SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૭) સનાતન ઘર્મ ૨ ૬૫ સનાતન ઘર્મ “સાચા પુરુષની શ્રદ્ધા, પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ જ સનાતન ઘર્મ.” - પ.પૂ.પ્રભુશ્રીજી (કડખાની દેશી : પ્રભાતિયાને મળતો રાગ) આજ ગુરુ રાજને પ્રણમ અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું; આપ તો શુદ્ધભાવે સદાયે રમો, બે ઘડી શુદ્ધભાવે ઠરું છું. આજ૦૧ અર્થ - આજ શ્રી ગુરુરાજ પ્રભુને ભક્તિભાવથી પ્રણામ કરીને શુભાશુભ ભાવથી રહિત એવો જે શુદ્ધભાવ, તેની મને પ્રાપ્તિ થાઓ એવી યાચના કરું છું. કેમકે શ્રી ગુરુરાજે કહ્યું : “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા” આત્માની શુદ્ધતા વિના જીવનો મોક્ષ થતો નથી. આપ પ્રભુ તો સદા શુદ્ધ આત્મભાવમાં રમો છો. હું પણ બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુધી શુદ્ધભાવમાં સ્થિરતા કરું કે જેથી કેવળજ્ઞાન પામી આત્માના સનાતન ઘર્મને પામી જાઉં; એવી મારી અભિલાષા છે. |૧ાા. પામ જાતિસ્મરણ, જાણી લીઘો તમે, જે સનાતન મહા ઘર્મ સાચો; આત્મ-હિતકારી તે, યાચતો બાળ આ, પરમકૃપાળુ કાઢે ન પાછો. આજ૦ ૨ અર્થ :- હે પ્રભુ! આપે જાતિસ્મરણજ્ઞાન પામી, સનાતન એટલે અનાદિકાળથી ચાલ્યા આવતા જ્ઞાનદર્શનમય આત્માના સાચા મહાન ઘર્મને જાણી લીધો. તે ઘર્મ આત્માને પરમ હિતકારી હોવાથી આ બાળ પણ આપની સમક્ષ તેની યાચના કરે છે. આપ “કેવળ કરૂણા મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ.” માટે પાછો કાઢશો નહીં એવી મને પૂર્ણ ખાત્રી છે. રા પંથ પરમાર્થનો એક ત્રિકાળમાં, જાણ, સંસારના માર્ગ છોડું; પ્રેમ-સંસ્કાર સૌ પૂર્વ મિથ્યાત્વના, સત્ય પુરુષાર્થથી જર્ફેર તોડું. આજ૦૩ અર્થ :- “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ” એમ જાણીને રાગદ્વેષ કરવારૂપ સંસારના માર્ગનો ત્યાગ કરું. પૂર્વે સેવેલ મિથ્યાત્વ એટલે અજ્ઞાનને લઈને દેહ, સ્ત્રી, પુત્રાદિ કુટુંબ કે ઘનમાલ આદિ સર્વમાં પ્રેમના ગાઢ સંસ્કાર મારા જામેલા છે, તેને હવે ‘હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું' એમ સત્ય ભાવપુરુષાર્થવડે કરી મોહમાયાની સાંકળને જરૂર તોડી આત્મકલ્યાણને સાધ્ય કરું. ૩મા તોષ-રોષે બળે લોક ત્રિકાળથી, શીતલ સન્દુરુષોની સુવાણી; તાપ ત્રિવિથ ટાળી સુપથ દાખવે, જેમ દવ ઓલવે મેઘ-પાણી. આજ૦૪ અર્થ - તોષ એટલે રાગ, રોષ એટલે કેષ. આ રાગદ્વેષના પ્રાપ્ત ફળથી ત્રણેય લોકના જીવો ત્રણેય કાળ અંતરમાં બળ્યા કરે છે. તેમાં શીતલ એવા પુરુષોની સમ્યકુવાણી આ આધિ વ્યાધિ ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિને ટાળી સમ્યકુમાર્ગ દેખાડનાર છે. જેમ લાગેલા દાવાનળને મેઘ એટલે વરસાદનું પાણી ઓલવી નાખે તેમ પુરુષોની વાણી અંતરંગ બળતરાને શમાવી શાંતિ આપનાર થાય છે.
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy