________________
૨ ૫૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ઉપાર્જન કરતો અટકે. મયણાસુંદરીને સદગુરુ ભગવંતનો યોગ મળવાથી “હું આપકર્મી છું' એમ પિતાને જણાવ્યું. જ્યારે સૂરસુંદરી મિથ્યા શાસ્ત્રો ભણવાથી ‘હું બાપકર્મી છું' એમ કહ્યું. પૂર્વભવોમાં મહાન પુણ્યના ઢગલા ભેગા થાય ત્યારે એવા સગુરુ ભગવંતનો યોગ મળે છે. તેથી જીવો કષાયભાવોને ઉપશમાવી, યોગ્ય બની મોક્ષમાર્ગને પામે છે. રાા
વિતરાગ પરમ પુરુષ સમાગમ વિના, જીંવ થાય મુમુક્ષુ કેમ ઉપાસ્યા વિના? તે વિના મળે ના સમ્યક જ્ઞાન કહીંથી; તે વિના ક્યાંથી જ સમ્યક દર્શન રીતિ? ૩
અર્થ - વીતરાગ પરમ પુરુષના સમાગમ વિના અને તેમની આજ્ઞા ઉપાસ્યા વિના જીવ મુમુક્ષતા કેમ પામે? તથા સત્પરુષના સમાગમ વિના સમ્યકજ્ઞાન કોઈ ઠેકાણે મળી શકે નહીં. અને કારણરૂપ સમ્યકજ્ઞાન વિના સમ્યક્દર્શનની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય? એ જ અનાદિની રીતિ છે. સા.
તે વિના ચારિત્ર સમ્યક ક્યાંથી પામો? નહિ બીજે ક્યાંયે ત્રણે વસ્તુનાં ઘામો. તે ત્રણે અભેદે મોક્ષમાર્ગ અવિરોઘી, કળિકાળ-ર્જીવો, લ્યો યથાશક્તિ આરાશી. ૪
અર્થ :- સભ્યદર્શન વિના સમ્યક્યારિત્ર પણ ક્યાંથી પામો? સત્પરુષ વિના બીજે ક્યાંય આ ત્રણેય વસ્તુઓ મળી શકે એમ નથી. સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેય ગુણો આત્માથી ભિન્ન નથી; નિશ્ચયનયથી જોતાં ત્રણેય આત્મામાં જ છે. સમ્યક્દર્શનાદિ ત્રણેય ગુણો જ્યારે અભેદરૂપે આત્મામાં પ્રવર્તે ત્યારે તે અવિરોઘી એટલે જેમાં કાંઈ વિરોઘ ન આવે એવા મોક્ષમાર્ગને પામ્યો અથવા પોતાના નિજ સ્વરૂપને પામ્યો એમ ગણાય છે. માટે હે કળિકાળના જીવો! એ રત્નત્રયને યથાશક્તિ આરાથી તમે મોક્ષમાર્ગને પામો. |જા
આજ્ઞા જ્ઞાનીની ભવ તરવાનો સેતુ છે જન્મ, જરા ને મરણ મુખ્ય દુખ-હેતુ. તે દુઃખનો આત્યંતિક અભાવ શી રીતે? તે ના સમજ્યાથી ઑવ વર્તે વિપરીતે. ૫
અર્થ - જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવી તે ભવસાગર તરવા માટે સેતુ એટલે પુલ સમાન છે. આ સંસારમાં જન્મ, જરા અને મરણ એ મુખ્ય દુઃખના હેતુ છે. તે દુઃખનો આત્યંતિક એટલે સંપૂર્ણ અભાવ શી રીતે થાય? તે ન સમજવાથી જીવ વિષયકષાયમાં સુખમાની વિપરીતપણે પ્રવર્તે છે. //પા
વિપરીત ઉપાયે દુઃખ-સંતતિ વઘતી, તે દુઃખ ટાળવા ગ્રહે વળી દુબરીતિ. દુખ આકુળતાઑપ, ઇચ્છા જનની તેની, માટે આકુળતાથી એ આકુળતા શેની? ૬
અર્થ - ખરા સુખના ઉપાયો ન મળવાથી પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખની કલ્પના કરીને જીવ દુઃખની પરંપરાને વઘારે છે. વિષયોની ઇચ્છાનું દુઃખ ટાળવા જતાં વળી આધિ, વ્યાધિ અને ઉપાધિ વળગે છે. તેથી આકુળતા વધે છે. અને આકુળતા એ જ ખરું દુઃખ છે. જ્યારે નિરાકુળતા એ ખરું સુખ છે. આકુળતારૂપ દુઃખને જન્મ આપનારી જનની તે ઇચ્છા છે. તે ઇચ્છાઓ ભોગો ભોગવવાથી વિશેષ વધે છે પણ ઘટતી નથી. માટે ઇચ્છાઓની આકુળતાને ભોગો ભોગવી તૃપ્ત કરવાથી તે આકુળતા મટતી નથી પણ વિશેષ વર્ધમાન થાય છે. દા.
નિજ ઇચ્છા મુજબ જો જગ આખું ચાલે, નહિ તો ય સર્વથા નિરાકુળ ર્જીવ હાલે; સુખ દેવગતિમાં માગ્યું સર્વ મળે છે, ત્યાં ઇચ્છા નવ નવ જાગ્યે કળ ન વળે છે. ૭