતાં Page #73 -------------------------------------------------------------------------- ________________ (૭૭) સનાતન ઘર્મ ૨ ૬૯ જીવ માની જશે, અને રાગદ્વેષાદિ મૂકવામાં જ મારું હિત છે એમ જાણી સદાને માટે મૂકી દેશે. /૧૮ રાગ આદિ રહિત જ્યાંર્થી ત્યાંથી થવું એ સનાતન મહા ઘર્મ માનો, પ્રાપ્ત સંયોગમાં ભાવ સમતા તણો સાથવો એ જ ઉપદેશ જાણો. આજ૦૧૯ અર્થ - જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ આત્માનો સનાતન મહાઘર્મ માનો. જેવા સંયોગ આવી મળે તે પ્રાપ્ત સંયોગોમાં સમભાવ રાખવાનો પ્રયત્ન કરવો એ જ સર્વ જ્ઞાનીપુરુષોનો ઉપદેશ છે એમ જાણો. જેમ નાભા ભગતની ઝૂંપડી પાસે ચોરે માલ દાટી દીઘો. ભગતને ચોર જાણી માર મારે ત્યારે પણ તે ભક્તિ કરે. એમ સર્વ સંજોગમાં સમતાભાવ સાધવાનો જ ભગવાનનો ઉપદેશ છે. ||૧૯ાા સર્વ ક્રિયા કરી, દાન શીલ આચરી, આટલું સાઘવું છે, વિચારો : સહજ સમભાવ તે નિજ રૃપ જાણીને, સાચવી રાખવું જŠર ઘારો. આજ૦૨૦ અર્થ :- સર્વ જપ તપાદિની ક્રિયા કરીને કે દાન, શીલ, ભાવ આદિનું આચરણ કરીને આટલું સાધ્ય કરવું છે કે જીવને સર્વ દશામાં સહજ સમભાવ રહે. કારણકે સમભાવ એ આત્માનું સ્વરૂપ છે; આત્માને રહેવાનું ઘર છે. માટે સમભાવને જરૂર સાચવી રાખવો છે એમ મનમાં નિશ્ચય કરો; જેથી આત્માને પોતાના સનાતન ઘર્મની પ્રાપ્તિ થાય. ૨૦ આધિ, વ્યાધિ, ઉપાધિ ઘણી આવશે, આત્મ-હિતકારી સમતા ન ચૂકો, લક્ષ જો છૂટવાનો ઉરે આદરો તો ઉદાસીનતા કદ ન મૂકો. આજ૦૨૧ અર્થ :- આથિ એટલે માનસિક ચિંતા, વ્યાધિ એટલે શારીરિક રોગ અને ઉપાધિ એટલે વ્યાપાર વ્યવહાર કુટુંબ વગેરેની ઉપાધિ પૂર્વ કર્માનુસાર ઘણી આવશે. પણ તેમાં આત્માને કલ્યાણ કરનારી એવી સમતાને કદી ચૂકશો નહીં. સમતાભાવ વર્તમાનમાં સુખ આપનાર છે અને નવીન કર્મબંઘને રોકનાર હોવાથી પરભવમાં પણ જીવને સુખનું કારણ થાય છે. માટે સંસારથી છૂટવાનો લક્ષ ખરેખર હૃદયમાં છે તો ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ, અનાસક્તભાવને કદી મૂકશો નહીં. એ વડે સમભાવની સિદ્ધિ થશે. “ઉદાસીનતાનો જ્યાં વાસ સકળ દુઃખનો છે ત્યાં નાશ.” -શ્રીમદ્ રાજચંદ્ર //ર૧|| સર્વ દર્શન તણો, સર્વ શાસ્ત્રો તણો, સાર આ જાણી એને ઉપાસો; હૃદયપલટો થયે વાત ઑવ માનશે, માન્યતા સત્ય ત્યાં ઘર્મ-વાસો. આજ૦૨૨ અર્થ - સર્વ દર્શન એટલે ઘર્મનો, સર્વ શાસ્ત્રનો સાર સમતાભાવને જાણી એની ઉપાસના કરો. સમભાવની વાત જ્યારે હૃદયમાં બરાબર સમજાશે ત્યારે જીવ તેને માન્ય કરશે. જ્યારે ખરેખર સત્ય માન્યતા થશે ત્યારે આત્મસ્વભાવરૂપ ઘર્મ જીવમાં પ્રગટશે. 1રરા ભૂલ ગુરુમાં કરી, દેવ-ઘર્મે ખરી; સર્વ પુરુષાર્થ પણ ભૂલવાળો, તેથી મુમુક્ષુઓ સદ્ગ-આશ્રયે, સત્ય પુરુષાર્થથી દોષ ટાળો. આજ૦ ૨૩ અર્થ – ગુરુ ઘારણ કરવામાં જો ભૂલ કરી તો દેવ અને ઘર્મનું સાચું સ્વરૂપ સમજવામાં પણ અવશ્ય ભૂલ થશે. અને કુગુરુ આશ્રયે વ્રત તપાદિ કરવાનો પુરુષાર્થ પણ આત્મલક્ષ વગર ભૂલવાળો થશે. જેથી મુક્તિની પ્રાપ્તિ નહીં થાય પણ સંસારનો સંસાર જ રહેશે. તેથી હે મુમુક્ષુઓ! શ્રી સદગુરુ ભગવંતના આશ્રયને ગ્રહણ કરી, તેમની આજ્ઞાએ સત્ય પુરુષાર્થ આદરીને મિથ્યાત્વ, કષાય આદિ સર્વ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ દોષોનો હવે નાશ કરો. રિયા શાંતિ સૌ ઘર્મનું મૂળ જાણી સદા, ક્લેશનાં કારણો ટાળશે જે, સર્વ સંસારનાં દુઃખની આ દવા: આત્મ-અર્થે સમય ગાળશે તે. આજ૦૨૪ અર્થ - વિષયકષાયથી ઉત્પન્ન થતી ઇચ્છાઓના સંકલ્પવિકલ્પથી કે તેના આકુળવ્યાકુળપણાના નાશથી જીવ આત્મશાંતિ પામે છે. એ આત્મશાંતિને સર્વ ધર્મનું મૂળ જાણી અને રાગદ્વેષ અજ્ઞાન આદિને સદા ક્લેશના કારણો માની જે જીવ ટાળશે, તે પોતાના સનાતન શાશ્વત એવા આત્મઘર્મને પામી સર્વકાળ સુખી થશે. સંસારના જન્મ જરા મરણ કે આધિ વ્યાધિ ઉપાધિરૂપ ત્રિવિઘ તાપના દુઃખથી મુક્ત થવાની આજ દવા છે. તેને જે જીવ સમજશે તે દેહભાવને ગૌણ કરી આત્મભાવને દ્રઢ કરવા અર્થે પોતાના મનુષ્યભવનો અમૂલ્ય સમય વ્યતીત કરશે. તે જ જીવ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં ઘન્યવાદને પાત્ર છે. ૨૪ જે જીવ પૂર્વ પુણ્યના પુંજથી સનાતન જૈન ધર્મને પામે, તે આત્માદિ સૂક્ષ્મ તત્ત્વોની પ્રતીતિ એટલે શ્રદ્ધાને પામી શકે છે. તે પામ્યા પછી ક્રમશઃ આગળ વધીને કેવળજ્ઞાન પામી મુક્તિને મેળવે છે. એ વિષે વિસ્તારથી અત્રે જણાવવામાં આવે છે – (૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ (સેવો ભવિયાં વિમલ જિનેસર, દુલ્લહા સજ્જન-સંગાજી એ રાગ) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ પામ્યા, અચળ આ કળિકાળજી, એવા સદગુરુ-ચરણે નમતાં, ભવ-ભાવઠ તે ટાળજી. સૂક્ષ્મ અર્થ :- આત્માદિ તત્ત્વો અરૂપી હોવાથી સૂક્ષ્મ છે. તેની પ્રતીતિ એટલે શ્રદ્ધાને પામવી તે સૂક્ષ્મ તત્ત્વ પ્રતીતિ છે. આવી આત્માદિ તત્ત્વોની અચળપણે કહેતા ક્ષાયિકભાવે પ્રતીતિને જે ભયંકર હુંડા અવસરપિણી કાળમાં પણ પામ્યા એવા લાયક સમ્યદ્રષ્ટિ પરમકૃપાળુ શ્રીમદ્ ગુરુ ભગવંતના ચરણકમળમાં ભક્તિભાવે નમન કરતાં અર્થાત્ તેમની આજ્ઞાને ઉપાસતાં ભવ-ભાવઠ એટલે સંસારની સર્વ ઉપાથિની જંજાળનો ક્રમે કરી નાશ થાય છે. [૧ાા. શ્રીમદ્ સગુરુ રાજચંદ્ર-પદ-સેવા નિત્યે ચાહંજી, પરમ-પ્રેમ-રસ દાન પ્રભુ દ્યો, તો તેમાં હું હાઉજી. સૂક્ષ્મ અર્થ - શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુના ચરણની સેવા કહેતા તેમની આજ્ઞાને નિત્યે ઉઠાવવા ઇચ્છું છું. હે પ્રભુ! મારી સંસાર પ્રત્યેની અનંતી પ્રીતિનો નાશ થઈ આપના પ્રત્યે પરમપ્રેમ પ્રગટે એવું મને વરદાન આપો; જેથી હું આપના પ્રેમરૂપરસમાં નાહીને મારા આત્માને પવિત્ર કરું. /રા સ્ફટિક રત્ન સમ જીંવ-નિર્મળતા, જિનવર-બોઘ-પ્રકાશેજી, પ્રબળ કષાય-અભાવે પ્રગટે, સહજ ઘર્મ વિકાસેજી. સૂક્ષ્મ Page #75 -------------------------------------------------------------------------- ________________ (૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ ૨૭૧ અર્થ - શ્રી જિનેશ્વર ભગવંતનો બોઘ એમ જણાવે છે કે આત્માની નિર્મળતા, મૂળ સ્વરૂપે જોતાં સ્ફટિક રત્ન જેવી છે. તે આત્માની નિર્મળતા પ્રબળ કહેતા બળવાન એવા અનંતાનુબંધી કષાયનો અભાવ થયે પ્રગટે છે. જેથી સહજ સ્વાભાવિક આત્મામાં જ રહેલા સમ્યક્દર્શનાદિ ઘર્મ પ્રગટમાં આવે છે અને ક્રમે કરી તે વિકાસ પામી પૂર્ણતાને પામે છે. ૩ સદા દ્રવ્ય અત્યંત પ્રકાશિત, સર્વ કર્મ ક્ષય થાતાજી, અસંગતા સહ સુખ-સ્વરૃપતા; જ્ઞાન-વચન આ સાચાંજી. સૂક્ષ્મ અર્થ – સર્વ કર્મ કહેતા આઠેય કર્મનો ક્ષય થતાં પોતાનું આત્મદ્રવ્ય સદા સંપૂર્ણ પ્રકાશમાન રહે છે. સર્વ કર્મથી અસંગ એટલે રહિત થવાની સાથે જ આત્માનું અનંતસુખસ્વરૂપ પ્રગટે છે. આ જ્ઞાનીપુરુષના અનુભવસિદ્ધ વચનો હોવાથી અત્યંત સાચી છેજા. જગ-સંકલ્પ-વિકલ્પો ભૂલો, થશો શુદ્ધ ઉપયોગીજી, લક્ષ થવા નિર્વિકલ્પતાનો થવું ઘટે સ્થિર-યોગીજી. સૂક્ષ્મ અર્થ - પોતાના અનંત સુખસ્વરૂપને પ્રગટ કરવા માટે આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો. તો આત્માનો જ્ઞાનદર્શનમય ઉપયોગ શુદ્ધ થશે. સંકલ્પ-વિકલ્પને ભૂલી નિર્વિકલ્પતાનો લક્ષ સિદ્ધ થવા માટે મનવચનકાયારૂપ ત્રણે યોગની સ્થિરતા કરવી આવશ્યક છે. પા. તે માટે સ્થિરતાનાં કારણ યથાશક્તિ ઉપાસોજી, સવિચાર, વૈરાગ્ય, ઉપશમ, સત્ સમાગમે વાસોજી. સૂક્ષ્મ અર્થ - ત્રણેય યોગની સ્થિરતા કરવાના કારણો જીવે યથાશક્તિ ઉપાસવા યોગ્ય છે. તે આ પ્રમાણે છે. સતપુરુષોના વચનોનો વિચાર કરવો, વૈરાગ્યભાવમાં નિમગ્ન રહેવું, કષાયોને ઉપશમાવવા અને પુરુષના કે તેના આશ્રિત જીવોના કે સત્કૃતના સમાગમમાં નિત્ય રહેવું એ મનવચનકાયાના યોગોની સ્થિરતા થવાના મુખ્ય સાઘનો છે. કા. સુંઘારસ, સલ્ફાસ્ત્ર સુહેતું, જ્ઞાની ગુરુ જો દાતાજી, સત્સમાગમ સૌથી સહેલો, પહેલો, સૌની માતાજી. સૂક્ષ્મ અર્થ :- સ્થિરતા લાવવા માટે સુથારસની યોગ ક્રિયા અને સલ્લાસ્ત્રો ઉત્તમ કારણો છે. પણ તેના દાતાર જ્ઞાની ગુરુભગવંત હોવા જોઈએ. નહીં તો સ્થિરતાના કારણ એવા “સુથારસને જ આત્મા માની બેસે. જેથી સમ્યકદર્શન આદિની પ્રાપ્તિ ન થાય અને જીવ તેમાંજ અટકી આગળ વધી શકે નહીં. તેમ ગુરુગમ વગર શાસ્ત્રો પણ શસ્ત્રરૂપે પરિણમે છે. અહંકાર આદિ માન કષાયને પોષનાર થાય છે. માટે સૌથી સહેલો અને સૌથી પહેલો સત્સમાગમ એટલે સત્સંગ કર્તવ્ય છે જેથી સહુ સાઘન સુલભ થાય છે. સત્સંગ એ સર્વ ગુણોને ઉત્પન્ન કરનાર માતા સમાન છે. “સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; “સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાઘન છે.” (વ.પૃ.૭૫) નાગા જ્ઞાનીપુરુષના દૃઢ આશ્રયથી સુલભ મોક્ષપદ, ભાખ્યુંજી; આત્મસ્થિરતા, મોક્ષમાર્ગ તો કેમ સુલભ નહિ? દાખ્યુંજી. સૂક્ષ્મ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ:- જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી મોક્ષપદ સુલભ છે એમ મહાપુરુષોએ કહ્યું છે, તો ક્ષણે ક્ષણે આત્માનો ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ મોક્ષમાર્ગ તેમના દ્રઢ આશ્રયે કેમ સુલભ ન હોય? અર્થાત્ હોય જ. આત્મઉપયોગ સ્થિર થયા વિના મોક્ષપ્રાપ્તિ હોય નહીં. જો જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે; તો પછી ક્ષણે ક્ષણે આત્મોપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયે પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? કેમકે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં.” (વ.પૃ.૪૪૭) IIટા જ્ઞાનીપુરુષનાં વચન તણો દ્રઢ આશ્રય જે નર પામ્યો છે, તેને સાઘન થાય સુલભ સૌ, અખંડ નિશ્ચય માન્યોજી. સૂક્ષ્મ અર્થ :- જ્ઞાનીપુરુષના વચનમાં જેને દ્રઢ શ્રદ્ધા હોય તેને મોક્ષમાર્ગમાં ઉપયોગી એવા વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ, સંયમાદિ સર્વ સાઘન સુલભ થાય એવો અખંડ નિશ્ચય જ્ઞાનીઓએ માન્ય કરેલ છે. જ્ઞાનીપુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વ સાઘન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સપુરુષોએ કર્યો છે; તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે?” (વ.પૃ.૪૪૭) //લા સત્પરુષે એ સ્પષ્ટ કહ્યું છે, કેમ મુમુક્ષુ મૂકેજી? સ્વરૃપ વૃત્તિનું જાણી, તેને તવાનું ના ચૂકેજી. સૂક્ષ્મ અર્થ - સત્પરુષે બોઘમાં એ સ્પષ્ટ જણાવ્યું છે. ખરો મુમુક્ષુ હોય તે હવે કેમ મૂકે? તે પોતાની વૃત્તિઓ ક્યાં ક્યાં મોહ પામી રહી છે તે જાણી તેને જીતવાનું ચૂકે નહીં. I/૧૦ના તોપણ કાળ દુઃષમ તેથી રહો સૌ સત્સંગ સમીપેજી, કે દ્રઢ આશ્રય નિશ્ચયપૂર્વક ટકતાં આત્મા દીપેજી. સૂક્ષ્મ અર્થ - વર્તમાનકાળ ઘણો દુઃષમ હોવાથી જ્યાં સત્સંગ હોય ત્યાં સર્વે રહેવાનો પુરુષાર્થ કરો. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે “કલિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું.” કર્મને આધીન સત્સંગમાં રહેવાનું ન બને તો સન્દુરુષનો દ્રઢ આશ્રય તેના વચનબળે નિશ્ચયપૂર્વક ટકાવી રાખવો. જેથી ત્યાં રહ્યાં પણ આત્મા નિર્મળતાને પામતો જાય. ||૧૧|| આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દ્રઢ આશ્રય વિશેષ જોઈએ. અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાઘન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાઘન અલ્પ કાળમાં ફળીભૂત થાય.” (વ.પૃ.૪૪૭) I/૧૧ાા અત્યંત નિવૃત્તિ અસત્સંગથી જરૂરની આ કોલેજી; કઠણ સાઘનો પ્રથમ ઇચ્છતાં, સૌ સાથન ઝટ ફાલેજી. સૂક્ષ્મ અર્થ - અસત્સંગથી અત્યંત એટલે સંપૂર્ણપણે નિવૃત્તિ મેળવવી એ આ કાળમાં બહુ જરૂરી છે. ઘર, કુટુંબ, વ્યવસાય આદિ કાર્યોથી નિવૃત્ત થવું પ્રથમ જીવને વસમું લાગે પણ કઠણ એવા સાઘનોની નિવૃત્તિ પ્રથમ ઇચ્છતા બીજા સૌ સાધન શીઘ્ર ફળીભૂત થાય છે. તેને સત્સંગ, સવિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થાય છે અને આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા આવે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ (૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ ૨૭૩ “આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસહ્મસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.” (વ.પૃ.૪૫૧) I/૧૨ા સદગુરુના ઉપદેશ વિના ને સુપાત્રતાની ખામીજી, કાળ અનંત ગયો તે કારણ, વિના ભાન, હે! સ્વામીજી. સૂક્ષ્મ અર્થ - સદ્ગુરુનો ઉપદેશ ન મળવાથી અથવા યોગ્યતાની ખામીને લીધે તે ઉપદેશ ગ્રહણ ન કરવાથી પૂર્વે અનંતકાળ વ્યતીત થઈ ગયો. તેનું કારણ પોતાના આત્મસ્વરૂપનું ભાન નહોતું. તેથી હે સ્વામી! હું અનંતકાળથી આ સંસારમાં આથડ્યો છું. અને હજુ પણ પોતાના અભિમાનને મૂક્તો નથી. “અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૩ ઘર્મ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, મહાભાગ્ય કોઈ દેખેજી, સદ્ગુરુના અનુગ્રહથી તે પણ અંતર્ગોથે લેખેજી. સૂક્ષ્મ અર્થ - ઘર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. કોઈક મહાભાગ્યશાળીને જ તે અંતર સંશોઘનથી પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોધન હું કોણ છું વગેરે સગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. “મોક્ષમૂલં ગુરુ કૃપા.” “ઘર્મ”એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોઘનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોઘનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતસંશોઘન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે. (વ.પૃ.૧૭૮) ૧૪. તપતો વ સંસાર-તાપમાં શીતળ તેથી થાશેજી, આ ભવનાં આ અલ્ય સુખમાં સજ્જન નહીં મુઝાશેજી. સૂક્ષ્મ અર્થ - સંસારમાં ત્રિવિઘ તાપથી તણાયમાન જીવ સદ્ગુરુના વચનામૃતથી શીતળતાને પામશે. આ ભવના આ અલ્પ ઇન્દ્રિયસુખમાં સજ્જન પુરુષો મોહ પામી મુઝાશે નહીં. “એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વઘારવાનો પ્રયત્ન સન્મુરુષો કરે છે.” (વ.પૃ.૧૭૯) //ઉપા અનંત ભવનાં અનંત દુઃખો વઘારવાં નહિ સારાંજી, અવસર આવ્યો વહી જતો આ, કરતાં “મારાં, મારાં’જી. સૂક્ષ્મ અર્થ - અનંતભવના અનંત દુઃખો એક ભવના અલ્પ માત્ર શાતાવેદનીયના સુખો માટે વઘારવાં સારા નથી. મોક્ષ પ્રાપ્તિ થઈ શકે એવો અવસર આવ્યો છે છતાં જીવ શરીરાદિ પરવસ્તુમાં મારાપણું કરી કરીને તેને વહી જવા દે છે. જેમ એક આંધળાને નગર બહાર નીકળવાનો દરવાજો આવે કે ચાલતાં ચાલતાં ખાજ આવી જાય. તેથી તે દરવાજા પાસે આવ્યા છતાં પણ નીકળી શકે નહીં. તેમ મોક્ષની બારીરૂપ મનુષ્યભવ મળતાં છતાં જીવને ઇન્દ્રિય વિષયરૂપ ખાજ આવવાથી તે ભવપાર થઈ શકતો નથી. /૧દ્દા જીંવ પોતાનું સ્વરૃપ ન જાણે, પરને સમજે ક્યાંથીજી? સ્વપરની સમજણ જ્યાં સુઘી નથી, ગૂંચાતો ત્યાં સુઘીજી. સૂક્ષ્મ અર્થ - જીવ જ્યાં સુધી પોતાના આત્મસ્વરૂપને ન જાણે ત્યાં સુધી બીજા પણ આત્મા જ છે એમ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ક્યાંથી સમજી શકે. સ્વઆત્માની અને પર એવા પુગલના સ્વરૂપની જ્યાં સુધી સમજણ આવે નહીં ત્યાં સુધી જીવ સુખદુઃખના પ્રસંગમાં મુઝાય છે. “જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી; તો પછી પરનું સ્વરૂપ જાણવા ઇચ્છે તે તેનાથી શી રીતે જાણી, સમજી શકાય? અને જ્યાં સુધી ન સમજવામાં આવે ત્યાં સુઘી ત્યાં રહી ગૂંચાઈ ડહોળાયા કરે છે.” (વ.પૃ.૭૪૬) I/૧૭ના સ્વસ્વરૂપનું જ્ઞાન અલૌકિક પ્રગટ્યું નથી જ્યાં સુઘીજી, પર પદાર્થ વિષે બહુ જાણે પણ અજ્ઞાને બુદ્ધિજી- સૂક્ષ્મ અર્થ - પોતાના આત્મસ્વરૂપનું અલૌકિક જ્ઞાન જ્યાં સુધી પ્રગટ્યું નથી, ત્યાં સુધી ભલે બીજા પદાર્થો વિષે બહુ જાણે તો પણ બુદ્ધિમાં અજ્ઞાન હોવાથી મોક્ષમાર્ગમાં તે કામ આવતું નથી. “શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તોપણ તે કશા કામનું નથી;” (વ.પૃ.૭૪૬) I/૧૮ના મોક્ષ-માર્ગમાં કામ ન આવે; ઉત્તમ રસ્તો આ છે જીઃ બીજી બથી વાતો મૂકી દઈ, આત્મા ઓળખવા જે જી- સૂક્ષ્મ અર્થ :- અજ્ઞાનયુક્ત ગમે તેટલું જ્ઞાન હોય પણ તે મોક્ષમાર્ગમાં કામ આવે નહીં. માટે સૌથી ઉત્તમ રસ્તો આ છે કે બીજી બધી વાતો મૂકી દઈ એક સૂક્ષ્મ એવા આત્મ તત્ત્વની પ્રતીતિ એટલે શ્રદ્ધા કરીને તેની પૂરેપૂરી ઓળખાણ કરવી. “માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજી બથી વાતો મૂકી દઈ પોતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવો.” (વ.પૃ.૭૪૬) /૧૯ાા પ્રયત્ન કરશે તે સભાગી, સારભૂત વિચારેજીઃ આત્મા સત્તારૂપ, સદા છે; કર્તા કર્મોનો એ જી. સૂક્ષ્મ અર્થ - આત્માને ઓળખવાનો જે જીવ પ્રયત્ન કરશે તે આ પ્રમાણે સારભૂત વિચારો કરશે કે આત્માની સત્તા એટલે તેનું અસ્તિત્વ છે અને તેનું હોવાપણું સદા ત્રણે કાળમાં છે. તે કર્મનો કર્તા પણ છે. જે સારભૂત છે તે જોવા સારુ આ “આત્મા સભાવવાળો છે?” “તે કર્મનો કર્તા છે, અને તેથી (કર્મથી) તેને બંઘ થાય છે, ‘તે બંઘ શી રીતે થાય છે?” “તે બંઘ કેવી રીતે નિવૃત્ત થાય?’ અને ‘તે બંઘથી નિવૃત્ત થવું એ મોક્ષ છે' એ આદિ સંબંથી વારંવાર, અને ક્ષણેક્ષણે વિચાર કરવો યોગ્ય છે; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવા યોગ્ય છે; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે; ને તેને લીધે નિજસ્વરૂપનો અંશેઅંશે અનુભવ થાય છે. જેમ જેમ નિજસ્વરૂપનો અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં આવતું જાય છે.” (વ.પૃ.૭૪૬) I/૨૦ગા. બંઘ થાય છૅવને કર્મોથી, કયાં કારણે, જાણેજી, બંઘ ટળે જીંવ મુક્ત બને છે, મોક્ષ-ઉપાય પ્રમાણેજી. સૂક્ષ્મ અર્થ - કયા કારણોને લઈને જીવને કર્મ બંઘ થાય છે તે જાણવા માટે પ્રયત્ન કરશે. પછી મોક્ષના છે તેવાથી તે કર્મબંધ ટળી જઈ જીવનો મોક્ષ થાય છે વગેરે જાણી, તે પ્રાપ્ત કરવાનો ભાવ પ્રગટશે. ર૧ાા. એ આદિ વિચાર ગહન સૌ, વારંવાર વિચારેજી, ક્ષણે ક્ષણે તે મનન કરે તો, વિચાર-વૃદ્ધિ થાશેજી. સૂક્ષ્મ Page #79 -------------------------------------------------------------------------- ________________ (૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ ૨૭૫ અર્થ:- ઉપરોક્ત કર્મબંઘ અને તેથી મુક્તિના વિચારો સૌ ગહન છે. માટે આત્માને કર્મોથી મુક્ત કરવાના વિચારો વારંવાર ક્ષણે ક્ષણે મનન કરે તો આત્મવિચાર વૃદ્ધિને પામશે. સારા થાય અનુભવ અંશે અંશે સ્વ-સ્વરૂપનો તેથીજી, સ્વરૂપ-અનુભવ વઘતાં જાણે અચિંત્ય દ્રવ્યની શક્તિજી. સૂક્ષ્મ અર્થ - એમ વારંવાર આત્મવિચાર કરવાથી પોતાના આત્મ સ્વરૂપનો અંશે અંશે અનુભવ થશે. તે અનુભવ આગળ વઘતાં આત્મદ્રવ્યની અચિંત્ય શક્તિનો તેને ખ્યાલ આવશે. ૨૩ સમાઘાન સૌ શંકાનું ત્યાં વગર પ્રયત્ન થાશેજી, ના માનો તો આ પુરુષાર્થે અનુભવથી સમજાશેજી. સૂક્ષ્મ અર્થ:- આત્મ અનુભવ થવાથી સર્વે શંકાઓનું સમાઘાન વગર પ્રયત્ન થશે. કોઈ વાત માનવામાં ન આવતી હોય તો ઉપર પ્રમાણે આત્મઅનુભવ કરવાનો પુરુષાર્થ કરવો. જેથી તે અનુભવમાં આવી જીવને સમજાઈ જશે. તેને લઈને ઉપર બતાવેલી એવી જે શંકાઓ (જેવી કે, થોડા આકાશમાં અનંત જીવનું સમાવું, અથવા અનંત પુગલ પરમાણુનું સમાવું)નું કરવાપણું રહેતું નથી; અને તે યથાર્થ છે એમ સમજાય છે. તે છતાં પણ જો માનવામાં ન આવતું હોય તો અથવા શંકા કરવાનું કારણ રહેતું હોય તો જ્ઞાની કહે છે કે ઉપર બતાવેલો પુરુષાર્થ કરવામાં આવ્યથી અનુભવસિદ્ધ થશે.” (વ.પૃ.૭૪૭) /(૨૪) રાગ-રોષ છોડ્યાથી ખાત્રી સૌ સિદ્ધાંતની થાશેજી, સર્વ પ્રકારે છૂટે તો જીંવ મોક્ષે પોતે જાશેજી. સૂક્ષ્મ અર્થ - રાગદ્વેષને મંદ કરી જ્ઞાનીપુરુષોએ કહેલા શાસ્ત્રો વૈરાગ્ય ઉપશમ સહિત વાંચવા વિચારવાથી છ પદ, નવ તત્ત્વ વગેરે સર્વ સિદ્ધાંતોની જીવને ખાત્રી થશે. તેથી સમ્યક્દર્શનની પ્રાપ્તિ થશે. “તત્ત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યકદર્શનમ” તત્ત્વોની શ્રદ્ધા એ સમકિત છે. સર્વ પ્રકારે રાગદ્વેષનો નાશ થાય તો જીવ સ્વયં મોક્ષપદને પામશે. 1રપા નવ તત્ત્વો કે સાત તત્ત્વની, છ પદ, છ દ્રવ્યની વાતોજી, જીંવ-અજીંવ બે દ્રવ્ય કે તત્ત્વ, સાર બધોય સમાતોજી. સૂક્ષ્મ અર્થ - નવ તત્ત્વ કે સાત તત્ત્વની, છ પદની કે છ દ્રવ્યની વાતોનો બઘો સાર જીવદ્રવ્ય કે અજીવદ્રવ્ય એ બે તત્ત્વોમાં સમાય છે. આત્મા જીવ દ્રવ્ય છે બાકી બધા અજીવ દ્રવ્ય છે. ૨૬ાા સિદ્ધાંત સમજજો સદુપદેશે, એકાન્ત નહિ આરોજી, સૂક્ષ્મ વિચારે સૂક્ષ્મ તત્ત્વ સૌ સમજ્ય સદ્ આચારોજી. સૂક્ષ્મ અર્થ - ભગવાનના કહેલા તત્ત્વ સિદ્ધાંતોને જ્ઞાની પુરુષના બોઘના આઘારે સમજજો. એકાન્ત વસ્તુ સ્વરૂપ માનવાથી સંસાર સમુદ્રનો કિનારો આવે એમ નથી. પણ ભગવાનના કહેલા છ દ્રવ્ય, સાત તત્ત્વ કે છ પદ આદિ સૂક્ષ્મ તત્ત્વોને સૂક્ષ્મ વિચારે સ્યાદ્વાદવડે સમજવાથી સઆચાર એટલે સમ્યક્રચારિત્રનો ઉદય થશે. રશા. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ આજ્ઞા અનુસરતા ઉપદેશે ક્રોઘ ક્ષમા-ભંડારોજી, ક્ષમા ય ગણી ઉત્સુત્ર-વિચારે મહામોહ-ઘરબારોજી.’ સૂક્ષ્મ અર્થ - ભગવાનની આજ્ઞાનુસાર ઉપદેશ કરતાં શ્રી ગુરુ ક્રોધ કરે તો પણ તે ક્ષમાના ભંડાર છે. જેમકે શિષ્યનો દોષ બહાર કઢાવવા તડૂકીને બોલે પણ તેમનો અંતરઆશય શુદ્ધ હોવાથી તે ક્ષમાના જ ભંડાર છે. “ગુરુ કે શિક્ષક શિષ્યને કડવા કથનથી ઉપદેશ આપે એ દેખાવમાં તો અયોગ્ય લાગે છે, પરંતુ પરિણામે કરુણાનું કારણ છે, એનું નામ “અનુબંઘદયા'.” (વ.પૃ.૬૪) જ્યારે કોઈ વિચારપૂર્વક ભગવાનના વચનથી વિરુદ્ધ બોલી ઉસૂત્ર પ્રરૂપણા કરે અને ક્ષમા રાખે તો પણ તે જીવ મહામોહનીય કર્મને ઉપાર્જન કરે છે. તે મહાપાપી બની અનંત સંસારી થાય છે. ભગવાન મહાવીરનો જીવ પૂર્વ ભવે મરીચીના ભવમાં ઇરાદાપૂર્વક ઘર્મથી વિરુદ્ધ વચન બોલવાથી લગભગ એક કોડાકોડી સાગરોપમ સુથી સંસારના અનંત દુઃખને પામ્યો. ૨૮ વચન કહ્યાં આ શ્રોતા અર્થે, ક્ષમા ન ત્યાં મુકાવીજી, આજ્ઞા હિતકારી સમજાવા, વૃષ્ટિ બાહ્ય તાવીજી. સૂક્ષ્મ અર્થ :- ઉપરના વાક્યો શ્રોતા એટલે સાંભળનાર માટે કહ્યા છે કે શ્રી ગુરુ આપણા ભલા માટે ક્રોઘ કરે તો તે સાંભળી આપણી ભૂલ સુધારવી. પણ એમ ન સમજવું કે શ્રી ગુરુ ક્રોધ કરે માટે આપણે પણ ક્ષમા રાખવી કાંઈ જરૂર નથી. શ્રી ગુરુની આજ્ઞા આપણા કલ્યાણ માટે છે એમ માની ગુરુ પ્રત્યે બાહ્યદ્રષ્ટિનો ત્યાગ કરવો, અર્થાતુ ગુરુ થઈને ક્રોધ કરે છે એમ કલ્પના કરવી નહીં. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી કોઈની ભૂલ થાય તો એવા વઢે કે શિષ્ય સુઘરી જ જાય. રિલા શાસ્ત્રાભ્યાસે વર્તે નિત્યે તેને અનુભવ લેવાજી, શિક્ષા આપી : “જડ શાસ્ત્રો સૌ, નિજ હિતે ચિત્ત દેવાજી. સૂક્ષ્મ અર્થ - જે હમેશાં શાસ્ત્રાભ્યાસ કરે છે તેને તે પ્રમાણે વર્તન કરી અનુભવ કરવા માટે શ્રી ગુરુએ શિક્ષા આપતા કહ્યું હોય કે “આ શાસ્ત્રો તો સર્વ જડ છે;” તો તે સાંભળી નિજ હિતમાં ચિત્ત લગાવવું કે જો હું શાસ્ત્રો પ્રમાણે વર્તન ન કરું તો એ શાસ્ત્રો મને કંઈ કહેવા આવવાના નથી. [૩૦ના તે સુંણી અભ્યાસ તજી દે જો શાસ્ત્રો શીખવનારોજી, આત્મ-અનુભવ તો ના સમજે, ઉદ્યમ રહિત થનારોજી. સૂક્ષ્મ અર્થ :- આ શાસ્ત્રો તો જડ છે એમ સાંભળી જો શાસ્ત્ર શીખનારો પોતાનો શાસ્ત્રાભ્યાસ મૂકી દે તો તે આત્મઅનુભવ માટેનું જ્ઞાન મેળવી શકે નહીં, પણ ઉદ્યમ રહિત થાય. પુરુષાર્થહીન વ્યક્તિ કંઈ પ્રાપ્ત કરી શકે નહીં. ૩૧ સ્નાનયજ્ઞને ઘર્મ ગણીને હિંસામાં હિત ભાળજી, તેના પ્રત્યે કહ્યું : પુણ્ય નહિ હિંસાથી કોઈ કાળજી.” સૂક્ષ્મ અર્થ :- કોઈ ગંગામાં સ્નાન કરી પોતાને પવિત્ર માને, કોઈ યજ્ઞમાં પશુ આદિની બલી ચઢાવી ઘર્મ માને. આમ હિંસા કરવાથી દેવ પ્રસન્ન થઈ અમારું હિત કરશે એમ માનનાર પ્રત્યે ભગવાને કહ્યું કે હિંસા કરવાથી કોઈ કાળે પણ પુણ્ય પ્રાપ્તિ થઈ શકે નહીં.” ૩રા Page #81 -------------------------------------------------------------------------- ________________ (૭૮) સુક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ કિંચિત્ હિંસા પૂજામાં, પણ બહુ હિતકારી અંતેજી, ગૃહસ્થને પૂજાની આજ્ઞા દીથી છે ભગવંતેજી. સૂક્ષ્મ અર્થ :– સ્નાનાદિથી પવિત્ર થઈ ભગવાનની પૂજા કરે તેમાં કિંચિત્ હિંસા થઈ એમ જણાય. પણ તે ઉત્તમભાવ થવાનું કારણ હોવાથી અંતે આત્માને બહુ હિતકારી સિદ્ધ થાય છે. માટે ગૃહસ્થને પૂજા કરવાની આજ્ઞા ભગવંતે આપી છે. ભાવથી ભગવાનની પૂજા કરવાથી કુમારપાળ રાજા થયો. દેવપાલ ભગવાનની પૂજા કર્યા વિના ભોજન ન લેવાથી ઉત્તમ ગતિને પામ્યો. ।।૩૩।। ઘર્મ-મંદિર કરવામાં હિંસા અલ્પ અને ફળ મોટુંજી, કહ્યું શાસ્ત્રમાં તે વિવેકે સમજી, તજજો ખોટુંજી. સૂક્ષ્મ અર્થ :— ધર્મ મંદિર બનાવવામાં હિંસા અલ્પ છે જ્યારે તેનું ફળ ઘણું મોટું છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેને વિવેકપૂર્વક સમજી ખોટી માન્યતાનો ત્યાગ કરજો. વીતરાગમુદ્રાના દર્શન ક૨વાથી વીતરાગતાની પ્રાપ્તિ થાય છે. સંપ્રતિરાજા, વિમલશાહ, વસ્તુપાળ-તેજપાળે અનેક ધર્મમંદિરો બંધાવી લક્ષ્મીનો સદુપયોગ કરી પુણ્ય ઉપાર્જન કર્યું હતું. ।।૩૪।। પાપ ટાળવા પ્રતિક્રમણ છે, પાપ તજી રહો ઘર્મેજી; આત્મ-અનુભવ-કાળે તેના વિકલ્પથી વહો કર્મેજી. સૂક્ષ્મ ૨૭૭ અર્થ :– કરેલા પાપોનો પશ્ચાત્તાપ કરી પાપથી પાછા હટવા માટે પ્રતિક્રમણની યોજના ભગવંતે કરી છે. તે પાપોને તજી ધર્મધ્યાનમાં નિમગ્ન રહેવું. જ્યારે આત્માના અનુભવ સમય તો નિર્વિકલ્પદશા છે. તેવા સમયે જ્ઞાનીપુરુષોને પુણ્યપાપના વિકલ્પો હોતા નથી. જો તે વિકલ્પો કરે તો ફરી કર્મ ગ્રહણની થારા તેમને શરૂ થઈ જાય. ।।૩૫।। જેમ તાવમાં પૌષ્ટિક પાકો મહા દોષ ઉપજાવેજી; ઊંચો ધર્મ ભલો બહુ તોપણ વિકારી લોક લજાવેજી. સૂક્ષ્મ અર્થ :— જેમ પૌષ્ટિક પકવાનનું ભોજન ઉત્તમ હોવા છતાં તાવના કારણે શરીરમાં મહાદોષ ઉત્પન્ન કરે, તેમ વીતરાગ પુરુષોનો બોધેલો આત્મધર્મ બહુ ઊંચો અને ભલો હોવા છતાં વિકારી જીવો પોતાના વિપરીત વર્તનથી તેને કલંક લગાડે છે. ।।૩૬। રસાદિ વિષયે રહી આસક્તિ, સર્વ પરિગ્રહ છોડેજી, આર્દ્રધ્યાન કે વિષય-પોષરૂપ ચઢે પાપને ઘોડેજી. સૂક્ષ્મ અર્થ :જિહ્વાદિ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહેલી હોવા છતાં જે સર્વ પરિગ્રહને છોડી દીક્ષા ગ્રહણ કરે તો આર્ત્તધ્યાન કરી કે પાંચ ઇન્દ્રિયોના વિષયોને પોષી પાપરૂપી ઘોડા ઉપર ચઢે છે. તે પાપરૂપી ઘોડો તેને દુર્ગતિમાં લઈ જાય છે. “ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થજી; ત્યાગ ના ટકે રે વૈરાગ્ય વિના.” ।।૩૭।। સત્ય વિચારે ગ્રહી ઉપદેશો, સદાચાર સૌ સેવોજી, રાગ-રોષને ઘટાડવાનો લક્ષ નિરંતર લેવોજી. સૂક્ષ્મ Page #82 -------------------------------------------------------------------------- ________________ (૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ કિંચિત્ હિંસા પૂજામાં, પણ બહુ હિતકારી અંતેજી, ગૃહસ્થને પૂજાની આજ્ઞા દીથી છે ભગવંતેજી. સૂક્ષ્મ અર્થ :— સ્નાનાદિથી પવિત્ર થઈ ભગવાનની પૂજા કરે તેમાં કિંચિત્ હિંસા થઈ એમ જણાય. પણ તે ઉત્તમભાવ થવાનું કારણ હોવાથી અંતે આત્માને બહુ હિતકારી સિદ્ધ થાય છે. માટે ગૃહસ્થને પૂજા કરવાની આજ્ઞા ભગવંતે આપી છે. ભાવથી ભગવાનની પૂજા કરવાથી કુમારપાળ રાજા થયો. દેવપાલ ભગવાનની પૂજા કર્યા વિના ભોજન ન લેવાથી ઉત્તમ ગતિને પામ્યો. ।।૩૩।। ધર્મ-મંદિ૨ ક૨વામાં હિંસા અલ્પ અને ફળ મોટુંજી, કહ્યું શાસ્ત્રમાં તે વિવેકે સમજી, તજજો ખોટુંજી. સૂક્ષ્મ અર્થ = • ધર્મ મંદિર બનાવવામાં હિંસા અલ્પ છે જ્યારે તેનું ફળ ઘણું મોટું છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેને વિવેકપૂર્વક સમજી ખોટી માન્યતાનો ત્યાગ કરજો. વીતરાગમુદ્રાના દર્શન કરવાથી વીતરાગતાની પ્રાપ્તિ થાય છે. સંપ્રતિરાજા, વિમલશાહ, વસ્તુપાળ-તેજપાળે અનેક ધર્મમંદિરો બંધાવી લક્ષ્મીનો સદુપયોગ કરી પુણ્ય ઉપાર્જન કર્યું હતું. ।।૩૪।। પાપ ટાળવા પ્રતિક્રમણ છે, પાપ તજી રહો ધર્મજી; આત્મ-અનુભવ-કાળે તેના વિકલ્પથી વહો કર્મેજી. સૂક્ષ્મ ૨૭૭ અર્થ :– કરેલા પાપોનો પશ્ચાત્તાપ કરી પાપથી પાછા હટવા માટે પ્રતિક્રમણની યોજના ભગવંતે કરી છે. તે પાપોને તજી ધર્મધ્યાનમાં નિમગ્ન રહેવું. જ્યારે આત્માના અનુભવ સમય તો નિર્વિકલ્પદશા છે. તેવા સમયે જ્ઞાનીપુરુષોને પુણ્યપાપના વિકલ્પો હોતા નથી. જો તે વિકલ્પો કરે તો ફરી કર્મ ગ્રહણની ધારા તેમને શરૂ થઈ જાય. ।।૩૫।। જેમ તાવમાં પૌષ્ટિક પાકો મહા દોષ ઉપજાવેજી; ઊંચો ધર્મ ભલો બહુ તોપણ વિકારી લોક લજાવેજી. સૂક્ષ્મ અર્થ – જેમ પૌષ્ટિક પકવાનનું ભોજન ઉત્તમ હોવા છતાં તાવના કારણે શરીરમાં મહાદોષ ઉત્પન્ન કરે, તેમ વીતરાગ પુરુષોનો બોધેલો આત્મધર્મ બહુ ઊંચો અને ભલો હોવા છતાં વિકારી જીવો પોતાના વિપરીત વર્તનથી તેને કલંક લગાડે છે. ૩૬ના રસાદિ વિષયે રહી આસક્તિ, સર્વ પરિગ્રહ છોડેજી, આર્તધ્યાન કે વિષય-પોષરૂપ ચઢે પાપને ઘોડેજી. સૂક્ષ્મ અર્થ :- જિહ્વાદિ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહેલી હોવા છતાં જે સર્વ પરિગ્રહને છોડી દીક્ષા ગ્રહણ કરે તો આર્ત્તધ્યાન કરી કે પાંચ ઇન્દ્રિયોના વિષયોને પોષી પાપરૂપી ઘોડા ઉપર ચઢે છે. તે પાપરૂપી ઘોડો તેને દુર્ગતિમાં લઈ જાય છે. “ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે ક૨શે અનર્થજી; ત્યાગ ના ટકે રે વૈરાગ્ય વિના.” ।।૩૭। સત્ય વિચારે ગ્રહી ઉપદેશો, સદાચાર સૌ સેવોજી, રાગ-રોષને ઘટાડવાનો લક્ષ નિરંતર લેવોજી. સૂક્ષ્મ Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ અર્થ :— ભગવાને કહેલા ઉપદેશોને સાચા ભાવથી વિચારીને ગ્રહણ કરી સર્વે સદાચારનું સેવન કરો. તથા રાગદ્વેષના ભાવોને ઘટાડવાનો જ નિરંતર લક્ષ રાખવા યોગ્ય છે. ।।૩૮। ૨૭૮ જ્ઞાનીની આજ્ઞાએ, અથવા કરી પરીક્ષા ઘારોજી સ્વરૂપ સુદેવ-સુથર્મ-સુગુરુનું; ગ્રહીત મિથ્યાત્વ વારોજી. સૂક્ષ્મ અર્થ :— જ્ઞાનીની આજ્ઞાએ તે રાગદ્વેષ કેમ ઘટે તે પ્રમાણે વર્તન કરવું. પણ “જેની પાસેથી ધર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું.” (વ.પૃ.૩૮૨) માટે સદૈવ, સધર્મ અને સદ્ગુરુનું સ્વરૂપ શું છે? તેની પરીક્ષા કરી સદ્ગુરુરુને ધારણ કરવા. અને પૂર્વે ગ્રહણ કરેલી મિથ્યા માન્યતાનો ત્યાગ કરી શ્રદ્ધાને નિર્મળ કરવી. એ જ આત્માના કલ્યાણ માટે પરમ હિતકારી ઔષધ છે. ૫૩૯ના કુસંગ તજી સત્સંગે ભાજો જિન-કથિત જીવાદિજી, તત્ત્વપ્રતીતિ એ અભ્યાસે થતાં, વિચાર-પ્રસાદીજી. સૂક્ષ્મ અર્થ :— કુદેવ, કુગુરુ અને કુધર્મનો કુસંગ તજી સત્સંગે જિનેશ્વર ભગવંતના ઉપદેશેલા જીવાદિ તત્ત્વોનો અભ્યાસ કરો. જેથી જીવ અજીવ આદિ તત્ત્વોની શ્રદ્ધા થશે અને તે સંબંધી વિચાર કરવાની શક્તિ પ્રગટશે. ।।૪૦। વિચાર કર્યા કરતાં સ્વપરનો ભેદ ભાસવા લાગેજી, પોતાનો આત્મા ઓળખવા સ્વરૂપવિચા૨ે જાગેજી. સૂક્ષ્મ અર્થ :— આમ જડ ચેતનનો વિચાર કરવાથી તેમાં સ્વ શું અને પર શું છે? તેનો સ્પષ્ટ ભેદ ભાસવા લાગશે. અને પોતાનો આત્મા ઓળખવા માટે આવા સ્વરૂપ વિચારથી તે જાગૃત થશે. ।।૪૧૫ આત્માનુભવની પ્રાપ્તિનો આ ક્રમ ઉત્તમ ઘારોજી, કી દેવાદિ, કદી તત્ત્વો કે આત્મ-સ્વરૂપ વિચારોજી. સૂક્ષ્મ અર્થ :– આત્મઅનુભવ કરવાનો આ ઉત્તમ ક્રમ છે એમ માની તેને ઘારણ કરો. તે માટે કદી દેવગુરુ ધર્મ વિષે કે કદી સાત તત્ત્વો વિષે અધવા આત્મસ્વરૂપ વિષેનો વિચાર કરવો યોગ્ય છે. ।।૪૨। દર્શન-મોહની થશે મંદતા, સમ્યગ્દર્શન પ્રગટેજી, ભવ્ય જીવ આવા અભ્યાસે આવે મુક્તિની નિકટેજી. સૂક્ષ્મ અર્થ :– દેહથી આત્મા ભિન્ન છે એમ વિચાર કરતાં દર્શનમોતનીય કર્મની મંદતા ધશે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે. ભવ્ય જીવો આવા પ્રકારનો અભ્યાસ કરવાથી મુક્તિની નિકટતાને પામે છે. ૫૪૩।। એવા અનુક્રમથી સાથે તો, મોક્ષમાર્ગ જૈવ પામેજી, એ અનુક્રમ ઉલ્લંઘે તે જીંવ રખડે જ્ઞાની-નામેજી. સૂક્ષ્મ અર્થ :— ઉપર કહેલા અનુક્રમથી જીવ સાધના કરશે તો જરૂર મોક્ષમાર્ગને પામશે. સંક્ષેપમાં તે ક્રમ આ પ્રમાણે છે કે સૌથી પહેલા સદ્ગુરુની શોધ કરી તેમની આજ્ઞા માન્ય કરવી. જેથી સાચા દેવગુરુ ઘર્મની શ્રદ્ધા થશે. અને ગ્રહિત મિથ્યાત્વનો નાશ થશે. તેથી કુગુરુ, કુદેવ અને કુધર્મનો સંગ છૂટી જશે. પછી સાત તત્ત્વોનો અભ્યાસ કરવો. જીવાદિ તત્ત્વોનો વિચાર કરતાં સ્વપર ભેદ ભાસવા લાગશે. તેના Page #84 -------------------------------------------------------------------------- ________________ (૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ પરિણામે દર્શનમોહની મંદતા થઈ સમ્યગ્દર્શનની જીવને પ્રાપ્તિ થશે. તેના બળે આગળ વધતાં, કેવળજ્ઞાનને પામી શાશ્વત સુખરૂપ એવા મોક્ષને પામશે. એ અનુક્રમને ઉલંઘવાથી જીવ જ્ઞાની નામ ઘરાવીને પણ સંસારમાં જ રઝળે છે. Ir૪૪ો. દેવાદિકને માન્યા વિના તત્ત્વાદિક વિચારીજી, બુદ્ધિથી બહુ બકતો ફરતો યશ-થનનો ભિખારીજી. સૂક્ષ્મ અર્થ :- સદેવગુરુઘર્મની આજ્ઞાને માન્ય કર્યા વિના સ્વમતિકલ્પનાએ તત્ત્વોનો વિચાર કરી, પોતાની બુદ્ધિ અનુસાર અર્થ કરીને અજ્ઞાની જીવ માનનો કે ઘનનો ભિખારી બની બહુ બકતો ફરે છે, તે કલ્યાણનો માર્ગ નથી. “જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.” (વ.પૃ.૩૮૨) II૪પાા તત્ત્વ-વિચારે ચિત્ત ન રાખે, સ્વપર-વિવેકી માનીજી; સ્વપર-ભેદ યથાર્થ નથી, તો ય માને આત્મ-જ્ઞાનીજી. સૂક્ષ્મ અર્થ :- આત્મતત્ત્વ વિચારમાં જેનું ચિત્ત નથી. છતાં પોતાનું શું? અને પર શું? તેનું અમને ભાન છે એમ પોતાને વિવેકી માને છે. પણ તેનો માનેલો દેહ અને આત્માનો સ્વપર-ભેદ તે યથાર્થ નથી. તો પણ દર્શનમોહની બળવત્તરતાને લઈને પોતાને આત્મજ્ઞાની માને છે અને મનાવે છે. એવા જીવો દયાને પાત્ર છે. કેમકે પોતે બૂડી બીજાને પણ બુડાડે છે. એ સૌ ચતુરાઈની વાતો માનાદિક વઘારેજી, હિતઇચ્છકને કાર્યકર નહિ, ભવે ભ્રમણ વિસ્તારેજી. સૂક્ષ્મ અર્થ :- એ સૌ ચતુરાઈની વાતો માત્ર માનાદિ કષાયોને વઘારનાર છે. આત્મહિત ઇચ્છુકને તે આત્મકાર્ય સિદ્ધ કરાવનાર નથી; પણ સંસારમાં અનંત પરિભ્રમણને વિસ્તારનાર છે. II૪શા અપક્ષપાતે દોષ દેખી નિજ, મુમુક્ષતા જીંવ ઘારેજી, તો સગુરુની ભક્તિ તેને ભવ-જળ-પાર ઉતારેજી. સૂક્ષ્મ અર્થ :- અપક્ષપાતપણે પોતાનો દોષ દેખી સાચી મુમુક્ષતાને જીવ ઘારણ કરશે તો પરમકૃપાળુ સદ્ગુરુદેવની ભક્તિ તેને સંસારરૂપી સમુદ્રના અગા જળથી જરૂર પાર ઉતારશે, એમાં કિંચિત માત્ર સંશય નથી. ૪૮. આત્માદિ સૂક્ષ્મ તત્ત્વોની પ્રતીતિ થયા પછી જીવ યથાર્થ રીતે મુનિચર્યારૂપ સમિતિગતિને પાળી શકે છે. સમિતિ પાંચ પ્રકારની છે. ઈર્યા, ભાષા, એષણા, આદાનભંડમત અને પારિષ્ઠાપનિકા સમિતિ. ભગવાને જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક મુનિને શરીરાદિ કારણે પ્રવર્તવું પડે ત્યારે આ પાંચ સમિતિપૂર્વક પ્રવર્તે છે. તથા મનવચનકાયાની પાપ પ્રવૃત્તિને રોકી ત્રણેય યોગને સ્થિર કરવા તે ગુપ્તિ છે. “આત્મસ્વભાવમાં રહેવારૂપ ગુતિ છે.” સમિતિ પ્રવૃત્તિરૂપ છે અને ગુતિ નિવૃત્તિરૂપ છે. એ સંબંધીનું વિવરણ હવે આ પાઠમાં કરે છે : Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ (૭૯) સમિતિ-ગુક્તિ (સેવક કિમ અવગણિયે હો મલ્લિ-જિન, એ અબ શોભા સારી–એ રાગ) ગુરુવર-ચરણે પ્રણમિયે હો ભક્તજન, ઉર ઉલ્લાસ વઘારી, શ્રીમદ્ રાજગુરુ-ઉપદેશ તરશે નર ને નારી. હો ભક્ત અર્થ :- ગુરુવર એટલે ગુરુઓમાં શ્રેષ્ઠ એવા પરમકૃપાળુદેવના ચરણકમળમાં હો ભક્તજન! હૃદયમાં ઉલ્લાસભાવ વઘારીને પ્રણામ કરીએ. કેમકે શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યના ઉપદેશથી અનેક નર નારીઓ આ ભયંકર કલિકાળમાં પણ મોહરૂપી સ્વયંભૂરમણ સમુદ્રને તરી જશે. ૧૫ સમિતિ-ગુણિ-રહસ્ય જેના ઉરમાં રમતું ઊંડું, તેના બોઘે સૌ જિજ્ઞાસુ સમજી લે હિત રૂડું. હો ભક્ત અર્થ :- સમિતિ ગુતિનું ઊંડુ રહસ્ય જેના હૃદયમાં સદા રમતું છે એવા પરમકૃપાળુદેવના બોઘ બળે સર્વ જિજ્ઞાસુ જીવો પોતાના આત્માનું રૂડું હિત શામાં છે તે સમજી શકે છે. પુરા સંયમી જનની રક્ષા માટે જનની આઠ સમિતિ, પંચ સમિતિ, ત્રિગુતિ નામે સમ્યક્ વર્તન નીતિ. હો ભક્ત અર્થ :- “સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” તે સંયમ બાર પ્રકારે છે. છ કાય જીવની રક્ષા કરવારૂપ પ્રાણી સંયમ અને પાંચ ઇન્દ્રિયો અને મનને રોકવારૂપ ઇન્દ્રિય સંયમ છે. તે સંયમને પાળનાર એવા સંયમી જીવની રક્ષા કરવા માટે આઠ સમિતિ તે માતા સમાન છે. આઠ સમિતિરૂપ માતાઓ ચારિત્રરૂપ પુત્રની રક્ષા કરે છે. ચારિત્રાચાર-એ પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિએ કરીને આઠ પ્રકારનો છે. એને અષ્ટ પ્રવચનમાતા પણ કહે છે. પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિ, એ બથી સમ્યકુરીતે વર્તન કરવાની નીતિઓ છે. સા. આદાન-નિક્ષેપણ, ઉત્સર્ગ, ભાષા, એષણા, ઈર્યા; પંચ સમિતિનાં એ નામો પંચવિઘ એ ચર્યા. હો ભક્ત અર્થ - આદાન નિક્ષેપણ એટલે વસ્ત્રાદિનું લેવું મૂકવું, ઉત્સર્ગ કહેતા મળ ત્યાગ કરવો, ભાષા એટલે બોલવુ, એષણા કહેતા આહાર આદિ ગ્રહણ કરવા, ઈર્યા એટલે ઉપયોગપૂર્વક હલનચલન કરવું. એ પાંચ સમિતિના નામો છે. અને એની પંચવિઘ કહેતા પાંચ પ્રકારની ચર્ચા અર્થાત્ જુદા જુદા પ્રકારના વર્તન છે. જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે.” (વ.પૃ.૫૯૬) //૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ (૭૯) સમિતિ-ગુપ્તિ ૨૮૧ મન-વચન-કાયાથી થાતી, રોકે પાપ-પ્રવૃત્તિ, અથવા યોગ ત્રણે રોકાતાં, માની છે ત્રણ ગુહિ. હો ભક્ત અર્થ - મનવચનકાયાવડે જે પાપની પ્રવૃતિ થાય છે તેને રોકવી અથવા ત્રણેય યોગને સ્થિર કરવા તેને ત્રણ ગુપ્તિ માનેલ છે. પાા ૧. ઈર્યા-સમિતિ પ્રસિદ્ધ સિદ્ધક્ષેત્રો, જિન-પ્રતિમા–વંદન કાજે જાતાં, ગુરુ-આચાર્ય-તપવૃદ્ધ સેવવા ભાવ હૃદયમાં થાતાં હો ભક્ત અર્થ :- સમેતશિખર, ગિરનાર, ચમ્પાપુરી, પાવાપુરી અને શત્રુંજય આદિ પ્રસિદ્ધ સિદ્ધ ક્ષેત્રોની યાત્રાએ જતાં અથવા બીજા તીથમાં જિન પ્રતિમાના વંદન કાજે જતાં અથવા ગુરુ, આચાર્ય કે તપોવૃદ્ધ મુનિની સેવા કરવાનો ભાવ હૃદયમાં ઉત્પન્ન થતાં મુનિને જે ઉપયોગપૂર્વક ચાલવું થાય છે તે ઈર્ષા સમિતિ કહેવાય છે. કાા દિવસે લોક જતા તે રસ્ત, તર્જી પ્રમાદ જો ચાલે, ચાર હાથ આગળ વૃષ્ટિ કરી, દયા મુનિજન પાળે. હો ભક્ત અર્થ – દિવસે જે માર્ગે લોકો ચાલે તે માર્ગ ઉપર પ્રમાદ તજીને ઉપયોગપૂર્વક ચાર હાથ આગળ પ્રકાશમાં જોઈને મુનિજન જીવોની દયા પાળતા ચાલે, તેનું નામ ઈર્ષા સમિતિ છે. IIળા ઈર્યા-સમિતિ તેને કહિયે, જીંવ-રક્ષાનો હેતુ, પાપ-નિમિત્તો અનેક ટળતાં, ભવજળ તરવા સેતુ. હો ભક્ત અર્થ - ઈર્યા-સમિતિ તેને કહેવાય કે જ્યાં જીવોની રક્ષા કરવાનો હેતુ છે. રસ્તામાં કીડી, મકોડી અથવા ઘાસના અંકૂર, તૃણ કે લીલા પાંદડા અથવા કીચડ વગેરે ન હોય તેવા સ્થાન ઉપર મુનિ ઉપયોગપૂર્વક ચાલે તેને ઈર્ષા સમિતિ કહેવાય છે. ઉપયોગપૂર્વક ચાલવાથી પાપના અનેક કારણો ટળે છે. ઉપયોગ ત્યાંજ ઘર્મ છે. આ બધા સાઘનો ભવજળ તરવા માટે સેતુ એટલે પુલ સમાન છે. વરદત્ત ઋષિનું દ્રષ્ટાંત - વરદત્ત ઋષિ ઈર્ષા સમિતિ પાળવામાં દ્રઢ હતા. ઇન્દ્ર તેમની પ્રશંસા કરી. દેવ પરીક્ષા કરવા આવી રસ્તામાં માખીઓ જેવડી અનેક દેડકીઓ વિદુર્થી. પગ મૂકવાની જગ્યા નહીં. મુનિ ધ્યાનમાં સ્થિત હતા. જેથી હાથીઓનું ટોળું વિફર્વી કહ્યું : હે ઋષિ ખસી જાઓ દૂર જતા રહો, તોય અડોળ રહ્યા. હાથીએ આવી ઉછાળ્યા. નીચે પડતા મુનિએ વિચાર્યું કે અહો મારો દેહ પડતા ઘણી દેડકીઓનો વિનાશ થઈ જશે. એમ દ્રઢપણે ભાવમાં ઈર્ષા સમિતિનું પાલન જોઈ દેવે પ્રગટ થઈ અપરાઘ ખમાવ્યો અને સમકિત પામી સ્વર્ગે ગયો. દા. આજ્ઞા જેમ આપી છે તેમ જ, ચાલવું પડતાં ચાલે, આજ્ઞાના ઉપયોગપૂર્વક ક્રિયાથી નરતન પાળે. હો ભક્ત અર્થ - “જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું.” -શ્રીમદ્ રાજચંદ્ર આજ્ઞાના ઉપયોગપૂર્વક ક્રિયા કરીને મુનિ આ નરદેહનું પાલન કરે છે. લા. મનિ-માર્ગ સમતાનો ભાખ્યો. પ્રયત્નપૂર્વક ચાલો. સ્વરૂપ સમજી મમતા મૂકી, આત્મધર્મ અજવાળો. હો ભક્તો Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- મુનિ-માર્ગ ભગવંતે સમતાનો ભાખ્યો છે. જોડા વગર, કાંટાકાંકરામાં કે તડકામાં સમભાવ સહિત બાવીસ પરિષહ સહન કરીને જે ચાલે છે. એવા માર્ગે પ્રયત્નપૂર્વક ચાલવાનો અભ્યાસ કરવો જોઈએ. પોતાનું માત્ર આત્મસ્વરૂપ છે એમ સમજી પરપદાર્થોની મમતા મૂકી આત્મઘર્મને ઉજજવલ કરવાનો જીવે પુરુષાર્થ કરવો જોઈએ. પરમકૃપાળુદેવનું વૃષ્ટાંત :- પરમકૃપાળુદેવ નરોડામાં મુનિઓને જોઈ પોતે પણ જોડા કાઢી નાખી ભર ઉનાળાની ઘગઘગતી ભૂમિ ઉપર શાંત ચિત્તથી ચાલતા હતા. જ્યારે મુનિઓ વચ્ચે આવનાર ઝાડની છાયામાં કિંચિતુવાર થોભતા હતા. ૧૦ ૨. ભાષા-સમિતિ ઘૂર્ત-કામ-અભક્ષ્યભક્ષિની, નાસ્તિક, શંકાવાળી, ટાળી દોષ દશ, સાધુ-સમ્મત ભાષા વદો રસાળી. હો ભક્ત અર્થ – ઘૂર્ત એટલે ઠગલોકોની વાણી, કામી પુરુષોની વિકારયુક્ત વાણી, અભક્ષ્ય ભક્ષણ કરનાર લોકોની કઠોર વાણી, નાસ્તિક લોકોની વિપરીત વાણી તથા બીજાને શંકા ઉત્પન્ન કરે એવી વાણીને તજી તથા ભાષાના દશ દોષોને ટાળીને સાધુપુરુષોને સમ્મત એવી રસાળી ભાષાનો ઉપયોગ કરો. I૧૧ાા દુર્ભાષા દશ ભેદ જાણો : કર્કશ, પરુષા, તીખી. નિષ્ફર, પરકોપી, છેદ્યાંકુર, નચ, હિંસક, ભય-દાખી. હો ભક્ત અર્થ - દુઃખ ઉપજાવનાર દુર્ભાષાના દશ ભેદ આ પ્રમાણે છે તે જાણો. (૧) કર્કશ-કર્ણને, અપ્રિય, (૨) પરુષા-કઠોરતાવાળી (૩) તીખી-મનને ન ગમે તેવી, (૪) નિષ્ફર-નિર્દયતાવાળી, (૫) પરકોપી- બીજાને ક્રોઘ ઉપજાવનાર, (૬) છેદ્યાંકુર-મર્મભેદક, (૭) નીચ-હલકા લોકો બોલે તેવી, (૮) હિંસક-હિંસા કરાવનાર, (૯) ભદાખી-બીજાને ભય ઉપજાવે એવી ભાષા બોલવી નહીં. ૧૨ાા દશમી અતિ અભિમાન ભરેલી તર્જી, બીર્જી સમિતિ પાળો, અસંશયાત્મક, હિત, મિત બોલો, પરમ સત્ય સંભાળો. હો ભક્ત અર્થ - (૧૦) અતિ અભિમાન ભરેલી ભાષા બોલવી નહીં. એ બઘાનો ત્યાગ કરી બીજી ભાષાસમિતિનું પાલન કરો. બોલો ત્યારે શંકારહિતપણે, હિતકારી અને માપસર બોલો. બોલતા પરમ સત્ય ભાષા બોલવાનું ધ્યાન રાખો. ૧all વચન-વર્ગણા લોહ સમી તે કંચન કરી શુભ ભાવે, મુનિ જિન-ગુણ-સ્તવને, ઉપદેશે, સૂત્રાર્થે મન લાવે. હો ભક્ત અર્થ - વચન વર્ગણા લોહ જેવી છે તેને પણ મુનિ શુભભાવવડે સુવર્ણ સમાન કરી જિનગુણની સ્તવના કરે છે, ઉપદેશ આપે છે અથવા સૂત્રના અર્થ પ્રગટ કરવામાં મનને લાવી વાણીનો સદુપયોગ કરે છે. ૧૪ જ્ઞાન-જલધિ મુનિ ગંભીર વદતા કરુણા-કારણ જ્યારે, મોહ-ઉદયમાં નિમોંહી તે ભાવ ન શુદ્ધ વિસારે. હો ભક્ત Page #88 -------------------------------------------------------------------------- ________________ (૭૯) સમિતિ-ગુતિ ૨૮૩ અર્થ - જ્ઞાનમાં સાગર જેવા ગંભીર મુનિ, જીવોની અનંતી કરુણાના કારણે જ્યારે બોલે છે ત્યારે તેમને સંજ્વલન કષાયનો ઉદય હોય છે; છતાં નિર્મોહી છે. કેમકે તે સમયે પણ પોતાના શુદ્ધ સ્વભાવને ભૂલતા નથી. ૧૫ાા આજ્ઞા આપી છે તે રીતે જર્ફેર પડ્યે મુખ ખોલે, આજ્ઞાના ઉપયોગપૂર્વક મુનિજન વચનો બોલે. હો ભક્ત અર્થ - જેમ ભગવંતે આજ્ઞા આપી છે તે રીતે જરૂર પડ્યે મુખ ખોલે છે. નહીં તો મૌન રહે છે. અને બોલવું પડે તો આજ્ઞાના ઉપયોગપૂર્વક મુનિજન વચનો બોલે છે. ૧૬ાા સ્વરૂપ-સ્થિત, ઇચ્છા-ત્યાગી, પૂર્વપ્રયોગે ખેલે, અપૂર્વ વાણી જગ-ઉપકારક ગુમ રહસ્ય ઉકેલે. હો ભક્ત અર્થ - જે સ્વરૂપમાં સ્થિત છે, સર્વ ઇચ્છાઓના ત્યાગી છે, માત્ર પૂર્વે બાંધેલા કર્માનુસાર જેમનું સંસારમાં વિચરવાપણું છે, જેની અપૂર્વ વાણી છે, જેનામાં પરમથુતગુણ હોવાથી શાસ્ત્રોના ગુઢ રહસ્યોને આ વાણી દ્વારા જગજીવોના ઉપકાર અર્થે ખોલે છે, એવા જ્ઞાની પુરુષોને અમારા કોટીશઃ પ્રણામ હો. “સ્વરૂપ સ્થિત ઇચ્છા રહિત; વિચરે પૂર્વ પ્રયોગ; અપૂર્વવાણી પરમશ્રત સગુરુ લક્ષણ યોગ્ય.” આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમકૃત, સગુરુ લક્ષણ યોગ્ય.” -શ્રીમદ્ રાજચંદ્ર રજ્જા સાથ્વીનું દ્રષ્ટાંત - રજ્જા નામની સાથ્વીને એકવાર કોઢ રોગ થવાથી બીજી સાધ્વીઓને એમ કહ્યું કે આ મને કોઢ થયો છે તેનું કારણ આ પ્રાસુક જળ અર્થાતુ આ ગરમ કરેલું પાણી છે. તેથી બીજી સાધ્વીઓને પણ પ્રાસુક જળ ત્યાગવાનો ભાવ ઉપજ્યો. છતાં એક સાધ્વીએ વિચાર્યું કે અનંત તીર્થકરોએ તો ગરમ કરેલ પ્રાસુક જળ પીવાની આજ્ઞા કરેલ છે. માટે એણે અનંત તીર્થકરોની આજ્ઞાનો લોપ થાય એવું વચન ઉચ્ચાર્યું છે પણ હું તો ભગવાને કહ્યું તેમજ કરીશ. એમ વિચારતાં તે સાધ્વીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી રજ્જા સાધ્વીએ કેવળી ભગવંતને પૂછ્યું કે મને આ કોઢ શાથી થયો? ત્યારે ભગવંતે કોઢનું કારણ શરીરમાં રક્તપિત્તનો દોષ હોવા છતાં સ્નિગ્ધ ભોજન કરવાથી અને તેમાં કરોળિયાની લાળનું મિશ્રણ ભળવાથી તને આ કોઢનો રોગ થયો છે. પછી રજ્જા સાથ્વીએ ઉસૂત્ર ભાષણના દોષનું પ્રાયશ્ચિત્ત પૂછતાં કેવળી ભગવંતે કહ્યું : તેં બધી સાધ્વીઓને શંકામાં નાખવાથી અનંત સંસાર વધાર્યો છે. માટે એનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી. કારણ કે અનંત તીર્થકરની વિરુદ્ધ મહાપાપી વચન ઉચ્ચારવાથી તેં મોટું પાપ ઉપાર્જન કરેલ છે. તેના ફળમાં અનેક ભવમાં કુષ્ઠ, જલોદર, ભગંદર, ગંડમાળ વગેરે રોગોથી તને પીડાવું પડશે. માટે વિચારપૂર્વક ભાષા સમિતિનો ઉપયોગ રાખી શુદ્ધ વાક્ય બોલવાનો અભ્યાસ દરેકને રાખવા યોગ્ય છે. |૧ળા ૩. એષણા-સમિતિ સંયમ સાઘન દેહ ટકાવે સાધુ શુદ્ધ આહારે, ઉત્પાદોડ્ઝમ, અંગારાદિ, શંકા, વિધ્ર નિવારે. હો ભક્ત અર્થ:- સંયમનું સાધન આ દેહ છે. તેને ભગવાને જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ શુદ્ધ આહાર જળ લઈને ટકાવે તેને એષણા સમિતિ કહેવાય છે. એષણા સમિતિ પાલન અર્થે ૪૬ દોષ રહિત મુનિ આહાર લે છે. તેમાં ૧૬ ઉત્પાદુદોષ મુનિઓવડે કરાય છે તે, બીજા ૧૬ ઉદ્ગમ દોષ જે ગૃહસ્થોવડે લાગે છે, તથા અંગારાદિ ૪ દોષ (૧. આસક્તિપૂર્વક ખાનારને અંગાર દોષ લાગે, ૨. નિંદા કરતો ખાય તેને ધૂમ દોષ લાગે, ૩. ઉષ્ણ અને શીત પરસ્પર ભેળવીને ખાનારને સંયોજનદોષ લાગે તથા ૪. ભોજનવડે પેટને અડઘાથી ઉપર ભરનાર મુનિને અતિમાત્રા દોષ અથવા પ્રમાણ દોષ લાગે છે. તેથી સ્વાધ્યાય, આવશ્યક ક્રિયાઓમાં ક્ષતિ પહોંચે છે.) તથા આ ભોજન આગમમાં કહ્યા પ્રમાણે શુદ્ધ હશે કે નહીં એવી શંકા છતાં આહાર લેવો તે શંકા દોષ. એવા બીજા ૧૦ દોષ મળી કુલ ૪૬ દોષ રહિત મુનિ આહાર લે છે. તથા ભોજનમાં વિદગ્ન કરનાર એવા બીજા ૩૨ અંતરાયો છે. તેને પણ નિવારીને મુનિ આહાર ગ્રહણ કરે છે. આનો વિસ્તાર “ઘર્મામૃત' ગ્રંથમાં પાંચમા પિંડશુદ્ધિ વિઘાનથી જાણવો. ઘનશર્માનું દ્રષ્ટાંત - ઘનમિત્ર નામના પિતાએ પુત્ર ઘનશર્મા સાથે દીક્ષા ગ્રહણ કરી. વિહારમાં પુત્રને તૃષા લાગી. પિતાએ પુત્રને નદીનું જળ પીવા કહ્યું. હાથમાં નદીનું જળ લઈ પુત્ર વિચારવા લાગ્યો કે આ સચિત્ત જળના જીવોને અભયદાન આપું કે મારા પ્રાણને બચાવું. મારા પ્રાણ પણ એક દિવસે તો જવાના જ છે. તો આ અનંત જળકાય જીવોની હિંસા કરી તથા ભગવાન તીર્થકરોની આજ્ઞાનો લોપ કરી અનંત સંસારમાં શા માટે રઝળું? એમ વિચારી સચિત્ત જળ પીધા વિના દેહનો ત્યાગ કરી દેવગતિને પામ્યા. એમ ભગવંતની આજ્ઞા પ્રમાણે વર્તવામાં જીવનું કલ્યાણ છે. ||૧૮ાા. અદત્ત, અભક્ષ્ય, ઉદ્દેશેલું મુનિ ગ્રહે ન, અકાલે, મધુકર સમ ભિક્ષાથી જીવે, આત્માર્થે સૌ પાળે. હો ભક્ત અર્થ :- અદત્ત એટલે કોઈએ આપ્યા વગર મુનિ લે નહીં, અભક્ષ્ય ભોજન કરે નહીં. મુનિને ઉદ્દેશીને બનાવેલ આહાર હોય તે લે નહીં તથા શાસ્ત્રમાં કહેલ સમય વિના અકાળે મુનિ ભોજન કરે નહીં. મધુકર એટલે ભમરાની જેમ જુદા જુદા ઘરેથી થોડી થોડી ભિક્ષા લઈને મુનિ જીવન ગુજારે. જેમ તરુ ફુલે ભમરો બેસે, પીડા તસ ન ઉપાવે, લઈ રસ આતમ સંતોષે, તિમ મુનિ ગોચરી જાવે. હો ભવિકા સિદ્ધચક્ર પદ વંદો.” ઉપરોક્ત જણાવેલા બઘા નિયમો આત્માના કલ્યાણ અર્થે મુનિ પાલન કરે છે. I/૧૯ો. દ્રવ્ય-દોષ, પરિણામ-દોષ તજીં, અર્થ ઉદર આહારે ભરે, જલથી ભાગ ચતુર્થ તે, બાકી ખાલી ઘારે. હો ભક્ત અર્થ :- દ્રવ્ય-દોષ નિવારવા શુદ્ધ આહાર કરે, પરિણામ-દોષ નિવારવા આસક્તિ-રહિતપણે માત્ર દેહને સંયમ અર્થે ટકાવવા મુનિ આહાર ગ્રહણ કરે, ભોજનવડે પેટનો અડઘો ભાગ તથા પાણીવડે ચોથો ભાગ ભરીને બાકીનો ચોથોભાગ પવન માટે ખાલી રાખે, તે પ્રમાણે આહાર લે છે. તેથી સ્વાધ્યાય આવશ્યક આદિ ક્રિયાઓ કરવામાં મુનિને ક્ષતિ થાય નહીં તથા આળસ આદિ ઉદભવે નહીં કે જ્વરાદિક રોગ થવાનો સંભવ રહે નહીં. ૧૨૦ના ક્ષઘા હરવા. સેવા કરવાક્ષમાદિકને કાજે ક્રિયા આવશ્યક, ચરણાર્થે, પ્રાણાર્થે ભિક્ષા છે. હો ભક્ત Page #90 -------------------------------------------------------------------------- ________________ (૭૯) સમિતિ-ગુતિ ૨૮ ૫ અર્થ - હવે મુનિને આહાર કરવાના છ પ્રયોજન જણાવે છે : (૧) સુઘા વેદનીના ઉપશમ અર્થે, (૨) પોતાની કે પરની વૈયાવૃત્ય-સેવા કરવા અર્થે, (૩) ઉત્તમ ક્ષમા આદિ ગુણો પ્રગટાવવા અર્થે, (૪) છ આવશ્યક ક્રિયા-પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક, સ્તવન, વંદના, કાયોત્સર્ગ અર્થે, (૫) ચરણાર્થે એટલે ચારિત્ર સંયમના પાલન અર્થે તથા (૬) ૧૦ પ્રાણોની સ્થિતિ ટકાવવા અર્થે મુનિ ભિક્ષા ગ્રહણ કરે છે. ૨૧ વ્યાધિકાને કે ઉપસર્ગ, સહનશીલતા વાટે, પ્રાણદયા, બ્રહ્મચર્ય-રક્ષા, તન-નિર્મમતા માટે. હો ભક્ત અર્થ - હવે મુનિને આહાર તજવાના છ કારણો જણાવે છે – (૧) અકસ્માત વ્યાધિ ઊપજે કે મરણકાળની પીડા ઉપડે ત્યારે, (૨) દેવાદિકથી ઉપસર્ગ થાય ત્યારે, (૩) સહનશીલતા કેળવવા માટે, (૪) પ્રાણીઓની દયા અર્થે, (૫) બ્રહ્મચર્યની રક્ષા નિમિત્તે અને (૬) શરીરની મોહમમતા ઘટાડવા માટે મુનિ આહારનો ત્યાગ કરે છે. રરા આહાર તજે એ છ કારણથી, અનાહારતા ધ્યાતા, આજ્ઞાના ઉપયોગપૂર્વક, જર્ફેર પડ્યે મુનિ ખાતા. હો ભક્ત અર્થ - ઉપરોક્ત છ કારણોથી મુનિ અનાહારતા એટલે આહાર કરવાનો આત્માનો સ્વભાવ નથી એમ વિચારી તેનો ત્યાગ કરે છે. પણ જ્યારે મુનિ આહાર કરે છે ત્યારે આજ્ઞાના ઉપયોગપૂર્વક અને જરૂર પડ્યે જ મુનિ આહાર લે છે. મુનિને એકવાર ભોજનની આજ્ઞા છે. પણ સેવા કરવી હોય તો બે વાર આહાર લઈ શકે. બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી હોય તો પણ બે વાર આહાર લઈ શકે અથવા બીમાર હોય તો જરૂર પૂરતું લઈ શકે એમ ભગવાનની આજ્ઞા છે. પારકા વૃદ્ધચષ્ટિ સમ શરીર સાઘન, તજે ન સાધ્ય અઘૂરે; સાઘકતા ના દેખે ત્યારે, નહિ આહારે પૂરે. હો ભક્ત અર્થ – વૃદ્ધોને યષ્ટિ એટલે લાકડી સમાન આ શરીર સાધન છે. તેને સાધ્ય કાર્ય અધૂરું રહે ત્યાં સથી મુનિ તજે નહીં. પણ જ્યારે આ શરીરવડે કાર્ય સિદ્ધ થતા ન જુએ ત્યારે તેને આહારવડે પૂરે નહીં; પણ ક્રમપૂર્વક આહારનો ત્યાગ કરી સમાધિમરણને સાથે છે. ૨૪ કાયયોગ લે પુદગલ-પિંડો, આત્મા તેને જાણે, પુદ્ગલ-ઘર્મ આહાર-રસ ગણી, આત્મા નિજ સુખ માણે. હો ભક્ત અર્થ:- આ મારો કાયયોગ આહારાદિ પુલના પિંડોને ગ્રહણ કરે છે. આત્મા તો માત્ર તેનો જાણનાર છે. આહારના રસને પુદ્ગલનો ઘર્મ જાણી મુનિ ભગવંત પોતાના આત્મસુખમાં નિમગ્ન રહે છે. સારા ૪. આદાન-નિક્ષેપણ-સમિતિ શવ્યાસન, ઉપકરણો, શાસ્ત્ર સમ્યક્ દેખી પૂંજી, લેતાં મૅતાં યત્ના પાળે મુનિ, સમિતિ તે ચોથી. હો ભક્ત અર્થ – સૂવાની શય્યા, બેસવાનું આસન, કમંડળ પાત્રા આદિ ઉપકરણો કે શાસ્ત્રાદિને સમ્યક પ્રકારે જોઈને પૂંજી એટલે સાફસૂફ કરીને લેતાં મૂકતાં ઉપયોગ રાખીને મુનિ યત્ના પાળે તેને આદાન Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ નિક્ષેપણ નામની ચોથી સમિતિ કહેવાય છે. આદાન એટલે લેવું, નિક્ષેપણ એટલે મૂકવામાં, સમિતિ એટલે માપસર ઉપયોગ રાખી પ્રવર્તવું એવો અર્થ છે. પારકા. સ્વરૂપ-ભજન આદાન સાચું, નિક્ષેપણ પર ભાવો; સાથક વસ્તુ રાગ વિના લે, બાઘક દે ને અભાવો. હો ભક્ત અર્થ :- પોતાના આત્મસ્વરૂપનું રટણ કરવું એ જ સાચું આદાન એટલે ગ્રહણ છે. અને પરભાવોને મૂકવા એ જ સાચું નિક્ષેપણ અર્થાત ત્યાગ છે. સાધનામાં ઉપયોગી વસ્તુને મુનિ રાગ વિના ગ્રહણ કરે અને તેમાં કોઈ બાઘા પહોંચાડે તેના પ્રત્યે પણ અભાવ કરતા નથી. રક્ષા આજ્ઞા આપી છે તે રીતે જર્ફેર પડ્યે લે મૂકે, આજ્ઞાના ઉપયોગપૂર્વક સમિતિ ચોથી ન ચૂકે. હો ભક્ત અર્થ – જેમ ભગવાને આજ્ઞા આપી છે તેમ જરૂર પડ્યે વસ્તુને લે અથવા મૂકે છે. એમ આજ્ઞાના ઉપયોગપૂર્વક પ્રવર્તી ચોથી આદાન-નિક્ષેપણ નામની સમિતિને મુનિ ચૂકતા નથી. સોમિલ બ્રાહ્મણનું દ્રષ્ટાંત – સોમિલ નામના બ્રાહ્મણે દીક્ષા લીધી. બીજા ગામે વિહાર કરવાના હેતુથી શ્રી ગુરુએ પાત્રાદિની પડિલેહણા કરવા કહ્યું. સોમિલે તે કરી. કોઈ કારણથી વિહાર ગુરુએ કર્યો નહીં. તેથી સોમિલને ફરી પાત્રાદિની પ્રમાર્જના કરી તેના સ્થાને મૂકવા શ્રી ગુરુએ જણાવ્યું ત્યારે સોમિલ કહે હમણાં જ પડિલેહણા કરી છે કે, શું પાત્રાદિમાં સર્પ પેસી ગયો? તેના અયોગ્ય વર્તનથી શાસનદેવતાએ પાત્રામાં સર્પ વિફર્યો. તેથી ભય પામી શિષ્ય ગુરુ પાસે આવી તેની ક્ષમા માગી. -ઉ.પ્રા.ભા. ભાગ-૪ના આઘારે. ૨૮ ૫. ઉત્સર્ગ-સમિતિ અવરજવર જ્યાં હોય ન જનનો ત્યાં ત્યાગે યત્નાથી, જીવરહિત જગ્યા નિહાળી, લીંટ, મૂત્ર, મળ આદિ. હો ભક્ત અર્થ :- જ્યાં લોકોની અવરજવર હોય નહીં ત્યાં જીવરહિત જગ્યા જોઈ પોતાની લીંટ, મૂત્ર કે મળ આદિનો યત્નાપૂર્વક ત્યાગ કરવો તેને ઉત્સર્ગ-સમિતિ કહેવાય છે. પુરા ઉત્સર્ગ સમિતિ કહી સંક્ષેપે, રોકે જ્યાં નહિ કોઈ, રાત્રે પ્રથમ દીઠેલે સ્થાને, હાથ ફેરવી જોઈ. હો ભક્ત અર્થ :- ઉત્સર્ગ સમિતિને અત્રે સંક્ષેપમાં જણાવી છે. જ્યાં આપણને કોઈ રોકે નહીં તે સ્થાને મળનો ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો. રાત્રે પણ પ્રથમ દિવસે જોયેલા સ્થાને મળત્યાગ કરવો અથવા હાથ ફેરવીને જોયા પછી તેમ કરવું. (૩૦ના આજ્ઞા આપી છે તે રીતે કરે દીર્ઘ-શંકાદિ, આજ્ઞાના ઉપયોગપૂર્વક મુનિ સદા અપ્રમાદી. હો ભક્ત અર્થ :- જેમ આજ્ઞા આપી છે તે રીતે મુનિ દીર્ઘશંકા લઘુશંકાદિનો તેવા તેવા સ્થાને ત્યાગ કરે. આજ્ઞાના ઉપયોગપૂર્વક વર્તનાર મુનિ સદા અપ્રમાદી રહે છે. ઘર્મરુચિ મુનિનું દ્રષ્ટાંત – એકદા ઘર્મઘોષ આચાર્યના શિષ્ય ઘર્મરુચિ મુનિ ગોચરી માટે ગયા Page #92 -------------------------------------------------------------------------- ________________ (૭૯) સમિતિ-ગુપ્તિ ૨૮૭ હતા. ત્યારે એક નાગશ્રી નામની બ્રાહ્મણીએ કડવી તુંબડીનું શાક વહોરાવ્યું. જમતાં પહેલાં ગુરુને બતાવ્યું. ગુરુએ તે શાકને પ્રાણઘાતક જાણી કહ્યું : શુદ્ધ થંડિલ સ્થાને પરઠવી આવો. એવી ભૂમિ પર આવી એમાં શું એવો દોષ હશે તે જાણવા એક ટીપું ભૂમિ પર મૂક્યું. ગંઘથી અનેક કીડીઓ આવી અને તેનો રસ લેતાં તત્કાળ મૃત્યુ પામી. તે જોઈ મુનિએ વિચાર્યું કે બીજી એવી કોઈ શુદ્ધ જગ્યા દેખાતી નથી. મારા શરીર જેવું કોઈ શુદ્ધ ડિંલ બીજું નથી એમ વિચારી આ શાક તેમાં જ પરઠવું યોગ્ય છે. જીવદયાના ઉત્તમભાવથી તે ભોજન કરવાથી તે જ વખતે અનશન લઈ સવાર્થસિદ્ધિ વિમાનમાં દેવતા થયા. [૩૧ના સંયમ-બાઘક, આત્મ-વિરાઘક, આજ્ઞા-ઘાતક જાણી, તજે અશન, ઉપધિ, શિષ્યાદિ, ભાવિ લાભ પિછાણી. હો ભક્ત અર્થ - જ્યારે લીઘેલ સંયમમાં બાઘા આવતી હોય અથવા શરીર આત્માનું કામ કરવામાં વિરાઘક જણાતું હોય, અથવા લીઘેલ આજ્ઞાપાલનમાં ઘાતક જેવું સિદ્ધ થતું હોય ત્યારે મુનિ ભવિષ્યનો લાભ જાણીને અશન એટલે ભોજન, ઉપથિ એટલે પાત્રા, વસ્ત્ર વગેરે તથા શિષ્યાદિ પ્રત્યેના મોહને પણ ત્યાગી બીજા સંઘાડામાં જઈ સમાધિમરણને સાથે છે. એમ અયોગ્ય જણાતા શરીરનો પણ મળની જેમ મુનિ ઉત્સર્ગ એટલે ત્યાગ કરે છે. ||૩રા રાગદ્વેષ તર્જી આગમ રીતે, અંતે તન પણ ત્યાગે, ફેંકી દેવા જેવું જ્યારે અહિતકર તે લાગે. હો ભક્ત અર્થ - આગમમાં કહ્યા પ્રમાણે પ્રથમ રાગદ્વેષરૂપ કષાયભાવોને ત્યાગી, અંતે શરીરને પણ કુશ કરી તેનો ત્યાગ કરે છે. જ્યારે તેમને આ શરીર નિરુપયોગી જણાઈ ફેંકી દેવા જેવું લાગે ત્યારે તેનો ત્યાગ કરે છે. [૩૩મા દ્રવ્ય ત્યાગ એ, ભાવ ત્યાગ તો વિભાવ તજવા સર્વે, પ્રતિષ્ઠાપન સમિતિ મુનિ પાળે, રહે સદાય અગર્વે. હો ભક્ત અર્થ :- શરીરનો ત્યાગ કરવો એ દ્રવ્ય ત્યાગ છે. પણ ભાવ ત્યાગ તો અંતરમાં રહેલા અનાદિના રાગદ્વેષાદિ ભાવોને ત્યાગવો તે છે. ખરી રીતે વિભાવભાવોને ત્યાગવા અને આત્માને પોતાના સ્વભાવમાં પ્રતિષ્ઠાન કરવો એ પ્રતિષ્ઠાપન સમિતિ અથવા ઉત્સર્ગ સમિતિ છે. આવી સ્વભાવમાં રમણતા કરવારૂપ સમિતિને પાળતાં છતાં મુનિ સદા ગર્વરહિત રહે છે. [૩૪] દ્રવ્ય મુનિ તજતા ભવ-હેતુ, પુગલ-સંગ અનાદિ, લૌકિક ઘર્મ-વિકલ્પો ત્યાગી સ્મરે સિદ્ધતા સાદિ. હો ભક્ત અર્થ :- દ્રવ્યથી મુનિ સંસારના કારણરૂપ અનાદિથી ચાલ્યા આવતા બાહ્ય પરિગ્રહ આદિના પૌગલિક સંગનો ત્યાગ કરે છે. અને ભાવથી અંતરંગ પરિગ્રહસ્વરૂપ લૌકિક ઘર્મક્રિયાના વિકલ્પોને ત્યાગી સદા પોતાના સિદ્ધ સ્વભાવને સ્મર્યા કરે છે. તે સિદ્ધ અવસ્થાની સાદિ એટલે શરૂઆત છે. પણ તેનો કદી અંત નથી. માટે તેને મેળવવા અર્થે સદા આત્મસ્વરૂપને ભજે છે. IT૩૫ા. પાંચ સમિતિ ઉપદેશી જિને અભુત સંકલનાથી, છૂટી શકે ના દેહ-ક્રિયા તે, લેવા હિત સહ સાથી. હો ભક્ત Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રાવોધ વિવેચન ભાગ-૨ = અર્થ :- આ પાંચ સમિતિનો જિનેશ્વર ભગવંતે ઉપદેશ કર્યો છે તે અદ્ભુત સંકલનાથી કર્યો છે. સંયમપાલનમાં દેહાદિ સાધનરૂપ હોવાથી તેના નિર્વાહની પ્રવૃત્તિ છોડી શકાય એમ નથી. અને તે પ્રવૃત્તિ કરતાં પણ ઉપયોગ અંતર્મુખ રહી આત્માનું હિત થયા કરે એવી અદ્ભુત સંકલનાથી જે યોજના કરી છે તેને પાંચ સમિતિ કહેવાય છે. ।।૩૬।। ૨૮૮ સ્થિતિ નિરંતર કરવી મુખ્ય અંતર્મુખ ઉપયોગે : પરમ ઘર્મ નિગ્રંથ તણો તે; ક્ષણ ન બહિર્મુખ યોગે. હો ભક્ત અર્થ :— હમેશાં અંતર્મુખ ઉપયોગ રાખવો અને ક્ષણ માત્ર પણ ઉપયોગને બહાર જવા દેવો નહીં = એવા નિથ પુરુષનો પરમ ધર્મ છે અથવા મુખ્ય માર્ગ છે. ‘“સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિર્ણયનો મુખ્ય માર્ગ છે.' (વ.પૃ. *} ||૩૭|| સંયમ-સાઘન તન ટકાવવા, જરૂરી ક્રિયા પ્રવૃત્તિ, નિમિત્ત બહિર્મુખ વૃત્તિનું ગર્ણી, યોજી પાંચ સમિતિ. હો ભક્ત અર્થ :— સંયમનું સાધન આ શરીર હોવાથી તેને ટકાવવા માટે જરૂરી દેહની ક્રિયા કરવી પડે છે. તે કરતાં આત્માની વૃત્તિ બહિર્મુખ થવાનો સંભવ જાણી આ પાંચ સમિતિની ભગવાને યોજના કરી છે. “કંઈ પણ તેવી પ્રવૃત્તિ કરતાં ઉપયોગ બહિર્મુખ થવાનું નિમિત્ત છે, તેથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ પ્રત્યે રહ્યા કરે એવા પ્રકારમાં ગ્રહણ કરાવી છે.'' (વ.પૃ.૫૯૬) ।।૩૮।। અંતર્મુખ ઉપયોગ હે ને ધાર્યું હે પ્રવૃત્તિ, ભવ તરવાની દાઝ ઘરે તો બની શકે એ રીતિ. હો ભક્ત અર્થ :— • આત્માનો ઉપયોગ હમેશાં અંતર્મુખ રહે અને ન છોડી શકાય એવી દેહાદિની પ્રવૃત્તિ પણ થઈ શકે. સંસાર સમુદ્ર તરવાની દાઝ જો હ્રદયમાં રાખે તો આ રીતે અંતર્મુખ ઉપયોગ રાખતાં પણ પ્રવૃત્તિ થઈ શકે. ।।૩લ્લા સ્થિતિ સહજ કેવળ અંતર્મુખ, જ્યાં કેવળ ભૂમિકા મુખ્યપશે કહી; તોય સાતમે ગુગ઼સ્થાને દીપિકા, હો ભક્ત અર્થ :– સ્થિતિ સહજ પ્રકારે કેવળ અંતર્મુખ તો જ્યાં કેવળજ્ઞાનની ભૂમિકા છે ત્યાં મુખ્યપણે રહી શકે અને સાતમા ગુણસ્થાનકમાં પણ નિર્મળ વિચારધારા બળવાન હોવાથી અંતર્મુખ ઉપયોગ ત્યાં પણ દીપિકા એટલે દીવાની જેમ પ્રકાશમાન હોય છે, “કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તો મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે. અને નિર્મૂળ વિચારધારાના બળવાનપણા સહિત અંતર્મુખ ઉપયોગ સાતમે ગુણસ્થાનકે હોય છે.’’ (વ.પૃ.૫૯૬) ||૪૦|| અંતર્મુખ ઉપયોગ તણી છે સબળ વિચારની ઘારા, કર્મ-કારણે પૂર્ણ શુદ્ધ નહિ; સ્થિરપદ અનુભવનારા. હો ભક્ત અર્થ :– સાતમા ગુણસ્થાનકે અંતર્મુખ ઉપયોગની સબળ વિચારધારા હોવા છતાં કર્મના સદ્ભાવને કારણે ત્યાં આત્માનો પૂર્ણ શુદ્ધ ઉપયોગ નથી. તો પણ ત્યાં આત્મઅનુભવની ઘારામાં સ્થિતિ કરીને રહેલા છે. ૪૧ના Page #94 -------------------------------------------------------------------------- ________________ (૭૯) સમિતિ-ગુપ્તિ ૨૮ ૯ પ્રમાદથી ઉપયોગ ચળે તો મુનિ પદ છઠ્ઠું આવે, વિશેષ અંશે અલિત થાય તો અસંયમી બની જાવે. હો ભક્ત અર્થ :- પ્રમાદથી જો આત્મઉપયોગ ચલિત થાય તો મુનિ સાતમા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનકમાં આવી જાય. જો ઉપયોગ વિશેષ અંશે ચલાયમાન થાય તો ફરીથી અસંયમવાળા એટલે રાગદ્વેષવાળા બની જઈ નીચેના ગુણસ્થાનકમાં આવી જાય છે. પ્રમાદથી તે ઉપયોગ અલિત થાય છે, અને કંઈક વિશેષ અંશમાં અલિત થાય તો વિશેષ બહિર્મુખ ઉપયોગ થઈ ભાવઅસંયમપણે ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. તે ન થવા દેવાને અને દેહાદિ સાઘનના નિર્વાહની પ્રવૃત્તિ પણ ન છોડી શકાય એવી હોવાથી તે પ્રવૃત્તિ અંતર્મુખ ઉપયોગ થઈ શકે એવી અભુત સંકળનાથી ઉપદેશી છે, જેને પાંચ સમિતિ કહેવાય છે.” (વ.પૃ.૫૯૬) I/૪રા. તે ન થવા દેવા કહીં સમિતિ અંતર્યામી નાથે, આજ્ઞા આરાધે મુનિજન તો અંતર્મુખતા સાથે. હો ભક્ત અર્થ :- ઉપયોગ ચલિત ન થવા દેવા અર્થે અંતર્યામી એવા ભગવાને આ પાંચ સમિતિની યોજના કરી છે. એ પાંચ સમિતિ ભગવાનની આજ્ઞા પ્રમાણે જે મુનિજન આરાઘશે તે અંતર્મુખતાને પામશે. I૪૩ સમિતિમાં સૌ સંયમ-વર્તન સમાય સર્વ પ્રકારે. તેમ વર્તતાં સતત જાગૃતિ ઉપયોગન મુનિ ઘારે. હો ભક્ત અર્થ:- આ પાંચ સમિતિમાં, સંયમમાં પ્રવર્તવાના બીજા સર્વ પ્રકારો સમાય છે. તે પ્રમાણે વર્તન કરતાં આત્મ ઉપયોગની સતત જાગૃતિ મુનિ ઘારણ કરે છે. “જે જે સંયમમાં પ્રવર્તવાના બીજા પ્રકારો ઉપદેશ્યા છે, તે તે સર્વ આ પાંચ સમિતિમાં સમાય છે; અર્થાત્ જે કંઈ નિગ્રંથને પ્રવૃત્તિ કરવાની આજ્ઞા આપી છે, તે પ્રવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ત્યાગ કરવી અશક્ય છે, તેની જ આજ્ઞા આપી છે; અને તે એવા પ્રકારમાં આપી છે કે મુખ્ય હેતુ જે અંતર્મુખ ઉપયોગ તેને જેમ અમ્મલિતતા રહે તેમ આપી છે. તે જ પ્રમાણે વર્તવામાં આવે તો ઉપયોગ સતત જાગ્રત રહ્યા કરે, અને જે જે સમયે જીવની જેટલી જેટલી જ્ઞાનશક્તિ તથા વીર્યશક્તિ છે તે તે અપ્રમત્ત રહ્યા કરે.” (વ.પૃ.૫૯૬) I/૪૪ જ્ઞાન-વીર્ય-શક્તિ જે કાળે પ્રગટે જેવી જેવી, અપ્રમત્ત સૌ રહ્યા કરે છે, અદ્ભુત સમિતિ એવી. હો ભક્ત અર્થ :- જે જે સમયે જીવની જેટલી જ્ઞાનશક્તિ અને વીર્યશક્તિ પ્રગટ હશે તેટલા પ્રમાણમાં તે સૌ અપ્રમત્ત રહ્યા કરશે. એવી અદભુત પાંચ સમિતિની યોજના ભગવંતે કરી છે. IT૪પા રહસ્યદ્રષ્ટિ કહીં સંક્ષેપે, મુમુક્ષુ મન ભાવી; સન્દુરુષની દ્રષ્ટિ વિના તે દુષ્કર છે સમજાવી. હો ભક્ત અર્થ - આ રહસ્યપૂર્ણ દ્રષ્ટિ સંક્ષેપમાં અત્રે જણાવી છે, જે મુમુક્ષુને મન ભાવશે. પણ સરુષની દ્રષ્ટિ વિના તે રહસ્ય સમજાવું દુષ્કર છે. ૪૬ાા કમળપત્ર પાણીમાં સ્નેહે, જેમ નહીં લેપાયે, સમિતિથી તેમ જીંવાકુલ જગમાં પાપ ન મુનિને થાય. હો ભક્ત Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- કમળનું ફૂલ સદૈવ પાણીમાં રહેતા છતાં તેના સ્નેહથી તે લેખાતું નથી, અર્થાત્ ભીંજાતું નથી. તેમ પાંચ સમિતિ પ્રવર્તતાં મુનિ આ જીવોથી ભરેલા જગતમાં વર્તવા છતાં પણ પાપથી પાતા નથી અર્થાત તેમને પાપનો બંઘ થતો નથી. II૪ના ૧. મન-ગુતિ રાગાદિ-પ્રેરિત વિકલ્પો તર્જી મન વશ, સમ રાખે; કે સિદ્ધાંત-સૂત્ર ગૂંથે મુનિ, મનગુણિ-સુખ ચાખે. હો ભક્ત અર્થ - રાગદ્વેષાદિ ભાવોવડે પ્રેરણા પામી ઊઠતા વિકલ્પોને તજી દઈ મન વશ રાખે, તેને સમભાવમાં લાવે તે મનગુતિ કહેવાય છે. એમ મનને વશ રાખી સિદ્ધાંતના સૂત્રોને જે ગૂંથે તે મુનિ મનગુપ્તિથી પ્રગટ થતાં સુખને ચાખે છે. I૪૮ાા મન-તુરંગ આસ્રવ-તોફાને, રે! દુર્ગાન-કુઠામે, ઘર્મ-શુક્લ પથમાં પ્રેરાયે, રોક્ય જ્ઞાન-લગામે. હો ભક્ત અર્થ :- મન-તુરંગ એટલે મનરૂપી ઘોડો કર્મ કરવાના આસ્રવરૂપ તોફાને જો ચઢી ગયો તો અરે ! તે દુર્બાન કરાવીને કુઠામ એવા નરક નિગોદાદિમાં જીવને લઈ જશે. અને જો તે મનરૂપી ઘોડાને જ્ઞાનરૂપી લગામથી રોકીએ તો તે ઘર્મધ્યાન, શુક્લધ્યાનરૂપી પથમાં પ્રેરાઈને જીવને મુક્તિધામે લઈ જશે. II૪૯ાા આત્મ-રુચિ, લીનતા આત્મામાં, ધ્યાનારૂંઢ બન જાતા, સ્થિરતા મુનિ બે ઘડી પામે તો કેવળી બનતા ધ્યાતા. હો ભક્ત અર્થ - સમ્યકજ્ઞાન બળે જો આત્મરુચિ ઉત્પન્ન થઈને આત્મલીનતા જીવ પામશે તો તે ધ્યાનારૂઢ બની જશે. તે ધ્યાનમાં મુનિ બે ઘડી સુધી જો સ્થિરતા પામે તો તે કેવળજ્ઞાનને પામશે. પછા ૨. વચન-ગુપ્તિ સમ્યક્ વશ જો વચનપ્રવૃત્તિ, અથવા મૌન ઘરે જો ઇશારત આદિ ત્યાગી મુનિ, વચનગુતિ વરે તો. હો ભક્ત અર્થ - સમ્યકજ્ઞાનબળે કરીને વચનની પ્રવૃત્તિ જો વશમાં હોય તો તે આત્મપ્રયોજન વગર બોલે નહીં. અથવા મૌનને ઘારણ કરીને રહે. ઇશારા આદિનો ત્યાગ કરે. તે મુનિ વચનગુતિને પામે છે. ૫૧ના વચન-અગોચર સ્વરૂપ નિજ તો વચન વિષે ના રાચો, અનુભવ-રસ-આસ્વાદન કાજે શુદ્ધ સ્વરૂપે માચો. હો ભક્ત અર્થ :- વચનથી અગોચર કહેતાં અગમ્ય એવું પોતાનું આત્મસ્વરૂપ છે તો વચન વિષે હવે સાચો નહીં. પણ આત્મઅનુભવરસનું આસ્વાદન કરવા માટે શુદ્ધ સ્વરૂપમાં જ રાચીને રહો અર્થાત્ તેનું જ ધ્યાન કર્યા કરો જેથી તે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય. /પરા ૩. કાય-ગુતિ અડોલ આસન પરિષહમાં પણ, કાયોત્સર્ગે સ્થિતિ, કે શરીરથી હિંસા ત્યાગી તે કાયાની ગુપ્તિ. હો ભક્ત Page #96 -------------------------------------------------------------------------- ________________ (૭૯) સમિતિ-ગુતિ ૨૯૧ અર્થ - પરિષહ પચ્ચે પણ અડોલ આસન રાખે અથવા કાયોત્સર્ગે સ્થિતિ રહે કે શરીરવડે હિંસાનો ત્યાગ કરે તેને કાયમુસિ કહેવાય છે. પિયા કાય-યોગથી કર્મો આવે, માટે સ્થિરતા સાથો, આત્મ-વીર્ય અચલ, સહજ નિજ, ચંચળ બની ન વિરાથો. હો ભક્ત અર્થ - કાયાના હલનચલનથી પણ કમ આવે છે. માટે કાયાની સ્થિરતાને સાધ્ય કરો. પોતાનું આત્મવીર્ય સહજ સ્વભાવે અચળ છે. માટે તેને કાયયોગથી ચંચળ કરી આત્મવીર્ય પ્રગટ થવામાં વિરોઘ કરો નહીં. ૫૪ ઇન્દ્રિય-વિષયભોગનું સાઘન, શરીર-પ્રવૃત્તિ રોકો, નવન કર્મ આવે તનુયોગે, દેહ-મોહ અવલોકો. હો ભક્ત અર્થ - પાંચેય ઇન્દ્રિયો ભોગનું સાધન હોવાથી તેને પોતપોતાના વિષયોમાં ન જવા દો. એમ શરીરની પ્રવૃત્તિને રોકો. કારણકે તનુયોગે એટલે કાયાના યોગને પ્રવર્તાવવાથી પણ જીવને નવીન કર્મનો બંઘ થાય છે. માટે દેહના મોહને અવલોકી એટલે ધ્યાનમાં લઈ હવે તેનો ત્યાગ કરો. પપા. અકંપ, અયોગી ગુણસ્થાને ના કર્મ લગારે આવે, તેથી મુનિવર સ્થિરતા ઘારી આત્મા ધ્યાને ધ્યાવે. હો ભક્ત અર્થ - ચૌદમા અયોગી ગુણસ્થાને કાયયોગની પર્વત જેવી અકંપ સ્થિતિ હોવાથી ત્યાં લગાર માત્ર પણ કર્મનો પ્રવેશ નથી. તેથી મુનિવર સ્થિરતા ઘારણ કરીને આત્મધ્યાનને ધ્યાવે છે. //પકા સમકિત ગુણસ્થાને રુચિ થઈ, પૂર્ણ શુદ્ધ આત્માની, તે પદની સંપ્રાપ્તિ કાજે ત્રિગુતિ કારણ માની. હો ભક્ત અર્થ - ચોથા ગુણસ્થાને આત્માનો અનુભવ થતાં પૂર્ણ શુદ્ધ આત્મા પ્રગટાવવાની રુચિ ઉત્પન્ન થઈ. તે શુદ્ધ આત્માની સંપ્રાપ્તિ કરવા માટે ત્રિગુતિની જરૂર છે. //પણા ગુણિમાં રમવાની શક્તિ હોય ન તો તે રુચિ રાખી, વર્તે સમિતિમાં મુનિ, ગુતિ ખરેખર ઊંચી. હો ભક્ત અર્થ - મનવચનકાયાની ગુપ્તિમાં રમવાની શક્તિ ન હોય તો તેની મનમાં રુચિ રાખી, મુનિ પાંચ સમિતિમાં પ્રવર્તે. પણ ગુતિની રમણતા તો ખરેખર ઊંચી છે. એક મુનિનું ત્રણ ગુતિ વિષે વૃષ્ટાંત – કોઈ એક ગામમાં એક સાધુ શ્રાવકના ઘરે ભિક્ષા લેવા માટે ગયા. શ્રાવકે નમન કરી પૂછ્યું કે “હે પૂજ્ય! તમે ત્રણ ગતિએ ગુપ્ત છો?” મુનિ કહે—હું ત્રણ ગતિએ ગુપ્ત નથી.” શ્રાવકે કારણ પૂછ્યું, એટલે મુનિએ કહ્યું કે–એક દિવસ કોઈના ઘરે ભિક્ષા લેવા હું ગયો હતો ત્યાં તેની સ્ત્રીની વેણી જોઈ, મારી સ્ત્રીનું મને સ્મરણ થયું તેથી મને મનગતિ નથી. એક દિવસ શ્રીદત્ત નામના ગૃહસ્થના ઘરે વહોરવા ગયો તેણે મને કેળાં આપ્યાં. ત્યાંથી બીજે ઘરે ગયો તે શ્રાવકે પૂછ્યું કેળાં કોણે આપ્યાં? એટલે મેં સત્યવાત જણાવી. તે શ્રાવક પેલા કેળાં આપનારનો દ્વેષી હતો, તેથી રાજા પાસે જઈ, બનાવટી વાત કરી કે–હે સ્વામી! આપની વાડીનાં કેળાં દરરોજ શ્રીદત્તના ઘરે જાય છે. રાજાએ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પૂછ્યું તેં શી રીતે જાણ્યું? તે બોલ્યો કે તેણે મુનિને કેળાં આપ્યા. તેવાં કેળાં આપની વાડી સિવાય બીજે ક્યાંય થતાં નથી. અને મેં મુનિના મુખથી સાંભળ્યું. રાજાએ એ વાત સાંભળી, શ્રીદત્તને શિક્ષા કરી તેથી મારે વચનગુતિ નથી. એક વખત અરણ્યમાં ગયો હતો. ત્યાં થાકી જવાથી નિદ્રા પામ્યો. તે ઠેકાણે એક સાર્થવાહ આવ્યો અને બધાને કહ્યું કે સવારે વહેલા જવું છે માટે ભોજન-સામગ્રીની તૈયારી વહેલી કરી લો. તે સાંભળીને સર્વ લોકો અંધારામાં રસોઈ કરવા લાગ્યા. હું સૂતો હતો. મારા મસ્તક પાસે બે પથ્થર મૂકી અગ્નિ સળગાવ્યો. તે અગ્નિ લાગવાથી મેં મારું મસ્તક લઈ લીધું. તેથી મારે કાયગતિ પણ નથી. માટે હું ભિક્ષા યોગ્ય મુનિ નથી. આ પ્રમાણે મુનિના સત્ય ભાષણથી તે શ્રેષ્ઠી બહુ હર્ષ પામ્યો. મુનિને પ્રતિલાભિત કર્યા. મુનિની અત્યંત પ્રશંસા કરવાથી તે શ્રેષ્ઠીએ અનુત્તર વિમાનનું સુખ ઉપાર્જન કર્યું. મુનિ પણ આત્માની નિંદા કરતા ચારિત્રઘર્મ પાળી સ્વર્ગે સિધાવ્યા. (ઉપદેશપ્રાસાદ ભા.ભા.૪ના આધારે) //૫૮ી. સંયમ-કારણ સમિતિ ભાખી અપવાદે તે સાચી, ઉત્સર્ગે ગુપ્તિ, એ દ્રષ્ટિ ચૂકે ન મુનિ અયાચી. હો ભક્ત અર્થ :- સંયમ પાળવામાં કારણરૂપ પાંચ સમિતિઓ ભગવાને અપવાદમાર્ગે ભાખી તે સાચી વાત છે. પણ ઉત્સર્ગમાર્ગ એટલે રાજમાર્ગ તો ગુણિ છે. એ દ્રષ્ટિને અયાચક એવા મુનિ ચૂકતા નથી. પા. આત્માર્થે આત્માર્થી જીવે લાભ અલૌકિક લેવા, શુદ્ધ સ્વરૂપે સ્થિર થયા ત્યાં શેષ ન લેવા દેવા. હો ભક્તજન ઉર ઉલ્લાસ વઘારી. અર્થ - આત્માના કલ્યાણ અર્થે આત્માર્થી જીવો જીવન જીવે છે. તે લાભ અલૌકિક લેવા પાંચ સમિતિ પાળતા જ્યારે ત્રિગુપ્તિના બળે શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થયા, ત્યાં શેષ કંઈ લેવા કે દેવાપણું રહ્યું નથી; અર્થાત કતાર્થ થઈ ગયા, કેવળજ્ઞાન પામી સર્વથા સ્વરૂપમાં સમાઈ ગયા. II૬૦ના સમિતિ ગુપ્તિમાં પ્રવર્તનાર મુનિ મહાત્માઓ, કર્મના નિયમો જે સિદ્ધાંતરૂપ છે તેને જાણી, નવીન કર્મનો બંઘ થવા દેતા નથી. સર્વ પ્રાણીઓએ કર્મના નિયમોને જાણી, શુભાશુભ કમને છેદી, મોક્ષ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. મળેલા માનવદેહનું એ જ સાર્થકપણું છે. એ સંબંધી વિસ્તાર આ પાઠમાં જણાવવામાં આવે છે : (૮૦) કર્મના નિયમો (દોહરા) વંદું શ્રી ગુરુ રાજને, જેણે આપ્યો ઘર્મ, 1 શ્રુત ઘર્મે સમજી સ્વરૂપ, ચરણે કાપું કર્મ. ૧ અર્થ – પરમકૃપાળુશ્રી ગુરુ રાજપ્રભુને હું ભાવપૂર્વક પ્રણામ કરું છું કે જેણે અમને આત્મઘર્મ Page #98 -------------------------------------------------------------------------- ________________ (૮૦) કર્મના નિયમો ૨૯૩ આપ્યો અર્થાત્ મુક્તિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો. તે આત્મધર્મને શ્રુત એટલે વીતરાગ ઉપદિષ્ટ શાસ્ત્રો દ્વારા વિસ્તારથી ગુરુગમે સમજી તથા શ્રી ગુરુના ચરણે રહી, તેમની આજ્ઞાને ઉપાસી, અનાદિથી બંઘાયેલા કર્મોને કાપી શાશ્વત સુખશાંતિસ્વરૂપ એવા મોક્ષપદને મેળવવા પ્રયત્ન કરું ।।૧।। અસંસારગત વાર્ણીથી દીઘો દ્વિવિઘ બોઘ, ઉપશમ-કર ઉપદેશરૂપ, સૈદ્ધાંતિક અવિરોધ, ૨ = અર્થ :— કર્મ કાપવા માટે શ્રી ગુરુએ સંસાર નાશ પામે એવી અસંસારગત વાણીથી બે પ્રકારે બોઘ આપ્યો છે. પહેલો જીવના અનાદિકાળના કષાયભાવોને ઉપશમાવી સિદ્ઘાંતોધને સમજવા માટેની યોગ્યતા આપનાર એવો ‘ઉપદેશબોઘ’ અને બીજો પદાર્થનું અનુભવથી સિદ્ધ કરેલ સ્વરૂપ તેને વાણી દ્વારા કહી શકાય તેટલું જ્ઞાનીપુરુષોએ નિર્ણય કરી બોધ દ્વારા પ્રકાશ્યું તે ‘સિદ્ધાંતબોધ'. સિદ્ધાંતબોઘમાં કોઈકાળે વિરોધ આવે નહીં. તે ત્રણેય કાળ અવિરોધ હોય છે. ારા કર્મ-નિયમ સિદ્ધાંતરૂપ, ઉપદેશે સમજાય, સમજી શમાય જે જનો, કર્મ-મુક્ત તે થાય. ૩ અર્થ :– કર્મના નિયમો બધા સિદ્ધાંતરૂપ છે. તે વૈરાગ્ય સ્વરૂપ ઉપદેશ બોઘ પરિણમ્યું સમજાય એમ છે. જે કર્મના નિયમોને સમજી, જેમકે રાગદ્વેષ કરીએ તો કર્મબંધ અવશ્ય થાય એવો નિયમ છે. પરમકૃપાળુદેવે પણ જણાવ્યું છે કે, “અવિષમભાવ વિના અમને પણ અબંઘપણા માટે બીજો કોઈ અધિકાર નથી.” એ વાતને વિચારી જે પોતાના કષાયભાવોને ઘટાડી મટાડીને સ્વરૂપમાં સમાઈ ગયા તે જીવો સર્વથા કર્મથી મુક્ત થાય છે. “આ તો અખંડ સિદ્ધાંત માનો કે સંયોગ, વિયોગ, સુખ, દુ:ખ, બેઠ, આનંદ, અણરાગ, અનુરાગ, ઇત્યાદિ કોઈ વ્યવસ્થિત કારણ (નિયમ)ને લઈને રહ્યા છે.' (૨૧-૧) અહીં મુખ્યપણે કર્મના નિયમો વિષે કહેવું છે. આખો કર્મગ્રંથ નિયમો જ બતાવે છે. અમુક ભાવ કરવાથી અમુક કર્મ બંધાય, તે ભોગવવાનાં અમુક સ્થાન હોય ઇત્યાદિ નિયમ છે. દરેક વસ્તુમાં જે ગુન્નો હોય તે નિયમથી પરિણમે છે.” (મો.વિ પૂ.૨૩/ (૧) “એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે” :— “જગતનો પ્રવર્તક ઈશ્વર નથી એમ આગળ કહ્યું હતું તેમાં શંકા થાય, તે સર્વના ખુલાસારૂપ આ વાક્ય છે. એક ભેદ = એક અપેક્ષાએ દરેક પદાર્થમાં જે ધર્યાં છે તે પ્રમાણે તે પ્રવર્તે છે. જેમ ગોળ ગળ્યો લાગે, લીંબડો કડવો લાગે એમ જગતમાં નિયમ સર્વત્ર દેખાય છે. તેથી કોઈ જગતકર્તારૂપે ઈશ્વરની જરૂર નથી. નિયમને લઈને જગત પ્રવર્તે છે. ચાવી પ્રમાણે ઘડિયાળ ચાલે તેમ નિયમો પ્રમાણે જગત ચાલે છે. તેમ પુણ્ય પાપ કર્મ પણ તેના નિયમ પ્રમાણે ચાલે છે.” -મોલમાા વિવેચન (પૃ.૨૮) ।।૩।। તેલ-રંગિત ચિત્રપટ મેલો જો થઈ જાય, ડાઘ દૂર કરવા નિયમ જાણ્યાથી સુધરાય. ૪ અર્થ :- ઓઈલ પેઈન્ટથી બનેલ ચિત્રપટ જો મેલું થઈ જાય તો તે ડાઘને દૂર કરવાનો જે નિયમ = એટલે સિદ્ધાંત હોય તે જાણીને તે પ્રમાણે કરવાથી તેનો સુધાર થઈ શકે છે. ૫૪૫ તેમ કર્મ-મલથી મલિન આત્મા કરવા શુદ્ધ કર્મ-નિયમ પણ જાણવા, કહી ગયા જે બુથ, પ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - તેમ કર્મ-મલથી મલિન એવા આત્માને શુદ્ધ કરવા માટે કર્મના જે સિદ્ધાંતો હોય તેને પણ જાણવા જોઈએ. કેમકે ક્રોધના ફળ કડવા છે અને ક્ષમાનું ફળ પ્રત્યક્ષ સુખશાંતિ સ્વરૂપ છે. એમ બુથ એટલે જ્ઞાની પુરુષો સર્વ ભાવોના ફળ કહી ગયા છે. પા. વાદળથી રવિ-તેજ સમ, કમેં જીંવ અવરાય; આછા વાદળથી વળી પ્રકાશ જેમ જણાય- ૬ અર્થ :- અહીંથી “મોક્ષમાર્ગ પ્રકાશક'ના બીજા અધિકારના આધારે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ કાવ્યમાં આ ભાવ વધ્યો છે. વાદળથી જેમ સૂર્યનું તેજ ઢંકાય છે તેમ આત્માના ગુણો પણ કર્મથી આવરણ પામે છે. વાદળ જેમ આછા થાય તેમ સૂર્યનો પ્રકાશ વ્યક્ત થાય છે. IIકા તેમ આત્મ-ગુણ દીપતા, કર્મ મંદ જ્યાં થાય; કર્મ-જનિત તે ગુણ નહિ, પ્રકાશ નહિ ઘનમાંય. ૭ અર્થ :- તેમ આત્માના જ્ઞાનદર્શનાદિ ગુણો, જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિના મંદ થવાથી અર્થાતુ ક્ષયોપશમ થવાથી પ્રગટ થાય છે. તે જ્ઞાન, દર્શન, વીર્ય સ્વભાવ આદિ ગુણો કર્મથી ઉત્પન્ન થયેલા નથી; જેમકે પ્રકાશ છે તે વાદળાઓ નથી પણ સૂર્યનો છે. ||શા અંશે જીંવ-ગુણ ઝળકતા, કદી અભાવ ન થાય, જાણે, દેખે તે ગુણે, જીવ સદાય જણાય. ૮ અર્થ - કોઈપણ વસ્તુ સ્વભાવના અંશનો કદી પણ નાશ થતો નથી, તેમ જીવ દ્રવ્યના જ્ઞાનદર્શનમય સ્વભાવનો અંશે પણ ગુણ સદા ઝળકતો રહે છે. નિગોદમાં પણ અક્ષરના અનંતમાં ભાગે જીવનો જ્ઞાનગુણ વિદ્યમાન રહે છે. જાણવું, દેખવું કે જ્ઞાનદર્શનમય ગુણ એ જીવનો સદાય રહે છે. જે હમેશાં જાણ જાણ કરે તે જીવ દ્રવ્ય છે. અને જે કોઇકાળે જાણી શકે નહીં તે જડ દ્રવ્ય છે. ઝાડમાં પણ જીવ છે તો વધે છે. ફુલમાં પણ જીવ છે તો સુંદર લાગે છે. ફુલમાંથી જીવ નીકળી જાય તો તે કરમાઈ જાય છે. ૧૮ બંઘ-હેતુ નહિ આ ગુણો, નહીં સ્વભાવે બંઘ; સ્વભાવ બંઘ-હેતુ ગણ્ય, કદી ન થાય અબંઘ. ૯ અર્થ – આત્માના જ્ઞાનદર્શનગુણો અર્થાત્ જાણવું, દેખવું એ કર્મબંઘના કારણો નથી. તેમજ નવીન કર્મબંઘ કરવાનો આત્માનો સ્વભાવ નથી. જો જીવનો સ્વભાવ જ કર્મબંઘ કરવાનો હોય તો આત્મા કદી પણ અબંઘદશા પામી શકે નહીં. કા. અભાવ જ્ઞાનાદિ તણો, કર્મોદયે જણાય, તે પણ નવીન કર્મનો, બંઘન-હેતુ ન થાય. ૧૦ અર્થ :- નિગોદ આદિમાં જ્ઞાનાદિ ગુણોનો અત્યંત અભાવ થાય છે તે જીવના કર્મના ઉદયને લઈને છે. કર્મનો ઉદય નવીન કર્મબંઘનું કારણ થાય જ એવો કોઈ નિયમ નથી. II૧૦ના જેનું અસ્તિત્વ જ નથી, તે કારણ ના હોય કોઈ નવીન કાર્યો કદી; વિચાર કરી લે જોય. ૧૧ અર્થ :- આત્માના જ્ઞાનાદિ મૂળ સ્વભાવમાં કર્મનું અસ્તિત્વ જ નથી. તેથી કોઈ નવીન કાર્યમાં Page #100 -------------------------------------------------------------------------- ________________ (૮૦) કર્મના નિયમો આત્માના જ્ઞાનાદિ કદી કર્મબંધના કારણ નથી. આ સંબંધી વિચાર કરી જોઈ લે. ૧૧૦૦ જ્ઞાન, દર્શન, વીર્ય ગુણ બંઘ-કેતુ નહિ એમ, ભાવ-અભાવરૂપે ભલે; વ બંધાતો કેમ?૧૨ અર્થ – આત્માના જ્ઞાનદર્શન વીર્યગુણ એમ કર્મબંધના કારણ નથી. કૈવલ્યદશામાં જ્ઞાનાદિનો પૂર્ણ સદ્ભાવ અને નિર્ગોદમાં જ્ઞાનાદિનો લગભગ અભાવ જેવો જીવ ભલે થાય તો પણ તે જ્ઞાનદર્શનાદિ ગુણો જીવને બંધના કારણ નથી. તો આ જીવ કેવી રીતે બંઘાય છે? ।।૧૨। અયથાર્થ શ્રદ્ધાનરૂપ જે મિથ્યાત્વ ગણાય, ક્રોપ, માન, માયા તથા લોભાદિક કષાય, ૧૩ ૨૯૫ હવે જીવ કેવી રીતે કર્મથી બંધાય છે તેના કારણો કહે છે : અર્થ :– જેમ છે તેમ વસ્તુનું સાચું શ્રદ્ધાન નથી તેને મિથ્યાત્વ અથવા દર્શનો કર્યો છે. અને ક્રોધ, માન, માયા, લોભાદિક જે કષાયભાવો છે તેને ચારિત્રમોહ કહેવાય છે. ।।૧૩।। મોહનીય કર્મે થતા એ ઔપાઘિક ભાવ; ટાળો કર્મ-નિમિત્ત તો, તેનો થાય અભાવ. ૧૪ અર્થ -- :– મોહનીય કર્મના ઉદયથી જીવને મિથ્યાત્વના કે કષાયના ભાવો થાય છે. તે ઔપાધિક ભાવ છે. કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા છે. જેમ સ્ફટિકરત્ન નિર્મળ હોવા છતાં રંગીન ફુલોના નિમિત્તથી તે રંગીન જણાય છે. નિમિત્ત ન હોય તો રંગીન જણાતું નથી. તેમ ઘ્યાન, સ્વાધ્યાય, ભક્તિ, જપાદિમાં રક્ષી કર્મબંધના નિમિત્તોને ટાળવામાં આવે તો જીવને નવીન કર્મબંધનો અભાવ થાય છે. “નિમિત્તે કરીને જેને ક થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઐત્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇંદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે.’” (વ.પૃ.૪૮૩) ||૧૪|| વિભાવરૂપ આ ભાવથી કર્મ નવીન બંધાય, મોહ–ઉદય શત્રુ મહા, જીવનો મુખ્ય ગણાય. ૧૫ અર્થ :— રાગદ્વેષના વિભાવભાવોથી જીવને નવીન કર્મનો બંધ થાય છે. આ મોહનીય કર્મનો ઉદય જીવનો મહાશત્રુ છે. તેના કારણે રાગદ્વેષ થાય છે. “શક્તિ મોરે જીવકી ઉદય મહાબળવાન.' આઠેય કર્મોમાં મોહનીય કર્મની મુખ્યતા ગણાય છે. ।।૧૫।। અઘાર્મી કર્મોનો ઉદય કે સામગ્રી બાહા, તેમાં દેહાર્દિક તો જૈવ-ક્ષેત્રે બંઘાય. ૧૬ = અર્થ :— વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય એ ચાર અઘાતી કર્મોનો ઉદય જીવને બાહ્ય પૌલિક સામગ્રીનો મેળાપ કરાવે છે. જેમાં શુભ પુણ્યના ઉદયે શાતાવેદનીયનો અને અશુભ પાપના ઉદયે અશાતાવેદનીયનો જીવને અનુભવ થાય છે. તેમાં શરીર, રૂપ, રંગાદિ તો જીવના પ્રદેશો સાથે दूध અને પાણીની જેમ એક ક્ષેત્રાવગાહી સંબંઘ કરીને રહેલાં છે. ।।૧૬।। Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ઘન, કુટુંબાદિ દીસે આત્માથી અતિ ભિન્ન, બંઘન-કારણ એ નહીં; બંઘ ન પર-આથીન. ૧૭ અર્થ : જ્યારે ઘન કુટુંબાદિ તો આત્માથી સાવ જુદા જણાય છે. એ બધા કાંઈ જીવને કર્મબંઘના કારણ નથી. કર્મનો બંઘ થવો તે પરવસ્તુને આધીન નથી. II૧થા આત્મ-ભાવ મમતાદિ ફૈપ મિથ્યાત્વાદિક નામ, દેહાદિક નિમિત્ત, પણ મોહ-કર્મનાં કામ. ૧૮ અર્થ - કર્મબંઘ થવાના મુખ્ય કારણો આ છે :- આત્માના મોહ મમત્વાદિ ભાવ જે મિથ્યાત્વ કષાયાદિકના નામે ઓળખાય છે, તે વડે જીવને નવીન કર્મનો બંઘ થાય છે. દેહ કુટુંબાદિ તો તેમાં નિમિત્ત માત્ર છે. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા છે એવા મોહ મિથ્યાત્વના ભાવો જીવને નવા કર્મબંઘનું કારણ છે, અને– “હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી, પુત્રાદિ કોઈપણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” એવી આત્મભાવના તે કર્મ છોડવાના કારણરૂપ છે. ૧૮. નામકર્મના ઉદયે દેહ, વચન, મન થાય; તે ત્રણની પ્રવૃત્તિથી જીંવ-પ્રદેશ કંપાય. ૧૯ અર્થ - નામકર્મના ઉદયથી જીવને આ શરીર, વચન અને મન પ્રાપ્ત થાય છે. એ મન વચન કાયા ત્રણેય યોગની પ્રવૃત્તિથી એટલે ચેષ્ટાના નિમિત્તથી જીવના પ્રદેશો કંપાયમાન થાય છે. ૧૯ તેથી શક્તિ બંઘની આત્મામાં પ્રેરાય, જીવ-પ્રદેશે વર્ગણા પુગલની બંઘાય. ૨૦ અર્થ :- આત્માના પ્રદેશો કંપાયમાન થાય છે તેથી આત્મામાં કર્મબંઘ કરવાની શક્તિની પ્રેરણા મળે છે. આત્મા કર્મ તરફ પ્રેરાવાથી આત્માના પ્રદેશે તે પૌગલિક કાર્મણ વર્ગણાઓ આવીને બંધાઈ જાય છે. કાશ્મણ વર્ગણાઓ અનંત પુદ્ગલ પરમાણુની બનેલી હોય છે. ૨૦ના જીંવ-પ્રદેશ ને વર્ગણા એકક્ષેત્ર-અવગાહ; જે શક્તિથી થાય તે જાણો યોગ-પ્રવાહ. ૨૧ અર્થ - જીવના પ્રદેશો અને કાર્મણ વર્ગણાઓ એક ક્ષેત્રમાં અવગાહ એટલે જગ્યા રોકીને દૂધ અને પાણીની જેમ રહેલ છે. જે શક્તિવડે કાશ્મણ વર્ગણાઓને આવવારૂપ ક્રિયા થાય છે તેને મનવચનકાયાના યોગનો પ્રવાહ જાણો. ર૧ાા સમય સમય તેથી ગ્રહે કર્મ-વર્ગણા જીવ, જીવ-વીર્ય કર્મો ગ્રહે, પણ સૌ કર્મ અજીવ. ૨૨ અર્થ - સમયે સમયે મનવચનકાયાના યોગથી જીવ કર્મ-વર્ગણાને ગ્રહણ કરે છે. પણ તેમાં આત્માનું વીર્ય સ્કુરાયમાન થઈ અર્થાત્ કષાયભાવમાં આવી જઈ તે કાર્મણ વર્ગણાઓને કર્મરૂપ પરિણાવે છે ત્યારે કર્મનો બંધ થાય છે. પણ સર્વ કર્મ અજીવરૂપ છે. ૨૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ (૮૦) કર્મના નિયમો અલ્પ યોગ નિમિત્તથી પરમાણુ તે અલ્પ; બહુઁ યોગ-બળથી ગ્રહે પરમાણુઓ અનલ્પ. ૨૩ અર્થ :– મનવચનકાયાના યોગોની અલ્પ પ્રવૃત્તિ હોય તો અલ્પ નિમિત્તના કારણે અલ્પ પુદ્ગલ પરમાણુઓ ગ્રહણ કરે છે અને વિશેષ યોગોની પ્રવૃત્તિ હોય તો વિશેષ ૫૨માણુઓ ગ્રહણ કરે છે. ।।૨૩।। એક સમયમાં જેટલાં પરમાણુ લેવાય, તે જ્ઞાનાવરણાદિમય સાત, આઠ રૂપ થાય. ૨૪ અર્થ :– એક સમયમાં જેટલા પુદ્ગલ પરમાણુ ગ્રહણ થાય, તે જ્ઞાનાવરણીયાદિ કર્મોની સાત પ્રકૃતિમાં કે આયુષ્ય કર્મનો બંઘ પડ્યો હોય તો આઠેય કર્મોમાં સિદ્ધાંત પ્રમાણે આપોઆપ વહેંચાઈ જાય છે. અને તે તે પ્રકૃતિરૂપે પરિણમે છે. ।।૨૪। યોગ-વર્તના બે રીતે, શુભ, અશુભ ગણાય; દેહ, વચન, મન વર્તતાં ધર્મ વિષે, શુભ થાય; ૨૫ ૨૯૭ અર્થ :— મનવચનકાયાના યોગની વર્તના એટલે પ્રવૃત્તિ બે રૂપે થાય છે. તે શુભ યોગ અને અશુભ યોગ નામની છે. મનવચનકાયાની પ્રવૃત્તિ ધર્મના કાર્યોમાં થતાં તે શુભયોગ ગણાય છે. તેથી શુભકર્મનો બંધ થાય છે. ।।૨૫ા અધર્મ-કાર્યે યોજતાં અશુભ યોગ ગણાય; બન્નેથી સમ્યક્ત્વ વણ ઘાતિકર્મો થાય. ૨૬ અર્થ :– મનવચનકાયાને અધર્મ એટલે પાપના કાર્યોમાં યોજતાં અશુભ યોગ ગણાય છે. તેથી અશુભ કર્મનો જીવને બંઘ થાય છે. હવે શુભ યોગ હો કે અશુભ યોગ હો પણ સમ્યક્દર્શન વિના તો બન્નેથી ઘાતીયા કર્મનો જ બંધ થાય છે. ।।૨૬। મિથ્યાત્વે સૌ ઘાતિયાં નિરંતર બંઘાય, માટે તે ભૅલ ટાળવા કરવો પ્રથમ ઉપાય. ૨૭ અર્થ :– જીવમાં મિથ્યાત્વ હોવાથી અર્થાત્ સમ્યક્દર્શન નહીં હોવાથી તેને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય કર્મ એ ચાર ઘાતીયા કર્મની સર્વ પ્રકૃતિઓનો બંઘ નિરંતર થયા કરે છે. કોઈપણ સમયે કોઈપણ પ્રકૃતિનો બંઘ થયા વિના રહેતો નથી. માટે અનાદિકાળથી ચાલી આવતી મિથ્યાત્વની ભૂલને ટાળવા સૌથી પ્રથમ ઉપાય કરવો જોઈએ. દેહમાં આત્મબુદ્ધિ એ સર્વ મિથ્યાત્વનું મૂળ છે. તે દૂર કરવા અને આત્માને ઓળખવા માટે સર્વપ્રથમ ઉપાય કરવો જોઈએ. ।।૨૭।। આત્મ-વાર્તી અજ્ઞાની જન; સ્વ-દયા ત્યાં સદ્ઘર્મ; સમ્યગ્દષ્ટિ દયાળુ છે, કરે ન પાપી-કર્મ. ૨૮ અર્થ :— આત્માના ગુણોની ઘાત સમયે સમયે રાગદ્વેષના ભાવોથી થાય છે. રાગદ્વેષ અજ્ઞાની જન હમેશાં કરે છે તેથી તે આત્મઘાતી છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ કરે છે. ‘આત્મઘાતી મહાપાપી' કહેવાય છે. જ્યાં આત્મઘાતને રોકનાર સ્વદયા પ્રગટે છે ત્યાં સદ્ઘર્મનો સદ્ભાવ છે. માટે સમ્યષ્ટિ પુરુષો ખરા દયાળુ છે કે જે પોતાના આત્મગુણોને ઘાતે એવું રાગદ્વેષવાળું પાપકર્મ કરતા નથી. ।।૨૮।। Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અઘાતિયાં કર્મો વિષે શુભ ઉપયોગે પુણ્ય, અશુભ યોગે પાપ-બંઘ, મિશ્રથી પુણ્યાપુણ્ય. ૨૯ અર્થ :- વેદનીયાદિ અઘાતીયા કમમાં શુભ ઉપયોગથી શાતાવેદનીયાદિ પુણ્ય પ્રકૃતિઓનો બંઘ થાય છે અને અશુભ ઉપયોગથી અશાતા વેદનીય આદિ પાપ પ્રકૃત્તિઓનો બંધ થાય છે. તથા શુભાશુભ ભાવના મિશ્રણથી કોઈ પુણ્ય અને કોઈ પાપ પ્રકૃતિનો જીવને બંઘ થાય છે. રા. યોગ-નિમિત્તે કર્મનો આસ્રવ આવો થાય, યોગે પ્રકૃતિ, પ્રદેશ બે બંઘ-પ્રકાર ગણાય. ૩૦ અર્થ - ઉપર પ્રમાણે મન વચનકાયાના યોગ નિમિત્તથી કર્મનો આસ્રવ એટલે આવવાપણું થાય છે. માટે યોગ છે તે આમ્રવના દ્વાર છે. યોગ દ્વારા ગ્રહણ કરાયેલા પુદ્ગલ પરમાણુઓનું નામ અહીં પ્રદેશ છે. તેઓ આત્મા સાથે મળી જુદી જુદી કર્મ પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે તેથી પ્રકૃતિબંઘ થયો. એમ મનવચનકાયાના યોગવડે પ્રદેશબંઘ અને પ્રકૃતિબંઘ થાય છે. માટે યોગથી બે પ્રકારે બંઘ થયો એમ ગણાય છે. ૩૦ના નામ કર્મ-પરમાણનું પ્રદેશ અહીં ગણાય, પ્રકૃતિ કર્મ-સ્વભાવરૃપ આઠ, અનંત મનાય. ૩૧ અર્થ :- યોગવડે જે કર્મ પરમાણુઓ આવ્યા તેનું નામ પ્રદેશ અહીં ગણાય છે. કર્મના સ્વભાવથી જોતાં તેની જ્ઞાનાવરણાદિ મુખ્ય આઠ પ્રકૃતિઓ છે તથા કર્મ પ્રમાણે જોતાં તેના અનંત પ્રકાર છે. કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.” -શ્રીમદ્ રાજચંદ્ર /૩૧ના મિથ્યાત્વ, ક્રોઘાદિ થતા, મોહ-ઉદયથી ભાવ, કષાય નામ બઘાયનું; તેનો સુણો પ્રભાવ. ૩૨ અર્થ - મોહના ઉદયથી જીવને મિથ્યાત્વ અને ક્રોધાદિ કષાયના ભાવો થાય છે. એ સર્વનું સામાન્યપણે “કષાય' એવું નામ છે. એ કષાયનો હવે પ્રભાવ સાંભળો. ૩રા કષાયથી કર્મો વિષે સ્થિતિ, રસ બંઘાય; અમુક કાળ-અવઘિ, સ્થિતિ; બે ભેદ સમજાય. ૩૩ અર્થ - કષાય પ્રમાણે કર્મ પ્રવૃતિઓમાં સ્થિતિબંઘ અને રસબંઘ પડે છે. અમુક કાળની મર્યાદા તે સ્થિતિ કહેવાય છે. તેના અબાઘાકાળ અને ઉદયકાળ એમ બે ભેદ છે. ૩૩ અબાઘાફૅપ જે સ્થિતિ, વાવ્યા ઘાન્ય સમાન; જમીન નીચે પલળી રહે ઊગ્યા અગાઉ માન; ૩૪ અર્થ - અબાધારૂપ કર્મની જે સ્થિતિ છે તે વવાયેલા ઘાન્ય સમાન છે. જેમ ઘાન ઊગ્યા પહેલાં જમીનમાં નીચે પલળી રહે, તેના સમાન છે. તે તેનો અબાઘાકાળ છે. ૩૪ો. ઊગવારૂપ ઉદય-સ્થિતિ, તે પૂરી ના થાય ત્યાં સુઘી પરમાણુનો પ્રવાહ આવ્યો જાય. ૩૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ (૮૦) કર્મના નિયમો ૨૯૯ અર્થ - ઘાન્ય ઊગવારૂપ સ્થિતિ તે ઉદયકાળ કહેવાય છે. અબાઘાકાળ પૂરો થયે ઉદયકાળ આવ્યા પછી જ્યાં સુધી તે કર્મની સ્થિતિ પૂરી ન થાય ત્યાં સુધી સમયે સમયે તે પ્રકૃતિનો ઉદય આવ્યા કરે છે અથવા તે સંબંધી કર્મ પરમાણુઓનો પ્રવાહ આવ્યા કરે છે. આઠેય કર્મનો અબાધાકાળ નીચે પ્રમાણે છે – કર્મ પ્રકૃતિ ઉત્કૃષ્ટ સ્થિતિબંઘ ઉત્કૃષ્ટ અબાઘાકાળ જ્ઞાનાવરણીયકર્મ ૩૦ કોડાકોડી સાગરોપમ ૩ હજાર વર્ષ દર્શનાવરણીયકર્મ વેદનીયકર્મ અંતરાયકર્મ ગોત્રકર્મ કર્મ ૨૦ કોડાકોડી સાગરોપમ ૨ હજાર વર્ષ નામકર્મ કર્મ મોહનીય કર્મ ૭૦ કોડાકોડી સાગરોપમાં ૭ હજાર વર્ષ આયુષ્ય કર્મ ૩૩ સાગરોપમ પૂર્વકોટવર્ષ-ત્રિભાગ અબાઘાકાળ દરમ્યાન કર્મોમાં ભાવાનુસાર ફેરફાર થઈ શકે છે. Il૩પા સુર-મનુષ્ય-તિર્યંચના આયુ વણ સ્થિતિ જાણ ઘાત-અઘાતી કર્મની કષાય-વેગ પ્રમાણ. ૩૬ અર્થ - દેવ, મનુષ્ય અને તિર્યંચની આયુષ્ય સ્થિતિ વિના બાકીના સર્વ ઘાતી-અઘાતી કર્મ પ્રકૃતિઓની સ્થિતિ કષાયના વેગ ઉપર આધાર રાખે છે. ૩૬ના અલ્ય કષાયે ટૂંક ને દીર્ઘ યદિ અતિ કષાય, સ્થિતિ-મર્યાદા કર્મની એ રીતે બંઘાય. ૩૭ અર્થ - જ્યાં અલ્પ કષાય હોય ત્યાં કર્મનો સ્થિતિબંઘ ટૂંકો હોય છે અને તીવ્ર કષાયભાવ હોય તો કર્મનો સ્થિતિબંઘ લાંબો પડે છે. કર્મની સ્થિતિ અથવા મર્યાદા આ રીતે બંધાય છે. [૩ળા સુર-નર-પશુ-આયુસ્થિતિ બહુ કષાયે અલ્પ, અલ્પ કષાયે લાંબી તે; નિયમે શા વિકલ્પ? ૩૮ અર્થ - દેવ, મનુષ્ય અને પશુગતિની આયુષ્ય સ્થિતિ, બહુ કષાય હોય તો અલ્પ પડે છે અને અલ્પ કષાય હોય તો લાંબી પડે છે એવા કર્મના નિયમો છે, તેમાં શા વિકલ્પ કરવા? જંગલમાં હરણને અલ્પ કષાય હોવાથી, બળદેવમુનિને રથકારક આહારદાન કરતાં જોઈ અનુમોદના કરતો હતો. તેવામાં ઉપરથી ડાળ પડી. ત્રણેયના દેહ છૂટી ગયા, અને અલ્પ કષાયના કારણે ત્રણેય પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. [૩૮ાા. કર્મરસ અનુભાગ-બંઘ, કષાયયોગે થાય; ઉદય આવ્યે અલ્પ-બહુ, બાંધ્યો તેમ જણાય. ૩૯ અર્થ - કર્મમાં રસ દેવાની શક્તિ અથવા ફળદાન શક્તિ તે અનુભાગ-બંઘ અથવા રસ-બંઘ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૩ 0 0 પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કહેવાય છે. તે કષાયના યોગથી થાય છે. કર્મ ઉદય આવ્યા પછી તેની ફળદાન શક્તિ અલ્પ હતી કે બહુ હતી તે જણાય છે. ૩૯ાા અઘાતકર્મની પાપડ઼ેપ-ઘાતકર્મ સો પાપ પ્રકૃતિમાં અનુભાગ અલ્પ, અલ્પ કષાયે માપ. ૪૦ અર્થ :- અઘાતી કર્મની પાપરૂપ સ્થિતિ છે. જ્યારે ઘાતકર્મ તો સર્વ પાપરૂપ જ છે. પાપ પ્રકૃતિમાં અલ્પ કષાય હોય તો અલ્પ ફળદાન શક્તિ પ્રગટે છે. I૪૦ાા. બહુ કષાયે રસ બહું; પુણ્ય વિષે પણ ભિન્ન, બહુ કષાયે અલ્પ રસ, બહુ રસ જો તે ક્ષીણ. ૪૧ અર્થ :- જીવના કષાયભાવ જો બળવાન હોય તો તેમાં ફળદાન શક્તિ પણ ઘણી હોય છે. જ્યારે પુણ્ય પ્રકૃતિ વિષે આનો પ્રકાર ભિન્ન જણાય છે. ઘણો કષાય હોય તો પુણ્ય ઘટતું જાય છે અને તીવ્ર કષાય હોય તો પુણ્યનો સર્વથા નાશ થાય છે. I૪૧ાા ઉત્તમ મદિરા અલ્પ દે ઘણી કેફ બહુ કાળ; અલ્પ કેફ, ચિર કાળ નહિ, બહુ મદિરા હીન ભાળ. ૪૨ અર્થ - ઉત્તમ કોટિની ગણાતી મદિરા એટલે દારૂ તે અલ્પ હોય તો પણ લાંબા કાળ સુધી ઘણો નશો ઉપજાવે છે. જ્યારે અલ્પ નશાવાળી ઘણી મદિરા પણ ચિરકાળ સુઘી નશો આપી શકે નહીં. કેમકે તેની શક્તિ (પાવર) હીન છે. ૪રા તેમ કર્મ-પરમાણુ બહુ દે ફળ અલ્પ જ કાળ, અલ્પ પરમાણુ દે બહું કાળ, ફળ બહુ ભાળ. ૪૩ અર્થ - તેમ મનવચનકાયાના યોગવડે કર્મના ઘણા પરમાણુઓ બંઘાયેલા હોય છતાં તેની ફળદાન શક્તિ અલ્પ હોય છે અને કષાયવડે બંધાયેલા અલ્પ પરમાણુ પણ ઘણી ફળદાન શક્તિ આપવા સમર્થ છે. II૪૩ાા તેથી પ્રકૃતિ-પ્રદેશરૂપ યોગે જે જે બંઘ, તે બળવાન ગણાય ના; બલિષ્ઠ કષાય-બંઘ. ૪૪ અર્થ :- તેથી મનવચનકાયાના યોગથી થતો પ્રદેશબંઘ કે પ્રતિબંધ બળવાન ગણાય નહીં; પણ કષાયથી થયેલો કર્મબંઘ જ બલિષ્ઠ એટલે બળવાન ગણાય છે. (૪૪ તેથી ભવ કરવા તણું કષાય કારણ મુખ્ય; જેને ભવ હરવા હશે, થશે કષાય-વિમુખ. ૪૫ અર્થ :- તેથી સંસારમાં જીવને નવા નવા ભવ ઘારણ કરવાનું મુખ્ય કારણ તો કષાયભાવ છે. માટે જેને ભવનો નાશ કરવો હશે તે પુણ્યાત્મા કષાયથી વિમુખ થશે. પરમકૃપાળુદેવે પણ ઉપદેશછાયામાં જણાવ્યું છે કે : “કષાય ઘટે તેટલું કલ્યાણ.” II૪પાા મુખથી ગ્રાસ વિષે લીધું ભોજન ભિન્ન પ્રકાર, હાડ, ઑદિર, વીર્યાદિરૃપ બને નિયમ અનુસાર. ૪૬ Page #106 -------------------------------------------------------------------------- ________________ (૮૦) કર્મના નિયમો ૩ ૦ ૧ અર્થ - મુખથી કોળિયારૂપે લીઘેલ ભિન્ન ભિન્ન પ્રકારનું ભોજન, તે તેના નિયમ પ્રમાણે હાડકાં, લોહી, વીર્ય, માંસ, મજારૂપે બને છે. કા. કોઈ ચીજ તનમાં ટકે ઘણો કાળ સુખકાર; કોઈ અલ્પ બળ આપતી, ટકે નહીં બહુવાર. ૪૭ અર્થ - કોઈ મિષ્ટાન્ન વગેરે આહારના પુદગલ પરમાણુ શરીરમાં ઘણો કાળ સુધી ટકી રહે અને બળરૂપ સુખના કર્તા થાય. જ્યારે કોઈ ભાત જેવા અલ્પ બળવાળા પદાર્થો ઘણીવાર શરીરમાં ટકી શકે નહીં. ૪શા ભાન નથી ભોજન વિષે રસ, બળ દેવા કાંઈ, જે જે ગુણ જડ વસ્તુમાં તે દેખાતા આંહિ. ૪૮ અર્થ - ભોજનને કંઈ ભાન નથી કે મારે આટલો રસ કે આટલું બળ આપવું. પણ જે જે ગુણધર્મ તે તે ખાદ્યવસ્તુમાં રહ્યા છે તે પ્રમાણે તે બળ આપે છે. ૪૮. તેમ જ કષાય-યોગથી પરમાણુ પકડાય; આઠ કર્મફૅપ પરિણમે, ફળ દેનારાં થાય. ૪૯ અર્થ - તેવી રીતે મન વચનકાયાના યોગથી કર્મ પરમાણુ આવે છે અને કષાયભાવોવડે તે પકડાઈને આત્મા સાથે બંધાય છે. પછી આઠ કર્મની પ્રકૃતિરૂપે કર્મના નિયમો પ્રમાણે તે પરિણમી જાય છે અને અબાધાકાળ પૂરો થયે ઉદયમાં આવી સુખદુઃખરૂપે ફળના આપનાર થાય છે. એમ થવાનું શું કારણ હશે? ૪૯ાા. નિમિત્ત-નૈમિત્તિકતા પરસ્પરે સમજાય; જડમાં ભાન મળે નહીં; કોઈ ન ફળ દઈ જાય. ૫૦ અર્થ – તો આત્માના રાગદ્વેષરૂપ ભાવ નિમિત્તને પામી, નવીન પુદ્ગલ પરમાણુઓમાં આત્માના જ્ઞાનદર્શન આદિ ગુણો ઉપર આવરણ કરનારી શક્તિ પ્રગટે છે. એમ આત્મા અને કાર્મણ વર્ગણાઓ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જણાય છે. જડ એવા પુદ્ગલ પરમાણુને તો કંઈ ભાન નથી તેમજ કોઈ ફળ આપનાર ઈશ્વર પણ નથી. આપણા બાંધેલાં કમોં રહે સત્તામાં જે વાર. શુભાશુંભ જીંવ-ભાવથી ગ્રહે છે ફેરફાર. ૫૧ અર્થ :- પૂર્વે બાંધેલા કર્મો જ્યાં સુધી સત્તામાં રહે ત્યાં સુધી જીવના શુભાશુભ ભાવવડે તેમાં ઉત્કર્ષણ એટલે કર્મનું વળી જવું, અપકર્ષણ એટલે ઘટી જવું અને સંક્રમણ એટલે પાપના દલિયા પુણ્યરૂપ થઈ જવા એમ ફેરફાર કરી શકાય છે. પરા સજાતિ પ્રકૃતિરૂપે કોઈ કોઈ પલટાય, સ્થિતિ-અનુભાગ વધે, ઘટે; જીવ કરે તે થાય. પર અર્થ - કોઈ કોઈ કર્મ સજાતિ પ્રકૃતિઓમાં પલટો પામે છે. જેમકે જ્ઞાનાવરણીયાદિ કર્મ પ્રકૃતિનો સ્થિતિને અનુભાગ ઘટવાથી કે વઘવાથી તેમાં ફેરફાર થાય છે. જીવ તેમાં પોતાના શુભાશુભ ભાવ જેવાં Page #107 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કરે તેવું થાય છે. પરા પ્રાવોધ-વિવેચન ભાગ-૨ જીવભાવનું ના બને તેવું જો નિમિત્ત, તો બાંધ્યાં તેવાં ; સત્તામાં સૌ સ્થિત. ૫૩ અર્થ – જીવના શુભાશુભભાવવડે ફેરફારનું તેવું કોઈ નિમિત્ત ન બને તો જેવા કર્મો બાંધ્યા હોય નવા જ સૌ કર્મો સત્તામાં સ્થિત રહે છે. પા ઉદય-કાળ આવ્યે સ્વયં બને કર્મ-અનુસાર, જેવો રસ કર્યું રહ્યો તેવો રસ દેનાર. ૫૪ અર્થ :– પછી ઉદયકાળ આવ્યે સ્વયં તે કર્મો આપોઆપ જેવા રસથી બંધાયેલા છે તેવા જ ફળને આપનાર થાય છે. ૧૫૪।। રસ દઈ કર્મપણું તજે, પુદ્દગલરૂપ પલટાય; પરમાણુ ૨હે ક્રંથમાં કે છૂટી દૂર થાય. ૫૫ અર્થ :— તે કર્મ પોતાનો રસ શાતા અશાતારૂપે આપીને ખરી જાય છે અને કર્મપણાને તજી પાછા પુદ્ગલ પરમાણુરૂપે પલટાઈ જાય છે. પછી તે પુદ્ગલપરમાણુ કાં તો સંઘમાં રહે છે, કાં તો ઘમાંથી છૂટા પડી દૂર થાય છે. ।।૫૫।। સાથે બંધાયેલ જે ઉદય-ક્રમે દેખાય; પૂર્વે બંધાયાં હતાં તેમાં વર્ષોભી જાય. ૫૬ અર્થ :— એક સમયમાં સાથે બંધાયેલ કર્મપરમાણુઓ પોતાનો અબાધાકાળ પૂરો થયે બાકી રહેલ સ્થિતિના જેટલા સમય હોય તે સર્વમાં ક્રમથી ઉદય આવે છે. વળી પૂર્વે બીજા ઘણા સમયમાં બાંધેલા પરમાણુ કે જે તે જ સમયમાં ઉદય આવવા યોગ્ય છે તે બધા ભેગા મળી જઈ ઉદયમાં આવે છે. ।।૫૬॥ પરમાણુરૂપ કર્મ તો દ્રવ્ય કર્મ પરખાય, મોનિત જીવ-ભાવ તે ભાવકર્મ લેખાય. ૫૭ - અર્થ :– પુદ્ગલ પરમાણુના બનેલા કર્મો તે અનંત પુદ્ગલ દ્રવ્યોનો બનેલો પિંડ છે. તે દ્રવ્યકર્મ નામથી ઓળખાય છે અને મોહનીય કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલ મિથ્યાત્વ, ક્રોધાદિરૂપ ભાવ થાય છે. તે અશુદ્ધભાવ જીવના ભાવકર્મ છે; અર્થાત્ રાગદ્વેષ અજ્ઞાન એ જીવના ભાવકર્યું છે. ।।૫।। નામકર્મથી જે થયું શરીર તે નોકર્મ, સુખદુખ-કારણ કર્મવત્; સુખદુખ દૈહિક ધર્મ. ૫૮ અર્થ :– આ શરીર પ્રાપ્ત થયું છે તે નામકર્મનો ઉદય છે. તેને નોકર્મ કહેવાય છે. એ નોકર્મરૂપ શરીર પણ કર્મીની સમાન જીવને સુખદુઃખનું ભાજન થાય છે. કેમકે શાતારૂપ સુખ અને અશાતારૂપ દુઃખ એ દેહનો ધર્મ છે. શાતાઅશાતા દેહમાં ઊપજે છે. આત્મામાં નહીં. આત્મા તો માત્ર તેનો જાણનાર છે. પણ મોતને લઈને શરીરમાં મારાપણું હોવાથી તે અશાતા જીવને દુઃખરૂપ ભાસે છે. ।।૫।। દ્રવ્ય ઇન્દ્રિયો શરીરમાં, દ્રવ્ય-મનસ્ જરૂપ, વચન શ્વાસ-ઉચ્છવાસ સૌ દૈહિક અંગ અનૂપ. ૫૯ Page #108 -------------------------------------------------------------------------- ________________ (૮૧) મહપુરુષોની અનંત દયા ૩ ૦ ૩ અર્થ :- આ શરીરમાં પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું દ્રવ્યમન રહેલું છે. એ દ્રવ્યમન કજરૂપ એટલે કમળાકારે છે તથા વાણી અને શ્વાસોચ્છવાસ એ સૌ શરીરનાં જ અનુપમ અંગો છે. //પલા આત્મા સૌથી ભિન્ન છે, આત્મિક સુખ છે સાર; સમ્યગ્વષ્ટિ અનુભવે, વિસ્મરી સૌ સંસાર. ૬૦ અર્થ :- પણ આત્મા તો આ શરીરના સર્વ અંગોથી સાવ ભિન્ન છે. તે આત્માના અનુભવથી ઉત્પન્ન થતું સુખ એ જ જગતમાં સારભૂત છે. તે સારભૂત આત્મિક સુખને સમ્યવ્રુષ્ટિ મહાત્માઓ જગતનું વિસ્મરણ કરીને અનુભવે છે. તે જ સ્વાધીન, શાશ્વત, નિરાકુળસુખ સર્વ પ્રાણીઓએ પ્રાપ્ત કરવા યોગ્ય છે. ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું.” (૨.૫.૨૯૯) //૬૦ના કર્મના નિયમોને જે જાણે તેના આત્મામાં ખરી સ્વદયા કે પરદયાનો ઉદય થવા સંભવ છે. જે સમ્યક્રદર્શનને પામેલા છે તે સર્વ મહાન પુરુષો છે. તેમના અંતરમાં અનંતી દયા જીવોના કલ્યાણ અર્થે વિદ્યમાન છે. તે દયાનો ઝરો બોઘરૂપે વરસવાથી જીવો સુખ શાંતિને પામે છે. એક અંશ શાતાથી કરી સર્વ સમાધિનું કારણ પુરુષ છે. તે અનંતી દયાનો વિસ્તાર અત્રે સમજાવે છે : (૮૧) મહપુરુષોની અનંત દયા (અક્ષય પદ વરવા ભણી, સુણો સંતાજી, અક્ષત પૂજા સાર રે ગુણવંતાજી–એ રાગ) શ્રી રાજચંદ્ર-ચરણે નમું જયવંતાજી, જેના ગુણ અનંત રે ગુણવંતાજી, ? તારક તત્ત્વ બતાવતા જયવંતાજી, અકામ કરુણાવંત રે ગુણવંતાજી. ૧ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું પ્રણામ કરું છું. જેનું શુદ્ધ સ્વરૂપ ત્રણે કાળમાં જયવંત છે, અર્થાત જેના શુદ્ધ સ્વરૂપનું અસ્તિત્વ ત્રણેય કાળમાં વિદ્યમાન છે. તે શુદ્ધ સ્વરૂપમાં અનંત ગુણ રહેલા હોવાથી તે ગુણોના ભંડાર છે. જે ભવ્યાત્માઓને સંસાર સમુદ્રથી તારનાર એવા આત્મતત્ત્વને બતાવનારા છે, એવા પરમકૃપાળુ પ્રભુ અકામ એટલે નિષ્કામ કરુણાશીલ સ્વભાવવાળા હોવાથી સદા પૂજનીય છે. ૧ાા. ગુણ ગુરુના શું વર્ણવું? જય૦ અમાપ એ ઉપકાર રે ગુણ કેવળ કરુણા-મૂર્તિ તે, જય૦ મોક્ષમાર્ગ-દાતાર રે ગુણ૦ ૨ અર્થ :- શ્રી ગુરુ ભગવંતના ગુણોનું હું શું વર્ણન કરી શકું? જેને મારા પર કોઈ કાળે માપ ન નીકળી શકે એવો અનંત અમાપ ઉપકાર કરેલ છે. આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર.” -શ્રીમદ્ રાજચંદ્ર જે માત્ર કરુણાની જ મૂર્તિ હોવાથી જન્મમરણથી છૂટવારૂપ મોક્ષનો માર્ગ બતાવી મારા પર અનંતી Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦ ૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ દયા કરી છે. મારા ભવિષ્યમાં આવનાર અનંતકાળના દુઃખોને ફેડી શાશ્વત સુખશાંતિનો માર્ગ બતાવી જે ઉપકાર કર્યો છે તેનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. “સમકિતદાયક ગુરુ તણો, પ્રત્યુપકાર ન થાય; ભવ કોડાકોડી લગે, કરતા ક્રોડ ઉપાય.” ારા પુષ્પ મોગરાનાં કૂંડાં, જય કપૂર કે શશી-તેજ રે ગુણ૦ અઘિક મનોહર ગુરું-ગુણો, જય૦ એના જેવા એ જ રે ગુણ૦ ૩ અર્થ:- જેમ મોગરાનું ફૂલ સુંદર જણાય છે, કપૂર કે ચંદ્રમાનું તેજ શીતળતા આપનાર છે; તેથી વિશેષ શ્રી ગુરુના ગુણો મનોહર એટલે મનને હરણ કરનાર છે, અનુપમ છે. જેની ઉપમા કોઈ સાથે આપી શકાય એમ નથી. એના જેવા એ જ છે; બીજા કોઈ નથી. ૩ દયા, દયા, નિર્મળ દયા, જય૦ હિમગિરિ-સુતા-પ્રવાહ રે ગુણ જગત સુખી સપુરુષથી, જય૦ ઉચ્ચરી જવાય “વાહ!” રે ગુણ૦ ૪ અર્થ:નાનામાં નાના જીવને પણ હિતકારી એવી અવિરોઘ નિર્મળ દયા સપુરુષની છે. પરમકૃપાળુદેવે જણાવ્યું કે “સર્વ પ્રકારે જિનનો બોઘ, દયા દયા નિર્મળ અવિરોઘ!” તે સત્પરુષની દયાનો પ્રવાહ હિમગિરિ એટલે હિમાલય પર્વતની દીકરી ગંગાના પ્રવાહની જેમ સદૈવ વહ્યા કરે છે. તે સત્પષના પ્રભાવે જ જગતના જીવો સદેવ સુખી છે. કારણ કે પાપ, પુણ્ય અથવા આત્માની ઓળખાણ કરાવનાર સપુરુષ છે. તેમના એવા નિષ્કારણ કરુણાશીલ સ્વભાવની સ્મૃતિ થતાં તેમના પ્રત્યે “વાહ!” એવો શબ્દ બોલી જવાય છે કે મારા વાલાએ કેવો અદ્ભુત શાશ્વત સુખશાંતિનો માર્ગ મને બતાવ્યો. ૪. દીર્ઘ દ્રષ્ટિથી દેખીને જય, સર્વ જીવ-હિત કાજ રે ગુણ સ્વ-પર-દયા વિસ્તારથી જય૦ વર્ણવતા જિનરાજ રે ગુણ- ૫ અર્થ :- શ્રી જિનરાજે દીર્ઘ દ્રષ્ટિથી સર્વ જીવોનું કલ્યાણ જેમાં જોયું એવી સ્વદયા કે પરદયાના સ્વરૂપનું વિસ્તારથી વર્ણન કર્યું છે. “ત્રીજી સ્વદયા–આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્ત્વ પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી, એમ ચિંતવી ઘર્મમાં પ્રવેશ કરવો તે “સ્વદયા'. ચોથી પરદયા–છકાય જીવની રક્ષા કરવી તે “પરદયા.” ” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૪) “ભાખ્યું ભાષણમાં ભગવાન, ઘર્મ ન બીજો દયા સમાન.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૯) //પા કેવળજ્ઞાન વહ્યા પછી જય૦ વિચારે કરુણા કાજ રે ગુણ કર્મ-ઉદય ભગવંતનો જય ભવાબ્ધિમાંહિ જહાજ રે ગુણ૦ ૬ અર્થ :- શ્રી જિનરાજ કેવળજ્ઞાન પામ્યા પછી પણ પૂર્વ ભવમાં “સવિ જીવ કરું શાસન રસી’ એવી ભાવદયા ભાવેલી હોવાથી તે કર્મને ખપાવવા માટે કરુણાથી અનેક સ્થળે વિચરે છે. તે કર્મ ઉદય જિનરાજનો, ભવિજન ઘર્મ સહાય.” રૂપ થઈ પડે છે. ભગવાનની જે વાણી ઉદયાથીન ખરે છે તે મુમુક્ષુ ભવ્યાત્માઓને ભવાબ્ધિ એટલે સંસારરૂપી સમુદ્રથી તરવા માટે સફરી જહાજ સમાન બને છે. કા. હિમગિરિ સમ શાંતિ વહે જય૦ સર્વ દિશામાં સાર રે ગુણ પૂર્ણ ચંદ્ર સમ સાગરે જય૦ ભાવ-ભરતી કરનાર રે ગુણ૦ ૭. Page #110 -------------------------------------------------------------------------- ________________ (૮૧) મન્સુરુષોની અનંત દયા ૩૦૫ = અર્થ – ભગવાનની વાણી કિંમાલયના બરફની સમાન શીતલ હોવાથી ત્રિવિધ તાપને શમાવી શાંતિ આપનાર છે. જે સર્વ દિશાઓમાં એટલે સર્વ પ્રકારે સારરૂપ અર્થાત્ કલ્યાણને જ આપનારી છે. પૂર્ણિમાનો ચંદ્ર જેમ સાગરમાં ભરતી લાવે તેમ ભગવાનની વાન્ની અંતરમાં નવા નવા ભાવો ઊભરાવી આનંદ પમાડનાર છે. કા ભાવ જ ચિંતામણિ ગણો જય ઇચ્છિત ફળ દેનાર રે ગુણ મોક્ષ વરે કોઈ ભાવથી જય” સુર-સુખ કો વરનાર રે ગુણ- ૮ અર્થ :– એ ઉત્તમ ભાવોને ચિંતામત્રિ રત્ન સમાન માનો કે જેથી સમકિત અથવા કેવળજ્ઞાનરૂપ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. કોઈ શુદ્ધભાવ ભાવી મોક્ષને પામે છે, અને કોઈ શુભભાવ ભાવી દેવલોકના ઇન્દ્રિયસુખને પામે છે. સર્વનું કારણ જીવના શુભાશુભભાવ કે શુદ્ધ ભાવ છે. ભરૂચમાં ઘોડાને બોઘ આપવા માટે શ્રી મુનિસુવ્રત ભગવાન ૬૦ યોજનનો વિહાર કરી આવ્યા. તેમની વાણી સાંભળી ઘોડો ખુબ આનંદ પામ્યો અને ઉત્તમભાવથી અનશન લઈ દેહત્યાગી દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી મોક્ષને પામશે. ગમે તે ગતિમાં જીવ ઉત્તમ ભાવ કરે તે ઉચ્ચ દશાને પામે છે. II૮ાા ક્ષેપક શ્રેણિ કોઈ ચઢે જય- સર્વજ્ઞ કોઈ થાય રે ગુણ ઉપશમ શ્રેણીના બળે જય કોઈ અમોહ્ન જણાય ૨ ગુણ હ અર્થ :– સત્પુરુષે અનંત દયા કરી ચિલાતીપુત્રને ઉપશમ, વિવેક, સંવર ત્રણ શબ્દો આપ્યા. તેના વિચારવર્ડ ક્ષપક શ્રેણી માંડી ને સર્વજ્ઞ થયા અથવા ગુરુઆજ્ઞાએ માત્ર 'માષ તુષ' નું રટણ કરતાં શિવભૂતિ મુનિ કેવળી બની ગયા. કોઈ વળી ઉપશમ શ્રેણીનાં બળે આગળ વધી અગ્યારમાં ઉપશાંત મોહ ગુણસ્થાનક સુધી જઈ છદ્મસ્થ વીતરાગ જેવા અમોહી જણાયા. આ બઘી દશા પ્રાપ્ત થવાનું કારણ મહત્પુરુષોની અનંત દયા છે. ।।૯। દર્શનમોહ ખપાવતા જય૦ ક્ષય કરી આદિ કષાય રે ગુણ ક્ષાયિક દર્શન પામતા જય એવા જ્યાં નર-રાય રે ગુણ ૧૦ અર્થ સત્પુરુષોની કૃપાદૃષ્ટિથી, દર્શનમોહ એટલે મિથ્યાત્વને અને આદિ એટલે પ્રથમના અનંતાનુબંધી કષાયનો સાથે ક્ષય કરવાથી જીવ સમકિત પામે છે, જ્યારે શ્રેણિક જેવા મહારાજા ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળી ક્ષાયિક સમ્યક્દર્શનને પ્રાપ્ત કરે છે. ।।૧૦।। અપ્રમત્ત મુનિ કો બને જય૦ સર્વ-વિરતિ ઘરનાર રે ગુણ દેશ-વિરતિ કો આદરે જય કોઈ સુદર્શન સાર રે ગુણ ૧૧ અર્થ :– ભગવાનના ઉપદેશથી કોઈ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રમત્ત મુનિ બને છે, કોઈ સર્વ વિરતિયંત મુનિપણું અંગીકાર કરે છે, કોઈ આનંદ શ્રાવક કે કામદેવ શ્રાવક જેવા હાદશવ્રતને ઘારણ કરી દેશ વિરતિવંત શ્રાવક બને છે. કોઈ અનાથીમુનિની કૃપાથી શ્રેણિક મહારાજા જેવા જગતમાં સારરૂપ એવા સુદર્શન એટલે સમ્યક્દર્શનને પામે છે, ।૧૧।। સુર નર તિર્યંચો ઘણા જય૰ કૃષ્ણપક્ષી જીવ કોઈ તો જય સમકિત સન્મુખ થાય રે ગુણ શુક્લપી બની જાય રે ગુણ ૧૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - મહાપુરુષની અનંત દયાવડે કેટલાય દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો પણ સમ્યક શ્રદ્ધાનાં બળે સમકિત સન્મુખ થાય છે. ભગવાન પાર્શ્વનાથ પૂર્વ ભવમાં હાથીના ભવમાંથી તેમજ ભગવાન મહાવીર સિંહના ભવમાંથી સમકિત પામ્યા હતા. મિથ્યાત્વસંયુક્ત સમકિત વગરના દીર્ઘ સંસારી જીવો કષ્ણપક્ષી કહેવાય છે તે પણ સત્પરુષના બોઘવડે સમ્યક્દર્શન પામવાથી શુક્લપક્ષી બની અલ્પ સંસારી થાય છે. [૧૨ાા. જાતિ-સ્મરણે જાણતા જય૦ પૂર્વ ભવો વળી કોય રે ગુણ પરિભ્રમણ દુખ ટાળવા જય હવે ન ચૂકે સોય રે ગુણ૦ ૧૩ અર્થ - કોઈ વળી જાતિસ્મરણજ્ઞાન પામી પૂર્વભવોને જાણે છે. જેમકે મૃગાપુત્ર દોગંદક દેવની જેમ સુખ ભોગવતો હતો. પણ મુનિના દર્શનથી આ મેં કોઈ ઠેકાણે જોયેલું છે. એમ ઉહાપોહ કરતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી માતાપિતાને નરકાદિ ગતિનું ભયંકર સ્વરૂપ સમજાવી તેમજ અનાદિકાળનું પરિભ્રમણ દુઃખ ટાળવા માટે હવે હું આ અવસરને ચૂકું એમ નથી વગેરે જણાવીને દીક્ષા ગ્રહણ કરી. સંપ્રતિરાજા પણ મુનિને જોતાં જાતિસ્મરણજ્ઞાન પામવાથી શ્રી ગુરુની અનંતદયાવડે દ્રઢ જૈનધર્મી બની મંદિર મૂર્તિઓ વગેરે કરાવી શાસનની ઘણી પ્રભાવના કરી. ૧૩. અવધિજ્ઞાની બને ઘણા જય૦ દેખે ભૂત, ભવિષ્ય રે ગુણ મન:પર્યયજ્ઞાને કરી જય૦ મન વાંચે મુનીશ રે ગુણ૦ ૧૪ અર્થ - સત્પરુષની આજ્ઞા ઉઠાવવાથી આનંદ શ્રાવક જેવા ઘણા અવધિજ્ઞાની બની ભૂત ભવિષ્યને જુએ છે. આનંદ શ્રાવકને અવધિજ્ઞાનના બળે પ્રથમ દેવલોક અને નીચે પ્રથમ નરક સુઘી દેખાતું હતું. કોઈ મહાત્માઓ મન:પર્યવજ્ઞાન પામી મુનીશ્વરોના મનને વાંચે છે અર્થાત્ તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે. ||૧૪. ગણઘર મોટા જે થતા જય. આગમ રચે અશેષ રે ગુણ ગુરુગમથી આગમ ભણી જય૦ જાણે સર્વ વિશેષ રે ગુણ ૧૫ અર્થ :- સત્પરુષની કૃપાથી શ્રી ગૌતમ સ્વામી જેવા મોટા ગણથરો થાય છે. તે અશેષ એટલે સંપૂર્ણ દ્વાદશાંગીની રચના કરે છે. કોઈ ગુરુમુખથી ગુરુગમ પામી આગમ ભણીને તેના સંપૂર્ણ રહસ્યને જાણે છે. ૧૫ શ્રુતકેવળી ભગવંત તે જય૦ દે સાચો ઉપદેશ રે ગુણ લબ્ધિવંત ઘણા જણા જય ગર્વ ઘરે નહિ લેશ રે ગુણ૦ ૧૬ અર્થ :– સમસ્ત વ્યુતના રહસ્યને જાણનાર એવા શ્રુતકેવળી ભગવંત તે ભવ્યાત્માઓને સાચો ઉપદેશ આપે છે. કેટલાય મુનિઓ અનેક લબ્ધિઘારી હોવા છતાં તેનો લેશ માત્ર ગર્વ કરતા નથી. શ્રી ગૌતમ સ્વામીએ ખીરના માત્ર એક પાત્રથી પંદરસો તાપસોને પારણું કરાવ્યું. “અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણો ભંડાર.” એવા શ્રી ગૌતમ સ્વામી હોવા છતાં તેમનો તેમને કોઈ ગર્વ નથી. ||૧૬ાા વિચરે દેશ-વિદેશમાં જય ગગન-વિહારી કોય ૨ ગુણ ઘર્મ-પ્રભાવ વઘારતા જય૦ વાદ-રસિક જે હોય રે ગુણ૦ ૧૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ (૮૧) મહપુરુષોની અનંત દયા ૩૦૭ અર્થ - કોઈ મહાપુરુષો દેશ-વિદેશમાં વિચરીને, કોઈ ચારણ મુનિઓ આકાશ માર્ગે વિહાર કરીને કે કોઈ અન્ય ઘર્મીઓ સાથે વાદવિવાદ કરી વીતરાગ ભગવંતના બોઘેલા મૂળ ઘર્મના પ્રભાવને વધારે છે. વચન-સિદ્ધિ કો પામતા જય૦ સત્ય-પ્રભાવે સાર રે ગુણ ચમત્કાર-ભંડાર કો જય૦ કરે સ્વપર-ઉપકાર રે ગુણ૦ ૧૮ અર્થ - હેમચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત - કોઈ મહાપુરુષોને વચન-સિદ્ધિ હોય છે. તે જે કહે તે પ્રમાણે થાય છે. જેમકે શ્રી હેમચંદ્રાચાર્ય આચાર્યપદ પામ્યા પહેલા પોતાના શ્રીગુરુ સાથે ગોચરી માટે શ્રાવકને ઘેર ગયા હતા. શ્રાવક કહે ઘરમાં માત્ર રાબ છે, તે આપને આપતા મને શરમ આવે છે. ત્યારે શ્રી હેમચંદ્ર મુનિ આંગણામાં કોલસાનો ઢગલો જોઈ બોલ્યા કે આટલું તો છે અને દુઃખી થાય છે. ત્યારે શ્રી ગુરુએ તેમને તે કોલસાના ઢગલા પર બેસાડ્યા કે તે સોનાનો થઈ ગયો. શ્રાવક કહે શ્રી હેમચંદ્ર મુનિને આચાર્યપદ આપો ત્યારે તેનો ખર્ચ હું કરીશ. એમ સત્યનો પ્રભાવ પ્રગટ જણાય છે અને તે જ સારરૂપ છે. સિદ્ધસેન દિવાકરનું દ્રષ્ટાંત – કોઈ મહાત્માઓ નિર્મળ આરાઘનાના બળે ચમત્કારના ભંડાર હોય છે. તેમને જ્યાં યોગ્ય જણાય ત્યાં ચમત્કાર વડે સ્વપરનો ઉપકાર કરે છે. જેમકે શ્રી સિદ્ધસેન દિવાકર શિવલિંગ ઉપર પગ મૂકી સૂઈ ગયા. રાજાને જાણ થતાં ચાબખા મારવાનો હુકમ થયો. તેમ કરતાં રાણીઓને તે ચાબખા વાગવા લાગ્યા. રાજાએ આવી કહ્યું મહાદેવની સ્તુતિ કરવાને બદલે આમ વર્તન? સિદ્ધસેન કહે—એ દેવ મારી સ્તુતિ સહન કરી શકે નહીં. તો પણ રાજા કહે બોલો. તેથી શ્રી સિદ્ધસેન દિવાકર કલ્યાણ મંદિર બોલતાં શિવલિંગ ફાટી જઈ તેમાંથી ભગવાન શ્રી પાર્શ્વનાથના પ્રતિમાજી પ્રગટ થયા. આવા ચમત્કારથી રાજા વિક્રમાદિત્ય જૈનધર્મી બન્યો. ૧૮ સૌ સમૃદ્ધિ આવી વસે જય૦ આત્મા નિર્મળ જ્યાંય રે ગુણ કરુણા કારણ સર્વનું જય૦ મહાપુરુષની ત્યાંય રે ગુણ૦ ૧૯ અર્થ - સર્વ રિદ્ધિ સિદ્ધિ, લબ્ધિ વગેરે જેનો આત્મા નિર્મળ હોય તેમાં આવી વસે છે. આ સર્વ સમૃદ્ધિઓની પ્રાપ્તિનું કારણ માત્ર મહાપુરુષોની અનંત દયા છે. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી જુનાગઢથી લખેલ એક પત્રમાં જણાવે છે : અત્રે સુખ શાતા ગુરુપ્રતાપે છે જી.......અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વ ભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે. એક જ શ્રદ્ધાથી! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” -ઉપદેશામૃત (પૃ.૧૬) I/૧૯ાા આત્મા ઊંચા આણતા જય, જ્ઞાન દયા-ભંડાર રે ગુણ૦ નિષ્કારણ ઉપદેશથી જય૦ તારે નર ને નાર રે ગુણ૦ ૨૦ અર્થ - જ્ઞાની પુરુષો દયાના ભંડાર હોવાથી અનેક આત્માઓને ઉચ્ચદશાએ પહોંચાડે છે. તેઓ નિષ્કારણ કરુણાથી ઉપદેશ આપી અનેક નરનારીઓને સંસાર સમુદ્રથી તારે છે. નાસ્તિક એવા પરદેશી રાજાને પણ શ્રી કેશી મુનિએ ઉપદેશ આપી દૃઢ આસ્તિક બનાવી ઊંચ ગતિએ પહોંચાડ્યો. ૨૦ના. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અનંત દયા સપુરુષની જય. કોઈ ન પામે પાર રે ગુણ૦ અનંત જીંવ ઉપર થતો જય૦ ખરેખરો ઉપકાર રે ગુણ૦ ૨૧ અર્થ :- પુરુષોના હૃદયમાં રહેલી અનંતદયાનો કોઈ પાર પામી શકે નહીં. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિઘ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૪૯૯) સપુરુષ દ્વારા અનંત જીવો ઉપર ખરેખરો ઉપકાર થાય છે. ગુરુ પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. અનંત જીવો પર અનંત ઉપકારો થયા છે. તેઓ શાશ્વત સુખનો માર્ગ બતાવી એવો ઉપકાર કરે છે કે જેથી કોઈ કાળે ફરી દુઃખ આવે જ નહીં. માટે દેવવંદનમાં તેમની સ્તુતિ કરી છે કે – “પરાત્પર ગુરવે નમઃ પરંપરાચાર્ય ગુરવે નમઃ પરમગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરવે નમો નમઃ” ૨૧ાા. અનંતનું દ્રષ્ટાંત આ જય૦ દેખો વડનું બીજ રે ગુણ મોટો વડ તેથી થતો જય૦ ફળની ન ગણત્રી જ રે ગુણ૦ ૨૨ અર્થ :- પુરુષો અનંતદયા કેવી રીતે કરે છે તે દ્રષ્ટાંતથી અત્રે સમજાવે છે. અનંતનું દ્રષ્ટાંત એક વડનું બીજ જુઓ. તેમાંથી મોટો વડ થાય છે. તે વડ ઉપરના ફળની ગણત્રી નથી. //રરા વડવાઈ ચોટી થતા જય૦ અનેક વડ નિરઘાર રે ગુણ તેના સો ટેટા ગણો જય સંખ્યા થશે અપાર રે ગુણ૦ ૨૩ અર્થ:- તે વડની વડવાઈ પણ પૃથ્વીમાં ચોટી જઈ અનેક બીજા વડ ઊભા કરે છે. તે બઘાના સર્વ ટેટાની ગણત્રી કરો તો તેની અપાર સંખ્યા થશે. ૨૩ દરેક ફળના બીજથી જય૦ વડ વળી અપરંપાર રે ગુણ૦ તે તે વડ ઉપવડ વડે જય૦ બીજ અને વડ ઘાર રે ગુણ૦ ૨૪ અર્થ - દરેક ટેટામાં રહેલ બીજવડે વડ થઈ શકે છે. તે પ્રમાણે વડની વળી ગણત્રી કરતાં અપરંપાર વડ થશે. તે બઘા વડ, તેના વડવાઈ વડે થતા ઉપવડ, તે બધાના બીજ અને તેથી ફરી નવા ઉત્પન્ન થતા વડ કેટલા બઘા થશે? રજા. વઘતી વડ-સંખ્યા તણો જય અંત ન આવે જેમ રે ગુણ૦ દયા મહપુરુષો તણી જય૦ વઘતી જાતી તેમ રે ગુણ૦ ૨૫ અર્થ - એમ બીજમાંથી વડ અને વડમાંથી બીજ, તેની વઘતી જતી સંખ્યાનો જેમ અંત આવે એમ નથી, તેમ મહાપુરુષોની અપંરપાર દયાનો પણ અંત આવે એમ નથી; તે વધતી જ જાય છે. જેમકે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ શ્રી ગૌતમ સ્વામીને કે શ્રી સુઘર્મા સ્વામીને બોઘ આપ્યો. શ્રી સુઘર્મા સ્વામીએ શ્રી જંબુસ્વામીને, શ્રી જંબુ સ્વામીએ શ્રી પ્રભવ સ્વામીને બોધ આપ્યો. એમ અનંતકાળથી થયા રા ચાલ્યા કરે છે અને અનંતકાળ સુધી ચાલ્યા કરશે. તેમ મહાપુરુષોની અનંતી દયાનો પણ કોઈ કાળે પાર આવે એમ નથી. રપા Page #114 -------------------------------------------------------------------------- ________________ (૮૧) મહત્પરુષોની અનંત દયા ૩ ૦૯ જ્વલંત કેવળ-જ્યોતિથી જય૦ ગણઘર આદિ મશાલ રે ગુણ૦ તેથી ભવ્ય પરંપરા જય૦ શિવ-પથ રચે વિશાલ રે ગુણ૦ ૨૬ અર્થ - કેવળજ્ઞાનરૂપ જ્યોતિ સદા જ્વલંત છે. તેમાં ગણઘર આદિ પુરુષો માર્ગમાં પ્રકાશ કરવા માટે મશાલ સમાન છે. તેથી મોક્ષમાર્ગની ભવ્ય વિશાળ પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. તેનો કોઈ કાળે ભંગ થતો નથી. સરકા એક અંશ સાતા થકી જય૦ થતાં લગી નિષ્કામ રે ગુણ સર્વ સુખ-મૅળ મહપુરુષ જય પરમ દયાના ઘામ રે ગુણ૦ ૨૭ અર્થ – એક અંશ શાતા સુખથી લગાવી પૂર્ણ નિષ્કામદશા પ્રાપ્ત થતા સુધી સર્વ સુખના મૂળભૂત કારણ તે પુરુષ છે. કેમકે તે પરમદયાના ઘામ હોવાથી પુણ્યનો કે સંપૂર્ણ આત્મશુદ્ધિનો માર્ગ બતાવનાર તેજ છે. “એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુઘીની સર્વ સમાધિ, તેનું સન્દુરુષ જ કારણ છે.”ારણા પરંપરા સપુષથી જય સદાચાર-ઉપદેશ રે ગુણ૦ જગત ભયંકર તે વિના જય૦ પામે નહિ સુખ-લેશ રે ગુણ૦ ૨૮ અર્થ - સપુરુષોની પરંપરાના કારણે સદાચારનો ઉપદેશ પણ સદા ચાલ્યો આવે છે. જો તે સદાચારનો ઉપદેશ ન હોય તો આ જગતની દશા કેવી ભયંકર થાય? જીવો લેશ માત્ર સુખ પામી શકે નહીં એવી સ્થિતિ થઈ પડે. It૨૮. ન્યાય, નીતિ ના હોય તો જય, કેવો વર્તે ફ્લેશ રે ગુણ પાપી જન પણ પાપને જય૦ ઓઢાવે શુભ વેશ રે ગુણ૦ ૨૯ અર્થ - ન્યાયનીતિનું ચલન જો રાજ્યમાં ન હોય તો કેવું ક્લેશનું વાતાવરણ થઈ જાય. લોકો એક બીજાને લૂટતા ડરે નહીં. તેથી સર્વ જીવો ભયભીત બની સદા દુઃખી રહ્યા કરે. પાપી જીવો પણ અન્યાયથી પાપ કરી તેના ઉપર શુભ વેષ ઓઢાવી અર્થાત્ તે પાપને ઢાંકી સારો દેખાવ કરતા થઈ જાય. ૨૯ સારું જે જે સાંભળ્યું જય૦ તેવો દે દેખાવ રે ગુણ૦ તેવું વર્તન ના બને જય૦ તોપણ વર્તે ભાવ રે ગુણ૦ ૩૦ અર્થ - ભગવંતના ઉપદેશમાં જે જે સારું સાંભળ્યું હોય તેવા થવાનો સજ્જન પુરુષો પ્રયત્ન કરે છે. પણ જો તેવું આચરણ એકદમ બની ન શકે તો તેવા થવાનો ભાવ તેમના હૃદયમાં સદા વર્તે છે. ૩૦ના સ્વાર્થી લંપટતા ટળે જય૦ મૈત્રી સૌની સાથ રે ગુણ કરુણા જગ-જંતુ પ્રતિ જય૦ જ્યાં જ્યાં જીવ અનાથ રે ગુણ૦ ૩૧ અર્થ - સત્પરુષના ઉપદેશથી જેને અંતરમાં સાચા થવાનો ભાવ વર્તે છે તેનું સ્વાર્થીપણું અને ઇન્દ્રિય લંપટતા ટળે છે તથા સૌ જીવોની સાથે મૈત્રીભાવની વૃદ્ધિ થાય છે. જગતમાં રહેલ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો જે અનાથ, અશરણ છે, તેમના પ્રત્યે તેને કરુણાભાવ ઉત્પન્ન થાય છે. ૩૧ાા. ગુણી જનોના ગુણથી જય૦ પામે જીવ પ્રમોદ રે ગુણ૦ પરહિત જો ન બની શકે જય૦ કરે ન પર પર ક્રોઘ રે ગુણ ૩૨ અર્થ :- જગતમાં ગુણીજનોના ગુણો જોઈને તેના હૃદયમાં પ્રમોદભાવ ઊપજે છે. તથા જે ખલ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પુરુષો છે તેમનું હિત ન કરી શકે તો તેના દોષ જોઈ તેના ઉપર ક્રોધ કરતા નથી; પણ મધ્યસ્થ ભાવ રાખે છે, કે ભગવાન એમને સદબુદ્ધિ આપો. If૩રા પર-દુઃખ કારણ ના બને, જય૦ શિષ્ટાચાર ગણાય રે ગુણ કૃત ઉપકાર ભેંલે નહીં જય૦ માનવ તે જ મનાય રે ગુણ૦ ૩૩ અર્થ - જેના ઉપર મહપુરુષોની અનંત દયા વર્ષે છે તે જીવો કોઈને પણ દુઃખનું કારણ બનતા નથી અને એ જ શિષ્ટ આચાર ગણાય છે. તેઓ પોતા પર કરેલા ઉપકારને કદી ભૂલતા નથી. તેથી ખરેખરું માનવપણું સમજવાથી તે માનવ ગણાય છે. [૩૩ના. પુણ્યથી જે સુખ ભોગવો જય, તેનું કારણ સંત રે ગુણ સંત-વચન સુણ્યા વિના જય૦ નહિ સન્માર્ગે ખંત રે ગુણ૦ ૩૪ અર્થ :- પુણ્યવડે જે સુખ ભોગવીએ છીએ તેનું કારણ પણ સંત પુરુષો છે. સંતપુરુષોના વચનો સાંભળ્યા વિના પુણ્યપાપનું સ્વરૂપ કેવી રીતે જાણી શકાય? અને પુણ્યોદય થયા વિના સત્યમાર્ગ આરાધવાની ખરી ઇચ્છા પણ અંતરથી જાગૃત થતી નથી. ૩૪. નરભવ દેનારા ભલા જય૦ મહત્પરુંષ મનાય રે ગુણ૦ તો તેને શરણે સદા જય૦ જીવો તો એ ન્યાય રે ગુણ૦ ૩૫ અર્થ :- “બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો.” તે પુણ્યના કારણો બતાવનાર તો સપુરુષ છે. માટે પરોક્ષ રીતે જોતાં આ મનુષ્યભવને આપનાર ખરેખર સપુરુષ છે. તો હવે તે સપુરુષના શરણે રહી તેમની આજ્ઞામાં જીવન ગાળો તો તમે ન્યાયથી વાર્તા કહેવાઓ. ૧૩પા. ઉત્તમ મળી આવી દશા જય, જેના યોગે જાણ રે ગુણો તેના વચને વર્તતાં જય૦ પામો સૌ નિર્વાણ રે ગુણ૦ ૩૬ અર્થ - જાણે અજાણે પૂર્વભવમાં કે આ ભવમાં તેમની આજ્ઞાનું પાલન કરવાથી આવી ઉત્તમ દશા પ્રાપ્ત થઈ છે. તો હવે પણ તેમના વચનાનુસાર વર્તતાં કે જીવન જીવતાં તમે શાશ્વત સુખસ્વરૂપ એવા નિર્વાણ અર્થાત્ મોક્ષપદને સૌ પામશો; એમાં કોઈ સંદેહ નથી. /૩૬ાા મહપુરુષોની અનંત દયાવડે જીવને સાચો નિર્જરાનો ક્રમ હાથ લાગે છે. કર્મોનું દેણું પતાવવું તેનું નામ નિર્જરા છે. તે કમનું દેણું કેમ પતે તે ક્રમ આ પાઠમાં બતાવવામાં આવ્યો છે. જે જાણી સર્વ કર્મને ખપાવી જીવ મુક્તિને મેળવી શકે. (૮૨) નિર્જરા-ક્રમ (ઠરે જહાં સમકિત તે સ્થાનક, તેહના ષ વિથ કહિએ રે–એ રાગ) શ્રીમદ્ રાજચંદ્ર-પદ પ્રણમું, ભાવ નિર્જરા કાજે રે, જેનાં વચન અનુપમ પામી, આત્મ-રત્ન વિરાજે રે; Page #116 -------------------------------------------------------------------------- ________________ (૮૨) નિર્જરા-ક્રમ ૩ ૧ ૧ દ્રવ્ય નિર્જરા સર્વ ગતિમાં, હસ્તિ-સ્નાન ગણાતી રે; ધૂળ ઘોઈ નવી ધૂળ નાખતાં શુદ્ધિ તે ન મનાતી રે. ૧ અર્થ :- શ્રીમદ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં પ્રણામ કરીને મારા ભાવોમાં રાગદ્વેષ ન થાય એવી ભાવ નિર્જરાનો ક્રમ આપ સમક્ષ યાચું છું. આપના અનુપમ વચનોને પામી મારું આત્મારૂપી રત્ન મોક્ષમાં જઈ બિરાજમાન થાય અથવા પોતાના સ્વભાવમાં સ્થિર થાય એમ ઇચ્છું છું. જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મોની નિર્જરા તો સર્વ ગતિમાં અનંતીવાર થઈ; પણ તે હસ્તિ-સ્નાનવતુ ગણાય છે. જેમ હાથી જળવડે જૂની ધૂળને ઘોઈ પાછી નવી ધૂળ પોતા પર નાખે તો ખરી શુદ્ધિ થઈ એમ મનાતું નથી. તેમ જીવ જૂના કમની નિર્જરા કરતાં પાછા નવા કર્મો બાંધી લે છે. તેથી ખરી આત્મશુદ્ધિ થતી નથી, પણ સંસારનો સંસાર જ ઉદયમાં રહ્યા કરે છે અને જીવ મુક્ત થતો નથી. તેના કર્મ-ઉદય-કાળે વર્તે જો રાગાદિક વિકારો રે, તો ફળ દઈને કર્મ જતાં, પણ નવન કર્મનો ભારો રે; આત્મા હલકો થાય નહીં, તો નહીં નિર્જરા લેખો રે, મોક્ષમાર્ગ ના પ્રગટ કરે તો દ્રવ્ય નિર્જરા પખો રે. ૨ અર્થ :- કર્મના ઉદય સમયે જો રાગદ્વેષાદિ વિકારભાવો જીવમાં વર્તે તો જુના કર્મો ફળ દઈને ખરી જાય છે, પણ નવા કર્મનો ભાર જીવ વધારી લે છે. તેથી આત્મા કર્મભારથી હલકો થતો નથી. તે કુવાના રેંટની જેમ પાણી ભરાય અને ખાલી થાય તેમ કરે છે. માટે તેને ખરી નિર્જરાનો હજુ લેખો એટલે લક્ષ થયો નથી. જે નિર્જરાવડે મોક્ષમાર્ગ પ્રગટ થાય નહીં તેને માત્ર દ્રવ્યકર્મની નિર્જરા પેખો એટલે જાણો. તે મોક્ષ આપી શકે નહીં. રા. આત્મવીર્યથી કર્મ-પ્રકૃતિ ઉદય થવા ના દીઘી રે, તો ના તેવી નર્વી બંઘાતી; સંવરતા ત્યાં કીથી રે; ભાવ નિર્જરા તેને ભાખી, દેવું નવું ન કીધું રે, ઉદય-કર્મ અક્ષોભ ભાવથી અંશે ભોગવી લીધું રે. ૩ અર્થ - આત્માના વીર્યબળે, કર્મ પ્રકૃતિનો ઉદય થતાં જ્ઞાનધ્યાનથી કે તપથી રાગદ્વેષના ભાવોને રોકી લે તો નવીન કર્મપ્રકૃતિનો બંઘ થાય નહીં. તેને જ્ઞાની પુરુષોએ સંવર તત્ત્વ કહ્યું છે. અને નવું કર્મનું દેવું ન કરતાં અંશે ઉદયમાં આવેલા કર્મોને અક્ષોભભાવે એટલે સમતાભાવે ભોગવીને ખપાવી લેવા તેને ભાવ નિર્જરા કહી છે. ||૩મા જે અંશે રાગાદિ વર્તે બંઘ-સંતતિ પોષે રે, સમ્યક જ્ઞાનાદિ જે અંશે કર્મ-મેલ તે થોશે રેમિશ્ર શુદ્ધતા એવી વર્તી રહે મોહ જ્યાં સુઘી રે, અયોગી ગુણસ્થાને પૂરી ભાવ નિર્જરા શુદ્ધિ રે. ૪ અર્થ – જેટલા અંશે ભાવોમાં રાગદ્વેષાદિ વિકારો છે તેટલા અંશે કર્મબંઘની સંતતિને જ પોષણ મળશે. અને જેટલા અંશે સમ્યક જ્ઞાનદર્શનચારિત્રના બળે કર્મના ઉદયમાં જ્ઞાતાદ્રષ્ટાપણું રહેશે તેટલા અંશે તે કર્મ–મેલને ઘોયા કરશે. જ્યાં સુધી મોહનીય કર્મનો સદુભાવ છે ત્યાં સુધી રાગાદિ કે જ્ઞાનાદિ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ એમ મિશ્ર શુદ્ધતાના ભાવો વર્ચા કરશે. પણ ચૌદમા અયોગી ગુણસ્થાનકને જ્યારે જીવ પામશે ત્યારે સંપૂર્ણ ભાવ નિર્જરા થવાથી આત્માની સંપૂર્ણ શુદ્ધિ થશે. જો દર્શનમોહ-અભાવે થાયે શરૂ નિર્જરા સાચી રે, સમ્યગ્દર્શન થયા વિના ના પડે વાસના પાછી રે; મોક્ષ-સ્વરૃપ સમજાયા વિના રુચિ રહે નહિ તેની રે, શુદ્ધ સ્વરૅપના ધ્યેય વિનાની સત્ય નિર્જરા શેની રે? ૫ અર્થ - દર્શનમોહ એટલે મિથ્યાત્વનો જ્યારે અભાવ થશે ત્યારે ખરી નિર્જરાનો ક્રમ શરૂ થશે. સમ્યગ્દર્શન થયા વિના ખરી રીતે અંતરની વાસના ઘટતી નથી તથા મોક્ષનું યથાર્થ સ્વરૂપ સમજાયા વિના સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની યથાર્થ રુચિ ઉત્પન્ન થતી નથી. અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્તિના ધ્યેય વગર સાચી કર્મોની નિર્જરા પણ ક્યાંથી હોઈ શકે? પાપા ચોથા ગુણસ્થાનકથી ચટકો મોક્ષમાર્ગનો લાગે રે. ગમે નહીં બંઘનનાં કારણ ત્યાં વૈરાગ્ય જ જાગે રે, ભવ તરવાનો કામી છોડે બને તેટલા કર્મો રે, ઘૂંટવાનો રસ્તો આરાઘ, ભાવે આત્મિક થર્મો રે. ૬ અર્થ - ચોથા અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનકથી મોક્ષમાર્ગનો જીવને ચટકો લાગે છે. આત્માનો સાક્ષાત અનુભવ ત્યાં થવાથી તે સદા પ્રિય લાગે છે. રાગદ્વેષાદિ કર્મબંધના કારણો તેને ગમતા નથી પણ વૈરાગ્યભાવ જ સદા જાગૃત રહે છે. મોહના કારણોમાં તેને મુંઝવણ થાય છે. તે હવે ભવ એટલે સંસાર સમુદ્ર તરવાનો કામી થયો હોવાથી બને તેટલા કમને છોડે છે. તે આત્મસ્વરૂપમાં વારંવાર ડૂબકી લગાવી કર્મબંધથી છૂટવાનો રસ્તો આરાઘે છે. તથા આત્માના સમ્યકજ્ઞાનદર્શનચારિત્રાદિ ઘમને સંપૂર્ણ મેળવવાની ભાવના કર્યા કરે છે. પરમકૃપાળુદેવ પણ જણાવે છે કે – “સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે.” (વ.પૃ.૬૪૬) Iકા ન છૂટકે વ્યવહારે વર્તે, અંતરથી તો ત્યાગી રે, વૃત્તિ તલસે આત્મહિતાર્થે લગની સાચી લાગી રે. મુક્ત ભાવના સદા મુકાવે, એ જ નિર્જરા-હેતું રે; વ્રત, નિયમ, તપ તેને પોષે ભવસાગરમાં સેતું રે. ૭ અર્થ - સમ્યક્દર્શનને પામેલ આત્મા ન છૂટકે વ્યવહારમાં વર્તે છે. અંતરથી તે સાચા ત્યાગી છે. તેમને સંસાર કાર્યમાં કોઈ રસ નથી. તેમની વૃત્તિ હમેશાં આત્મહિતને માટે તલસે છે. આત્મઅનુભવ થવાથી સાચી લગની લાગી છે. તેમને છૂટવાના ભાવ નિરંતર રહેવાથી હમેશાં તે કર્મોથી મુકાય છે અને એજ ખરી ભાવ નિર્જરાનું કારણ છે. તેના લક્ષ સહિત કરેલા વ્રત, નિયમ, તપ પણ આત્માને પોષણ આપે છે અને તે ભવસાગર તરવામાં સેતુ એટલે પુલ સમાન બની તેને સહાયકારી થાય છે. શા ક્રમ નિર્જરાનો અતિ ઉત્તમ મોક્ષમાર્ગ દર્શાવે રે, પંચેન્દ્રિય, પર્યાય, સંજ્ઞી જીંવ-ભવ્ય માર્ગમાં આવે રે; Page #118 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ એમ મિશ્ર શુદ્ધતાના ભાવો વર્ચા કરશે. પણ ચૌદમા અયોગી ગુણસ્થાનકને જ્યારે જીવ પામશે ત્યારે સંપૂર્ણ ભાવ નિર્જરા થવાથી આત્માની સંપૂર્ણ શુદ્ધિ થશે. //૪ દર્શનમોહ-અભાવે થાયે શરૂ નિર્જરા સાચી રે, સમ્યગ્દર્શન થયા વિના ના પડે વાસના પાછી રે; મોક્ષ-સ્વરૂપ સમજાયા વિના રુચિ રહે નહિ તેની રે, શુદ્ધ સ્વરૃપના ધ્યેય વિનાની સત્ય નિર્જરા શેની રે? ૫ અર્થ - દર્શનમોહ એટલે મિથ્યાત્વનો જ્યારે અભાવ થશે ત્યારે ખરી નિર્જરાનો ક્રમ શરૂ થશે. સમ્યગ્દર્શન થયા વિના ખરી રીતે અંતરની વાસના ઘટતી નથી તથા મોક્ષનું યથાર્થ સ્વરૂપ સમજાયા વિના સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની યથાર્થ રુચિ ઉત્પન્ન થતી નથી. અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્તિના ધ્યેય વગર સાચી કર્મોની નિર્જરા પણ ક્યાંથી હોઈ શકે? પો ચોથા ગુણસ્થાનકથી ચટકો મોક્ષમાર્ગનો લાગે રે, ગમે નહીં બંઘનનાં કારણ ત્યાં વૈરાગ્ય જ જાગે રે, ભવ તરવાનો કામી છોડે બને તેટલા કર્મો રે, ઘૂંટવાનો રસ્તો આરાશે, ભાવે આત્મિક ઘર્મો રે. ૬ અર્થ :- ચોથા અવિરત સમ્યકુદ્રષ્ટિ ગુણસ્થાનકથી મોક્ષમાર્ગનો જીવને ચટકો લાગે છે. આત્માનો સાક્ષાતુ અનુભવ ત્યાં થવાથી તે સદા પ્રિય લાગે છે. રાગદ્વેષાદિ કર્મબંધના કારણો તેને ગમતા નથી પણ વૈરાગ્યભાવ જ સદા જાગૃત રહે છે. મોહના કારણોમાં તેને મુંઝવણ થાય છે. તે હવે ભવ એટલે સંસાર સમુદ્ર તરવાનો કામી થયો હોવાથી બને તેટલા કર્મોને છોડે છે. તે આત્મસ્વરૂપમાં વારંવાર ડૂબકી લગાવી કર્મબંઘથી છૂટવાનો રસ્તો આરાઘે છે. તથા આત્માના સમ્યકજ્ઞાનદર્શનચારિત્રાદિ ઘર્મોને સંપૂર્ણ મેળવવાની ભાવના કર્યા કરે છે. પરમકૃપાળુદેવ પણ જણાવે છે કે – “સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે.” (વ.પૃ.૬૪૬) //કાઈ ન છૂટકે વ્યવહારે વર્તે, અંતરથી તો ત્યાગી રે, વૃત્તિ તલસે આત્મહિતાર્થે લગની સાચી લાગી રે. મુક્ત ભાવના સદા મુકાવે, એ જ નિર્જરા-હેતું રે; વ્રત, નિયમ, તપ તેને પોષે ભવસાગરમાં સેતું રે. ૭ અર્થ - સમ્યક્રદર્શનને પામેલ આત્મા ન છૂટકે વ્યવહારમાં વર્તે છે. અંતરથી તે સાચા ત્યાગી છે. તેમને સંસાર કાર્યમાં કોઈ રસ નથી. તેમની વૃત્તિ હમેશાં આત્મહિતને માટે તલસે છે. આત્મઅનુભવ થવાથી સાચી લગની લાગી છે. તેમને છૂટવાના ભાવ નિરંતર રહેવાથી હમેશાં તે કમોંથી મુકાય છે અને એજ ખરી ભાવ નિર્જરાનું કારણ છે. તેના લક્ષ સહિત કરેલા વ્રત, નિયમ, તપ પણ આત્માને પોષણ આપે છે અને તે ભવસાગર તરવામાં સેતુ એટલે પુલ સમાન બની તેને સહાયકારી થાય છે. શા ક્રમ નિર્જરાનો અતિ ઉત્તમ મોક્ષમાર્ગ દર્શાવે રે, પંચેન્દ્રિય, પર્યાપ્ત, સંજ્ઞી જીંવ-ભવ્ય માર્ગમાં આવે રે; Page #119 -------------------------------------------------------------------------- ________________ (૮૨) નિર્જરા-ક્રમ માર્ગાનુસારી-ગુણઘારી પાંચેલબ્ધિ પામે રે; ક્ષયોપશમ, રવિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય, પકરણ નામે રે. ૮ અર્થ :– આ નિર્જરાનો અતિ ઉત્તમ ક્રમ જીવને મોક્ષમાર્ગ બતાવે છે. હવે સમકિત કોણ પામી શકે? તેની યોગ્યતા જણાવે છે. જે જીવ પંચેન્દ્રિય હાય, જેને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન એ પર્યાપ્તિ પૂરી થઈ હોય, જે સંશી એટલે મનસહિત હોય, જે ભવ્ય હોય, જેને મોક્ષમાર્ગ અનુસરવાનો ભાવ હોય તથા ગુણોને ઘારણ કરનાર હોય એવો જીવ ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ એ પાંચ લબ્ધિને પામે છે. એટલી યોગ્યતા હોય ત્યારે જીવને સમકિત પ્રાપ્ત થાય છે. ૩૧૩ ‘(૧) ક્ષયોપશમ લબ્ધિ— વિશુદ્ધભાવના બળે પૂર્વે બાંધેલા કર્મના રસ(ફળ)માં દ૨ેક સમયે અનંતગણી હાનિ થતી જાય તેવી ભૂમિકા, એટલે કર્મ આકરું ફળ આપતાં હતાં તે મંદ થવા લાગે તેવી યોગ્યતા અને તેવો ભાવરૂપ પુરુષાર્થ. (૨) વિશુદ્ધિ લબ્ધિન ઉપરના પુરુષાર્થના બળે ક્લિષ્ટ-ભારે કર્મ દૂર થતાં શાતા વગેરે શુભ કર્મબંધનું નિમિત્ત બને, પાપ બંધાય તેવા ભાવ પ્રત્યે વિરોધભાવ અથવા અણગમો થાય. (૩) દેશના લબ્ધિ— યથાર્થ તત્ત્વનો ઉપદેશ, તેવો ઉપદેશ દેનાર આચાર્ય આદિની પ્રાપ્તિ તથા તેમણે ઉપદેશેલા અર્થને ગ્રહણ કરવાની, ઘારણ કરવાની અને વિચારણા કરવાની શક્તિની પ્રાપ્તિ થાય તેવી ભૂમિકા. (૪) પ્રાયોગ્ય લબ્ધિ— પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ ટૂંકી કરી કોડાકોડી સાગરોપમથી કંઈક ઓછી કરવી (અંતઃકોડાકોડી) અને નવા બંધાતા કર્મો પણ વિશુદ્ધ પરિણામના યોગે અંતઃકોડાકોડી સાગરથી વિશેષ લાંબી સ્થિતિના ન બંઘાય તેવી દશા. આ ચાર ભૂમિકા અનંતવાર જીવ પ્રાપ્ત કરી ચૂક્યો છે.'' બોઘામૃત ભાગ-૩ પત્રાંક ૫૯૩ (પૃ.૫૪૧) (૫) કરણ લબ્ધિ—‘તેમાં આગળ વધતાં ગ્રંથિભેદ થાય. ગ્રંથિભેદ થાય ત્યારે ઉપશમ સમકિત થાય છે. તેનો કાળ અંતર્મુહૂર્તનો છે. પણ તે ક્ષાયક જેવું નિર્મળ છે.’’ -બોઘામૃત ભાગ-૨ (પૃ.૨૨૨) II૮ાા કરણ-લબ્ધિ પણ છે ત્રણ ભેદે : યથાપ્રવૃત્તિ સુઘી રે, ઘણી વાર જીવ આવી ચૂક્યો વિના અપૂવ શુદ્ધિ રે; અપૂર્વ, અનિવૃત્તિ બે કરણે પરિણામ-વિશુદ્ધિ રે વધતાં, વધતાં ઘણી નિર્જરા, થયે સમકિત-લબ્ધિ રે. ૯ અર્થ :- કરણ લબ્ધિ— તેના ત્રણ ભેદ છે. તેમાં પહેલું યથાપ્રવૃત્તિકરણ છે. ત્યાં સુધી જીવ અનંતીવાર આવ્યો છે. પણ અપૂર્વ ભાવશુદ્ધિને પામ્યો નહીં. તેથી મંદ પુરુષાર્થી થઈ પાછો પડી જાય છે. અથવા સકિત થઈ ગયું એમ માની બેસે છે તેથી આગળ વધી શકતો નથી. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આ બે કરણમાં અપૂર્વ ભાવની વિશુદ્ધિ વધતા વધતા જીવ ઘણી કર્મની નિર્જરા કરતો આગળ વઘી સમ્યગ્દર્શનને પામે છે. ાલ્યા કરણ-લબ્ધિમાં થાય નિર્જરા તેથી અસંખ્યગુણી રેસમ્યગ્દષ્ટિ જીવને ક્ષણ ક્ષણ થતી નિર્જરા, સુણી રે; Page #120 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ અભાવ અનંતાનુબંઘીનો સ્વરૂપ-રમણતા આપે રે, વિપરીત દૃષ્ટિ દૂર થતાં બહુ વર્તન-મોહ ન વ્યાપે રે. ૧૦ અર્થ :- કરણ-લબ્ધિમાં કર્મોની જે નિર્જરા થાય તેથી અસંખ્યાતગુણી નિર્જરા સમ્યદૃષ્ટિ જીવને ક્ષણે ક્ષણે થાય છે. ત્યાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયનો અભાવ હોવાથી સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે છે. તે જીવને સ્વરૂપ સુખમાં રમણતા કરાવે છે. સંસારમાં સુખ છે વગેરે વિપરીત વૃષ્ટિ દૂર થવાથી કે અનંતાનુબંઘી ચારિત્રમોહ જવાથી બહુ મોહનું વ્યાપકપણું ત્યાં હોતું નથી. તે સમ્યદૃષ્ટિ આત્મા સ્વરૂપસુખથી તૃપ્ત રહે છે. ૧૦ના અપ્રત્યાખ્યાન કષાય ખસતાં, પરિણામ-વિશુદ્ધિ રે, વઘતાં પ્રકર્ણપણે, નિર્જરા અસંખ્યગુણી વઘતી રે, સમ્યગ્દષ્ટિ શ્રાવક કેરી એકાદશ ભૂમિકા રે, ક્રમે ક્રમે વધતા પરિણામે ઉન્નતિની સૂચિકા ૨ે. ૧૧ અર્થ :— પછી અપ્રત્યાખ્યાની નામના ક્રોધ માન માયા લોભ કષાય ખસતા ભાવોની બળવાન વિશુદ્ધિ થાય છે. તે ભાવો પ્રકર્ષપણે એટલે વિશેષપણે વધતાં કર્મોની નિર્જરા પણ અસંખ્યાતગુણી વધે છે. તેથી તે સમ્યદૃષ્ટિ શ્રાવક કે જેની એકાદશ ભૂમિકા એટલે અગ્યાર પ્રતિમાઓ કહેતા અવસ્થાઓ છે તેને તે પામે છે. ક્રમે ક્રમે ભાવની વિશુદ્ધિ થતાં તે અગ્યાર પ્રતિમાઓને પૂર્ણ કરે છે. તે તેની ઉન્નતિને સૂચવનાર છે. કામદેવ શ્રાવક, આનંદ શ્રાવક વગેરે શ્રાવકની પ્રતિમાઓના ઘારક પુરુષો ભગવાન મહાવીરના સમયમાં હતા. ||૧૧|| પ્રત્યાખ્યાની જાય કષાયો સર્વ-વિરતિ ય પઘારે રે, નિર્મળ પરિણામે ય નિર્જરા અસંખ્ય ગુણાકારે રે; અનંતાનુબંધી–વિયોજક અધિક શુદ્ધતાવાળો રે, અસંખ્યગુણી નિર્જરા અધિકી સમપદ સુધી ભાળો રે. ૧૨ અર્થ :– હવે શ્રાવકને જે પ્રત્યાખ્યાની કષાયનો ઉદય છે તે પણ જવાથી સર્વ-વિરતિ એટલે મુનિદશાનું આગમન થાય છે. ત્યાં ભાવોની વિશેષ નિર્મળતા હોવાથી કર્મોની નિર્જરા પણ અસંખ્યાતગુણી વૃદ્ધિ પામે છે. પ્રથમ અનંતાનુબંધી કષાયનો વિયોજક અર્થાત્ તેને છૂટા પાડનાર એવો સમ્યગ્દષ્ટિ આત્મા હવે અહીં અધિક શુદ્ધતાવાળો બને છે. તે સમયે સમયે કર્મોની અસંખ્યાતગુણી વિશેષ નિર્જરા કરતો કરતો સાતમા ગુણસ્થાનક સુધી પહોંચે છે. ।।૧૨। દર્શનમોહ કરે ક્ષય જ્યારે સપ્તમપદ સુધીમાં રે, ભાવ-વિશુદ્ધિ અતિશય યોગે થાય અસંખ્યગુણી ત્યાં રે; કર્મનિર્જરા મુનિથી અધિકી, અવિરતિ પદ તોયે રે, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અંશે સિદ્ધદશામાં હોયે ૨. ૧૩ અર્થ :– જ્યારે આત્મા સાતમા ગુણસ્થાનક સુધી દર્શનમોહનો સંપૂર્ણ ક્ષય કરી ક્ષાયક સમ્યદૃષ્ટિ બને છે ત્યારે અતિશય ભાવ વિશુદ્ધિના યોગે તે કર્મની અસંખ્યાતગુણી નિર્જરા કરે છે. તે ક્ષાયક સમ્યષ્ટિ ભલે અવિરતિ હોય અર્થાત્ ગૃહસ્થ હોય તો પણ તેની કર્મ નિર્જરા વિરતિવંત એવા મુનિથી Page #121 -------------------------------------------------------------------------- ________________ (૮૨) નિર્જરા-ક્રમ ૩૧ ૫. પણ અધિક હોય છે. કારણ ક્ષયોપશમ સમકિતવાળાની નિર્મળતા ડોહળાયેલા જળ સમાન છે જ્યારે લાયક સમ્યકદ્રષ્ટિની નિર્મળતા સંપૂર્ણ સ્વચ્છ જળ સમાન છે. અથવા લાયક સભ્યદ્રષ્ટિની દશા અંશે સિદ્ધ જેવી હોય છે. કેમકે સંપૂર્ણ શ્રદ્ધા ગુણ પ્રગટ થવામાં જે સાત પ્રકૃતિઓ બાઘક હતી તે અહીં મૂળમાંથી ક્ષય થયેલી હોવાથી શ્રદ્ધા ગુણમાં તેમની સિદ્ધ જેવી નિર્મળતા હોય છે. ૧૩ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જ્યારે ઉપશમ શ્રેણી ચઢતા રે, ચારિત્રમોહ ઉપશમ કરતાં ભાવશુદ્ધિથી વઘતા રે, અસંખ્યગુણી નિર્જરા કરતા ત્રણે કરણ સહ ફરીથી રે, અસંખ્યગુણ નિર્જરા કરે વળ સર્વ મોઉપશમથી રે. ૧૪ અર્થ - ક્ષાયિક સમ્યદ્રષ્ટિ જ્યારે આઠમા ગુણસ્થાનકથી ઉપશમ શ્રેણીએ ચઢે છે ત્યારે ચારિત્રમોહ ઉપશમ કરવાથી ભાવની શુદ્ધિ વધે છે. તેથી અસંખ્યાતગુણી કર્મની નિર્જરા કરતા તે આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનક, નવમા અનિવૃતિ ગુણસ્થાનક તથા દસમા સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનકમાં આવે છે. ત્યાં ફરીથી અસંખ્યાતગણી કર્મની નિર્જરા કરતા તે અગ્યારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનકમાં પહોંચે છે. ૧૪મા લોભ-ઉદયથી પડી, ફરી જ્યાં ક્ષપક શ્રેણી ચઢતા રે, ક્ષય ચારિત્રપ્રકૃતિ કરતા, ભાવ પ્રકર્ષે વઘતા રે; અસંખ્યગુણ નિર્જરા અઘિકી કર ક્ષણમોહી બનતા રે, ત્યાં પણ અસંખ્યગુણી નિર્જરા કરી શુદ્ધ પરિણમતા રે. ૧૫ અર્થ -ત્યાં અગ્યારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય થાય છે કે મને ગુણ પ્રગટ્યો અથવા મને લબ્ધિ સિદ્ધિઓ પ્રગટી તેથી તે ત્યાંથી પડી પાછા નીચેના ગુણસ્થાનકમાં આવે છે. ત્યાંથી ફરી પુરુષાર્થ કરીને ક્ષપક શ્રેણીએ ચઢી ચારિત્રમોહનીય કર્મની પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરતા જાય છે. તેથી ભાવ પ્રકૃષ્ટપણે વૃદ્ધિ પામે છે. તેના ફળસ્વરૂપ અસંખ્યાતગુણી અઘિકી કર્મોની નિર્જરા કરીને તે બારમાં ક્ષીણમોહ નામના ગુણસ્થાનકમાં આવે છે. ત્યાં બારમા ગુણસ્થાનકમાં પણ કમોંની અસંખ્યાતગુણી નિર્જરા કરીને પોતાના આત્માને શુદ્ધ ભાવોમાં પરિણમાવે છે. ૧૫ાા બીજા શુક્લધ્યાન-અગ્નિથી ઘાતકર્મ સૌ બાળી રે, જિનપદ પામી બને અયોગી, દે સૌ કર્મો ટાળી રે; પૂર્ણ નિર્જરા સાથી, લેતા સિદ્ધદશા સંભાળી રે, પામો સર્વે જીવ પરમપદ નિજ આત્મા અજવાળી રે. ૧૬ અર્થ :- બારમા ક્ષીણમોહ ગુણસ્થાનમાં બીજા એકત્વ વિતર્ક અવીચાર નામના શુક્લધ્યાનરૂપ અગ્નિવડે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયરૂપ ઘાતકમને બાળી અંતે કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુક્લધ્યાનના કુલ ચાર ભેદ છે. તેમાં પહેલું પૃથકત્વ સવિતર્ક સવીચાર અને બીજું એકત્વ વિતર્ક અવીચાર નામનું શુક્લધ્યાન છે. પહેલું શુક્લધ્યાન અગ્યારમાં ગુણસ્થાનક સુઘી અને બીજું શુક્લધ્યાન બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનકમાં હોય છે. ત્યાં માત્ર આત્મા આત્મધ્યાનમાં મગ્ન હોય છે. પ્રથમ શુક્લધ્યાનનાં પ્રકારમાં સવિતર્ક એટલે શ્રત તેના આધારે સુવિચાર હોય છે, જ્યારે બીજા શુક્લધ્યાનના પ્રકારમાં વિતર્ક એટલે શ્રતનો આધાર છે; પણ તે સંબંધી વિચાર નથી. ત્યાં આત્મા, આત્મામાં સ્થિત છે Page #122 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ એમ ભગવતી આરાધનામાં પૃષ્ઠ ૮૩૫ ઉપર જણાવેલ છે. હવે તેરમા સયોગી કેવળી ગુણસ્થાનકમાં આવે છે. આ તેરમા ગુણસ્થાનકના અંતમાં શુક્લધ્યાનનો ત્રીજો ભેદ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામનો હોય છે. ત્યાં બધી ક્રિયાઓને સૂક્ષ્મ કરી ચૌદમા અયોગીકેવળી ગુણસ્થાનકમાં આવે છે. આ અયોગી ગુણસ્થાનકમાં ભુપતક્રિયાનિવૃત્તિ નામનો શુક્લધ્યાનનો ચોથો પ્રકાર હોય છે. તે વડે બધી ક્રિયાઓથી આત્મા નિવૃત્ત થાય છે. આ અંતિમ ગુણસ્થાનકમાં સર્વ કમને ટાળી આત્મા મોક્ષગમનની તૈયારી કરે છે. સંપૂર્ણ કર્મોની નિર્જરાને અહીં સાધ્ય કરવાથી આત્મા સિદ્ધદશાને પામી ઉદ્ધગમન કરે છે. અનાદિની કમેકેદમાંથી છૂટતાં જ આત્મા શીધ્ર ઉપર ઊઠી સિદ્ધશિલા પર જઈને સર્વકાળ માટે શાશ્વત સુખમાં બિરાજમાન થાય છે. માટે સર્વ જીવો પોતાના આત્માને અજવાળી એટલે કર્મમેલથી સંપૂર્ણ શુદ્ધ કરી પરમપદસ્વરૂપ એવા મોક્ષપદને મેળવી શાશ્વત સુખશાંતિને પામો. ૧૬ નથી નિર્જરા કે સંવર ત્યાં આસ્રવહેતુ-અભાવે રે મિથ્યાત્વાદિ રહ્યાં નથી તો શાથી કર્મો આવે રે? આસ્રવ વિના બંઘ ન હોય તો ઉદયે શું આવે રે? ઉદય વિના ના કોઈ નિર્જરા, ક્રમ ક્યાંથી તો લાવે રે? ૧૭ અર્થ - મોક્ષસ્થાનને પામ્યા પછી ત્યાં કોઈ કર્મોની નિર્જરા કરવાની નથી કે કોઈ આવતા કર્મોને રોકવાના નથી. કેમકે કર્મો આવવાના કારણો આમ્રવના દ્વાર છે તેનો જ ત્યાં અભાવ છે. કર્મો આવવાના કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છે. તે કારણો મોક્ષ પામ્યા પછી રહ્યાં નથી તો કર્મો કેમ આવી શકે ? કર્મોનો આસ્રવ ન હોય તો કર્મ બંઘ પણ ક્યાંથી હોય? કર્મ બંઘ ન હોય તો ઉદયમાં શું આવે? તથા કર્મના ઉદય વિના કર્મોની નિર્જરા કરવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. તેથી નિર્જરાનો ક્રમ આરાઘવાની પણ કોઈ આવશ્યકતા રહેતી નથી. //૧૭ના કર્મ કરજ સમ થોડે થોડે પૂરું પતી ગયું જો રે, કરી નિર્જરા, સંવર સાથી, ખાતું વસ્લ થયું તો રે, આસ્રવ-હેતું સર્વ નિવાર્યા, દેવું નવું થતું ના રે, તો હપતા ભરવાના શાના? શાશ્વત સુખ જતું ના રે. ૧૮ અર્થ :- કર્મ એ કરજ સમાન છે. જે થોડે થોડે સમભાવે ભોગવતા બધું પતી ગયું. જૂના કમની નિર્જરા જ્ઞાન ધ્યાનના બળે સમભાવે ભોગવીને કરી લીધી અને નવા કર્મોને રાગદ્વેષાદિ ભાવોમાં તણાઈને બાંધ્યા નહીં, પણ તે આવતા કર્મોને સંવર તત્ત્વવડે રોકી લઈ જૂના કર્મોનું ખાતું ચૂકતે કરી દીધું. કર્મ આવવાના કારણો જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ હતા તે સર્વને નિવાર્યા, જેથી નવું કર્મનું દેવું થતું નથી; તો કર્મ કરજ ચૂકવવા માટે સંયમરૂપ પુરુષાર્થ કરી હવે હપ્તા ભરવાના હોય નહીં. તથા આત્માનું જે સ્વાભાવિક શાશ્વતસુખ, નિર્જરાનો સંપૂર્ણ ક્રમ આરાઘવાથી પ્રાપ્ત થયું છે તે પણ હવે કોઈ કાળે જવાનું નથી. માટે મોક્ષમાં આત્મા સર્વકાળ શાશ્વત સુખમાં જ બિરાજમાન રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ૧૮ાા. Page #123 -------------------------------------------------------------------------- ________________ (૮૩) આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું? ૩૧૭ કર્મોની નિર્જરા કરવાનો યથાર્થ ક્રમ જીવ જો આરાધે તો વીતરાગનો માર્ગ મૂકી, પરધર્મ પ્રત્યે જીવને કદી આકર્ષણ થાય નહીં, અને શ્રદ્ધા મલિન થવાનો અવસર આવે નહીં. પરધર્મની આકાંક્ષા એટલે ઇચ્છા તે દર્શનમોહ અર્થાત્ મિથ્યાત્વના ઉદયને લઈને થાય છે. તેથી પ્રયોજનભૂત છપદ આદિ તત્ત્વોમાં શંકા ઊપજે છે અને મૂળમાર્ગથી પડી જવાય છે. માટે તેવી પરધર્મની આકાંક્ષા થાય તો તે સ્થાનકે કેમ વર્તવું? તેનું માર્ગદર્શન આ પાઠમાં આપવામાં આવે છે ઃ— (૮૩) આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું? (સંતો દેખીએ બે, પરગટ પુદ્ગલ જાલ તમાસા—એ રાગ) * સદ્ગુરુ સેવીએ રે, સજ્જન, નિઃશંકિત થાવા-એ આંકણી. સદ્ગુરુ-વંદન, સદ્ગુરુ-પૂજન, સદ્ગુરુ-ભક્તિ સારી, સદ્ગુરુ-બોથે, તત્ત્વ-વિશોથે ઊઘડશે શિવ-બારી.