________________
પ્રાવોધ વિવેચન ભાગ-ર
અર્થ :શ્રીમદ્ રાજચંદ્ર ભગવાનના ચરણકમળમાં હું અગણિત વાર પ્રણામ કરું છું. અહો! આશ્ચર્ય છે કે જેની આવા ભયંકર કળિકાળમાં પણ ઉન્મત્તતા એટલે મોહની ઘેલછાનો ક્ષાયિક ભાવે અંત આવી ગયો. જેને સાયક સમતિ થવાથી મિથ્યાત્વાદિ સાથે પ્રકૃતિઓ જડમૂળમાંથી નષ્ટ થઈ ગઈ તેથી ફરી કદી પણ મોહની ઘેલછાનો તેમને ઉદય થશે નહીં. ||૧||
૩૩૬
મોહ-ઘેલછા જગ આખામાં વ્યાપી રહી અપાર અહો!
જન્મમરણનાં દુઃખ કેટલાં તેનો નહીં વિચાર અઠો! શ્રી રાજ
અર્થ :— મોઇનું ગાંડપણ જગત આખામાં અપારપણે વ્યાપી રહ્યું છે. તેથી જન્મમરણના કેટલાં મથું કર દુઃખ છે તેનો તેને અહો! વિચાર પણ આવતો નથી.
“એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સોયા ઘોંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગુણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મુત્ર, લોહી, પરુમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્છાગત સ્થિતિમાં વેદના ભોગવી ભોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૭૦) I॥૨॥
દિન ઉપર દિન ચાલ્યા જાતાં, આવે મરણ નજીક અહો!
મોહ-મદિરાના છાકે જૈવ જાણે ન ઠી-અઠીક અહો!શ્રી રાજ
અર્થ :– દિવસો ઉપર દિવસો ચાલ્યા જાય છે અને મરણ નજીક આવે છે. છતાં જીવ મોહરૂપી દારૂના છાકમાં એટલે નશામાં પોતાને માટે શું ઠીક અને શું અઠીક છે તે જાણી શકતો નથી. તેથી શરીરમાં અભાવ અને કુટુંબાદિમાં મમત્વભાવ કરી જીવ નવીન કર્મથી બંઘાયા જ કરે છે. ।।૩।
નજરે મરતા જન જગમાં બહુ દેખે તોયે અંધ અહો ! વિપરીતતા કોઈ એવી ઊંડી, લાંબી કાળ અનંત અહો!શ્રી રાજ
અર્થ ::– જગતમાં ઘણા લોકોને મરતા નજરે જુએ છે તો પણ અંધ જેવો રી પોતાને પણ એક દિવસ આ પ્રમાણે મરવું પડશે તેનો ખ્યાલ આવતો નથી. આ જીવની અનંતકાળની એવી વિપરીત દશા હોવાથી આના મૂળીયા ઘણા ઊંડા છે. તે સહજ રીતે નીકળી શકે એમ નથી.
“કોઈનો વીશ વર્ષનો પુત્ર મરી ગયો હોય, તે વખતે તે જીવને એવી કડવાશ લાગે છે કે આ સંસાર ખોટો છે. પણ બીજે જ દિવસે એ વિચાર બાહ્યવૃત્તિ વિસ્મરણ કરાવે છે કે ‘એનો છોકરો કાલ સવારે મોટો થઈ રહેશે; એમ થતું જ આવે છે; શું કરીએ?’ આમ થાય છે; પણ એમ નથી થતું કે પુત્ર જેમ મરી ગયો, તેમ હું પણ મરી જઈશ. માટે સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઉં તો સારું. આમ વૃત્તિ થતી નથી. ત્યાં વૃત્તિ છેતરે છે.’’ (વ.પૃ.૬૮૯) ||૪||
કરે વાત—મરવાનું સૌને, લે નહિ નિજ સંભાળ અહો!
ખટકો ખટકે ઉરમાં જરી ના, વડે બાઁ વાચાળ અહો! શ્રી રાજ
અર્થ :— આપણે બધાને એક દિવસે મરવાનું છે જ એમ વાતો કરે, પણ પોતાના આત્માની સંભાળ લેતો નથી. તેનો જરીક પણ ખટકો મનમાં ખટકતો નથી કે મરી ગયા પછી હું કઈ ગતિમાં જઈને પડીશ. માત્ર વાચાળની જેમ અનેકવાર બોલ્યા કરે છે. પII