________________
૨૫ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
સૂત્રમાં એટલે દોરામાં ગુંથવાથી મનોહર માળા બને છે. તે સ્યાદવાદરૂપ માળા વસ્તુના વાસ્તવિક તત્ત્વને બતાવી, આત્માને ઉલ્લાસિત કરી, મોક્ષના સુખોને આપે છે. માટે કુળના આગ્રહો તજી, બઘા સત્ય આત્મતત્ત્વને પામો. એ જ અંતે અમારી સર્વને વિનતી છે. કેમકે મતાગ્રહ આદિમાં રાગદ્વેષ વગેરેના સંક્લેશ પરિણામથી આખું જગત દુઃખી છે. તે કષાય ક્લેશને કોઈ સન્મતિમાન જ ટાળી શકે. ૩૬ાા
સમ્યક્ સમજ નિત્યે વસે આ છ પદના વિચારમાં, સંક્ષેપથી સુણી હવે રુચિ ઘરો વિસ્તારમાં. આત્માનુભવી મોટા પુરુષે વાત કહી, લ્યો લક્ષમાં;
“મારું જ સારું” માન ના ઊંઘો મહાગ્રહ-પક્ષમાં. ૩૭ અર્થ:- આ છ પદના વિચારમાં હમેશાં સાચી સમજ સમાયેલી છે. તેને સંક્ષેપમાં અહીં સાંભળી. હવે આ છ પદનો વિસ્તાર જાણવામાં રુચિ ઉત્પન્ન કરો. આત્માનુભવી મોટા જ્ઞાની પુરુષોએ આ વાત કહી છે; માટે તેને જરૂર લક્ષમાં લ્યો. “મારું જ સારું.' એમ માની હવે મતાગ્રહના પક્ષમાં ઊંઘો નહીં, પણ જાગૃત થાઓ. |૩૭ના
“સારું જ મારું” માનવું છે, એમ ઘારી શોઘજો;
જ્યાં સત્ય વિચારે ઠરે મન, સત્ય તે આરાઘજો. આ દોષઃ “હું, મારું” અનાદિ સ્વપ્ર સમ, તે ટાળજો,
તે ટાળવા આ છ પદ ભાખ્યાં; સુજ્ઞ જન, મન વાળજો. ૩૮ અર્થ :- “જે સારું તે મારું' એમ ઘારીને સત્યની શોઘ કરજો. અને જ્યાં સત્ય મળી આવે. અને તેના વિચારવડે મન જો શાંતિ પામે, તો તે સત્યને જ આરાધજો. ‘હું અને મારું આ દોષ અનાદિકાળનો છે, તે સ્વપ્ન સમાન છે. સ્વપ્નમાં જોયેલું તે જાગતા મિથ્યા કરે છે, તેમ યથાર્થ રીતે જોતાં આ દેહમાં ‘હું' પણાની અને કુટુંબ ઘનાદિમાં મારાપણાની માન્યતા આ દેહ છોડતાં મિથ્યા ઠરે છે. માટે એવી મિથ્યા માન્યતાને ટાળજો. તે ટાળવા માટે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તેથી સુજ્ઞ પુરુષો આ માન્યતાને સ્વીકારવા તરફ પોતાના મનને અવશ્ય વાળજો. ૩૮
રે! માત્ર પોતાનું સ્વરૂપ, તે સ્વપ્ર-ભાવથી ભિન્ન છે, ઑવ એ પરિણામે પરિણમતાં પરમ સમ્યકત્વ લે; સમ્યકત્વ પામી મોક્ષ પામે, લાભ એ મોટો ગણો!
વિનાશી, અન્ય અશુદ્ધ ભાવોમાં જતો ભવ આપણો- ૩૯ અર્થ - અરે! એ પોતાનું આત્મસ્વરૂપ તો અહંભાવ મમત્વભાવરૂપ સ્વપ્નદશાથી સાવ ભિન્ન છે. જીવ જો એ ભાવોમાં સદા રમે તો પરમ સમ્યત્વ એટલે આત્મ અનુભવરૂપ સમ્યક્દર્શનને પામે. પછી કર્મનો ક્ષય કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષને પામે. જો સમકિતની પ્રાપ્તિ થઈ જાય તો આ ભવમાં મોટો લાભ પ્રાપ્ત થયો એમ ગણવા યોગ્ય છે. નહીં તો વિનાશી એવા પૌદ્ગલિક પદાર્થના મોહમાં કે રાગદ્વેષરૂપ અશુદ્ધ ભાવોમાં આપણો આ મનુષ્ય ભવ વ્યર્થ જઈ રહ્યો છે, તે વિચારવા યોગ્ય છે. ૩૮ાા
ત્યાં હર્ષ શો? કે શોક શો? વિવેકી જન વિચારતાઃ “સ્વ-સ્વરૃપ વિષે જત્તેર વસતી પૂર્ણતા ને શુદ્ધતા;