સદ્ગુરુ॰ અર્થ :– હે સજ્જન પુરુષો! તમે આત્માદિ સત્ તત્ત્વને વિષે શંકારહિત થવા માટે હમેશાં સદ્ ગુરુની સેવા કરો અર્થાત્ તેમની કહેલી આજ્ઞાનું હમેશાં પાલન કરો. સદ્ગુરુ ભગવંતને વંદન કરવું, તેમનું પૂજન કરવું, તેમની ભક્તિ કરવી તેજ સારી છે અર્થાત્ તે આત્માને હિતકારી છે, પરમ કલ્યાણકારી છે. સદ્ગુરુ ભગવંતના બોધવડે જો આત્માદિ તત્ત્વોનું વિશેષ શોધન કરવામાં આવે તો મોક્ષની બારી તમારા માટે ઊઘડી જશે. મનુષ્યભવમાં એજ કર્તવ્ય છે. ।।૧।। કર્મ મોહનીય છે બે ભેદે : દર્શન ચારિત્રરૂપ, જ્ઞાની દર્શન-મોહ વર્ણવે, કાંક્ષા-મોહ સ્વરૂપ. સદ્ગુરુ॰ અર્થ :– મોહનીય કર્મના બે ભેદ છે. એક દર્શનમોહ અને બીજો ચારિત્ર મોહ. જ્ઞાનીપુરુષો દર્શનમોહને જ કાંક્ષામોહ સ્વરૂપે વર્ણવે છે. તેના કારણે પરધર્મની કાંક્ષા અર્થાત્ ઇચ્છા થાય છે. રા ભિન્ન ભિન્ન મત દેખી મુમુક્ષુ, કાંક્ષા તે તે કરતા. સાચા અવલંબનને છોડી, મિથ્યાત્વે જઈ ઠ૨તા. સદ્ગુરુ અર્થ :— ભિન્ન ભિન્ન પ્રકારના મતો જગતમાં વિદ્યમાન છે તેને જોઈને મુમુક્ષુ એટલે મોક્ષનો કામી તેની ઇચ્છા કરે છે અને સાચા વીતરાગ માર્ગના અવલંબનને મૂકી દઈ મિથ્યાત્વમાં જઈ પડે છે. ।।૩।। કાંક્ષા વિષે ગણધર પૂછે, દે ઉત્તર વીર સ્વામી, ભગવર્તી સૂત્રે, બહુ વિસ્તારે; સાર કહું શિર નામી. સદ્ગુરુ અર્થ :— કાંક્ષા વિષે ગણધર શ્રી ગૌતમ સ્વામી ભગવંત શ્રી મહાવીર સ્વામીને પૂછે છે. તેનો ઉત્તર ભગવતી સૂત્રમાં બહુ વિસ્તારથી કહેલ છે. તેનો સાર અહીં ભગવાનને શિર નમાવીને જણાવું છું. ।।૪।। મિથ્યાત્વાદિ પ્રમાદ દોષ, તેમ જ યોગ-નિમિત્તે, બાંઘે કાંક્ષા-મોહ કર્મ જીવ, હે તે અસ્થિર ચિત્તે. સદ્ગુરુ Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ અર્થ :– મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના નિમિત્તે જીવ કાંક્ષા-મોહ એટલે દર્શનમોહનીય કર્મને બાંધે છે. તેથી સાચા દેવગુરુધર્મ પ્રત્યે શ્રદ્ધા ન આવવાથી તેનું ચિત્ત અસ્થિર રહે છે. પા પ્રમાદ-કારણ તન-મન-વાચા-વર્તન વીર્ય-પ્રભાવે; વીર્ય પ્રવર્તે કાયાથી; જીવ કાયા-કારણ થાવે. સદ્ગુરુ ૩૧૮ અર્થ :— પ્રમાદ થવાનું કારણ તન-મન અને વચનનું વર્તન છે. તે વીર્યના પ્રભાવે વર્તે છે. તે વીર્ય કાયાવડે પ્રવર્તે છે. તે કાયાના પ્રવર્તનનું મૂળભૂત કારણ જીવ દ્રવ્ય છે. ।।૬। ચારે ગતિના જીવો વેદે કાંક્ષા-મોહ સદાયે, પૃથ્વી-અપ્-કાયાવાળા પણ મનરહિત છે તોયે. સદ્ગુરુ॰ અર્થ :— તેથી પ્રમાદનું મૂળભૂત કારણ જીવ દ્રવ્ય પોતે હોવાથી ચારે ગતિના જીવો સદાયે દર્શનમોહ એટલે મિથ્યાત્વને વેદે છે. પૃથ્વીકાય, અપ એટલે જળકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવો મનરહિત છે તો પણ મિથ્યાત્વના ઉદયને વેદે છે. ગા સાધુ-દશા પામી પણ વેદે કર્મ ઉદય જો આવે; કુસંગથી શ્રદ્ધા પલટાતાં, મન સંશય ઉપજાવે. સદ્ગુરુ૰ અર્થ :— સાધુદશા પામીને પણ જો કર્મનો ઉદય આવે તો મિથ્યાત્વને વેદે છે. જો કુસંગ હોય તો શ્રદ્ધા પલટાઈ જઈ મનમાં શંકા ઉત્પન્ન થાય છે. ૮।। શંકા સદ્ગુરુ કે સન્માર્ગે, પ્રેરે ૫૨મત-પ્રીતિ; વીતરાગતા શું ફળ દેશે? રહે નહીં ભવ-ભીતિ. સદ્ગુરુ અર્થ ઃ— - સદ્ગુરુમાં શંકા થવી કે આ સાચા સદ્ગુરુ હશે? અથવા આ સાચો મોક્ષમાર્ગ હશે? એવી શંકા જીવને પરમતમાં પ્રીતિ કરવાની પ્રેરણા આપે છે. આ વીતરાગતા જીવને શું ફળ આપશે ? આવી વિચારણા મિથ્યાત્વમોહને લઈને કરતાં જીવને ભવનો ભય પણ લાગતો નથી. ।।૯।। ઋદ્ધિ-સિદ્ધિ અતિશય ગુણો હજી નથી ઉદ્ભવતા, જરૂર વિપરીત માર્ગે હું : એમ મુનિ અનુભવતા. સદ્ગુરુ અર્થ :— આટલી આરાધના કરવા છતાં મને હજી કેમ ઋદ્ધિ-સિદ્ધિવાળા અતિશય ગુણો પ્રગટતા નથી. માટે જરૂર હું વિપરીત માર્ગે છું એમ મુનિ મનમાં અનુભવે છે અર્થાત્ વિચાર કરે છે. ।।૧૦। મૂંઝવતા આ કાળે જો જીવ, મંદ ગણે નિજ બુદ્ધિ, વીતરાગ, સર્વજ્ઞ જ સાચા, પરમતમાં નહિ શુદ્ધિ. સદ્ગુરુ અર્થ :— પણ એમ જો મુનિ વિચારે કે આ દુષમકાળમાં આ પ્રમાણે દર્શનમોહ મને મૂંઝવે છે તેનું કારણ આ મારી બુદ્ધિ મંદપણાને પામી છે. વીતરાગ કે સર્વજ્ઞ પુરુષો તો સદૈવ સાચા જ છે. પરધર્મમાં આત્મશુદ્ધિનો આવો પરિપૂર્ણ બોધ ક્યાંય છે નહીં. ||૧૧|| પાછું વાળે મન ડગમગતું જો કુસંગ તજીને, દશા વિશેષ થયે શંકા સૌ જશે, એમ સમજીને. સદ્ગુરુ અર્થ :— એમ વિચારી ડગમગતા મનને મિથ્યામતવાદીઓનો કુસંગ તજી જો પાછું વાળે તો દશા Page #125 -------------------------------------------------------------------------- ________________ (૮૩) આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું? ૩૧ ૯ વિશેષ વર્ધમાન થયે આ સર્વ શંકાઓનું આપોઆપ સમાઘાન થઈ જશે. ૧૨ાા તો તે જિનઆજ્ઞા-આરાઘક રહે, કહે ભગવંત, એમ પરાક્રમ કર કાંક્ષા તર્જી, લહે મુનિ ભવ-અંત. સદગુરુ અર્થ - તો તે જિન ભગવાનની આજ્ઞાનો આરાઘક બન્યો રહેશે, એમ ભગવાન કહે છે. આ પ્રમાણે પરાક્રમ કરીને પરમતની કાંક્ષા એટલે ઇચ્છાને તજી, મુનિ સંસારનો અંત લાવે છે. ૧૩ના મૂળ-માર્ગમાં શંકા ઊપજે તો ભવ-માર્ગે કાંક્ષા; અાયોજનભૃત વચને જે શંકા તે આશંકા. સગુરુ અર્થ :- આત્માદિ મૂળભૂત તત્ત્વમાં જો જીવને શંકા ઉત્પન્ન થાય તો તેને હજુ સંસારસુખની ઇચ્છા છે તથા અપ્રયોજભૂત તત્ત્વમાં શંકા છે તો તેને આશંકા એટલે સમજવા માટેની શંકા કહી છે. ૧૪ વાટે જાતાં કાંટે કપડું ભરાય ત્યાં શું કરવું? ઘૂંટી શકે તો પટ લઈ ચાલો, કાં તર્જી ચાલી નીકળવું. સગુરુ અર્થ :- આ વાતને દ્રષ્ટાંતથી પુષ્ટ કરે છે. રસ્તામાં જતાં કાંટામાં કપડું ભરાઈ ગયું હોય તો ત્યાં શું કરવું? તો કે છૂટી શકે તો પટ એટલે કપડાને છોડાવી આગળ ચાલવું. ન છૂટી શકે તો કપડાને ત્યાંજ મૂકી ત્યાંથી ચાલી નીકળવું. “વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે, તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારુ ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વળવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયેલ છે.” (વ.પૃ.૭૩૯) /૧૫ તેને માટે રાત ન રહેવું, જીવન-જોખમ જાણી; અલ્પ અલ્પ શંકાઓ કાજે અટકો ના હે! પ્રાણી. સગુરુ અર્થ - તે કપડા માટે ત્યાં રાત રહેવાય નહીં. એમ કરતાં જીવન જોખમમાં આવી જાય. તેમ અલ્પ અલ્પ શંકાઓ માટે હે પ્રાણીઓ! તમે મોક્ષમાર્ગમાં ગમન કરતા અટકશો નહીં. એમ કરશો તો તમે આ મનુષ્યભવને હારી જશો અને અનંત સંસારમાં રઝળશો. ૧૬ આત્માદિક છ પદમાં શંકા કોઈ દિવસ ના કરવી; શંકા સર્વ કહી જીંવ-ઘાતક તે સુવિચારે હરવી. સગુરુ અર્થ - પ્રયોજનભૂત તત્ત્વ આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એ છ પદમાં કે સાત તત્ત્વમાં કોઈ દિવસ પણ શંકા કરવી નહીં. આવી સર્વ પ્રકારની શંકાને જીવના ગુણોની ઘાતક કહી છે. માટે તેનો સત્પરુષના બોઘે સુવિચાર કરીને અવશ્ય નાશ કરવો. ./૧ણા કોઈ કોઈ સ્થાનક એવાં છે જ્યાં બુદ્ધિ ના ચાલે, ત્યાં બુદ્ધિથન નિજ હિત કાજે, જ્ઞાનીની આજ્ઞા પાળે. સગુરુવ અર્થ - કોઈ કોઈ એવા સ્થાનક છે જ્યાં આપણી બુદ્ધિ ચાલતી નથી તેથી તે વાત સમજાતી નથી. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ત્યાં એમ વિચારવું કે આ બુદ્ધિરૂપી ઘન મારા આત્મહિતને અર્થે છે. નહીં કે આવી શંકાઓ કરવા માટે. જ્ઞાનીની આજ્ઞા હું પાળીશ તો મારી યોગ્યતા વચ્ચે બધું આપોઆપ સમજાઈ જશે. ૧૮ાા કેવળજ્ઞાન વિષે ભાસ્યા તે પદાર્થ-ઘર્મો કીઘા, તે જ પ્રકારે પ્રવર્તતા તે, આજ્ઞા-આર્થીન સીથા. સદગુરુ અર્થ - કેવળજ્ઞાનમાં ભગવાને પદાર્થના જેવા જેવા ઘર્મો દીઠા તેવા તેવા વર્ણવ્યાં છે. તેજ પ્રકારે આજ્ઞાથીન રહી પ્રવર્તતા કાળે કરી પોતાની યોગ્યતા વઘતાં તે તે પદાર્થોનું પોતાને પણ યથાર્થ શ્રદ્ધાન થાય છે. ૧૯ાા હેય, શેય ને ઉપાદેયરૃપ વિચાર મુખ્ય કરવા, ઉપાદેય ને હેય વિચારી સંશય સર્વે હરવા. સગુરુ અર્થ - કેવળજ્ઞાનવડે જાણીને ભગવંતે જે જે તત્ત્વો કહ્યાં તેને હેય, શેય, ઉપાદેયરૂપે મુખ્યપણે વિચારવાં. તેમાંથી ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય શું છે અને હેય એટલે ત્યાગવા યોગ્ય શું છે એમ વિચારી સર્વ પ્રકારની શંકાઓનું નિવારણ કરવું. /૨૦ણી ઉપાદેય તો વીતરાગતા, રાગાદિક સૌ હેય; તેમાં ભૂલ થતાં છે હાનિ, અનેક ભેદે જોય. સગુરુ અર્થ :- સર્વ તત્ત્વોમાં ગ્રહણ કરવા યોગ્ય વીતરાગતા છે અને રાગ, દ્વેષ, કામ, ક્રોઘાદિના ભાવો ત્યાગવા યોગ્ય છે. આ ગ્રહણ ત્યાગમાં જો ભૂલ થઈ તો જીવને મોટું નુકશાન થશે, સંસાર પરિભ્રમણ જ રહેશે. શેય એટલે જાણવા યોગ્ય પદાર્થના તો અનેક ભેદ છે. ૨૧ ભાવ ભાસવા કરો પરીક્ષા જીવાદિક તત્ત્વોની, સ્વ-પર-ભેદ સમજાતાં સાચો, ટળે ભ્રાંતિ ભાવોની. સગુરુ અર્થ - વીતરાગતાનો ભાવ ભાસવા માટે જીવ અજીવાદિ તત્ત્વોની પરીક્ષા કરો, અર્થાત્ તેની ઓળખાણ કરો. જ્યારે સ્વ શું અને પર શું છે તેનો સાચો ભેદ સમજાઈ જશે ત્યારે ભાવોમાં રહેલી અનાદિની આત્મભ્રાંતિ ટળી જશે. ૨૨ાા ભ્રાંતિથી દુઃખી જીવો સૌ, તે જાતાં સૌ સવળું, શેય જ્ઞાનથી જણાય, તે પછી પરિણમે ના અવળું. સગુરુ અર્થ - જગતના સર્વ જીવો આત્મભ્રાંતિના કારણે દુઃખી છે. તે આત્મભ્રાંતિનો નાશ થતાં સર્વ સવનું છે. શેય પદાર્થોનું સ્વરૂપ સમ્યકજ્ઞાનવડે જણાયા પછી તે અવળું પરિણમે નહીં. ૨૩ સૂક્ષ્મ, દૂરવર્તી યોમાં આશંકા વતે ત્યાં. જિન-આજ્ઞાથી માની લેતાં, શંકા-સ્થાન રહે ક્યાં? સદ્દગુરુ અર્થ :- સૂક્ષ્મ પદાર્થો કે અતિ દૂર રહેલા પદાર્થો જેમકે સોયની અણી ઉપર બટાકાના કણમાં અનંત જીવ છે અથવા જગતમાં કાજળના કૂપાની જેમ સર્વત્ર ઠાસી ઠાસીને ભરેલ સૂક્ષ્મ જીવો છે તેમજ અતિ દૂર રહેલા અસંખ્યાત દ્વીપ સમુદ્ર કે દેવલોક નરકાદિ છે તેમાં જીવને આશંકા થાય તો ત્યાં જિનેશ્વરે કેવળજ્ઞાનથી જોઈને કહ્યા પ્રમાણે માની લેતા શંકાને ક્યાં સ્થાન રહે? પારજા Page #127 -------------------------------------------------------------------------- ________________ (૮૩) આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું? ૩ ૨ ૧ પ્રયોજનબૅત તત્ત્વો સાચાં, બુદ્ધિ-ગ્રાહ્ય થયાં જ્યાં, બુદ્ધિથી પર તત્ત્વોમાં ના કારણે અસત્યનું ત્યાં. સદ્ગુરુ અર્થ - ભગવંતે કેવળજ્ઞાનથી જોઈ કહેલા પ્રયોજનભૂત તત્ત્વો જ્યારે બુદ્ધિથી ગ્રાહ્ય થયા અને સાચા જણાયા તો જે બુદ્ધિથી પર છે એવા અપ્રયોજનભૂત તત્ત્વોનું અસત્ય નિરૂપણ કરવાનું ભગવાનને કોઈ કારણ નથી. ૨પાા મૂળ વસ્તુના નિર્ણય પછીથી વિશેષ કેમ હશે તે? એમ જાણવાની આકાંક્ષા અસ્થિર-મોહ-વશે છે. સગુરુ અર્થ – મૂળ વસ્તુ આત્માદિ તત્ત્વો છે તેનો નિર્ણય થયા પછી બીજા અપ્રયોજનભૂત પદાર્થોનું શું સ્વરૂપ હશે? તેને જાણવાની ઇચ્છા થાય તે અસ્થિર-મોહ એટલે ચારિત્રમોહને લઈને છે. ૨૬ જાય ને તેથી સમ્યક્રશ્રદ્ધા, ભલે આશંકા હોય, પોતાથી સમજાય, છતાં ના તાળો મળતો કોય. સગુરુ અર્થ - ચારિત્રમોહના કારણે તેનું થયેલું સમ્ય-શ્રદ્ધાન જાય નહીં. ભલે તત્ત્વનું વિશેષ સ્વરૂપ જાણવા તેને આશંકા થાય. “સમજવા માટે વિચાર કરી પૂછવું તે આશંકા કહેવાય.” મૂળ જાણ્યા પછી ઉત્તર વિષય માટે આવું કેમ હશે, એવું જાણવા આકાંક્ષા થાય તેનું સમ્યકત્વ જાય નહીં, અર્થાત્ તે પતિત હોય નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૫) પોતાથી વાત સમજાય પણ તે સૂક્ષ્મ વસ્તુઓને પૂરવાર કરવા માટે કોઈ તાળ બેસતો ન હોય એમ પણ બને છે. રશા સાચું જાણ્યું હોય છતાં જો, ભાવ યથાર્થ ન આવે, ત્યાં આશંકા-મોહ કહ્યો છે; કરી વિચાર શમાવે. સદ્દગુરુ અર્થ - ભગવંતે કહ્યું તેને સાચું જાણ્યું હોય છતાં ખરેખરો ભાવ ભાસે નહીં તેને “આશંકા-મોહ' કહ્યો છે. તેને પણ વિચાર કરીને શમાવે કે આગળ ઉપર બધું સમજાશે. “સાચું જાણ્યું હોય છતાં ખરેખરો ભાવ આવે નહીં તે પણ “આશંકા મોહનીય.” પોતાથી ન સમજાય તે પૂછવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૫) ૨૮ બહુશ્રુત સાધુ આદિ મળતાં પૂછી વિશેષ વિચારે; ખોટી પ્રતીતિથી અણસમજે દોષ દીચે ભવ હારે. સદ્ગુરુ અર્થ :- બહશ્રત એટલે ઘણા શાસ્ત્રોના જાણનાર એવા જ્ઞાનીપુરુષો આદિ મળતા તેમને પૂછી વિશેષ વિચાર કરીને સમાઘાન મેળવીશું એમ મનમાં રાખે. પણ ખોટી પ્રતીતિ કરી અણસમજણે સત્ય તત્ત્વોમાં દોષ જુએ તો તે આ મળેલ દુર્લભ મનુષ્યભવને હારી જાય છે અને અનંતાનુબંધી કષાયના ભાંગામાં પેસે છે. “આ તો આમ નહીં, આમ હશે” એવો જે ભાવ તે શંકા.” (વ.પૃ.૭૦૫) “ખોટી ભ્રાંતિ થાય તે શંકા. ખોટી પ્રતીતિ તે અનંતાનુબંઘીમાં સમાય.” (વ.પૃ.૭૦૬) રિલા હાલ મને સમજાય નહીં તે મંદ મતિ છે મારી, પણ સર્વજ્ઞ સત્ય કહ્યું છે; તે જ માન્યતા સારી. સગુરુ અર્થ :- હાલ મને સમજાતું નથી તે મારી મંદ બુદ્ધિના કારણે છે. પણ સર્વજ્ઞ પુરુષોએ તો સત્ય જ કહ્યું છે. તે જ માન્યતા રાખવી સારી છે અર્થાત તે જ જીવને કલ્યાણકારી છે. ૩૦ના Page #128 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પૂર્વ અવસ્થામાં બહુ કાંક્ષા-મોહ સહિત વિચરતો મુનિ દોષ ટાળી તે ભવમાં મોક્ષે પણ સંચરતો. સગુરુ અર્થ :- પૂર્વ અવસ્થામાં જે મુનિ બહુ કાંક્ષા-મોહ એટલે દર્શનમોહ-મિથ્યાત્વ સહિત વિચરતા હોય, તે પણ તે જ ભવમાં મિથ્યાત્વના દોષને ટાળી મોક્ષે પણ ચાલ્યા જાય છે. [૩૧ાા મૂળ તત્ત્વોની શ્રદ્ધા સાચી કરી નિઃશંક રહે છે, ત્યાં જ રમણ, સંતોષ, નૃમિથી ઉત્તમ સુખ લહે તે. સગુરુવ અર્થ - જે ભવ્યાત્મા મૂળ આત્માદિ તત્ત્વોની સાચી શ્રદ્ધા કરી નિઃશંક રહે છે તે સ્વસ્વરૂપમાં રમણતા કરી, તેમાંજ સંતોષથી વૃદ્ધિ પામી ઉત્તમ આત્મસુખને પામે છે. ૩રા માષ-તેષ” દ્રષ્ટાંતે સાચી શ્રદ્ધા ભવ-જળ તારે, અતિ અલ્પ મતિ પણ જો સવળી, મુમુક્ષતા જ વઘારે. સગુરુ અર્થ :- ઉપરની વાતને અહીં દ્રષ્ટાંતથી સમજાવે છે કે શિવભૂતિ મુનિ ગુરુ આજ્ઞાએ સાચી શ્રદ્ધાથી માત્ર “માષ તુષ' નું રટણ કરતા કેવળજ્ઞાન પામી સંસાર સમુદ્રને તરી ગયા. એમ ભલે મતિ અલ્પ હોય પણ તે સવળી હોય તો તે જીવમાં મુમુક્ષતાના ગુણને જ વધારનારી છે. શિવભૂતિ મુનિની મતિ અલ્પ હોવાથી શ્રી ગુરુએ માત્ર “મારુષ માતુષ' આટલો જ સંક્ષેપમાં મંત્ર આપેલો છતાં તે પણ ભૂલી જઈ તેનું માષ તુષ” થઈ ગયું. પણ શ્રી ગુરુમાં શ્રદ્ધા દ્રઢ હોવાથી આટલું જ રટણ કરતા તે કેવળજ્ઞાન પામી ગયા. માટે શ્રદ્ધા ગુણને સર્વોપરી માનવો હિતકારી છે. /૩૩ના વિશાળબુદ્ધિ મધ્યસ્થ રહે તો દશા વિશેષ વઘારે, સરળતા સહ જિતેન્દ્રિયતા સંશય સર્વ નિવારે. સગુરુ અર્થ - વસ્તુ તત્ત્વને સ્યાદ્વાદથી સંપૂર્ણ સમજી શકે એવી વિશાળ બુદ્ધિ હોય, મારું તે સાચું નહીં પણ સાચું તે મારું એમ પોતાનો આગ્રહ મૂકી સત્ય સ્વીકારવાની મધ્યસ્થતા હોય, તો તે જીવ પોતાની દશાને વિશેષ વધારી શકે છે. વળી પ્રજ્ઞાસહિતની સરળતા હોય, સાથે જિતેન્દ્રિયપણું હોય તો બુદ્ધિ નિર્મળ થવાથી તે તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરી સર્વ પ્રકારની શંકાઓનું નિવારણ કરી શકે છે. [૩૪ જે જે સામગ્રી મળી આવી નરભવમાં હિતકારી, તે સૌ મુક્ત થવા કાજે છે, એમ ગણે અઘિકારી. સગુરુ અર્થ :- જે જે આત્માને કલ્યાણકારી એવી સામગ્રી તે સગુરુ, સત્સંગ, ભક્તિ, સ્મરણ, આજ્ઞા આદિ આ મનુષ્યભવમાં મળી આવ્યા છે, તે સૌ સાઘન આત્માને જન્મમરણથી મુક્ત કરવા માટે છે. એમ વૈરાગ્ય ઉપશમની યોગ્યતાવાળો આત્માર્થી જીવ માને છે. રૂપા બને તેટલી કરી પરીક્ષા સત્ય ભાવ પ્રગટાવો, બુદ્ધિના ચાલે ત્યાં આજ્ઞા શિર ઘરી નહિ ગભરાઓ. સદ્ગુરુ સેવીએ રે, સજ્જન, નિઃશંકિત થાવા. અર્થ - બને તેટલી સદેવગુરુઘર્મની પરીક્ષા કરીને હવે સત્ય આત્મભાવ હૃદયમાં પ્રગટ કરો. તથા જે પદાર્થ સમજવામાં બુદ્ધિ ન ચાલે ત્યાં ભગવાને જે કહ્યું તે સત્ય માની તેમની કહેલી આજ્ઞાને શિર Page #129 -------------------------------------------------------------------------- ________________ (૮૪) મુનિ-ધર્મ-યોગ્યતા પર ધારણ કરીને નિશ્ચિંત રહો, પણ શંકામાં ગળકા ખાઈ ગભરાશો નહીં. એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી આપણને પ્રેમપૂર્વક ભલામણ કરે છે. સર્વનો સરળ ઉપાય એક સદ્ગુરુ ભગવંતની સેવા છે. માટે હે સજ્જન કે શાણાપુરુષો તેમની આજ્ઞાને ભાવપૂર્વક ઉપાસી સદા નિઃશંક રહો. ।।૩૬।। પરધર્મની આકાંક્ષા તજી, વીતરાગે બોધેલા આત્મધર્મને પામવા માટે અથવા સંપૂર્ણ વીતરાગદશા પામવા અર્થે, મુનિધર્મ પાળવાની યોગ્યતા મેળવવાની આવશ્યક્તા છે; કે જેથી શીઘ્ર આ દુઃખદ સંસારનો અંત આવે. હવે મુનિધર્મ શું? તે પાળવા કેવા પ્રકારની યોગ્યતા જોઈએ ? તે કેવી રીતે પ્રામ થાય, વગેરેના ખુલાસા આ પાઠમાં કરવામાં આવ્યા છે, તે નીચે પ્રમાણે છે :– (૮૪) મુનિ-ધર્મ-યોગ્યતા (રાગ સારંગ : શાંતિ જિન એક મુજ વિનતિ—એ રાગ) * શ્રી રાજચંદ્ર ગુરુવર-પદે પ્રણમું હું ધરી ભાવ મુનિપદની દેજો યોગ્યતા, જે છે ભવજલધિ નાવ રે. શ્રી રાજ ૩૨૩ અર્થ :- • શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યના ચરણકમળમાં ૫૨મભક્તિભાવ સહિત હું પ્રણામ કરું છું. હે પ્રભુ! મને મુનિપદ પ્રાપ્ત કરવાની યોગ્યતા આપજો કે જે ભવજલધિ એટલે સંસારરૂપી સમુદ્ર તરવા માટે નાવ સમાન છે. મુન ધાતુ ઉપરથી મૌન, અને મૌન ઉપરથી મુનિ શબ્દ બનેલ છે. ઘણું કરીને પ્રયોજન વગર બોલવું નહીં તેનું નામ મુનિપણું” છે, મુનિધર્મની યોગ્યતા મેળવવા અર્થે સર્વ પ્રથમ વૈરાગ્ય ઉપશમ જોઈએ અર્થાત્ સંસાર, શરીર અને ભોગો પ્રત્યે વૈરાગ્યભાવ જોઈએ. તે પ્રાપ્ત થયે આત્મજ્ઞાન પ્રગટશે. પછી શ્રાવકની અગ્યાર પ્રતિમા કે દ્વાદશવ્રત આવશે. ત્યારબાદ મુનિધર્મ અંગીકાર કરવાની યોગ્યતાને પામશે. સંસારમાં દુઃખ શું છે? અને દુઃખના મુખ્ય કારણો શું છે? તે સદ્ગુરુ બોધે યથાર્થ જાણી, તેને દૂર કરવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીગુરુના આશ્રયે જે મુનિપદ અંગીકાર કરશે તે આ અનાદિ દુઃખમય સંસારનો શીઘ્ર અંત આવશે. જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. નં સંમતિ પાસદ તે મોળુંતિ પામક” - જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ 'આચારાંગસૂત્ર'માં કહ્યું છે. -શ્રીમદ્ રાજયંદ્ર (પૃ.૫૩૭)||૧|| રાત્રિ વ્યતિક્રમી ગઈ, થયો નભવરૂપ પ્રભાત રે, નિદ્રા પરિહરવા ટાળજો ભાવ-નિદ્રા હે! ભ્રાત રે. શ્રી રાજ અર્થ :– ચોરાશી લાખ જીવયોનિમાં જ્યારે હું ભટકતો હતો ત્યારે તે રાત્રિ સમાન હતું. તે રાત્રિ વ્યતિક્રમી એટલે મટીને આ મનુષ્યભવ મળ્યો અને તેમાં સત્પુરુષનો યોગ થયો તે પ્રભાત થયા સમાન Page #130 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ જાણવું. તેથી હવે અનાદિની મોહ નિદ્રાને દૂર કરવા માટે ભાવ નિદ્રા એટલે આત્માના અજ્ઞાનને ટાળવાનો હે ભાઈ! તમે પુરુષાર્થ કરજો. #ારા “રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩) પૂજ્યશ્રી–રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે શું? રાત્રિમાં જીવ ઊંધે છે, કંઈ ભાન નથી; તેમ આ જીવ લક્ષચોરાશીમાં ભટકતો હતો તે વખતે રાત્રિ જેવું હતું, મોક્ષમાર્ગનો યોગ નહોતો. તે મટી મનુષ્યભવ મળ્યો તે રાત્રિ વ્યતિક્રમી ગઈ અને પુરુષનો યોગ થયો તે પ્રભાત થયું કહેવાય. મુમુક્ષુ–ભાવનિદ્રા એટલે શું? પૂજ્યશ્રી–આત્માનું અજ્ઞાન. એ અજ્ઞાન ટાળવા માટે પુરુષાર્થ કરવાનો છે. મનુષ્યભવ મળ્યો, સપુરુષનો યોગ થયો તો હવે કરી લેવું. સામગ્રી મળી તો તેનો ઉપયોગ કરી મોક્ષમાર્ગે ચાલવું.” (બો.૨ પૃ.૪) //રા ક્ષણે ક્ષણે જીવ બંઘાય આ, એ જ અનાદિ વ્યાપાર રે, હા! કાળ અનંત વીતી ગયો, ભવસાગર-દુઃખ અપાર રે. શ્રી રાજ અર્થ - આપણો આત્મા પ્રતિ સમયે શુભાશુભ કર્મોથી બંઘાય છે. એ જ અનાદિકાળનો એનો વ્યાપાર છે. પ્રતિદિન ૨,૧૬૦૦૦ વિપળનો આ જીવ વ્યાપાર કરે છે. મનમાં ઘાટ ઘડે અને ભાંગે એ રૂપ સંકલ્પ વિકલ્પનો વ્યાપાર કરે છે. “શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે; તેમાં સમયે સમયે તેને અનંતકર્મનો વ્યવસાયી કહ્યો છે. (વ.પૃ.૪૧૨) હા! એટલે આશ્ચર્ય છે કે ચાર ગતિમાં આત્માને અનંતદુઃખ ભોગવતા અનંતકાળ વ્યતીત થઈ ગયો! “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં.” શ્રીમદ્ રાજચંદ્ર આ ભવસાગરમાં અનંત અપાર દુઃખ હોવા છતાં આત્માને અજ્ઞાનવશ તેનું ભાન થતું નથી. કા આત્મબુદ્ધિ ઘારી દેહમાં ભમું મોહવશે હું આમ રે, તે તજીને રાગદ્વેષના ક્ષયે વરું મુક્તિ-ઘામ રે. શ્રી રાજ અર્થ - અનાદિકાળથી આ દેહમાં આત્મબુદ્ધિ કરીને મોહવશ હું ચારગતિમાં જ ભમ્યા કરું છું. બીજા દેહોતણું બીજ, આ દેહ આત્મભાવના; વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના.” -સમાધિશતક હવે તે દેહાત્મબુદ્ધિ તજીને રાગદ્વેષનો ક્ષય કરી મુક્તિધામને પામું. “રાગદ્વેષાદિ મોઝાથી, હાલે જો ના મનોજળ; તો આત્મતત્ત્વ તે દેખે, તે તત્ત્વ અન્ય નિષ્ફળ.” -સમાધિશતક //૪ો મળ્યું બંઘનનું ફળ દેહ આ, દેહમાં ઇંદ્રિય-ગ્રામ રે, તે રૂપ, રસાદિ વિષયો ગ્રહે, થાય નવા બંઘ આમ રે. શ્રી રાજ અર્થ - પૂર્વે આઠ કર્મો બાંધ્યા તેના ફળસ્વરૂપે આ દેહની પ્રાપ્તિ થઈ. તે દેહમાં પાંચ ઇન્દ્રિયોએ પોતાનું ગામ વસાવ્યું. તે ઇન્દ્રિયો પોતાના રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દરૂપ વિષયોને ગ્રહણ કરે છે. તેથી ફરી નવા કર્મનાં બંઘ થયા કરે છે. “ઇન્દ્રિય દ્વારથી ચૂકી, પડ્યો હું વિષયો વિષે; ભોગો પામી ન મેં પૂર્વે, જાણ્યું રૂપ યથાર્થ જે.” -સમાધિશતક //પા. Page #131 -------------------------------------------------------------------------- ________________ (૮૪) મુનિ-ઘર્મ-યોગ્યતા ૩૨ ૫ આ બંઘ-પરંપરા જાણવી, ચાલી રહી ઘટમાળ રે, વિષયોની આસક્તિ વડે નભે ગૃહસ્થ-જંજાળ રે. શ્રી રાજ અર્થ - અનાદિકાળની આ બંઘ પરંપરા જાણવી. ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી નોકર્મરૂપ દેહાદિને ઘારણ કર્યા કરું છું. આ ઘટમાળ એટલે કુવાના ઘડાની માળસમાન કે ઘાંચીના બળદની જેમ હું આ સંસારમાં જ ત્યાંનો ત્યાં અનાદિથી ભમ્યા કરું છું. પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિના કારણે આ ત્રિવિઘ તાપાગ્નિમય ગૃહસ્થની જંજાળ નભી રહી છે. વિષયોની આસક્તિના કારણે કરોળિયાની જાળ સમાન કુટુમ્બાદિને પાથરી તેમાં ફસાઈને હું દુઃખી થયા કરું છું. IIકા જ્ઞાનીના સંગે વિચારથી, ભેદ-જ્ઞાને સુસાધ્ય રે કામ-વિકાર, શુભ ધ્યાનથી ટળે જો તપ, વૈરાગ્ય રે. શ્રી રાજ અર્થ - જ્ઞાનીપુરુષનો સંગ કે બોઘ મળે સુવિચારદશા જાગૃત થાય છે. તેથી ભેદ-જ્ઞાન થાય છે. વળી તપ અને વૈરાગ્ય હોય તો શુભ ધ્યાનથી જીવના કામ-વિકાર ટળતા જાય છે. પ.પૂ.પ્રભુશ્રીજીએ દીક્ષા લીધા પછી ભાવથી કામ-વિકારને જીતવા પાંચ વર્ષ એકાંતરા ઉપવાસ કરી નમુત્થણનો કાઉસગ્ગ કરતા. પણ પરમકૃપાળુદેવ મળ્યા પછી તેમના ઉપદેશથી નીરસ ભોજન તેમજ વૈરાગ્યસહિત શુભધ્યાનથી ઇન્દ્રિય જય પ્રાપ્ત થયો હતો. શા. ઘન્ય તે જે તજે રાજને ભેદ-જ્ઞાનને કાજ રે, ધિક્કારપાત્ર આ જીંવ હજી વાંછે કામ-સુખ સાજ રે. શ્રી રાજ અર્થ - તે પુરુષોને ઘન્ય છે કે જે ભેદ-જ્ઞાનને માટે રાજઋદ્ધિનો ત્યાગ કરે છે. પણ મારા આત્માને ધિક્કાર છે કે જે હજી સુધી કામ-સુખ સાઘનને ઇચ્છે છે. દા શમ-શ્રી આકર્ષે આમ મન, સ્ત્રી વળી ખેંચે તેમ રે, જોતાં જોતાં ઢળી જાય આ મોહસેના ભણી કેમ રે? શ્રી રાજ, અર્થ - શમ-શ્રી એટલે સમતારૂપી લક્ષ્મી એક તરફથી મારા મનને આકર્ષણ કરે છે. જ્યારે બીજી બાજુ વળી સ્ત્રી મારા મનને મોહથી ખેંચે છે. પણ જોત જોતામાં મારું મન મોહરૂપી સેના તરફ ઢળી જાય છે અને સમતારૂપી લક્ષ્મીને છોડી દે છે. તો મુનિઘર્મની યોગ્યતા મારામાં કેવી રીતે આવશે? પાલાા અહો ! હસ્તમેળાપ માત્રથી સર્વાગે ગ્રહતી નાર રે, ભાવું આત્મા દેહથી જાદો પણ કામ જ ભૂલવનાર રે. શ્રી રાજ અર્થ - અહો આશ્ચર્ય છે કે હસ્તમેળાપ માત્રથી સ્ત્રી સર્વ અંગને ગ્રહી લે છે. દેહથી આત્મા જુદો છે એવી ભાવના ભાવું છું પણ આ કામ જ ભૂલાવનાર છે. 7/૧૦ જો સ્ત્રી-અભિલાષા ટળી ગઈ, ઘન-ઇચ્છા કેમ થાય રે? કામ-ભોગાથે જન ઘન ચહે, પછી શબ-શોભા ગણાય રે. શ્રી રાજ અર્થ - જો સ્ત્રી પ્રત્યેનો મોહાભિલાષ ટળી ગયો તો ઘનની ઇચ્છા કેમ થાય છે? કામભોગને અર્થે લોકો ઘનને ઇચ્છે છે. તે ભોગેચ્છા ટળી ગઈ તો પછી ઘનનો સંગ્રહ કરવો તે માત્ર મડદાને શોભાવવા સમાન છે. ||૧૧ાા. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ મોક્ષ-પથે પુરુષાર્થી થા, હે! મન, ભાવના ભાવ રે, આતમ-ભાવના મોક્ષ દે, સુરસુખ છે તુચ્છ સાવ રે. શ્રી રાજ અર્થ - હે મન! હવે તું મોક્ષમાર્ગમાં પુરુષાર્થી થા અને આત્મભાવનાને ભાવ. કેમકે આત્મભાવના મોક્ષ આપે છે. દેવલોકના સુખ છે તે તો સાવ તુચ્છ છે. જીવે અનંતીવાર ભોગવેલા છે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (વ.પૃ.૫૦૪) રાગદ્વેષનો ક્ષય થયે જીવ મોક્ષને પામે છે. ૧૨ાા સમતાસરે હંસસમ મુનિ, મુક્તિ-હંસી પર રાગ રે, તે વિષય-જલ, વૈભવ-પંકજે અલુબ્ધ ઘરે વૈરાગ્ય રે. શ્રી રાજ અર્થ - સમતાસરે એટલે સમતારૂપી સરોવરમાં વિચરનારા હંસ સમાન મુનિ તે મુક્તિરૂપી હંસી પર રાગ કરે છે. તેવા મહાત્માઓ વિષયરૂપી જળ અને વૈભવરૂપી પંકજ એટલે કાદવમાં લુબ્ધતા પામતા નથી. પણ વૈરાગ્યભાવ ઘારણ કરીને રહે છે. [૧૩ એક વિવેક મિત્ર-મેનિનો, કરે જડ-ચેતન ભિન્ન રે, તે ગ્રાહ્ય ગ્રહે, તજી ત્યાજ્યને, રહે સ્વ-સ્વરૂપે લીન રે. શ્રી રાજ અર્થ :- મુનિનો વિવેક નામનો એક મિત્ર છે. તે જડ અને ચેતનને ભિન્ન કરે છે. તે ગ્રહણ કરવા યોગ્યને ગ્રહણ કરે છે અને ત્યાગવાયોગ્યને ત્યાગે છે, તથા મુનિ પોતાના આત્મસ્વરૂપમાં લીન રહે છે. /૧૪ ક્યારે હું અચળ મૂર્તિ સમો ધ્યાન વિષે રહું સ્થિર રે, ઘસે મૃગ તન ચેળ ટાળવા; રહું ઉપસર્ગે થીર રે. શ્રી રાજ, અર્થ - હે પ્રભુ! હું ક્યારે પત્થરની મૂર્તિ સમાન અડોલપણે ધ્યાનમાં સ્થિર રહી શકીશ? કોઈ મૃગ આવી પોતાની ચેળ એટલે ખાજ મટાડવા મારા શરીરને પત્થર સમાન જાણી ઘસે તેવો સ્થિર હું ક્યારે થઈશ અથવા ગમે તેવા ઉપસર્ગ આવે તો પણ સ્થિર રહું એવો શૈર્યવાન ક્યારે બનીશ? I૧૫ના જન જે સ્પર્શ-રસરૂપ કામ ને સ્વરગંઘ-ૉપ રૂપ ભોગ રે, અતિ તુચ્છ, અનિત્ય, દુઃખદ ગણે, બંઘ કારણ પયોગ રે. શ્રી રાજ અર્થ - જે જન સ્પર્શ, રસ, સ્વર, સંઘ અને રૂપ આદિ ભોગોને અતિ તુચ્છ ગણે, અનિત્ય માને કે દુઃખ દેવાવાળા જાણે કે કર્મ બંધના કારણો માની, આત્માથી પર જાણી તેનો યોગ કરતા નથી; તે પુરુષો મુનિઘર્મની યોગ્યતાને પામે છે. ૧૬ાા જ્ઞાન વૈરાગ્યાદિ કારણે, લહે જિન-મુદ્રા સાર રે, સહવા ઉપસર્ગ, પરીષહો, અંતપર્યત તૈયાર રે. શ્રી રાજ અર્થ :- જે જ્ઞાન વૈરાગ્ય આદિ પ્રાપ્ત થવાથી એક જિન વીતરાગ મુદ્રાને જ જગતમાં સારરૂપ માને છે તથા ગમે તેવા ઉપસર્ગ પરિષહો જીવનના અંત પર્યત સહન કરવાને તૈયાર છે તે આત્માઓ મુનિઘર્મ અંગીકાર કરવાને યોગ્ય છે. ૧ળા Page #133 -------------------------------------------------------------------------- ________________ (૮૪) મુનિ-ધર્મ-યોગ્યતા અનાદિ મિથ્યાવૃષ્ટિ ય દીઠા, ક્ષણમાં મોક્ષે જનાર રે, અનુપમ સમતા આરાથીને, ઘરી સુચારિત્ર સાર રે. શ્રી રાજ અર્થ :— દૃઢપ્રહારી કે અંજનચોર જેવા અનાદિ મિથ્યાવૃષ્ટિ જીવો પણ ગમે તેવા ઉપસર્ગમાં અનુપમ સમતાને આરાધી, એક સમ્યક્ચારિત્રને જ સારભૂત માની ક્ષણમાં મોક્ષને પામ્યા છે. ।।૧૮।। વિમલબુદ્ધિ, સુસંસ્કારી, જીવ સહજે લહે વૈરાગ્ય રે, કૃતજ્ઞ, જનપ્રિય, નિઃસ્પૃહ, વિર્તીત, સુધર્મમાં ઘરે રાગ રે. શ્રી રાજ અર્થ :— જેની બુદ્ધિ વિમલ એટલે નિર્મલ છે, જે પૂર્વના સુસંસ્કારી છે એવા જીવો સહેજે વૈરાગ્યભાવને પામે છે. સમરાદિત્યની જેમ જે કૃતજ્ઞી હોય, લોકોને પ્રિય હોય, નિસ્પૃહી હોય, વિનીત એટલે વિનયવાન હોય, સુધર્મનો રાગી હોય એવા જીવો મુનિધર્મની યોગ્યતા પ્રાપ્ત કરી શકે. ।।૧૯। સંસાર ગણે દુઃખ-ખાણ તે, સંયોગ વિયોગવંત રે, ચહે જન્મમરણને ટાળવા, ઘર્મધ્યાને બળવંત રે. શ્રી રાજ ૩૨૭ અર્થ :— જે સંસારને દુઃખની ખાણ જાણે અને સંયોગને વિયોગથી યુક્ત માને, જે જન્મમરણને ટાળવા ઇચ્છે તથા ઘર્મધ્યાનમાં જે બળવાનપણે લાગેલા રહે તે મુનિધર્મની યોગ્યતા પામી શકે. ૫૨ના જે મોહ ગણે વિષ-વૃક્ષ સમ, ભવ-વાસનારૂપ મૂળ રે, તે જન સર્વજ્ઞ-વાણી સુણી, થાય સાથક અનુકૂળ રે. શ્રી રાજ અર્થ :— જે મોહને ઝેરી ઝાડ સમાન માને, તથા તેને સંસારની વાસનાનું મૂળ જાણે, તેવા પુરુષો સર્વજ્ઞ ભગવાનની વાણી સાંભળીને મુનિધર્મ પાળવાને યોગ્ય બને છે. ૨૧|| ક્લેશે. વાસિત ચિત્તવંતને કર્મમેલ બહુ હોય રે, મલિન વચ્ચે રંગ ના ચઢે તેમ અયોગ્યતા જોય રે. શ્રી રાજ અર્થ :– હવે જે જીવો મુનિધર્મ પાળવાને અયોગ્ય છે તે જણાવે છે — ક્લેશથી વાસિત ચિત્તવાળાને કર્મનો મેલ બહુ હોય છે. જેમ મલિન વસ્ત્ર ઉપર જોઈએ તેવો રંગ ચઢતો નથી. તેમ તેવા જીવોમાં ધર્મનો રંગ જોઈએ તેવો ન ચઢવાથી અયોગ્ય ગણાય છે. ૨૨ા ઉપદેશથી નહીં અટકતું ભૂંડ વિષ્ટા ભણી થાય રે; પ્રીતિ સંસા૨ે જે જીવ ઘરે, અકાર્યમાં વહ્યો જાય રે. શ્રી રાજ અર્થ :— જેમ ઉપદેશ આપવાથી વિષ્ટા ભણી જતું ભૂંડ અટકતું નથી તેમ જેને સંસારમાં પ્રીતિ છે તેવા જીવો નહીં કરવા યોગ્ય એવા વિષય કષાયમાં પ્રવર્તે છે. તેમનું મન ધર્મમાં સ્થિર થતું નથી. ।।૨૩।। મિથ્યાત્વ, ક્રોધાદિ દોષથી અધિકારી ગણાય રે, બાહ્ય પરિગ્રહ તજી, રહે આર્દ્રધ્યાને સદાય રે. શ્રી રાજ અર્થ – મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના દોષોથીયુક્ત એવા જીવો મુનિધર્મ પાળવાને અયોગ્ય ગણાય છે. તેવા જીવો ભલે બાહ્ય પરિગ્રહને તજી દીક્ષા લઈ લે તો પણ આત્માના લક્ષ વગરના હોવાથી સદાય આર્ત્તધ્યાનમાં સ્થિત રહે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રાવોધ-વિવેચન ભાગ-૨ “જે જીવો મોનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે; નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે; પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જિને કહ્યું છે.’” (વ.પૃ.૪૫૧) ||૨૪|| જૅવ બારે કષાય ગયા વિના, લે મુનિ-વેષ જે અજ્ઞ રે, તે તરી શકે ના નિજ બળે, જ્ઞાની મળ્યે બને સુજ્ઞ રે. શ્રી રાજ ૩૨૮ = અર્થ :– અનંતાનુબંધી કષાયની ચોકડી તથા અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયની ચોકડી, એમ સર્વ મળી બા૨ે કષાય ગયા વિના જે અજ્ઞાની જીવ મુનિવેષને ઘારણ કરે છે તે પોતાના આત્મબળે તરી શકે નહીં. પણ જ્ઞાની મળવાથી તે સુજ્ઞ એટલે સમ્યજ્ઞાનવાળો બની શકે છે. ।।૨૫।। ઘરે અભિનિવેશ વેશનો, તો ના લહે કલ્યાણ રે, છે મોહને હણવા વેશ ત્યાં આગ્રહ મોહ-મોકાણ રે. શ્રી રાજ = અર્થ :— જે માત્ર સાધુવેષનો અભિનિવેશ એટલે આગ્રહ પકડી રાખે કે સાધુવેષ ઘારણ કરવાથી જીવનો મોક્ષ થાય; તે આત્મકલ્યાણને પામી શકે નહીં. સાધુનો વેષ તે મોહને હણવા માટે સહાયકારી છે. તે તેથી ચેપનો માત્ર આગ્રહ ન રાખતા આ મોહની મોકાણ કરવાનો પ્રધમ આગ્રહ રાખવો કલ્યાણકારી છે; અર્થાત્ મોહ મરી ગયા પછી તેના પાછળની ક્રિયા કરી તે મોહને સાવ ભૂલવા યોગ્ય છે. ।।૨૬।। દીક્ષા લીઘાથી જ દુઃખ ટળે, એ પણ ભ્રાંતિ મહાન રે, શું દુઃખ ને દુઃખ-કારણો? કેમ ટળે? નથી ભાન રે. શ્રી રાજ અર્થ :– દીક્ષા લીધાથી જ દુઃખ ટળે એ પણ જીવની મહાન ભ્રાંતિ છે. પ્રથમ તો દુઃખ શું? અને દુઃખના કારણો મિથ્યાત્વ વગેરે છે તે કેમ ટળે? તેનું જ જીવને ભાન નથી. તો દીક્ષા કેવી રીતે ફળીભૂત થાય? રા ક્લ્યાણ શું? શાથી પાર્મીએ? તેના જ કરો વિચાર રે, રે! અનંત કાળથી ભૂલ તે, થતી આવી નિર્ધાર રે. શ્રી રાજ અર્થ :– કલ્યાણ એટલે શું? અને તે કેવી રીતે પામીએ. તેનો જ વારંવાર વિચાર કરવો જોઈએ. અરે આશ્ચર્ય છે કે અનંતકાળથી આવી ભૂલ ધતી આવી છે. માટે હવે તે વાતને ખૂબ વિચારી પગલું ભરવું જોઈએ. ‘‘દીક્ષા લેવા વારંવાર ઇચ્છા થતી હોય તોપણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી, અને કલ્યાણ શું અને તે કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. એ પ્રકારમાં અનંતકાળ થયાં ભૂલ થતી આવી છે, માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે.’” (પૃ.૩૫) રિદ્વા તે આ ભવે ટળે પ્રથમ તો જન્મ-પરંપરા જાય રે, ભ્રાંતિ સહિત પુરુષાર્થથી મોક્ષ કહો, કેમ થાય રે?શ્રી રાજ અર્થ – તે અનાદિની ભૂલ પ્રથમ આ ભવમાં ટળે તો જન્મમરણની પરંપરાનો અંત આવે. પણ હજુ સુધી જીવને પોતાના આત્માનું ભાન થયું નથી, આત્મસ્રાંતિ ટળી નથી. તો ભ્રાંતિસતિ પુરુષાર્થ કરવાથી જીવનો મોક્ષ કહો કેવી રીતે થાય? ।।૨૯।। સાચી સમજ ધારી, ટાળવા સૌ પરિગ્રહ-આરંભ રે, ના ટળે ત્યાં ઉદાસીનતા, પુરુષાર્થ કરો, ન દંભ રે. શ્રી રાજ Page #135 -------------------------------------------------------------------------- ________________ (૮૪) મુનિ-થર્મ-યોગ્યતા ૩૨૯ અર્થ - હવે શ્રી ગુરુના બોથથી આત્મકલ્યાણ માટેની પ્રથમ સાચી સમજ મેળવીને પછી સૌ આરંભ પરિગ્રહને ટાળવા જોઈએ. ના ટળે ત્યાં ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ રાખી તેને ટાળવાનો પુરુષાર્થ કરવો જોઈએ. પણ પરિગ્રહ ત્યાગવાનો દંભ એટલે ઢોંગ ઉપરથી કરવો નહીં. ||૩૦ના સંસાર અસાર વિચારજો, કર્મ-કાષ્ઠ દુઃખ-લાય રે, ગૃહસ્થપણું જ પગ-શૃંખલા સુવ્રત-કુપાણે કપાય રે. શ્રી રાજ અર્થ - આ સંસારને હમેશાં અસારરૂપ વિચારજો. કર્મરૂપી કાષ્ઠ એટલે લાકડા તે દુઃખરૂપી બળતરાને વઘારનાર છે. આ ગૃહસ્થપણું તે પગમાં પડેલ શૃંખલા એટલે સાંકળ સમાન છે. પણ તે સાંકળને સુવ્રતરૂપી કપાણ એટલે તલવારથી કાપી શકાય છે. [૩૧] વીતરાગ પ્રરૂપિત ઘર્મ તે અનન્ય મુક્તિ-ઉપાય રે, તે ઘર્મ ચિંતામણિથી ચઢે, અચિંતિત નિજ સુખદાય રે. શ્રી રાજ અર્થ :- વીતરાગ ભગવંતો દ્વારા પ્રરૂપિત જૈનધર્મ તે મુક્તિ મેળવવાનો અનન્ય ઉપાય છે, તે ઘર્મ ચિંતામણિ રત્નથી ચઢીયાતો છે. ચિંતામણિ રત્ન ચિંતવે ત્યારે ફળ આપે જ્યારે ઘર્મ તો અચિંતિત છે. તે ચિંતવ્યા વગર જ પોતાના આત્મસુખને આપનાર છે. ૩૨ાા “શ્રીમતુ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ઘર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તો.” (વ.પૃ.૬૨૬) સાંસારિક સુખની રુચિથી વિષ-ભક્ષણ હિતકાર રે, પ્રજ્વલતી ચિતાથી પણ વધુ ગૃહ-ચિંતા દુઃખકાર રે. શ્રી રાજ, અર્થ - સંસાર સુખની રુચિ રાખવા કરતાં વિષ ભક્ષણ કરવું હિતાવહ છે. કારણ વિષ એક જ ભવ મારે જ્યારે સંસારસુખનો મોહ જીવને અનંત જન્મમરણ કરાવે છે. જ્વાજલ્યમાન બળતી ચિતાથી પણ અધિક ઘરની ચિંતા ગૃહસ્થને દુ:ખ આપનાર છે. ૩૩ અગ્નિ કે વિષ નડે આ ભવે, મોહ ભવે ભવે ઘાર રે; વૈરાગ્ય-વૃદ્ધિથી જીવને થાય ન મોહ-વિકાર રે. શ્રી રાજ અર્થ - અગ્નિ કે વિષ એક ભવ નડે પણ આ મોહ ભવોભવ જીવને મારનાર છે. જીવ જો સપુરુષના બોઘવડે વૈરાગ્યભાવ વર્ધમાન રાખે તો તેને મોહના વિકાર સતાવે નહીં. ૩૪ જે સદ્ગુરુ-બોઘ-સમાગમે પ્રગટે પંડિત-વીર્ય રે, દે સર્વ-સંગ-પરિત્યાગની યોગ્યતા સહિત શૈર્ય રે. શ્રી રાજ, અર્થ - જો સદ્ગુરુના બોઘથી કે સમાગમથી જીવને પંડિત-વીર્ય એટલે સમ્યકજ્ઞાન સહિત બળ પ્રગટે તો તે સર્વ-સંગ-પરિત્યાગની યોગ્યતાને આપે છે. સાથે એ ભાવો ટકી રહે એવા પૈયને પણ આપે છે. ૩પાા દશ લક્ષણ યતિ-ઘર્મ આદરી, શોભાવે જે સુઘર્મ રે, સ્વ-પર-હિતનાં કરી કાર્ય તે જ્ઞાનથી બાળે કર્મ રે. શ્રી રાજ, Page #136 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - જે ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય નામના દશ લક્ષણરૂપ મુનિઘર્મને આદરી વીતરાગ પ્રરૂપિત સત્યઘર્મને શોભાવે છે; અર્થાત તેની પ્રભાવના કરે છે તે ભવ્યાત્મા સ્વ-પર-હિતના કાર્ય કરે છે, તથા પોતાના આત્મજ્ઞાનના બળે શેષ રહેલા કમોને બાળી ભસ્મીભૂત કરી મુક્તિને મેળવે છે. ૩૬ મુનિઘર્મની યોગ્યતા મેળવી આત્માના ઉપયોગવડે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રગટાવવા જોઈએ; જેને ભગવંતે પ્રત્યક્ષ જ્ઞાન કહ્યાં છે. પાંચ ઇન્દ્રિયો અને મનની સહાયથી કે મતિશ્રતજ્ઞાનથી જે જ્ઞાન થાય તે વ્યવહારથી પ્રત્યક્ષ દેખાવા છતાં પણ સત્પરુષોની દ્રષ્ટિમાં તે ઇન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન અથવા પરોક્ષજ્ઞાન છે. કારણ તેમાં ભુલ થવા સંભવ છે. જ્યારે ઇન્દ્રિયો કે મનની સહાય વગર આત્માના ઉપયોગવડે જે અવધિ, મન:પર્યવ કે કેવળજ્ઞાન પ્રગટે તેને આત્મ પ્રત્યક્ષજ્ઞાન ભગવંતો કહે છે. તેમાં ભૂલ થવા સંભવ નથી. વ્યવહારથી જે નજરે દેખાય તે પ્રત્યક્ષ અને નજરથી એટલે ચર્મચક્ષુથી ન દેખાય તે પરોક્ષ જ્ઞાન એમ કહેવાય છે; પણ તે યથાર્થ નથી. યથાર્થ તો ઇન્દ્રિયાતીત એટલે ઇન્દ્રિયોથી પર આત્માના ઉપયોગવડે જે પ્રત્યક્ષ જ્ઞાન થાય તે જ પ્રમાણભૂત અને સત્યજ્ઞાન છે. (૮૫) પ્રત્યક્ષ અને પરોક્ષ (નદી યમુનાને તીર—એ દેશી : વિહરમાન ભગવાન સુણો મુજ વિનતિ—એ રાગ) રાજચંદ્ર ભગવાન નમું હું ભાવથી, બાળબુદ્ધિ મુજ જાય, કરું એ વિનતિ, જાણો આપ યથાર્થ પ્રત્યક્ષ-પરોક્ષની વિસ્તાર સહિત વાત સંસાર-મોક્ષની. ૧ અર્થ – પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભાવભક્તિપૂર્વક પ્રણામ કરું છું. મારી બાળબુદ્ધિ અર્થાત્ અજ્ઞાનયુક્ત બુદ્ધિ નાશ પામી મને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી આપ પ્રભુ પ્રત્યે મારી વિનંતિ છે. આપ તો પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાન કોને કહેવું અથવા સંસાર અને મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ શું? તે સર્વની વિસ્તાર સહિત વાત જાણો છો. કેવળજ્ઞાન છે તે આત્મપ્રત્યક્ષ અતીંદ્રિય છે. અંઘપણું છે તે ઇંદ્રિય વડે દેખવાનો વ્યાઘાત છે. તે વ્યાઘાત અતીંદ્રિયને નડવા સંભવ નથી.” (વ.પૃ.૭૬૦) “જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇંદ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ. આત્મા ઇંદ્રિયોની સહાય વડે એટલે આંખ, કાન, જિહાદિક વડે કરી જાણે દેખે તે ઇંદ્રિય-પ્રત્યક્ષ છે.” (વ.પૃ.૭૬૦) ||૧|| સમ્યગ્દર્શનના ન બે ભેદો એ કહ્યાં; પ્રમાણરૂપ જે જ્ઞાન તેમાં બન્ને રહ્યા. વ્યવહારે પ્રત્યક્ષ ઇન્દ્રિયજ્ઞાન છે, ઇન્દ્રિયો ગણી અક્ષ ન્યાયે પ્રમાણ છે. ૨ અર્થ – સમ્યગ્દર્શનના બે ભેદો – (૧) પરોક્ષ શ્રદ્ધા અને (૨) પ્રત્યક્ષ શ્રદ્ધા છે તેનું અહીં વર્ણન Page #137 -------------------------------------------------------------------------- ________________ (૮૫) પ્રત્યક્ષ અને પરોક્ષ ૩૩૧ નથી. પણ અહીં તો જે જ્ઞાન પ્રમાણરૂપ છે, તેના બે ભેદો-એક પ્રત્યક્ષ પ્રમાણ અને બીજું પરોક્ષ પ્રમાણ, તે વિષે જણાવવું છે. વસ્તુના સ્વરૂપને યથાર્થ જાણવા માટે નય, નિક્ષેપ અને પ્રમાણ છે. નય વસ્તુના અંશ સ્વરૂપને બતાવે છે. જ્યારે પ્રમાણ છે તે વસ્તુના સકળ સ્વરૂપને પ્રકાશે છે. તે પ્રમાણના બે ભેદ છે. (૧) પ્રત્યક્ષ પ્રમાણ અને (૨) પરોક્ષ પ્રમાણ. કેવળજ્ઞાની ભગવંત છએ દ્રવ્યોના ગુણો અને પર્યાયોને પોતાના જ્ઞાન ઉપયોગથી સંપૂર્ણ જાણે અને જોઈ શકે છે માટે કેવળજ્ઞાન સર્વોપરી પ્રત્યક્ષ પ્રમાણ છે. જ્યારે મન:પર્યવજ્ઞાન આત્માના ઉપયોગવડે મનોવર્ગણાને પ્રત્યક્ષ જાણે છે અને અવધિજ્ઞાન પોતાના જ્ઞાનની અવધિ પ્રમાણે પુદ્ગલ દ્રવ્યને પ્રત્યક્ષ જાણી શકે છે. માટે કેવળજ્ઞાન સિવાયના આ બન્ને જ્ઞાન દેશ પ્રત્યક્ષ પ્રમાણ છે; (જ્યારે આત્માને જે પ્રત્યક્ષ છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે.) પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતું જ્ઞાન તે મતિજ્ઞાન છે, તેને પરોક્ષ પ્રમાણ કહેવાય છે. તેમજ શ્રત દ્વારા થતું જ્ઞાન તે પણ પરોક્ષ પ્રમાણ છે. જેમ શ્રુતકેવળી આગમના બળે કેવળી જેટલું જાણે પણ તે કેવળી ભગવંતની જેમ પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ જ્ઞાન છે. માટે તે પરોક્ષ પ્રમાણ છે. તેના ત્રણ ભેદ છે. અનુમાન પ્રમાણ, આગમ પ્રમાણ અને ઉપમાન પ્રમાણ. ૧. અનુમાન પ્રમાણકોઈ નિશાની કોઈ વસ્તુનું જ્ઞાન થાય. જેમકે ઘુમાડો દેખાય ત્યાં અગ્નિ હોય એમ અનુમાન થાય છે. તે અનુમાન પ્રમાણ છે. ૨. આગમ પ્રમાણ–શાસ્ત્રના આધારે દેવલોક, નરક, નિગોદ આદિનું જ્ઞાન થાય તે આગમ પ્રમાણ છે. તે પણ પરોક્ષ જ્ઞાન છે. ૩. ઉપમાન પ્રમાણ-કોઈ પદાર્થને બીજી ઉપમા આપી ઓળખાવવો તે ઉપમાન પ્રમાણ અથવા દ્રષ્ટાંત પ્રમાણ કહેવાય છે. એ પણ પરોક્ષ જ્ઞાન છે. -આગમસાર' ગ્રંથના આઘારે સંક્ષેપમાં વ્યવહારમાં તો ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. પણ ન્યાયથી યથાર્થ જોતાં ઇન્દ્રિયો તો માત્ર અક્ષ એટલે ગોખલા જેવી છે, તે જડ હોવાથી કંઈ જાણતી નથી. સર્વનો જાણનાર તો માત્ર આત્મા છે. “પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન.” -શ્રીમદ્ રાજચંદ્ર //રા. પ્રત્યક્ષ પંચવિથ લૌકિક રીતથી, જાણો તે ન યર્થાથ; કહં સંક્ષેપથી : ઇન્દ્રિયો તો તાર, ન જાણી તે શકે, જીવ ખરો જાણનાર સ્મૃતિ તેને ટકે. ૩ અર્થ - પાંચ ઇન્દ્રિયોથી રૂપ, રસ, ગંઘ, સ્પર્શ, શબ્દનું પાંચ પ્રકારે જે જ્ઞાન થાય છે તેને લૌકિક રીતે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. પણ તે યથાર્થ નથી. એ વાતને સંક્ષેપથી અત્રે કહું છું. ઇન્દ્રિયો તો માત્ર દ્વારા એટલે બારીની જેમ જોવાનું માધ્યમ છે. તે કંઈ જાણી શકતી નથી. જોનાર જાણનાર તો ખરી રીતે આત્મા છે. જોયા જાણ્યા પછી પણ આત્માને તે તે પદાર્થની સ્મૃતિ ટકી રહે છે. સા. કોઈ ખોઈ દે આંખ, ના દ્રશ્યો ભૂલતો; આંખ ગયા પછી કોણ વિષય સંભાળતો? ગોખે રહીં જોનાર, જાદો ગણ ગોખથી, પ્રત્યક્ષ કરથી ખાય, છતાં કર તે નથી. ૪ અર્થ - કોઈ આંખની ઇન્દ્રિયને ખોઈ દે અર્થાત્ આંધળો થઈ જાય, તો પણ જોયેલા દ્રશ્યોને ભૂલતો નથી, તે આત્મા છે. આંખ ગયા પછી પણ જોયેલા વિષયને કોણ યાદ રાખે છે? તોકે આત્મા માટે ગોખમાં રહીને જોનાર એવા આત્માને તું ગોખથી જુદો જાણ. પ્રત્યક્ષ કરથી એટલે હાથથી ખાતો દેખાય Page #138 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પણ તે હાથ આત્મા નથી. પણ તે હાથને પ્રેરણા આપનાર આત્મા છે. જો ધૂમ્ર વડે અનુમાન કરી લહો અગ્નિને, ગણો ન તે પ્રત્યક્ષ, લહી અંતરાયને; તેમ જ જાણો આંખ, પ્રકાશ, સમીપતા, ચમા આદિક યોગ; ન ત્યાં પ્રત્યક્ષતા. ૫ અર્થ:- ઘુમાડાના અનુમાનથી કહીએ છીએ કે ત્યાં અગ્નિ છે પણ વચ્ચે અંતરાયના કારણે પ્રત્યક્ષ અગ્નિદર્શન થયું નથી માટે તેને પ્રત્યક્ષ જ્ઞાન ગણો નહીં. તેવી જ રીતે આંખ, જોવા માટે પ્રકાશ, વસ્તુની સમીપમાં એટલે વસ્તુનું સાવ નજીક હોવાપણું તથા ચશ્મા આદિકનો યોગ હોવા છતાં પણ તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય નહીં. કારણ તે ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન છે માટે તેમાં ભુલ હોઈ શકે. પા. દોષ સહિત જો આંખ, ન દેખે સ્પષ્ટ તે; ચાલે જ્યારે નાવ, ખસે શું ઘાટ એ? એવો ભ્રમ પણ થાય, ને તેથી સત્ય તે, સંશય આદિ દોષ સાક્ષાત થાય છે. ૬ અર્થ :- આંખમાં ઝાંખપ હોય કે મોતીયા આવેલા હોય તો તે દોષ સહિત આંખ પદાર્થને સ્પષ્ટ જોઈ શકે નહીં, પણ આત્માના ઉપયોગથી થયેલું જ્ઞાન તે પદાર્થને યથાર્થ જાણી જોઈ શકે. અથવા પાણીમાં નાવ ચાલે ત્યારે જાણે ઘાટ ઉપર રહેલી વસ્તુઓ ચાલે છે એમ ભાસે અથવા ગાડી ચાલે ત્યારે જાણે સ્ટેશન ચાલે એવો ભ્રમ જીવને થાય છે. પણ તે સત્ય નથી. તેમાં શંકા આદિ દોષો સાક્ષાત રહેલા છે કેમકે તે ઇન્દ્રિયોથી થતું પરોક્ષજ્ઞાન છે માટે. દા. પ્રઘાન નૃપની આંખ, હિતાહિત દાખવે, તોપણ પર આઘાર પરોક્ષ જ સૂચવે; અવગ્રહ, ઈહા, અવાય, ઘારણા થાય તો મતિજ્ઞાન ઉત્પન્ન થતું સમજાય જો. ૭ અર્થ - પ્રઘાનમંત્રી તે રાજાની આંખ સમાન છે. તેના કહ્યા પ્રમાણે હિતાહિતને વિચારી રાજા ન્યાય આપે છે. તો પણ તે નિર્ણય પરને આધારે થયો ગણાય તેથી પરોક્ષપણાને જ સૂચવે છે. જીવને મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયો અને મનથી થાય છે. તેથી તે પરોક્ષજ્ઞાન છે. તે મતિજ્ઞાન થવાનો ક્રમ આ પ્રમાણે છે :- પ્રથમ “અર્થાવગ્રહ” થાય છે. એટલે વસ્તુને જોઈ આ કાંઈક છે એવું સામાન્ય જ્ઞાન થવું તે. આનો કાળ એક સમયનો છે. પછી ‘ઈહા' એટલે તેના ઉપર વિશેષ વિચારવાળું જ્ઞાન. જેમકે આ જંગલ છે, સૂર્ય અસ્ત થયો છે, માનવ કોઈ અહી સંભવતો નથી માટે આ વસ્તુ ઝાડનું ઠુંઠું હોવું જોઈએ ઇત્યાદિ તર્કરૂપ જ્ઞાન થવું તે. આનો કાળ અંતર્મુહૂર્તનો છે. પછી “અવાય”એટલે જોયેલા પદાર્થનો નિશ્ચય થવો જેમકે આ ઝાડનું ઠુંઠ જ છે એવો નિર્ણય થવો તે “અવાય’ નામનો મતિજ્ઞાન થવાનો ક્રમ છે. આનો કાળ પણ અંતર્મુહૂર્તનો છે. પછી “ઘારણા' નામના ભેદમાં પદાર્થનો જે નિર્ણય થયો તેને ઘારી રાખવો તે ઘારણા' છે. એમ ક્રમપૂર્વક મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. “કર્મ વિપાક' નામક ‘પ્રથમ કર્મગ્રંથ'ના આધારે અત્રે સંક્ષેપમાં આ જણાવેલ છે. શા. જો ક્રમ ના સચવાય, ન ઇન્દ્રિય કામની; ત્વરિત તે સૌ થાય; વાણી ભગવાનની. મતિપૂર્વક શ્રત થનાર, પરોક્ષ છે; એમાં નહિ સંદેહ, ભલે એ મોક્ષ દે. ૮ અર્થ - જો ઉપર જણાવેલ ક્રમ ન સચવાય તો ઇન્દ્રિયો દ્વારા પૂરું કામ ન થયું; અર્થાત્ આ ક્રમ સચવાયાથી જ ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થાય છે. આ ઉપરોક્ત ક્રમ ઘણા ઝડપથી થાય છે એમ ભગવાનની વાણી કહે છે. અને શ્રુતજ્ઞાન પણ મતિપૂર્વક થતું હોવાથી તે પણ પરોક્ષ જ્ઞાન છે. આમાં કોઈ શંકાને સ્થાન Page #139 -------------------------------------------------------------------------- ________________ (૮૫) પ્રત્યક્ષ અને પરોક્ષ ૩૩૩ નથી. પછી ભલે તે શ્રુતજ્ઞાન જીવને મોક્ષ અપાવે પણ તે જ્ઞાન પરોક્ષ છે. IIટા મન-ઇન્દ્રિયની સહાય પડે જે જ્ઞાનમાં યથાર્થ માન પરોક્ષ, પ્રત્યક્ષ માન મા; સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન ને આગમ નામે પાંચ પરોક્ષ પ્રમાણ છે. ૯ અર્થ:- જે જ્ઞાન પ્રાપ્તિમાં મન અને ઇન્દ્રિયોની સહાયતા લેવી પડે તે જ્ઞાનને ખરેખર પરોક્ષ માન પણ પ્રત્યક્ષ માન નહીં. તેના સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ નામના પાંચ પરોક્ષ પ્રમાણ છે. વા જાયું આવે યાદ સ્મૃતિ તે જાણજે, મળ્યાથી ઓળખાય પ્રત્યભિજ્ઞાન તેદ્રષ્ટાંતે સમજાય, પ્રત્યભિજ્ઞાન તે; હેતુથી લીથો લક્ષ તેને તર્ક માનજે. ૧૦ અર્થ - પૂર્વે જાણેલું યાદ આવે તેને પહેલું સ્મૃતિ નામનું પરોક્ષ પ્રમાણ જાણજે. જાતિસ્મરણજ્ઞાનનો આ સ્મૃતિમાં સમાવેશ થાય છે. બીજું પ્રત્યભિજ્ઞાન એટલે કોઈ મળ્યાથી પહેલાની સ્મૃતિ આવવી તે અથવા કોઈ દ્રષ્ટાંત આપવાથી વાત સમજાય તે પ્રત્યભિજ્ઞાન છે. જેમકે આપણે ફલાણા ગામે, ફલાણી જગ્યાએ મળ્યા હતા એમ સાંભળવાથી યાદ આવી જાય કે હા વાત સાચી છે. ત્રીજું તર્ક પ્રમાણ એટલે કોઈ હેતુ વિશેષથી વાતને લક્ષમાં આણવી તે તર્ક પ્રમાણ છે. જેમકે નાસ્તિક એવા પરદેશી રાજાને કેશી મુનિએ તર્કથી આત્મા નામનો પદાર્થ છે એમ સમજાવી આસ્તિક બનાવ્યો હતો તેમ. I૧૦ના હેતુથી સાથે સાધ્ય અનુમાન માનવું, આગમથી જે જ્ઞાન પરોક્ષ પ્રમાણવુ; આગમ ને અનુમાન અનુભવ-હેતુ છે, શ્રદ્ધા દુર્લભ ઘાર ભવાબ્ધિ-સેતુ છે. ૧૧ અર્થ - ચોથું અનુમાન પ્રમાણ. આત્માને સાધ્ય કરવા માટે અનુમાન પ્રમાણથી વસ્તુને જાણી નિર્ણય કરવો તે. જેમકે ભગવાને તિર્યંચગતિના કે મનુષ્યગતિના દુઃખ જણાવ્યા તે આપણને સ્પષ્ટ દેખાય છે. તે ઉપરથી નરક કે દેવલોક વગેરેનું વર્ણન પણ સત્ય જ હશે એમ અનુમાન કરવું તે અનુમાન પરોક્ષ પ્રમાણ છે. પાંચમું આગમ પ્રમાણ. આગમથી જે જ્ઞાન થાય તે પણ પરોક્ષ પ્રમાણ છે. જેમકે ભગવાને આગમ દ્વારા ચૌદ રાજલોક, ભરત, ઐરાવત કે મહાવિદેહ ક્ષેત્ર છે એમ જણાવ્યું. તે મહાવિદેહમાં તીર્થકરો, કેવળી ભગવંતો વગેરે વિચરી રહ્યાં છે તે જાણવા છતાં પણ પરોક્ષ પ્રમાણ છે. ભગવંતે જણાવેલ આગમો અને તેના પરથી થતું અનુમાન જ્ઞાન તે આત્મઅનુભવ કરવામાં મુખ્ય કારણભૂત છે. પણ ભગવંતના વચનો ઉપર શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે. જો તે શ્રદ્ધા થઈ જાય તો તે ભવરૂપ સમુદ્ર તરવા માટે સેતુ એટલે પુલ સમાન કાર્યકારી છે. ||૧૧|| પ્રેરે જે પરમાર્થ, વ્યવહાર કાર્ય છે; પ્રત્યક્ષ-હેતું થાય પરોક્ષે લક્ષ જે. તે અર્થે પુરુષાર્થ સજ્જનો આદરે, શોથી સદગુરુ-યોગ, કહે તે આચરે. ૧૨ અર્થ :- જે પરમાર્થને પ્રેરે તે સત્ય વ્યવહાર છે. જ્ઞાની પુરુષોને તે સંમત છે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત.” -શ્રીમદ્ રાજચંદ્ર આવા ઉત્તમ વ્યવહારનો પરોક્ષ લક્ષ પણ કાળાંતરે પ્રત્યક્ષ આત્મજ્ઞાન પ્રાપ્તિનો હેતુ થાય છે. પ.