________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨ ૩૧
કર્મચંડાલ-પુત્ર બે, વિપ્ર ઉછેરે એક,
કર્મ કરે સૌ વિપ્રનાં, જાણે એક વિવેક. ૬૩ અર્થ - બેય કર્મરૂપી ચંડાલના પુત્ર છે. તેમાંથી એક પુત્ર ચંડાલના જ ઘરે રહ્યો, તે પાપરૂપ કહેવાયો. અને બીજો પુત્ર વિપ્ર એટલે બ્રાહ્મણના ઘરે ઉછરવાથી વિવેકવાળો થયો અને શુભ કર્મ કરવા લાગ્યો. તેથી પુણ્યરૂપ કહેવાયો. II૬૩મા
ઇચ્છાપૂર્વક પુણ્ય-સુખ, ઇચ્છા છે દુખ-મૂળ,
ક્રિયા ભોગની પાપ-બીજ, પરિણામે પ્રતિકૂળ. ૬૪ અર્થ :- પુણ્યથી મળેલા સુખો પણ ઇચ્છાસહિત છે. અને ઇચ્છા એ જ દુઃખનું મૂળ છે. પુણ્યથી મળેલા સુખોથી પાંચ ઇન્દ્રિયના ભોગોની ક્રિયા થાય છે, અને ભોગક્રિયા એ પાપનું બીજ છે. અને પાપનું ફળ પરિણામે પ્રતિકૂળ એટલે જીવને દુઃખરૂપ આવે છે. (૬૪
એક ખભેથી અન્ય પર ભાર ફેરવે કોય,
ઇન્દ્રિય-સુખ એ જાતનું, ભાર ન ઓછો હોય. ૬૫ અર્થ - જેમ એક ખભા ઉપરથી ભાર કોઈ બીજા ખભા ઉપર ફેરવે તેમ એક ઇન્દ્રિયની ઇચ્છા પૂર્ણ થાય કે બીજી ઇન્દ્રિયની ઇચ્છા ઉત્પન્ન થાય; પણ ઇચ્છારૂપ ભારનું દુઃખ ઓછું થતું નથી. કપા
નાગ-ફેણ સમ ભોગના ભાસે વિવિઘ વિલાસ;
ભય ભાસે વિવેકીને, ભવ-દુખનો ત્યાં વાસ. ૬૬ અર્થ :- નાગની ફેણ સમાન આ પાંચે ઇન્દ્રિયના ભોગ વિલાસ વિવિઘ પ્રકારે દેખાવ દે છે. જેને હિત અહિતનું ભાન પ્રગટ્યું છે એવા વિવેકીને તો તે ભયરૂપ ભાસે છે. કેમકે તેના વિલાસના ફળમાં ચારગતિરૂપ સંસારના દુઃખનો અત્યંત ત્રાસ જીવને ભોગવવો પડે છે. II૬૬ાા
સુખ, દુઃખ ને મોહ એ નામો ભિન્ન ગણાય,
પણ દુખ જાતિ સર્વની, તે શુભ કેમ મનાય? ૬૭ અર્થ :- ઇન્દ્રિયના સુખ કે દુઃખ અથવા મોહ એ નામો ભલે ભિન્ન ગણાય પણ આ સર્વે દુઃખની જાતિના જ છે. તો તે આત્માને માટે શુભ અર્થાત્ કલ્યાણરૂપ કેમ મનાય? ૬ળા
પુણ્ય, પાપ પરિણામ તો ભવઑપ જાણો એક,
મૂઢ ન માને તેમને ભવ ભમવાની ટેક. ૬૮ અર્થ - પુણ્ય અને પાપના ફળ તો માત્ર સંસારરૂપ જ જાણો. પણ જેને ભવ ભ્રમણ કરવાની ટેવ પડી ગઈ છે એવા મૂઢ જીવો તે વાતને માનતા નથી. ૬૮ાા.
દાનાદાનની વર્તના પૂર્વકર્મની જાણ,
રાગાદિક નિજ ભાવનો કર્તા જીવ પ્રમાણ. ૬૯ અર્થ :- દાનાદાન એટલે લેવડદેવડનું જે વર્તન થાય છે, તે પૂર્વકર્મના કારણે છે. પણ તેના નિમિત્તે જે રાગદ્વેષાદિ ભાવો પોતાને થાય છે તેનો કર્તા જીવ પોતે છે એમ હું માન. IIકલા