________________
૩૬૦
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
તુજ સુખ-મંદિર-શિખરે કળશ ચઢે એ આવ્યું રે, ત્રિખંડપતિને તે ઘટે,” કહી ક્લેશ-બીજ વાવે રે. ૧૬
અર્થ :— વળી નારદે કહ્યું : જો એ નટીઓ અહીં આવે તો તારા સુખરૂપી મંદિરના શિખર ઉપર લશ
=
ચઢે એવું થાય. એ નટીઓ ત્રણ ખંડના અધિપતિને ઘેર શોભે એમ કહી ક્લેશના બીજ વાવી દીધા. ।।૧૬। દમિતારિ દૂત મોકલે મગાવવા ની બન્ને રે, ની-વેષે બે ભાઈઓ ગુપ્ત ગયા દ્યૂત-સંગે રે. ૧૭
અર્થ :–દમિતારિ રાજા એ બન્ને નટીઓને પોતાના રાજ્યની શોભા માટે આપી દેવા અર્થે એક દૂત મોકલ્યો. દૂતની સાથે કુતૂહલથી વિદ્યાના બળે અપરાજીત અને અનંતવીર્થે પોતેજ કિરાતી અને બર્બરીનું રૂપ ધારણ કરી ગુપ્ત રીતે ત્યાં ગયા. ।।૧૭||
વિદ્યા બળથી રીઝર્વે નાટક કરી રાજાને રે, નૃપ નિજ કન્યા સોંપતા સુનૃત્ય શીખવવાને રે. ૧૮
અર્થ :–દમિતારીના રાજ્યમાં વિદ્યાના બળથી નાટક કરી રાજાને રીઝવ્યો. તેથી રાજાએ પોતાની કન્યા કનકશ્રીને પણ નાટ્યકળા શીખવવા માટે તેમને સોંપી. ।।૧૮।
કળા શીખવતાં વર્ણવે, “અનંતવીર્ય રૂપાળો રે,
પ્રભાકરી પુરીનો પતિ જગશિરોમણિ ભાળો રે.” ૧૯
અર્થ :– કનકશ્રીને કળા શીખવતા અપરાજીત, અનંતવીર્યના રૂપનું અને ગુણોનું વર્ણન કરે છે, કે
=
તે પ્રભાકરી નગરીનો રાજા છે, અને તે જગતમાં શિરોમશિરૂપ છે. ૧૯ના
પ્રીનિવંત બની ચૂકે પતિ કરવાને તેને રે,
વીનવે લજ્જા મુકી કે સ્વરૂપ બતાવે એને રે. ૨૦
અર્થ :— જ્યારે કનકશ્રી લજ્જા મૂકીને અનંતવીર્ય ઉપર પ્રીતિવંત બની તેને પોતાનો પતિ કરવા
=
ઇચ્છે છે ત્યારે અનંતવીર્થે પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કર્યું. ।।૨૦।।
રૂપમુગ્ધ સાથે જવા તત્પર થઈ કે ચાલ્યા રે,
“કનકશ્રી નૃપ-કન્યકા હરી મેં' ગગને બોલ્યા રે. ૨૧
અર્થ :– જ્યારે કનકશ્રી તેના મનોહર રૂપમાં મુગ્ધ બની, તેની સાથે જવા તૈયાર થઈ ત્યારે આકાશમાર્ગે જતાં અનંતવીર્ય બોલ્યો : હું રાજકન્યા કનકશ્રીને હરીને જાઉં છું, ॥૨૧॥
યુદ્ધ થયું ત્યાં કારમું, ચક્ર મૂકે દમિતારિ રે, અનંતવીર્ય-કરે ઠરે, ચાલ્યા તેને મારી રે. ૨૨
અર્થ : અનંતવીર્યના શબ્દો સાંભળી મિનાર અને અનંતવીર્ય વચ્ચે ભયંકર કારનું યુદ્ધ થયું. અંતે દમિતારિએ અનંતવીર્ય ઉપર ચક્ર મૂક્યું. તે અનંતવીર્યના હાથમાં આવી સ્થિર થયું. અંતે દમિતારિના વચનોથી ક્રુદ્ધ થઈ અનંતવીર્થં તેના ઉપર ચક્ર મૂકી તેને મારીને આગળ ચાલ્યા. ।।૨૨।।
વિમાન થોભે જ્યાં નભે નીચે સભા જણાતી રે, કીર્તિઘર કેવળી દીઠા, દિવ્યધ્વનિ સુણાતી ૨. ૨૩