પૂ.પ્રભુશ્રીજી કહે : પરોક્ષમાંથી પ્રત્યક્ષ થશે. તે માટે સજ્જન પુરુષો પુરુષાર્થ આદરે છે. પુરુષાર્થમાં પ્રથમ સદગુરુનો યોગ શોઘી, પછી તેમની આજ્ઞા પ્રમાણે વર્તે છે. ૧૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પ્રત્યક્ષ સગુરુ-લાભ, ગણો સર્વોપરી; એ જો ચૂકો લક્ષ, ઊગે ન વૃષ્ટિ ખરી; પ્રત્યક્ષ સગુરુ-યોગ થયે દુર્લભ નથી-આત્મજ્ઞાન અમૂલ્ય; કથા ખરી આ કથી. ૧૩ અર્થ - હવે પ્રત્યક્ષ સદગુરુનું માહાસ્ય સમજાવે છે. પ્રત્યક્ષ સરુના લાભને સર્વોપરી માનો. “પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાઘાર.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યક્ષ સપુરુષનો લક્ષ ચૂકી જાઓ તો આત્મદ્રષ્ટિ ઉદય પામશે નહીં. “પ્રત્યક્ષ સગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યક્ષ સદગુરુનો યોગ થયા પછી અમૂલ્ય એવું આત્મજ્ઞાન પામવું પણ દુર્લભ નથી. આ સાચી વાત તમને કહી જણાવી. “સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૩ આત્મ-વિચાર તથાપિ ન ઉદય આવતો, જો ના જાગ્યો પ્રેમ, ભક્તિ વઘારતો સગુરુ-ભક્તિ ન હોય, વચન ઉર ના વસે; આશયમાં અનુરાગ વિના હિત શું થશે? ૧૪ અર્થ :- સદગુરુનો યોગ થયો છતાં આત્મવિચાર કેમ ઉત્પન્ન થતો નથી? તો કે સગુરુ પ્રત્યે દિવસે દિવસે ભક્તિ વધે એવો પ્રેમ આવ્યો નથી તો આત્મવિચાર ક્યાંથી ઉત્પન્ન થાય? સદ્ગુરુ પ્રત્યે ભક્તિ ન હોય તો તેમના કહેલા વચનો હૃદયમાં ઊતરશે નહીં. “તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી વ્યક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શુન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વઘારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોઘસ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે. વઘારે શું કહીએ?” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૬૩ (વ.પૃ.૨૯૫) જ્ઞાનીપુરુષના વચનના આશયમાં પ્રેમભક્તિ થયા વિના તો આત્માનું કલ્યાણ કેમ થશે? “જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન,જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૯૦૧) ૧૪ll મહાપુરુષમાં હોય ગુણાતિશયપણું, સમ્યક વર્તન-વેજ પરમજ્ઞાનીપણું, પરમ શાંતિ, નિવૃત્તિ; મુમુક્ષુ જીવની ટાળે વૃત્તિ અશુભ, ભરે શુભ ભાવની. ૧૫ અર્થ:-મહાપુરુષમાં ગુણનું અતિશયપણું હોય છે. તેમનું પ્રબળ સમ્યક્ વર્તન હોય છે, પરમજ્ઞાનથી તેઓ યુક્ત હોય, પરમશાંતિ તેમના હૃદયમાં પ્રસરેલી હોય તથા અંતરથી સર્વ પ્રકારની પ્રવૃત્તિથી નિવૃત્ત હોય. તેથી તેઓ મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓને ટાળી, શુભભાવને ભરે છે. /૧૫ા. સ્વ-સ્વરૂપ ઓળખાય, ક્રમે એ યોગથી; આજ્ઞાથી રંગાય, વઘુ અનુયોગથી; સંયમ-વૃદ્ધિથી જાય આવરણ કર્મનાં, જ્ઞાન થતું પ્રત્યક્ષ; આત્માર્થી જાણતા. ૧૬ અર્થ – સત્પષના ક્રમપૂર્વક યોગથી પોતાના આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તેની ઓળખાણ થતી Page #141 -------------------------------------------------------------------------- ________________ (૮૬) ઉન્મત્તતા ૩૩ ૫ જાય છે. તેમની આજ્ઞાથી જીવ રંગાતો જાય છે. અને ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ વડે આત્મા આગળ વધતો જાય છે. પછી સંયમ વર્ધમાન થવાથી કર્મના આવરણ નાશ પામે છે. તેના ફળસ્વરૂપ આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. એ વાત આત્માર્થી જીવો સારી રીતે જાણે છે. “જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્રદર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ ‘દ્રવ્યાનુયોગ થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૬૬ (પૃ.૬૩૨) I/૧૬ના અવધિ, મન:પર્યાય, કેવળ સુંનામનાં જ્ઞાન ગણો પ્રત્યક્ષ; ફળ એ સુઘર્મના. ઇન્દ્રિય, મનન સહાય નથી તે જ્ઞાનમાં, કેવળ જ્ઞાન જ પૂર્ણ, વિકલ બે જાણવાં. ૧૭ અર્થ - અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણેયને પ્રત્યક્ષ જ્ઞાન માનો. સમ્યક ઘર્મની આરાધનાના ફળસ્વરૂપ આ જ્ઞાન પ્રગટે છે. આ ત્રણેય જ્ઞાનમાં ઇન્દ્રિય કે મનની સહાયતા નથી. એ જ્ઞાનો ઇન્દ્રિયાતીત છે. જેમાં કેવળજ્ઞાન એ સંપૂર્ણ પ્રત્યક્ષ છે અને અવધિજ્ઞાન તથા મન:પર્યયજ્ઞાન એ બે જ્ઞાન અંશે પ્રત્યક્ષ છે. ૧૭થી સુઅવધિ-કુઅવઘિ ભેદ સુદૃષ્ટિ થયે-ગયે, બાકીનાં બે જ્ઞાન જ્ઞાનીનાં હૃદયે. શાસ્ત્ર-આજ્ઞા પરોક્ષ, મળે ફળ યોગ્યતા; જ્ઞાનીની પ્રત્યક્ષ, દે અહો! મુક્તતા. ૧૮ અર્થ - સુઅવધિ અને કુઅવધિ એ અવધિજ્ઞાનના બે ભેદ આત્મા સમ્યગ્દષ્ટિ થયે મટી જાય છે. પછી તે જે જાણે તે સમ્યક હોય છે. બાકીના મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન, એ બે જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં સંયમની અત્યંત વિશુદ્ધિ થયે પ્રગટ થાય છે. જ્ઞાન પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં જે આજ્ઞાઓ કહી છે તે પરોક્ષ આજ્ઞાઓ છે. તેનું ફળ જ્ઞાનપ્રાપ્તિની યોગ્યતા આવે છે. જ્યારે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા જીવને અહો! શીધ્ર મુક્તિ અપાવે છે. “શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાઘવી જોઈએ.” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૦૦ (પૃ.૨૬૨) I/૧૮ાા આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવવા માટે જીવે ઉન્મત્તદશાનો ત્યાગ કરવો. ઉન્મત્તતા એટલે મોહનું ગાંડપણ, મોહની ઘેલછા. તેથી જીવની દારૂ પીથા જેવી દશા થઈ જાય છે. જેને વિવેક નથી પ્રગટ્યો તે જીવ ઉન્મત્ત છે. તેને હિતાહિત કે કત્યાકયનું પણ ભાન નથી. ઉન્મત્તતાવાળો જીવ ઘર્મમાં અત્યંત બેદરકાર હોય, ઘર્મની તેને કંઈ પડી ન હોય. એવા જીવોનું મન સમપણે ન રહે, નિરંકુશ થાય. તેથી સદા અશાંત રહે. આ વિષે વિશેષ સમજણ આ પાઠમાં આપવામાં આવે છે. (૮૬) ઉન્મત્તતા (અરિહંત નમો, ભગવંત નમો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો–એ રાગ) જ નમો-એ રાગ) ( ) શ્રી રાજચંદ્ર ભગવંત-પદે હું કરું વંદન અગણિત અહો! - જેની ક્ષાયિક ભાવે થઈ ગઈ ઉન્મત્તતા વ્યતીત અહો! શ્રી રાજ, Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રાવોધ વિવેચન ભાગ-ર અર્થ :શ્રીમદ્ રાજચંદ્ર ભગવાનના ચરણકમળમાં હું અગણિત વાર પ્રણામ કરું છું. અહો! આશ્ચર્ય છે કે જેની આવા ભયંકર કળિકાળમાં પણ ઉન્મત્તતા એટલે મોહની ઘેલછાનો ક્ષાયિક ભાવે અંત આવી ગયો. જેને સાયક સમતિ થવાથી મિથ્યાત્વાદિ સાથે પ્રકૃતિઓ જડમૂળમાંથી નષ્ટ થઈ ગઈ તેથી ફરી કદી પણ મોહની ઘેલછાનો તેમને ઉદય થશે નહીં. ||૧|| ૩૩૬ મોહ-ઘેલછા જગ આખામાં વ્યાપી રહી અપાર અહો! જન્મમરણનાં દુઃખ કેટલાં તેનો નહીં વિચાર અઠો! શ્રી રાજ અર્થ :— મોઇનું ગાંડપણ જગત આખામાં અપારપણે વ્યાપી રહ્યું છે. તેથી જન્મમરણના કેટલાં મથું કર દુઃખ છે તેનો તેને અહો! વિચાર પણ આવતો નથી. “એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સોયા ઘોંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગુણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મુત્ર, લોહી, પરુમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્છાગત સ્થિતિમાં વેદના ભોગવી ભોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૭૦) I॥૨॥ દિન ઉપર દિન ચાલ્યા જાતાં, આવે મરણ નજીક અહો! મોહ-મદિરાના છાકે જૈવ જાણે ન ઠી-અઠીક અહો!શ્રી રાજ અર્થ :– દિવસો ઉપર દિવસો ચાલ્યા જાય છે અને મરણ નજીક આવે છે. છતાં જીવ મોહરૂપી દારૂના છાકમાં એટલે નશામાં પોતાને માટે શું ઠીક અને શું અઠીક છે તે જાણી શકતો નથી. તેથી શરીરમાં અભાવ અને કુટુંબાદિમાં મમત્વભાવ કરી જીવ નવીન કર્મથી બંઘાયા જ કરે છે. ।।૩। નજરે મરતા જન જગમાં બહુ દેખે તોયે અંધ અહો ! વિપરીતતા કોઈ એવી ઊંડી, લાંબી કાળ અનંત અહો!શ્રી રાજ અર્થ ::– જગતમાં ઘણા લોકોને મરતા નજરે જુએ છે તો પણ અંધ જેવો રી પોતાને પણ એક દિવસ આ પ્રમાણે મરવું પડશે તેનો ખ્યાલ આવતો નથી. આ જીવની અનંતકાળની એવી વિપરીત દશા હોવાથી આના મૂળીયા ઘણા ઊંડા છે. તે સહજ રીતે નીકળી શકે એમ નથી. “કોઈનો વીશ વર્ષનો પુત્ર મરી ગયો હોય, તે વખતે તે જીવને એવી કડવાશ લાગે છે કે આ સંસાર ખોટો છે. પણ બીજે જ દિવસે એ વિચાર બાહ્યવૃત્તિ વિસ્મરણ કરાવે છે કે ‘એનો છોકરો કાલ સવારે મોટો થઈ રહેશે; એમ થતું જ આવે છે; શું કરીએ?’ આમ થાય છે; પણ એમ નથી થતું કે પુત્ર જેમ મરી ગયો, તેમ હું પણ મરી જઈશ. માટે સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઉં તો સારું. આમ વૃત્તિ થતી નથી. ત્યાં વૃત્તિ છેતરે છે.’’ (વ.પૃ.૬૮૯) ||૪|| કરે વાત—મરવાનું સૌને, લે નહિ નિજ સંભાળ અહો! ખટકો ખટકે ઉરમાં જરી ના, વડે બાઁ વાચાળ અહો! શ્રી રાજ અર્થ :— આપણે બધાને એક દિવસે મરવાનું છે જ એમ વાતો કરે, પણ પોતાના આત્માની સંભાળ લેતો નથી. તેનો જરીક પણ ખટકો મનમાં ખટકતો નથી કે મરી ગયા પછી હું કઈ ગતિમાં જઈને પડીશ. માત્ર વાચાળની જેમ અનેકવાર બોલ્યા કરે છે. પII Page #143 -------------------------------------------------------------------------- ________________ (૮૬) ઉન્મત્તતા ૩૩૭ વેરઝેરમાં કાળ ગુમાવે, સ્વાર્થ વિષે મશગૂલ અહો! દુર્લભ માનવભવની કિંમત ગણી ન એ મહા ભૂલ અહો!શ્રી રાજ અર્થ :- પોતાનો અમૂલ્ય સમય વેરના ઝેર વઘારવામાં ગુમાવે છે અને પોતાનો સ્વાર્થ પોષવામાં નિશદિન મશગુલ છે. અહો! દુર્લભ માનવદેહની કિંમત એણે કંઈ પણ ગણી નહીં એ જ એની મહા ભૂલ છે. ફા પશુ સમ ગાળે નરભવ તે નર કરે ન જે પુરુષાર્થ અહો! કામ-અર્થ પુરુષાર્થ ન સાચા, ઘર્મ જ એક યથાર્થ અહો! શ્રી રાજ અર્થ - પશુ સમાન ખાવાપીવામાં કે ભોગો ભોગવવામાં જે મનુષ્યભવ ગાળે તે નર નથી પણ વાનર છે. તે સાચો ઘર્મ પુરુષાર્થ કરતા નથી. પણ કામ પુરુષાર્થ અને અર્થ એટલે ઘન મેળવવાના પુરુષાર્થમાં જ મંડ્યા રહે છે. તે સાચો પુરુષાર્થ નથી. તે તો માત્ર સંસારને જ વધારનાર છે. ઘર્મ જ એક યથાર્થ પુરુષાર્થ છે કે જે કાળાંતરે જીવને મોક્ષ અપાવે છે. શા. સપુરુષાર્થે મોક્ષ મળે છે; એનો જો નહિ લક્ષ અહો! અસત્યુષાર્થો તો માનો, ભવફળ કે પ્રત્યક્ષ અહો! શ્રી રાજ અર્થ – સત્ એટલે આત્મા. તે જે વડે પ્રાપ્ત થાય એવો સન્દુરુષાર્થ કરવાથી જીવને મોક્ષ મળે છે. એનો જીવને લક્ષ નથી. અને અસતુ પુરુષાર્થો જે વડે આત્માને કર્મબંઘ થાય એવા કરવાથી જીવને પ્રત્યક્ષ સંસાર ફળની વૃદ્ધિ થાય છે. દા. મૂઢ, બાળ, ઉન્મત્ત કહ્યા જે લહે નહીં વિવેક અહો! કનક-થાળમાં ઘૂળ ભર્યા સમ વિષય-વાસના દેખ અહો! શ્રી રાજ અર્થ - જે હિતાહિતના વિવેકને પામતા નથી તેને સત્પરુષોએ મૂઢ, બાળ એટલે અજ્ઞાની અને ઉન્મત્ત એટલે ગાંડા કહ્યાં છે. કેમકે તે કનક એટલે સોનાના થાળમાં ધૂળ ભર્યા સમાન આ અમૂલ્ય માનવદેહનો સમય ધૂળ સમાન વિષય વાસનામાં ગાળે છે. લો કાચ લઈ દે ચિંતામણિ તે, ઘોવે અમીથી પાય અહો! ગજવર-પીઠે વહે ઇંઘન, ઘન કાજે ભવ જાય અહો! શ્રી રાજ, અર્થ - કોઈ કાચના ટુકડાને લઈ ચિંતામણિ રત્ન આપી દે, કોઈ અમૃતથી પગ ધોવે, કોઈ રાજાના પટહસ્તિ ઉપર લાકડા ભરે, તેમ જે આત્મા ઘન ભેગું કરવા માટે આ અમૂલ્ય માનવદેહનો ઉપયોગ કરે તે પણ તેવું જ કરે છે. (૧૦ગા. સાચાં મોટાં મોતી વેરે, તોડી હાર લે સૂત્ર અહો! કલ્પતરુ છેદી અરે! વાવે ઘતૂરા, વિચિત્ર અહો! શ્રી રાજ અર્થ :- જે હારને તોડી સાચા મોટા કિંમતી મોતીને વેરી નાખી તેમાંથી સૂત્ર એટલે દોરાને ગ્રહણ કરે અથવા કોઈ જે માગે તે મળે એવા કલ્પવૃક્ષને છેદી નાખી વંતૂરાને વાવે તેવું વિચિત્ર કાર્ય વિષય કષાયમાં પડેલા અજ્ઞાની જીવો આ જગતમાં કરી રહ્યાં છે. ૧૧ાા Page #144 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ ભરદરિયે ખીલા કાજે હા! કાણી કરતો નાવ અહો! ભસ્મ કરે ઉત્તમ ચંદન દહી, તેવા બને બનાવ અહો! શ્રી રાજ અર્થ - કોઈ દરિયાની વચ્ચે ખીલો મેળવવા માટે નાવને કાણી કરી છે, કોઈ ઉત્તમ કિંમતી ચંદનને બાળી તેની ભસ્મ બનાવે, તે મૂર્ખ શિરોમણિ ગણાય. તેમ મોહથી ઉન્મત્ત થયેલા જીવના તેવા જ બનાવો છે. ||૧૨ના જો ઘન, ભોગો કાજે નરભવ ગાળો ઘર્મરહિત અહો! શા માટે આ જન્મ ઘર્યો છે? કેવો કરો વ્યતીત અહો! શ્રી રાજ, અર્થ - જો ઘન પ્રાપ્ત કરવા કે ભોગો ભોગવવા અર્થે આ મનુષ્યભવને ઘર્મરહિત ગાળો છો તો તમે આ જન્મ શા માટે ઘારણ કર્યો છે? અને તેને કેવા પ્રકારે વ્યતીત કરો છો તેનો જરા વિચાર કરો. નથી ઘર્યા દેહ વિષય વઘારવા, નથી થર્યા દેહ પરિગ્રહ ઘારવા.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૩ એ વિચારો ઊગે ક્યારે? સત્સંગતિ જો થાય અહો! ભવ-ભય જાગે, ગુણો પ્રગટે, પાપો દૂર પળાય અહો! શ્રી રાજ અર્થ :- એવા વિચારો ક્યારે ઊગે? તો કે જીવને સત્સંગ થાય તો. સત્સંગ થાય તો સંસારની ચારગતિના દુઃખ જણાય તેથી ભય લાગે, ગુણો પ્રગટે અને પાપ કરવાથી જીવ દૂર રહે. ૧૪ો. દેવ, ગુરુ, ઘર્માદિ સાચા સત્સંગે સમજાય અહો! દયા, દાન, તપ, ભક્તિ યોગે નરભવ સફળો થાય અહો! શ્રી રાજ અર્થ :- સાચા દેવગુરુ અને ઘર્માદિનું સ્વરૂપ તેને સત્સંગે સમજાય તથા સ્વદયા પરદયાનું સ્વરૂપ સમજાય તેમજ દાન, શીલ, તપ, ભાવ, ભક્તિ આદિના યોગથી તેનો આ મનુષ્યભવ સફળ થઈ જાય. ||૧૨|| ઉન્મત્તતા ટળી થાય ઉન્નતિ, ગ્રહો અલૌકિક માર્ગ અહો! વિષય-સ્ખ કિંપાક ફળો સમ પકડાવે કુમાર્ગ અહો! શ્રી રાજ અર્થ - ઉપરોક્ત ગુણો પ્રગટ્ય મોહનું ગાંડપણ ટળી જઈ આત્માની ઉન્નતિ થાય. અને અલૌકિક પરમાર્થ માર્ગનું જીવને ગ્રહણ થાય. આ વિષયસુખ તો કિંપાક ફળ સમાન દુઃખદાઈ છે. જે જીવને દુર્ગતિના કુમાર્ગે લઈ જાય છે. “કામ ભોગ પ્યારા લગે, ફળ કિંયાક સમાન; મીઠી ખાજ મુજાવતાં, પીછે દુઃખકી ખાન.” બૃહદ આલોચના /૧૬ાા ખયે ખાજ નહિ તૃમિ પામો, તેવા જાણો ભોગ અહો! તૃષ્ણા વઘતી ઊલટી ભોગે, વહી જાય સુંયોગ અહો! શ્રી રાજ અર્થ - જેમ ખાજ ખણવાથી તૃપ્તિ થતી નથી પણ વિશેષ ખણવાની ઇચ્છા થાય છે. તેવા જ આ ભોગોને જાણો. ભોગોને ભોગવવાથી ઊલટી તૃષ્ણા વધે છે અને આ મનુષ્યભવમાં મળેલો સપુરુષનો અમૂલ્ય સુયોગ હાથમાંથી ચાલ્યો જાય છે. [૧ળા. સજ્જન જે જે ઑકી કાઢે પામર તે તે ખાય અહો! શ્વાનદશા ચાલી આવી આ; સમજે તે જ શકાય અહો! શ્રી રાજ, Page #145 -------------------------------------------------------------------------- ________________ (૮૬) ઉન્મત્તતા ૩૩૯ અર્થ - સજ્જન પુરુષો જેને તુચ્છ ગણી ઑકી કાઢે તેને વિષયાભિલાષી એવો પામર જીવ ખાય છે. આ શ્વાનદશા અનાદિથી ચાલી આવી છે. જેમ કૂતરો ત્યજેલી વિષ્ઠાને ખાય છે તેના જેવું વર્તન કરે છે. આ વાતને જે સમજે તે જ વિષય કષાયને મૂકી સ્વરૂપમાં સમાય છે. I/૧૮ના વિષય-વાસના લાખો દુખનું જાણો જૂનું મૂળ અહો! નિર્મૂળ કરતાં સવિચારે, શિવ-સાઘન અનુકૂળ અહો! શ્રી રાજ અર્થ – આ વિષય-વાસનાને લાખો દુઃખ આપનાર અનાદિકાળનું જુનું મૂળ જાણો. એને સપુરુષના બોઘે સુવિચારથી નિર્મળ કરતાં મોક્ષ સાઘનામાં ઘણી અનુકૂળતા થઈ આવે છે. એક વિષયને જીતતા, જીત્યો સહુ સંસાર; નૃપતિ જીતતા જીતએ, દળ,પૂર ને અધિકાર.” -શ્રીમદ્ રાજચંદ્રા/૧૯માં જ્ઞાન અને વૈરાગ્ય વસે ઉર જેને, તેના કાર્ય અહો! ઊંઘ અને ઉન્મત્ત દશા પણ મુક્ત કરે આશ્ચર્ય અહો! શ્રી રાજ અર્થ :- જ્ઞાન અને વૈરાગ્યદશા જેના હૃદયમાં જાગૃત છે તેના આ કાર્યો છે, તે વિષયકષાયને જીતી શકે. એવા જ્ઞાની પુરુષોની ઊંઘવાળી દશા હોય કે ઉન્મત્ત દશા હોય તો પણ તેમની સદા અંતર્મુખ દશા હોવાથી તે સદેવ મૂકાય છે એ જ આશ્ચર્ય છે. ||૨૦Iી. રાગ-રોષ વિકાર થતા તે નિર્મળ કરતા જાય અહો! ક્ષણે ક્ષણે તે કર્મ છોડતા કોઈકથી સમજાય અહો! શ્રી રાજ અર્થ - ઉદયાથીન રાગ-દ્વેષના વિકાર ઉત્પન્ન થાય તો પણ જ્ઞાન વૈરાગ્યના બળે જ્ઞાની પુરુષ આત્માને નિર્મળ કરતા જાય છે. ક્ષણે ક્ષણે તેઓ કર્મને છોડે છે. આ વાત કોઈકને જ સમજાય છે. ૨૧ાા સવિવેકે કષાય ટાળે તે જ ખરો પુરુષાર્થ અહો! અંતર્ચર્યા જ્ઞાનીની તે પ્રગટાવે પરમાર્થ અહો! શ્રી રાજ અર્થ - જ્ઞાનીપુરુષને જડચેતનનો સદવિવેક પ્રગટ હોવાથી તેઓ કષાયને ટાળે છે. એ જ ખરો પુરુષાર્થ છે. જ્ઞાનીપુરુષની અંતર્ચર્યા તે પરમાર્થને પ્રગટાવે છે. જરા અજ્ઞાનીની ક્રિયા શુંભ પણ કરે ને તેને મુક્ત અહો! નિરંતર ભવ-વૃદ્ધિ કરતી; સંસારે આસક્ત અહો! શ્રી રાજ અર્થ :- અજ્ઞાની જીવની શુભક્રિયા પણ તેને સંસારથી મુક્ત કરે નહીં. તે નિરંતર ભવવૃદ્ધિ કરે છે. કેમકે તેની ઊંડે ઊંડે પણ સંસારમાં આસક્તિ બની રહે છે. મોહનીંદ કે જોર જગવાસી ઘૂમે સદા, કર્મ ચોર ચહું ઓર, સર્વસ્વ લૂટે સુઘ નહીં.” પારકા. અશેષ શાસ્ત્રો શીખી ગોખે, જાગે આખી રાત અહો! સર્વ કહી ક્રિયા કરતા મુનિ-વેષે વિખ્યાત અહો! શ્રી રાજ અર્થ - અશેષ એટલે બાકી રાખ્યા વગર સર્વ શાસ્ત્રો ભલે શીખીને ગોખે, આખી રાત જાગરણ કરે, સર્વજ્ઞ પુરુષોએ કહેલી બધી ક્રિયા મુનિવેષને ઘારણ કરીને કરે છતાં અજ્ઞાની જીવની અંતરથી મોહની ઉન્મત્તતા એટલે ઘેલછા નાશ પામતી નથી. ૨૪ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તોય ન છૂટે અજ્ઞાની તે બંઘન વિષે પ્રવીણ અહો! અનંત કાળ ગયો એ રીતે, થયો મોહ ના ક્ષીણ અહો! શ્રી રાજ અર્થ :- તોય તે અજ્ઞાની આ સંસારથી છૂટતો નથી. કેમકે તે કર્મ બાંધવામાં જ પ્રવીણ છે. એ રીતે અનંતવાર જિનદીક્ષા લઈને અનંતકાળ વ્યતીત થઈ ગયો; તોય આ મોહ અંતરથી હજુ સુધી ક્ષીણ થયો નથી. મારપાા સંસાર અસાર ઉરે ના ભાસ્યો, દેહાધ્યાસ ન જાય અહો! જીંવતાં મડદાંમાં મન રમતું, ભાવ શુભાશુભ થાય અહો! શ્રી રાજ અર્થ - મોહની ઉન્મત્તતાને લઈને આ સંસાર અંતરમાં અસાર ના ભાસ્યો તો આ દેહાધ્યાસ પણ જાય નહીં. હાલતા ચાલતા એક બીજાના મડદારૂપ શરીરમાં આ મન મોહ કરે છે. તે વડે જીવને શુભાશુભ ભાવો થયા કરે છે. અને તેના ફળમાં દેવ નરકાદિ ગતિઓમાં તે ભટક્યા કરે છે. રજા જન-મન-રંજન ભાવો ઉરે હુરે તે જ વિભાવ અહો! ભૂલ અનાદિ પરિહરવાનો વહી જાય આ દાવ અહો! શ્રી રાજ અર્થ :- લોકોના મન રંજિત કરવાના ભાવો હૃદયમાં સ્ફર્યા કરે છે અને તે જ વિભાવ છે. આ રાગાદિ ભાવોની અનાદિની ભૂલને પરિહરવાનો આવેલો અમૂલ્ય અવસર હાથમાંથી જઈ રહ્યો છે. રણા જગત-ભગતના રસ્તા જાદા, સૌ સૌમાં તલ્લીન અહો! એકબીજાને ગાંડા માને, જાણે અક્કલ-હીન અહો! શ્રી રાજ અર્થ :- જગતવાસી જીવોના અને ભગતના રસ્તા બેય જુદા છે. સર્વ પોત પોતામાં તલ્લીન છે. બન્ને એક બીજાને ગાંડા અને અક્કલ-હીન માને છે. જગતવાસી જીવ ભગતને ગાંડો અને અક્કલહીન માને છે અને ભગત ત્રિવિધ તાપમાં પડેલા જગતવાસી જીવોને ગાંડા અને અક્કલહીન માને છે. ૨૮ વ્યવહાર કુશળ તે ડાહ્યા, જગમાં બહુ પંકાય અહો! ઘન-સંચય કરી કીર્તિ પામે, લૌકિક લાભ બકાય અહો! શ્રી રાજ અર્થ - જગતવાસી જીવો એમ કહે કે જે વ્યવહારમાં કુશળ છે તે ડાહ્યા પુરુષો છે. તે જગતમાં બહુ વખણાય છે. તે ઘનનો સંચય કરી કીર્તિ મેળવે છે. એમ લૌકિક લાભ સંબંધી તે બકવાદ કર્યા કરે છે. રા . ભગત કહે એ ભાન ભૂલીને કરતો પર-પંચાત અહો! સોય સરખી સાથે ના આવે, નહિ કીર્તિ-સંઘાત અહો! શ્રી રાજ અર્થ :- પણ ભગવાનનો ભગત એમ કહે છે કે એ સંસારી જીવ પોતાના આત્માનું ભાન ભૂલીને જગતની કે કુટુંબની પરપંચાતમાં પડ્યો છે. પણ ભેગુ કર્યામાંથી એક સોય સરખી પણ એની સાથે આવશે નહીં કે મેળવેલી કીર્તિ પણ પરભવમાં જતાં એનો સંઘાત કરશે નહીં. ૩૦) પરભવનું ભાથું ના બાંધ્યું રે! આખર પસ્તાય અહો! બાળક પેઠે છીપ, કાંકરા લેવા ખોટી થાય અહો! શ્રી રાજ અર્થ - જગતની પરપંચાતમાં પડી જો પરભવનું ભાથું સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રનું સાથે ન બાંધ્યું Page #147 -------------------------------------------------------------------------- ________________ (૮૬) ઉન્મત્તતા તો મરણ સમયે આખરે પસ્તાવો થશે. બાળક જેમ છીપ કે કાંકરા લેવા ખોટી થાય તેમ આ જીવ ધન કે કીર્તિ કાજે ખોટી થશે તો આ જન્મમરણથી છૂટવાનો આવેલો અવસર હાથમાંથી ચાલ્યો જશે. ।।૩૧।। પેટ-વેઠ ને પરાધીનતા, વળી પાપનો ભાર અહો! આધિ-વ્યાધિ-ઉપાધિવાળા સંસારે શું સાર? અહો! શ્રી રાજ ૩૪૧ અર્થ :— પેટને માટે જીવ અનેક પ્રકારની વેઠ કરે તથા પરાધીનતા ભોગવે અને વળી અઢાર પાપસ્થાનક સેવીને લક્ષ્મી મેળવી પાપનો ભાર ભરે, એવા આધિ-વ્યાધિને ઉપાધિવાળા સંસારમાં શું સાર છે ।।૩૨। એમ વિચારી, ગી હિતકારી, આત્મહિત કરનાર અહો! જગજનને ભાસે છે ગાંડો, સ્વાર્થી, બેદરકાર અહો!શ્રી રાજ અર્થ :– એમ સંસારની અસારતાને વિચારી, આત્મતિને જ હિતકારી માની પ્રવર્તનાર ભગત આત્મા, જગતવાસી જીવોને ગાંડો ભાસે છે, સ્વાર્થી જણાય છે અને બેદરકાર મનાય છે. ||૩|| ધંઘામાં ના ધ્યાન જરા દે, ભિક્ષુથી ભરમાય અહીં! કુટુંબકબીલાને કકળાવી, ઘર તğ ભટકી ખાય અહો! શ્રી રાજ॰ અર્થ :– વળી ભગત માટે તેઓ કહે છે કે એ ધંધામાં જરા પણ ધ્યાન આપતો નથી. ભિક્ષુક એવા સાધુપુરુષોથી ભરમાઈ ગયો છે. પોતાના કુટુંબ-કબીલાને કકળાવી ઘર તજી દઈને ભટકી ભટકી બીજાનું ખાય છે. ।।૩૪|| બન્નેની જોદી છે દૃષ્ટિ જૂઠી, સાચી કે દીર્ઘ અહો ! આત્મ-હિતકારી તે સાચી, જાઠી જગની અદીર્ઘ અહો!શ્રી રાજ -- અર્થ :— સંસારી જીવોની કે ભગવાનના ભક્તની, બન્નેની વૃષ્ટિ જુદી છે. તેમાં કોની દૃષ્ટિ જૂઠી છે, સાચી છે કે દીર્ઘ દૃષ્ટિ છે ? જે દૃષ્ટિ આત્માને હિતકારી છે તે સાચી અને દીર્ઘદૃષ્ટિ છે. જ્યારે જગતવાસી જીવોની સૃષ્ટિ સંસાર વઘારનાર હોવાથી જૂઠી છે અને અદીર્ઘ એટલે લાંબી સૃષ્ટિ નથી. ।।૩૫।। આત્મહિતમાં સૌનું હિત છે, મોહ ઘચ્ચે સમજાય અહો! દૈહિક હિત કરવા સૌ દોડે, આત્મહિત રહી જાય હો!શ્રી રાજ અર્થ :– આત્મહિતમાં સર્વ જીવોનું હિત સમાયેલું છે. પણ આ વાત દર્શનમોહ ઘટે ત્યારે સમજાય એવી છે. મોહની ઉન્મત્તતાને લીધે સર્વ જીવો આ દેશનું હિત કરવા દોડે છે; તેથી અમૂલ્ય એવા આત્માનું ક્તિ કરવાનું રહી જાય છે. ।।૩૬।। ઉન્મત્તતા એટલે મોહની ઘેલછા જેની સંપૂર્ણ નષ્ટ થઈને કેવળજ્ઞાન પ્રગટ્યું છે એવા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનનું બોધદાયક જીવનચરિત્ર અત્રે વર્ણવવામાં આવે છે. જે ભવ્ય આત્માઓને પ્રેરણાદાયક અને કલ્યાણકારી છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ શ્રી શાંતિનાથ ભાગ-૧ (મન મધુકર મોહી રહ્યો–એ દેશી : સંભવ જિનવર વિનતી—એ રાગ) રાજચંદ્ર ગુરુને નમું, શાંતિદાયક સ્વામી રે; શાંતિનાથ ભવ વર્ણવું, ઘરી ભક્તિ નિષ્કામી રે. ૧ અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્ય, જે મને પરમ આત્મશાંતિ આપનાર છે અને મારા સ્વામી હોવાથી તેમને હું પ્રણામ કરીને શ્રી શાંતિનાથ ભગવાનના પૂર્વ ભવોનું વર્ણન, તેમના પ્રત્યે નિષ્કામ ભક્તિભાવ ઘારણ કરીને કરું છું. /૧૫ ત્રિપુષ્ટ વાસુદેવની સ્વયંપ્રભા પટરાણી રે શ્રીવિજયકુંવર તથા જ્યોતિપ્રભા રૂપ-ખાણી રે. ૨ અર્થ – પોતનપુર નામના નગરમાં ત્રિપુષ્ટ વાસુદેવ રાજ્ય કરે છે. તેની સ્વયંપ્રભા નામે પટરાણી છે. તેનો પુત્ર શ્રી વિજયકુંવર તથા રૂપની ખાણ સમાન જ્યોતિપ્રભા નામની એક પુત્રી છે. રા. વિદ્યાર માતા તણાં બાળક બન્ને ગુણી રે; સ્વયંવરમાં તે વરી (૧અમિતતેજ-ગુણ સુણી રે. ૩ અર્થ - માતા સ્વયંપ્રભા વિદ્યાથરીના આ બન્ને ગુણવાન બાળક છે. એમની પુત્રી જ્યોતિપ્રભા તે અમિતતેજ જે શ્રી શાંતિનાથ ભગવાનનો જીવ છે તેના ગુણ સાંભળીને સ્વયંવરમાં તેને વરે છે. [૩] અમિતતેજની સહોદરી સ્વયંવરે સુતારા રે શ્રીવિજય-કંઠે ઘરે માળા પ્રીતિઘારા રે. ૪ અર્થ:- અમિતતેજની સહોદરી એટલે બહેન તે સુતારા નામે છે. તે સ્વયંવરમાં શ્રી વિજયકુંવરના કંઠમાં પ્રીતિપૂર્વક માળા પહેરાવીને તેને વરે છે; જે અમિતતેજના જ સાળા છે. ૪. સગાઈ-મૈત્રી-પ્રીતિથી ભગિની-દર્શન કાજે રે અમિતતેજ શ્રીવિજયને ઘેર પથાર્યા આજે રે. ૫ અર્થ :- સગાઈવડે સસુરાલ તથા શ્રી વિજયકુંવર પ્રત્યે મૈત્રી તથા બહેન સુતારા પ્રત્યે પ્રીતિના કારણે બહેનના દર્શન કાજે શ્રી અમિતતેજ શ્રી વિજયને ઘેર અકસ્માત આવી પહોંચ્યા. //પા. ઉત્સવ પોતનપુરમાં વિના પર્વ જણાતો રે, કારણ પૂંછતાં વર્ણવે શ્રીવિજય હરખાતો રે : ૬ અર્થ - પોતનપુરમાં પર્વ વિના ઉત્સવનું વાતાવરણ જોઈ તેનું કારણ પૂછતાં શ્રીવિજયકુંવર હર્ષપૂર્વક શ્રી અમિતતેજને તે સંબંધી વર્ણન કરી જણાવે છે. દા. Page #149 -------------------------------------------------------------------------- ________________ (૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧ ૩૪૩ “આઠ દિવસ ઉપર અહીં આવ્યો નિમિત્તવાદી રે, સ્વસ્તિ” કહી બોલ્યો : “પ્રભુ, પોતનપુર-નૃપ-ગાદી ૨-૭ અર્થ :- આઠ દિવસ ઉપર અહીં એક નિમિત્તવાદી આવ્યો હતો. તે સ્વસ્તિ એટલે તમારું કલ્યાણ થાઓ એમ બોલીને કહેવા લાગ્યો કે પ્રભુ! પોતનપુર રાજાની ગાદી વિષે મારે કંઈ કહેવું છે. શા ભોક્તાના શિર પર પડે વીજળી; જાણ્યું જોષે રે; સાત દિવસ બાકી હજી, ર્જીવશે તે સૌ જોશે રે. ૮ અર્થ - પોતનપુર રાજાની ગાદીના જે ભોક્તા હશે તેના શિર ઉપર વીજળી પડશે; એમ મેં જ્યોતિષ વિદ્યાવડે જાણ્યું છે. તેને હજુ સાત દિવસ બાકી છે. જીવશે તે સૌ આ જોશે. IIટા ઉપાય શોથી આદરો, જો ઑવવાને ચાહો રે.” યુવરાજા કોપે કહેઃ “શા તુજ શિર પ્રવાહો રે?” ૯ અર્થ - જો જીવવાને ઇચ્છતા હો તો તેનો ઉપાય શોથી અમલ કરો. ત્યારે યુવરાજે કોપભર્યા અવાજે કહ્યું: તારા શિર ઉપર શાનો પ્રવાહ ચાલશે? અર્થાત્ તારા માથા ઉપર શું પડશે? સાલા પ્રહાર-યોગ્ય ગણી પૂંછે; કહેઃ “મુજ શિર સુવર્ણો રે, રત્ન-વૃષ્ટિથી શોભશે, વળી પુષ્ય ને પણે રે.' ૧૦ અર્થ - પ્રહારયોગ્ય એટલે પ્રત્યાઘાતરૂપે આ વચનો મને પૂછે છે એમ જાણી તે નિમિત્તવાદી બોલ્યો કે મારું શિર તો સુવર્ણ અને રત્નોની વૃષ્ટિથી શોભશે તથા પુષ્પ અને પર્ણ એટલે પાંદડાઓથી પૂજિત થશે. ૧૦ગા. આશ્ચર્યચકિત થઈ પછી, પૂછ્યું મેં: “શું શીખ્યા રે? કોની પાસે? નામ શું? લીથી ક્યારે દીક્ષા રે?” ૧૧ અર્થ - ત્યારે વિજયકુંવર કહે : મેં આશ્ચર્યચકિત થઈ તે નિમિત્તવાદીને પૂછ્યું કે તમે જ્યોતિષ સંબંથી શું શીખ્યા? કોની પાસે શીખ્યા? તેનું નામ શું? તથા દીક્ષા ક્યારે લીધી? ૧૧ાા નિમિત્તવાદી કહે હવેઃ “બળભદ્ર સાથે દીક્ષા રે લીથી, સન્શાસ્ત્રો ભણ્યો, ચમત્કાર પણ શિક્ષા રે. ૧૨ અર્થ :- હવે નિમિત્તવાદી કહેવા લાગ્યો : મેં ત્રિપુષ્ટ નારાયણના ભાઈ બળભદ્ર સાથે દીક્ષા લીધી. સન્શાસ્ત્રો ભણ્યો તથા ચમત્કારી શિક્ષા પણ લીધી હતી. ૧૨ાા સુગુરુ-શિષ્ય વિશારદે દીથી નિમિત્ત-વિદ્યા રે, આઠ પ્રકારે મુખ્ય છે - અંતરિક્ષ-ગ્રહ-લક્ષ્યા રે. ૧૩ અર્થ :- સુગુરુના વિશારદ એટલે વિદ્વાન શિષ્ય મને આ નિમિત્ત વિદ્યા આપી છે. તેના મુખ્ય આઠ પ્રકાર છે. પહેલી અંતરીક્ષ એટલે આકાશમાં ગ્રહ વગેરે જોઈને શું થશે તે લક્ષમાં આવી શકે તેવી વિદ્યા છે. I૧૩ાા બૅમિમાં દાટેલું દીસે, ભૌમ નિમિત્ત ગણાતું રે; અંગોપાંગો પારખી, ભૂંડું ભલું જણાતું રે. ૧૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ ३४४ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - બીજાં ભૌમનિમિત્તના બળે ભૂમિમાં દાટેલું પણ જોઈ શકાય. ત્રીજું શરીરના અંગ ઉપાંગ જોઈને પારખીને વ્યક્તિનું ભંડુ થશે કે ભલું તે જાણી શકાય. //૧૪ સ્વર-પરીક્ષા શબ્દથી સુણી પશુપક્ષ-અવાજો રે, ચાઠાં, તલ વ્યંજન ગણો, ધ્વજાદિ લક્ષણ વાંચો રે. ૧૫ અર્થ :- ચોથું પશુ પક્ષીના અવાજો શબ્દ માત્રથી સાંભળી તે કયા પક્ષીનો અવાજ છે તેની પરીક્ષા કરી શકું. પાંચમું ચાઠા, તલ કે કોઈ વ્યંજન એટલે શરીર ઉપર નિશાની કે અવયવ જોઈને તેનું શું ફળ થશે તે કહી શકું. છઠ્ઠ ધ્વજા આદિ જોઈ તેના લક્ષણોવડે શું થવાનું છે તે જાણી શકું છું. I/૧૫ની વસ્ત્ર, શસ્ત્ર છેદ જે ઉંદર આદિ યોગે રે, શુભાશુભસ્વપ્રો ફળે પૂર્વકર્મ સંયોગે રે. ૧૬ અર્થ :- સાતમું વસ્ત્રમાં પડેલ ઉદર આદિવડે છેદ તથા શસ્ત્રમાં બીજા પ્રકારે પડેલ છેદ આદિથી ભાવિ કહી શકું. તથા આઠમું પૂર્વકર્મના યોગે શુભાશુભ સ્વપ્નનું શું ફળ આવશે તે જણાવી શકું છું. ./૧૬ાા અમોઘ-જિલ્લા નામથી મને જગત-જન જાણે રે, મુનિપદ-દુઃખોથી ડર્યો, મામા નિજ ઘર આણે રે. ૧૭ અર્થ - અમોઘ-જિલ્લા એટલે જેનું કહેલું અચૂક ફળે એવા નામથી મને જગતવાસી જનો જાણે છે. મેં પહેલા દીક્ષા લીઘેલી પણ મુનિપદના દુઃખોથી ડરીને તે મેં છોડી દીધી. પછી મામાએ મને પોતાને ઘેર આણ્યો અને સુખી કર્યો. ૧થી કન્યા, ઘન બન્ને દઈ, કર્યો મને ઘરબારી રે, ઘંઘે મન ચોર્યું નહીં, અંતે થયો ભિખારી રે. ૧૮ અર્થ :- મામાએ પોતાની કન્યા અને ઘન બન્ને આપી મને ઘરબારવાળો કર્યો. ઘંઘામાં મારું મન ચોંટ્યું નહીં. તેથી અંતે પાછો ભિખારી જેવો થઈ ગયો. ૧૮ સ્ત્રી-ઘન તો પૂરું થયું, કરી ન કાંઈ કમાણી રે, ગ્રહ ગણવાની કોડીઓ પીરસી થાળે આણી રે. ૧૯ અર્થ :- સ્ત્રી તરફથી આવેલું ઘન તો પૂરું થયું અને નવી કમાણી કાંઈ કરી નહીં. તેથી એકવાર મારી સ્ત્રીએ જ્યોતિષ વિદ્યામાં ગ્રહ ગણવાની કોડીઓ લાવીને મારી થાળીમાં પીરસી. ૧૯ાા કાંતા કહે: ‘હવે જમો, ધ્યાન તમારું આમાં રે.” મુખ્ય કોડી માથે પડે સ્કુલિંગ ઊડી એવામાં રે. ૨૦ અર્થ - પછી મારી સ્ત્રી કહેવા લાગી કે હવે જમો. આ કોડીઓમાં તમારું ધ્યાન છે. તો એને ખાઓ. બીજું તો ઘરમાં કંઈ ખાવાનું છે નહીં. તે કોડીઓ મારી થાળીમાં નાખતા તેમાંની એક કોડી તે, સ્ફલિંગ એટલે તણખો ઊડીને પડે તેમ તે મારા માથામાં પડી. ૨૦ગા. હાથ ઘોઈ છાંટ્યો અને તેથી મેં અનુમાન્યું રે, જ્યોતિષના આઘારથી, ઘન મળશે મનમાન્યું રે.” ૨૧ અર્થ - વળી સ્ત્રીએ હાથ ઘોઈ મારા પર છાંટ્યો તેથી મેં જ્યોતિષવિદ્યાના આઘારથી અનુમાન Page #151 -------------------------------------------------------------------------- ________________ (૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧ ૩૪ ૫. કર્યો કે મને મનમાન્યું ઘન મળશે. ૨૧. વિદાય જોષીને દઈ, મંત્રી સહ વિચાર્યું રે, ઉપાય કરવો શો હવે? એક પ્રથાને ઘાયું - ૨૨ અર્થ :- પછી જોષીને વિદાય દઈ, મંત્રી સાથે વિચાર કર્યો કે હવે શો ઉપાય કરવો? ત્યારે એક પ્રથાને તેનો ઉપાય બતાવ્યો. રા. લોઢાની પેટી કરી નૃપ પૂરી દરિયે રાખો રે.” બીજો કહે: ‘ડર ત્યાં વળી મગર-મત્સ્યનો આખો રે.” ૨૩ અર્થ :- એક લોઢાની પેટી કરી તેમાં રાજાને પૂરી દરિયામાં રાખીએ. ત્યારે બીજો પ્રઘાન કહે : ત્યાં તો મગર-મત્સ્યનો પૂરેપૂરો ડર રહેલો છે. ll૧૩ના ત્રીજો કહે : “ગિરિની ગુફા શોઘીને સંતાડો રે,” “અજગર આદિ ત્યાં ઘણા, બીજો રસ્તો કાઢો રે.” ૨૪ અર્થ :- ત્રીજો પ્રઘાન કહે : કોઈ પહાડની ગુફા શોધીને ત્યાં રાજાને સંતાડી મૂકીએ. ત્યાં પણ અજગર આદિ ઘણા હોવાથી કોઈ બીજો રસ્તો શોધી કાઢો. ૨૪ મતિસાગર મંત્રી કહે: “પોતનપુરના સ્વામી રે સાત દિવસ સુથી બીજા, બનાવતાં શી ખામી રે?” ૨૫ અર્થ :- ત્યારે મહિસાગર મંત્રીએ કહ્યું : આ પોતનપુરના સ્વામી સાત દિવસ સુધી બીજા બનાવીએ તો કાંઈ વાંધો આવે? ગરપાા. મરે અરે! મારે લીધે બીજો તે ના સારું રે,' બઘા મળી કહે : “યક્ષનું પૅતળું કરીશું, વારુ રે.” ૨૬ અર્થ :- સાંભળી મેં કહ્યું : મારે લીધે અરે! કોઈ બીજો મરે તે યોગ્ય નથી. ત્યારે બધા મળી કહે: એક યક્ષનું પૂતળું કરી તેને રાજા તરીકે સ્થાપિત કરીશું. ૨૬ાા. યક્ષ-મૂર્તિ સિંહાસને સ્થાપી સૌની સાખે રે, આજ્ઞા તેની લઈ કરે કાર્ય, માન બહુ રાખે રે. ૨૭ અર્થ - પછી સૌની સાક્ષીએ યક્ષની મૂર્તિ સિંહાસન ઉપર રાજા તરીકે સ્થાપિત કરી તેમની આજ્ઞા લઈને બઘા કાર્ય કરવા લાગ્યા. તે મૂર્તિનું પ્રત્યક્ષની જેમ બહુમાન જાળવવા લાગ્યા. //રા. ઘર્મ-કાર્યમાં હું રહ્યો સાત દિવસ ભય છોડી રે, ગઈ કાલે વિજળી પડી, યક્ષ-પ્રતિમા તોડી રે. ૨૮ અર્થ :- શ્રી વિજયકુંવર કહે : આ કારણથી ભય છોડી સાત દિવસ સુધી હું ઘર્મકાર્યમાં રહ્યો હતો. ગઈ કાલે તે વીજળી પડી અને યક્ષની પ્રતિમાને તોડી નાખી. ૨૮ દાન દૈથું સો ગામનું વળ બ્રહ્માની ખેડી રે, પૂંજી કનક-રત્નાદિથી નિમિત્તવાદી તેડી રે. ૨૯ અર્થ - હવે તે નિમિત્તવાદીને બોલાવી મને જીવિતદાન આપનાર હોવાથી તેને બ્રહ્મા સમાન માની Page #152 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સો ગામનું દાન દીધું તથા સોના અને રત્ન આદિથી તેની પૂજા કરી. મુરલા આજ મુંજ અભિષેકનો ઉત્સવ નૂતન થાતો રે, તમે પઘાર્યા તો ઉરે હર્ષ હવે ના માતો રે.” ૩૦ અર્થ :- શ્રી વિજયકુંવર કહેઃ આજે મારો નૂતન રાજ્યાભિષેકનો ઉત્સવ થાય છે અને તેમાં વળી ઓચિંતા તમે પઘાર્યા તેથી હદયમાં હર્ષ સમાતો નથી. ૩૦ થોડા દિન રહીને ગયો અમિતતેજ નિજ પુરે રે; સુતારા વિદ્યાથરી રમી રહીં પતિના ઉરે રે. ૩૧ અર્થ - થોડા દિવસ સાસરામાં રહી અમિતતેજ પોતાના નગરમાં ગયો. તેની બહેન સુતારા વિદ્યાધરી જે રાજા વિજયકુંવરને પરણાવેલ છે તે પતિને પ્રિય હોવાથી તેના હૃદયમાં રમી રહી આનંદ સહ કાળ નિર્ગમન કરવા લાગી. ૩૧ના માતાની શિક્ષા વડે શ્રવિજય વિદ્યા સાથે રે, સુતારા સહ તે વને, ગગને જાય અબાધે રે. ૩૨ અર્થ - એકવાર માતાની શિક્ષાથી શ્રી વિજયકુંવર સુતારા સાથે આકાશમાર્ગે અબાઘાપૂર્વક વનમાં જઈ વિદ્યા સાધવા લાગ્યો. રા. વન-ક્રીડા કરતો ફરે, પ્રેમ-મદિરા પીતો રે, સિંહાદિના સ્થાનમાં ફરતાં તે ના બીલો રે. ૩૩ અર્થ - જંગલમાં પ્રેમરૂપી મદિરા પીતો તે વનક્રીડા કરવા લાગ્યો. સિંહ આદિના સ્થાનમાં પણ ફરતાં તે બીતો નથી. ૩૩ાા. હરણું અવનવું દેખીને કહે સુતારા, “ઝાલો રે, રમવા લઈ જઈશું ભલું, જર્ફેર મને એ આલો રે.”૩૪ અર્થ :- ત્યાં વિચિત્રરૂપવાળું હરણને જોઈ સુતારા બોલી : એને ઝાલી મને આપો. એને રમવા લઈ જઈશું. તે જરૂર મને લાવી આપો. ૩૪ો. શ્રીવિજય ચતુરાઈથી તેની પાછળ ચાલ્યો રે, તે પણ દોડે વળી ચરે, કાળ એમ બહુ ગાળ્યો રે. ૩૫ અર્થ:- શ્રી વિજયકુંવર ચતુરાઈથી તેને પકડવા પાછળ ચાલ્યો. તે હરણ પણ દોડે, વળી ચરવા લાગે. એમ કરતાં બહુ સમય પસાર કર્યો. સપના વિદ્યાઘર કપટી બીજો શ્રીવિજય થઈ આવ્યો રે : હાથ ન આવ્યું હરણ તે, કોઈ રીતે ના ફાવ્યો રે; ૩૬ અર્થ - ત્યાં સુતારા પાસે બીજો એક વિદ્યાધર કપટથી શ્રી વિજયકુંવરનું રૂપ લઈ આવ્યો. અને કહેવા લાગ્યો કે બહુ પ્રયત્ન કરવા છતાં તે હરણ હાથમાં આવ્યું નહીં; હું કોઈ રીતે તેમાં સફળતા મેળવી શક્યો નહીં. ૩૬ો. Page #153 -------------------------------------------------------------------------- ________________ (૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧ ૩૪૭ સાંજ પડી ચાલો હવે ઝટ બેસો વિમાને રે,” એમ કહી તે હરી ગયો શ્રીવિજય-પ્રિયાને રે. ૩૭ અર્થ - હવે સાંજ પડી ગઈ માટે ચાલો ઝટ વિમાનમાં બેસો એમ કહી તે વિદ્યાઘર શ્રી વિજયકુંવરની પ્રિયા સુતારાને હરી ગયો. If૩ળા સુતારા સ્થાને ફેંકી વિદ્યા તેવાં રૂપે રે, શ્રીવિજય આવ્યો દેખી તે સાપ ડસ્યો કહી રૂએ રે. ૩૮ અર્થ - સુતારાના ઠેકાણે વૈતાલિની વિદ્યાના બળે સુતારા જેવી રૂપવાળી બીજી સ્ત્રીને મૂકી દીધી. ત્યાં શ્રી વિજયકુંવર આવ્યો જાણી મને સાપ ડસ્યો છે એમ કહી તે માયાથી બનાવેલી સુતારા રોવા લાગી. ૩૮ાા. શ્રીવિજય ઘાયો છતાં મરી ગયેલી ભાળે રે, મણિમંત્રાદિ ઔષથી યોજે તે તત્કાળ રે. ૩૯ અર્થ :- શ્રી વિજયે તેના ઉપાય કર્યા છતાં તેની સામે જ મરી ગયેલી હોય તેમ આંખો મીંચી દીધી. શ્રી વિજયકુંવરે તત્કાળ તેને ઠીક કરવા માટે અનેક મણિ મંત્ર તંત્રાદિકની ઔષઘીરૂપે યોજના કરી. ૩૯ાાં નિષ્ફળ સર્વે લાગતાં, જીવન તજવા ઘારે રે, ખડકી ચિતા, સ્ત્રીને મેંકી લગાડી જ્યાં પગ ઘારે રે-૪૦ અર્થ - તેને જીવાડવાના બધા ઉપાયો નિષ્ફળ લાગતાં શ્રીવિજયકુંવર પોતે પોતાના પણ પ્રાણ તજવા તૈયાર થયો. તેના માટે ચિતા ખડકી, તેમાં સ્ત્રીને મુકી, આગ લગાડી, તેમાં પોતે દેહ છોડવા માટે પગ મૂકવા ઘારે છે. ૪૦ વિદ્યાઘર આવી ચઢે, મંત્રિત જળ ત્યાં છાંટે રે, લાત લગાવી તે સ્ત્રીને, વિદ્યા પડી ગઈ વાટે રે. ૪૧ અર્થ :- તેટલામાં ત્યાં એક વિદ્યાધર આવી ચઢ્યો. તેણે મંત્રિત જળ છાંટી બનાવટી સુતારાને લાત મારી કે તે વૈતાલિની વિદ્યા ત્યાંથી ભાગી ગઈ. ૪૧ાા. શ્રીવિજય પૂછે, “અહો! કોણ તમે ઉપકારી રે? શું દેખું સ્વપ્રા સમું? કોણ હતી એ નારી રે?” ૪૨ અર્થ - શ્રી વિજયકુંવર વિદ્યાધરને પૂછવા લાગ્યો કે અહો! મારા ઉપર આવો ઉપકાર કરનાર તમે કોણ છો? આ હું સ્વપ્રા જેવું શું જોઈ રહ્યો છું? તે બનાવટી સુતારા કોણ હતી? I૪રા વિદ્યાઘર બોલે હવે : “અમિતતેજ અમ સ્વામી રે, તેને પોકારી રડે, સુતારા શુભનામી રે. ૪૩ અર્થ - વિદ્યાઘરે જવાબમાં કહ્યું : અમિતતેજ અમારા સ્વામી છે. તેને પોકારીને રડતી શુભનામવાળી સુતારાને અમે જોઈ છે. ૪૩ા. સ્વામી-ભગિની ઓળખી, પૂછ્યું “કોણ હરે છે રે?” બોલે અશનિઘોષ ત્યાં : “લડવા હામ ઘરે છે રે? ૪૪ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- આ તો અમારા સ્વામી અમિતતેજની જ બહેન છે એમ ઓળખીને મેં પૂછ્યું : તમને અહીં કોણ હરી લાવ્યું? ત્યારે અશનિઘોષ બોલ્યો કે શું મારી સાથે લડવાની હામ એટલે હિંમત ઘરાવે છે? I૪૪ ચમરચંચા-પુરી-પતિ, શ્રીવિજયની કાંતા રે, હરી લાવ્યો છોડાવ તું, જો નહિ જીવન-ચિંતા રે.” ૪૫ અર્થ :- હું ચમર ચંચાપુરીનો રાજા છું. આ વિજયકુંવરની સ્ત્રી છે. હું એને હરી લાવ્યો છું. તને તારા જીવનની ચિંતા ન હોય તો મારી પાસેથી એને છોડાવ. I૪પા. કહે સુતારા : “મા લડો, મુજ પતિ પાસે જાઓ રે, વિદ્યા મુજ વેષે છળે તેનો જીવ બચાવો રે.’૪૬ અર્થ - એ સાંભળી સુતારા કહેવા લાગી : તમે લડો મા. પહેલા મારા પતિ પાસે જાઓ. તેને વૈતાલિની વિદ્યા મારો વેષ ઘરીને છળે છે માટે પ્રથમ તેનો જીવ બચાવો. ૪૬ના તે સુણી આ આપની પાસે આવ્યો દોડી રે, આજ્ઞા આપો તેમ સૌ કાર્ય કરું તન તોડી રે.”૪૭ અર્થ :- સાંભળીને હું આપની પાસે શીધ્ર આવ્યો છું. જેમ આપ આજ્ઞા આપો તેમ હું તનતોડ મહેનત કરવા તૈયાર છું. ૪ળા શ્રીવિજય કહે: “આપ તો મારા જીવન-દાતા રે, અમિતતેજ સહ આવજો, બોલાવી મુજ માતા રે.”૪૮ અર્થ - શ્રી વિજયકુંવર કહે : આપ તો મારા જીવનદાતા છો. મારી માતાને બોલાવી શ્રી અમિતતેજ સાથે અહી આવજો. ||૪૮ અમિતતેજ-પ્રતાપથી અશનિઘોષ જિતાયો રે, ઑવ લઈ નાસી તે ગયો, શ્રીવિજય પૂઠે ઘાયો રે. ૪૯ અર્થ - અમિતતેજના પ્રતાપથી યુદ્ધમાં અશનિઘોષ જિતાઈ ગયો. તે જીવ લઈને નાઠો અને તીર્થકરની સભામાં પેઠો ત્યારે શ્રી વિજયકુંવર તેની પાછળ દોડ્યો. ૪૯ો. શ્રવિજય તીર્થંકર-સભા દેખી તેમાં પેઠો રે, અમિતતેજ પણ આવીને શ્રીવિજય સહ બેઠો રે. ૫૦ અર્થ :- શ્રી વિજયકુંવર પણ તીર્થંકરની સભા જોઈ તેમાં પેઠો. પછી અમિતતેજ પણ ત્યાં આવીને શ્રી વિજયકુંવર સાથે બેઠો. ૫૦ના સભા વિષે તાઁ વૈર સૌ સુણે પ્રભુની વાણી રે, અશનિઘોષની માર્જીએ સુતારા ત્યાં આણી રે. ૫૧ અર્થ :- સભા મધ્યે બઘાએ પ્રભુની વાણી સાંભળીને વૈરભાવનો ત્યાગ કર્યો. અશનિઘોષની માતાએ સુતારાને પણ ત્યાં આણી. પ૧ાા પુત્ર-દોષને ખમાવતી, સતી પતિને આપે રે, જાતિ-વેર પશુ પણ તજે, ક્ષમા સહજ ત્યાં વ્યાપે રે. પર Page #155 -------------------------------------------------------------------------- ________________ (૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧ ૩૪૯ અર્થ - પોતાના પુત્ર અશનિઘોષના દોષને ખમાવતી એવી માતા, સતી સુતારાને પોતાના પતિને આપે છે. ભગવાન આગળ જાતિવેર પશુઓ પણ તજે છે. ત્યાં ભગવાનના પ્રતાપે બધામાં સહજ ક્ષમાભાવ વ્યાપે છે. પરા અશનિઘોષ ખમાવતો કહે : “પૂર્વના દોષે રે, હરી લાવ્યો આ બાઈને, પ્રભુ મુજ દોષો ખોશે રે. પ૩ અર્થ - અશનિઘોષ પણ પોતાના દોષો ખમાવતો કહે છે કે પૂર્વકર્મના દોષે હું બાઈ સુતારાને હરી લાવ્યો. પણ પ્રભુ મારા આ દોષોને માફ કરશે. પલા અખંડિત-શીલવંતી એ, ઘર્મ-માત મુજ સાચી રે; ભૂતકાળ ભૂલી જવા, ખરી ક્ષમા આ યાચી રે.” ૫૪ અર્થ - આ અખંડિત શીલવંતી સુતારા એ મારી ઘર્મમાતા છે. મને મારું કર્તવ્ય શું હોવું જોઈએ તે દર્શાવનાર હોવાથી તેમજ સાચા આત્મઘર્મને બતાવનારી હોવાથી મારી ખરી ઘર્મમાતા છે. ભૂતકાળને ભૂલી જવા માટે હું સર્વની સમક્ષ ખરી ક્ષમા યાચના કરું છું. [૫૪માં અમિતતેજ વનવે “પ્રભુ, ભગિનેં હરી મુજ શાથી રે?” કહે કેવળી : “સૌ સુણો, કહું વાત એ આખી રે. પપ અર્થ - હવે અમિતતેજ વિનયપૂર્વક કહેવા લાગ્યો કે પ્રભુ! આ મારી બહેનનું એણે શા માટે હરણ કર્યું? ત્યારે કેવળી ભગવાન કહેવા લાગ્યા હું તે સર્વ વૃત્તાંત જણાવું છું; તે તમે બઘા સાંભળો. પપા અચળ ગામના વિપ્રનો કપિલ પુત્ર દાસીનો રે, બીજા બે પુત્રો ભણે, કપિલ ન ઉદાસી, જો રે. ૧૬ અર્થ - અચળ ગામના બ્રાહ્મણથી ઉત્પન્ન થયેલો કપિલ, તે દાસીપુત્ર હતો. તે બ્રાહ્મણના બીજા બે પુત્રો હતા. તે પિતા બ્રાહ્મણ પાસે ભણવા લાગ્યા. કપિલ પણ ભણવામાં ઉદાસીન નહી પણ ઉત્સાહી હતો. //પકા કપિલ અધિકારી નહીં, પણ સુણી કંઠે ઘારે રે; બુદ્ધિબળથી તે બન્યો પંડિત શાસ્ત્ર-વિચારે રે. ૫૭ અર્થ - કપિલ દાસીપુત્ર હોવાથી તેને ભણવાનો અધિકાર આપ્યો નહીં. છતાં તેણે વિદ્યા સાંભળીને કિંઠે ઘારણ કરી લીધી. પછી બુદ્ધિના બળે શાસ્ત્રો વિચારવાથી તે પંડિત બની ગયો. //પલા વેદ ન શોભે તુજને,” કહીને કાઢી મૂક્યો રે, રત્નપુરમાં તે ગયો, પણ વિદ્યા ના ચૂક્યો રે. ૧૮ અર્થ - તું દાસીપુત્ર હોવાથી તારા કંઠે વેદ શોભે નહીં. એમ કહી કપિલને કાઢી મૂક્યો. પણ વિદ્યાને ભુલ્યા વિના તે રત્નપુર નગરમાં ગયો. પ૮ાા. અખંડિત બુદ્ધિબળે પંડિત મુખ્ય મનાયો રે, રાજ-પુરોહિતે દથી કન્યા, અતિ પુજાયો રે. ૫૯ અર્થ – અખંડિત બુદ્ધિના બળે રત્નપુરમાં તે પંડિતોમાં મુખ્ય ગણાયો. ત્યાંના રાજ પુરોહિતે તેને Page #156 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કન્યા આપી. તેથી ત્યાં અતિ પૂજ્યપણાને પામ્યો. ૧૯ સત્યભામા સુનામની કન્યા બુદ્ધિશાળી રે, પતિ પરમેશ્વર માનતી, સેવા કરે રસાળી રે. ૬૦ અર્થ - સત્યભામા નામની તે કન્યા બુદ્ધિશાળી હતી. તે પતિને પરમેશ્વર માનતી અને તેની ભાવપૂર્વક સેવા કરતી હતી. /૬૦ાા નાટક જોવા પતિ ગયો, થયું માવઠું ત્યારે રે, કપડાં કોરાં લઈ જાએ રાહ સતી નિજ ધારે રે. ૬૧ અર્થ :- એકવાર નાટક જોવા સત્યભામાનો પતિ કપિલ ગયો. ત્યારે વરસાદનું માવઠું થયું. તે વખતે હાથમાં કોરા કપડાં લઈને સતી સત્યભામા પોતાના ઘરના દ્વાર ઉપર ઊભી પતિની રાહ જોતી હતી. ૬૧ાા કપિલ નગ્ન રાતે થઈ કપડાં કાપે રાખી રે, દોડી ઘેર ગયો અને કહે સ્ત્રીને, “વિદ્યાથી રે-૬૨ અર્થ:- તે વખતે વરસાદના કારણે કપિલ રાતના નગ્ન થઈ કપડાં કાખમાં સમેટી દોડતો દોડતો પોતાને ઘેર આવ્યો અને સ્ત્રીને કહેવા લાગ્યો કે મારી વિદ્યાનો પ્રભાવ જો. Iકરા કપડાં મુજ પલળ્યાં નથી'; પણ અજવાળે દેખે રે શરીર પલળેલું બધું, નગ્ન થયેલો લેખે રે. ૬૩ અર્થ :- કપિલ કહે : મારી વિદ્યાના બળે જો કપડાં પલળ્યાં નથી. પણ સત્યભામાએ અજવાળામાં તેનું બધું શરીર પલળેલું જોયું. તેથી તેને નગ્ન થઈને ઘર પાસે આવી કપડાં પહેરેલા છે એમ જાણ્યું. ૬૩. ઉત્તમ જનને ના સૂઝે આવી વૃત્તિ નીચી રે, સંશય મનમાં તે ઘરે, મનોવૃત્તિ થઈ ઊંચી રે. ૬૪ અર્થ - જો આ ઉત્તમ કુળનો હોય તો રાત્રે પણ વરસાદમાં નગ્ન થઈને ઘેર આવવાની નીચ વૃત્તિ સૂઝે નહીં. આમ સત્યભામાના મનમાં શંકા થવાથી કપિલ પ્રત્યે તેનું મન ઊંચુ થઈ ગયું. ૬૪ નિર્ણન કપિલ-પિતા સુણે, કપિલ થયો ઘનવાળો રે, રત્નપુરમાં આવતાં, થયો કપિલ ભયવાળો રે- ૬૫ અર્થ - હવે બીજા અચળ નામના ગામે રહેલા કપિલના નિર્ધન બ્રાહ્મણ પિતાએ સાંભળ્યું કે પુત્ર કપિલ ઘનવાન બની ગયો છે. તેથી તે રત્નપુર આવ્યો. તે જાણી કપિલનું મન ભયવાળું થયું. ૬પાા રખે! વાત સાચી થતાં પ્રગટ, કપટ જગ જાણે રે,” માટે રાજી રાખવા બહુમાન કરે આ ટાણે રે. ૬૬ અર્થ - રખેને મારી દાસીપુત્રવાળી સાચી વાત પ્રગટ થાય તો લોકો મને કપટવાળો જાણશે. માટે બ્રાહ્મણ પિતાને રાજી રાખવા તેમનું ઘણું બહુમાન કરવા લાગ્યો. દુકા વિનય ઘણો દેખાડતો, જાદી રસોઈ બનાવી રે, સંશય સ્ત્રીનો ત્યાં વધ્યો, ઘન દઈ પૂંછે મનાવી રે. ૬૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ (૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧ ૩૫ ૧ અર્થ - કપિલ તેમના પ્રત્યે ઘણો વિનય દેખાડતો હતો છતાં પિતા બ્રાહ્મણ હોવાથી તેમની રસોઈ જુદી બનાવી. આ જોઈ સત્યભામાને સંશય વધ્યો કે એમ કેમ કર્યું? તેથી તેણીએ પિતાને ઘન દઈ મનાવીને બધું પૂછી લીધું. ૬૭ળા. એકાંતે તેણે કહ્યું : “દાસી-પુત્ર અમારો રે, ઘન લઈ રસ્તે તે પડ્યો; સતી ગણે ભવ ખારો રે. ૬૮ અર્થ - ત્યારે એકાંતમાં બ્રાહ્મણ પિતાએ કહ્યું : આ અમારો દાસીપુત્ર છે. પછી તે તો ઘન લઈ રસ્તે પડ્યો. પણ સતી એવી સત્યભામાએ આ બધી વિગત જાણવાથી તેને મન આ સંસાર ખારો ઝેર જેવો લાગ્યો. II૬૮. રાજાને જઈ તે કહે, કપિલને બોલાવે રે; કહે સત્યભામા : “મને આત્મ-હિત બહુ ભાવે રે; ૬૯ અર્થ - રાજા શ્રીષેણ પાસે જઈ સત્યભામાએ કહ્યું : કપિલને બોલાવો. મને મારા આત્માનું હિત કરવું બહુ ગમે છે. ૬૯ો. તજવા દે સંસાર તો દીક્ષા લઈને પાછું રે.” કપિલ કહે : “તેના વિના હું ના જીવન ગાળું રે. ૭૦ અર્થ - જો મને કપિલ સંસાર તજવા દે તો હું દીક્ષા લઈ તેનું પાલન કરું. ત્યારે કપિલ કહેઃ તેના વિના હું આ જીવન ગાળી શકું નહીં. ૭૦ના વેશ્યા-ત્યાગ કરાવવો, કહ્યો ઘર્મ, નૃપ, માનો રે, પરણેલી સ્ત્રીનો નહીં ત્યાગ કદી કરવાનો રે. ૭૧ અર્થ - હે રાજા! વેશ્યાનો ત્યાગ કરાવવો તેને ઘર્મ કહ્યો છે. પણ પરણેલી સ્ત્રીને ત્યાગવાનું કદી કહ્યું નથી. //૭૧ાા. સ્પષ્ટ સત્યભામા વદ : દાસી-પુત્ર ન સેવું રે, મરીશ ડૂબી કે બળી, નીચ બની નહિ જીવું રે.” ૭૨ અર્થ - ત્યારે સ્પષ્ટપણે સત્યભામા બોલી કે હું દાસીપુત્રને સેવીશ નહીં. ભલે હું ડૂબીને કે બળીને મરી જઈશ પણ નીચ બની હવે જીવીશ નહીં. ૭૨ાા શ્રીષેણ નૃપ કહે : “નહીં સુખ તમને સંયોગે રે, ભલે રહે પુત્રી સમી થોડા દિન મુજ સંગે રે.’ ૭૩ અર્થ - ત્યારે શ્રીષેણ રાજા બન્નેને શાંતિ પમાડવા માટે બોલ્યા કે તમારા બન્નેના સંયોગમાં હવે સુખ નથી. માટે ભલે થોડા દિવસ સત્યભામા પુત્રીની જેમ મારી સાથે રહે. ૭૩ના કપિલ કબૂલે તે રીતે સતી સોંપી રાણીને રે, એક દિવસ મુનિ આવિયા, ભાવે તે જ્ઞાનીને રે- ૭૪ અર્થ - કપિલે તે વાત કબૂલ રાખી. તેથી સતી સત્યભામાને રાણીને સોંપી. એક દિવસ ત્યાં મુનિ મહાત્મા પધાર્યા. તે જ્ઞાનીને ભાવપૂર્વક બઘાએ દાન આપ્યું. [૭૪ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ બે રાણી, નૃપ દાન દે; સતી અતિ અનુમોદે રે, યુગલિક આયુ બાંઘતા ચારે જીવ પ્રમોદે રે. ૭૫ અર્થ – તે જ્ઞાની મુનિને રાજાની બે રાણી તથા રાજા ભાવથી દાન આપવા લાગ્યા. તેની અતિ અનુમોદના સતી સત્યભામાએ કરી. તે ચારેય જીવોએ ગુણ પ્રમોદના કારણે યુગલિક આયુષ્યનો બંઘ કર્યો. [૭પા નૃપ-પુત્રો બે એકદા લડે એક સ્ત્રી કાજે રે, નૃપ વારે, માને નહીં, નૃપ લેવાયો લાજે રે. ૭૬ અર્થ :- એકદા રાજા શ્રીષેણના બે પુત્રો એક સ્ત્રીને માટે લડવા લાગ્યા. રાજાએ ઘણા વાર્યા છતાં માન્યું નહીં. તેથી રાજાને ઘણી લજ્જા આવી કે આવા મારા પુત્રો છે તો હું બીજાને શું મોઢું બતાવું. ૭૬ાા. વિષ-પુષ્પ સૂંઘી મરે નૃપ સાથે બે રાણી રે, કપિલ-પત્ની સાથે મરે નિજ અનાથતા જાણી રે. ૭૭ અર્થ - તેથી રાજાએ વિષનું પુષ્પ સૂંઘી દેહ ત્યાગ કર્યો. તેની સાથે બેય રાણીઓએ પણ તેમ કર્યું. કપિલની પત્ની સત્યભામાએ પણ પોતાની હવે અનાથતા જાણી તેણે પણ દેહ ત્યાગ કર્યો. આ૭ળા કપિલ બહુ ભવમાં ભમી અશનિઘોષ-ભવ પામે રે, યુગલિક-સુર-ભવ ભોગવી સતી સુતારા નામે રે. ૭૮ અર્થ - કપિલ, તિર્યંચાદિ ઘણા ભવોમાં ભટકીને અશનિઘોષનો આ ભવ પામ્યો છે. તથા યુગલિક અને દેવનો ભવ ભોગવી કપિલની સ્ત્રી સત્યભામા, તે આ ભવમાં સતી સુતારા બની છે. T૭૮માં તેમ જ શ્રીષેણ-જીવ તું અમિતતેજ ગણાતો રે; તુજ પત્ની રાણી હતી પૂર્વે એ ખરી વાતો રે. ૭૯ અર્થ - તેમજ શ્રીષેણ રાજાનો જીવ તે તું આ ભવમાં અમિતતેજ બન્યો છે. તારી હમણાં જે પત્ની જ્યોતિપ્રભા છે તે જ પૂર્વભવમાં તારી રાણી હતી. એ બધી ખરી વાતો છે. I૭૯ાા. બીજું રાણ-જ્જૈવ આ ભવે શ્રીવિજયરૃપ જાણો રે, યુગલિક-સુર-સુખ ભોગવી આજ રાજ-સુખ માણો રે. ૮૦ અર્થ - શ્રીષેણ રાજાના ભવમાં જે તારી બીજી રાણી હતી તેનો જીવ આ ભવમાં શ્રી વિજયકુંવર બનેલ છે. તે પણ યુગલિક અને દેવલોકના સુખ ભોગવી આજે રાજસુખને માણે છે. ll૮૦ બે કુંવર લડતા હતા ત્યાં વિદ્યાઘર આવી રે, કહે : “બેન કાજે નહીં ઝૂઝો પ્રીતિ લાવી રે.” ૮૧ અર્થ - શ્રીષેણ રાજાના બે કુંવર જે એક સુંદર સ્ત્રીને મેળવવા માટે લડતા હતા. ત્યાં એક વિદ્યાઘર આવીને કહેવા લાગ્યો કે તમે તમારી બહેનને મેળવવા માટે પ્રીતિ લાવીને પરસ્પર યુદ્ધ કરો નહીં. ૮૧ાા બન્ને વીર પાછા હઠી પૂછે : “શું તું બોલે રે? કોણ? ક્યાંથી? આવીને? હૃદય-ધાર અમ ખોલે રે? ૮૨ Page #159 -------------------------------------------------------------------------- ________________ (૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧ ૩૫૩ અર્થ - બન્ને વીર પાછા હઠીને પૂછવા લાગ્યા કે આ તું શું બોલે છે? તું કોણ? ક્યાંથી આવીને અમારા હૃદયના દ્વાર ખોલે છે? અર્થાત્ આ અમારી બહેન છે એમ તે કેવી રીતે જાણ્યું? II૮રા તે વદતો : “આજે ગયો, અમિતયશ જિન પાસે રે, વિદ્યાઘર શાથી થયો?” પૂંછતાં પ્રભુ પ્રકાશે રેઃ ૮૩ અર્થ - ત્યારે તે વિદ્યાઘર કહેવા લાગ્યો કે હું આજે અમિતયશ નામના જિનેશ્વર પાસે ગયો હતો. હું વિદ્યાધર કેવી રીતે થયો? એમ પૂછતા પ્રભુ સર્વ વૃત્તાંત પ્રકાશવા લાગ્યા. //૮૩ વતશોકા નગરી વિષે રત્નધ્વજ નૃપ જાણો રે, તેની તું રાણી હતો, પુત્રી ત્રણ પ્રમાણો રે. ૮૪ અર્થ - વીતશોકા નામની નગરીમાં રત્નધ્વજ નામે રાજા હતો. પૂર્વભવમાં તેની તું રાણી હતો. ત્યાં તારે ત્રણ પુત્રીઓ હતી. ૮૪. પઘા નામે જે હતી તે સાધ્વી-વ્રત પાળે રે, એક દિવસ બે યુવકો, સ્ત્રી દેખી લડતા ભાળે રે. ૮૫ અર્થ :- ત્રણ પુત્રીમાં પડ્યા નામની જે પુત્રી હતી તે સાધ્વી થઈને વ્રત પાલન કરતી હતી. એક દિવસ બે યુવાન પુરુષોને એક સ્ત્રીને મેળવવા માટે લડતા તેણીએ જોયા. I૮પા. નિદાન તે સાધ્વી કરેઃ “આમ મુજ કાજે હોજો રે, મરીને તે દેવી થઈ પછી સુંદરી થઈ, જોજો રે. ૮૬ અર્થ - એક સ્ત્રીને માટે બે યુવાનોને લડતા જોઈ સાધ્વીએ એવું નિદાન કર્યું કે આમ મારા માટે પણ હોજો અર્થાત્ મને પણ પુરુષો એવી રીતે ઇચ્છે. પછી તે સાધ્વી મરીને દેવી થઈ. ત્યાંથી ચ્યવીને આ સુંદરીરૂપે અવતાર પામી છે. ૮૬. બે બેનો બીજી હતી તે કુંવર થઈ ઝૂઝે રે, આજે રત્નપુર, અહો! જ્યાં સાધ્વીનર્જીવ જાએ રે. ૮૭ અર્થ:- પૂર્વભવમાં તેની જે બે બહેનો બીજી હતી તે આ બેય કુંવરરૂપે જન્મ લઈને આજે આ રત્નપુરમાં અહો!તે સાધ્વીના જીવને જોઈ, તેણીએ જે નિદાન કર્યું હતું તેથી તેને મેળવવા માટે લડી રહ્યાં છે. ll૮ળા રાણીનો ર્જીવ તું હતો, બન્નેની તું માતા રે, દાનાદિ ઘર્મે થયો વિદ્યાઘર વિખ્યાતા રે. ૮૮ અર્થ - પૂર્વભવમાં રત્નધ્વજ રાજાની રાણીનો જીવ તું હતો. અને બે બેનો જે આજે કુંવર થઈને સ્ત્રી માટે લડી રહ્યાં છે, તે બન્નેની તું માતા હતો, તેમજ સાધ્વી પદ્મા પણ તારી જ ત્રીજી પુત્રી હતી. તે ભવમાં દાન, શીલ, તપ, ભાવ આદિ ઘર્મનું આચરણ કરવાથી તે આ ભવમાં પ્રસિદ્ધ વિદ્યાધર થયો છું. ૮૮ાા તુજ વચનો તે માનશે, દીક્ષા બન્ને લેશે રે; વ્રત પાળી મોક્ષે જશે, જો તું જઈ ઉપદેશે રે.” ૮૯ અર્થ - તારા વચનો તે લડતા બેય યુવાનો માનશે; કેમકે પૂર્વભવની તે બેય તારી પુત્રીઓ છે. તું ત્યાં જઈ તેમને ઉપદેશ આપે તો તે બન્ને દીક્ષા લઈ, વ્રત પાળીને મોક્ષે જશે. II૮૯ાા Page #160 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તેથી તમને બોઘવા, આવ્યો તુર્ત સુણીને રે, સુણ બન્ને સાથે થયા, માતા-ગુરુ ગણીને રે.”૯૦ અર્થ - ભગવાન અમિતયશ જિનેશ્વર પાસે આ વાત સાંભળીને હું તુર્ત તમને સમજાવવા માટે અહીં આવ્યો છું. તેમની વાત સાંભળી, પૂર્વભવની માતાને ગુરુ ગણી બન્ને સાધુ થઈ ગયા. ૯૦ગા. અમિતતેજ પૂછે ફરી: હે! પ્રભુ, હું છું કેવો રે? હોઈશ ભવ્ય અભવ્ય કે? કૃપા કરી દર્શાવો રે.”૯૧ અર્થ :- શ્રી અમિતતેજ ભગવાનને ફરી પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ! હું કેવો છું? હું ભવ્ય છું કે અભવ્ય? તે કૃપા કરી મને દર્શાવો. ૯૧. કહે પ્રભુ : “નવમા ભવે થશો તીર્થપતિ યોગી રે, ભરત-ચક્રવર્તી તણી પદવીના પણ ભોગી રે. ૯૨ અર્થ - ત્યારે પ્રભુ કહેવા લાગ્યા કે આજથી નવમા ભવે યોગીશ્વર શ્રી શાંતિનાથ નામે તમે તીર્થપતિ થશો. તથા ભરતક્ષેત્રમાં ચક્રવર્તીની પદવીના પણ સાથે ભોક્તા થશો. ૯૨ાા તુજ અનુજ શ્રીવિજય થઈ ગણથર પદવી લેશે રે.” ફરી પૂંછે : “સદ્ઘર્મ શું?” કેવળી વળી ઉપદેશે રે - ૯૩ અર્થ :- શ્રી વિજયકુંવર તે ભવમાં તારો અનુજ એટલે નાનો ભાઈ થઈ, દીક્ષા લઈ ગણઘર પદવીને પામશે. શ્રી અમિતતેજે ફરી પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ! સઘર્મ કોને કહેવો? ત્યારે શ્રી કેવળી ભગવાન તે વિષે વિસ્તારથી તત્ત્વનો ઉપદેશ આ પ્રમાણે આપવા લાગ્યા. ૯૩ાા “ભવ-હેતુ તો કર્મ છે, તે મિથ્યાત્વાદિથી રે, મિથ્યાત્વે વિપરીતતા જ્ઞાન વિષે દેખાતી રે. ૯૪ અર્થ - આ સંસારમાં જીવને રઝળવાનું કારણ તો કર્મ છે. તે કર્મ આવવાના મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ નામના પાંચ પ્રકાર છે. હવે દરેકનું સ્વરૂપ સમજાવે છે. મિથ્યાત્વ એટલે અજ્ઞાનના કારણે જીવનું જ્ઞાન પણ વિપરીત થયેલું જણાય છે. ૯૪ો. પાંચ ભેદ મિથ્યાત્વના : પ્રથમ ભેદ "અજ્ઞાની રે, ભાન ન ઘર્મ અથર્મનું, એ એની નિશાની રે. ૯૫ અર્થ :- મિથ્યાત્વના અજ્ઞાન, સંશય, એકાંત, વિપરીત અને વિનય એમ પાંચ ભેદ છે. તેમાં પ્રથમ ભેદ અજ્ઞાનનો છે. અજ્ઞાન એટલે પોતાના આત્મઘર્મનું એટલે પોતાના સ્વરૂપનું જેને ભાન નથી, ઓળખાણ નથી તે. અને અધર્મ એટલે શરીરાદિ પુદગલ દ્રવ્ય જે પોતાનો ઘર્મ એટલે સ્વભાવ નથી તેને પોતાના માનવા. એમ હિતાહિતનું ભાન ન હોવું તે આ અજ્ઞાનની નિશાની છે. પા. આગમ, આ સહાયથી, સુણ નિર્ણય ના લાવે રે, સંશય તત્ત્વ વિષે રહે, ભેદ બીજો બતલાવે રે. ૯૬ અર્થ :- આગમથી અથવા આત એટલે મોક્ષમાર્ગમાં વિશ્વાસકરવા લાયક એવા જ્ઞાની પુરુષની Page #161 -------------------------------------------------------------------------- ________________ (૮) શ્રી શાંતિનાથ ભાગ-૧ ૩૫૫ સહાયતા લઈને કે તેમનો ઉપદેશ સાંભળીને પણ જીવાદિ પદાર્થોના સ્વરૂપનો નિર્ણય ન કરવો અને તત્ત્વોમાં શંકા સહિત માન્યતા રાખવી તે સંશય નામનો મિથ્યાત્વનો બીજો ભેદ છે. ૫૯૬॥ સમકિત-જ્ઞાનાચારમાં કે દ્રવ્યાદિ તત્ત્વે રે, એકાંતે અંશો ગ્રહે, એકાંતિક મિથ્યાત્વે રે. ૯૭ અર્થ :— કોઈ માત્ર જ્ઞાન વાંચી નિશ્ચયાભાસી થઈ પોતાને સમકિતી માને અથવા કોઈ એકાંતે ક્રિયાને જ વળગી રહી પોતાને સમકિતી માને. પણ ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ' અર્થાત્ જ્ઞાન સહિત ક્રિયાથી મોક્ષ છે તે ન માને; તેમજ કોઈ જીવાદિ તત્ત્વોના પણ એકાંતે અંશો ગ્રહણ કરે જેમકે આત્મા નિત્ય જ છે. અથવા તે અનિત્ય જ છે એમ એકાંતે માને પણ સ્યાદ્વાદથી ન માને તેને એકાંતિક મિથ્યાત્વનો ત્રીજો પ્રકાર કહ્યો છે. હ્યા જ્ઞાન-સાયક-જ્ઞેયનો નિર્ણય ઊંઘો ઘારે રે, ત્યાં વિપરીત મિથ્યાત્વ છે; અધર્મ-ધર્મ વિચારે રે. ૯૮ અર્થ :— જેનું જ્ઞાન વિપરીત છે અર્થાત્ જેની સમજણવડે કરેલો નિર્ણય ઊંઘો છે. સાયક એટલે સર્વ પદાર્થને જાણનાર એવા આત્માનું સ્વરૂપ પણ જે દેહરૂપે માને છે, તેમજ જ્ઞેય એટલે જગતના સર્વ પદાર્થો જે પોતાના નથી છતાં પોતાના છે એમ વિપરીત રીતે જેના મગજમાં નિર્ણય કરેલો છે, તથા પોતાના વિચારે કરીને જે અધર્મ એટલે મિથ્યાધર્મને સદ્ધર્મ માને છે, એમ સર્વનું વિપરીત સ્વરૂપ નિર્ધારી લેવું તે વિપરીત નામનો મિથ્યાત્વનો ચોથો ભેદ છે. ।।૮।। ત્રિવિધ વિનય સઘળું કરે, વિના વિવેક અજાણ્યો રે, મુક્તિ-હેતુ માને બધે, અંતિમ ભેદ વખાણ્યો . ૯૯ જે કે અર્થ :- જે ત્રિવિધ એટલે મન,વચન,કાયાથી સતુ દેવ કે અસતુ દેવ આદિનો અથવા સદ્ગુરુ અસદ્ગુરુનો અથવા સદ્ઘર્મ કે સત્શાસ્ત્ર તેમજ અસત્ ધર્મ કે અસત્ શાસ્ત્ર આદિ સર્વેનો એક સરખો વિનય કરે તેને પાંચમો ભેદ વિનય મિથ્યાત્વ નામનો કહ્યો છે. તે પુરુષ વિવેક રક્ષિત છે, સદૈવ ગુરુધર્મના સ્વરૂપથી અજાણ્યો છે. માટે સર્વનો એક સરખો વિનય કરવો તેને મુક્તિનું કારણ માને છે, આ મિથ્યાત્વનો અંતિમ ભેદ ભગવાને કહ્યો છે. શાલ્લા અસંયમ અવ્રતી-ક્રિયા મન-વાણી-તનું યોગે રે, ઇન્દ્રિય-અસંયમ અને પ્રાર્થી-અસંયમ ભંગે ૨. ૧૦૦ = અર્થ :– હવે અવિરતિનું સ્વરૂપ જણાવે છે. અવિરતિ એટલે અસંયમ. જે મન વચન કાયાથી વ્રત વગરની ક્રિયા કરે તે અસંયમ કહેવાય છે. તે અસંયમના બાર પ્રકાર છે. પાંચ ઇન્દ્રિયો અને મન પ્રમાણે વિષયોમાં પ્રવૃત્તિ કરવી તે છ પ્રકારનો ઇન્દ્રિય અસંયમ છે અને પાંચ સ્થાવર અને છઠ્ઠા ત્રસ જીવોની હિંસાને ન રોકવી તે છ પ્રકારનો પ્રાણી અસંયમ છે. ।।૧૦।। ગુણસ્થાનક ચોથા સુધી અસંયમ બંધ-કેતુ રે, વ્રતમાં દોષ પ્રમાદ છે, છઠ્ઠા સુધી સુણી લે તું રે. ૧૦૧ અર્થ :— ચોથા ગુણસ્થાનક સુધી ઉપરોક્ત બાર પ્રકારનો અસંયમ અથવા અવિરતિ જીવને Page #162 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કર્મબંધના કારણ છે. પાંચમા ગુણ સ્થાનકમાં દેશે વ્રત આવવાથી તથા છઠ્ઠા ગુણસ્થાનકમાં મુનિને સર્વ વ્રતરૂપ સંપૂર્ણ સંયમ આવવાથી અવિરતિ સંબંધી થતો બંઘ અટકે છે, પણ પ્રમાદવડે થતો બંઘ ચાલુ રહે છે. તેથી વ્રતોમાં દોષ લાગે છે. તે પ્રમાદ છઠ્ઠા ગુણ સ્થાનક સુઘી કર્મબંધનું કારણ થાય છે. ૧૦૧ાા પંદર ભેદ પ્રમાદના, કષાય સોળ પ્રકારે રે; ગુણસ્થાનક દશમા સુઘી બંઘ કષાય-વિકારે રે. ૧૦૨ અર્થ :- પ્રમાદના પંદર ભેદ છે. પાંચ વિષય, ચાર કષાય, ચાર વિકથા, નિદ્રા અને સ્નેહ. હવે સાતમા અપ્રમત્ત ગુણ સ્થાનકમાં પ્રમાદથી થતો બંઘ અટકી ગયો પણ કષાયથી થતો બંઘ ચાલુ રહે છે. તે કષાય સોળ પ્રકારના છે. તે દશમા સૂક્ષ્મ સાંપરાય નામના ગુણસ્થાનક સુધી હોય છે. તે કષાયરૂપી વિકારને કારણે જીવને કર્મનો બંઘ ચાલુ રહે છે. /૧૦૨ા. ત્રણે ગુણસ્થાને પછી સાતવેદન આવે રે, કંપે આત્મ-પ્રદેશે તે યોગ, કર્મને લાવે રે. ૧૦૩ અર્થ - પછી અગ્યાર, બાર અને તેરમા ગુણસ્થાનકે જીવને સાતવેદનીયનો બંઘ થાય છે. કષાયથી થતો બંઘ અટકી જવાથી હવે આ ત્રણ ગુણસ્થાનકમાં જીવને બંધનું કારણ માત્ર યોગ છે. તે મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ થવાથી આત્મપ્રદેશો કંપાયમાન થાય છે અને કર્મને પોતા તરફ આકર્ષે છે. જેના નિમિત્તથી આત્માના પ્રદેશ સકંપ થાય અને કર્મોનું ખેંચાણ થાય તેને યોગ કહે છે.” -સહજસુખ સાધન (પૃ.૩૫૪) ૧૦૩ી પંદર ભેદે યોગ છે, પ્રકૃતિ-પ્રદેશ-હેતુ રે; કષાયથી રસ ને સ્થિતિ; કર્મ પાકી રસ દેતું રે. ૧૦૪ અર્થ :- યોગના પણ પંદર ભેદ છે. તે આ પ્રમાણે સત્યમન, અસત્યમન, ઉભયમન, અનુભયમન, સત્યવચન, અસત્ય વચન, ઉભય વચન, અનુભય વચન, ઔદારિક યોગ, ઔદારિકમિશ્ર યોગ, વૈક્રિયિક, વૈક્રિયિક મિશ્ર – છ પર્યાપ્તિ પૂરી ન થાય તેને મિશ્ર કહેવાય છે. આહારક, આહારકમિશ્ર, કાર્માણ, વિગ્રહ ગતિમાં કાર્માણયોગ હોય છે. એ મન વચનકાયાના યોગ તે પ્રકૃતિબંઘ અને પ્રદેશબંઘના કારણો છે. જ્યારે કર્મોમાં રસ અને સ્થિતિ પડે તે કષાયભાવોથી પડે છે. પછી કર્મનો અબાઘાકાળ પૂરો થયે તે કર્મ પાકીને સુખદુઃખરૂપ ફળને આપનાર થાય છે. “જે વિચાર અને વચનને સત્ય કે અસત્ય કાંઈ ન કહેવાય તેને અનુભય કહે છે.” -સહજસુખ સાઘન (પૃ.૩૫૩) I/૧૦૪ો. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય, પ્રમાદ, યોગે રે, એક સો વીસ પ્રકૃતિઓ બાંઘી કર્મ-સંયોગે રે. ૧૦૫ અર્થ :- કર્મબંધના કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છે. તે તે કર્મબંઘના સંયોગે જીવ એકસો વીસ પ્રકૃતિનો બંઘ કરે છે. તે આ પ્રમાણે છે. પાંચ જ્ઞાનાવરણીયની, નવ દર્શનાવરણીયની, છવીસ મોહનીય કર્મની, પાંચ અંતરાયકર્મની, સડસઢ નામકર્મની, બે વેદનીય કર્મની, બે ગોત્રકર્મની તથા ચાર આયુષ્યકર્મની. ૧૦પા. ભમે જીવ ભવમાં અતિ; લહીં કરણાદિ લબ્ધિ રે, મોક્ષમાર્ગ જે પામતા. તે પામે છે સિદ્ધિ રે. ૧૦૬ Page #163 -------------------------------------------------------------------------- ________________ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ ૩૫૭ અર્થ - આપણો આત્મા કર્મ બાંધીને આ સંસારમાં અત્યંત પરિભ્રમણ કરે છે. પણ પાંચ કરણાદિ લબ્ધિને પામી મોક્ષમાર્ગ મેળવી અપૂર્વ એવા આત્માની સિદ્ધિને પામે છે. તે પાંચ લબ્ધિઓ આ પ્રમાણે :(૧) ક્ષયોપશમલબ્ધિ–મનુષ્યભવ, પાંચ ઇન્દ્રિય વગેરે મળે તે. (૨) વિશુદ્ધિલબ્ધિ-ખોટાં કામથી ત્રાસ પામે ને સારા ભાવ ભણી જીવ વળે તેથી પુણ્ય બાંધે. તેથી સપુરુષનો યોગ થાય. (૩) દેશનાલબ્ધિ-સપુરુષનો યોગ થાય, સત્પરુષ કહે તે સમજવાનું માહાભ્ય લાગે. (૪) પ્રાયોગ્યલબ્ધિ–દેશનાનો વિચાર કરી તેમાં જ જીવન ગાળે તેથી સીત્તેર કોડાકોડીની કર્મ-સ્થિતિ ઘટીને અંતઃકોટાકોટીની થઈ જાય. (૫) કરણલબ્ધિ-તેમાં આગળ વધતાં ગ્રંથિભેદ થાય.” -બોઘામૃત ભાગ-૨ (પૃ.૨૨૨) II૧૦૬ની તુજ સમ ભવ્ય ઍવો લહી રત્નત્રય શિવપંથે રે ભવસમુદ્ર ઊતરી રહે શાશ્વત મુક્તાનંદે રે.” ૧૦૭ અર્થ:- ઉપર મુજબ સદ્ઘર્મની પ્રાપ્તિમાં બાઘક એવા કારણો મિથ્યાત્વાદિને બતાવી, જે ભવિષ્યમાં શાંતિનાથ ભગવાન થવાના છે એવા અમિતતેજને સંબોધી ભગવાને જણાવ્યું કે તારા જેવા ભવ્ય જીવો પણ રત્નત્રયને પામી શિવપંથે એટલે મોક્ષના માર્ગે ચઢશે. તે જીવો સંસારરૂપી સમુદ્રને પાર ઊતરી શાશ્વત એવા મુક્તિના આનંદને મેળવશે. ૧૦થા. અમિતતેજ સુ પામિયો સમ્યગ્દર્શન-શુદ્ધિ રે, શ્રાવકનાં વ્રત આદરી લહે ભાવની વૃદ્ધિ રે. ૧૦૮ અર્થ - અમિતતેજ પણ ભગવાનનો આવો શ્રેષ્ઠ ઉપદેશ સાંભળી સમ્યગ્દર્શનની શુદ્ધિને પામ્યો. તેથી શ્રાવકના વ્રતોને ગ્રહણ કરી દિનોદિન શ્રેષ્ઠ ભાવોની વૃદ્ધિ કરવા લાગ્યો. ||૧૦૮ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ (સંભવ જિનવર વિનતિ અવઘારો ગુણજ્ઞાતા રે–એ રાગ) અશનિઘોષ સાધુ થયો, માતા સહ તે કાળે રે, સ-સાસુ સુતારા ગ્રહે દીક્ષા, પ્રીતે પાળે રે. ૧ અર્થ - ભગવાન તીર્થકરની વાણીવડે અશનિઘોષ વિદ્યાઘર જે પૂર્વભવમાં કપિલ હતો તે પોતે જ હતો એમ જાણી વૈરાગ્ય પામી સાધુ થયો. તેની માતા પણ સાથે દીક્ષિત થઈ. તથા સુતારા જે પૂર્વભવમાં કપિલની પત્ની સત્યભામા હતી અને આ ભવમાં અમિતતેજ જે શાંતિનાથ ભગવાનનો જીવ છે તેની બહેન અને શ્રી વિજયની પત્ની છે. તેણે પણ આ ભવની સાસુ સ્વયંપ્રભા જે ત્રિપુષ્ટ વાસુદેવની રાણી છે તેની Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રાવોધ-વિવેચન ભાગ-૨ ૩૫૮ સાથે દીક્ષા ગ્રહણ કરી. સૌ પ્રેમપૂર્વક મુનિના આચાર પાળવા લાગ્યા. ||૧|| અમિતતેજ આદિ ગયા સર્વે નિજ નિજ સ્થાને રે, પૂર્વ ઉપવાસો કરે, ઠંતા પાત્રે દાને રે, ૨ અર્થ :— અમિતતેજ આદિ સર્વે પોત પોતાના સ્થાને ગયા. તેઓ પણ આઠમ ચૌદસ આદિ પર્વ દિવસોમાં ઉપવાસ કરવા લાગ્યા અને સુપાત્રે દાન આપી શ્રાવક ધર્મનો ઉદ્યોત કરવા લાગ્યા. III જિન-પૂજા નિત્યે કરે, ધર્મકથા પણ સુંશે રે, ભવ્ય જૈવોને બોધ દે, રાયે પરના ગુજ઼ ૨. ૩ અર્થ :— હવે અમિતતેજ હમેશાં જિનપૂજા કરે છે, ધર્મ કથા પણ સાંભળે છે તથા અનેક ભવ્ય જીવોને ધર્મનો ઉપદેશ આપે છે તથા પરના અલ્પ ગુણમાં પક્ષ પ્રીતિ ધરાવી પ્રમોદ પામે છે. “ગુણી જનોકો દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે; બને જહાં તક ઉનકી સેવા, કરકે યહ મન સુખ પાવે.’’ -મેરી ભાવના ||૩|| વિદ્યાધર-ચક્રી સમો અમિતતેજ વિરાજે રે, અનેક વિદ્યા સાધો, શ્રીવિજય-મૈત્રી છાજે ૨. ૪ અર્થ :– વિદ્યાધરોનો રાજા અમિતતેજ ચક્રવર્તી સમાન રાજ્યાસન પર વિરાજમાન છે. જે અનેક વિદ્યા સાધતો કાળ નિર્ગમન કરે છે. તેને ત્રિપુષ્ટ વાસુદેવના પુત્ર શ્રી વિજય સાથે ગાઢ મિત્રતા છે. ।।૪।। અમરગુરુ મુનિને નમી બન્ને બેસી પૂછે રે : “ત્રિપુષ્ટના ભવ આગલા, વાસુદેવસુખ શું છે રે?'' પ અર્થ :– અમરગુરુ મુનિનો સમાગમ થતાં બન્ને તેમને નમીને તેમની સમક્ષ બેસી, વિજયના પિતા ત્રિપુષ્ટ વાસુદેવના આગલા ભવો પૂછવા લાગ્યા તથા વાસુદેવ પદવીનું સુખ શું છે? તે જણાવવા કહ્યું. ।।૫।। ધર્મ-ળો મુનિ વર્ણવે શ્રીવિજય તે યોગે રે, ભોગ-નિદાન કરે અરે! ચિત્ત ઘરી સુખ-ભોગે રે. ૬ અર્થ :– ત્યારે મુનિ ભગવંતે ઘર્મ આરાધનાનું આ ફળ છે એમ વર્ણન કર્યું. તે સાંભળીને શ્રી વિજયે વાસુદેવના સુખ ભોગ ભોગવવાની ઇચ્છાએ કરી મનમાં એવા ભોગનું અરે! નિદાન એટલે નિયાણું કરી લીધું. ॥૬॥ એક દિવસ બન્ને સુણે વિમલમતિ મુનિ પાસે રે, ‘એક માસ આયુષ્ય છે' મુનિ બી જે સંન્યાસે રૃ. ૭ અર્થ :— એક દિવસ વિમલમંતિ નામના મુનિ પાસે પોતાનું માત્ર એક માસનું આયુષ્ય સાંભળીને બન્ને મુનિ બની, સંન્યાસ મરણ સ્વીકા૨ી પાોપગમન અનશન ગ્રહણ કર્યું. IIના (આનત સ્વર્ગ ઊપજી, સુર-સુખ બન્ને માણે રે, પૂર્વ પુણ્ય ફળ બાકી તે, વિદેહ ક્ષેત્રે આણે રે. ૮ અર્થ :– હવે બન્ને આનત નામના નવમા દેવલોકમાં ઉત્પન્ન થઈ દેવતાઈ સુખને માણવા લાગ્યા. પૂર્વે કરેલા પુણ્યના ફળો ભોગવવા બાકી હોવાથી ત્યાંથી તેમને મહાવિદેહ ક્ષેત્રમાં કર્મે આણ્યા. ।।૮।। Page #165 -------------------------------------------------------------------------- ________________ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ ૩૫૯ પ્રભાકરી નગરી વિષે જન્મ નૃપ-કુમારો રે, સ્વિમિતસાગર-ઘરે ફુરે કુલ-દીપક સંસ્કારો રે. ૯ અર્થ - મહાવિદેહ ક્ષેત્રમાં પ્રભાકરી નગરીમાં તિમિતસાગર રાજાના ઘેર રાજકુમારો તરીકે બેય જન્મ પામ્યા. કુળને દીપાવે એવા સંસ્કારોથી યુક્ત બન્ને કુમારો વૃદ્ધિ પામવા લાગ્યા. ગાલા (૩) અપરાજિત નામે થયો, અમિતતેજ-ઑવ મોટો રે, અનંતવીર્ય સુનામથી શ્રીવિજય-ઑવ છોટો રે. ૧૦ અર્થ - જે પૂર્વભવમાં અમિતતેજ હતો તે હવે અપરાજિત નામે મોટો ભાઈ થયો તથા પૂર્વભવમાં જે શ્રી વિજય હતો તે અહીં અનંતવીર્ય નામનો નાનો ભાઈ થયો. ૧૦ાા. બળભદ્ર, વાસ્દેવ બે ઊછરે પુણ્ય પ્રમાણે રે; કિરાતી બર્બરી બે નટી નાચત હર્તા જે ટાણે રે, ૧૧ અર્થ - મોટોભાઈ અપરાજિત તે બળદેવ અને નાનોભાઈ અનંતવીર્ય તે વાસુદેવ થવાનો છે. તે પુણ્ય પ્રમાણે અત્રે ઊછેર પામે છે. એકવાર કિરાતી અને બર્બરી નામની બે દાસીઓ જે ગીત નાટ્ય કળામાં ઘણી કુશળ હોવાથી સુંદર ગાયન અને નૃત્ય કરતી તે યુવતીઓ બલભદ્ર અને અનંતવીર્યના ચિત્તને રંજન કરતી હતી. ૧૧. અભિનય ભાવે સર્વનાં ચિત્ત હરી તે લેતી રે; નારદ ઋષિ આવ્યા છતાં, માન સભા ના દેતી રે. ૧૨ અર્થ - તે અભિનય એટલે મનોભાવદર્શક એવું નૃત્ય કરતાં સર્વના ચિત્તને હરણ કરતી હતી. તે સમયે નારદ ઋષિ ત્યાં આવ્યા છતાં સભામાં કોઈએ તેમને માન આપ્યું નહીં. ૧૨ાા અપમાનિત પાછા ગયા, 'દમિતારિની પાસે રે, માન દઈ સામો જઈ ઋષિને તે ઉપાસે રે. ૧૩ અર્થ - અપમાનિત થયેલા નારદ પાછા ફર્યા અને દમિતારિ નામના પ્રતિ વાસુદેવની પાસે ગયા. ત્યારે દમિતારિએ તેમની સામે જઈ માન દઈને તે ઋષિની ભક્તિપૂર્વક ઉપાસના કરી. ૧૩ના પૂછે પછઃ “આશ્ચર્ય શું અપૂર્વ આપે ભાળ્યું રે? “પ્રભાકરી નગરી વિષે નટ-નાટક નિહાળ્યું રે,” ૧૪ અર્થ - પછી રાજાએ નારદ ઋષિને પૂછ્યું કે આપ સર્વત્ર ફરો છો તો આ જગતમાં અપૂર્વ આશ્ચર્યકારક એવું આપે શું ભાળ્યું? ત્યારે અવસર જોઈ નારદ બોલ્યા : પ્રભાકરી નગરીમાં નટીઓનું એક નાટક મેં નિહાળ્યું છે. II૧૪ એમ કહી આશ્ચર્યથી નારદ વદન વિકાસે રે એ બે નટ ચક્રી-સભા માટે જન્મી ભાસે રે, ૧૫ અર્થ :- “એમ કહીને આશ્ચર્યથી નારદનું મુખ વિકસિત થયું અને જણાવ્યું કે એ બે નટીઓ તો તમારા જેવા ચક્રીની સભા માટે જ જન્મી હોય એમ લાગે છે. ||૧૫ા. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ તુજ સુખ-મંદિર-શિખરે કળશ ચઢે એ આવ્યું રે, ત્રિખંડપતિને તે ઘટે,” કહી ક્લેશ-બીજ વાવે રે. ૧૬ અર્થ :— વળી નારદે કહ્યું : જો એ નટીઓ અહીં આવે તો તારા સુખરૂપી મંદિરના શિખર ઉપર લશ = ચઢે એવું થાય. એ નટીઓ ત્રણ ખંડના અધિપતિને ઘેર શોભે એમ કહી ક્લેશના બીજ વાવી દીધા. ।।૧૬। દમિતારિ દૂત મોકલે મગાવવા ની બન્ને રે, ની-વેષે બે ભાઈઓ ગુપ્ત ગયા દ્યૂત-સંગે રે. ૧૭ અર્થ :–દમિતારિ રાજા એ બન્ને નટીઓને પોતાના રાજ્યની શોભા માટે આપી દેવા અર્થે એક દૂત મોકલ્યો. દૂતની સાથે કુતૂહલથી વિદ્યાના બળે અપરાજીત અને અનંતવીર્થે પોતેજ કિરાતી અને બર્બરીનું રૂપ ધારણ કરી ગુપ્ત રીતે ત્યાં ગયા. ।।૧૭|| વિદ્યા બળથી રીઝર્વે નાટક કરી રાજાને રે, નૃપ નિજ કન્યા સોંપતા સુનૃત્ય શીખવવાને રે. ૧૮ અર્થ :–દમિતારીના રાજ્યમાં વિદ્યાના બળથી નાટક કરી રાજાને રીઝવ્યો. તેથી રાજાએ પોતાની કન્યા કનકશ્રીને પણ નાટ્યકળા શીખવવા માટે તેમને સોંપી. ।।૧૮। કળા શીખવતાં વર્ણવે, “અનંતવીર્ય રૂપાળો રે, પ્રભાકરી પુરીનો પતિ જગશિરોમણિ ભાળો રે.” ૧૯ અર્થ :– કનકશ્રીને કળા શીખવતા અપરાજીત, અનંતવીર્યના રૂપનું અને ગુણોનું વર્ણન કરે છે, કે = તે પ્રભાકરી નગરીનો રાજા છે, અને તે જગતમાં શિરોમશિરૂપ છે. ૧૯ના પ્રીનિવંત બની ચૂકે પતિ કરવાને તેને રે, વીનવે લજ્જા મુકી કે સ્વરૂપ બતાવે એને રે. ૨૦ અર્થ :— જ્યારે કનકશ્રી લજ્જા મૂકીને અનંતવીર્ય ઉપર પ્રીતિવંત બની તેને પોતાનો પતિ કરવા = ઇચ્છે છે ત્યારે અનંતવીર્થે પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કર્યું. ।।૨૦।। રૂપમુગ્ધ સાથે જવા તત્પર થઈ કે ચાલ્યા રે, “કનકશ્રી નૃપ-કન્યકા હરી મેં' ગગને બોલ્યા રે. ૨૧ અર્થ :– જ્યારે કનકશ્રી તેના મનોહર રૂપમાં મુગ્ધ બની, તેની સાથે જવા તૈયાર થઈ ત્યારે આકાશમાર્ગે જતાં અનંતવીર્ય બોલ્યો : હું રાજકન્યા કનકશ્રીને હરીને જાઉં છું, ॥૨૧॥ યુદ્ધ થયું ત્યાં કારમું, ચક્ર મૂકે દમિતારિ રે, અનંતવીર્ય-કરે ઠરે, ચાલ્યા તેને મારી રે. ૨૨ અર્થ : અનંતવીર્યના શબ્દો સાંભળી મિનાર અને અનંતવીર્ય વચ્ચે ભયંકર કારનું યુદ્ધ થયું. અંતે દમિતારિએ અનંતવીર્ય ઉપર ચક્ર મૂક્યું. તે અનંતવીર્યના હાથમાં આવી સ્થિર થયું. અંતે દમિતારિના વચનોથી ક્રુદ્ધ થઈ અનંતવીર્થં તેના ઉપર ચક્ર મૂકી તેને મારીને આગળ ચાલ્યા. ।।૨૨।। વિમાન થોભે જ્યાં નભે નીચે સભા જણાતી રે, કીર્તિઘર કેવળી દીઠા, દિવ્યધ્વનિ સુણાતી ૨. ૨૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ ૩૬૧ અર્થ :- નભ એટલે આકાશમાં જતું વિમાન થોળ્યું ત્યારે નીચે જોયું કે ત્યાં સભા બેઠેલી જણાઈ અને કીર્તિધર કેવળી ભગવંતને દીઠા. જ્યાં તેમની દિવ્યધ્વનિ બઘા સાંભળી રહ્યા છે. ગારા દમિતારિના તે પિતા, નીચે જઈ સૌ વંદે રે, દર્શન કરી સુણી દેશના, સૌના મન આનંદે રે. ૨૪ અર્થ - તે કીર્તિઘર કેવળી દમિતારિ રાજાના પિતા છે. વિમાનને નીચે લઈ જઈ સર્વે એ વંદન કર્યા. દર્શન કરી તેમની દેશના સાંભળવાથી સૌના મન આનંદમાં આવી ગયા. ૨૪ પૂંછે પિતામહને પછી કનકશ્રી કર જોડી રે : કયાં પૂર્વિક પાપથી થઈ હું પાપી છોડી રે?” ૨૫ અર્થ - પછી કનકશ્રી પોતાના પિતામહ એટલે દાદા કીર્તિઘર કેવળીને હાથ જોડી પૂછવા લાગી કે હે પ્રભુ! હું કયાં પૂર્વના પાપથી મારા પિતા દમિતારિને મારવા માટે નિમિત્તરૂપ પુત્રી બની. 1રપા કીર્તિઘર કેવળી કહે: “પૂર્વ ભવે શ્રીદતા રે, શંખપુરે પુત્રી હતી, ગરીબ માતા-પિતા રે, ૨૬ અર્થ –ત્યારે કીર્તિઘર કેવળી કહેઃ પૂર્વભવમાં તું શંખપુરમાં શ્રીદત્તા નામની ગરીબ માતાપિતાની પુત્રી હતી. પારકા મુનિ મળતાં દુઃખ ટાળવા ચક્રવ્રત તેં ઘાયું રે, દાન દીધું તેં સાઘુને, સાઘુ-વચન અવઘાર્યું રે. ૨૭ અર્થ -તને મુનિ મહાત્માનો યોગ મળવાથી તેમના ઉપદેશથી દુઃખ ટાળવા તેં ચક્રવ્રત ઘારણ કર્યું હતું. ચક્રવ્રતના વિઘાનમાં પ્રથમ અઠ્ઠમ, પછી એક ઉપવાસ અને પારણું પછી બીજો ઉપવાસ અને પારણું એમ સાડત્રીસ ઉપવાસ કરી અંતે અઠ્ઠમ કરવાનું હોય છે. પુણ્ય પ્રભાવે એક દિવસ વરસાદના કારણે તારા ઘરની ભીંત પડી જવાથી સુવર્ણથી ભરેલો ચરુ નીકળ્યો. પછી તે સાઘુ પુરુષોને ભાવથી દાન આપ્યું તથા સાધુ જ્ઞાની પુરુષોના વચનને ધારણ કર્યા હતા. રશી. મહાસતી આર્યા હતી તેને તેં બોલાવી રે, ઉપવાસે ઊલટી થઈ, ગ્લાનિ તને થઈ આવી રે. ૨૮ અર્થ - એક મહાસતી આર્યાને તેં આહારદાન અર્થે બોલાવી તેને ઉપવાસ હોવાથી ઊલટી થઈ. તે જોઈ તેમના પ્રત્યે તને ગ્લાનિ થઈ આવી. ૨૮ દોષ ગુણીના દેખતાં પાપ-કમાણી કીથી રે, પુણ્ય ફળે નૃપતિ-કુળ પદવી આવી લીથી રે. ૨૯ અર્થ - ગુણી એવી મહાસતીના દોષ દેખતાં તેં પાપની કમાણી કરી. પણ પુણ્યના ફળમાં આ રાજ્યકુળમાં તે કનકશ્રીની પદવીને પામી. ૨૯ પાપ-ફળે પિતા-વઘે દુઃખ-દશા તું દેખે રે; વાવે તેવું સૌ લણે, કશું ન જાય અલેખે રે. ૩૦ અર્થ - તેમજ પાપના ફળમાં પિતાનો વઘ થવાથી તે વિયોગની દુઃખદશાને અનુભવે છે. જેવું Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ વાવે તેવું સૌ ભણે છે. કંઈ પણ કરેલું અલેખે જતું નથી. ઘર્મ સંબંઘી કિંચિત્ પણ કલંક અત્યંત દુઃખ આપે છે. કરેલા કાર્યના ફળ સૌને ભોગવવા પડે છે. /૩૦ના પ્રભાકરી નગરી ગયા, મળી સૌ રાજા સ્થાપે રે, પુણ્ય અનંતવીર્યને અર્ધચક્રીપદ આપે રે. ૩૧ અર્થ - પ્રભાકરી નગરીએ ગયા પછી બધાએ મળી અનંતવીર્યને પુણ્યના બળે રાજા તરીકે સ્થાપિત કર્યા અને અર્ધચક્રવર્તીનું પદ આપ્યું. ||૩૧ાા. બળભદ્ર-પુત્રી સુમતિ યૌવન વયમાં આવી રે મહામુનિને દાન દે, પંચ દિવ્ય પ્રગટાવી રે. ૩ર. અર્થ - અપરાજિત તે બળભદ્ર કહેવાય છે. તેમની પુત્રી સુમતિ યૌવન વયમાં આવી. એકવાર મહામુનિને દાન આપતા તેના પુણ્ય પ્રભાવે, રત્ન, સુવર્ણ વગેરે પંચ દિવ્યની વૃષ્ટિ થઈ. //૩રા. આવ્યા સૌ આશ્ચર્યથી, મહામુનિ વંદે રે; ઉમ્મરલાયક સુમતિ દેખી, નૃપ નિમંત્રે રે. ૩૩ અર્થ - પંચ દિવ્ય થયા સાંભળી આશ્ચર્યથી બઘા ત્યાં આવી મહામુનિને વંદન કર્યા. પોતાની પુત્રી સુમતિને હવે ઉમ્મરલાયક થઈ જાણીને રાજાએ સ્વયંવરમાં આવવા બધા રાજાઓને નિમંત્રણ આપ્યું. [૩૩] સ્વયંવરા આવી ઊભી સભા વિષે લઈ માળા રે, શોભા અધિકી ઘારવા કરે કુમારો ચાળા રે. ૩૪ અર્થ - સ્વયંવરા એવી સુમતિ સભામાં માળા લઈને આવી ઊભી રહી ત્યારે પોતપોતાની અઘિકી શોભા બતાવવા રાજકુમારો અનેક પ્રકારની મોહમયી ચેષ્ટા કરવા લાગ્યા. ૩૪ દેવી નભથી ઊતરી, કંવરને ઉપદેશે રે ? અહો! ઘનશ્રી, યાદ છે? હતી તું દેવી-વેષે રે. ૩૫ અર્થ - ત્યાં એક કૌતુક બન્યું. એક દેવી આકાશમાંથી નીચે ઊતરીને સુમતિ કુંવરીને ઉપદેશવા લાગી કે અહો! ઘનશ્રી, તને યાદ છે? તું દેવલોકમાં દેવી વેષે હતી. //૩પી. શરત કરેલી આપણે જ્ઞાન થતાં એ રીતે રે “ચ્યવે પ્રથમ તેને કરે, સુબોઘ બીજી પ્રીતે રે.” ૩૬ અર્થ - જ્યારે તું દેવી હતી ત્યારે આપણે પૂર્વભવનું જ્ઞાન થવાથી એવી શરત કરેલી કે જે પ્રથમ દેવલોકમાંથી ઔવે તેને બીજીએ પ્રેમપૂર્વક અહંતુ ઘર્મનો બોઘ કરવો. ૩૬ કથા આપણી હું કહું, વિચાર તે સુણીને રે, અતિવિક્રમ નૃપ તો પિતા, માત અનંતમતીને રે- ૩૭ અર્થ – હવે હું તને આપણી કથા કહું છું. તે સાંભળીને વિચાર કર. પૂર્વભવમાં અતિવિક્રમ રાજા આપણા પિતા હતા અને માતા અનંતમતી હતી. [૩થા બે કુંવરીઓ આપણે, નામ ઘનશ્રી તારું રે, અનંતશ્રી મારું હતું; નંદન ગુરુ સંભારું રે. ૩૮ Page #169 -------------------------------------------------------------------------- ________________ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ ૩૬૩ અર્થ - ત્યારે આપણે તેમની બે કુંવરીઓ હતી. તારું નામ ઘનશ્રી હતું અને મારું નામ અનંતશ્રી હતું. તથા નંદનગિરી નામના આપણા ગુરુ હતા. IT૩૮ાા વ્રતો બોઘ સુણી લીઘાં; વિદ્યાઘર હરી જાતાં રે, વિદ્યાથરીને દેખતાં, વેણુવનમાં નાખ્યાં રે. ૩૯ અર્થ :- આપણે શ્રીગુરુ પાસે બોઘ સાંભળીને શ્રાવકના બાર વ્રતો અંગીકાર કર્યા હતા. એકવાર વીરાંગ નામનો એક યુવાન વિદ્યાઘર આપણને હરી ગયો. પણ શુભાશયવાળી પોતાની સ્ત્રી વજશ્યામલિકાને જોતાં તેણે આપણને વેણુવનમાં નાખી દીધા. //૩૯ના સંન્યાસે મર આપણે સ્વર્ગે ઊપજ્યાં જ્યારે રે ધૃતિષેણ મુનિને પૂંછ્યું: “મોક્ષ થશે અમ ક્યારે રે?”૪૦ અર્થ –ત્યાં મરણાંત આપત્તિ જાણીને અનશનવ્રત લઈ મંત્રના ધ્યાનપૂર્વક સંન્યાસ મરણ કરી હું સૌઘર્મ દેવલોકના ઇન્દ્રની અગ્રમહિષી થઈ અને તું ઘનશ્રી કુબેર લોકપાલની મુખ્ય દેવી થઈ. ત્યાંથી નદીશ્વર દ્વીપ વગેરે તીર્થોની યાત્રા કરતાં ધૃતિષેણ મુનિને પૂછ્યું કે હે પ્રભુ! અમારો મોક્ષ ક્યારે થશે? I૪૦ાા ભવ ચોથે ભવ છેદશો', કહ્યું હતું, છે સ્મૃતિ રે? દુર્લભ નરભવ પામી તું; વાત કરી મેં વીતી રે.”૪૧ અર્થ :- ત્યારે તેમણે કહ્યું હતું કે ચોથા ભવમાં તમે સંસારનો છેદ કરશો. તેની તને સ્મૃતિ છે? હવે તું દેવતાને દુર્લભ એવા મનુષ્યજન્મને પામી છું. માટે આપણા જીવનમાં વીતેલી આ વાત તને જણાવી છે. ૪૧ાા જાતિ-સ્મૃતિ ઊપજી, સુમતિ મૂછ છોડે રે, દેવી તો ચાલી ગઈ; સૌ સામે કર જોડે રે -૪૨ અર્થ - આ સાંભળી સુમતિને જાતિ-સ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. જેથી જાણે સંસારનો ભય લાગવાથી મૂર્ણિત થઈ પૃથ્વી પર પડી ગઈ. પછી ચંદનના જળ અને પંખાના પવનથી તે સુમતિની મૂછ દૂર થઈ. દેવી તો વિમાનમાં બેસી આકાશમાર્ગે સ્વર્ગમાં ગઈ. હવે સર્વની સામે હાથ જોડીને સુમતિ કહેવા લાગી. //૪રા હે નરપતિ, સૌ આવિયા મુજ કાજે, પણ મારે રે, દીક્ષા લેવા ભાવ છે, દુખ લાગ્યું છે ભારે રે. ૪૩ અર્થ - હે સર્વ કુલીન રાજાઓ! તમે સૌ મારા માટે આવ્યા છો. પણ મને જાતિસ્મરણજ્ઞાન થયું છે. મને આ સંસાર હવે ભયંકર દુઃખમય ભાસ્યો છે માટે મારે હવે દીક્ષા લેવાના ભાવ છે. આ૪૩. આજ્ઞા આપો સર્વ તો ભગવર્તી દીક્ષા ઘારું રે, ભવવ્યાધિની ઔષધિ કર, કમ સંહારું રે.”૪૪ અર્થ - હું તમને પ્રાર્થના કરું છે કે તમે સર્વ મને ભગવતી દીક્ષા લેવાની આજ્ઞા આપો તો હું દીક્ષા ગ્રહણ કરું. જે વડે સંસારરૂપ વ્યાધિની ઔષધી કરી મારા સર્વ કર્મોનો સંહાર કરું. I૪૪. ‘તથાસ્તુ' કહી હર્ષથી સર્વે આજ્ઞા દેતા રે, અનુમોદન સુંઘર્મનું કરી પુણ્ય-ફળ લેતા રે. ૪૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - તે સાંભળી સર્વ રાજાઓએ ‘તથાસ્તુ' કહી હર્ષથી આજ્ઞા આપી. એમ સઘર્મનું અનુમોદન કરીને તેઓએ પણ પુણ્યફળ પ્રાપ્ત કર્યું. ૪પાા સાત સો સખીઓ લઈ દીક્ષા લઇ બની દેવી રે, વાસુદેવ નરકે ગયા; કર્મ તણી ગતિ એવી રે. ૪૬ અર્થ - પછી સુમતિએ સાતસો સખીઓ સહિત દીક્ષા ગ્રહણ કરી. આરાઘના કરી સ્વર્ગમાં તે દેવી થઈ. વાસુદેવ અનંતવીર્ય તે નિયાણાના કારણે નિકાચિત કર્મની ગતિ પ્રમાણે પહેલી નરકે ગયા. //૪૬ાા અપરાજિત સંયમ ઘરી થયા ઇન્દ્ર (અચ્યતે રે, સ્વિમિતસાગર મુનિ બની, થયા શરણેન્દ્ર ચૂકે રે. ૪૭ અર્થ - અપરાજિત રાજાએ પણ સોળ હજાર રાજાઓ સાથે સંયમ ઘારણ કર્યો. ચિરકાળ તપ તપી અંતે અનશન કરી શુભધ્યાનવડે મૃત્યુ પામી બારમા અય્યત દેવલોકમાં ઇન્દ્ર થયા. તિમિતસાગર મુનિ જે અપરાજિત અને અનંતવીર્યના પિતા હતા તે કિંચિત ભૂલચૂકથી ઘરણેન્દ્ર પદવીને પામ્યા. //૪શા નરકે પુત્ર કને ગયા, બોથી સુષ્ટિ કરાવે રે, નરકગતિ પૂરી થતાં, ખેચર-નૃપ-ઘર આવે રે. ૪૮ અર્થ:-ઘરણેન્દ્ર થયા પછી પૂર્વભવના પોતાના પુત્ર અનંતવીર્ય પાસે નરકમાં ગયા ત્યાં તેને બોઘ આપી સમ્યકુદ્રષ્ટિ કરાવી. નરક ગતિનું બેતાલીસ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં અનંતવીર્યનો જીવ વૈતાઢય પર્વત ઉપર રહેતા વિદ્યાધર રાજાના ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. ૪૮ મેઘનાદ નામે થયા સૌ વિદ્યાઘર-સ્વામી રે, અચ્યતેન્દ્ર આવીને બોઘ દઘો નિષ્કામી રે. ૪૯ અર્થ - તેનું મેઘનાદ નામ રાખવામાં આવ્યું. તે યુવાન થવાથી પિતાએ રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી. હવે તે સર્વ વિદ્યાઘરોનો સ્વામી થયો. એકદા મેરુ પર્વત ઉપર શાશ્વતી જિન પ્રતિમાઓના દર્શન કરવા તે ગયો. ત્યાં સ્વર્ગવાસી દેવો સાથે અપરાજિતનો જીવ જે અચ્યતેન્દ્ર થયેલ છે તે પણ આવ્યો હતો. તેણે મેઘનાદને જોયો એટલે પૂર્વભવના સ્નેહથી બોલાવી પૂર્વભવનું સ્વરૂપ કહી નિષ્કામભાવે ગુરુની જેમ ઘર્મનો બોઘ આપ્યો કે તું “આ સંસારનો ત્યાગ કર.” II૪૯ો. આત્મજ્ઞાન મુનિ થયા, પ્રતિમા યોગે ઊભા રે, અસુર વેરી પૂર્વનો પડે ત્યાં અક્ષુબ્ધા રે- ૫૦ અર્થ - અચ્યતેન્દ્રના ઉપદેશથી વૈરાગ્ય પામી મેઘનાદ ખેચરેન્દ્ર અમરગુરુ નામના મુનીન્દ્ર પાસે દીક્ષા ગ્રહણ કરી આત્મજ્ઞાની મૂનિ થયા. એકદા નંદનગિરી નામના પર્વત ઉપર જઈ એક રાત્રિની પ્રતિમા ઘારણ કરી ત્યાં પૂર્વભવનો વેરી પ્રતિવાસુદેવનો પુત્ર અશ્વગ્રીવ જે અસુર થયો હતો. તે ઉપસર્ગો કરી પીડા પમાડતા છતાં મુનિ અક્ષુબ્ધા એટલે મનમાં ક્ષોભ રહિત જ રહ્યા. ૫૦ગા. રહ્યા, થાકીને તે ગયો; સંન્યાસે ત કાયા રે, પ્રતીન્દ્ર અય્યતે થયા, ભાઈને મન ભાયા રે. ૫૧ અર્થ - તેથી તે અસુર એટલે રાક્ષસ થાકીને ચાલ્યો ગયો. અંતે અનશન કરી સંન્યાસ મરણ Page #171 -------------------------------------------------------------------------- ________________ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ ૩ ૬૫ સાથી આ કાયાને તજી અશ્રુત દેવલોકમાં પ્રતીન્દ્રની પદવીને પામ્યા. ત્યાં રહેલા પૂર્વભવના ભાઈ પણ હાલ અચ્યતેન્દ્રના મનને આનંદ આપનાર થયા. પ્રતીન્દ્ર એટલે અય્યતેન્દ્રના સામાનિક દેવપણાને પામ્યા. પલા અપરાજિત-ઑવ જન્મતો ક્ષેમકંર નૃપને ત્યાં રે, (૫વજાયુઘ ઘર નામ, સૌ દે સુખ પુણ્ય ફળે જ્યાં રે. પર અર્થ - અપરાજિત જે શાંતિનાથ ભગવાનનો જીવ છે તે હવે પાંચમા ભવમાં ક્ષેમકર રાજા જે આ ભવમાં તીર્થંકર થવાના છે તેમને ત્યાં જન્મ લીધો. તેમનું વજાયુઘ નામ રાખવામાં આવ્યું. તેમને પુણ્યના ફળમાં સર્વેજણા સુખ આપવા લાગ્યા. //પરા લક્ષ્મીવર્તીને તે વરે, યૌવન ગાળે સુખે રે, પ્રતીન્દ્ર-ઑવ ત્યાંથી ચ્યવી વસે લક્ષ્મવર્તી કૂખે-રે. ૫૩ અર્થ - તે વજાયુઘ લક્ષ્મીવતીને વર્યા. યૌવન સુખપૂર્વક ગાળવા લાગ્યા. હવે અનંતવીર્યનો જીવ જે અય્યત દેવલોકમાં પ્રતીન્દ્ર થયો હતો તે ત્યાંથી ચ્યવીને આ લક્ષ્મીવતીની કૂલીમાં પુત્રપણે ઉત્પન્ન થયો. Ifપયા સહસ્ત્રાયુઘ નામ દે; યૌવનવયમાં જેને રે વરે શ્રીષેણા કુંવરી, કનકશાંતિ સુત તેને રે. ૫૪ અર્થ - સમયે થયે જન્મ લેતા તેનું સહસ્ત્રાયુઘ નામ રાખવામાં આવ્યું. યૌવનવય પ્રાપ્ત થતાં શ્રીષેણા કુંવરી સાથે તેના લગ્ન થયા. તેથી કનકશાંતિ નામનો તેમને એક પુત્ર થયો. ૫૪l. સમકિત વજાયુંઘનું ઈન્દ્ર વખાણે જ્યારે રે, મિથ્યાત્વી સુર સુણીને ચળાવવાને ઘારે રે. ૨૫ અર્થ - વજાયુના સમકિતની જ્યારે દેવલોકમાં ઇન્દ્ર પ્રશંસા કરી ત્યારે એક મિથ્યાત્વી દેવને આ વાત માનવામાં ન આવવાથી તેને ચલાયમાન કરવા માટે આવ્યો. પપા. બુદ્ધચતિ બની આવિયો; વજાયુઘ સંઘાતે રે વાદવિવાદ ચહી કહે : “ક્ષણિકવાદ વિખ્યાત રે- ૫૬ અર્થ - તે બુદ્ધમુનિ બનીને વજાયુઘ સાથે વાદવિવાદ કરવાનું જણાવી બોલ્યો કે આ જગતમાં ક્ષણિકવાદ પ્રસિદ્ધ છે. પકા. નાશવંત વસ્તુ નથી, મોહ અહો! નૃપ, કેવો રે! તેલ-દીપક ઘૂમ-ખેલ જો, આત્મા પણ ગણ એવો રે.”૫૭ અર્થ :- હે રાજા! આ જગતમાં સર્વ વસ્તુઓ જ્યારે નાશવંત છે. તો અહો તેના ઉપર મોહ શો કરવો? જેમ તેલથી દીપક સળગે, દીપકથી ઘુમાડો થાય અને ઘુમાડો ઊડી જાય તેવો આ ખેલ જો. તેમ આત્માને પણ તું એવો જ ક્ષણિક માન. //પળા કહે કુમાર વિવેકથી : “વસ્તુમાત્ર બે ભેદે રે તત્ત્વ, અવસ્થા સર્વમાં, રહે સ્વરૂપ અ૭થે રે. ૫૮ અર્થ - તેના જવાબમાં વજાયુઘકુમાર વિચારીને વિવેકથી કહેવા લાગ્યા કે વસ્તુમાત્રના બે ભેદ છે. એક દ્રવ્ય અને બીજી તેની પર્યાય. પ્રત્યેક તત્ત્વમાં અર્થાત દ્રવ્યમાં તેની અવસ્થાઓ એટલે પર્યાયો Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ રહેલા હોવા છતાં પણ તે વસ્તુનું સ્વરૂપ તો અછેદ્ય જ છે, અર્થાત્ તે વસ્તુનો નાશ કદી થઈ શકે તેમ નથી. /પટા આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રયનું, જ્ઞાન એકને થાય.” -શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કર સંકોચ્ચે મૂઠીં, આ નાશ અવસ્થા કેરો રે, કરનો નાશ થયો નથી; સમજી હર ભવ-ફેરો રે. ૧૯ અર્થ - જેમ કે કર એટલે હાથને સંકોચવાથી મૂઠી બને છે. ત્યારે હાથરૂપ અવસ્થાનો નાશ અને મૂઠીરૂપ અવસ્થાનો જન્મ થયો. પણ તેમ કરવાથી હાથનો નાશ થયો નથી. માટે આ વાત સમજી હવે ચોરાશીલાખ જીવયોનિમાં વારંવાર ફરવાનું મૂકી દે. ૫૯ો તદ્દન નાશ થયો ગણે તે તો નભફૂલ છુંદે રે વિંધ્યા-સુત શશ-શૃંગથી, મૂર્ખ-શિરોમણિ વૃંદે રે.” ૬૦ અર્થ - પદાર્થનો સર્વથા નાશ થયો એમ કહેનાર તો વંધ્યાના પુત્રવડે અથવા સસલાના શીંગડાવડે આકાશના પુષ્પને છૂંદે છે એમ કહેવા તુલ્ય છે. તે મૂર્ખના વૃંદ એટલે સમૂહમાં શિરોમણિ સમાન ગણાય છે. ૬૦ના ફરી વદે: સર્વે કહે, સ્વપ્ન સમી આ સૃષ્ટિ રે, કેમ તમે માનો નહીં? કેવી છે તમ દ્રષ્ટિ રે?” ૬૧ અર્થ :- બુદ્ધ સાધુ ફરી કહેવા લાગ્યો કે સર્વ કહે છે કે આ સૃષ્ટિ તો સ્વપ્ના જેવી છે. તો તમે કેમ માનો નહીં? તમારી દ્રષ્ટિ કેવા પ્રકારની છે? ૬૧. કહે કુમાર: “અહો!જુઓ, સ્વપ્ન વિષે વિષ ખાવું રે, મરે તેથી? સુંભોજને થશે તૃતિ? હે સાઘુ રે. ૬૨ અર્થ - ત્યારે વજાયુઘકુમાર કહે : હે સાધુ! “અહો! સ્વપ્નમાં કોઈએ વિષ ખાધું હોય તો તે મરે ? અથવા સ્વપ્નમાં કોઈ સારું ભોજન કરવાથી વૃદ્ધિ પામે? ૬રાા. સત્ય વિચારે જો ગ્રહો સ્વાદુવાદ જિન-વાણી રે, સંશય કોઈ રહે નહીં, સઘળું લેશો જાણી રે.” ૬૩ અર્થ - માટે સત્ય વિચારવડે જો તમે ક્ષણિકવાદને મૂકીને સ્યાદ્વાદમય એવી જિનવાણીને ગ્રહણ કરશો તો તમને કોઈ પ્રકારનો સંશય મનમાં રહેશે નહીં અને સર્વ તમે જેમ છે તેમ જાણી લેશો. જેમકે દ્રવ્ય અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે અથવા ક્ષણિક છે. કેમકે પ્રત્યેક દ્રવ્યની પર્યાય વ્યવહારથી જોતાં ક્ષણિક હોય છે, પણ તે દ્રવ્યનું હોવાપણું નિશ્ચયથી જોતાં ત્રણે કાળ શાશ્વત છે. કલા દેવ-રૃપે પ્રગટી કહે : “અહો! અહો! તુમ શ્રદ્ધા રે, ઇન્દ્ર પ્રશંસે આપને, મને હતી અશ્રદ્ધા રે- ૬૪ અર્થ - હવે દેવ પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી કહેવા લાગ્યો : અહો! અહો! તમારી શ્રદ્ધા Page #173 -------------------------------------------------------------------------- ________________ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ ૩૬૭ આશ્ચર્યકારક છે. ઇન્ડે આપની પ્રશંસા કરી પણ મને તે વિષે અશ્રદ્ધા હતી. /૬૪| ટળી તમારાં દર્શને, તીર્થંકર-સુત સાચા રે; સંશય મુજ આપે હર્યા, અહો! તમારી વાચા રે.”૬૫ અર્થ - તે મારી અશ્રદ્ધા તમારા દર્શન સમાગમથી ટળી ગઈ. તમે તીર્થકરના સાચા પુત્ર છો. તમે મારી શંકાનો નાશ કર્યો. અહો! તમારી વાણીને ઘન્ય છે. I૬પા ઇન્દ્ર કને જઈ તે કહે : “તમે કહ્યું તેવા તે રે, કરી પરીક્ષા આવિયો, શ્લાધ્ય ગણું સૌ વાતે રે.”૬૬ અર્થ:- ઇન્દ્ર પાસે જઈને પણ કહ્યું : તમે કહ્યું તેવા જ છે. તેમની પરીક્ષા કરીને હું આવ્યો છું. હવે તેમને સર્વ વાતે ગ્લાધ્ય એટલે પ્રશંસવા યોગ્ય ગણું છું. II૬૬ાા. ક્ષેમંકરને ચેતવે કહીં લોકાંતિક દેવો રે : તીર્થ પ્રવર્તાવો, પ્રભુ, સંયમ-તપને સેવો રે.” ૬૭ અર્થ - ક્ષેમંકર રાજાને લૌકાંતિક દેવોએ નિયોગ પ્રમાણે આવી ચેતાવ્યાં કે હે પ્રભુ! હવે સંયમતપને સેવી તીર્થ પ્રવર્તાવો. IIકશા વજાયુથને રાજ્ય દે, આરાધે તપયુક્તિ રે, કેવળજ્ઞાન વરે ખરે! જનહિત કરી લે મુક્તિ રે. ૬૮ અર્થ - પોતાના પુત્ર વજાયુથને રાજ્ય સોંપી ક્ષેમકર રાજાએ દીક્ષા ગ્રહણ કરી. તપને યુક્તિપૂર્વક આરાથી કેવળજ્ઞાન પ્રગટાવ્યું. પછી જનહિત કરી મુક્તિને મેળવી શાશ્વત સુખના ભોક્તા થયા. ૬૮ાા વજાયુથ ચક્રી બને છયે ખંડને જીતે રે, સુખ અનુપમ ભોગવે, અવધિજ્ઞાન લહી તે રે. ૬૯ અર્થ :- શાંતિનાથ ભગવાનનો જીવ વજાયુથ તે હવે ચક્રવર્તી બની છ ખંડને જીત્યા. તથા અવધિજ્ઞાન પામીને અનુપમ સુખના ભોક્તા થયા. કલા રાજસભામાં એકદા વિદ્યાઘર ગભરાતો રે શરણે આવીને ઊભો, શ્વાસ નથી મુખ માલો રે. ૭૦ અર્થ - રાજસભામાં એકવાર ગભરાતો એવો વિદ્યાઘર શરણે આવી ઊભો રહ્યો. જેનો શ્વાસ પણ મુખમાં માતો નથી એવો હાંફતો તે આવ્યો હતો. [૭૦] સશસ્ત્ર વિદ્યાઘરી પૂંઠે વેગે આવી બોલે રે ? “રક્ષણ દ્યો ના દુષ્ટને, પાપ-દંડ એ છો લે રે.” ૭૧ સહિત વિદ્યાથરી આવીને કહેવા લાગી કે આ દુષ્ટને રક્ષણ આપો નહીં. ભલે એ પાપના દંડ ભોગવે. ૭૧ાા. વિદ્યાઘર ઘરડો બીજો, કહે આવીને : “સુણો રે, શાંતિમતી મુજ પુત્રી આ, અનેક એના ગુણો રે. ૭૨ અર્થ - બીજો ઘરડો વિદ્યાર તે વખતે આવીને કહેવા લાગ્યો કે મારી વાત સાંભળો. આ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ શાંતિમતી મારી પુત્રી છે. એના અનેક ગુણો છે. ૭૨ાા. ગિરિ પર વિદ્યા સાઘતી, દેખ ઊંચકી લીઘી રે, વિદ્યા પ્રગટી દેખને, લાગી એને ભીતિ રે. ૭૩ અર્થ - એ ગિરિ ઉપર વિદ્યા સાધ્ય કરતી હતી. તેને દેખીને આ વિદ્યાઘરે ઊંચકી લીધી. પણ વિદ્યા પ્રગટ થઈ જવાથી હવે એને ભય લાગ્યો. [૭૩ાા જીંવ લઈને નાઠો, આપને શરણે એ સંતાયો રે, યમ-ઘરનો મે'માન એ, પાપ-ઘડો પુરાયો રે.”