________________
(૮૦) કર્મના નિયમો
અલ્પ યોગ નિમિત્તથી પરમાણુ તે અલ્પ; બહુઁ યોગ-બળથી ગ્રહે પરમાણુઓ અનલ્પ. ૨૩
અર્થ
:– મનવચનકાયાના યોગોની અલ્પ પ્રવૃત્તિ હોય તો અલ્પ નિમિત્તના કારણે અલ્પ પુદ્ગલ પરમાણુઓ ગ્રહણ કરે છે અને વિશેષ યોગોની પ્રવૃત્તિ હોય તો વિશેષ ૫૨માણુઓ ગ્રહણ કરે છે. ।।૨૩।। એક સમયમાં જેટલાં પરમાણુ લેવાય,
તે જ્ઞાનાવરણાદિમય સાત, આઠ રૂપ થાય. ૨૪
અર્થ :– એક સમયમાં જેટલા પુદ્ગલ પરમાણુ ગ્રહણ થાય, તે જ્ઞાનાવરણીયાદિ કર્મોની સાત પ્રકૃતિમાં કે આયુષ્ય કર્મનો બંઘ પડ્યો હોય તો આઠેય કર્મોમાં સિદ્ધાંત પ્રમાણે આપોઆપ વહેંચાઈ જાય છે. અને તે તે પ્રકૃતિરૂપે પરિણમે છે. ।।૨૪।
યોગ-વર્તના બે રીતે, શુભ, અશુભ ગણાય;
દેહ, વચન, મન વર્તતાં ધર્મ વિષે, શુભ થાય; ૨૫
૨૯૭
અર્થ :— મનવચનકાયાના યોગની વર્તના એટલે પ્રવૃત્તિ બે રૂપે થાય છે. તે શુભ યોગ અને અશુભ યોગ નામની છે. મનવચનકાયાની પ્રવૃત્તિ ધર્મના કાર્યોમાં થતાં તે શુભયોગ ગણાય છે. તેથી શુભકર્મનો બંધ થાય છે. ।।૨૫ા
અધર્મ-કાર્યે યોજતાં અશુભ યોગ ગણાય; બન્નેથી સમ્યક્ત્વ વણ ઘાતિકર્મો થાય. ૨૬
અર્થ :– મનવચનકાયાને અધર્મ એટલે પાપના કાર્યોમાં યોજતાં અશુભ યોગ ગણાય છે. તેથી અશુભ કર્મનો જીવને બંઘ થાય છે. હવે શુભ યોગ હો કે અશુભ યોગ હો પણ સમ્યક્દર્શન વિના તો બન્નેથી ઘાતીયા કર્મનો જ બંધ થાય છે. ।।૨૬।
મિથ્યાત્વે સૌ ઘાતિયાં નિરંતર બંઘાય,
માટે તે ભૅલ ટાળવા કરવો પ્રથમ ઉપાય. ૨૭
અર્થ :– જીવમાં મિથ્યાત્વ હોવાથી અર્થાત્ સમ્યક્દર્શન નહીં હોવાથી તેને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય કર્મ એ ચાર ઘાતીયા કર્મની સર્વ પ્રકૃતિઓનો બંઘ નિરંતર થયા કરે છે. કોઈપણ સમયે કોઈપણ પ્રકૃતિનો બંઘ થયા વિના રહેતો નથી. માટે અનાદિકાળથી ચાલી આવતી મિથ્યાત્વની ભૂલને ટાળવા સૌથી પ્રથમ ઉપાય કરવો જોઈએ. દેહમાં આત્મબુદ્ધિ એ સર્વ મિથ્યાત્વનું મૂળ છે. તે દૂર કરવા અને આત્માને ઓળખવા માટે સર્વપ્રથમ ઉપાય કરવો જોઈએ. ।।૨૭।।
આત્મ-વાર્તી અજ્ઞાની જન; સ્વ-દયા ત્યાં સદ્ઘર્મ;
સમ્યગ્દષ્ટિ દયાળુ છે, કરે ન પાપી-કર્મ. ૨૮
અર્થ :— આત્માના ગુણોની ઘાત સમયે સમયે રાગદ્વેષના ભાવોથી થાય છે. રાગદ્વેષ અજ્ઞાની જન હમેશાં કરે છે તેથી તે આત્મઘાતી છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ કરે છે. ‘આત્મઘાતી મહાપાપી' કહેવાય છે. જ્યાં આત્મઘાતને રોકનાર સ્વદયા પ્રગટે છે ત્યાં સદ્ઘર્મનો સદ્ભાવ છે. માટે સમ્યષ્ટિ પુરુષો ખરા દયાળુ છે કે જે પોતાના આત્મગુણોને ઘાતે એવું રાગદ્વેષવાળું પાપકર્મ કરતા નથી. ।।૨૮।।