SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૯) સમિતિ-ગુતિ ૨૮ ૫ અર્થ - હવે મુનિને આહાર કરવાના છ પ્રયોજન જણાવે છે : (૧) સુઘા વેદનીના ઉપશમ અર્થે, (૨) પોતાની કે પરની વૈયાવૃત્ય-સેવા કરવા અર્થે, (૩) ઉત્તમ ક્ષમા આદિ ગુણો પ્રગટાવવા અર્થે, (૪) છ આવશ્યક ક્રિયા-પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક, સ્તવન, વંદના, કાયોત્સર્ગ અર્થે, (૫) ચરણાર્થે એટલે ચારિત્ર સંયમના પાલન અર્થે તથા (૬) ૧૦ પ્રાણોની સ્થિતિ ટકાવવા અર્થે મુનિ ભિક્ષા ગ્રહણ કરે છે. ૨૧ વ્યાધિકાને કે ઉપસર્ગ, સહનશીલતા વાટે, પ્રાણદયા, બ્રહ્મચર્ય-રક્ષા, તન-નિર્મમતા માટે. હો ભક્ત અર્થ - હવે મુનિને આહાર તજવાના છ કારણો જણાવે છે – (૧) અકસ્માત વ્યાધિ ઊપજે કે મરણકાળની પીડા ઉપડે ત્યારે, (૨) દેવાદિકથી ઉપસર્ગ થાય ત્યારે, (૩) સહનશીલતા કેળવવા માટે, (૪) પ્રાણીઓની દયા અર્થે, (૫) બ્રહ્મચર્યની રક્ષા નિમિત્તે અને (૬) શરીરની મોહમમતા ઘટાડવા માટે મુનિ આહારનો ત્યાગ કરે છે. રરા આહાર તજે એ છ કારણથી, અનાહારતા ધ્યાતા, આજ્ઞાના ઉપયોગપૂર્વક, જર્ફેર પડ્યે મુનિ ખાતા. હો ભક્ત અર્થ - ઉપરોક્ત છ કારણોથી મુનિ અનાહારતા એટલે આહાર કરવાનો આત્માનો સ્વભાવ નથી એમ વિચારી તેનો ત્યાગ કરે છે. પણ જ્યારે મુનિ આહાર કરે છે ત્યારે આજ્ઞાના ઉપયોગપૂર્વક અને જરૂર પડ્યે જ મુનિ આહાર લે છે. મુનિને એકવાર ભોજનની આજ્ઞા છે. પણ સેવા કરવી હોય તો બે વાર આહાર લઈ શકે. બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી હોય તો પણ બે વાર આહાર લઈ શકે અથવા બીમાર હોય તો જરૂર પૂરતું લઈ શકે એમ ભગવાનની આજ્ઞા છે. પારકા વૃદ્ધચષ્ટિ સમ શરીર સાઘન, તજે ન સાધ્ય અઘૂરે; સાઘકતા ના દેખે ત્યારે, નહિ આહારે પૂરે. હો ભક્ત અર્થ – વૃદ્ધોને યષ્ટિ એટલે લાકડી સમાન આ શરીર સાધન છે. તેને સાધ્ય કાર્ય અધૂરું રહે ત્યાં સથી મુનિ તજે નહીં. પણ જ્યારે આ શરીરવડે કાર્ય સિદ્ધ થતા ન જુએ ત્યારે તેને આહારવડે પૂરે નહીં; પણ ક્રમપૂર્વક આહારનો ત્યાગ કરી સમાધિમરણને સાથે છે. ૨૪ કાયયોગ લે પુદગલ-પિંડો, આત્મા તેને જાણે, પુદ્ગલ-ઘર્મ આહાર-રસ ગણી, આત્મા નિજ સુખ માણે. હો ભક્ત અર્થ:- આ મારો કાયયોગ આહારાદિ પુલના પિંડોને ગ્રહણ કરે છે. આત્મા તો માત્ર તેનો જાણનાર છે. આહારના રસને પુદ્ગલનો ઘર્મ જાણી મુનિ ભગવંત પોતાના આત્મસુખમાં નિમગ્ન રહે છે. સારા ૪. આદાન-નિક્ષેપણ-સમિતિ શવ્યાસન, ઉપકરણો, શાસ્ત્ર સમ્યક્ દેખી પૂંજી, લેતાં મૅતાં યત્ના પાળે મુનિ, સમિતિ તે ચોથી. હો ભક્ત અર્થ – સૂવાની શય્યા, બેસવાનું આસન, કમંડળ પાત્રા આદિ ઉપકરણો કે શાસ્ત્રાદિને સમ્યક પ્રકારે જોઈને પૂંજી એટલે સાફસૂફ કરીને લેતાં મૂકતાં ઉપયોગ રાખીને મુનિ યત્ના પાળે તેને આદાન
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy