________________
૨૮૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
શુદ્ધ આહાર જળ લઈને ટકાવે તેને એષણા સમિતિ કહેવાય છે. એષણા સમિતિ પાલન અર્થે ૪૬ દોષ રહિત મુનિ આહાર લે છે. તેમાં ૧૬ ઉત્પાદુદોષ મુનિઓવડે કરાય છે તે, બીજા ૧૬ ઉદ્ગમ દોષ જે ગૃહસ્થોવડે લાગે છે, તથા અંગારાદિ ૪ દોષ (૧. આસક્તિપૂર્વક ખાનારને અંગાર દોષ લાગે, ૨. નિંદા કરતો ખાય તેને ધૂમ દોષ લાગે, ૩. ઉષ્ણ અને શીત પરસ્પર ભેળવીને ખાનારને સંયોજનદોષ લાગે તથા ૪. ભોજનવડે પેટને અડઘાથી ઉપર ભરનાર મુનિને અતિમાત્રા દોષ અથવા પ્રમાણ દોષ લાગે છે. તેથી સ્વાધ્યાય, આવશ્યક ક્રિયાઓમાં ક્ષતિ પહોંચે છે.) તથા આ ભોજન આગમમાં કહ્યા પ્રમાણે શુદ્ધ હશે કે નહીં એવી શંકા છતાં આહાર લેવો તે શંકા દોષ. એવા બીજા ૧૦ દોષ મળી કુલ ૪૬ દોષ રહિત મુનિ આહાર લે છે. તથા ભોજનમાં વિદગ્ન કરનાર એવા બીજા ૩૨ અંતરાયો છે. તેને પણ નિવારીને મુનિ આહાર ગ્રહણ કરે છે. આનો વિસ્તાર “ઘર્મામૃત' ગ્રંથમાં પાંચમા પિંડશુદ્ધિ વિઘાનથી જાણવો.
ઘનશર્માનું દ્રષ્ટાંત - ઘનમિત્ર નામના પિતાએ પુત્ર ઘનશર્મા સાથે દીક્ષા ગ્રહણ કરી. વિહારમાં પુત્રને તૃષા લાગી. પિતાએ પુત્રને નદીનું જળ પીવા કહ્યું. હાથમાં નદીનું જળ લઈ પુત્ર વિચારવા લાગ્યો કે આ સચિત્ત જળના જીવોને અભયદાન આપું કે મારા પ્રાણને બચાવું. મારા પ્રાણ પણ એક દિવસે તો જવાના જ છે. તો આ અનંત જળકાય જીવોની હિંસા કરી તથા ભગવાન તીર્થકરોની આજ્ઞાનો લોપ કરી અનંત સંસારમાં શા માટે રઝળું? એમ વિચારી સચિત્ત જળ પીધા વિના દેહનો ત્યાગ કરી દેવગતિને પામ્યા. એમ ભગવંતની આજ્ઞા પ્રમાણે વર્તવામાં જીવનું કલ્યાણ છે. ||૧૮ાા.
અદત્ત, અભક્ષ્ય, ઉદ્દેશેલું મુનિ ગ્રહે ન, અકાલે,
મધુકર સમ ભિક્ષાથી જીવે, આત્માર્થે સૌ પાળે. હો ભક્ત અર્થ :- અદત્ત એટલે કોઈએ આપ્યા વગર મુનિ લે નહીં, અભક્ષ્ય ભોજન કરે નહીં. મુનિને ઉદ્દેશીને બનાવેલ આહાર હોય તે લે નહીં તથા શાસ્ત્રમાં કહેલ સમય વિના અકાળે મુનિ ભોજન કરે નહીં. મધુકર એટલે ભમરાની જેમ જુદા જુદા ઘરેથી થોડી થોડી ભિક્ષા લઈને મુનિ જીવન ગુજારે.
જેમ તરુ ફુલે ભમરો બેસે, પીડા તસ ન ઉપાવે, લઈ રસ આતમ સંતોષે, તિમ મુનિ ગોચરી જાવે. હો ભવિકા સિદ્ધચક્ર પદ વંદો.” ઉપરોક્ત જણાવેલા બઘા નિયમો આત્માના કલ્યાણ અર્થે મુનિ પાલન કરે છે. I/૧૯ો.
દ્રવ્ય-દોષ, પરિણામ-દોષ તજીં, અર્થ ઉદર આહારે
ભરે, જલથી ભાગ ચતુર્થ તે, બાકી ખાલી ઘારે. હો ભક્ત અર્થ :- દ્રવ્ય-દોષ નિવારવા શુદ્ધ આહાર કરે, પરિણામ-દોષ નિવારવા આસક્તિ-રહિતપણે માત્ર દેહને સંયમ અર્થે ટકાવવા મુનિ આહાર ગ્રહણ કરે, ભોજનવડે પેટનો અડઘો ભાગ તથા પાણીવડે ચોથો ભાગ ભરીને બાકીનો ચોથોભાગ પવન માટે ખાલી રાખે, તે પ્રમાણે આહાર લે છે. તેથી સ્વાધ્યાય આવશ્યક આદિ ક્રિયાઓ કરવામાં મુનિને ક્ષતિ થાય નહીં તથા આળસ આદિ ઉદભવે નહીં કે જ્વરાદિક રોગ થવાનો સંભવ રહે નહીં. ૧૨૦ના
ક્ષઘા હરવા. સેવા કરવાક્ષમાદિકને કાજે ક્રિયા આવશ્યક, ચરણાર્થે, પ્રાણાર્થે ભિક્ષા છે. હો ભક્ત