________________
(૮૨) નિર્જરા-ક્રમ
માર્ગાનુસારી-ગુણઘારી પાંચેલબ્ધિ પામે રે;
ક્ષયોપશમ, રવિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય, પકરણ નામે રે. ૮
અર્થ :– આ નિર્જરાનો અતિ ઉત્તમ ક્રમ જીવને મોક્ષમાર્ગ બતાવે છે. હવે સમકિત કોણ પામી શકે? તેની યોગ્યતા જણાવે છે. જે જીવ પંચેન્દ્રિય હાય, જેને આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન એ પર્યાપ્તિ પૂરી થઈ હોય, જે સંશી એટલે મનસહિત હોય, જે ભવ્ય હોય, જેને મોક્ષમાર્ગ અનુસરવાનો ભાવ હોય તથા ગુણોને ઘારણ કરનાર હોય એવો જીવ ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ એ પાંચ લબ્ધિને પામે છે. એટલી યોગ્યતા હોય ત્યારે જીવને સમકિત પ્રાપ્ત થાય છે.
૩૧૩
‘(૧) ક્ષયોપશમ લબ્ધિ— વિશુદ્ધભાવના બળે પૂર્વે બાંધેલા કર્મના રસ(ફળ)માં દ૨ેક સમયે અનંતગણી હાનિ થતી જાય તેવી ભૂમિકા, એટલે કર્મ આકરું ફળ આપતાં હતાં તે મંદ થવા લાગે તેવી યોગ્યતા અને તેવો ભાવરૂપ પુરુષાર્થ.
(૨) વિશુદ્ધિ લબ્ધિન ઉપરના પુરુષાર્થના બળે ક્લિષ્ટ-ભારે કર્મ દૂર થતાં શાતા વગેરે શુભ કર્મબંધનું નિમિત્ત બને, પાપ બંધાય તેવા ભાવ પ્રત્યે વિરોધભાવ અથવા અણગમો થાય.
(૩) દેશના લબ્ધિ— યથાર્થ તત્ત્વનો ઉપદેશ, તેવો ઉપદેશ દેનાર આચાર્ય આદિની પ્રાપ્તિ તથા તેમણે ઉપદેશેલા અર્થને ગ્રહણ કરવાની, ઘારણ કરવાની અને વિચારણા કરવાની શક્તિની પ્રાપ્તિ થાય તેવી ભૂમિકા.
(૪) પ્રાયોગ્ય લબ્ધિ— પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ ટૂંકી કરી કોડાકોડી સાગરોપમથી કંઈક ઓછી કરવી (અંતઃકોડાકોડી) અને નવા બંધાતા કર્મો પણ વિશુદ્ધ પરિણામના યોગે અંતઃકોડાકોડી સાગરથી વિશેષ લાંબી સ્થિતિના ન બંઘાય તેવી દશા. આ ચાર ભૂમિકા અનંતવાર જીવ પ્રાપ્ત કરી ચૂક્યો છે.'' બોઘામૃત ભાગ-૩ પત્રાંક ૫૯૩ (પૃ.૫૪૧)
(૫) કરણ લબ્ધિ—‘તેમાં આગળ વધતાં ગ્રંથિભેદ થાય. ગ્રંથિભેદ થાય ત્યારે ઉપશમ સમકિત થાય છે. તેનો કાળ અંતર્મુહૂર્તનો છે. પણ તે ક્ષાયક જેવું નિર્મળ છે.’’ -બોઘામૃત ભાગ-૨ (પૃ.૨૨૨) II૮ાા કરણ-લબ્ધિ પણ છે ત્રણ ભેદે : યથાપ્રવૃત્તિ સુઘી રે, ઘણી વાર જીવ આવી ચૂક્યો વિના અપૂવ શુદ્ધિ રે; અપૂર્વ, અનિવૃત્તિ બે કરણે પરિણામ-વિશુદ્ધિ રે
વધતાં, વધતાં ઘણી નિર્જરા, થયે સમકિત-લબ્ધિ રે. ૯
અર્થ :- કરણ લબ્ધિ— તેના ત્રણ ભેદ છે. તેમાં પહેલું યથાપ્રવૃત્તિકરણ છે. ત્યાં સુધી જીવ અનંતીવાર આવ્યો છે. પણ અપૂર્વ ભાવશુદ્ધિને પામ્યો નહીં. તેથી મંદ પુરુષાર્થી થઈ પાછો પડી જાય છે. અથવા સકિત થઈ ગયું એમ માની બેસે છે તેથી આગળ વધી શકતો નથી. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આ બે કરણમાં અપૂર્વ ભાવની વિશુદ્ધિ વધતા વધતા જીવ ઘણી કર્મની નિર્જરા કરતો આગળ વઘી સમ્યગ્દર્શનને પામે છે. ાલ્યા
કરણ-લબ્ધિમાં થાય નિર્જરા તેથી અસંખ્યગુણી રેસમ્યગ્દષ્ટિ જીવને ક્ષણ ક્ષણ થતી નિર્જરા, સુણી રે;