________________
૨૬૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ભાવ, વિશેષ વિશદ્ધિને પામશે જેથી કર્મોનો નાશ થયા કરશે. એવો ક્રમ આરાઘવાથી દશમા ગુણસ્થાનકના અંતે મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરી બારમા ગુણસ્થાનકના અંતમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મ જે આત્માના ગુણોને ઘાતે છે તેનો પણ નાશ થશે. આ ઘાતીયાકર્મનો નાશ થયે તે શુદ્ધ આત્મા કેવળજ્ઞાનાદિ જે પોતાનો સ્વભાવ છે તેને પામે છે, અર્થાત્ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંત વીર્યનો સ્વામી થાય છે. રક્ષા
પછ કર્મ અઘાતી વગર ઉપાયે નાશે, સહજાન્મસ્વરૂપે સિદ્ધાલયમાં જાશે. ઉપદેશ-નિમિત્તે જીંવ પુરુષાર્થ કરે જો; સૌ કર્મ નાશ કરી શાશ્વત સુખ વરે તો. ૨૮
અર્થ - પછી નામકર્મ, ગોત્રકર્મ, આયુષ્યકર્મ અને વેદનીયકર્મ એ ચાર અઘાતીયા કર્મ એટલે જે આત્માના ગુણોને ઘાતે નહીં પણ શરીર હોય ત્યાં સુધી રહે; તે વગર પ્રયત્ન ભોગવાઈને નાશ પામે છે. જેથી સર્વ કર્મથી રહિત થયેલ આત્મા સહજાત્મસ્વરૂપને પામી સિદ્ધાલય એટલે ઉપર મોક્ષસ્થાનમાં જઈ સર્વકાળને માટે સુખશાંતિમાં બિરાજમાન થાય છે. પુરુષના ઉપદેશ નિમિત્તને પામી તત્ત્વ નિર્ણય કરવાનો જીવ જો પુરુષાર્થ કરે તો સર્વ કર્મનો નાશ કરી શાશ્વત એવા મોક્ષસુખને પામે છે. ૨૮
જૅવ કર્મ-પ્રવાહ વહે હીન પુરુષાર્થી, સરિતા-નીરે જન જેમ વહે ર્જીવિતાથ; ઊંડા જળમાં નહિ જોર જીવનું ચાલે, છીછરા જળમાં જો હાક સુણી કંઈ ઝાલે, ૨૯
અર્થ - જે હીન પુરુષાર્થ હોય તે કર્મના પ્રવાહમાં તણાઈ જાય છે, જેમ નદીના પ્રવાહમાં જીવવાની ઇચ્છાવાળો નર તણાય છે તેમ. ઊંડા જળમાં જીવનું જોર ચાલતું નથી પણ છીછરું પાણી હોય તો તેની હાક સાંભળી કોઈ તેનો હાથ પણ ઝાલી શકે. //રા
તો બહાર નૌકળી શકે નહીં તો જાતો - અતિ ઊંડા જળમાં, જીવ ફરીથી તણાતો; રે! તેમ ન કાંઈ તીવ્ર ઉદયમાં બનતું, ઉપદેશ સુણી, કંઈ મંદ ઉદયમાં કર તું.” ૩૦
અર્થ - કોઈ હાથ ઝાલે તો તે છીછરા જળમાંથી બહાર નીકળી શકે. નહીં તો ફરીથી નદીનો પ્રવાહ આવતાં તેમાં તણાતો તણાતો અતિ ઊંડા જળમાં પેસી જઈ મરણ પામે છે. તેમ અરે ભાઈ! તીવ્રકર્મના ઉદયરૂપ પ્રવાહમાં જીવનું કંઈ જોર ચાલતું નથી. માટે સત્પરુષનો ઉપદેશ સાંભળી કર્મના મંદ ઉદયમાં તું કંઈ પુરુષાર્થ કર, પુરુષાર્થ કર; નહીં તો આ ભવસાગરમાં ડૂબી જઈ તું અનંતદુઃખને પામીશ. //૩૦ml.
મોક્ષમાર્ગમાં આવતા વિરોઘ ટળવાથી આરાઘનાનો પુરુષાર્થ કરી શકાય છે. જેથી સનાતન એવા આત્મઘર્મની જીવને પ્રાપ્તિ થાય છે. સનાતન એટલે શાશ્વત, ઘર્મ એટલે વસ્તુનો સ્વભાવ. સનાતન ઘર્મ એટલે અનાદિકાળથી શાશ્વતરૂપે ચાલ્યો આવતો આત્માનો જ્ઞાનાદર્શનમય સ્વભાવ એ જ આત્માનો શાશ્વત ઘર્મ અથવા સનાતન ઘર્મ છે. એ આત્મઘર્મની પ્રાપ્તિ રાગ-દ્વેષ ગયાથી છે; માટે પરમકૃપાળુદેવ જણાવે છે કે “જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ઘર્મ છે.” રાગદ્વેષ જવા માટે પુરુષની શ્રદ્ધા અને તેમની આજ્ઞા ઉપાસવી, એ સનાતન આત્મધર્મ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. એ વિષે વિશેષ ખુલાસા અત્રે આપવામાં આવે છે :