૭૪ અર્થ - ભય લાગવાથી પોતાનો જીવ લઈને નાસી જઈ આપના શરણમાં આવી સંતાયો છે. હવે એ યમ-ઘરનો મેમાન છે કેમકે એના પાપનો ઘડો ભરાઈ ગયો છે. II૭૪. અવધિજ્ઞાને જાણીને ચક્કી કહે સમતાથી રે : “કથા કહ્યું તે સુણો, હરી સુંદરી શાથી રે? ૭૫ અર્થ - અવધિજ્ઞાનના બળે જાણીને ચક્રવર્તી વજાયુઘ સમતાપૂર્વક કહેવા લાગ્યા કે એને શા કારણથી આ સુંદરીનું હરણ કર્યું તેની કથા કહું છું તે સાંભળો. //૭૫ના સુદત્ત-સ્ત્રી પ્રીતિંકરા વનમાં ફરતી દેખી રે, કુમાર નલિનકેતુએ અન્યાયે તે રાખી રે, ૭૬ અર્થ :- એકવાર સુદત્ત શેઠપુત્ર પોતાની સ્ત્રી પ્રીતિકરા સાથે વનમાં ક્રીડા કરવા ગયો હતો. ત્યાં તે જ નગરના રાજાનો પુત્ર નલિનકેતુ પણ આવ્યો હતો. તેણે વનમાં ફરતી આ મનોહર રૂપવાળી પ્રીતિંકરાને જોઈ, તેનું હરણ કરી અન્યાયથી પોતાની પાસે પત્નીની જેમ રાખી. II૭૬ાા દત્ત વિરક્ત થઈ ગ્રહે દીક્ષા જિનવર પાસે રે, સમાધિ-મરણે તે મરી, સ્વર્ગ-સુખો ઉપાસે રે. ૭૭ અર્થ - શેઠપુત્ર સુદત્તે ઘર્મોપદેશ સાંભળી સંસારથી વિરક્ત થઈ જિનવર પાસે દીક્ષા ગ્રહણ કરી અંતે સમાધિમરણને સાથી તે સ્વર્ગ સુખોનો ભોક્તા થયો. દેવ મરીને આ થયો વિદ્યાઘર જો ખાસો રે, પૂર્વકર્મથી આ થયું; બન્ને મોક્ષે જાશો રે. ૭૮ અર્થ - તે સ્વર્ગમાંથી ચ્યવીને વિદ્યાઘરેન્દ્રનો અજિતસેન નામે ઘણો બળવાન પુત્ર થયો. પૂર્વભવમાં પ્રીતિંકારા પોતાની પત્ની હોવાથી તેના સ્નેહને લીધે તેનું હરણ કર્યું. માટે આના ઉપરના ક્રોધનો સર્વેએ ત્યાગ કરવો. બન્ને જણા મોક્ષે જવાના છો. ૭૮ નલિનકેતુએ એકદા તારો ખરતો ભાળ્યો રે, નિંદા પાપોની કરી, મુનિ થઈ મોક્ષે ચાલ્યો રે. ૭૯ અર્થ - રાજપુત્ર નલિનકેતુએ પણ એકવાર તારાને ખરતો જોઈ વૈરાગ્ય પામી વિચાર કર્યો કે સંસારની સર્વ વસ્તુઓ આમ નાશવંત છે. મેં અજ્ઞાનવશ પરસ્ત્રીનું હરણ ક્ષણિક સુખ માટે કરીને ઘણું પાપકર્મ ઉપાર્જન કર્યું. તે પાપોની નિંદા કરતો ક્ષેમંકર જિનેશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી, નિરતિચારપણે Page #175 -------------------------------------------------------------------------- ________________ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ ૩ ૬૯ તેનું પ્રતિપાલન કરીને કેવળજ્ઞાન મેળવી મોક્ષને પામ્યો. [૭૯ાા આર્યા પ્રીતિંકરા થઈ દેવગતિ તે પામી રે, શાંતિમતી ત્યાંથી થઈ;” સુણી વૃત્તિ વિરામી રે. ૮૦ અર્થ - પ્રીતિંકરા પણ સુવ્રતા નામની ગુરૂણી પાસે દીક્ષા લઈ દેવગતિને પામી. ત્યાંથી ચ્યવીને શાંતિમતી નામની તારી પુત્રી થઈ છે. આ સર્વ વૃત્તાંત સાંભળીને સર્વની વૃત્તિ વિરામ પામી ગઈ. ૮૦ના કનકશાંતિ વસંતમાં વિલસે હિમગિરિ-ઇંગે રે, બે રાણી સહ વિચરે વન, ગગને આનંદે રે. ૮૧ અર્થ - ભગવાન શાંતિનાથનો જીવ આ ભવમાં વજાયુઘ થયો. પૂર્વભવનો ભાઈ વિજય તે આ ભવમાં સહસ્ત્રાયુઘ નામનો પુત્ર થયો. તે સહસ્ત્રાયુઘનો પુત્ર કનકશાંતિ એકદા વિદ્યાના બળથી વસંત ઋતુમાં હિમાદ્રી પર્વત ઉપર પોતાની બે રાણીઓ સહિત સ્વેચ્છાએ આનંદપૂર્વક વનમાં ફરતો હતો. I૮૧ મુનિ વિમલપ્રભ દેખીને વંદી સુણે વાણી રે, વૈરાગ્ય મુનિ તે બને, તર્જીને બન્ને રાણી રે. ૮૨ અર્થ - ત્યાં વિમલપ્રભ નામના વિદ્યાઘર મુનિને જોઈ તેમના ચરણે નમન કરી બન્ને પ્રિયા સહિત બેઠો. તેમની અમૃતમય વાણી સાંભળીને વૈરાગ્ય પામી બન્ને રાણીઓને તજી મુનિવ્રત અંગીકાર કર્યું. Iટરા રાણી બે આર્યા બની, કુલવર્તી સતીને છાજે રે; કનકશાંતિ તો કેવળી બને, પિતામહ પૂજે રે. ૮૩ અર્થ - કુલવતી સતીને છાજે તેમ તેની બન્ને રાણીઓ પણ વિમલમતી નામની સાથ્વી પાસે સંયમ અંગીકાર કરીને તપ તપવા લાગી. કનકશાંતિ મુનિ તો શુક્લધ્યાનના બળે કેવળજ્ઞાન પામ્યા. તે વખતે દેવ, વિદ્યાઘર અને અસુરોએ આવી તેમનો કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. ત્યારે શ્રી વજાયુઘ ચક્રવર્તી જે કનકશાંતિના પિતામહ એટલે દાદા થાય તેમણે અને બીજા મનુષ્યોએ પણ તેમની મોટી ભક્તિ કરી. ૮૩યા ક્ષેમંકર-પ્રભુની કને વજાયુથ લે દીક્ષા રે, અલ્પ કાળમાં તે થયા ગીતાર્થ ગ્રહીં શિક્ષા રે. ૮૪ અર્થ - ક્ષેમંકર તીર્થંકર પાસે આ ભવના પુત્ર અને ભવિષ્યમાં થનાર શાંતિનાથ ભગવાનના જીવ વજાયુ ચક્રવર્તીએ ચાર હજાર રાજાઓ તથા સાતસો પુત્રો સાથે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે અલ્પ કાળમાં ગીતાર્થ થઈ પૃથ્વી પર એકલા વિહાર કરવા લાગ્યા. ૮૪ સિદ્ધગિરિ પર એકલા વર્ષ-પ્રતિમાયોગે રે, ઊભા બાસુંબલી સમા અડોલ કાયોત્સર્ગે રે, ૮૫ અર્થ - એકવાર વજાયુઘ મુનિ સિદ્ધગિરી નામના શ્રેષ્ઠ પર્વત ઉપર એક વર્ષની બાહુબલીની જેમ અડોલ પ્રતિમાને ઘારણ કરી કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. ૮પા શરીર પર વેલો ચઢી, ચરણ રાફડા ઢાંકે રે, વાળ વિષે માળા કરે ચકલાં, પણ ના હાંકે રે, ૮૬ અર્થ :- તેમના શરીર ઉપર વેલો ચઢી ગઈ. ચરણ રાફડાથી ઢંકાઈ ગયા. વાળમાં ચકલાઓએ Page #176 -------------------------------------------------------------------------- ________________ 3७० પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ માળા કર્યા છતાં તેને હાંકતા નથી. ૮૬ના ભમરી દર કર્સે કરી, વર્ષોમાં ભીંજાતા રે, સૂર્ય તપે શિર ઉપરે, વાર્યું ઠંડા વાતા રે. ૮૭ અર્થ - કાનમાં ભમરીએ દર કરી દીધા. વરસાદમાં ભીંજાય છે. સૂર્ય માથા ઉપર તપે છે અને ઠંડા વાયુ પણ થાય છે. દશા પૂર્વ વૈરી અસુર બે આવે દુઃખો દેવા રે, નભે જતી રંભાદિએ વિધ્ર ટાળી કરી સેવા રે. ૮૮ અર્થ - આ અવસરે પૂર્વના વૈરી અશ્વગ્રીવ પ્રતિવાસુદેવના બે પુત્રો જે દેવપણું પામેલ છે. તેમણે આવી સિંહ, વાઘ, હાથી, સાપ અને રાક્ષસોનું ભયંકરરૂપ વિકર્વિ તે દુષ્ટ દેવોએ મુનિશ્વરને અનેક ઉપદ્રવો કર્યા; છતાં મુનિ લેશ પણ ક્ષોભ પામ્યા નહીં. તે અવસરે આકાશમાર્ગે જતી દેવેન્દ્રની મુખ્ય રાણી રંભા અને તિલોત્તમાએ આ દુષ્ટ દેવોનો વચનોવડે તિરસ્કાર કરી વિઘ દૂર કર્યું. તથા તેમની સમક્ષ ભક્તિભાવથી મનોહર નૃત્ય કરી મુનિને વાંદી પોતાના સ્થાને ગઈ. ૮૮. વર્ષ પછી તે વિચરે, સંયમ ઉત્તમ પાળે રે, સહસ્ત્રાયુથ યતિ બને, દેહ સંયમે ગાળે રે. ૮૯ અર્થ - એક વર્ષની અતિ દુષ્કર પ્રતિજ્ઞાને પૂર્ણ કરી ઉત્તમ સંયમ પાળતા વિચરતા વિચરતા એકદા તે મુનિ સહસ્ત્રાયુઘ રાજાના નગરમાં આવ્યા. તેમનો ઉપદેશ સાંભળી સહસ્ત્રાયુથ યતિ એટલે મુનિ બની હવે દેહ માત્ર સંયમને અર્થે ગાળવા લાગ્યા. IIટલા સંન્યાસે મરી બે મુનિ (ગૈવેયકમાં જાતા રે, અહમિંદ્ર-સુખ ભોગવી ઘનરથ નૃપ-સુત થાતા રે. ૯૦ અર્થ -વજાયુઘ અને સહસ્ત્રાયુઘ બન્ને મુનિ ઈષત્માગુભાર નામના પર્વત ઉપર ચઢી ત્યાં પાદોગમન અનશન સ્વીકારી શુભધ્યાનવડે સંન્યાસ મરણ કરી નવમા રૈવેયકમાં દેવપણાને પ્રાપ્ત થયા. ત્યાં અહમિંદ્રનું સુખ લાંબો કાળ ભોગવી ઘનરથ રાજા જે તીર્થકર થવાના છે તેમના ઘરે બેય પુત્રપણે ઉત્પન્ન થયા. II૯૦ના પિતા-જીવ બંદુ વડો નામ (મેઘરથ ઘારે રે, દઢરથ નામ બીજા તણું; અવધિ ના વિસારે રે. ૯૧ અર્થ – પૂર્વભવના પિતા વજાયુથનો જીવ આ ભવમાં મોટોભાઈ થયો. જેનું નામ મેઘરથ રાખવામાં આવ્યું. એ શાંતિનાથ ભગવાનનો સાતમો ભવ છે. તથા પૂર્વભવનો પુત્ર સહસ્ત્રાયુધ આ ભવમાં નાનો ભાઈ થયો. જેનું નામ દઢરથ રાખવામાં આવ્યું. મેઘરથ પૂર્વભવમાં પામેલ અવધિજ્ઞાન વિસર્યા નથી. ૯૧ ફેંકડા બે લડતા હતા, સર્વ સભા-જન દેખે રે, ઘનરથ ભવ તેના પૅછે, જ્ઞાની મેઘરથ ભાખે રેઃ ૯૨ અર્થ – એકવાર સભામાં બે કૂકડાને લડતા સર્વ સભાજનો જુએ છે. ત્યારે ઘનરથ રાજાએ તેમના પૂર્વભવો પૂક્યાં. તેના જવાબમાં અવધિજ્ઞાની એવા મેઘરથકુમાર તેમનો પૂર્વભવ કહેવા લાગ્યા. ૯રા Page #177 -------------------------------------------------------------------------- ________________ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ “ખેડૂત બે પૂર્વે હતા, એક બળદને કાજે રે લડી મર્યા; હાથી થયા, પૂર્વવૈરથી ઝૂઝે રે. ૯૩ અર્થ :— પૂર્વભવમાં આ બેય ખેડૂત હતા. એક બળદને માટે તેઓ લડી મરી હાથી થયા. ત્યાં પણ - પૂર્વતૈ૨થી પરસ્પર ખૂબ ઝૂઝ્યા. ૧૯૩।। મરી ફરી પાડા થયા, લડી મરી, મેંઢા થાતા રે, લડી મરી મરઘા થયા,’સુણી વૈ૨ ભૂલી જાતા રે- ૯૪ અર્થ :~ ત્યાંથી ફરી મરી પાડા થયા. ત્યાં પણ લડી મરીને મેંઢા થયા. તે ભવમાં પણ લડી મરીને હવે આ બેય મરઘા થયા છે. આ બધું સાંભળીને તે મરઘાઓ પોતાના કરેલા વૈરભાવને ભૂલી મહાપાપની મનવડે નિંદા-ગર્હા કરી ઘનરથ રાજાના ચરણને નમી પોતાની ભાષામાં બોલ્યા હે પ્રભુ! અમે હવે શું કરીએ ? ત્યારે રાજાએ તેમને અહિંસાધર્મ પાળવાનો ઉપદેશ આપ્યો. તેથી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી અનશનવ્રત લઈને અંતમાં સંન્યાસ ઘારણ કર્યું. ॥૪॥ શાંતિ થરી, મરી દેવ બે થયા, એટલે આવે રે, દર્શાવી ઉપકાર તે, વિમાન નિજ બતાવે ૨, ૯૫ ૩૭૧ અર્થ : તે અહિંસાધર્મના પાલનવર્ડ શાંતિ ઘેરીને ત્યાંથી દેહ ત્યાગી બન્ને નામચૂલ અને કનકબૂલ નામના ભૂતજાતિમાં વ્યંતર દેવ થયા. તેથી ઉપકારનો બદલો વાળવા એકવાર તે આવી પોતાનું વિમાન બતાવી તેમાં બેસવાનું જણાવે છે. ।।૫।। મેઘરથાદિ સર્વને વિમાનમાં બેસારી રે, દીપ-સમુદ્રો દાખવે, માનવ-સૃષ્ટિ સારી. ૯૬ અર્થ :— મેઘરથાદિ સર્વ કુટુંબીઓને વિમાનમાં બેસાડીને દ્વીપ સમુદ્રો તથા સમસ્ત માનવ સૃષ્ટિ જે = અઢી દ્વીપમાં રહેલ છે તેને બતાવી તે રાજી થયો. ।।૯૬।। યાત્રા પૂર્ણ કાર્યોને પાછા લાવી મૂકે રે, દિવ્ય અલંકારો દીધા, સુર ઉપકાર ન ચૂકે રે, ૯૭ અર્થ :— યાત્રા પૂર્ણ કરાવી સૌને મૂળ સ્થાને પાછા લાવી મૂક્યા. પછી દિવ્ય અલંકારો ભેટમાં આપ્યા. દેવતાઓ કરેલા ઉપકારને ભૂલતા નથી. ।।૭।। ફૂંકડા કૃત ઉપકારનો બદલો વાળે દેખો રે, માનવ ભુલે તો પશુ કરતાં હલકો લેખો . ૯૮ અર્થ – કૂકડી જેવા પશુઓ પણ કરેલા ઉપકારનો બદલો વાળે છે; અને કોઈ માનવ બીજાના કરેલા ઉપકારને ભૂલે તો તેને પશુ કરતાં પણ હલકો સમજવો. ।।૯૮।। ઘનરથ મનમાં ચિંતવે : “શરીર વિષ્ટાવાડો રે, જીવ વિચારે કેમ ના? દુઃખ તણો ભવ ખાડો રે ! ૯૯ અર્થ :— એકવાર ઘનરથ રાજા મનમાં ચિંતવવા લાગ્યા કે આ શરીર વિષ્ટા-વાડો છે. છતાં જીવ - Page #178 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તે વિષે કેમ વિચારતો નથી? કે આ શરીર ઉપર રાગ કરવો તે ફરી નવા દેહ ઘારણ કરીને ચાર ગતિરૂપ સંસારમાં દુઃખ ભોગવવાના ખાડામાં પડવા સમાન છે. તા. પાપ-બીજફૅપ રાજ્યમાં જીવન જાય અલેખે રે, મોહ-મદિરા-છાકમાં સુખ દુઃખે જન દેખે રે. ૧૦૦ અર્થ - વળી વિચારે છે કે પાપના બીજરૂપ આ રાજ્યના વહીવટમાં આ જીવન અલેખે જાય છે. મોક્ષ રૂપી મદિરાના નશામાં આ જીવ જગતની આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ દુઃખને જ સુખરૂપ માને છે. ૧૦૦ના ઑવન અનિશ્ચિત જન્મથી, આત્મ-હિત કરી લેવું રે, બંધુ બંધન માનવા; સઘળું સ્વપ્ના જેવું રે.” ૧૦૧ અર્થ - આ મનુષ્ય જીવન જન્મથી જ અનિશ્ચિત છે. એક ક્ષણનો પણ ભરોસો નથી. માટે સૌ પ્રથમ આત્મહિત કરી લેવું એ જ યોગ્ય છે. સર્વ બંધુઓ મોહના નિમિત્ત કારણ હોવાથી બંઘન સમાન માનવા. આ જગતમાં સર્વ સ્વપ્ના જેવું છે. આયુષ્ય પૂર્ણ થયે સર્વ સંબંઘો સ્વપ્ના જેવા ફોક જણાય છે. /૧૦૧ લોકાંતિક સુર આવીને પૂજી, સ્તવ ચેતાવે રે, અવસર ત્યાગ તણો કહી, સ્વર્ગે તે સિઘાવે રે. ૧૦૨ અર્થ :- સમયે લૌકાંતિક દેવોએ આવી પૂજા સ્તવના કરી ચેતાવ્યા કે હે સ્વામિનું! ઘર્મતીર્થ પ્રવર્તાવો. આ અવસર ત્યાગ કરવાનો છે એમ કહી પાછા તે સ્વર્ગમાં ચાલ્યા ગયા. /૧૦૨ા રાજ્ય મેઘરથને દઈ, દીક્ષા ગ્રહીં તપ ઘારે રે, કેવળજ્ઞાની તે થઈ, ઘર્મમાર્ગ વિસ્તારે રે. ૧૦૩ અર્થ - તે સાંભળી જ્ઞાનથી પોતાની દીક્ષાનો સમય જાણી સાંવત્સરિક દાન આપી, મેઘરથ પુત્રને રાજ્ય પર સ્થાપન કરી, ઘનરથ રાજાએ દીક્ષા લીધી. પછી તપ તપી સર્વકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. હવે તીર્થંકર થઈ પૃથ્વીમંડળ ઉપર ઘર્મમાર્ગનો ઉપદેશવડે વિસ્તાર કરવા લાગ્યા. /૧૦૩ પુણ્યકર્મથી ભોગવે રાજ્ય મેઘરથ મોટું રે, ઘર્માદિ પુરુષાર્થથી તજતા વર્તન ખોટું રે. ૧૦૪ અર્થ - હવે મેઘરથ પુણ્યકર્મના ઉપાર્જનથી મોટા રાજ્યના ભોક્તા થયા, તો પણ ઘર્માદિ પુરુષાર્થને હમેશાં આદરે છે અને ખોટા વર્તનનો ત્યાગ કરે છે. I/૧૦૪ો. નૃપ ઉપવાસ કરી કરે વાત ઘર્મની જ્યારે રે, એક કબૂતર કંપતું પાસે આવ્યું ત્યારે રે- ૧૦૫ અર્થ - જે શાંતિનાથ ભગવાનનો જીવ છે એવા આ મેઘરથ રાજા એકવાર ઉપવાસ કરી પૌષઘવ્રત ગ્રહણ કરીને પૌષધશાળામાં યોગાસને આરૂઢ થઈ સમગ્ર રાજાઓની પાસે ઘર્મદેશના કરતા હતા. તે સમયે શરીરે કંપતું અને ભયથી ચપળ લોચનવાળું એક કબૂતર ઊડતું આવીને મેઘરથ રાજાનાં ઉસંગમાં પડ્યું. ||૧૦પા. વેગે ગઘ આવી કહે : “દેવ મને ઉગારો રે, ભૂખે પ્રાણ જતા અરે! કબૂતર મુજ આઘારો રે.” ૧૦૬ Page #179 -------------------------------------------------------------------------- ________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ ૩૭૩ અર્થ :- તેની પાછળ વેગથી ગીથ પણ ઊડીને પાસે આવી મનુષ્યની વાણીમાં કહેવા લાગ્યું કે હે દેવ! મને ઉગારો. આ ભુખથી મારા પ્રાણ જાય છે, અને આ કબૂતર મારા ભૂખ શમનનો આધાર છે, આ મારું ભોજન છે માટે એને મને આપો. ૧૦૬ દઢરથ પૂછે ભાઈને : પક્ષી નર-સમ બોલે રે, શી આશ્ચર્ય-બના અહો!” રહસ્ય નૃપતિ ખોલે રેઃ ૧૦૭ અર્થ -દઢરથે ભાઈ મેઘરથને પૂછ્યું આ પક્ષી મનુષ્ય સમાન બોલે છે. અહો! આ શી આશ્ચર્યબીના છે! ત્યારે તેનું રહસ્ય મેઘરથ રાજા ખોલે છે. ||૧૦શા “દેવ ઘરી આ રૂપ બે, કરે પરીક્ષા મારી રે, ઇન્દ્ર ભુજ સ્તુતિ કરી ઉત્તમ દાતા ઘારી રે.” ૧૦૮ અર્થ - એક દેવ આ બે રૂ૫ ઘારણ કરી મારી પરીક્ષા કરે છે. ઈશાન ઇન્દ્ર દેવલોકમાં ઉત્તમ દાતા કહી મારી સ્તુતિ કરી છે. તેથી આ દેવ મારી પરીક્ષા કરવા માટે અત્રે આવેલ છે. ૧૦૮ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ (સંભવ જિનવર વિનતિ અવઘારો ગુણજ્ઞાતા રે–એ રાગ) કહે મેઘરથ દેવને : “અવઘારો, સંક્ષેપે રે, કહું દાનાદિ-લક્ષણો : સ્વપર-હિત સમજે જે રે. ૧ અર્થ - મેઘરથ રાજા ગીઘનું રૂપ લઈને આવેલ દેવને કહે છે કે હું સંક્ષેપમાં દાનાદિના લક્ષણો કહું છું તેને તું અવઘારણ કર. જે સ્વ અને પરના હિતને સમજે તે આ વાત સમજી શકશે. ૧ાા નિજ ચીજ દે પાત્રને તો તે દાન ગણાતું રે, શ્રદ્ધા, વિજ્ઞાન આદિથી દાતા-સ્વફૅપ જણાતું રે. ૨ અર્થ :- પોતાની ગણાતી કે મનાતી વસ્તુ, જો પાત્ર જીવને આપે તો તેને દાન ગણવામાં આવ્યું છે. તથા દાન દેનાર દાતાનું સ્વરૂપ, તેની પાત્ર એવા મહાત્મા પ્રત્યે કેવી શ્રદ્ધા ભક્તિ છે અને તેમને દેવા યોગ્ય પદાર્થ સંબંધીનું તેને કેટલું વિશેષ જ્ઞાન છે, તેના ઉપરથી દાતાની વિશેષતા જણાય છે. રાા કરે ન અવગુણ જે ચીજો, ગુણવર્ધક બન્નેને રે, દેવા યોગ્ય ગણાય તે; ચાર ભેદ છે દાને રે. ૩ અર્થ - જે ચીજો પાત્ર જીવને અવગુણ ન કરે, તેવી વસ્તુઓ દાનમાં આપવાથી દાન લેનારને, અને દાન આપનાર બન્નેને લાભદાયક થાય છે. તેવી વસ્તુઓ દેવા યોગ્ય ગણાય છે. એવી દાનમાં દેવા Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ ૩૭૪ યોગ્ય વસ્તુઓના ચાર ભેદ છે. ગા જ્ઞાન, દવા, આહાર ને અભય-દાન એ ચારે રે, પરંપરાએ મોક્ષ છે, મનાય એ સુવિચા૨ે રે, ૪ અર્થ :— જ્ઞાનદાન, ઔષઘદાન, આહારદાન અને અભયદાન; એ ચાર પ્રકારના દાન છે. જે પરંપરાએ જીવને મોક્ષનું કારણ થાય છે. આ વાત સુવિચાર કરવાથી મનાય છે, ॥૪॥ મોક્ષમાર્ગમાં સ્થિત જે, પોતે તરીને તારે રે, દાન-યોગ્ય સુપાત્ર તે, બોઘ દઈ ઉદ્ધારે રે. પ અર્થ :– જે જ્ઞાનના બળે મોક્ષમાર્ગમાં સ્થિત છે અને જે પોર્ન તરીને બીજાને તારે છે. તે દાન દેવા = યોગ્ય સુપાત્ર મહાત્મા છે કે જે બોઘ દઈ બીજાનો પણ ઉદ્ઘાર કરે છે. પા માંસાદિ ના દેય છે, પાત્ર ન તે જો યાર્ચ ૨, દાતા નઠિ દેનાર તે; નક-હેતુ તે સાચું રે. ૬ અર્થ :– માંસ મદિરાદિ વસ્તુઓ દાનમાં દેવા યોગ્ય નથી. જે આવી પાપમય વસ્તુની યાચના કરે તે પાત્ર જીવ નથી. તથા આવી હિંસક વસ્તુને દાન તરીકે આપનાર તે દાતા નથી. ખરેખર એ બધા નરકગતિના કારણો છે. ।। તેથી ગીઘ ન પાત્ર છે, કર્બુતર દેય ન જાણો રે,' સુણી એ દેવ કરે સ્તુતિ, દાન-વિવેક વખાણ્યો રે. ૭ અર્થ :— તેથી ગીઘ એ દાન લેવાને પાત્ર જીવ નથી, અને કબૂતર એ કંઈ દાન દેવા યોગ્ય પદાર્થ -- નથી. આવા મેઘરથ રાજાના વચનોને સાંભળીને જ્યોતિષી દેવે પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કર્યું અને મેઘરથ રાજાએ બતાવેલ ઉત્તમ દાન વિવેકના ખૂબ વખાણ કરી તેમની સ્તુતિ કરી. IIII વસ્ત્રાભૂષણ દઈ ગયો, કરી કુસુમની વૃષ્ટિ રે, ઇંદ્ર ફરી સ્તુતિ કરે : “ધન્ય! ઘીર સુષ્ટિ '૮ અર્થ :— પછી દેવે ખુશ થઈ પુષ્પોની વૃષ્ટિ કરી, ઉત્તમ વસ્ત્ર આભૂષણ આપીને દેવલોકે ગયો. = હવે એક દિવસ મેઘરથ રાજાએ નંદીશ્વર પર્વમાં મહાપૂજા કરીને ઉપવાસ કર્યો. તે જ રાત્રિએ પ્રતિમા ઘારણ કરીને મેરુપર્વતની જેમ ઘ્યાનમાં અડોલ સ્થિર હતા ત્યારે દેવલોકમાં ઈશાનેન્દ્રે ફરી દેવોની સભામાં હર્ષથી કહ્યું કે ‘અહો આશ્ચર્ય છે કે આ સંસારમાં તું જ શુદ્ધ સમ્યક્દ્ગષ્ટિ છો અને તું જ ખરેખર ધીર-વીર છો. II) પ્રશ્ન પૂછતાં તે કહે : “મેઘરથ પરિણામો રે, પ્રતિમા-યોગે સ્થિર છે, તેને કરું પ્રણામો રે.’” ૯ અર્થ :– એમ ઇન્દ્રને સ્તુતિ કરતા સાંભળીને દેવોએ ઇન્દ્રને પૂછ્યું કે આપ કયા સજ્જન પુરુષની આ સ્તુતિ કરો છો ? ત્યારે ઇન્દ્રે કહ્યું મેઘરથ રાજા શુદ્ધ સમ્યષ્ટિ છે અને આજે તેઓ મેરુપર્વત જેવી અડોલ પ્રતિમા ઘારીને શુદ્ધભાવમાં સ્થિત છે. તેમને હું ભાવભક્તિથી પ્રણામ કરું છું. ।।૯।। Page #181 -------------------------------------------------------------------------- ________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ ૩૭ ૫ તે સુણી બે દેવીઓ ચલાવવાને આવે રે, હાવભાવ-દેખાવથી નૃપને બહુ લલચાવે રે. ૧૦ અર્થ : - તે સાંભળીને મેઘરથને ચલાવવા સ્વર્ગમાંથી બે દેવીઓ આવી અનેક હાવભાવના દેખાવ કરી રાજાને બહુ લલચાવવા પ્રયત્ન કર્યો. ૧૦ના મેરું પર વીજળી પડે તોય ન તે તો ડોલે રે, નૃપ-મન તેમ અડોલ છે, જાણી દેવી બોલે રે : ૧૧ અર્થ :– મેરુ પર્વત ઉપર વીજળી પડે તોય તે ચલાયમાન થાય નહીં. તેમ મેઘરથ રાજાનું મન અડોલ છે એમ જાણીને દેવી બોલી. |૧૧ાા “ઘન્ય, ઘન્ય!નૃપ ઘન્ય તું, ઇંસ્તુતિ તુજ સાચી રે.” ક્ષમા યાચી પૂજા કરી, સ્વર્ગે ગઈ તે પાછી રે. ૧૨ અર્થ - હે રાજા! તને ઘન્ય છે, ઘન્ય છે, ઘન્ય છે. ઇન્દ્ર તારી કરેલી સ્તુતિ સાવ સાચી છે. પોતાની કરેલ શંકાની ક્ષમા યાચી, પૂજા કરીને તે દેવીઓ પાછી સ્વર્ગમાં ગઈ. II૧૨ના ઇંદ્ર વદે વળી એકદા : “પ્રિયમિત્રા નૃપ-રાણી રે, રૂપવતી અતિ સૃષ્ટિમાં,” ગઈ જોવા ઇન્દ્રાણી રે. ૧૩ અર્થ :- ઇન્દ્ર વળી એકદા કહ્યું કે મેઘરથરાજાની રાણી પ્રિય મિત્રા તે આ જગતમાં અતિ રૂપમતિ છે તે જોવા ઇંદ્રાણી ત્યાં ગઈ. II૧૩ા. સ્નાનાર્થે જાતાં દઠી, વાત ઇન્દ્રની માની રે; કાયા-કાંતિ કારમી, પૂર્વ-પુણ્ય-નિશાની રે; ૧૪ અર્થ :- વખતે પ્રિય મિત્રાને સ્નાનને અર્થે જતાં જોઈ ઇન્દ્રાણીએ ઇન્દ્રની વાત માન્ય કરી કે અહો! કાયાની કાંતિ કેવી કારમી એટલે સુંદર છે. એ બધી પૂર્વે કરેલા પુણ્યકર્મની નિશાની છે. ૧૪ો. કન્યા-રૂપ ઘરી મળી, રૂપ પ્રશંસા કીથી રે, કહે રાણી : “થોભો જરી;” કરી સ્નાનાદિ વિધિ રે, ૧૫ અર્થ:- હવે ઇન્દ્રાણીએ કન્યાનું રૂપ ધારણ કરી પ્રિય મિત્રા રાણીને મળી તેના રૂપની ખૂબ પ્રશંસા કરી. ત્યારે રાણી કહે જરા થોભજો, હું સ્નાન આદિ શણગારની વિધિ કરીને આવું છું. ૧૫ા ઘરી અલંકારો ફેંડા, આવી ગર્વ ઘરી તે રે કહે કન્યા: “કાંતિ નથી, પ્રથમ સમાન શરીરે રે!” ૧૬ અર્થ :- સ્નાન કરી રૂડા અલંકારને પહેરી ગર્વને ઘારણ કરતી તે આવી ત્યારે કન્યારૂપને ધારણ કરેલી ઇન્દ્રાણી કહે : હવે પ્રથમ સમાન તમારા શરીરે કાંતિ જણાતી નથી. ૧૬ાા મેઘરથ ભણી જ્યાં જાએ, કહે: “યથાર્થ કહે છે રે, પૅનમ પછીના ચંદ્રની શોભા દેહ લહે છે રે.” ૧૭ અર્થ :- પછી રાણીએ મેઘરથ રાજા ભણી જોયું ત્યારે રાજાએ પણ કહ્યું : એ યથાર્થ કહે છે. હવે આ દેહ પૂનમ પછીની ઊતરતી કળાની જેમ શોભાને ધારણ કરે છે. ૧ળા. Page #182 -------------------------------------------------------------------------- ________________ 395 પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પ્રગટઝુંપે ઇન્દ્રાણીએ કહ્યું કેમ તે આવી રે; “ક્ષણભંગુર ઑપ-કાંતિ આ, દેહ-ગતિ તો આવી રે”- ૧૮ અર્થ :- પછી પ્રગટરૂપે ઇન્દ્રાણીએ પોતાના આગમનનું કારણ કહ્યું કે હું આપનું રૂપ જોવા આવી હતી. પણ રૂપની કાંતિ ક્ષણભંગુર છે. દેહની ગતિ સર્વની આવી જ છે માટે એનો શો ગર્વ કરવો. ૧૮ કહીં, સન્માની તેમને સ્વસ્થાને તે ચાલી રે; ખેદ-ખિન્ન રાણી થઈ, પતિએ ઘીરજ આલી રે. ૧૯ અર્થ :- એમ કહી પ્રિય મિત્રાનું સન્માન કરી તે સ્વસ્થાનકે દેવલોકમાં ચાલી ગઈ. રાણી શરીરની રૂપકાંતિની ક્ષણભંગુરતા જાણી ખેદનખિન્ન થઈ. ત્યારે પતિ મેઘરથ રાજાએ તેને ઘીરજ આપી શાંત કરી. ૧૯ાા ઘરથ તીર્થકર તણાં દર્શનની ઉત્કંઠા રે, થતાં માળી આવી કહે : “ઉદ્યાને પ્રભુ બેઠા રે.” ૨૦ અર્થ :- ઘનરથ તીર્થંકર પ્રભુના દર્શન કરવાની મેઘરથ રાજાને ઉત્કંઠા જાગી કે માળીએ આવી કહ્યું : પ્રભુ ઉદ્યાનમાં પઘારી બિરાજમાન થયા છે. ૨૦ના પ્રજા સહિત નૃપ ત્યાં ગયા, પ્રદક્ષિણા દઈ વંદે રે, સુણી પ્રભુની દેશના વીનવે નૃપ આનંદે રે - ૨૧ અર્થ - રાજાએ પ્રજા સહિત ત્યાં જઈ પ્રભુને પ્રદક્ષિણા દઈ વંદન કર્યા. પછી દેશના સાંભળી રાજા આનંદ સહિત પ્રભુને વિનવવા લાગ્યા. રિલા “રાજ્યભાર બહુ મેં વહ્યો, હે! પ્રભુ, વારસ સાચો રે કરો, મોક્ષના માર્ગમાં; દીઠા બહુ ભવ-નાચો રે. ૨૨ અર્થ - આપની આજ્ઞાથી રાજ્યનો ભાર મેં બહુ વહન કર્યો. હવે હે પ્રભુ!મોક્ષના માર્ગનો મને સાચો વારસદાર બનાવો. આ સંસારમાં અનેક નવા નવા દેહરૂપ વેષ ઘારણ કરીને હું બહુ નાચ્યો છું. મારા ભોગ ભયાનક હું ગણું, જન્મ-કેદ સમ કાયા રે, વિશ્વ તારનારા પ્રભુ, મુંકાવો મુજ માયા રે.” ૨૩ અર્થ :- હવે આ ઇન્દ્રિયભોગોને ભયાનક ગણું છું. આ કાયાને જન્મકેદ સમાન માનું છું. માટે હે વિશ્વને તારનારા પ્રભુ! મારી આ સંસારની મોહ માયાનો નાશ કરો. ૨૩ દ્રઢરથને કહે: “ભાઈ, આ રાજ્ય તમે સંભાળો રે, દીક્ષા લેવા હું ચહું, પ્રજા પ્રીતિથી પાળો રે.” ૨૪ અર્થ :- મેઘરથ રાજા દ્રઢરથને કહેવા લાગ્યા કે ભાઈ, આ રાજ્યને હવે તમે સંભાળો. હું દીક્ષા લેવા ઇચ્છું છું. આ પ્રજાનું પ્રીતિપૂર્વક પાલન કરો. ૨૪ પણ દ્રઢરથ એવું કહે : “રાજ્ય-દોષ હું દેખું રે, ગ્રહણ કરી જે છોડવું, ના ગ્રહવું ઠીક લેખું રે; ૨૫ અર્થ :- પણ દ્રઢરથે જવાબમાં એમ કહ્યું : આ રાજ્ય કરવામાં ઘણા દોષ થવા સંભવે છે એમ હું દેખું છું. વળી ગ્રહણ કરીને છોડવું છે, તેને પ્રથમથી જ ગ્રહણ ન કરવું એ વાત વધારે ઠીક લાગે છે. ||રપા Page #183 -------------------------------------------------------------------------- ________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ 3७७ પંકે પગ ના મૂકવો ઠીંક, ખરડી ઘોયાથી રે; મુક્તિ-માર્ગ ગમે મને, ભવ-સંકટ જોયાથી રે.” ૨૬ અર્થ :- પંક એટલે કીચડમાં પગ ખરડીને ઘોવો તેના કરતાં પગ ન મૂકવો તે વઘારે ઠીક છે. આ સંસારમાં અનેક સંકટ રહેલા હોવાથી મને તો આ મુક્તિમાર્ગ જ પ્રિય લાગે છે. પારકા મેઘસેન સુતને દઈ રાજ્ય, ઘરે તે દીક્ષા રે, સાત સહસ્ત્ર રાજા બીજા, દીક્ષા લઈ લે શિક્ષા રે. ૨૭ અર્થ :- પોતાના પુત્ર મેઘસેનને રાજ્ય દઈ મેઘરથ રાજાએ દીક્ષા ગ્રહણ કરી ત્યારે બીજા સાત હજાર રાજાઓ પણ દીક્ષા લઈ આત્મશિક્ષાને ભણવા લાગ્યા. રશા એક મોક્ષના લક્ષથી, જીવ-અર્જીવ છે જાણે રે, રત્નત્રય ઉપાસતા, નિષ્કષાયતા આણે રે. ૨૮ અર્થ :- તેઓ માત્ર મોક્ષ પ્રાપ્તિના લક્ષથી જીવ અજીવ એ બે તત્ત્વોને યથાર્થ જાણે છે. તથા સમ્યક્દર્શનશાનચારિત્રમય રત્નત્રયની ઉપાસના કરતાં નિષ્કષાયભાવને હૃદયમાં આણે છે. ૨૮ના પંચ વિષય-વિષ તે તજે, છકાય જીવો રક્ષે રે, સાતે ભય તે ટાળતા, આઠે મદ ઉપેક્ષે રે, ૨૯ અર્થ :- શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ એ પંચ વિષયને વિષરૂપ માની તેનો ત્યાગ કરે છે. પાંચ સ્થાવર અને ત્રસ મળી છકાય જીવની રક્ષા કરે છે. આલોકભય, પરલોકભય, મરણભય, વેદનાભય, અરક્ષાભય, અગુપ્તિભય અને અકસ્માતભય નામના સાત ભયોને ટાળે છે અને રૂપ, ઐશ્વર્ય, બળ, ઘન, તપ, જ્ઞાન, કુલ અને જાતિમદ એ આઠેય મદની ઉપેક્ષા કરે છે અર્થાત્ તેને માન આપતા નથી. રિલા બ્રહ્મચર્ય નવઘા ઘરે, યતિ-ઘર્મ દશ આવે રે, અગિયારે અંગો ભણે, બાર ભાવના ભાવે રે, ૩૦ અર્થ :- જે નવવાડ સહિત બ્રહ્મચર્ય વ્રતને પાળે છે. ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ યતિઘર્મને પાળે છે. આચારાંગ, સૂયગડાંગ ઠાણાંગ, સમવયાંગ, ભગવતી વગેરે અગિયાર અંગોને જાણે છે. અને અનિત્ય, અશરણ, સંસાર વગેરે બાર ભાવનાને ભાવે છે. ૩0ા. પ્રવચન-વ્રત તેરે ચહે, ચૌદમા ગુણ-લક્ષ્ય રે, પ્રમાદ પંદર ટાળતા, સોળ ભાવના રક્ષે રે- ૩૧ અર્થ - પાંચ સમિતિ અને ત્રણ ગતિરૂપ અષ્ટ પ્રવચન માતા તથા પાંચ મહાવ્રત મળીને તેર થાય તેને તે ચહે છે. ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરવાનો જેને લક્ષ છે. પાંચ વિષય, ચાર કષાય, ચાર વિકથા અને નિદ્રા અને સ્નેહ મળી પંદર પ્રમાદને જે ટાળે છે તથા તીર્થંકર પદ પ્રાપ્તિની સોળ કારણ ભાવનાની જે રક્ષા કરે છે અર્થાત તે ભાવનાઓને ભાવે છે. ૩૧ના તીર્થંકર-પદહેતુ તે દર્શન-વિશુદ્ધિ ઘારે રે આઠે અંગ સહિત તે, વિનય સર્વ પ્રકારે રે, ૩૨ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - તીર્થંકર પદ પ્રાપ્તિની સોળ કારણ ભાવનાઓ આ પ્રમાણે છે. પહેલી દર્શન વિશુદ્ધિ ભાવનાને ઘારણ કરે છે. જે નિશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગૃહન, સ્થિતિકરણ વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ અંગથી સહિત છે, બીજી વિનય સંપન્નતા ભાવનાને ભાવે છે. જેના પાંચ પ્રકાર છે. દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઉપચારવિનય. IT૩રા શીલવ્રતે અતિચાર ના લાગે, મન સલ્તાત્રે રે, ‘અભીષ્ણ શ્રુતે ભાવના, વિરાગ વસ્તુમાત્ર રે, ૩૩ અર્થ - ત્રીજા શીલવ્રતમાં અતિચાર ન લાગે એવી ભાવનાને ભાવે છે. તેના માટે મનને સન્શાસ્ત્રના વિચારમાં રોકે છે. કારણ કામસેવન નામનું એકલું પાપ હિંસા આદિ સર્વ પાપોને પુષ્ટ કરે છે તથા ક્રોધાદિ કષાયોની તીવ્રતા કરાવે છે. ચોથી અભીસ્મ જ્ઞાનોપયોગ ભાવનાને ભાવે છે. અભીસ્મ એટલે નિરંતર આત્મા સંબંધી જ્ઞાનમાં ઉપયોગને રોકે છે. પાંચમી સંવેગ ભાવનાને ભાવવાથી વસ્તુમાત્ર પ્રત્યે વિરક્તભાવ રાખે છે. “મુક્ત થવા સિવાય બીજી કોઈપણ પ્રકારની ઇચ્છા નહી, અભિલાષા નહીં તે સંવેગ.” -શ્રીમદ્ રાજચંદ્ર (૩૩ાા જ્ઞાનાદિના દાનથી ત્યાગભાવના ભાવે રે, યથાશક્તિ આજ્ઞા વડે બાર તપે મન લાવે રે, ૩૪ અર્થ :- છઠ્ઠી શક્તિ પ્રમાણે ત્યાગ ભાવનાને ભાવે છે. બીજાને સમ્યકજ્ઞાન આદિનું દાન આપી સ્વયં બાહ્ય દશ પ્રકારના પરિગ્રહને અને અંતરંગ ચૌદ પ્રકારના પરિગ્રહનો યથાશક્તિ ત્યાગ કરે છે. સાતમી શક્તિ પ્રમાણે તપભાવનામાં યથાશક્તિ આજ્ઞા સહિત છ બાહ્ય અને છ અંતરંગ તપને તપે છે. તપ છે તે કર્મ નિર્જરાનું કારણ છે. [૩૪. તપ-વિધ્રોને ટાળતાં, “સાધુ-સમાધિ સાચી રે, અવદ્ય સૌ ઉપાયથી સેવા કરે અયાચી રે. ૩૫ અર્થ :- સંયમીને કોઈ કારણે વિઘ્ન આવી પડે તો વિદ્ગોને દૂર કરી વ્રત, શીલની રક્ષા કરવી તે આઠમી સાધુ-સમાધિ નામની ભાવનાને ભાવે છે. કોઈ જીવોનો વઘ ન થાય એવા અવદ્ય સર્વ ઉપાયથી મુનિવરોની પરસ્પર અયાચીપણે અર્થાત્ નિષ્કામભાવે સેવા કરવી તે નવમી વૈયાવૃત્તિ નામની ભાવનાને ભાવે છે. રૂપાા જિન, સૂરિ, વાચક, શાસ્ત્રની વિવિઘ ભાવે ભક્તિ રે ષ આવશ્યક* ના તજે, કરે યથા-વિધિ-શક્તિ રે. ૩૬ અર્થ - જિન એટલે અરિહંતભક્તિ ભાવના નામની દસમી ભાવના છે. અગ્યારમી આચાર્યભક્તિ ભાવના. બારમી વાચક એટલે ઉપાધ્યાય જેમને શ્રુતજ્ઞાનરૂપ દિવ્યનેત્ર છે એવા મહાત્માઓની ભક્તિ કરવી તે બારમી બહુશ્રુત ભક્તિભાવના. શાસ્ત્રની વિવિઘ ભાવે ભક્તિ કરવી તે તેરમી પ્રવચનભક્તિ ભાવના. ચૌદમી આવશ્યક અપરિહાણિ ભાવના ભાવવામાં તત્પર મુનિઓ સામાયિક, સ્તવન, વંદના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને કાયોત્સર્ગ એ છ આવશ્યકને કરવાનું છોડતા નથી. પણ યથાવિધિ તેમજ યથાશક્તિ પ્રમાણે તેને અવશ્ય કરે છે. ૩૬ાા Page #185 -------------------------------------------------------------------------- ________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ ૩૭૯ કરે ૧૫માર્ગ-પ્રભાવના જ્ઞાન-તપાદિ-યોગે રે, ગાય-વત્સ સમ રાખતા પ્રેમ મુમુક્ષ-લોકે રે. ૩૭ અર્થ - જ્ઞાનસહિત તપ આદિને આદરી મહાત્માઓ પંદરમી સન્માર્ગ પ્રભાવનાની ભાવનાને ભાવે છે. ગાય જેમ પોતાના વાછરડામાં નિષ્કામ પ્રેમ રાખે તેમ ઉત્તમ આરાઘના કરનાર મુમુક્ષુઓ પ્રત્યે પ્રેમ રાખવો તે સોળમી પ્રવચન વાત્સલ્ય ભાવના છે. ઘર્મ પ્રત્યે, ઘર્માત્મા પ્રત્યે, ઘર્મના સ્થાન પ્રત્યે કે પરમાગમ પ્રત્યે પ્રીતિ રાખવી તે પ્રવચન વાત્સલ્ય ભાવના છે. (૩ળા એ સોળે હેતુ વડે તીર્થપતિ-બીજ વાવે રે, મેઘરથ મુનિ તે ભલા ઉત્તમ સંયમ ભાવે રે. ૩૮ અર્થ :- એ સોળે તીર્થંકરપદ પ્રાપ્તિની ભાવના ભાવવાવડે ઉત્તમ સંયમને પાળતા એવા ભલા મેઘરથ મુનિ તીર્થંકર પદ પ્રાપ્તિના બીજની અત્રે વાવણી કરે છે. ૩૮ દૃઢરથ સહ સંન્યાસથી દેહ તજી સુર થાતા રે, સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિંદ્ર પદવી લેતા રે. ૩૯ અર્થ - દ્રઢરથ સાથે સંન્યાસ મરણ સાથી મેઘરથ દેહ તજીને દેવતા થઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિંદ્ર પદવીને પામ્યા. ૩૯ાા. એક જ ભવ કરી મોક્ષમાં જનાર સુર વસતા ત્યાં રે, લૌકિક સુખમાં ના મણા, સુંદૃષ્ટિ સુર સૌ જ્યાં રે. ૪૦ અર્થ - સર્વાર્થસિદ્ધ વિમાનમાં સર્વ એક જ ભવ કરીને મોક્ષે જનાર દેવો નિવાસ કરે છે. ત્ય લૌકિક સુખમાં કોઈ ખામી નથી. ત્યાં રહેનારા સર્વ સમ્યકદ્રષ્ટિ દેવો હોય છે. ૪૦ના રહ્યું ઑવન અહમિંદ્રનું છ માસ બાકી જ્યારે રે, સૌથર્મેન્દ્ર કુબેરને બોલાવી કહે ત્યારે રેઃ ૪૧ અર્થ :- જ્યારે આ મેઘરથના જીવ અહમિંદ્રનું જીવન છ માસ બાકી રહ્યું ત્યારે સૌથર્મેન્દ્ર કુબેરને બોલાવી નીચે પ્રમાણે આજ્ઞા કરી. ૪૧ાા હસ્તિનાપુરના પતિ વિશ્વસેન વિખ્યાતા રે, મહારાણી અચિરા ડૅડી જિનપતિપિતામાતા રે. ૪૨ અર્થ :- હસ્તિનાપુર નગરના સ્વામી વિશ્વસેન રાજા પ્રસિદ્ધ છે. તેમની પવિત્ર રૂડી મહારાણી અચિરા હાલમાં જિનપતિની માતા થવાની છે. ૪રા રનવૃષ્ટિ કરવી ઘટે હવે હસ્તિનાપુરે રે, પંદર માસ સદા કરો.” વચન ઘરે સુર ઉરે રે. ૪૩ અર્થ :- માટે હસ્તિનાપુરમાં હવે રત્નવૃષ્ટિ કરવી યોગ્ય છે. પંદર માસ સુથી સદા રત્નોની વૃષ્ટિ કરો. આ વચનને દેવતાએ સૌઘર્મેન્દ્રના કહેવાથી હૃદયમાં ઘારણ કર્યું. ૪૩. અચિરા રાણીની કૂખે, મેઘરથ-જ્જૈવ આવે રે, ભાદરવા વદ સાતમે, સ્વપ્ન સોળ દર્શાવે રે. ૪૪ Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ અર્થ ઃ– અચિરા રાણીની કૂખે મેઘરથ રાજાનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને ભાદરવા સુદ સાતમે આવ્યો ત્યારે માતાએ સોળ સ્વપ્નોને નિહાળ્યા. તે હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીનો અભિષેક, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, પૂર્ણ કુંભ, સરોવર, સાગર, વિમાન, રત્નનો રાશિ, નિઘૂમ અગ્નિ, મીનયુગલ અને ધરણેન્દ્ર એ સોળ સ્વપ્નો હતા. તે હર્ષથી પોતાના ભરથાર રાજા વિશ્વસેનને જણાવ્યા. ત્યારે તેમણે કહ્યું : હે પ્રિયા! તને શુભ લક્ષણોથી સંપૂર્ણ અને સર્વ અંગે સુંદર એવો પુત્ર 421.118811 ગર્ભ-મહોત્સવ જાણીને, ઇન્દ્રાદિ સુર આવે રે, માતપિતાને પૂજૅને પ્રભુને નીરખે ભાવે રે. ૪૫ ३८० અર્થ • પ્રભુનો ગર્ભ-મહોત્સવ અથવા ચ્યવન કલ્યાણક જાણીને ઇન્દ્રાદિ દેવોનું આગમન થયું. માતાપિતાને પૂજી ભાવ ભક્તિથી પ્રભુને નીરખી સૌ આનંદ પામ્યા. ।।૪૫।। સેવા કરતી દેવીઓ માતાની સૌ વાતે રે, જેઠ માસ વદ ચૌદશે, જન્મ્યા પ્રભુ પ્રભાતે ૨. ૪૬ અર્થ :– જિનમાતાની સૌ વાતે છપ્પન દિક્કુમારી દેવીઓ સેવા કરતી હતી ત્યારે જેઠ માસની વદ ચૌદશે પ્રભાતમાં પ્રભુ જન્મ પામ્યા. ॥૪૬॥ જન્મ-મહોત્સવ કારણે દેવદેવી બહુ આવે રે, ઇન્દ્રાણી પ્રસૂતિ-ગૃહે જઈ વંદે પ્રભુ ભાવે રે. ૪૭ અર્થ :— જન્મ-મહોત્સવના કારણે દેવદેવીઓ બહુ આવી ત્યારે ઇન્દ્રાણીએ પ્રસૂતિ-ગૃહમાં જઈ પ્રભુને ભાવથી વંદન કર્યાં. ૫૪૭।। જનનીને ઊંઘાડીને, પ્રભુને પ્રેમે ઊંચકી, માયા-બાળક મૂકી રે, હર્ષભારથી ઝૂકી ૨૪૮ અર્થ :– ઇન્દ્રાણીએ પ્રભુમાતાને અવસ્વાપિની નિદ્રા આપી તથા તેમની પાસે માયામય બીજું બાળક મૂકી પ્રભુને પ્રેમપૂર્વક ઊંચકી, હર્ષભારથી ઝૂકી ઝૂકીને તે ઇન્દ્ર સમીપ આવી. ।।૪૮।। અર્પે ઇન્દ્રકરે શચી, મેરુ ઉપર લઈ જાતા રે, સ્નાત્ર કરી ઉલ્લાસથી, લાવી મૂકે જ્યાં માતા રે. ૪૯ અર્થ :– ભક્તિભાવ સહિત શચી એટલે ઇન્દ્રાણીએ પ્રભુને સૌધર્મ ઇન્દ્રના હાથમાં અર્પણ કર્યા. ત્યારે ઇન્દ્રે પોતાના પાંચ સ્વરૂપ બનાવ્યા. એક રૂપે પ્રભુને બે હાથમાં લીઘા. બીજા રૂપે પ્રભુ ઉપર છત્ર ધારણ કર્યું, ત્રીજા અને ચોથા રૂપે પ્રભુની બેય બાજુ ચામરો વીંજવા લાગ્યા અને પાંચમા રૂપે પ્રભુ આગળ વજ્ર ઉછાળતાં મેરુ પર્વતના શિખર તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈ શાશ્વતી અતિપાંડુકબલા નામની શિલાના આસન ઉપર સૌધર્મેન્દ્ર પ્રભુને પોતાના ઉત્સંગમાં બેસાડ્યા. પછી અચ્યુતેન્દ્ર વિગેરે દેવોએ સુવર્ણ, મણિ વગેરે કળશો વિકુર્તી સુગંધી તીર્થજળવડે હર્ષોલ્લાસથી પ્રભુનો જન્માભિષેક કર્યો. પછી પાછા ભક્તિપૂર્વક પ્રભુને લાવી માતા પાસે પઘરાવ્યા. ।।૪૯।। દિવ્ય વસ્ત્ર-આભૂષણે મંડિત નીરખે માતા રે નિદ્રા ઇન્દ્રે ટાળી જ્યાં; નૃત્ય કરી સુર જાતા ૨ે. ૫૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ ૩૮૧ અર્થ - “ઇન્દ્ર પ્રભુમાતાની અવસ્થાપિની નિદ્રા દૂર કરી ત્યારે દિવ્ય વસ્ત્ર અને આભૂષણથી મંડિત પ્રભુને નીરખીને માતા અતિ હર્ષિત થઈ. શક્રેન્દ્ર ભગવાનના અંગૂઠામાં અમૃતનો સંચાર કર્યો. તે અમૃતના આહારથી પ્રભુ રૂપ અને લાવણ્યની સંપત્તિ સહિત વૃદ્ધિ પામવા લાગ્યા. દેવતાઓએ પ્રભુ આગળ નૃત્ય કર્યું. પછી સૌઘર્મેન્દ્ર વગેરે નદીશ્વર દ્વીપે ગયા. ત્યાં બીજા સર્વ ઇન્દ્રો વગેરે મેરુ પર્વતથી પરભારા આવેલા. ત્યાં સર્વેએ જન્મોત્સવ નિમિત્તે અષ્ટાલિકા મહોત્સવ આદરી ખૂબ ભાવભક્તિ કરીને બધા પોતપોતાના સ્થાને ગયા. ૫૦ગા. “શાંતિનાથ સુંનામ દે, ઊછરે તે આનંદે રે, પૂર્વ પુણ્ય પૂરું કરે, સુર સહ રમે ઉમંગે રે. પ૧ અર્થ - રાજા વિશ્વસેને પણ આખા નગરમાં પ્રભુનો મહાન જન્મ મહોત્સવ કર્યો. બારમે દિવસે પોતાના સમગ્ર બંધુવર્ગને પોતાને ઘેર બોલાવી ઉત્તમ ભોજન કરાવી તેમની સમક્ષ પ્રભુના પિતાએ કહ્યું: હે સજ્જનો! આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારથી આખા નગરમાં મરકીના ઉપદ્રવની શાંતિ થઈ હતી, તેથી આ પુત્રનું નામ હું ‘શાંતિનાથ” પાડું છું. તે નામ સર્વને ઘણું રુચિકર થયું. પ્રભુ આનંદમાં દિનોદિન ઊછરવા લાગ્યા. દેવતાઓ સાથે ઉમંગથી રમતા પ્રભુ પૂર્વે બાંધેલા પુણ્યકર્મને પૂરું કરવા લાગ્યા. //પલા ત્રણ સુજ્ઞાને દીપતા, સુખશાંતિ ફેલાવે રે, કનક-કાંતિ શરીરની ઉષા રવિ બતલાવે રે. પર અર્થ - મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાનથી દૈદિપ્યમાન પ્રભુ સર્વત્ર સુખશાંતિ ફેલાવતા હતા. પ્રભુનું આખું શરીર સુંદર સુવર્ણવાળું હતું. તેની કાંતિ એટલે પ્રભા તે ઉષાકાળ અર્થાત્ પ્રાતઃકાળમાં ઊગતા સૂર્યની કાંતિને બતાવતી હતી. /પરા દૃઢરથ-જ્જૈવ સુરતા તજી, વિશ્વસેન-સુત થાતો રે, ચક્રાયુઘના નામથી, યશવર્તી-સુત પ્રખ્યાત રે. ૫૩ અર્થ - પૂર્વભવમાં દ્રઢરથનો જીવ હવે દેવપણું તજીને વિશ્વસેન રાજાની બીજી રાણી યશવતીના કુખે આવી જન્મ પામ્યો. તેનું ચક્રાયુઘ નામ રાખવામાં આવ્યું. //પરા યૌવનવયમાં આવતાં, ચંદ્ર-રવિ સમ ભ્રાતા રે, પિતા પરણાવે હવે સુંદરીઓ, હરખાતા રે. ૫૪ અર્થ :- બેયભાઈ યૌવનવયમાં આવતાં ચંદ્રસર્યની જેમ શોભા પામવા લાગ્યા ત્યારે પિતાએ હર્ષથી અનેક રૂપવતી કુળવતી સુંદરીઓ સાથે તેમનું પાણિગ્રહણ કરાવ્યું. ૫૪મા વિશ્વસેન હિત સાથવા, શાંતિનાથને દેતા રે રાજ્યાભાર ભોગે ભર્યો, દીક્ષા પોતે લેતા રે. પપ અર્થ - વિશ્વસેન પોતાના આત્માનું હિત સાધવા માટે રાજ્યનો ભાર જે ભોગોથી ભર્યો છે તે શાંતિનાથને આપી પોતે દીક્ષા ગ્રહણ કરે છે. શાંતિનાથને પચ્ચીસ હજાર વર્ષ વ્યતીત થયા ત્યારે પિતાએ તેમને રાજ્યસન પર સ્થાપિત કર્યા. પપા. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ ચક્રરત્ન-ઉત્પત્તિથી આયુઘશાળા આયુધશાળા શોભે, છયે ખંડ સાથી લીંઘા, જ્ઞાને રહી અલોભે રે. ૫૬ અર્થ :— એકદા શાંતિનાથ રાજાની આયુધશાળામાં હજાર આરાવાળું તથા હજાર યક્ષોથી અધિષ્ઠિત ઉત્તમ ચક્રરત્ન ઉત્પન્ન થવાથી પોતે ચક્રવર્તી પદને પામ્યા. જ્ઞાનના બળે અલોભથી જેને કંઈ જોઈતું નથી એવા પ્રભુએ પણ પૂર્વ પુણ્યને ભોગવી ખેરવી લેવા અર્થે છ ખંડ સાધ્યા. II૫૬।। ચૌદ રત્ન, નવ નિધિ ને ભરત-ભૂમિની ઋદ્ધિ રે, સંન્યાસી સમ ભોગવે, ચૂકે ન આત્મ-સમૃદ્ધિ રે. ૫૭ અર્થ – પ્રભુ ચૌદ રત્ન, નવ નિધિ અને ભારતભૂમિની ઋદ્ધિના સ્વામી હોવા છતાં, ઘરમાં રહ્યાં છતાં, પણ મનથી સંન્યાસી સમાન નિર્લેપ રહી કદી આત્માની જ્ઞાન સમૃદ્ધિને ભુલતા નથી. પ્રભુ બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓના સ્વામી છે. અનેક પ્રકારની મોટી સમૃદ્ધિ સહિત ચક્રવર્તીપદને ભોગવતાં સ્વામીએ પચ્ચીસ હજાર વર્ષાં નિર્ગમન કર્યા. ૫૭॥ દર્પણ સામે એકદા ઊભા રહી જ્યાં દેખે રે, અનેક રૂપ નિહાળતાં, પૂર્વ ભવો નિજ પેખે રે, ૫૮ અર્થ :– એકદા દર્પણ સામે ઊભા રહી શરીરના અનેક રૂપ નિહાળતાં પોતાના અનેક પૂર્વ ભવોનો વિચાર જાગૃત થયો. ॥૫॥ પ્રતિબિંધ સમ મેં કર્યાં અનેક ભવ હા! આવા રે, આ ભવમાં ચૂકું નહીં,” એ વિચા૨ે આવ્યા રે. ૫૯ અર્થ :— દર્પણમાં આ શરીરના અનેક પ્રતિબિંબની જેમ મેં પૂર્વે હા! અનેક ભવો કર્યા છે. પણ હવે -- આ ભવમાં સંપૂર્ણ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાનું હું ચૂકીશ નહીં, એવા દૃઢ વિચાર પર આવ્યા. ॥૫॥ બ્રહ્મલોકથી દેવ ત્યાં સારસ્વતાદિક આવે રે, “પ્રગટાવો પ્રભુ, તીર્થને” સંદેશો દઈ, જાવે રે. ૬૦ અર્થ :– એકઠા પાંચમા બ્રહ્મદેવલોકમાં વસનારા સારસ્વતાદિક વગેરે લોકાંતિક દેવોએ આવી ભક્તિપૂર્વક પ્રભુને વિનંતી કરી કે પ્રભુ તીર્થ પ્રવર્તાવો. એવો તેમનો નિયોગ હોવાથી પ્રભુને સંદેશો દઈ પાછા ચાલ્યા ગયા. ।।૬।। ઇન્દ્રાદિ સુર આવીને કરે મહોત્સવ મોટો રે, પ્રભુ પણ સૌ સંબંધીને, સમજાવે ભવ ખોટો રે. ૬૧ = અર્થ :– પ્રભુએ પણ જ્ઞાનથી દીક્ષાનો સમય જાણી એક વર્ષ સુધી યાચકોને વાંછિત દાન આપ્યું. ઇન્દ્રાદિ દેવોએ આવી મોટો દીક્ષા મહોત્સવ કર્યો. પ્રભુએ પણ સર્વ સંબંધીઓને સમજાવ્યા કે આ સંસાર બહુ ખોટો છે અને અંતે દુઃખને આપનાર છે. ।।૧|| કુરુરુરિ પુત્ર સ્થાપીને ગાદી ૫૨, સૌ ત્યાગે રે, દિવ્ય પાલખીમાં ગયા ‘સહઆમ્રવન’ બાગે રે. ૬૨ અર્થ:- = શ્રી શાંતિનાથે પોતાના પુત્ર કુરુહરિને રાજ્યગાદી ૫૨ સ્થાપી પોતે સર્વ પદાર્થોનો ત્યાગ Page #189 -------------------------------------------------------------------------- ________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ ર્યો. સુરેન્દ્રો વગેરે દ્વારા ઉપાડેલ દિવ્ય પાલખીમાં વિરાજમાન થઈ દીક્ષાના વરઘોડારૂપે સહસ્રમ્રવન નામના મોટા ઉદ્યાનમાં જઈ પ્રભુ પાલખીમાંથી નીચે ઊતર્યા. ॥૬॥ જેઠ વદ ચોથે ઘરે છઠ્ઠ-નિયમ ઉપવાસી રે, ખરે! ક્લેશરૂપ કેશનો લોચ કરે ત્યાં બેસી રે. ૬૩ અર્થ = જેઠ માસના કૃષ્ણપક્ષની ચતુદર્શીએ પ્રબળ વૈરાગ્યરંગથી રંગિત થયેલા પ્રભુએ સિદ્ધોને નમસ્કાર કરી છઠ્ઠતપનો નિયમપૂર્વક ઉપવાસ કરી ક્લેશરૂપ કેશનો લોચ કર્યો. તથા સર્વ વિરતિ સામાયિકનો ઉચ્ચાર કરી સમ્યક્ ચારિત્ર ગ્રલ કર્યું. ।। વસ્ત્રાભૂષણ સૌ તજી, યથાજાત શિશુ જેવા રે; ચક્રયુપ સાથે થયા સહસ્ત્ર નૃપ મુનિ તેવા રે. ૬૪ અર્થ :– સર્વ પ્રકારના વસ્ત્ર આભૂષણનો ત્યાગ કરી જન્મેલા બાળક જેવા નગ્ન બન્યા. ભાઈ ચક્રાયુધ સાથે બીજા હજાર રાજાઓએ પણ એ પ્રમાણે દીક્ષા ગ્રહણ કરી, ૫૬૪॥ અપ્રમત્ત બનતાં પ્રભુ મન-પર્યવ પ્રગટાવે રે, ભક્તિ-ભાથું બાંધીને ઇન્દ્રાદિક સુર જાવે રે. ૬૫ ૩૮૩ અર્થ :- દીક્ષા ગ્રહણ કરી અપ્રમત્ત બનતાં પ્રભુને મનઃપર્યવજ્ઞાન પ્રગટ થયું, ઇન્દ્રાદિ દેવો પણ પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉલ્લાસભાવે કરતાં ભક્તિનું ભાથું બાંધી દેવલોકે ગયા. ॥૬૫।। સુમિત્ર નૃપ-ઘેર પારણું પ્રથમ કરે પ્રભુ, દેખો રે, પંચાચર્ય થયાં, અહો! ધ્યાનમૂર્તિ મુનિ પેખો રે. ૬૬ અર્થ :– સુમિત્ર રાજાને ઘેર પ્રભુનું પ્રથમ પારણું થયું, ત્યારે પંચ આશ્ચર્ય થયા. અહો! પ્રભુ તો સદા ધ્યાનની જ મૂર્તિ છે એમ જાણો. ।।૬૬।। *= સોળ વર્ષ છદ્મસ્થતા વીતતાં કેવળજ્ઞાને રે દીપે હસ્તિનાપુરે પ્રભુ તે જ ઉદ્યાને રે. ૬૭ અર્થ :– ચાર જ્ઞાનના થતા પ્રભુ મૌનપણે વિચરતાં જે હસ્તિનાપુરના ઉદ્યાનમાં દીક્ષા લીધી હતી. - ત્યાં પધાર્યા. અને છઠ્ઠતપ કરી કાયોત્સર્ગ ઘ્યાને ઊભા રહ્યા. પ્રભુ સોળ વર્ષ છદ્મસ્થ મુનિ પર્યાય પાળી આજે શ્રેષ્ઠ શુક્લધ્યાનમાં વર્તતા પોષ સુદી નવમીને દિવસે ચાર પાતીયાકર્મનો ક્ષય થવાથી નિર્મળ દેવળજ્ઞાનને પામ્યા. ||૩|| ઇન્દ્રાદિ આવી રચે સમવસરણ રૂપાળું રે; કુરુરિ આદિ ગયા કલ્યાણ જ્યાં ભાળ્યું રે. ૬૮ અર્થ ઇન્દ્રાદિકે આવી પ્રભુને કેવળજ્ઞાન ઊપજવાથી રૂપાળા એવા સુંદર સમવસરણની રચના કરી. કુરુહરિ આદિએ પણ ત્યાં જઈ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકની શોભા નિહાળી. સમવસરણમાં બાર પ્રકારની સભા હોય છે તે આ પ્રમાણે - પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરતા સાધુની સભા, તેની પાછળ સાધ્વીની સભા અને તેની પાછળ વૈમાનિક દેવીઓની સભા હોય. દક્ષિણ દિશાથી પ્રવેશતાં જ્યોતિષી દેવીની સભા, તેની પાછળ ભવનપતિ દેવીની સભા અને તેની પાછળ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ વ્યંતરદેવીની સભા હોય. પછી પશ્ચિમ દિશાથી પ્રવેશ કરતાં પ્રથમ જ્યોતિષ્ક દેવોની સભા, તેની પાછળ ભુવનપતિ દેવોની સભા અને તેની પાછળ વ્યંતર દેવોની સભા હોય. ત્યાર પછી ઉત્તર દિશાથી પ્રવેશતાં પ્રથમ વૈમાનિક દેવોની સભા, તેની પાછળ મનુષ્ય પુરુષોની સભા અને તેની પાછળ મનુષ્ય સ્ત્રીઓની સભા બેસે છે. I૬૮ાા. ચક્રાયુથ આદિ થયા છત્રીસ ગણઘર જ્ઞાની રે, ઇન્દ્રાદિ સઘળા સુણે ખરતી પ્રભુની વાણી રે - ૬૯ અર્થ – ચક્રાયુઘ આદિ પ્રભુના છત્રીસ જ્ઞાની પુરુષો ગણઘર થયા. ઇન્દ્રાદિક સર્વે પ્રભુની ખરતી દિવ્ય વાણીને પ્રેમપૂર્વક સાંભળવા લાગ્યા. /૬૯ “ભવરૂપ મોટું મૂળ છે દુઃખવૃક્ષનું જાણો રે, કષાય-ભૂમિમાં ટકે, તે ખણવા મન આણો રે. ૭૦ અર્થ -પ્રભુએ દેશનામાં જણાવ્યું કે દુઃખરૂપી વૃક્ષનું આ સંસારરૂપી મોટું મૂળ છે. તે દુઃખરૂપીવૃક્ષ કષાયરૂપી ભૂમિથી ટકેલ છે. માટે તે કષાયરૂપી ભૂમિને ખોદી દુઃખરૂપી વૃક્ષનું ઉમૂળન કરો. II૭૦. કષાય જો પોચા પડે ભવ-દુઃખતરુ સુકાતું રે, ઇન્દ્રિય-જય વિના નહીં કષાય-બળ જિતાતું રે. ૭૧ અર્થ - કષાય જો મોળા પડે તો આ સંસારરૂપી મોટા મૂળવાળું દુઃખરૂપી વૃક્ષ સુકાતું જાય છે. પણ પાંચ ઇન્દ્રિયોનો જય કર્યા વિના આ ક્રોધાદિ કષાયોનું બળ જિતાતું નથી. II૭૧ાા ઇન્દ્રિય-અશ્વો નાખતા દમ વગર દુઃખ ખાડે રે, ઘાત, પાત, વઘ આકરો દુર્ગતિમાં દેખાડે રે. ૭૨ અર્થ - આ ઇન્દ્રિયરૂપી ઘોડાઓ જીવને સુખે દમ અર્થાત્ શ્વાસ પણ ન લઈ શકાય એવા દુઃખરૂપી ખાડામાં નાખે છે. જ્યાં જીવની ઘાત કરે, પાત એટલે પતન કરે, વઘ કરે એવા આકરા દુર્ગતિના દુ:ખોને દેખાડે છે. I૭૨ાા ઇન્દ્રિયવશ શાસ્ત્રી છતાં બાળબુદ્ધિએ વર્તે રે; ભરત-બાહુબલી યુદ્ધ હા! લજ્જાસ્પદે પ્રવર્તે રે, ૭૩ અર્થ – શાસ્ત્રનો જાણકાર એવો શાસ્ત્રી પણ ઇન્દ્રિયવશ થવાથી બાળબુદ્ધિ જેવું વર્તન કરવા લાગે છે. ભરત બાહુબલી જેવા સજ્જન પુરુષો પણ હા! લજ્જાસ્પદ એવા યુદ્ધમાં પ્રવર્તે છે. II૭૩ાા ચરમશરીરી ભાઈ બે, ઇન્દ્રિયો જ લડાવે રે; સુર, નર, પશુ સર્વે લડે ઇન્દ્રિય-મોહનચાવે રે. ૭૪ અર્થ :- ભરત બાહબલી જેવા ચરમશરીરી અર્થાત તેજ ભવે મોક્ષે જનાર પુરુષોને પણ આ ઇન્દ્રિયો જ લડાવે છે. આ ઇન્દ્રિયો પ્રત્યેની આસક્તિ જીવને સર્વ ભવમાં નચાવે છે. દેવતા, મનુષ્ય, પશુ આદિ સર્વેને લડાવનાર એ જ છે. ૭૪. ભક્ષ્યાભઢ્ય ગણે નહીં, ગમ્યાગમ્ય ન જાણે રે, ઇન્દ્રિય-દાસ થયા પછી ગંદી વાત વખાણે રે. ૭૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ ૩૮૫ અર્થ - જિલ્લા ઇન્દ્રિયને વશ થયેલ જીવો શું ભક્ષ્ય છે અને શું અભક્ષ્ય છે તેને ગણતા નથી. સ્પર્શેન્દ્રિય આદિને વશ થયેલ જીવોને ક્યાં ગમન કરવું જોઈએ, અને ક્યાં ન જવું જોઈએ તેનું ભાન હોતું નથી. ઇન્દ્રિયોનો દાસ થયા પછી ગંદી એવી વાતોને પણ વખાણનાર થઈ જાય છે. II૭પાા રે! ઇન્દ્રિય-વશ ઇન્દ્રથી કીડા સુથી સૌ જીવો રે, વીતરાગ વિના બઘા વિષય-વારુણી પીવો રે. ૭૬ અર્થ :- રે! આશ્ચર્ય છે કે ઇન્દ્રથી લગાવીને નાના જંતુ સુથીના સર્વ જીવો ઇન્દ્રિયોને વશ પડ્યાં છે. વીતરાગતા પ્રાપ્ત કર્યા વિના જગતના સર્વ જીવો આ વિષયરૂપી વારૂણી એટલે મદિરાનું જ પાન કરનારા જણાય છે. II૭૬ાા ઇન્દ્રિય-વશ જાગ્યા નહીં, ઊંધ્યા કાળ અતીતે રે, મનશુદ્ધિથી ઇન્દ્રિયો મહામતિ જીંવ જીતે રે. ૭૭ અર્થ - અતીત એટલે ગત અનંતકાળથી જીવો ઇન્દ્રિયોને વશ રહેવાથી જાગ્યા નથી; મોહનદ્રામાં જ ઊંધ્યા કરે છે. પણ મહામતિવાન એવા જ્ઞાની પુરુષો મનશુદ્ધિવડે આ ઇન્દ્રિયો ઉપર જીત મેળવે છે. II૭ળા માત્ર ઇન્દ્રિયો રોકતાં જીત નહીં ર્જીવ પામે રે, રાગ-દ્વેષી ના થવું; આવે મુક્તિ સામે રે. ૭૮ અર્થ :- માત્ર ઇન્દ્રિયો ઉપર જીત મેળવવાથી જીવ મોક્ષને મેળવી શકતો નથી. પણ રાગ અને દ્વેષનો સર્વથા ત્યાગ કરવાથી જ મુક્તિરૂપી લક્ષ્મી સામે આવે છે. II૭૮. જિતેન્દ્રિય-જિતમોહને મોક્ષપંથમાં માનો રે, ઇન્દ્રિય-દાસ ભમે ભવે મોહપંથ પિછાનો રે, ૭૦ અર્થ :- જે જિતેન્દ્રિય છે તથા જેણે રાગદ્વેષરૂપ મોહને જીત્યો છે તેને મોક્ષમાર્ગમાં જાણો. પણ જે ઇન્દ્રિયોનો દાસ છે અર્થાત તેમાં આસક્ત છે તે જીવ સંસારમાં ભમ્યા કરે છે. ઇન્દ્રિયોની આસક્તિ એ જ મોહનો માર્ગ છે. એની તમે ઓળખાણ કરો. II૭૯ો. બંઘ-મોક્ષના માર્ગને સમજી ગમતો લેવો રે, બંઘમાર્ગ દુઃખે ભર્યો, બીજો સુખ દે એવો રે. ૮૦ અર્થ - કર્મબંઘનો માર્ગ શું? અને કર્મથી મુક્ત થઈ મોક્ષ મેળવવાનો માર્ગ શું? એને સમજી, આત્માને ગમે તે માર્ગ લેવો. કર્મબંધનો માર્ગ દુઃખથી ભરેલો છે અને કર્મથી મુકાવાનો માર્ગ સાચું સુખ આપે એવો છે. ૮૦ના વિષયો ભવ ભવ ભોગવ્યા, આત્મસુખ નથી ચાખું રે; અપૂર્વ આત્માનંદથી કૃતાર્થ જીવન ભાખ્યું રે. ૮૧ અર્થ - પાંચ ઇન્દ્રિયના વિષયો જીવે સર્વ ભવમાં ભોગવ્યા છતાં હજી આત્મસુખનો સ્વાદ ચાખ્યો નથી. અપૂર્વ એવા આત્માનંદને પામવાથી આ માનવ જીવન કૃતાર્થ થાય એમ મહાપુરુષોએ જણાવ્યું છે. ll૮૧ાા સાંસારિક સુખ-લાલસા ટળતાં કષાય કંપે રે; અક્ષય સુખ લીધા વિના કેમ મુમુક્ષુ જંપે રે?” ૮૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - સાંસારિક ઇન્દ્રિય સુખની લાલસા મનમાંથી ટળતાં આ કષાયો પણ કંપવા લાગે છે. તો અક્ષય એવા આત્મિક સુખને લીઘા વિના સાચો મુમુક્ષુ કેમ જંપે? ન જ જંપે. તે શાશ્વત સ્વાધીન પોતાનો આત્માનંદ મેળવવા સદા વિષય કષાયને કાઢવાનો જ પુરુષાર્થ કર્યા કરે. આ પ્રમાણે ભગવાન શાંતિનાથે સમવસરણમાં બેસી દેશના આપી. ૮રા. કુહરિ પ્રભુને નમી, પૂંછે “હું પામ્યો શાથી રે નૃપ-પદ, ઉત્તમ ભેટને ભોગવી શું ન શકાતી રે?” ૮૩ અર્થ :- આ ભવનો પ્રભુ શાંતિનાથનો પુત્ર રાજા કુરુહરિ પ્રભુને નમીને પૂછવા લાગ્યો કે પ્રભુ! આ રાજપદ હું શાથી પામ્યો? અને મને મળેલી ઉત્તમ ભેટ હું કેમ ભોગવી શકતો નથી? એનું શું કારણ છે તે કૃપા કરી જણાવો. An૮૩ાા. કહે કેવળી : “દાનથી નૃપ-પદવી આ લાથી રે, અનેક આથીન ભોગ ના ભોગવાય એકલાથી રે. ૮૪ અર્થ - ત્યારે કેવળી થયેલા ભગવાન શાંતિનાથ કહે : તેં પૂર્વભવમાં દાન કરેલ છે તેથી આ રાજપદવીને પામ્યો છું. અનેકના પુણ્યબળે મળેલા આ ભોગ તારા એકલાથી ભોગવી શકાતા નથી. II૮૪ પૂર્વભવ વિસ્તારથી કહું સુણો : શ્રીપુરે રે ઘનેશ્વર, ઘનપતિ અને સુઘન, ઘનદ એ ચારે ૨ ૮૫ અર્થ – તારો પૂર્વભવ વિસ્તારથી કહું છું તે સાંભળ. શ્રીપુરનગરમાં ધનેશ્વર, ઘનપતિ, સુધન અને ઘનદ એ ચારે વણિક રહેતા હતા. ૮પી. વણિક મિત્રો પ્રેમથી રહે સહોદર જેવા રે; દ્રોણ માઁર-માથે મૅકી ભાથું, જાય ઘન લેવા રે. ૮૬ અર્થ - આ ચારે વણિક મિત્રો પરસ્પર પ્રેમથી સહોદર એટલે ભાઈની જેમ રહેતા હતા. તે એકવાર દ્રોણ નામે મજૂરના માથે ખાવાનું ભાથું મૂકી ઘન કમાવા માટે રવાના થયા. ૮૬ાા મહા અટવીમાં મુનિને, દેખી પાયે લાગ્યા રે, ભાથું અલ્પ હતું છતાં દાનભાવ બહુ જાગ્યા રે. ૮૭ અર્થ - રસ્તે ચાલતા મહા અટવીમાં એક મુનિને દેખી તેમના ચરણ કમળમાં બઘાએ નમસ્કાર કર્યા. ખાવાનું અલ્પ ભાથું હતું છતાં મુનિને દાન દેવાના ભાવ ખૂબ જાગ્યા. ૮થા. કહે વણિકો દ્રોણને : “દાન મુનિને દે, દે રે,” શ્રદ્ધા અધિકી આણ તે મુનિને આનંદે દે રે. ૮૮ અર્થ :- ચારે વણિકો દ્રોણને કહેવા લાગ્યા કે આ મુનિને દાન દે દાન દે. ત્યારે દ્રોણે સૌથી અધિક શ્રદ્ધા આણી ભાવપૂર્વક મુનિને દાન આપી આનંદ પમાડ્યો. તેથી તેણે મહા ભોગફળકર્મ ઉપાર્જન કર્યું. દટા સ્વાતિ નક્ષત્ર ટીપું જો, છીપે પડતાં મોતી રે, તેમ સુપાત્રે દાનથી પ્રગટી પુણ્યની જ્યોતિ રે. ૮૯ અર્થ – સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું ટીપું છીપમાં પડે તે મોતી બની જાય છે, તેમ સુપાત્રમાં Page #193 -------------------------------------------------------------------------- ________________ 0 0 2 કાર 0 5 ) સાંડેરાવમાં શ્રી શાંતિનાથ ભગવાન ની પ્રતિમા Page #194 -------------------------------------------------------------------------- ________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ ૩૮૭ ભાવપૂર્વક દાન આપવાથી પુણ્યની જ્યોત પ્રગટ થાય છે. દુલા દ્રોણ પૂર્ણ આયું થયે થયો કુરૃહરિ રાજા રે, સુઘન, ઘનદ ઘનાઢ્ય આ, સ્ત્રી થાતાં બે બીજા રે. ૯૦ અર્થ :- દ્રોણ મજૂર હોવા છતાં ભાવપૂર્વક અધિક શ્રદ્ધા આણીને મુનિને દાન આપવાથી તથા ચારેય વણિકો કરતાં એની વૃત્તિ શુદ્ધ હોવાથી તે હસ્તિનાપુર રાજાનો પુત્ર કુરુહરિ થયો. ચારેય વણિક પુત્રોમાંથી સુઘન અને ઘનદ આ ભવમાં પણ વણિક પુત્ર થયા તથા ઘનેશ્વર અને ઘનપતિ માયાવી હોવાથી આ ભવમાં સ્ત્રી અવતાર પામી વણિક પુત્રીઓ થઈ. ૧૯૦ાા. સુંઘન-જીવ વસંત આ કાંડિત્યપુરે આવે રે, ઘનેશ્વર-ઑવ કેસરા દેખી હર્ષિત થાવે રે. ૯૧ અર્થ - સુથન વણિકનો જીવ કાંપિલ્યપુરમાં વસંત વણિકનો પુત્ર થયો છે અને ઘનેશ્વરનો જીવ કેસરા નામે વણિક પુત્રી થયેલ છે. તે એકવાર ઉદ્યાનમાં કેસરાને દેખી પૂર્વ સ્નેહના કારણે હર્ષિત થાય છે. II૯૧ાા એકબીજાના પ્રેમને દાસી નિરખી પોષે રે, પ્રેમ-પાશ એ પૂર્વનો, વિરહ વડે તનુ શોષે રે. ૯૨ અર્થ - એકબીજાનો પરસ્પર પ્રેમ જોઈ કેસરાની દાસીએ તેને પોષણ આપી તેમના પ્રેમમાં વૃદ્ધિ કરાવી. તે પ્રેમ-પાશ પૂર્વભવનો હોવાથી બેય જણા એક મંગળ વાજાં સાંભળી કરી તપાસ વસંતે રે, લગ્ન કેસરાનાં લીઘાં, અન્ય સાથ સુણી ચિંતે રે. ૯૩ અર્થ :- એકવાર કેસરાના ઘેર માંગલિક વાજાં સાંભળીને વસંતે તેની તપાસ કરી. તો કેસરાના પિતાએ તેના લગ્ન બીજા શેઠપુત્ર સાથે કરવાનું નક્કી કર્યું. તે જાણી ચિંતાતુર થયો. ૯૩ દાસી ત્યાં આવી કહે : “કહે કેસરા એવું રે થશો પ્રાણપતિ આપ કે મુજ મૃત્યુ ગણી લેવું રે.’ ૯૪ અર્થ - ત્યારે દાસીએ આવી વસંતને કહ્યું : કેસરા એમ કહે છે કે કાં તો પ્રાણપતિ વસંત જ થશે નહીં તો મારું મૃત્યુ જાણી લેવું. ૯૪. વસંત સંદેશો કહે: “પ્રતિજ્ઞા મુજ એવી રે, જો કેસરા નહીં વરું કંઠે ફાંસી દેવી રે.” ૯૫ અર્થ :- વસંતે પણ કેસરાને જણાવવા દાસી મારફત એવો સંદેશો મોકલ્યો કે મારી પણ એવી જ પ્રતિજ્ઞા છે કે જો કેસરાને નહીં વરું તો કંઠે ફાંસો આપી મરી જવું પણ જીવવું નહીં. ૯પા. નિષ્ફળ સૌ યત્નો ગયા, જાન સવારે આવી રે, પ્રિયા જર્ફેર મરશે, ગણી ડાળે ફાંસી બનાવી રે, ૯૬ અર્થ :- બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. સવારે કેસરાને પરણવા જાન આવી. પ્રિયા કેસરા જરૂર મરણ પામશે એમ જાણી વસંતે પણ મરી જવા માટે ઝાડના ડાળે ફાંસી બનાવી. II૯૬ાા Page #195 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કામપાલ નર કાપીને ફાંસી તુર્ત જિવાડે રે, સુણી વાત વસંતની હિત-વિશ્વાસ પમાડે રે - ૯૭ અર્થ :- નજીકમાં રહેલ કામપાલે આવી તે ફાંસીને તુર્ત કાપી તેને જિવાડ્યો. શા માટે તું મરણ પામે છે એ વાત જાણી તેને હિત કરે એવા વચનો કહી શાંતિ પમાડી. અને કહ્યું કે કોઈ પણ કામ માટે કદી મરવું નહીં; પણ તે કાર્ય સિદ્ધ કરવા પ્રયત્ન કરવો. કારણ જીવતા નર ભદ્ર પામે એમ કહ્યું છે. શા ‘હિંમત હાર નહીં હજી, કામ-મંદિરે આજે રે, આ જ વને તે આવશે કુલાચારને કાજે રે.”૯૮ અર્થ - તું હજી હિંમત હાર નહીં. કેસરા કુલાચાર પ્રમાણે આજે આ વનમાં રહેલા કામદેવના મંદિરમાં દર્શન કરવા આવશે. II૯૮. કામ-પ્રતિમા પાછળે, સંતાયા તે સાંજે રે, કન્યા અંદર એકલી પેઠી પૂજા કાજે રે. ૯૯ અર્થ :- એમ વિચારી બેય જણા સાંજે તે કામદેવના મંદિરમાં જઈ કામદેવની પ્રતિમાની પાછળ સંતાઈ ગયા. કન્યા કેસરા એકલી પૂજા કરવા માટે તે મંદિરની અંદર પેઠી. પલા દ્વાર બંઘ કરૈ તે કહે: ‘વસંત ભર્તા થાજો રે, મરવા તૈયારી કરે, પ્રગટ વસંત જ થાતો રે. ૧૦૦ અર્થ - પછી મંદિરના દ્વાર બંઘ કરી તે દેવને કહેવા લાગી. ભવાંતરમાં પણ મારો ભર્તાર વસંત થજો. એમ કહી જ્યાં મરવાની તૈયારી કરે છે તેટલામાં ત્યાં વસંત જ પ્રગટ થવાથી તે હર્ષ પામી. II૧૦૦ના ઘન-જીંવ કામપાલ આ, ઘનપતિ મદિરા જાણો રે; મદિરા મામા-પુત્રી છે, કેસરની મન આણો રે. ૧૦૧ અર્થ - પૂર્વભવનો વણિક મિત્ર ઘનદનો જીવ જ આ ભવમાં કામપાલ થયેલ છે. અને પૂર્વભવનો વણિક ઘનપતિ મિત્ર માયા કરવાથી આ ભવમાં મદિરા નામે સ્ત્રી અવતાર પામેલ છે. મદિરા તે કેસરાના મામાની જ પુત્રી છે તે પણ અહીં કેસરાના લગ્નમાં આવી છે. ૧૦૧ કામપાલ ને કેસરા કપડાં બદલી લે છે રે, કામપાલ નીચે મુખે, જઈ સખી-સંગ મળે છે રે. ૧૦૨ અર્થ - હવે કાર્યસિદ્ધ કરવાની યુક્તિ વિચારી કામપાલે કેસરાના કપડાં પહેર્યા અને કેસરાએ કામપાલનો પુરુષવેષ ઘારણ કર્યો. કામપાલ કેસરાના કપડાં પહેરી લજ્જાથી મુખ ઢાંકી નીચે મુખે મંદિરમાંથી બહાર નીકળી સખીઓની સાથે મળી ગયો. અને વસંત અને કેસરા થોડા સમય પછી મંદિરમાંથી નીકળી દૂર પલાયન કરી ગયા. /૧૦રા ઘેર જઈ એકાંતમાં બેઠો ત્યાં જ મદિરા રે, સગી કેસરાની હતી, તે કહે બની અથીરા રે-૧૦૩ અર્થ - ઘેર જઈ કામપાળ કેસરાના વેષે એકાંતમાં બેઠો ત્યાં મદિરા જે કેસરાના મામાની દીકરી બહેન હતી તે આવીને અધીરી થઈ કહેવા લાગી. ||૧૦૩ Page #196 -------------------------------------------------------------------------- ________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ ૩૮૯ મને બચાવી જેમણે હાથીથી ઉદ્યાને રે, ગઈ રાત્રે સ્વપ્ન મળ્યા, મળશે મન અનુમાને રે, ૧૦૪ અર્થ :- મને ઉદ્યાનમાં હાથીથી હણાઈ જતાં જેણે બચાવી એ પુરુષ પર મને અનુરાગ છે. ગઈ રાત્રે સ્વપ્નમાં પણ તે મળ્યા. તેથી અનુમાનથી લાગે છે કે તેમનો મને મેળાપ થશે. ૧૦૪l દુઃખની વાતો દુઃખીને કરી આશ્વાસન પામું રે કામપાલ મુખ ખોલીને જુએ તેના સામું રે. ૧૦૫ અર્થ - તારું મન જેમ વસંતમાં છે તેમ મારું મન પણ તે પુરુષમાં છે. પણ દૈવ વિપરીત હોવાથી આપણે બન્ને દુઃખી છીએ. દુઃખની વાતો દુઃખીને કરવાથી બન્નેને આશ્વાસન મળે છે માટે આ વાત કરું છું. તેટલામાં કેસરાના વેષે રહેલા કામપાલે ઘૂંઘટ ઊંચો કરી તેના સામે જોયું. ૧૦પા એકબીજાને ઓળખે, છાનામાના ફાવ્યાં રે વસંતના નિવાસમાં જઈ, આ પુરમાં આવ્યાં રે. ૧૦૬ અર્થ :- એકબીજાને તરત ઓળખી ગયા. છાનામાના ફાવી ગયા. ત્યાંથી બન્ને નીકળી જઈ વસંતના નિવાસમાં આવી હવે ચારેય જણા આ નગરમાં આવેલ છે. I૧૦૬ાા અભુત ભેટો તે ઘરે દેખી નહિ જે પૂર્વે રે, વગર ઓળખાણે તમે સંઘરી; લ્યો સુખ સર્વે રે.” ૧૦૭ અર્થ – હે રાજન! તેઓ ચારે જણા પૂર્વભવમાં વણિક હતા ત્યારે ભાથું ઉપડાવવા તમને સાથે લઈ રત્નદીપે ગયા હતા. તે પૂર્વના સ્નેહ સંસ્કારથી નિત્ય આવી પૂર્વે જોઈ નથી એવી અદ્ભુત પાંચ વસ્તુઓ તમને ભેટ કરે છે. જે વસ્તુઓ વગર ઓળખાણે તમે સંઘરી રાખી છે. તે સર્વ વસ્તુઓનો આ ઇષ્ટ જનની સાથે તમે ભોગવવાને સમર્થ થશો. કેમકે એ પુણ્ય ઉપાર્જનમાં બઘાનો સાથ છે. હવે બઘા મળી સર્વ સુખી થાઓ. પ્રભુના આવા વચન સાંભળી રાજા કુરુહરિ જાતિસ્મરણજ્ઞાન પામ્યો અને ભગવંતને નમી વસંત આદિ ચારેયને સહોદરની જેમ સ્નેહથી પોતાને ઘેર લઈ ગયો. દેવતાઓ વગેરે પણ પ્રભુને નમી સહુ પોતપોતાને સ્થાનકે ગયા. ||૧૦શા. અનેક દેશે વિચરી સમેત-શિખરે આવે રે, પ્રભુ અયોગી-યોગથી મોક્ષનગર સિગાવે રે. ૧૦૮ અર્થ - ભગવાન શાંતિનાથ પણ અનેક દેશમાં વિચરી જીવોનું કલ્યાણ કરી અંતે સમેત શિખરે પઘાર્યા. ત્યાં નવસો મુનિઓની સાથે એક માસનું અનશનવ્રત ગ્રહણ કરી અંતે ચૌદમું અયોગી ગુણ સ્થાનક પ્રાપ્ત કરી મોક્ષ નગરે પધાર્યા. પ્રભુએ કૌમારપણામાં, માંડલિકપણામાં, ચક્રવર્તીપણામાં અને વ્રતમાં પ્રત્યેક પચીસ પચીસ હજાર વર્ષો વ્યતીત કરી કુલ એક લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. /૧૦૮ની દેવ મહોત્સવ આદરે, ભક્તિ કરી હરખાતા રે, શાંતિનાથ-ગુણગાનથી પુણ્ય ખરીદી જાતા રે. ૧૦૯ અર્થ - પ્રભુ મોક્ષે પધારવાથી દેવોએ પ્રભુના મોક્ષ કલ્યાણકનો મહોત્સવ આદર્યો. ભગવાનની ભક્તિ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કરી ખૂબ હર્ષ પામ્યા. શ્રી શાંતિનાથ ભગવાનના ગુણગાન કરવાથી સર્વે પુણ્યની કમાણી કરી ગયા. ૧૦૯ાા શ્રી શાંતિનાથ ભગવાન પૂર્વે સમ્યદર્શનને પામી આ ભવમાં કેવળજ્ઞાનને પામ્યા. તેમ હે પ્રભુ! અમને પણ એક અંતર્મુહૂર્ત કાળ પર્યત સમ્યક્દર્શન આપો. જેથી અમે પણ કાળક્રમે કેવળજ્ઞાન પામી શાશ્વત એવા મુક્તિસુખને મેળવીએ. મુહૂર્ત એટલે અડતાલીસ મિનિટ. અંતર્મુહૂર્ત એટલે અડતાલીસ મિનિટમાં એક સમય ઓછો હોય ત્યાં સુધી અંતર્મુહૂર્ત કાળ કહેવાય. તે અંતર્મુહૂર્ત નવ સમયથી શરૂ થાય છે. તેને જઘન્ય અંતર્મુહૂર્ત કહે છે. તેટલા જઘન્ય કાળ સુધી પણ જીવ સમ્યગ્દર્શનને પામે, અને વમે નહીં તો પંદર ભવમાં તેનો મોક્ષ નિશ્ચિત છે. વમે તો પણ તેનો મોક્ષ અર્થપુદ્ગલ પરાવર્તનકાળમાં તો અવશ્ય થાય છે. તે અંતર્મુહૂર્ત સંબંધી અત્રે સમજ આપે છે : (૯૦) અંતર્મુહૂર્ત (સ્વામી સુજાત સુહાયા, દીઠા આનંદ ઉપાયા રે, મનમોહના જિનરાયા–એ દેશી) શ્રી રાજચંદ્ર ગુરુ ઉરે, આનંદ અનુપમ પૂરે રે, કરું વંદના બહુ ભાવે. - કળિકાળે અતિ ઉપકારી, મળી સત્ય સહાય તમારી રે, કરું, અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યના વચનામૃતો મારા હૃદયમાં અનુપમ આનંદને આપનાર હોવાથી તેમને હું પરમ ભક્તિભાવે પ્રણામ કરું છું. આ ઠંડાઅવસર્પિણી કળિકાળમાં આપ અમારા અત્યંત ઉપકારી છો. સત્ય મોક્ષમાર્ગ બતાવવામાં આપની અમને પરમ સહાય મળી છે માટે હું આપના ચરણકમળમાં કોટીશઃ પ્રણામ કરું છું. ના. અંતર્મુહૂર્ત અમોને, પ્રભુ સમ્યગ્દર્શન ઘોને રે, કરું, સત્સંગ વશિષ્ઠ ઋષિનો, અંતર્મુહૂર્ત સુઘીનો રે, કરું અર્થ:- હે પ્રભુ! પૂર્વે અનંત અંતર્મુહૂર્તો વ્યર્થ ખોયા. પણ હવે આપ પ્રભુનો અમને ભેટો થયો છે તો એક અંતર્મુહૂર્ત માત્ર પણ અમને સમ્યગ્દર્શન આપો અર્થાત્ આત્માનો સાક્ષાત્ અનુભવ કરાવો; જેથી અમારો મોક્ષ નિશ્ચિત થાય. જેમ એક અંતર્મુહૂર્ત સુઘીનો વશિષ્ઠ ઋષિનો સત્સંગ કેટલો બળ આપનાર થયો તેમ અમને પણ આપનો સમાગમ સમકિત આપનાર સિદ્ધ થાઓ. |રા રહો રહો રે રસભર દો ઘડીયા, દો ઘડીયા દિલસે અડિયા, રહો રહો રે રસભર દો ઘડીયા.” ઘરણી અથ્થર ઘરી રાખે, અતિ આશ્ચર્યકારી ભાખે રે, કરું, રે! સમ્યગ્દર્શન તેવું, ભવ-ભાર હરે, ગણી લેવું રે, કરું, અર્થ - વશિષ્ઠ ઋષિનો અલ્પ સમાગમ પૃથ્વીને અથ્થર ઘરી રાખે એ કેવું આશ્ચર્યકારી છે. તેમ શ્રી ગુરુની કૃપાથી જો સમ્યક્દર્શન પ્રાપ્ત થયું તો તે સંસારની ત્રિવિધ તાપાગ્નિ કે જન્મમરણના સર્વ Page #198 -------------------------------------------------------------------------- ________________ (૯૦) અંતર્મુહૂર્ત કાળના ભારને સંપૂર્ણપણે હ૨વા સમર્થ છે એમ ગણી લેવું. વશિષ્ઠ ઋષિના સત્સંગનું દૃષ્ટાંત – વશિષ્ઠ ઋષિને મળવા વિશ્વામિત્ર આવ્યા ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું “આવો રાજર્ષિ' એટલે વિશ્વામિત્રે વિવાદ ચાલુ કર્યો કે મને રાજર્ષિ કેમ કહ્યો ? એટલે બન્ને જણે નક્કી કર્યું કે આપણે મહાદેવ પાસે ન્યાય માંગીએ. મહાદેવ પાસે જઈને પૂછે છે કે વશિષ્ઠ ઋષિએ મને રાજર્ષિ કહ્યો તે યોગ્ય છે?’' મહાદેવ વિચારમાં પડી ગયા. થોડી વાર પછી વિચારીને મહાદેવે કહ્યું “આનો ઉત્તર વિષ્ણુ પાસેથી મળશે. હું આપી શકું એમ નથી.’ ત્યાંથી ત્રણે જણ વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ પણ મહાદેવની જેમ બ્રહ્મા પાસે જવાનું કહ્યું. ચારેય જણ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ પણ તેવી જ રીતે શેષનાગ પાસે જવાનું કહ્યું. પાંચે જણ શેષનાગ પાસે જઈને પ્રશ્ન પૂછ્યો ત્યારે શેષનાગે કહ્યું “આ મારે માથેથી ભાર થોડો ઓછો થાય તો હું ઉત્તર આપી શકું.'’ તે ભાર પુણ્ય આપો તો ઓછું થાય.'' મહાદેવ કહે મારા તપનું જે ફળ હોય તે તને પ્રાપ્ત થાઓ.’’ પણ શેષનાગના માથેથી ભાર ઓછો થયો નહીં. તેમ બ્રહ્મા વિષ્ણુએ પણ પોતપોતાના તપનું ફળ આપ્યું પણ કંઈ ભાર ઓછો થયો નહીં. પછી વિશ્વામિત્ર કહે “મારા ૧૦,૦૦૦ વર્ષના તપનું ફળ તને પ્રાપ્ત થાઓ.’’ તોપણ કંઈ ફેર પડ્યો નહીં. પછી ૩૦,૦૦૦ વર્ષનાં તપનું ફળ કહ્યું પણ કંઈ ફેર પડ્યો નહીં. છેવટે ૬૦,૦૦૦ વર્ષનાં તપનું ફળ તને પ્રાપ્ત થાઓ. એટલામાં શેષનાગે જોરથી બૂમ પાડી અરે ભાઈ હવે બસ કરો. આ તો મારો ભાર ઘટવાને બદલે વધી ગયો. હવે તપનું ફળ નથી જોઈતું. પછી શેષનાગે વશિષ્ઠને કહ્યું ‘‘હવે તમે ગમે તેમ કરીને આ ભાર ઓછો કરો. ત્યારે વશિષ્ઠે કહ્યું ‘‘મેં તો ફક્ત લવ (અંતર્મુહૂર્ત) સત્સંગ કરેલ છે, તેનું જે ફળ હોય તે તને પ્રાપ્ત થાઓ.’’ આટલું કહેતા જ શેષનાગના માથેથી આખી પૃથ્વી અધ્ધર થઈ ગઈ. આ છે લવ સત્સંગનું માહાત્મ્ય. લવ સત્સંગનું ફળ પણ આશ્ચર્યકારી આવે છે, માટે આત્માર્થીએ સદા સત્સંગ જ કર્તવ્ય છે. ગા ચિંતામણિ નરભવ તેથી, હિત પૂર્ણ સધાતું એથી રે, કરું એક અંતર્મુહૂર્ત માત્ર, ક૨ે જીવને મુક્તિ-પાત્ર રે, કરું ૩૯૧ અર્થ :– આ મનુષ્યભવને ચિંતામણિ કેમ કહ્યો? આ મનુષ્યભવમાં જીવ પુરુષાર્થ કરી મોક્ષ મેળવવા ચિંતવે તો પણ મળી શકે એમ છે. જે બીજી કોઈ ગતિમાં પ્રાપ્ત થઈ શકે એમ નથી. આત્માનું સંપૂર્ણ હિત મુક્તિ મેળવવામાં છે. એક અંતર્મુહૂર્ત માત્ર સદ્ગુરુ આજ્ઞાએ યથાર્થ પુરુષાર્થ કરી જીવ સ્વરૂપમાં સ્થિરતા કરે તો સમ્યક્દર્શનને પામી મુક્તિ મેળવવાને પાત્ર તે બની જાય છે. સમ્યક્દર્શન એ કેવળજ્ઞાન પ્રગટાવવા માટે બીજ સમાન છે. ।।૪।। વરે ભરત કેવળજ્ઞાન, જ્યાં પ્રગટ્યું શુક્લ ધ્યાન ૨, કરું એક અંતર્મુહૂતૅ જાતા જીવ મોક્ષ, ઘન્ય ગણાતા રે, કરું અર્થ :– ભગવાન ઋષભદેવની સદા આજ્ઞામાં રહેનાર તેમના પુત્ર શ્રી ભરત મહારાજાએ અપૂર્વ આત્મપુરુષાર્થ બળે અરીસા ભુવનમાં આત્મોપયોગની અખંડ એકધારાથી આગળ વઘી શુક્લધ્યાનની શ્રેણિ વડે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું. ઈલાયચી કુમારે નાટકનો ખેલ કરતાં શુક્લધ્યાનમાં આવી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન મેળવ્યું. આ એમના અપૂર્વ આત્મપુરુષાર્થનું બળ છે. ગજસુકુમાર જેવા પ્રભુ નેમિનાથની આજ્ઞાને શિરોધાર્ય કરી સ્મશાનમાં શુક્લધ્યાન પ્રગટાવી Page #199 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ iાં કેવળજ્ઞાન પામ્યા. તેમ અનંતા પૂર્વે અંતકત કેવળી ભગવંતો શુક્લ ધ્યાનની શ્રેણીએ ચઢી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તે સર્વ મહાન આત્માઓ ઘન્યવાદને પાત્ર છે. પણ બહુ અંતર્મુહૂર્તા ખોયાં, સુદર્શનાદિ નહીં જોયાં રે, કરું, ઉરે આજ્ઞા દૃઢ ઘારું, હવે ગણું ન બીજું સારું રે, કરું, અર્થ - પૂર્વકાળમાં અનેક અંતર્મુહૂર્તી ખોયા. “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વહી ગયો છતાં સિદ્ધિ થઈ નહીં. કારણ સુદર્શનાદિ એટલે સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રાદિની પ્રાપ્તિ થઈ નહીં. સમકિત નવિ લહ્યું રે એ તો રૂલ્યો ચતુર્ગતિ માટે.” હવે હૃદયમાં સત્પરુષની આજ્ઞાને દ્રઢપણે ઘારણ કરું. કારણ કે – “અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાઘક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.” (વ.પૃ.૨૩) “અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેનો મોક્ષ થયો નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતર્મુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે! જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે.” (વ.પૃ.૭૬૬) માટે હવે પુરુષની આજ્ઞાથી વિશેષ બીજા પ્રત્યે પ્રેમભાવ રાખું નહીં. જેથી જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવળકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે.” -શ્રીમદ્ રાજચંદ્ર કા. હન ઉપયોગ એક પળનો, કૌસ્તુભ ગયાથી વધુ કળવો રે, કરું, ઘડી સાગુણી જતી એવી, હાનિકારક ગણી લેવી રે, કરું, અર્થ :- મનુષ્યભવની એક પળનો હીન ઉપયોગ કરવો તે કૌસ્તુભમણિ ખોવા કરતાં પણ વિશેષ ગણવા યોગ્ય છે. દુર્લભ એવો કૌસ્તુભ મણિ શ્રી કૃષ્ણને પ્રાપ્ત હતો, જેમાંથી સોનું ઝરે. એક પળની આટલી કિંમત છે તો ૬૦ પળની એક ઘડી એટલે ૨૪ મિનિટ થાય અને ૬૦ ઘડીના ૨૪ કલાક એટલે એક દિવસ થાય. એમ એક દિવસ જીવનો પ્રમાદમાં જાય તો કેટલી બધી આત્માને હાનિ થાય તેનો વિચાર જીવે કરવો જોઈએ. એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ? એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે.” (વ.પૃ.૪૮૬) //શી દિન, માસ, વર્ષ ને આયુ હીન ઉપયોગે ગળાયું રે, કરું, તો મહાન હાનિ ગણાય, અશ્રેયનું કારણ થાય રે, કરું, અર્થ :- દિવસ, માસ, વર્ષ અને મનુષ્યનું સંપૂર્ણ આયુષ્ય જો સંસારના કામોમાં જ વ્યતીત થયું અને આત્માર્થ ન સધાયો તો જીવને મહાન હાનિ થઈ અર્થાત્ ચાર ગતિરૂપ સંસારની વૃદ્ધિ થઈને આત્માનું અત્યંત અશ્રેય એટલે અકલ્યાણ થશે માટે “જેમ બને તેમ યત્ના અને ઉપયોગથી ઘર્મને સાધ્ય કરવો યોગ્ય છે. સાઠ ઘડીના અહોરાત્રમાં વીશ Page #200 -------------------------------------------------------------------------- ________________ (૯૦) અંતર્મુહર્ત ૩૯૩ ઘડી તો નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાલીસ ઘડી ઉપાઘ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ઘર્મકર્તવ્યને માટે ઉપયોગમાં લઈએ તો બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય?પળ એ અમુલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તોપણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્ત્વની વૃષ્ટિએ સિદ્ધ છે!'' (વ.પૂ.૯૪ ||૮|| સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે કાળ, કહે ‘સમય’ દીન-દયાળ રે, કરું સંખ્યાત તે સંખ્યા યોગ્ય, અસંખ્યાત તે ઉપમા જોગ્ય રે, કરું અર્થ – કાળ દ્રવ્યના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગને દીનદયાળુ એવા કેવળજ્ઞાની પ્રભુ 'સમય' કહે છે. જેની સંખ્યા થઈ શકે તેને સંખ્યા યોગ્ય કાળ કહે છે. જેમકે દિવસ, માસ, વર્ષ વગેરે. પણ જે સંખ્યામાં ન આવી શકે એવા અંસખ્યાત કાળને સમજાવા માટે પલ્યોપમની ઉપમા આપી સમજાવે છે. જે ચાર કોશના લાંબા, પહોળા, ઊંડા ખાડામાં વાળના ટુકડા કરી નાખી સો વર્ષે એક વાળ કાઢે તે ખાડો પૂરો થયે એક પલ્યોપમ કાળ કહેવાય છે. ઘણા જેનો ના અંત પમાય, તે કાળ અનંત કહાય રે, કરું થતાં ‘સમય' શબ્દોચ્ચાર સમય વીતે અસંખ્ય ઘાર રે, કરું અર્થ :— જેનો કેવળજ્ઞાનમાં પણ અંત દેખાતો નથી અથવા કોઈ પ્રકારે જેનો અંત પમાતો નથી. = એવા કાળને અનંતકાળ કહેવાય છે. એક 'સમય' એ કેટલો કાળ કહેવાય? તે સમજવા માટે કહ્યું કે 'સમય' શબ્દના ત્રણ અક્ષર બોલતાં જ અંસખ્યાત સમય વ્યતીત થઈ જાય છે. એટલો સુક્ષ્મ એ કાળનો અંશ છે કે જેના બે વિભાગ ન થઈ શકે. ।।૧૦। એક સમય કેવળી જાણે, વિશ્વાસે અન્ય પ્રમાણે રે; કરું ગણ આઠ સમય ઉપરાંત, પ્રતિ સમયે અંતર્મુહૂર્ત રે, કરું અર્થ :— કાળ દ્રવ્યના અવિભાગી અંશ એક સમયને કેવળી ભગવાન જાણી શકે છે. બીજા બધા તેમના વિશ્વાસથી એમની વાતને પ્રમાણભૂત માને છે. આઠ સમયથી ઉપરાંત એટલે નવ સમયથી લગાવીને, અડતાલીશ મિનિટની અંદર એક સમય બાકી હોય ત્યાં સુઘી પ્રતિ સમયે વધતા કાળને અંતર્મુહૂર્ત કાળ કહેવાય છે. ।।૧૧।। થાય ઘડી ન બે જ્યાં સુધી, અસંખ્ય ભેદ ત્યાં સુધી રે, કરું બે ઘડીનું એક મુહૂર્ત, સમય મ અંતર્મુહૂર્ત રે, કરું અર્થ :— નૌ સમયથી એક એક સમય વધતાં જ્યાં સુધી બે ઘડી એટલે ૪૮ મિનિટ પૂરી ન થાય ત્યાં સુધી એક અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ થાય છે. પણ ૪૮ મિનિટ પૂરી થાય ત્યારે તે એક મુહૂર્ત કહેવાય છે. એક મુહૂર્તમાં એક સમય ક્રમ હોય ત્યાં સુધી તે અંતર્મુહૂર્ત ગણાય છે. ।।૧૨। ભવ ક્ષુદ્ર અંતર્મુહૂત, જીવ કરે પાપ ઉત્કૃષ્ટ રે કરું છાસઠ હજાર ઉપરાંત, ત્રણ સો છીસ ભવ-અંક રે, સૈ અર્થ :- જીવ ઉત્કૃષ્ટ પાપ કરવાથી તેના ફળમાં એક અંતર્મુહૂર્તમાં ક્ષુદ્ર એટલે હલકા એકેન્દ્રિય આદિના વધારેમાં વધારે છાસઠ હજાર ત્રણસોને છત્રીસ ભવ કરે છે. સહજસુખ સાધનના પ્રથમ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અધ્યાયમાં આનું વર્ણન આપેલ છે. I૧૩મા વ્યસભવ ઘરે બસો ચાર, બાકી એકેન્દ્રિય ઘાર રે, કરું, કાચ બે ઘડીનો એ કાળ, રે! જન્મ-મરણ વિકરાળ રે, કરું, અર્થ - આગળની ગાથામાં જે સંખ્યા કહી તેમાં ત્રસકાયના બસો ચાર ભવ અને બાકીના બધા છાસઠ હજાર એકસો બત્રીસ ભવ એકેન્દ્રિયના એક અંતર્મુહૂર્તમાં જીવ કરે છે. એક અંતર્મુહૂર્તના અંદરનો કાળ તે કાચી બે ઘડી કહેવાય છે, અને અડતાલીસ મિનિટ પૂરી થયે પાકી બે ઘડી કહેવાય છે. હા! વિકરાળ એવા હજારો વાર જન્મ મરણ જીવ પાપના ફળમાં એક અંતર્મુહૂર્તમાં કરે છે. આ વારંવાર જન્મ મરણ થવાનું મૂળ કારણ જીવનું અનાદિકાળથી ચાલ્યું આવતું સ્વરૂપનું અજ્ઞાન છે અથવા મિથ્યાત્વ છે. “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૪મા પારમાર્થિક પુણ્ય કમાતાં, કહું કામ તે કેવા થાતાં રે?- કરું, જીંવ યથાપ્રવૃત્તિકરણેઃ સ્થિતિ-બંઘ-અપસરણે રે, કરું, અર્થ :- હવે એ મિથ્યાત્વને દૂર કરવા જીવ જો પારમાર્થિક એટલે આત્માર્થના લક્ષે પુણ્યની કમાણી કરે તો કેવા કામ થશે તે કહું? જીવ સમ્યક્દર્શન પામી ક્રમે કરી કેવળજ્ઞાન મેળવીને સર્વકાળને માટે સર્વદુઃખથી મુક્ત થઈ જશે. આ મહાકાર્ય એક સમ્યગ્દર્શનથી જ થઈ શકે છે. તે વિષે પરમકૃપાળુદેવ જણાવે છે : “અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક્દર્શનને નમસ્કાર.” (વ.પૃ.૬૨૫) તે સમ્યગ્દર્શન પ્રાપ્તિ અર્થે પુરુષના બોઘને આજ્ઞાનુસાર જીવ અનુસરે તો યથાપ્રવૃત્તિકરણ સુધી આવીને કર્મોની સ્થિતિ અને બંઘનું અપસરણ એટલે તેમને ખસેડતો જાય. /૧૫ના એક જ અંતર્મુહૂર્ત પ્રતિ સમય શુદ્ધિ અનંત રે, કરું, વશે અનુભાગ પ્રશસ્ત, ઘટે વળી અપ્રશસ્ત રે, કરું અર્થ - યથાપ્રવૃતિકરણમાં આવ્યા પછી એક જ અંતર્મુહૂર્તમાં આત્માની શુદ્ધિ પ્રતિ સમયે અનંતગણી થાય છે. જેથી પ્રશસ્ત ભાવોનો અનુભાગ વધતો જાય છે અને અપ્રશસ્ત ભાવોનો અનુભાગ ઘટતો જાય છે. “પહેલાં અંતર્મુહૂર્ત કાળ સુઘી અઘઃકરણ કે યથાપ્રવૃત્તિકરણ હોય ત્યારે ચાર આવશ્યક (જરૂરની ક્રિયા) બને છે. (૧) સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતા હોય. (૨) એક એક સૂક્ષ્મ અંતર્મુહૂર્તે નવા બંઘની સ્થિતિ ઘટતી જાય તે સ્થિતિબંઘ-અપસરણ આવશ્યક થાય. (૩) સમયે સમયે પ્રશસ્ત પ્રકૃતિઓનો રસ અનંતગણો વધે અને (૪) સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ (રસ) બંઘ અનંતમા ભાગે થાય; એવાં ચાર આવશ્યક થાય.” ઘામૃત ભાગ-૩ પત્રાંક ૨૩૨ (પૃ.૨૩૭) //૧૬ll આ અંતર્મુહૂર્ત-લીલા, કરે અશુભ બંથો ઢીલા રે, કરું, પછી અપૂર્વ-કરણનો કાળ, તે આથી ય ઓછો ભાળ રે, કરું, અર્થ - આ પ્રશસ્તભાવોની એક અંતર્મુહૂર્ત માત્રની લીલા છે. જે કર્મોના અશુભ બંઘોને ઢીલા કરી દે છે. પછી જીવ પુરુષના આશ્રયે કરકડીયા કરીને આગળ વધી અપૂર્વકરણમાં આવે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ (૯૦) અંતર્મુહૂર્ત ૩૯૫ અપૂર્વકરણમાં રહેવાનો કાળ યથાપ્રવૃત્તિકરણ કરતાં ઓછો છે. કર્મક્ષયમાં ‘અપૂર્વકરણ” એ મોટામાં મોટો ભાગ ભજવે છે. એ આત્માના અપૂર્વ પુરુષાર્થને સૂચવનાર છે. અપૂર્વકરણ એટલે અનાદિકાળના ભવભ્રમણમાં કદી પણ પૂર્વે એવો કરણ એટલે ભાવ આવ્યો નથી એવો આત્માનો પ્રશસ્ત શુભ ભાવ. તે જો આગળ વધી પુરુષાર્થ ફોરવે તો અંતર્મુહૂર્તમાં અનિવૃત્તિકરણમાં જઈ ગ્રંથિભેદ કરી સમ્યગ્દર્શનને પામે. ૧ી. સ્થિતિકાંડથી ઘટતી સ્થિતિ, અનુભાગની ય એ રીતિ રે, કરું, નિર્જરા-ક્રમ ગુણશ્રેણી, કર્મભારની કરતી હાણિ રે, કરું, અર્થ - હવે અપૂર્વકરણમાં પુરુષાર્થ બળે સત્તામાં રહેલા પૂર્વકર્મની સ્થિતિને ઘટાડે તે સ્થિતિકાંડક ઘાત એટલે અંતઃકોડાકોડીસાગર પ્રમાણ કર્મોની સ્થિતિ થઈ જાય છે તેને કહેવાય છે. અને તેથી પૂર્વકર્મનો અનુભાગ એટલે રસ અથવા ફળદાનશક્તિને ઘટાડે તે અનુભાગકાંડકઘાત કહેવાય છે. ગુણ શ્રેણીના કાળમાં ક્રમપૂર્વક અસંખ્યાત ગુણા કર્મોને નિર્જરા યોગ્ય બનાવે તે ગુણશ્રેણી નિર્જરા છે; તે જીવના કર્મભારને હલકો કરતી જાય છે. તે પછી અપૂર્વકરણ (કદી નહીં થયેલાં તેવાં મંદમોહવાળા પરિણામ) થાય છે. તેનો કાળ યથાપ્રવૃત્તિના કાળનો સંખ્યાતમો ભાગ છે. તેમાં એક વધારાનું આવશ્યક થાય છે : એક એક અંતર્મુહૂર્તે સત્તામાંના પૂર્વકર્મની સ્થિતિ ઘટાડે તે સ્થિતિકાંડક ઘાત છે તેથી નાના એક એક અંતર્મુહૂર્ત પૂર્વકર્મનો રસ (અનુભાગ) ઘટાડે તે અનુભાગકાંડક ઘાત છે; ગુણશ્રેણીના કાળમાં ક્રમે અસંખ્યાતગુણા પ્રમાણપૂર્વક કર્મ નિર્જરાને યોગ્ય બનાવે છે, તે ગુણશ્રેણી નિર્જરા છે.” ઓથામૃત ભાગ-૩ પત્રાંક ૨૩૨ (પૃ.૨૩૭) //૧૮ની પર્શી અનિવૃત્તિ-કરણ કાળ, તે એથી ય ઓછો ભાળ રે, કરું, ક્રિયા થતી પૂર્વોક્ત તેમાં, કરે અંતર-કરણ એમાં રે, કરું, અર્થ - અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણનો કાળ આવે છે. જે અપૂર્વકરણથી પણ અસંખ્યાતમાં ભાગે ન્યૂન હોય છે. તેમાં પણ ઉપર કહી તે બધી ક્રિયાઓ થાય છે. અનિવૃત્તિકરણના કાળ પછી બે ઘડી સુઘી મિથ્યાત્વના દલિયા ઉદયમાં ન આવે, તેમાં આંતરો પડે તેવું કરે છે. તેને અંતરકરણ ક્રિયા કહે છે. પછી કમનું ઉપશમકરણ કરે છે. એ સર્વ ઉપરોક્ત ક્રિયાથી બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવીને આત્માનો અનુભવ થાય તેને પ્રથમ ઉપશમ સમકિત કહેવાય છે. આ અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ થાય છે, તેનો કાળ અપૂર્વકરણના કાળથી અસંખ્યાતમાં ભાગે જાણવો. તેમાં ઉપર કહેલાં આવશ્યક સહિત થોડો કાળ ગયા પછી અનિવૃત્તિકરણ કરે છે. અનિવૃત્તિકરણના કાળ પછી એક મુહર્ત (બે ઘડી સુથી)માં ઉદય આવવા યોગ્ય મિથ્યાત્વ કર્મનો અભાવ કરે છે એટલે તે કર્મની સ્થિતિને આઘીપાછી કરે છે એટલે બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે, આંતરો પડે તેવું કરે તેને અંતરકરણ ક્રિયા કહે છે. પછી ઉપશમકરણ કરે છે, ઇત્યાદિ ક્રિયાથી બે ઘડી સુઘી મિથ્યાત્વ ઉદયમાં ન આવે તેવું બન્યું તે પ્રથમ ઉપશમ સમ્યકત્વ કાળ છે.” .ભાગ-૩ (પૃ.૨૩૭) I/૧૯ાા કરે ઉપશમ સાત પ્રકૃતિ, સમકિત ઉપશમ લે તેથી, રે કરું, જે દર્શન-મોહ હઠાવે તે સુચારિત્રે આવે રે, કરું, અર્થ – જે દર્શનમોહની ત્રણ પ્રકૃતિ-મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વ મોહનીય Page #203 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ અને ચારિત્રમોહનીની અનંતાનુબંધી કષાય સંબંધીની ચાર પ્રકૃતિ ક્રોઘ, માન, માયા, લોભ; એમ કુલ સાત પ્રકૃતિઓનો જે ઉપશમ કરે તે ઉપશમ સમકિતને પામે છે. જે દર્શનમોહને હટાવે છે તે વ્રતરહિત હોય તો પણ સ્વરૂપ-રમણતારૂપ સમ્યક્ચારિત્રને પામે છે. પછી સમકિત સહિત દેશવ્રતી હોય તો પાંચમા દેશવ્રતી ગુણસ્થાનકને અને સંપૂર્ણવ્રત ગ્રહણ કરી આત્મજ્ઞાની મુનિ બન્યા હોય તો છઠ્ઠા સર્વવિરતિ ગુણસ્થાનકને પામે છે. ા૨ા છદ્મસ્થ ઉપયોગ અપ્રમત્ત, રહે છે અંતર્મુહૂર્ત રે, કરું તે સાતિશય અપ્રમત્ત થયે થતો શ્રેણી-૨ક્ત રે, કરું અર્થ – સાતમા અપ્રમત્ત ગુણસ્થાને રહેલ છદ્મસ્થ આત્મજ્ઞાની મુનિનો ઉપયોગ અંતર્મુહૂર્ત માત્ર ટકે છે. પછી સાતિશય એટલે અપ્રમત્ત આત્મસંયમના યોગ સહિત તીક્ષ્ણ આત્મોપયોગવંત બનતા આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકમાં આવી અપૂર્વ આત્મશક્તિના બળે ક્ષપક શ્રેણીનો આરંભ કરે છે. ।।૨૧।। ચઢી અંતર્મુહૂર્ત શ્રેણી, બને અમમ, કેવળજ્ઞાની રે, કરું શૈલેશી-કરણ-યોગે, અયોગી સિદ્ધતા ભોગે રે, કરું અર્થ :— હવે ક્ષપક શ્રેણી પર ચઢેલ મહાત્મા શુકલ આત્મધ્યાનના પ્રચંડ બળે સર્વ ઘાતીયા કર્મોની પ્રકૃતિઓને જડમૂળથી સર્વથા નષ્ટ કરતો કરતો ૮,૯,૧૦ અને ૧૨માં ગુણસ્થાનકને શીઘ્ર વટાવી જઈ એક અંતર્મુહૂર્ત માત્રમાં તે તેરમા સયોગી કેવળી ગુણસ્થાનકે પહોંચી અમમ એટલે સર્વથા મમતારહિત કેવળજ્ઞાની બને છે. સયોગી કેવળી અવસ્થામાં આયુષ્ય પ્રમાણે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશે ઉણા એક પૂર્વ કોટિ વર્ષ સુઘી સ્થિતિ કરી રહે છે. અને આયુષ્યના અંતમાં શૈલેશીકરણ એટલે મેરુ પર્વત જેવી મન, વચન, કાયાની નિષ્કપ અડોલ સ્થિતિ કરવાથી ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનમાં આવે છે. ત્યાં પાંચ હ્રસ્વ અક્ષર તે અ,ઇ,ઉ,ઋ,લૂ બોલીએ તેટલો કાલ સ્થિતિ કરી સર્વ કર્મથી રહિત થયેલ તે શુદ્ધ આત્મા પોતાનો ઉર્ધ્વગામી સ્વભાવ હોવાથી ઉપર સિદ્ધાચલમાં જઈ વિરાજમાન થાય છે. ।૨૨।। કૃતકૃત્ય થતા તે અંતે, રહે શાશ્વત સુખ અનંતે રે, કરું ત્યાં દર્શન-જ્ઞાન અનંત, સુખ-વીર્યાદિ અનંત રે, કરું અર્થ :— આત્માના અપૂર્વ સામર્થ્ય યોગે અનંતકાળના કર્મોનો સામટો ગોટો વાળી નાખવાની પ્રક્રિયા એક અંતર્મુહૂર્તમાં કરવાથી અંતે કૃતકૃત્ય બની જઈ હવે મોક્ષમાં આત્માના શાશ્વત સુખમાં સર્વકાળ બિરાજમાન રહેશે; એવા અનંતજ્ઞાન, દર્શન, સુખ, વીર્યના સ્વામી પરમાત્માને અમારા કોટિશઃ પ્રણામ હો. ।।૨૩।। માટે અંતર્મુહૂર્ત કરી સફળ વ્યો સમ્યક્ત્વ રે, કરું તો નરભવ આવ્યો લેખે, તેથી સૌ શિવપદ દેખે રે, કરું અર્થ :— માટે હે ભવ્યો ! આ માનવદેહ પામીને સદ્ગુરુ કૃપાએ એક અંતર્મુહૂર્ત સ્વરૂપમાં સ્થિરતા કરી સમ્યક્દર્શનને પ્રાપ્ત કરી લ્યો તો આ તમારો મનુષ્યભવ અવશ્ય સફળ થયો એમ માનો. આ સમ્યક્દર્શનથી અથવા આત્મજ્ઞાનથી જ સર્વે આત્માઓ મોક્ષપદને પામ્યા છે. તેથી શ્રીમદ્ભુએ કહ્યું : “સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.” ।।૨૪।। Page #204 -------------------------------------------------------------------------- ________________ (૯૧) દર્શન-સ્તુતિ ૩૯૭ એક અંતર્મુહર્ત માત્ર પ્રભુ કૃપાએ આત્મામાં સ્થિરતા થાય તો જીવ સમ્યગ્દર્શનને પામે છે. એના વિના જપ, તપ, ક્રિયા આદિ સર્વ, એકડા વગરના મીંડા જેવા છે. શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયે પણ જીવની કેવી દશા થાય તથા તે આગળ વધતો આત્મ અનુભવ કરીને ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે. તે સર્વનું વર્ણન આ પાઠમાં કરે છે તે નીચે પ્રમાણે છે : (૯૧) દર્શન-સ્તુતિ (કવાલિ-ગઝલ. ચલાવા રાજતંત્રોને નીમે રાજા દીવાનોને–એ રાગ) વીતી સૌ કૃષ્ણ રજનીઓ, ઊગ્યો આ રાજતો ચંદ્ર, નમાવે શિર કર જોડી, જનો ઉર ઘાર આનંદ. ૧ અર્થ - કૃષ્ણપક્ષ સમાન અજ્ઞાનરૂપ અંધકારની સર્વ રાત્રિઓ જેની વ્યતીત થઈ ગઈ છે એવા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો શુક્લપક્ષમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે જન્મ થવો તે પૂર્ણિમાના ચંદ્ર સમાન હતો. તે રાજચંદ્ર પ્રભુને જોઈ ભત્રોએ હૃદયમાં આનંદ પામી હાથ જોડીને પરમકૃપાવતારને નમસ્કાર કર્યો કે હવે અમારો પણ અજ્ઞાનરૂપ અંધકાર એમના દ્વારા અવશ્ય નાશ પામશે. ||૧|| બતાવે આંગળીથી કો, કહે : “જો સૂક્ષ્મ-દ્રષ્ટિથી” રચાતી સ્તુતિઓ ગાતાં, ઝીલે સૌ રાગ-પુષ્ટિથી. ૨ અર્થ - પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી જેવા આંગળીથી પરમકૃપાળુદેવને બતાવી આત્માર્થીને પ્રેમપૂર્વક કહે છે કે હવે તારી પર્યાયદ્રષ્ટિ મૂકી દઈ સૂક્ષ્મદ્રષ્ટિથી એટલે અંતરંગ ગુણોને જોવાની દ્રષ્ટિથી જો, તો એ પરમપુરુષ તને જ્ઞાનાવતાર લાગશે, ઘરમાં બેઠા છતાં વીતરાગ લાગશે. અનેક ભવ્યો એમના વિષે રચાયેલી સ્તુતિઓને-પદોને ભક્તિ ભાવપૂર્વક ગાય છે, અને તેને પુષ્ટિ આપવા બીજા મુમુક્ષુઓ પણ તે ભક્તિ-રાગોને પ્રેમપૂર્વક ઝીલે છે. રા. સુદર્શન સપુરુષોનું, કળિ-કાળે ગણો એવું, સફળ નેત્રો થયા તેનાં, પત્યું રે ! પાપનું દેવું. ૩ અર્થ - હવે સમ્યગ્દર્શનના ગુણગાન કરે છે. સમ્યગ્દર્શનને પામેલા એવા પુરુષોના આ કળિકાળમાં જેને દર્શન થયા તેના નેત્રો સફળ થઈ ગયા. તથા પરમકૃપાળુદેવ પ્રત્યે જો સાચી શ્રદ્ધા થઈ ગઈ તો અનાદિકાળનું પાપનું દેવું હતું તે પતી ગયું એમ જાણજો. આવા મળ્યા જો સંત ને સુયું કથન સાચું કહ્યું તેનું, અને જો માની લીધું તે, પતે તો પૂર્વનું લેણું. ૪ અર્થ - પૂર્વના પુણ્ય જો આત્મજ્ઞાની સંતપુરુષો મળી ગયા અને એકાગ્રચિત્તે તેમનું કહેલું સાચું કથન જો ભાવભક્તિપૂર્વક સાંભળીને હૃદયમાં માન્ય કરી લીધું તો તેના પૂર્વકર્મનું પાપપુણ્યનું લેણું જરૂર પતી જશે, અર્થાત્ તે બોઘથી આત્મા સમભાવને પામી કાલાંતરે સર્વકમનો નાશ કરશે. “અનાદિકાળના Page #205 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર ‘સત્” મળ્યા નથી. “સ” સુચ્યું નથી, અને “સત્” શ્રધ્યું નથી, અને એ મળે, એ સુયે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” (વ.પૃ.૨૪૬) //૪ો. “Èટું છૂટું અરે! ક્યારે?” થશે ભણકાર એ ઉરે, ગમે ના સુખ સંસારી, પ્રથમ તો પાપ તે ચૂરે. ૫ અર્થ :- પુરુષનો બોઘ હૃદયમાં પરિણમવાથી હવે હું આ દુઃખમય સંસારથી ક્યારે છૂટીશ. એવા છૂટું છૂટુંના ભણકારા અંતરમાં થયા કરશે. તેને સંસારના કહેવાતા ક્ષણિક ઇન્દ્રિયસુખો ગમશે નહીં. તેથી પ્રથમ તે પાપનો ચૂરો કરતાં વૈરાગ્યભાવમાં આગળ વધશે. પા. ગણે બંઘન સમા બંધુ, કનક કીચડ સમું લાગે, ગણે નારી નરક-બારી, સ્તુતિ નિજ સુણતાં ભાગે. ૬ અર્થ:- તે બંધુ એટલે ભાઈઓને બંઘન કરાવનાર જાણશે, કનક એટલે સોનું તેને કીચડ સમાન લાગશે. “કિચસો કનક જાકે.” તે સ્ત્રીને નરકમાં જવાની બારી સમાન માનશે. સ્ત્રીમાં દોષ નથી પણ પોતાને મોહનું પ્રબળ નિમિત્ત હોવાથી તેને નરકમાં લઈ જનાર જાણશે. અને પોતાની સ્તુતિ એટલે પ્રશંસા કરતા સાંભળીને તેથી દૂર ભાગશે. કા. ઠરે ના ચિત્ત મિત્રોમાં, ન પુત્રો પ્રીતિ ઉપજાવે, ભૂલે ના ભક્તિના ભાવો, ઉરે ગુણ ગુરુના લાવે. ૭ અર્થ :- તેનું મન મિત્રોમાં વિશ્રામ પામશે નહીં. ન તેને પોતાના પુત્રો પ્રીતિનું કારણ થશે; પણ પ્રભુ ભક્તિના ભાવોને તે કદી ભૂલશે નહીં. અને હૃદયમાં હમેશાં શ્રી ગુરુના ગુણોને સંભાર્યા કરશે. એ ખરા પ્રભુ ભક્તની દશા છે. "प्रेम लग्यो परमेश्वर सों तव, भूलि गयो सिगरो घरु बारा । ज्यों उनमत्त फिरे जितही तित, नेक रही न शरीर संभारा ॥ श्वास उसास उठे सब रोम, चलै दग नीर अखंडित धारा । સુંદર ન કરે નવધા વિધિ, વિકપ રસ પી મતવારા ” -પ્રવેશિકા પૃ.૪૧ ||શા સજળ નેત્રે સ્તુતિ ગાતાં, ભેંલે સંસાર સો ભાવો, ઘરે દૃઢતા અતિ ઉરે, ડગે ના કષ્ટ સૌ આવો. ૮ અર્થ - અશ્રુસહિત ભાવપૂર્વક ભગવાનની સ્તુતિ ગાતાં તે બઘા સંસારી ભાવોને ભૂલી જશે. સપુરુષના વચન પ્રત્યે અતિ વૃઢ વિશ્વાસ હોવાથી ગમે તેવા કષ્ટો આબે પણ તે ચલાયમાન થશે નહીં. Iટા ડરે સંસાર-વાસે તે, ગમે જ્ઞાની તણી સેવા; મરણ તે નિત્ય સંભારે, ચહે નિજ હિત કર લેવા. ૯ અર્થ:- આવો ઉત્તમ વૈરાગ્યવાળો જીવ સંસારમાં નિવાસ કરતાં ભય પામે છે કે રખેને મને ક્યાંય મોહ ન થઈ જાય. તેને જ્ઞાની પુરુષોની સેવા અર્થાત આજ્ઞા ઉઠાવવી પ્રિય લાગે છે. કાલે હું મરી ગયો તો સાથે શું આવશે એમ મૃત્યુને નિત્ય સંભારી પ્રથમ પોતાના આત્માનું હિત કરવાની જ ઇચ્છા મનમાં રાખે છે. લા Page #206 -------------------------------------------------------------------------- ________________ (૯૧) દર્શન-સ્તુતિ ૩૯૯ ઘરે ઉર તત્ત્વ-વિચારે, ન શંકા અલ્પ પણ ઘારે, તજી ભય સાત આનંદે, થવા નિઃસંગ નિર્ધારે. ૧૦. અર્થ :- જે પોતાના આત્માના કલ્યાણ અર્થે હૃદયમાં આત્મા આદિના તાત્ત્વિક વિચાર સદા જાગૃત રાખે છે. ભગવાનના કહેલા તત્ત્વોમાં અલ્પ પણ શંકા કરતો નથી. આલોકભય, પરલોકભય, અકસ્માત ભય, મરણભય, વેદનાભય, અરક્ષાભય કે અગુભિય, એ સાતેય ભયને તજી સદા આનંદમાં રહે છે તથા અંતરમાં સદા નિઃસંગ એટલે સર્વ સંગ પરિત્યાગ કરવાની ભાવના રાખે છે. ૧૦ના ઘણી ઘાર્યા ઘુરંઘર તો મળે ના શુદ્ર ભાવોમાં; સફળ નર-જિંદગી કરવા, રમે તે રમ્ય ભાવોમાં. ૧૧ અર્થ - પરમકૃપાળુદેવ જેવાને ખરા હૃદયથી ઘણી ઘાર્યા તો હવે તે ક્ષુદ્ર એટલે વિષયકષાયાદિના હલકા ભાવોમાં મળી રહેશે નહીં. પણ દુર્લભ એવા મનુષ્ય જીવનને સફળ કરવા માટે તે રમ્ય એટલે સુંદર, પવિત્ર નિર્દોષ ભાવોમાં જ રમણતા કરશે. ||૧૧ાા ક્ષણેક્ષણ કામની જાણે, પ્રમાદે ના પળે ગાળે, સમાગમ સુગરનો રાખે, સુગુરુ-આજ્ઞા સદા પાળે. ૧૨ અર્થ :- માનવદેહની ક્ષણે ક્ષણે કામની જાણીને પ્રસાદમાં એક પળ પણ ગાળશે નહીં. તે સગરના અથવા તેના વચનોના સમાગમમાં રહી તેની આજ્ઞાનું સદા પાલન કરશે. ||૧૨ના વસંતે આમ્રતરુ ખીલે, નવા સૅર કોકિલો તાણે, સુદર્શનથી ર્જીવન પલટે, નવો ભવ આવિયો જાણો. ૧૩ અર્થ :- વસંતઋતુમાં આંબાના ઝાડ ફરી ખીલી ઉઠવાથી તેના ઉપર નવો મોર આવે છે. તેને ખાઈને કોકિલનો કંઠ નવો સુરીલો મીઠો બની જાય છે. તેમ શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શનથી ભક્તના જીવનમાં પલટો આવે છે અને આ જ ભવમાં જાણે નવો ભવ આવ્યો હોય એમ તેને લાગે છે; અર્થાત સંસાર પ્રત્યેની પ્રીતિ હટી જઈ માત્ર મોક્ષ અભિલાષ થાય છે. ૧૩ નિરખતાં જ્ઞાનને ભવ્યો, સમજતા નિજ શક્તિને, પ્રગટ આદર્શને યોગે, સહજ લે સાથી મુક્તિને. ૧૪ અર્થ - જ્ઞાનીપુરુષના દર્શન કરવાથી આત્માર્થીને પોતાના આત્મામાં કેટલી શક્તિ રહેલી છે તેનો ખ્યાલ આવે છે. જ્ઞાની પુરુષો આપણા માટે પ્રગટ આદર્શ છે, અરીસા જેવા છે. અરીસામાં જોઈને જેમ ડાઘ દૂર કરાય છે તેમ જ્ઞાનીપુરુષનું જીવન જોઈ પોતાના વિષયકષાયના ડાઘોને દૂર કરી ભવ્યાત્મા મુક્તિને સહજમાં સાધ્ય કરે છે. ||૧૪ શિશુ જો સિંહનું હોય અજા-ગચ્છે છતાં દેખે બીજો કેસરી વને જ્યારે, ખરી નિજ જાતને પેખે. ૧૫ અર્થ - સિંહનું બચ્ચું અજા-ગચ્છે એટલે બકરાના ટોળામાં હોય અને પોતાને પણ બકરું માનતું હોય પણ જ્યારે વનમાં બીજા કેસરી સિંહને જુએ ત્યારે તે પોતાની ખરી જાતને ઓળખી શકે છે. તેમ જ્ઞાનીપુરુષના પવિત્ર જીવનથી આપણે પોતાની જાતને ઓળખી શકીએ છીએ કે હું પણ પુરુષાર્થ કરીને Page #207 -------------------------------------------------------------------------- ________________ ૪ ૦ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તેમના જેવો વિષય-કષાયથી રહિત પવિત્ર શુદ્ધાત્મા બની શકું એમ છું. ૧પના ચહે સંસાર-વૃદ્ધિ જે, નથી દર્શન કર્યા તેણે, નથી જ્ઞાની તણી વાણી સુણી, એવું કહ્યું જિને. ૧૬ અર્થ:- જે જીવ સ્પષ્ટ પ્રીતિથી સંસારની વૃદ્ધિને ઇચ્છે, તેણે જ્ઞાની પુરુષના દર્શન કર્યા નથી. તેણે જ્ઞાનીપુરુષના વચન પણ સાંભળ્યા નથી. એમ જિનેશ્વર ભગવાને કહ્યું છે. “સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષ જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યો નથી, એમ તીર્થકર કહે છે.” (વ.પૃ.૩૭૬) //૧૬ વચનફૅપ લાકડી વાગ્યે ફેંટે સંસાર-રસ-ગોળો, પ્રથમની દોડ છોડી દે, રહે જો ભાવ, તો મોળો; ૧૭. અર્થ :- સપુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થાય તો આ સંસારરૂપ રસનો ગોળો ફૂટી જાય, અર્થાત્ સંસારની મોહ મીઠાસ મટી જાય. પહેલા જે ભાવે વિષયાદિમાં રક્ત હતો તે દોડ છોડી દઈ સંસારમાં સુખ છે એ ભાવ તેનો મોળો પડી જાય. “જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાનીપુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંથી બળ હોય છે, એમ તીર્થકર કહે છે.” (વ.પૃ.૩૭૬) I/૧૭થા. પછી સત્સંગના રંગે ઉદાસીનતા વઘે જ્યારે, શરીર નારીતણું શબ શું નિહાળે સ્નેહ પણ ત્યારે. ૧૮ અર્થ - પછી સત્સંગના યોગથી જ્યારે વૈરાગ્યનો રંગ વધી જાય ત્યારે નારીના શબ જેવા શરીરને સ્નેહરહિત થયેલો એવો તે જીવ શું નિહાળે? “જ્ઞાનીપુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો. જ્ઞાનીપુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં.” (વ.પૃ.૩૭૬) ૧૮ાા ઠરે જ્ઞાની વિના મન ના બીજે ક્યાંયે ઘડી વારે, નિહાળી અલ્પ ગુણ પરના પ્રીતિ તેમાં અતિ ઘારે. ૧૯ અર્થ :- તેનું મન જ્ઞાની પુરુષ વિના બીજે ક્યાંય ઘનાદિ સંપત્તિમાં ઘડીવાર પણ સ્થિરતા પામે નહીં. પણ બીજાના અલ્પ ગુણ જોઈ તેમાં અત્યંત પ્રીતિ ઘરી તેનું મન સુખ પામે. ખરેખર પૃથ્વીનો વિકાર ઘનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાનીપુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં.” (વ.પૃ.૩૭૬) I/૧૯ સ્વદોષો અલ્પ પણ ખૂંચે, ચહે તે ટાળવા ખંતે; ટળે દોષો, પ્રયત્નોને વઘારે જ્ઞાનના પંથે. ૨૦ અર્થ – એવા ઉત્તમ આત્માર્થી પુરુષોને પોતાના અલ્પ દોષો પણ બહુ ખેંચે છે. તેને તે ખંતપૂર્વક ટાળવા ઇચ્છે છે. તે દોષો ટળી જવાથી જ્ઞાનીપુરુષના બોઘેલા મોક્ષમાર્ગમાં તે વિશેષ પુરુષાર્થ વઘારે છે. “સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફરવું, એ વાતો Page #208 -------------------------------------------------------------------------- ________________ (91) દર્શન-સ્તુતિ 4 0 1 સત્સંગમાં અખંડ એક શરણાગપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે.” (વ.પૃ.૩૭૬) 20aaaa કરે વૈરાગ્યની વૃદ્ધિ, તજે તે દેશ-પંચાતો, સુણે ના સ્ત્રીકથા રાગે, ન ભોજન-નૃપ તણી વાતો. 21 અર્થ - તે હમેશાં તત્ત્વ વિચારણાથી વૈરાગ્યની વૃદ્ધિ કરે છે. દેશ-પંચાતની એટલે દેશ સંબંઘી કથાઓને તજે છે. તે સ્ત્રીકથાને રાગપૂર્વક સાંભળતો નથી કે ભોજનની કથા અથવા રાજકથાને પણ કરતો નથી. 21 સદા સદ્ભાવના ભાવે, સુણેલી જ્ઞાનીની વાતો વિચારે, હેય આદિનો કરી નિર્ણય, સ્વરૃપ ધ્યાતા. 22 અર્થ - એવા વૈરાગ્યવાન માર્ગાનુસારી પુરુષો હમેશાં બાર ભાવનાઓ વગેરેને ભાવે છે. જ્ઞાની પુરુષો પાસે સાંભળેલી વાતોનો વિચાર કરે છે. હેયને ત્યાગી, ઉપાદેયને ગ્રહણ કરવાનો નિર્ણય કરી સદા દેહથી ભિન્ન પોતાના સહજ આત્મસ્વરૂપનું ચિંતન કરે છે. “એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોઘતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ જીવો આત્માને વિષે અવઘારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનોને અપ્રઘાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા.” (વ.પૃ.૩૭૬) 22aaaa સુણી આત્મા, વિચારીને અનુપ્રેક્ષાથી અનુભવતો; ચેંકે ના જ્ઞાન-આશ્રયને, સ્વહિતનો પંથ ઉર ઘરતો. 23 અર્થ - જ્ઞાનીપુરુષના બોઘથી આત્મા સંબંધીનું જ્ઞાન મેળવી તેના ઉપર વારંવાર વિચાર કરી, ભેદજ્ઞાનની ભાવના ભાવીને આત્માને અનુભવવાનો પ્રયત્ન કરે છે. તે જ્ઞાની પુરુષના આશ્રયને છોડ્યા વિના સ્વઆત્મહિતના માર્ગને હૃદયમાં ઘારણ કરે છે. “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોઘ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોઘ પામ્યો છે તે જીવને સમ્યક્રદર્શન થાય છે.” (વ.પૃ.૩૨૫) I/23ii. પ્રગટ આ મોક્ષની મૂર્તિ, ખરા ઉપકાર તો જ્ઞાની; ગણે એવું સદા ચિત્તે, ત્રિરત્ન શોભતા માની. 24 અર્થ - પુરુષો પ્રગટ મોક્ષની મૂર્તિ સમાન છે. જંગમ તીર્થરૂપ છે. જગતમાં થતા જન્મ, જરા, મરણ કે આધિવ્યાઘિઉપાધિરૂપ ત્રિવિધતાપથી મુક્ત કરનાર જ્ઞાનીપુરુષો હોવાથી તે આત્માના ખરા ઉપકારી છે. તેમને સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ત્રિરત્નથી શોભતા જાણી આરાઘક હમેશાં તેમના પ્રત્યે ચિત્તમાં ભક્તિભાવ રાખે છે. “સમ્યકદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે.” (વ.પૃ.૩૧૫) 24. સુદર્શન મોક્ષ દર્શાવે, ખરો તે દેવ, ના રે; કરાવે સર્વ સંમત તે રહ્યું છે જ્ઞાનના ઉરે. 25 અર્થ - સમ્યગ્દર્શનવડે આત્માનો અનુભવ થાય છે. તેથી મોક્ષમાં કેવું સુખ છે તે બતાવે છે. તથા ખરો દેવ તે આત્મા પોતાથી દૂર નથી એમ અનુભવવડે જણાય છે. સમ્યગ્દર્શન થવાથી સુખ સંબંધીની વિપરીત માન્યતા ટળી જઈ જ્ઞાનીપુરુષના હૃદયમાં જે રહ્યું છે તે સર્વ સમ્મત કરાવે છે. પરંપરા