________________
(૮૧) મહપુરુષોની અનંત દયા
૩૦૭
અર્થ - કોઈ મહાપુરુષો દેશ-વિદેશમાં વિચરીને, કોઈ ચારણ મુનિઓ આકાશ માર્ગે વિહાર કરીને કે કોઈ અન્ય ઘર્મીઓ સાથે વાદવિવાદ કરી વીતરાગ ભગવંતના બોઘેલા મૂળ ઘર્મના પ્રભાવને વધારે છે.
વચન-સિદ્ધિ કો પામતા જય૦ સત્ય-પ્રભાવે સાર રે ગુણ
ચમત્કાર-ભંડાર કો જય૦ કરે સ્વપર-ઉપકાર રે ગુણ૦ ૧૮ અર્થ - હેમચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત - કોઈ મહાપુરુષોને વચન-સિદ્ધિ હોય છે. તે જે કહે તે પ્રમાણે થાય છે. જેમકે શ્રી હેમચંદ્રાચાર્ય આચાર્યપદ પામ્યા પહેલા પોતાના શ્રીગુરુ સાથે ગોચરી માટે શ્રાવકને ઘેર ગયા હતા. શ્રાવક કહે ઘરમાં માત્ર રાબ છે, તે આપને આપતા મને શરમ આવે છે. ત્યારે શ્રી હેમચંદ્ર મુનિ આંગણામાં કોલસાનો ઢગલો જોઈ બોલ્યા કે આટલું તો છે અને દુઃખી થાય છે. ત્યારે શ્રી ગુરુએ તેમને તે કોલસાના ઢગલા પર બેસાડ્યા કે તે સોનાનો થઈ ગયો. શ્રાવક કહે શ્રી હેમચંદ્ર મુનિને આચાર્યપદ આપો ત્યારે તેનો ખર્ચ હું કરીશ. એમ સત્યનો પ્રભાવ પ્રગટ જણાય છે અને તે જ સારરૂપ છે.
સિદ્ધસેન દિવાકરનું દ્રષ્ટાંત – કોઈ મહાત્માઓ નિર્મળ આરાઘનાના બળે ચમત્કારના ભંડાર હોય છે. તેમને જ્યાં યોગ્ય જણાય ત્યાં ચમત્કાર વડે સ્વપરનો ઉપકાર કરે છે. જેમકે શ્રી સિદ્ધસેન દિવાકર શિવલિંગ ઉપર પગ મૂકી સૂઈ ગયા. રાજાને જાણ થતાં ચાબખા મારવાનો હુકમ થયો. તેમ કરતાં રાણીઓને તે ચાબખા વાગવા લાગ્યા. રાજાએ આવી કહ્યું મહાદેવની સ્તુતિ કરવાને બદલે આમ વર્તન? સિદ્ધસેન કહે—એ દેવ મારી સ્તુતિ સહન કરી શકે નહીં. તો પણ રાજા કહે બોલો. તેથી શ્રી સિદ્ધસેન દિવાકર કલ્યાણ મંદિર બોલતાં શિવલિંગ ફાટી જઈ તેમાંથી ભગવાન શ્રી પાર્શ્વનાથના પ્રતિમાજી પ્રગટ થયા. આવા ચમત્કારથી રાજા વિક્રમાદિત્ય જૈનધર્મી બન્યો. ૧૮
સૌ સમૃદ્ધિ આવી વસે જય૦ આત્મા નિર્મળ જ્યાંય રે ગુણ
કરુણા કારણ સર્વનું જય૦ મહાપુરુષની ત્યાંય રે ગુણ૦ ૧૯ અર્થ - સર્વ રિદ્ધિ સિદ્ધિ, લબ્ધિ વગેરે જેનો આત્મા નિર્મળ હોય તેમાં આવી વસે છે. આ સર્વ સમૃદ્ધિઓની પ્રાપ્તિનું કારણ માત્ર મહાપુરુષોની અનંત દયા છે. પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી જુનાગઢથી લખેલ એક પત્રમાં જણાવે છે :
અત્રે સુખ શાતા ગુરુપ્રતાપે છે જી.......અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વ ભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે. એક જ શ્રદ્ધાથી! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” -ઉપદેશામૃત (પૃ.૧૬) I/૧૯ાા
આત્મા ઊંચા આણતા જય, જ્ઞાન દયા-ભંડાર રે ગુણ૦
નિષ્કારણ ઉપદેશથી જય૦ તારે નર ને નાર રે ગુણ૦ ૨૦ અર્થ - જ્ઞાની પુરુષો દયાના ભંડાર હોવાથી અનેક આત્માઓને ઉચ્ચદશાએ પહોંચાડે છે. તેઓ નિષ્કારણ કરુણાથી ઉપદેશ આપી અનેક નરનારીઓને સંસાર સમુદ્રથી તારે છે. નાસ્તિક એવા પરદેશી રાજાને પણ શ્રી કેશી મુનિએ ઉપદેશ આપી દૃઢ આસ્તિક બનાવી ઊંચ ગતિએ પહોંચાડ્યો. ૨૦ના.