________________
૩૩૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પણ તે હાથ આત્મા નથી. પણ તે હાથને પ્રેરણા આપનાર આત્મા છે. જો
ધૂમ્ર વડે અનુમાન કરી લહો અગ્નિને, ગણો ન તે પ્રત્યક્ષ, લહી અંતરાયને; તેમ જ જાણો આંખ, પ્રકાશ, સમીપતા, ચમા આદિક યોગ; ન ત્યાં પ્રત્યક્ષતા. ૫
અર્થ:- ઘુમાડાના અનુમાનથી કહીએ છીએ કે ત્યાં અગ્નિ છે પણ વચ્ચે અંતરાયના કારણે પ્રત્યક્ષ અગ્નિદર્શન થયું નથી માટે તેને પ્રત્યક્ષ જ્ઞાન ગણો નહીં. તેવી જ રીતે આંખ, જોવા માટે પ્રકાશ, વસ્તુની સમીપમાં એટલે વસ્તુનું સાવ નજીક હોવાપણું તથા ચશ્મા આદિકનો યોગ હોવા છતાં પણ તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય નહીં. કારણ તે ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન છે માટે તેમાં ભુલ હોઈ શકે. પા.
દોષ સહિત જો આંખ, ન દેખે સ્પષ્ટ તે; ચાલે જ્યારે નાવ, ખસે શું ઘાટ એ? એવો ભ્રમ પણ થાય, ને તેથી સત્ય તે, સંશય આદિ દોષ સાક્ષાત થાય છે. ૬
અર્થ :- આંખમાં ઝાંખપ હોય કે મોતીયા આવેલા હોય તો તે દોષ સહિત આંખ પદાર્થને સ્પષ્ટ જોઈ શકે નહીં, પણ આત્માના ઉપયોગથી થયેલું જ્ઞાન તે પદાર્થને યથાર્થ જાણી જોઈ શકે. અથવા પાણીમાં નાવ ચાલે ત્યારે જાણે ઘાટ ઉપર રહેલી વસ્તુઓ ચાલે છે એમ ભાસે અથવા ગાડી ચાલે ત્યારે જાણે સ્ટેશન ચાલે એવો ભ્રમ જીવને થાય છે. પણ તે સત્ય નથી. તેમાં શંકા આદિ દોષો સાક્ષાત રહેલા છે કેમકે તે ઇન્દ્રિયોથી થતું પરોક્ષજ્ઞાન છે માટે. દા.
પ્રઘાન નૃપની આંખ, હિતાહિત દાખવે, તોપણ પર આઘાર પરોક્ષ જ સૂચવે; અવગ્રહ, ઈહા, અવાય, ઘારણા થાય તો મતિજ્ઞાન ઉત્પન્ન થતું સમજાય જો. ૭
અર્થ - પ્રઘાનમંત્રી તે રાજાની આંખ સમાન છે. તેના કહ્યા પ્રમાણે હિતાહિતને વિચારી રાજા ન્યાય આપે છે. તો પણ તે નિર્ણય પરને આધારે થયો ગણાય તેથી પરોક્ષપણાને જ સૂચવે છે.
જીવને મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયો અને મનથી થાય છે. તેથી તે પરોક્ષજ્ઞાન છે. તે મતિજ્ઞાન થવાનો ક્રમ આ પ્રમાણે છે :- પ્રથમ “અર્થાવગ્રહ” થાય છે. એટલે વસ્તુને જોઈ આ કાંઈક છે એવું સામાન્ય જ્ઞાન થવું તે. આનો કાળ એક સમયનો છે. પછી ‘ઈહા' એટલે તેના ઉપર વિશેષ વિચારવાળું જ્ઞાન. જેમકે આ જંગલ છે, સૂર્ય અસ્ત થયો છે, માનવ કોઈ અહી સંભવતો નથી માટે આ વસ્તુ ઝાડનું ઠુંઠું હોવું જોઈએ ઇત્યાદિ તર્કરૂપ જ્ઞાન થવું તે. આનો કાળ અંતર્મુહૂર્તનો છે. પછી “અવાય”એટલે જોયેલા પદાર્થનો નિશ્ચય થવો જેમકે આ ઝાડનું ઠુંઠ જ છે એવો નિર્ણય થવો તે “અવાય’ નામનો મતિજ્ઞાન થવાનો ક્રમ છે. આનો કાળ પણ અંતર્મુહૂર્તનો છે. પછી “ઘારણા' નામના ભેદમાં પદાર્થનો જે નિર્ણય થયો તેને ઘારી રાખવો તે ઘારણા' છે. એમ ક્રમપૂર્વક મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. “કર્મ વિપાક' નામક ‘પ્રથમ કર્મગ્રંથ'ના આધારે અત્રે સંક્ષેપમાં આ જણાવેલ છે. શા.
જો ક્રમ ના સચવાય, ન ઇન્દ્રિય કામની; ત્વરિત તે સૌ થાય; વાણી ભગવાનની. મતિપૂર્વક શ્રત થનાર, પરોક્ષ છે; એમાં નહિ સંદેહ, ભલે એ મોક્ષ દે. ૮
અર્થ - જો ઉપર જણાવેલ ક્રમ ન સચવાય તો ઇન્દ્રિયો દ્વારા પૂરું કામ ન થયું; અર્થાત્ આ ક્રમ સચવાયાથી જ ઇન્દ્રિયો દ્વારા મતિજ્ઞાન થાય છે. આ ઉપરોક્ત ક્રમ ઘણા ઝડપથી થાય છે એમ ભગવાનની વાણી કહે છે. અને શ્રુતજ્ઞાન પણ મતિપૂર્વક થતું હોવાથી તે પણ પરોક્ષ જ્ઞાન છે. આમાં કોઈ શંકાને સ્થાન