________________
(૯૦) અંતર્મુહૂર્ત
૩૯૫
અપૂર્વકરણમાં રહેવાનો કાળ યથાપ્રવૃત્તિકરણ કરતાં ઓછો છે. કર્મક્ષયમાં ‘અપૂર્વકરણ” એ મોટામાં મોટો ભાગ ભજવે છે. એ આત્માના અપૂર્વ પુરુષાર્થને સૂચવનાર છે. અપૂર્વકરણ એટલે અનાદિકાળના ભવભ્રમણમાં કદી પણ પૂર્વે એવો કરણ એટલે ભાવ આવ્યો નથી એવો આત્માનો પ્રશસ્ત શુભ ભાવ. તે જો આગળ વધી પુરુષાર્થ ફોરવે તો અંતર્મુહૂર્તમાં અનિવૃત્તિકરણમાં જઈ ગ્રંથિભેદ કરી સમ્યગ્દર્શનને પામે. ૧ી.
સ્થિતિકાંડથી ઘટતી સ્થિતિ, અનુભાગની ય એ રીતિ રે, કરું,
નિર્જરા-ક્રમ ગુણશ્રેણી, કર્મભારની કરતી હાણિ રે, કરું, અર્થ - હવે અપૂર્વકરણમાં પુરુષાર્થ બળે સત્તામાં રહેલા પૂર્વકર્મની સ્થિતિને ઘટાડે તે સ્થિતિકાંડક ઘાત એટલે અંતઃકોડાકોડીસાગર પ્રમાણ કર્મોની સ્થિતિ થઈ જાય છે તેને કહેવાય છે. અને તેથી પૂર્વકર્મનો અનુભાગ એટલે રસ અથવા ફળદાનશક્તિને ઘટાડે તે અનુભાગકાંડકઘાત કહેવાય છે. ગુણ શ્રેણીના કાળમાં ક્રમપૂર્વક અસંખ્યાત ગુણા કર્મોને નિર્જરા યોગ્ય બનાવે તે ગુણશ્રેણી નિર્જરા છે; તે જીવના કર્મભારને હલકો કરતી જાય છે.
તે પછી અપૂર્વકરણ (કદી નહીં થયેલાં તેવાં મંદમોહવાળા પરિણામ) થાય છે. તેનો કાળ યથાપ્રવૃત્તિના કાળનો સંખ્યાતમો ભાગ છે. તેમાં એક વધારાનું આવશ્યક થાય છે : એક એક અંતર્મુહૂર્તે સત્તામાંના પૂર્વકર્મની સ્થિતિ ઘટાડે તે સ્થિતિકાંડક ઘાત છે તેથી નાના એક એક અંતર્મુહૂર્ત પૂર્વકર્મનો રસ (અનુભાગ) ઘટાડે તે અનુભાગકાંડક ઘાત છે; ગુણશ્રેણીના કાળમાં ક્રમે અસંખ્યાતગુણા પ્રમાણપૂર્વક કર્મ નિર્જરાને યોગ્ય બનાવે છે, તે ગુણશ્રેણી નિર્જરા છે.” ઓથામૃત ભાગ-૩ પત્રાંક ૨૩૨ (પૃ.૨૩૭) //૧૮ની
પર્શી અનિવૃત્તિ-કરણ કાળ, તે એથી ય ઓછો ભાળ રે, કરું,
ક્રિયા થતી પૂર્વોક્ત તેમાં, કરે અંતર-કરણ એમાં રે, કરું, અર્થ - અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણનો કાળ આવે છે. જે અપૂર્વકરણથી પણ અસંખ્યાતમાં ભાગે ન્યૂન હોય છે. તેમાં પણ ઉપર કહી તે બધી ક્રિયાઓ થાય છે. અનિવૃત્તિકરણના કાળ પછી બે ઘડી સુઘી મિથ્યાત્વના દલિયા ઉદયમાં ન આવે, તેમાં આંતરો પડે તેવું કરે છે. તેને અંતરકરણ ક્રિયા કહે છે. પછી કમનું ઉપશમકરણ કરે છે. એ સર્વ ઉપરોક્ત ક્રિયાથી બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવીને આત્માનો અનુભવ થાય તેને પ્રથમ ઉપશમ સમકિત કહેવાય છે.
આ અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ થાય છે, તેનો કાળ અપૂર્વકરણના કાળથી અસંખ્યાતમાં ભાગે જાણવો. તેમાં ઉપર કહેલાં આવશ્યક સહિત થોડો કાળ ગયા પછી અનિવૃત્તિકરણ કરે છે. અનિવૃત્તિકરણના કાળ પછી એક મુહર્ત (બે ઘડી સુથી)માં ઉદય આવવા યોગ્ય મિથ્યાત્વ કર્મનો અભાવ કરે છે એટલે તે કર્મની સ્થિતિને આઘીપાછી કરે છે એટલે બે ઘડી સુધી મિથ્યાત્વ ઉદયમાં ન આવે, આંતરો પડે તેવું કરે તેને અંતરકરણ ક્રિયા કહે છે. પછી ઉપશમકરણ કરે છે, ઇત્યાદિ ક્રિયાથી બે ઘડી સુઘી મિથ્યાત્વ ઉદયમાં ન આવે તેવું બન્યું તે પ્રથમ ઉપશમ સમ્યકત્વ કાળ છે.” .ભાગ-૩ (પૃ.૨૩૭) I/૧૯ાા
કરે ઉપશમ સાત પ્રકૃતિ, સમકિત ઉપશમ લે તેથી, રે કરું,
જે દર્શન-મોહ હઠાવે તે સુચારિત્રે આવે રે, કરું, અર્થ – જે દર્શનમોહની ત્રણ પ્રકૃતિ-મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વ મોહનીય