SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૭) સનાતન ઘર્મ ૨ ૬૭ અર્થ - ભવ્ય જીવોને માટે એક ભલી સત્ય શિક્ષા જણાવી છે કે બીજું કાંઈ શોઘ મા. હે આત્મહિતાર્થી! એક સદ્દગુરુને શોઘી, તેના ચરણકમળમાં સર્વ પ્રેમ અર્પે તેના જ શરણે રહે. અર્થાત તેની જ આજ્ઞામાં રહે તો હે આત્માર્થી તારું અવશ્ય કલ્યાણ થશે. એ વિના જન્મમરણથી કોઈ કાળે તારો છૂટકારો થાય તેમ નથી. બીજાં કાંઈ શોઘ મા. માત્ર એક સપુરુષને શોથીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વન્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” (વ.પૂ.૧૯૪) IIટા માન. મત. આગ્રહો મર્ટે આજ્ઞા વિષે સત્યદ્રષ્ટિ થવા વર્તશે જે. પ્રેમરસ પામતાં, સર્વ ભૂલી જતાં એકનિષ્ઠા થશે, શિવ જશે તે. આજ૦૯ અર્થ - માન અને મતના આગ્રહો મૂકી, સત્યવૃષ્ટિને પામવા જે જીવ સપુરુષની આજ્ઞા ઉઠાવશે તેનામાં જ્ઞાની પ્રત્યે મીરાબાઈની જેમ ભક્તિનો પ્રેમરસ પ્રગટશે. તેથી જગતને ભૂલી જઈ એક આત્માની દ્રઢ શ્રદ્ધાને પામશે અને ક્રમે કરી તે ભવ્યાત્મા મુક્તિને મેળવશે. “સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” -શ્રીમદ્ રાજચંદ્ર લાાં વાણી સર્વજ્ઞની માર્ગ દર્શાવતી, પરમ કરુણા ભરી ક્યાં સુણાશે? ગણઘરોએ ગણ્યું કેવળી-સૂર્યના અસ્ત પછી માર્ગ શાથી જણાશે? આજ૦૧૦ અર્થ - સર્વજ્ઞ પુરુષોની વાણી તે સત્ય મોક્ષમાર્ગને દર્શાવનાર છે. તે વાણી પરમ કરુણારસથી ભરપૂર છે. તે પછી ક્યાં સાંભળવા મળશે? એમ ગણઘર પુરુષોએ વિચાર્યું કે કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત થઈ ગયા પછી આ સનાતન મુક્તિ માર્ગ અથવા સનાતન આત્મઘર્મ લોકોને શાથી જણાશે? ૧૦ના. એમ જાણી, કરી શાસ્ત્ર-રચના ભલી, માર્ગ દેખાડવા મોક્ષનો આ, તે જ પરમાર્થ આચાર્ય આદિ ગ્રહી, અન્ય ગ્રંથો રચે હિત થાવા. આજ૦૧૧ અર્થ:- એમ જાણીને મોક્ષનો માર્ગ બતાવવા શાસ્ત્રોની રચના કરી આખી દ્વાદશાંગી રચી. જેથી જગતવાસી જીવો સુલભતાથી મોક્ષ ઉપાયને પામી શકે. તે જ દ્વાદશાંગીનો પરમાર્થ એટલે શુભાશય ગ્રહણ કરી પરંપરામાં થયેલા જ્ઞાની આચાર્ય ભગવંતો પણ તે તે સમયને અનુરૂપ અન્ય ગ્રંથો જીવોના કલ્યાણ અર્થે રચી ગયા. {/૧૧ાા મર્મ સદ્ગઉરે જે રહ્યો ગુસ તે, જાણવા ભક્તિ કરવી સુભાવે, રોકી સ્વચ્છંદ, આજ્ઞા જ ઉઠાવતાં, સહજ નિજ ભાવનો બોઘ આવે. આજ૦૧૨ અર્થ:- “શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે, પણ મર્મ તો સત્પરુષના અંતર્માત્મામાં રહ્યો છે.” તે ગુપ્ત મર્મને જાણવા માટે અનન્ય પ્રેમે શ્રી સદ્ગુરુ ભગવંતની ભક્તિ કરવી. પોતાના સ્વચ્છંદને રોકી જ્ઞાનીપુરુષની આજ્ઞાને જ ઉપાસે તો સહજ રીતે પોતાના આત્મા સંબંધીનું જ્ઞાન પામવા યોગ્ય છે. ||૧૨ાા. પામ સગુરુતણો યોગ, સુર્થી બોથ જો, જીવ વિચારશે સાર શું છે? હેય શું? જોય શું? ગ્રહણ કરવું કયું? તત્ત્વશ્રદ્ધા થવા ફરીય પૂછે. આજ૦૧૩ અર્થ - સદગુરુના યોગને પામી તેમનો બોઘ સાંભળીને જીવને વિચારણા જાગશે કે આમાં
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy