________________
૩૦૨
કરે તેવું થાય છે. પરા
પ્રાવોધ-વિવેચન ભાગ-૨
જીવભાવનું ના બને તેવું જો નિમિત્ત, તો બાંધ્યાં તેવાં ; સત્તામાં સૌ સ્થિત. ૫૩
અર્થ – જીવના શુભાશુભભાવવડે ફેરફારનું તેવું કોઈ નિમિત્ત ન બને તો જેવા કર્મો બાંધ્યા હોય નવા જ સૌ કર્મો સત્તામાં સ્થિત રહે છે. પા
ઉદય-કાળ આવ્યે સ્વયં બને કર્મ-અનુસાર,
જેવો રસ કર્યું રહ્યો તેવો રસ દેનાર. ૫૪
અર્થ :– પછી ઉદયકાળ આવ્યે સ્વયં તે કર્મો આપોઆપ જેવા રસથી બંધાયેલા છે તેવા જ ફળને આપનાર થાય છે. ૧૫૪।।
રસ દઈ કર્મપણું તજે, પુદ્દગલરૂપ પલટાય;
પરમાણુ ૨હે ક્રંથમાં કે છૂટી દૂર થાય. ૫૫
અર્થ :— તે કર્મ પોતાનો રસ શાતા અશાતારૂપે આપીને ખરી જાય છે અને કર્મપણાને તજી પાછા પુદ્ગલ પરમાણુરૂપે પલટાઈ જાય છે. પછી તે પુદ્ગલપરમાણુ કાં તો સંઘમાં રહે છે, કાં તો ઘમાંથી છૂટા પડી દૂર થાય છે. ।।૫૫।।
સાથે બંધાયેલ જે ઉદય-ક્રમે દેખાય; પૂર્વે બંધાયાં હતાં તેમાં વર્ષોભી જાય. ૫૬
અર્થ :— એક સમયમાં સાથે બંધાયેલ કર્મપરમાણુઓ પોતાનો અબાધાકાળ પૂરો થયે બાકી રહેલ સ્થિતિના જેટલા સમય હોય તે સર્વમાં ક્રમથી ઉદય આવે છે. વળી પૂર્વે બીજા ઘણા સમયમાં બાંધેલા પરમાણુ કે જે તે જ સમયમાં ઉદય આવવા યોગ્ય છે તે બધા ભેગા મળી જઈ ઉદયમાં આવે છે. ।।૫૬॥ પરમાણુરૂપ કર્મ તો દ્રવ્ય કર્મ પરખાય,
મોનિત જીવ-ભાવ તે ભાવકર્મ લેખાય. ૫૭
-
અર્થ :– પુદ્ગલ પરમાણુના બનેલા કર્મો તે અનંત પુદ્ગલ દ્રવ્યોનો બનેલો પિંડ છે. તે દ્રવ્યકર્મ નામથી ઓળખાય છે અને મોહનીય કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલ મિથ્યાત્વ, ક્રોધાદિરૂપ ભાવ થાય છે. તે અશુદ્ધભાવ જીવના ભાવકર્મ છે; અર્થાત્ રાગદ્વેષ અજ્ઞાન એ જીવના ભાવકર્યું છે. ।।૫।। નામકર્મથી જે થયું શરીર તે નોકર્મ, સુખદુખ-કારણ કર્મવત્; સુખદુખ દૈહિક ધર્મ. ૫૮
અર્થ :– આ શરીર પ્રાપ્ત થયું છે તે નામકર્મનો ઉદય છે. તેને નોકર્મ કહેવાય છે. એ નોકર્મરૂપ શરીર પણ કર્મીની સમાન જીવને સુખદુઃખનું ભાજન થાય છે. કેમકે શાતારૂપ સુખ અને અશાતારૂપ દુઃખ એ દેહનો ધર્મ છે. શાતાઅશાતા દેહમાં ઊપજે છે. આત્મામાં નહીં. આત્મા તો માત્ર તેનો જાણનાર છે. પણ મોતને લઈને શરીરમાં મારાપણું હોવાથી તે અશાતા જીવને દુઃખરૂપ ભાસે છે. ।।૫।।
દ્રવ્ય ઇન્દ્રિયો શરીરમાં, દ્રવ્ય-મનસ્ જરૂપ, વચન શ્વાસ-ઉચ્છવાસ સૌ દૈહિક અંગ અનૂપ. ૫૯