________________
(૮૪) મુનિ-ધર્મ-યોગ્યતા
અનાદિ મિથ્યાવૃષ્ટિ ય દીઠા, ક્ષણમાં મોક્ષે જનાર રે,
અનુપમ સમતા આરાથીને, ઘરી સુચારિત્ર સાર રે. શ્રી રાજ
અર્થ :— દૃઢપ્રહારી કે અંજનચોર જેવા અનાદિ મિથ્યાવૃષ્ટિ જીવો પણ ગમે તેવા ઉપસર્ગમાં અનુપમ સમતાને આરાધી, એક સમ્યક્ચારિત્રને જ સારભૂત માની ક્ષણમાં મોક્ષને પામ્યા છે. ।।૧૮।। વિમલબુદ્ધિ, સુસંસ્કારી, જીવ સહજે લહે વૈરાગ્ય રે,
કૃતજ્ઞ, જનપ્રિય, નિઃસ્પૃહ, વિર્તીત, સુધર્મમાં ઘરે રાગ રે. શ્રી રાજ
અર્થ :— જેની બુદ્ધિ વિમલ એટલે નિર્મલ છે, જે પૂર્વના સુસંસ્કારી છે એવા જીવો સહેજે વૈરાગ્યભાવને પામે છે. સમરાદિત્યની જેમ જે કૃતજ્ઞી હોય, લોકોને પ્રિય હોય, નિસ્પૃહી હોય, વિનીત એટલે વિનયવાન હોય, સુધર્મનો રાગી હોય એવા જીવો મુનિધર્મની યોગ્યતા પ્રાપ્ત કરી શકે. ।।૧૯।
સંસાર ગણે દુઃખ-ખાણ તે, સંયોગ વિયોગવંત રે,
ચહે જન્મમરણને ટાળવા, ઘર્મધ્યાને બળવંત રે. શ્રી રાજ
૩૨૭
અર્થ :— જે સંસારને દુઃખની ખાણ જાણે અને સંયોગને વિયોગથી યુક્ત માને, જે જન્મમરણને ટાળવા ઇચ્છે તથા ઘર્મધ્યાનમાં જે બળવાનપણે લાગેલા રહે તે મુનિધર્મની યોગ્યતા પામી શકે. ૫૨ના જે મોહ ગણે વિષ-વૃક્ષ સમ, ભવ-વાસનારૂપ મૂળ રે,
તે જન સર્વજ્ઞ-વાણી સુણી, થાય સાથક અનુકૂળ રે. શ્રી રાજ
અર્થ :— જે મોહને ઝેરી ઝાડ સમાન માને, તથા તેને સંસારની વાસનાનું મૂળ જાણે, તેવા પુરુષો સર્વજ્ઞ ભગવાનની વાણી સાંભળીને મુનિધર્મ પાળવાને યોગ્ય બને છે. ૨૧||
ક્લેશે. વાસિત ચિત્તવંતને કર્મમેલ બહુ હોય રે,
મલિન વચ્ચે રંગ ના ચઢે તેમ અયોગ્યતા જોય રે. શ્રી રાજ
અર્થ :– હવે જે જીવો મુનિધર્મ પાળવાને અયોગ્ય છે તે જણાવે છે —
ક્લેશથી વાસિત ચિત્તવાળાને કર્મનો મેલ બહુ હોય છે. જેમ મલિન વસ્ત્ર ઉપર જોઈએ તેવો રંગ ચઢતો નથી. તેમ તેવા જીવોમાં ધર્મનો રંગ જોઈએ તેવો ન ચઢવાથી અયોગ્ય ગણાય છે. ૨૨ા
ઉપદેશથી નહીં અટકતું ભૂંડ વિષ્ટા ભણી થાય રે;
પ્રીતિ સંસા૨ે જે જીવ ઘરે, અકાર્યમાં વહ્યો જાય રે. શ્રી રાજ
અર્થ :— જેમ ઉપદેશ આપવાથી વિષ્ટા ભણી જતું ભૂંડ અટકતું નથી તેમ જેને સંસારમાં પ્રીતિ છે તેવા જીવો નહીં કરવા યોગ્ય એવા વિષય કષાયમાં પ્રવર્તે છે. તેમનું મન ધર્મમાં સ્થિર થતું નથી. ।।૨૩।। મિથ્યાત્વ, ક્રોધાદિ દોષથી અધિકારી ગણાય રે,
બાહ્ય પરિગ્રહ તજી, રહે આર્દ્રધ્યાને સદાય રે. શ્રી રાજ
અર્થ – મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના દોષોથીયુક્ત એવા જીવો મુનિધર્મ પાળવાને અયોગ્ય ગણાય છે. તેવા જીવો ભલે બાહ્ય પરિગ્રહને તજી દીક્ષા લઈ લે તો પણ આત્માના લક્ષ વગરના હોવાથી સદાય આર્ત્તધ્યાનમાં સ્થિત રહે છે.