________________
૩૩૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ - જે ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય નામના દશ લક્ષણરૂપ મુનિઘર્મને આદરી વીતરાગ પ્રરૂપિત સત્યઘર્મને શોભાવે છે; અર્થાત તેની પ્રભાવના કરે છે તે ભવ્યાત્મા સ્વ-પર-હિતના કાર્ય કરે છે, તથા પોતાના આત્મજ્ઞાનના બળે શેષ રહેલા કમોને બાળી ભસ્મીભૂત કરી મુક્તિને મેળવે છે. ૩૬
મુનિઘર્મની યોગ્યતા મેળવી આત્માના ઉપયોગવડે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રગટાવવા જોઈએ; જેને ભગવંતે પ્રત્યક્ષ જ્ઞાન કહ્યાં છે. પાંચ ઇન્દ્રિયો અને મનની સહાયથી કે મતિશ્રતજ્ઞાનથી જે જ્ઞાન થાય તે વ્યવહારથી પ્રત્યક્ષ દેખાવા છતાં પણ સત્પરુષોની દ્રષ્ટિમાં તે ઇન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન અથવા પરોક્ષજ્ઞાન છે. કારણ તેમાં ભુલ થવા સંભવ છે. જ્યારે ઇન્દ્રિયો કે મનની સહાય વગર આત્માના ઉપયોગવડે જે અવધિ, મન:પર્યવ કે કેવળજ્ઞાન પ્રગટે તેને આત્મ પ્રત્યક્ષજ્ઞાન ભગવંતો કહે છે. તેમાં ભૂલ થવા સંભવ નથી.
વ્યવહારથી જે નજરે દેખાય તે પ્રત્યક્ષ અને નજરથી એટલે ચર્મચક્ષુથી ન દેખાય તે પરોક્ષ જ્ઞાન એમ કહેવાય છે; પણ તે યથાર્થ નથી. યથાર્થ તો ઇન્દ્રિયાતીત એટલે ઇન્દ્રિયોથી પર આત્માના ઉપયોગવડે જે પ્રત્યક્ષ જ્ઞાન થાય તે જ પ્રમાણભૂત અને સત્યજ્ઞાન છે.
(૮૫)
પ્રત્યક્ષ અને પરોક્ષ
(નદી યમુનાને તીર—એ દેશી : વિહરમાન ભગવાન સુણો મુજ વિનતિ—એ રાગ)
રાજચંદ્ર ભગવાન નમું હું ભાવથી, બાળબુદ્ધિ મુજ જાય, કરું એ વિનતિ, જાણો આપ યથાર્થ પ્રત્યક્ષ-પરોક્ષની વિસ્તાર સહિત વાત સંસાર-મોક્ષની. ૧
અર્થ – પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભાવભક્તિપૂર્વક પ્રણામ કરું છું. મારી બાળબુદ્ધિ અર્થાત્ અજ્ઞાનયુક્ત બુદ્ધિ નાશ પામી મને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી આપ પ્રભુ પ્રત્યે મારી વિનંતિ છે. આપ તો પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાન કોને કહેવું અથવા સંસાર અને મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ શું? તે સર્વની વિસ્તાર સહિત વાત જાણો છો.
કેવળજ્ઞાન છે તે આત્મપ્રત્યક્ષ અતીંદ્રિય છે. અંઘપણું છે તે ઇંદ્રિય વડે દેખવાનો વ્યાઘાત છે. તે વ્યાઘાત અતીંદ્રિયને નડવા સંભવ નથી.” (વ.પૃ.૭૬૦) “જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇંદ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ. આત્મા ઇંદ્રિયોની સહાય વડે એટલે આંખ, કાન, જિહાદિક વડે કરી જાણે દેખે તે ઇંદ્રિય-પ્રત્યક્ષ છે.” (વ.પૃ.૭૬૦) ||૧||
સમ્યગ્દર્શનના ન બે ભેદો એ કહ્યાં; પ્રમાણરૂપ જે જ્ઞાન તેમાં બન્ને રહ્યા. વ્યવહારે પ્રત્યક્ષ ઇન્દ્રિયજ્ઞાન છે, ઇન્દ્રિયો ગણી અક્ષ ન્યાયે પ્રમાણ છે. ૨ અર્થ – સમ્યગ્દર્શનના બે ભેદો – (૧) પરોક્ષ શ્રદ્ધા અને (૨) પ્રત્યક્ષ શ્રદ્ધા છે તેનું અહીં વર્ણન