________________ (91) દર્શન-સ્તુતિ 4 0 1 સત્સંગમાં અખંડ એક શરણાગપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે.” (વ.પૃ.૩૭૬) 20aaaa કરે વૈરાગ્યની વૃદ્ધિ, તજે તે દેશ-પંચાતો, સુણે ના સ્ત્રીકથા રાગે, ન ભોજન-નૃપ તણી વાતો. 21 અર્થ - તે હમેશાં તત્ત્વ વિચારણાથી વૈરાગ્યની વૃદ્ધિ કરે છે. દેશ-પંચાતની એટલે દેશ સંબંઘી કથાઓને તજે છે. તે સ્ત્રીકથાને રાગપૂર્વક સાંભળતો નથી કે ભોજનની કથા અથવા રાજકથાને પણ કરતો નથી. 21 સદા સદ્ભાવના ભાવે, સુણેલી જ્ઞાનીની વાતો વિચારે, હેય આદિનો કરી નિર્ણય, સ્વરૃપ ધ્યાતા. 22 અર્થ - એવા વૈરાગ્યવાન માર્ગાનુસારી પુરુષો હમેશાં બાર ભાવનાઓ વગેરેને ભાવે છે. જ્ઞાની પુરુષો પાસે સાંભળેલી વાતોનો વિચાર કરે છે. હેયને ત્યાગી, ઉપાદેયને ગ્રહણ કરવાનો નિર્ણય કરી સદા દેહથી ભિન્ન પોતાના સહજ આત્મસ્વરૂપનું ચિંતન કરે છે. “એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોઘતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ જીવો આત્માને વિષે અવઘારતા હતા. પ્રાણત્યાગ જેવા પ્રસંગને વિષે પણ તે વચનોને અપ્રઘાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા.” (વ.પૃ.૩૭૬) 22aaaa સુણી આત્મા, વિચારીને અનુપ્રેક્ષાથી અનુભવતો; ચેંકે ના જ્ઞાન-આશ્રયને, સ્વહિતનો પંથ ઉર ઘરતો. 23 અર્થ - જ્ઞાનીપુરુષના બોઘથી આત્મા સંબંધીનું જ્ઞાન મેળવી તેના ઉપર વારંવાર વિચાર કરી, ભેદજ્ઞાનની ભાવના ભાવીને આત્માને અનુભવવાનો પ્રયત્ન કરે છે. તે જ્ઞાની પુરુષના આશ્રયને છોડ્યા વિના સ્વઆત્મહિતના માર્ગને હૃદયમાં ઘારણ કરે છે. “જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોઘ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોઘ પામ્યો છે તે જીવને સમ્યક્રદર્શન થાય છે.” (વ.પૃ.૩૨૫) I/23ii. પ્રગટ આ મોક્ષની મૂર્તિ, ખરા ઉપકાર તો જ્ઞાની; ગણે એવું સદા ચિત્તે, ત્રિરત્ન શોભતા માની. 24 અર્થ - પુરુષો પ્રગટ મોક્ષની મૂર્તિ સમાન છે. જંગમ તીર્થરૂપ છે. જગતમાં થતા જન્મ, જરા, મરણ કે આધિવ્યાઘિઉપાધિરૂપ ત્રિવિધતાપથી મુક્ત કરનાર જ્ઞાનીપુરુષો હોવાથી તે આત્માના ખરા ઉપકારી છે. તેમને સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ત્રિરત્નથી શોભતા જાણી આરાઘક હમેશાં તેમના પ્રત્યે ચિત્તમાં ભક્તિભાવ રાખે છે. “સમ્યકદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે.” (વ.પૃ.૩૧૫) 24. સુદર્શન મોક્ષ દર્શાવે, ખરો તે દેવ, ના રે; કરાવે સર્વ સંમત તે રહ્યું છે જ્ઞાનના ઉરે. 25 અર્થ - સમ્યગ્દર્શનવડે આત્માનો અનુભવ થાય છે. તેથી મોક્ષમાં કેવું સુખ છે તે બતાવે છે. તથા ખરો દેવ તે આત્મા પોતાથી દૂર નથી એમ અનુભવવડે જણાય છે. સમ્યગ્દર્શન થવાથી સુખ સંબંધીની વિપરીત માન્યતા ટળી જઈ જ્ઞાનીપુરુષના હૃદયમાં જે રહ્યું છે તે સર્વ સમ્મત કરાવે છે. પરંપરા