________________
(૮૫) પ્રત્યક્ષ અને પરોક્ષ
૩૩૧
નથી. પણ અહીં તો જે જ્ઞાન પ્રમાણરૂપ છે, તેના બે ભેદો-એક પ્રત્યક્ષ પ્રમાણ અને બીજું પરોક્ષ પ્રમાણ, તે વિષે જણાવવું છે.
વસ્તુના સ્વરૂપને યથાર્થ જાણવા માટે નય, નિક્ષેપ અને પ્રમાણ છે. નય વસ્તુના અંશ સ્વરૂપને બતાવે છે. જ્યારે પ્રમાણ છે તે વસ્તુના સકળ સ્વરૂપને પ્રકાશે છે. તે પ્રમાણના બે ભેદ છે. (૧) પ્રત્યક્ષ પ્રમાણ અને (૨) પરોક્ષ પ્રમાણ.
કેવળજ્ઞાની ભગવંત છએ દ્રવ્યોના ગુણો અને પર્યાયોને પોતાના જ્ઞાન ઉપયોગથી સંપૂર્ણ જાણે અને જોઈ શકે છે માટે કેવળજ્ઞાન સર્વોપરી પ્રત્યક્ષ પ્રમાણ છે. જ્યારે મન:પર્યવજ્ઞાન આત્માના ઉપયોગવડે મનોવર્ગણાને પ્રત્યક્ષ જાણે છે અને અવધિજ્ઞાન પોતાના જ્ઞાનની અવધિ પ્રમાણે પુદ્ગલ દ્રવ્યને પ્રત્યક્ષ જાણી શકે છે. માટે કેવળજ્ઞાન સિવાયના આ બન્ને જ્ઞાન દેશ પ્રત્યક્ષ પ્રમાણ છે; (જ્યારે આત્માને જે પ્રત્યક્ષ છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે.)
પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતું જ્ઞાન તે મતિજ્ઞાન છે, તેને પરોક્ષ પ્રમાણ કહેવાય છે. તેમજ શ્રત દ્વારા થતું જ્ઞાન તે પણ પરોક્ષ પ્રમાણ છે. જેમ શ્રુતકેવળી આગમના બળે કેવળી જેટલું જાણે પણ તે કેવળી ભગવંતની જેમ પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ જ્ઞાન છે. માટે તે પરોક્ષ પ્રમાણ છે. તેના ત્રણ ભેદ છે. અનુમાન પ્રમાણ, આગમ પ્રમાણ અને ઉપમાન પ્રમાણ.
૧. અનુમાન પ્રમાણકોઈ નિશાની કોઈ વસ્તુનું જ્ઞાન થાય. જેમકે ઘુમાડો દેખાય ત્યાં અગ્નિ હોય એમ અનુમાન થાય છે. તે અનુમાન પ્રમાણ છે.
૨. આગમ પ્રમાણ–શાસ્ત્રના આધારે દેવલોક, નરક, નિગોદ આદિનું જ્ઞાન થાય તે આગમ પ્રમાણ છે. તે પણ પરોક્ષ જ્ઞાન છે.
૩. ઉપમાન પ્રમાણ-કોઈ પદાર્થને બીજી ઉપમા આપી ઓળખાવવો તે ઉપમાન પ્રમાણ અથવા દ્રષ્ટાંત પ્રમાણ કહેવાય છે. એ પણ પરોક્ષ જ્ઞાન છે. -આગમસાર' ગ્રંથના આઘારે સંક્ષેપમાં
વ્યવહારમાં તો ઇન્દ્રિયોથી જે જ્ઞાન થાય તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. પણ ન્યાયથી યથાર્થ જોતાં ઇન્દ્રિયો તો માત્ર અક્ષ એટલે ગોખલા જેવી છે, તે જડ હોવાથી કંઈ જાણતી નથી. સર્વનો જાણનાર તો માત્ર આત્મા છે. “પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન.” -શ્રીમદ્ રાજચંદ્ર //રા.
પ્રત્યક્ષ પંચવિથ લૌકિક રીતથી, જાણો તે ન યર્થાથ; કહં સંક્ષેપથી : ઇન્દ્રિયો તો તાર, ન જાણી તે શકે, જીવ ખરો જાણનાર સ્મૃતિ તેને ટકે. ૩
અર્થ - પાંચ ઇન્દ્રિયોથી રૂપ, રસ, ગંઘ, સ્પર્શ, શબ્દનું પાંચ પ્રકારે જે જ્ઞાન થાય છે તેને લૌકિક રીતે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. પણ તે યથાર્થ નથી. એ વાતને સંક્ષેપથી અત્રે કહું છું. ઇન્દ્રિયો તો માત્ર દ્વારા એટલે બારીની જેમ જોવાનું માધ્યમ છે. તે કંઈ જાણી શકતી નથી. જોનાર જાણનાર તો ખરી રીતે આત્મા છે. જોયા જાણ્યા પછી પણ આત્માને તે તે પદાર્થની સ્મૃતિ ટકી રહે છે. સા.
કોઈ ખોઈ દે આંખ, ના દ્રશ્યો ભૂલતો; આંખ ગયા પછી કોણ વિષય સંભાળતો? ગોખે રહીં જોનાર, જાદો ગણ ગોખથી, પ્રત્યક્ષ કરથી ખાય, છતાં કર તે નથી. ૪
અર્થ - કોઈ આંખની ઇન્દ્રિયને ખોઈ દે અર્થાત્ આંધળો થઈ જાય, તો પણ જોયેલા દ્રશ્યોને ભૂલતો નથી, તે આત્મા છે. આંખ ગયા પછી પણ જોયેલા વિષયને કોણ યાદ રાખે છે? તોકે આત્મા માટે ગોખમાં રહીને જોનાર એવા આત્માને તું ગોખથી જુદો જાણ. પ્રત્યક્ષ કરથી એટલે હાથથી ખાતો દેખાય