________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
૩૫૯
પ્રભાકરી નગરી વિષે જન્મ નૃપ-કુમારો રે,
સ્વિમિતસાગર-ઘરે ફુરે કુલ-દીપક સંસ્કારો રે. ૯ અર્થ - મહાવિદેહ ક્ષેત્રમાં પ્રભાકરી નગરીમાં તિમિતસાગર રાજાના ઘેર રાજકુમારો તરીકે બેય જન્મ પામ્યા. કુળને દીપાવે એવા સંસ્કારોથી યુક્ત બન્ને કુમારો વૃદ્ધિ પામવા લાગ્યા. ગાલા
(૩) અપરાજિત નામે થયો, અમિતતેજ-ઑવ મોટો રે,
અનંતવીર્ય સુનામથી શ્રીવિજય-ઑવ છોટો રે. ૧૦ અર્થ - જે પૂર્વભવમાં અમિતતેજ હતો તે હવે અપરાજિત નામે મોટો ભાઈ થયો તથા પૂર્વભવમાં જે શ્રી વિજય હતો તે અહીં અનંતવીર્ય નામનો નાનો ભાઈ થયો. ૧૦ાા.
બળભદ્ર, વાસ્દેવ બે ઊછરે પુણ્ય પ્રમાણે રે;
કિરાતી બર્બરી બે નટી નાચત હર્તા જે ટાણે રે, ૧૧ અર્થ - મોટોભાઈ અપરાજિત તે બળદેવ અને નાનોભાઈ અનંતવીર્ય તે વાસુદેવ થવાનો છે. તે પુણ્ય પ્રમાણે અત્રે ઊછેર પામે છે. એકવાર કિરાતી અને બર્બરી નામની બે દાસીઓ જે ગીત નાટ્ય કળામાં ઘણી કુશળ હોવાથી સુંદર ગાયન અને નૃત્ય કરતી તે યુવતીઓ બલભદ્ર અને અનંતવીર્યના ચિત્તને રંજન કરતી હતી. ૧૧.
અભિનય ભાવે સર્વનાં ચિત્ત હરી તે લેતી રે;
નારદ ઋષિ આવ્યા છતાં, માન સભા ના દેતી રે. ૧૨ અર્થ - તે અભિનય એટલે મનોભાવદર્શક એવું નૃત્ય કરતાં સર્વના ચિત્તને હરણ કરતી હતી. તે સમયે નારદ ઋષિ ત્યાં આવ્યા છતાં સભામાં કોઈએ તેમને માન આપ્યું નહીં. ૧૨ાા
અપમાનિત પાછા ગયા, 'દમિતારિની પાસે રે,
માન દઈ સામો જઈ ઋષિને તે ઉપાસે રે. ૧૩ અર્થ - અપમાનિત થયેલા નારદ પાછા ફર્યા અને દમિતારિ નામના પ્રતિ વાસુદેવની પાસે ગયા. ત્યારે દમિતારિએ તેમની સામે જઈ માન દઈને તે ઋષિની ભક્તિપૂર્વક ઉપાસના કરી. ૧૩ના
પૂછે પછઃ “આશ્ચર્ય શું અપૂર્વ આપે ભાળ્યું રે?
“પ્રભાકરી નગરી વિષે નટ-નાટક નિહાળ્યું રે,” ૧૪ અર્થ - પછી રાજાએ નારદ ઋષિને પૂછ્યું કે આપ સર્વત્ર ફરો છો તો આ જગતમાં અપૂર્વ આશ્ચર્યકારક એવું આપે શું ભાળ્યું? ત્યારે અવસર જોઈ નારદ બોલ્યા : પ્રભાકરી નગરીમાં નટીઓનું એક નાટક મેં નિહાળ્યું છે. II૧૪
એમ કહી આશ્ચર્યથી નારદ વદન વિકાસે રે
એ બે નટ ચક્રી-સભા માટે જન્મી ભાસે રે, ૧૫ અર્થ :- “એમ કહીને આશ્ચર્યથી નારદનું મુખ વિકસિત થયું અને જણાવ્યું કે એ બે નટીઓ તો તમારા જેવા ચક્રીની સભા માટે જ જન્મી હોય એમ લાગે છે. ||૧૫ા.