________________
૨ ૨ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
થાશે ત્યાં મન ભૂપને દ્રઢ દયા, ને બોઘ જારી થશે. ત્રીજો ખંડ ખચીત માન સુખદા, આ “મોક્ષમાળા’ વિષે.”
-શ્રીમદ્ રાજચંદ્ર અર્થ - “રાજા ચંદ્રસિંહનો વૃતાંત સાંભળી મહામુનિ મનમાં પ્રમોદ પામ્યા. પછી પોતાનું ચરિત્ર પણ ઘણો ઉત્સાહ રાખીને વર્ણવ્યું. મુનિ ચરિત્ર સાંભળીને રાજાના મનમાં દયાનો ભાવ વિશેષ દૃઢ થશે અને મુનિ મહાત્માનો બોઘ સાંભળી ફરી તે સાંભળવાનો ભાવ હમેશાં જારી રહેશે. મોક્ષમાળા વિષે આ ત્રીજો ખંડ છે, તેને તું નક્કી સુખને દેવાવાળો માનજે.” -શ્રીમદ્ રાજચંદ્ર
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ)
ભાગ-૩ (દોહરો)
પરમ કૃપાળુ મુનિ વદે, પ્રસન્ન ચિત્તે જ્યાંય,
ચંદ્રરાજ મન વિકસે, કુમુદ-કળી સમ ત્યાંય. ૧ અર્થ - હવે પરમકૃપાળુ રાજ મુનિવર જ્યારે પોતાનું ચરિત્ર પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યા ત્યારે ચંદ્રરાજાનું મન જેમ કુમુદિની ચંદ્રમાનાં દર્શન કરી વિકાસ પામે તેમ વિકસિત થવા લાગ્યું. ૧ાા
રાજમુનિ-મુખથી ખરે પુષ્પવૃષ્ટિ સમ શબ્દ,
શિષ્યપણાની મૂર્તિ સમ ચંદ્ર બની રહ્યો સ્તબ્ધ. ૨ અર્થ :- રાજમુનિના મુખથી પુષ્પવૃષ્ટિ સમાન જ્યારે શબ્દો ખરવા લાગ્યા ત્યારે શિષ્યપણાની મૂર્તિ સમા ચંદ્રરાજા, તે સાંભળવા માટે સ્તબ્ધ એટલે સ્થિર અથવા દિમૂઢ બની ગયો. રા.
“સૌરાષ્ટ્ર દેશપતિ હતો, રાજસિંહ મુજ નામ,
અપૂર્વ સંસ્કારો ફુરે, કરવા મોટાં કામ. ૩ અર્થ :- હવે શ્રી રાજનિ પોતાનું સ્વવત્તાંત વર્ણવે છે. હું સૌરાષ્ટ્ર દેશનો પતિ હતો. રાજસિંહ મારું નામ હતું. મારામાં મોટા કામ કરવા અર્થે અપૂર્વ સંસ્કારો સ્કુરાયમાન થતા હતા. સા.
ચક્રવર્તી તો યુદ્ધથી જીતી લે ષ ખંડ
નિર્દયતા મુજ મન ગણે; કીર્તિ તે ન અખંડ. ૪ અર્થ - ચક્રવર્તી તો યુદ્ધ કરીને છ ખંડ જીતે, પણ તેને મારું મન નિર્દયતા ગણતું હતું. એ પ્રકારે મેળવેલી કીર્તિ પણ અખંડ રહે તેમ નથી. II૪
સંપ-શાંતિ મુજ બુદ્ધિથી પ્રસરાવું જગમાંય, એવા ભાવો ઉલ્લસે કુમળી વયમાં ત્યાંય. ૫