________________
૨૮ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
(૭૯) સમિતિ-ગુક્તિ
(સેવક કિમ અવગણિયે હો મલ્લિ-જિન, એ અબ શોભા સારી–એ રાગ)
ગુરુવર-ચરણે પ્રણમિયે હો ભક્તજન, ઉર ઉલ્લાસ વઘારી,
શ્રીમદ્ રાજગુરુ-ઉપદેશ તરશે નર ને નારી. હો ભક્ત અર્થ :- ગુરુવર એટલે ગુરુઓમાં શ્રેષ્ઠ એવા પરમકૃપાળુદેવના ચરણકમળમાં હો ભક્તજન! હૃદયમાં ઉલ્લાસભાવ વઘારીને પ્રણામ કરીએ. કેમકે શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યના ઉપદેશથી અનેક નર નારીઓ આ ભયંકર કલિકાળમાં પણ મોહરૂપી સ્વયંભૂરમણ સમુદ્રને તરી જશે. ૧૫
સમિતિ-ગુણિ-રહસ્ય જેના ઉરમાં રમતું ઊંડું,
તેના બોઘે સૌ જિજ્ઞાસુ સમજી લે હિત રૂડું. હો ભક્ત અર્થ :- સમિતિ ગુતિનું ઊંડુ રહસ્ય જેના હૃદયમાં સદા રમતું છે એવા પરમકૃપાળુદેવના બોઘ બળે સર્વ જિજ્ઞાસુ જીવો પોતાના આત્માનું રૂડું હિત શામાં છે તે સમજી શકે છે. પુરા
સંયમી જનની રક્ષા માટે જનની આઠ સમિતિ,
પંચ સમિતિ, ત્રિગુતિ નામે સમ્યક્ વર્તન નીતિ. હો ભક્ત અર્થ :- “સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” તે સંયમ બાર પ્રકારે છે. છ કાય જીવની રક્ષા કરવારૂપ પ્રાણી સંયમ અને પાંચ ઇન્દ્રિયો અને મનને રોકવારૂપ ઇન્દ્રિય સંયમ છે. તે સંયમને પાળનાર એવા સંયમી જીવની રક્ષા કરવા માટે આઠ સમિતિ તે માતા સમાન છે. આઠ સમિતિરૂપ માતાઓ ચારિત્રરૂપ પુત્રની રક્ષા કરે છે. ચારિત્રાચાર-એ પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિએ કરીને આઠ પ્રકારનો છે. એને અષ્ટ પ્રવચનમાતા પણ કહે છે. પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુપ્તિ, એ બથી સમ્યકુરીતે વર્તન કરવાની નીતિઓ છે. સા.
આદાન-નિક્ષેપણ, ઉત્સર્ગ, ભાષા, એષણા, ઈર્યા;
પંચ સમિતિનાં એ નામો પંચવિઘ એ ચર્યા. હો ભક્ત અર્થ - આદાન નિક્ષેપણ એટલે વસ્ત્રાદિનું લેવું મૂકવું, ઉત્સર્ગ કહેતા મળ ત્યાગ કરવો, ભાષા એટલે બોલવુ, એષણા કહેતા આહાર આદિ ગ્રહણ કરવા, ઈર્યા એટલે ઉપયોગપૂર્વક હલનચલન કરવું. એ પાંચ સમિતિના નામો છે. અને એની પંચવિઘ કહેતા પાંચ પ્રકારની ચર્ચા અર્થાત્ જુદા જુદા પ્રકારના વર્તન છે.
જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે.” (વ.પૃ.૫૯૬) //૪