________________
૩૪ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
શ્રી શાંતિનાથ
ભાગ-૧
(મન મધુકર મોહી રહ્યો–એ દેશી : સંભવ જિનવર વિનતી—એ રાગ)
રાજચંદ્ર ગુરુને નમું, શાંતિદાયક સ્વામી રે;
શાંતિનાથ ભવ વર્ણવું, ઘરી ભક્તિ નિષ્કામી રે. ૧ અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્ય, જે મને પરમ આત્મશાંતિ આપનાર છે અને મારા સ્વામી હોવાથી તેમને હું પ્રણામ કરીને શ્રી શાંતિનાથ ભગવાનના પૂર્વ ભવોનું વર્ણન, તેમના પ્રત્યે નિષ્કામ ભક્તિભાવ ઘારણ કરીને કરું છું. /૧૫
ત્રિપુષ્ટ વાસુદેવની સ્વયંપ્રભા પટરાણી રે
શ્રીવિજયકુંવર તથા જ્યોતિપ્રભા રૂપ-ખાણી રે. ૨ અર્થ – પોતનપુર નામના નગરમાં ત્રિપુષ્ટ વાસુદેવ રાજ્ય કરે છે. તેની સ્વયંપ્રભા નામે પટરાણી છે. તેનો પુત્ર શ્રી વિજયકુંવર તથા રૂપની ખાણ સમાન જ્યોતિપ્રભા નામની એક પુત્રી છે. રા.
વિદ્યાર માતા તણાં બાળક બન્ને ગુણી રે;
સ્વયંવરમાં તે વરી (૧અમિતતેજ-ગુણ સુણી રે. ૩ અર્થ - માતા સ્વયંપ્રભા વિદ્યાથરીના આ બન્ને ગુણવાન બાળક છે. એમની પુત્રી જ્યોતિપ્રભા તે અમિતતેજ જે શ્રી શાંતિનાથ ભગવાનનો જીવ છે તેના ગુણ સાંભળીને સ્વયંવરમાં તેને વરે છે. [૩]
અમિતતેજની સહોદરી સ્વયંવરે સુતારા રે
શ્રીવિજય-કંઠે ઘરે માળા પ્રીતિઘારા રે. ૪ અર્થ:- અમિતતેજની સહોદરી એટલે બહેન તે સુતારા નામે છે. તે સ્વયંવરમાં શ્રી વિજયકુંવરના કંઠમાં પ્રીતિપૂર્વક માળા પહેરાવીને તેને વરે છે; જે અમિતતેજના જ સાળા છે. ૪.
સગાઈ-મૈત્રી-પ્રીતિથી ભગિની-દર્શન કાજે રે
અમિતતેજ શ્રીવિજયને ઘેર પથાર્યા આજે રે. ૫ અર્થ :- સગાઈવડે સસુરાલ તથા શ્રી વિજયકુંવર પ્રત્યે મૈત્રી તથા બહેન સુતારા પ્રત્યે પ્રીતિના કારણે બહેનના દર્શન કાજે શ્રી અમિતતેજ શ્રી વિજયને ઘેર અકસ્માત આવી પહોંચ્યા. //પા.
ઉત્સવ પોતનપુરમાં વિના પર્વ જણાતો રે,
કારણ પૂંછતાં વર્ણવે શ્રીવિજય હરખાતો રે : ૬ અર્થ - પોતનપુરમાં પર્વ વિના ઉત્સવનું વાતાવરણ જોઈ તેનું કારણ પૂછતાં શ્રીવિજયકુંવર હર્ષપૂર્વક શ્રી અમિતતેજને તે સંબંધી વર્ણન કરી જણાવે છે. દા.