SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૬) મોક્ષ-માર્ગની અવિરોઘતા ૨૬૧ ડર શાનો? વાદવિવાદ કે મતભેદ શાનો? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે.” (વ.પૃ.૭૭૨) ૧૨ાા “હે! નાથ, ન નિર્ણય કર્મ-ઉદયથી બનતો.” સદ્ગુરુ ઉત્તર દે“પામ્યો છે તું મન, જો; જીંવ-જંતુ મન વણ વિચાર કરી ના શકતા, સાંસારિક નિર્ણય તો જન મનથી ઘડતા. ૧૩ અર્થ - જિજ્ઞાસુ કહે : “હે નાથ! મારા કર્મના ઉદયથી હું આત્મકલ્યાણ કરવાનો નિર્ણય કરી શકતો નથી.” ત્યારે સદ્ગુરુ ઉત્તરમાં જણાવે છે કે તું મન પામ્યો છે ને. મન વગર અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો વિચાર કરી શક્તા નથી. જ્યારે તું તો મનસહિત હોવાથી સાંસારિક નિર્ણયો બઘા ઘડે છે. (૧૩) તું તે જ શક્તિ જો ઘર્મ-વિચારે જોડે, તો નિર્ણય સાચો બને કર્મ સૌ તોડે.” જિજ્ઞાસું વનવે : “મોહ હણે સમકિતને, સમકિત વિના ના દીક્ષા ફળ દે અમને.” ૧૪ અર્થ - તું તે જ નિર્ણય કરવાની શક્તિને જો ઘર્મ વિચારમાં જોડે તો જરૂર આત્માને કલ્યાણરૂપ સાચો નિર્ણય થાય અને સર્વ કર્મને તોડી શકે. ત્યારે જિજ્ઞાસુ વિનયપૂર્વક કહે : હે ગુરુદેવ! આ મોહનીય કર્મ અમને સમકિત થવા દેતું નથી. અને સમકિત થવા માટે “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,” સંસાર પ્રત્યે વૈરાગ્ય તથા પોતાના આત્માને જન્મમરણથી મુક્ત કરવા માટેની સ્વદયા હોવી જોઈએ; તે ભાવોને આ મોહ હણી નાખે છે. વળી સમકિત વિના જિનદીક્ષા પણ મોક્ષફળને આપતી નથી. ૧૪. ત્યાં બોઘે સદ્ગુરુ: “મુખ્ય ધ્યેય ઘર મનમાં કે તત્ત્વ તણો નિર્ણય કરવો નર-તનમાં; પુરુષાર્થ કરે જો ઘરી દાઝ મન સાચે, તો મંદ મોહ થઈ સમકિત લે વણ યાયે. ૧૫ અર્થ - ત્યાં સદ્ગુરુ ભગવંતે બોઘમાં એમ જણાવ્યું કે પ્રથમ તું મનમાં આ મુખ્ય ધ્યેયને ઘારણ કર કે મારે આ મનુષ્યદેહમાં અવશ્ય આત્મતત્ત્વનો નિર્ણય કરવો જ છે. કેમકે – “મુખ્ય અંતરાય તો તે જીવનો અનિશ્ચય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર જો મનમાં આ કાર્યની સાચી દાઝ રાખી પુરુષાર્થ કરે તો જીવનું મોહનીયકર્મ મંદ થઈ વગર માગ્યે તે સમકિતને પામે છે. ૧૫ા એ સપુરુષાર્થે મોક્ષ-ઉપાયો ફળશે, સૌ સાઘન તેથી જરૂર આવી મળશે; ના તત્ત્વ-નિર્ણયે દોષ કર્મનો કોઈ, એ ભૂલ ખરેખર્ચે તારી તેં ના જોઈ. ૧૬ અર્થ - એ આત્મતત્ત્વ સંબંધી નિર્ણય કરવાના સપુરુષાર્થથી મોક્ષના સર્વ ઉપાયો ફળીભૂત થશે. તથા આત્મકલ્યાણ કરવાના શેષ સાઘનો પણ જરૂર આવી મળશે. તારે તત્ત્વ નિર્ણય કરવો હોય તો તું કરી શકે છે. એમાં કોઈ કર્મનો દોષ નથી. એ ભૂલ ખરેખર તારી છે; પણ આજ દિવસ પર્યત તેનો તને ખ્યાલ આવ્યો નહીં. ૫.પૂ.પ્રભુશ્રીજી કહે અમે પહેલા કથાનુયોગ વાંચતા અને આનંદ માનતા પણ પરમકૃપાળુદેવ મળ્યા પછી જણાવ્યું કે તાત્ત્વિક ગ્રંથો વાંચો. હવે તો તે જ ગમે છે. /૧૬ાા. સંસાર કાર્યમાં થતી ન પુરુષાર્થ-સિદ્ધિ, પણ તોય કરે પુરુષાર્થથી ઉદ્યમ-વૃદ્ધિ; તું મોક્ષમાર્ગમાં પુરુષાર્થ ખોઈ બેસે, હજીં તેથી ન હિતપ તે તુજ ઉરમાં દીસે. ૧૭ અર્થ – સંસારના કાર્યોમાં કરેલ પુરુષાર્થની સિદ્ધિ ન થાય ત્યારે વિશેષ પુરુષાર્થ વઘારીને પણ કાર્યની સિદ્ધિ કરવા જીવ મળે છે. જ્યારે મોક્ષમાર્ગમાં તે પુરુષાર્થને ખોઈ બેસે છે. તેથી એ સિદ્ધ થાય છે કે તને હજુ આત્મતત્ત્વનો નિર્ણય સુખરૂપ છે અથવા એ વડે મારા આત્માનું કલ્યાણ થશે એ ભાવ હજુ
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy