________________
૩ ૦૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અનંત દયા સપુરુષની જય. કોઈ ન પામે પાર રે ગુણ૦
અનંત જીંવ ઉપર થતો જય૦ ખરેખરો ઉપકાર રે ગુણ૦ ૨૧ અર્થ :- પુરુષોના હૃદયમાં રહેલી અનંતદયાનો કોઈ પાર પામી શકે નહીં.
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિઘ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૪૯૯)
સપુરુષ દ્વારા અનંત જીવો ઉપર ખરેખરો ઉપકાર થાય છે. ગુરુ પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. અનંત જીવો પર અનંત ઉપકારો થયા છે. તેઓ શાશ્વત સુખનો માર્ગ બતાવી એવો ઉપકાર કરે છે કે જેથી કોઈ કાળે ફરી દુઃખ આવે જ નહીં. માટે દેવવંદનમાં તેમની સ્તુતિ કરી છે કે –
“પરાત્પર ગુરવે નમઃ પરંપરાચાર્ય ગુરવે નમઃ
પરમગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરવે નમો નમઃ” ૨૧ાા. અનંતનું દ્રષ્ટાંત આ જય૦ દેખો વડનું બીજ રે ગુણ
મોટો વડ તેથી થતો જય૦ ફળની ન ગણત્રી જ રે ગુણ૦ ૨૨ અર્થ :- પુરુષો અનંતદયા કેવી રીતે કરે છે તે દ્રષ્ટાંતથી અત્રે સમજાવે છે. અનંતનું દ્રષ્ટાંત એક વડનું બીજ જુઓ. તેમાંથી મોટો વડ થાય છે. તે વડ ઉપરના ફળની ગણત્રી નથી. //રરા
વડવાઈ ચોટી થતા જય૦ અનેક વડ નિરઘાર રે ગુણ
તેના સો ટેટા ગણો જય સંખ્યા થશે અપાર રે ગુણ૦ ૨૩ અર્થ:- તે વડની વડવાઈ પણ પૃથ્વીમાં ચોટી જઈ અનેક બીજા વડ ઊભા કરે છે. તે બઘાના સર્વ ટેટાની ગણત્રી કરો તો તેની અપાર સંખ્યા થશે. ૨૩
દરેક ફળના બીજથી જય૦ વડ વળી અપરંપાર રે ગુણ૦
તે તે વડ ઉપવડ વડે જય૦ બીજ અને વડ ઘાર રે ગુણ૦ ૨૪ અર્થ - દરેક ટેટામાં રહેલ બીજવડે વડ થઈ શકે છે. તે પ્રમાણે વડની વળી ગણત્રી કરતાં અપરંપાર વડ થશે. તે બઘા વડ, તેના વડવાઈ વડે થતા ઉપવડ, તે બધાના બીજ અને તેથી ફરી નવા ઉત્પન્ન થતા વડ કેટલા બઘા થશે? રજા.
વઘતી વડ-સંખ્યા તણો જય અંત ન આવે જેમ રે ગુણ૦
દયા મહપુરુષો તણી જય૦ વઘતી જાતી તેમ રે ગુણ૦ ૨૫ અર્થ - એમ બીજમાંથી વડ અને વડમાંથી બીજ, તેની વઘતી જતી સંખ્યાનો જેમ અંત આવે એમ નથી, તેમ મહાપુરુષોની અપંરપાર દયાનો પણ અંત આવે એમ નથી; તે વધતી જ જાય છે. જેમકે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ શ્રી ગૌતમ સ્વામીને કે શ્રી સુઘર્મા સ્વામીને બોઘ આપ્યો. શ્રી સુઘર્મા સ્વામીએ શ્રી જંબુસ્વામીને, શ્રી જંબુ સ્વામીએ શ્રી પ્રભવ સ્વામીને બોધ આપ્યો. એમ અનંતકાળથી થયા
રા ચાલ્યા કરે છે અને અનંતકાળ સુધી ચાલ્યા કરશે. તેમ મહાપુરુષોની અનંતી દયાનો પણ કોઈ કાળે પાર આવે એમ નથી. રપા