________________
(૮૬) ઉન્મત્તતા
તો મરણ સમયે આખરે પસ્તાવો થશે.
બાળક જેમ છીપ કે કાંકરા લેવા ખોટી થાય તેમ આ જીવ ધન કે કીર્તિ કાજે ખોટી થશે તો આ જન્મમરણથી છૂટવાનો આવેલો અવસર હાથમાંથી ચાલ્યો જશે. ।।૩૧।।
પેટ-વેઠ ને પરાધીનતા, વળી પાપનો ભાર અહો! આધિ-વ્યાધિ-ઉપાધિવાળા સંસારે શું સાર? અહો! શ્રી રાજ
૩૪૧
અર્થ :— પેટને માટે જીવ અનેક પ્રકારની વેઠ કરે તથા પરાધીનતા ભોગવે અને વળી અઢાર પાપસ્થાનક સેવીને લક્ષ્મી મેળવી પાપનો ભાર ભરે, એવા આધિ-વ્યાધિને ઉપાધિવાળા સંસારમાં શું સાર છે ।।૩૨।
એમ વિચારી, ગી હિતકારી, આત્મહિત કરનાર અહો!
જગજનને ભાસે છે ગાંડો, સ્વાર્થી, બેદરકાર અહો!શ્રી રાજ
અર્થ :– એમ સંસારની અસારતાને વિચારી, આત્મતિને જ હિતકારી માની પ્રવર્તનાર ભગત આત્મા, જગતવાસી જીવોને ગાંડો ભાસે છે, સ્વાર્થી જણાય છે અને બેદરકાર મનાય છે. ||૩|| ધંઘામાં ના ધ્યાન જરા દે, ભિક્ષુથી ભરમાય અહીં! કુટુંબકબીલાને કકળાવી, ઘર તğ ભટકી ખાય અહો! શ્રી રાજ॰
અર્થ :– વળી ભગત માટે તેઓ કહે છે કે એ ધંધામાં જરા પણ ધ્યાન આપતો નથી. ભિક્ષુક એવા સાધુપુરુષોથી ભરમાઈ ગયો છે. પોતાના કુટુંબ-કબીલાને કકળાવી ઘર તજી દઈને ભટકી ભટકી બીજાનું ખાય છે. ।।૩૪||
બન્નેની જોદી છે દૃષ્ટિ જૂઠી, સાચી કે દીર્ઘ અહો !
આત્મ-હિતકારી તે સાચી, જાઠી જગની અદીર્ઘ અહો!શ્રી રાજ
--
અર્થ :— સંસારી જીવોની કે ભગવાનના ભક્તની, બન્નેની વૃષ્ટિ જુદી છે. તેમાં કોની દૃષ્ટિ જૂઠી છે, સાચી છે કે દીર્ઘ દૃષ્ટિ છે ? જે દૃષ્ટિ આત્માને હિતકારી છે તે સાચી અને દીર્ઘદૃષ્ટિ છે. જ્યારે જગતવાસી જીવોની સૃષ્ટિ સંસાર વઘારનાર હોવાથી જૂઠી છે અને અદીર્ઘ એટલે લાંબી સૃષ્ટિ નથી. ।।૩૫।।
આત્મહિતમાં સૌનું હિત છે, મોહ ઘચ્ચે સમજાય અહો!
દૈહિક હિત કરવા સૌ દોડે, આત્મહિત રહી જાય હો!શ્રી રાજ
અર્થ :– આત્મહિતમાં સર્વ જીવોનું હિત સમાયેલું છે. પણ આ વાત દર્શનમોહ ઘટે ત્યારે સમજાય એવી છે. મોહની ઉન્મત્તતાને લીધે સર્વ જીવો આ દેશનું હિત કરવા દોડે છે; તેથી અમૂલ્ય એવા આત્માનું ક્તિ કરવાનું રહી જાય છે. ।।૩૬।।
ઉન્મત્તતા એટલે મોહની ઘેલછા જેની સંપૂર્ણ નષ્ટ થઈને કેવળજ્ઞાન પ્રગટ્યું છે એવા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનનું બોધદાયક જીવનચરિત્ર અત્રે વર્ણવવામાં આવે છે. જે ભવ્ય આત્માઓને પ્રેરણાદાયક અને કલ્યાણકારી છે.