SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ એમ મિશ્ર શુદ્ધતાના ભાવો વર્ચા કરશે. પણ ચૌદમા અયોગી ગુણસ્થાનકને જ્યારે જીવ પામશે ત્યારે સંપૂર્ણ ભાવ નિર્જરા થવાથી આત્માની સંપૂર્ણ શુદ્ધિ થશે. જો દર્શનમોહ-અભાવે થાયે શરૂ નિર્જરા સાચી રે, સમ્યગ્દર્શન થયા વિના ના પડે વાસના પાછી રે; મોક્ષ-સ્વરૃપ સમજાયા વિના રુચિ રહે નહિ તેની રે, શુદ્ધ સ્વરૅપના ધ્યેય વિનાની સત્ય નિર્જરા શેની રે? ૫ અર્થ - દર્શનમોહ એટલે મિથ્યાત્વનો જ્યારે અભાવ થશે ત્યારે ખરી નિર્જરાનો ક્રમ શરૂ થશે. સમ્યગ્દર્શન થયા વિના ખરી રીતે અંતરની વાસના ઘટતી નથી તથા મોક્ષનું યથાર્થ સ્વરૂપ સમજાયા વિના સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની યથાર્થ રુચિ ઉત્પન્ન થતી નથી. અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્તિના ધ્યેય વગર સાચી કર્મોની નિર્જરા પણ ક્યાંથી હોઈ શકે? પાપા ચોથા ગુણસ્થાનકથી ચટકો મોક્ષમાર્ગનો લાગે રે. ગમે નહીં બંઘનનાં કારણ ત્યાં વૈરાગ્ય જ જાગે રે, ભવ તરવાનો કામી છોડે બને તેટલા કર્મો રે, ઘૂંટવાનો રસ્તો આરાઘ, ભાવે આત્મિક થર્મો રે. ૬ અર્થ - ચોથા અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનકથી મોક્ષમાર્ગનો જીવને ચટકો લાગે છે. આત્માનો સાક્ષાત અનુભવ ત્યાં થવાથી તે સદા પ્રિય લાગે છે. રાગદ્વેષાદિ કર્મબંધના કારણો તેને ગમતા નથી પણ વૈરાગ્યભાવ જ સદા જાગૃત રહે છે. મોહના કારણોમાં તેને મુંઝવણ થાય છે. તે હવે ભવ એટલે સંસાર સમુદ્ર તરવાનો કામી થયો હોવાથી બને તેટલા કમને છોડે છે. તે આત્મસ્વરૂપમાં વારંવાર ડૂબકી લગાવી કર્મબંધથી છૂટવાનો રસ્તો આરાઘે છે. તથા આત્માના સમ્યકજ્ઞાનદર્શનચારિત્રાદિ ઘમને સંપૂર્ણ મેળવવાની ભાવના કર્યા કરે છે. પરમકૃપાળુદેવ પણ જણાવે છે કે – “સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે.” (વ.પૃ.૬૪૬) Iકા ન છૂટકે વ્યવહારે વર્તે, અંતરથી તો ત્યાગી રે, વૃત્તિ તલસે આત્મહિતાર્થે લગની સાચી લાગી રે. મુક્ત ભાવના સદા મુકાવે, એ જ નિર્જરા-હેતું રે; વ્રત, નિયમ, તપ તેને પોષે ભવસાગરમાં સેતું રે. ૭ અર્થ - સમ્યક્દર્શનને પામેલ આત્મા ન છૂટકે વ્યવહારમાં વર્તે છે. અંતરથી તે સાચા ત્યાગી છે. તેમને સંસાર કાર્યમાં કોઈ રસ નથી. તેમની વૃત્તિ હમેશાં આત્મહિતને માટે તલસે છે. આત્મઅનુભવ થવાથી સાચી લગની લાગી છે. તેમને છૂટવાના ભાવ નિરંતર રહેવાથી હમેશાં તે કર્મોથી મુકાય છે અને એજ ખરી ભાવ નિર્જરાનું કારણ છે. તેના લક્ષ સહિત કરેલા વ્રત, નિયમ, તપ પણ આત્માને પોષણ આપે છે અને તે ભવસાગર તરવામાં સેતુ એટલે પુલ સમાન બની તેને સહાયકારી થાય છે. શા ક્રમ નિર્જરાનો અતિ ઉત્તમ મોક્ષમાર્ગ દર્શાવે રે, પંચેન્દ્રિય, પર્યાય, સંજ્ઞી જીંવ-ભવ્ય માર્ગમાં આવે રે;
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy