________________
(૮૫) પ્રત્યક્ષ અને પરોક્ષ
૩૩૩
નથી. પછી ભલે તે શ્રુતજ્ઞાન જીવને મોક્ષ અપાવે પણ તે જ્ઞાન પરોક્ષ છે. IIટા
મન-ઇન્દ્રિયની સહાય પડે જે જ્ઞાનમાં યથાર્થ માન પરોક્ષ, પ્રત્યક્ષ માન મા;
સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન ને આગમ નામે પાંચ પરોક્ષ પ્રમાણ છે. ૯
અર્થ:- જે જ્ઞાન પ્રાપ્તિમાં મન અને ઇન્દ્રિયોની સહાયતા લેવી પડે તે જ્ઞાનને ખરેખર પરોક્ષ માન પણ પ્રત્યક્ષ માન નહીં. તેના સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ નામના પાંચ પરોક્ષ પ્રમાણ છે. વા
જાયું આવે યાદ સ્મૃતિ તે જાણજે, મળ્યાથી ઓળખાય પ્રત્યભિજ્ઞાન તેદ્રષ્ટાંતે સમજાય, પ્રત્યભિજ્ઞાન તે; હેતુથી લીથો લક્ષ તેને તર્ક માનજે. ૧૦
અર્થ - પૂર્વે જાણેલું યાદ આવે તેને પહેલું સ્મૃતિ નામનું પરોક્ષ પ્રમાણ જાણજે. જાતિસ્મરણજ્ઞાનનો આ સ્મૃતિમાં સમાવેશ થાય છે. બીજું પ્રત્યભિજ્ઞાન એટલે કોઈ મળ્યાથી પહેલાની સ્મૃતિ આવવી તે અથવા કોઈ દ્રષ્ટાંત આપવાથી વાત સમજાય તે પ્રત્યભિજ્ઞાન છે. જેમકે આપણે ફલાણા ગામે, ફલાણી જગ્યાએ મળ્યા હતા એમ સાંભળવાથી યાદ આવી જાય કે હા વાત સાચી છે. ત્રીજું તર્ક પ્રમાણ એટલે કોઈ હેતુ વિશેષથી વાતને લક્ષમાં આણવી તે તર્ક પ્રમાણ છે. જેમકે નાસ્તિક એવા પરદેશી રાજાને કેશી મુનિએ તર્કથી આત્મા નામનો પદાર્થ છે એમ સમજાવી આસ્તિક બનાવ્યો હતો તેમ. I૧૦ના
હેતુથી સાથે સાધ્ય અનુમાન માનવું, આગમથી જે જ્ઞાન પરોક્ષ પ્રમાણવુ; આગમ ને અનુમાન અનુભવ-હેતુ છે, શ્રદ્ધા દુર્લભ ઘાર ભવાબ્ધિ-સેતુ છે. ૧૧
અર્થ - ચોથું અનુમાન પ્રમાણ. આત્માને સાધ્ય કરવા માટે અનુમાન પ્રમાણથી વસ્તુને જાણી નિર્ણય કરવો તે. જેમકે ભગવાને તિર્યંચગતિના કે મનુષ્યગતિના દુઃખ જણાવ્યા તે આપણને સ્પષ્ટ દેખાય છે. તે ઉપરથી નરક કે દેવલોક વગેરેનું વર્ણન પણ સત્ય જ હશે એમ અનુમાન કરવું તે અનુમાન પરોક્ષ પ્રમાણ છે. પાંચમું આગમ પ્રમાણ. આગમથી જે જ્ઞાન થાય તે પણ પરોક્ષ પ્રમાણ છે. જેમકે ભગવાને આગમ દ્વારા ચૌદ રાજલોક, ભરત, ઐરાવત કે મહાવિદેહ ક્ષેત્ર છે એમ જણાવ્યું. તે મહાવિદેહમાં તીર્થકરો, કેવળી ભગવંતો વગેરે વિચરી રહ્યાં છે તે જાણવા છતાં પણ પરોક્ષ પ્રમાણ છે.
ભગવંતે જણાવેલ આગમો અને તેના પરથી થતું અનુમાન જ્ઞાન તે આત્મઅનુભવ કરવામાં મુખ્ય કારણભૂત છે. પણ ભગવંતના વચનો ઉપર શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે. જો તે શ્રદ્ધા થઈ જાય તો તે ભવરૂપ સમુદ્ર તરવા માટે સેતુ એટલે પુલ સમાન કાર્યકારી છે. ||૧૧||
પ્રેરે જે પરમાર્થ, વ્યવહાર કાર્ય છે; પ્રત્યક્ષ-હેતું થાય પરોક્ષે લક્ષ જે. તે અર્થે પુરુષાર્થ સજ્જનો આદરે, શોથી સદગુરુ-યોગ, કહે તે આચરે. ૧૨ અર્થ :- જે પરમાર્થને પ્રેરે તે સત્ય વ્યવહાર છે. જ્ઞાની પુરુષોને તે સંમત છે.
પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત.” -શ્રીમદ્ રાજચંદ્ર આવા ઉત્તમ વ્યવહારનો પરોક્ષ લક્ષ પણ કાળાંતરે પ્રત્યક્ષ આત્મજ્ઞાન પ્રાપ્તિનો હેતુ થાય છે. પ.પૂ.પ્રભુશ્રીજી કહે : પરોક્ષમાંથી પ્રત્યક્ષ થશે. તે માટે સજ્જન પુરુષો પુરુષાર્થ આદરે છે. પુરુષાર્થમાં પ્રથમ સદગુરુનો યોગ શોઘી, પછી તેમની આજ્ઞા પ્રમાણે વર્તે છે. ૧૨