________________
૩૪ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
તોય ન છૂટે અજ્ઞાની તે બંઘન વિષે પ્રવીણ અહો!
અનંત કાળ ગયો એ રીતે, થયો મોહ ના ક્ષીણ અહો! શ્રી રાજ અર્થ :- તોય તે અજ્ઞાની આ સંસારથી છૂટતો નથી. કેમકે તે કર્મ બાંધવામાં જ પ્રવીણ છે. એ રીતે અનંતવાર જિનદીક્ષા લઈને અનંતકાળ વ્યતીત થઈ ગયો; તોય આ મોહ અંતરથી હજુ સુધી ક્ષીણ થયો નથી. મારપાા
સંસાર અસાર ઉરે ના ભાસ્યો, દેહાધ્યાસ ન જાય અહો!
જીંવતાં મડદાંમાં મન રમતું, ભાવ શુભાશુભ થાય અહો! શ્રી રાજ અર્થ - મોહની ઉન્મત્તતાને લઈને આ સંસાર અંતરમાં અસાર ના ભાસ્યો તો આ દેહાધ્યાસ પણ જાય નહીં. હાલતા ચાલતા એક બીજાના મડદારૂપ શરીરમાં આ મન મોહ કરે છે. તે વડે જીવને શુભાશુભ ભાવો થયા કરે છે. અને તેના ફળમાં દેવ નરકાદિ ગતિઓમાં તે ભટક્યા કરે છે. રજા
જન-મન-રંજન ભાવો ઉરે હુરે તે જ વિભાવ અહો!
ભૂલ અનાદિ પરિહરવાનો વહી જાય આ દાવ અહો! શ્રી રાજ અર્થ :- લોકોના મન રંજિત કરવાના ભાવો હૃદયમાં સ્ફર્યા કરે છે અને તે જ વિભાવ છે. આ રાગાદિ ભાવોની અનાદિની ભૂલને પરિહરવાનો આવેલો અમૂલ્ય અવસર હાથમાંથી જઈ રહ્યો છે. રણા
જગત-ભગતના રસ્તા જાદા, સૌ સૌમાં તલ્લીન અહો!
એકબીજાને ગાંડા માને, જાણે અક્કલ-હીન અહો! શ્રી રાજ અર્થ :- જગતવાસી જીવોના અને ભગતના રસ્તા બેય જુદા છે. સર્વ પોત પોતામાં તલ્લીન છે. બન્ને એક બીજાને ગાંડા અને અક્કલ-હીન માને છે. જગતવાસી જીવ ભગતને ગાંડો અને અક્કલહીન માને છે અને ભગત ત્રિવિધ તાપમાં પડેલા જગતવાસી જીવોને ગાંડા અને અક્કલહીન માને છે. ૨૮
વ્યવહાર કુશળ તે ડાહ્યા, જગમાં બહુ પંકાય અહો!
ઘન-સંચય કરી કીર્તિ પામે, લૌકિક લાભ બકાય અહો! શ્રી રાજ અર્થ - જગતવાસી જીવો એમ કહે કે જે વ્યવહારમાં કુશળ છે તે ડાહ્યા પુરુષો છે. તે જગતમાં બહુ વખણાય છે. તે ઘનનો સંચય કરી કીર્તિ મેળવે છે. એમ લૌકિક લાભ સંબંધી તે બકવાદ કર્યા કરે છે. રા .
ભગત કહે એ ભાન ભૂલીને કરતો પર-પંચાત અહો!
સોય સરખી સાથે ના આવે, નહિ કીર્તિ-સંઘાત અહો! શ્રી રાજ અર્થ :- પણ ભગવાનનો ભગત એમ કહે છે કે એ સંસારી જીવ પોતાના આત્માનું ભાન ભૂલીને જગતની કે કુટુંબની પરપંચાતમાં પડ્યો છે. પણ ભેગુ કર્યામાંથી એક સોય સરખી પણ એની સાથે આવશે નહીં કે મેળવેલી કીર્તિ પણ પરભવમાં જતાં એનો સંઘાત કરશે નહીં. ૩૦)
પરભવનું ભાથું ના બાંધ્યું રે! આખર પસ્તાય અહો!
બાળક પેઠે છીપ, કાંકરા લેવા ખોટી થાય અહો! શ્રી રાજ અર્થ - જગતની પરપંચાતમાં પડી જો પરભવનું ભાથું સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રનું સાથે ન બાંધ્યું