________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
“ખેડૂત બે પૂર્વે હતા, એક બળદને કાજે રે લડી મર્યા; હાથી થયા, પૂર્વવૈરથી ઝૂઝે રે. ૯૩
અર્થ :— પૂર્વભવમાં આ બેય ખેડૂત હતા. એક બળદને માટે તેઓ લડી મરી હાથી થયા. ત્યાં પણ
-
પૂર્વતૈ૨થી પરસ્પર ખૂબ ઝૂઝ્યા. ૧૯૩।।
મરી ફરી પાડા થયા, લડી મરી, મેંઢા થાતા રે, લડી મરી મરઘા થયા,’સુણી વૈ૨ ભૂલી જાતા રે- ૯૪
અર્થ :~ ત્યાંથી ફરી મરી પાડા થયા. ત્યાં પણ લડી મરીને મેંઢા થયા. તે ભવમાં પણ લડી મરીને હવે આ બેય મરઘા થયા છે. આ બધું સાંભળીને તે મરઘાઓ પોતાના કરેલા વૈરભાવને ભૂલી મહાપાપની મનવડે નિંદા-ગર્હા કરી ઘનરથ રાજાના ચરણને નમી પોતાની ભાષામાં બોલ્યા હે પ્રભુ! અમે હવે શું કરીએ ? ત્યારે રાજાએ તેમને અહિંસાધર્મ પાળવાનો ઉપદેશ આપ્યો. તેથી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી અનશનવ્રત લઈને અંતમાં સંન્યાસ ઘારણ કર્યું. ॥૪॥
શાંતિ થરી, મરી દેવ બે થયા, એટલે આવે રે, દર્શાવી ઉપકાર તે, વિમાન નિજ બતાવે ૨, ૯૫
૩૭૧
અર્થ : તે અહિંસાધર્મના પાલનવર્ડ શાંતિ ઘેરીને ત્યાંથી દેહ ત્યાગી બન્ને નામચૂલ અને કનકબૂલ નામના ભૂતજાતિમાં વ્યંતર દેવ થયા. તેથી ઉપકારનો બદલો વાળવા એકવાર તે આવી પોતાનું વિમાન બતાવી તેમાં બેસવાનું જણાવે છે. ।।૫।।
મેઘરથાદિ સર્વને વિમાનમાં બેસારી રે, દીપ-સમુદ્રો દાખવે, માનવ-સૃષ્ટિ
સારી. ૯૬
અર્થ :— મેઘરથાદિ સર્વ કુટુંબીઓને વિમાનમાં બેસાડીને દ્વીપ સમુદ્રો તથા સમસ્ત માનવ સૃષ્ટિ જે
=
અઢી દ્વીપમાં રહેલ છે તેને બતાવી તે રાજી થયો. ।।૯૬।।
યાત્રા પૂર્ણ કાર્યોને પાછા લાવી મૂકે રે, દિવ્ય અલંકારો દીધા, સુર ઉપકાર ન ચૂકે રે, ૯૭
અર્થ :— યાત્રા પૂર્ણ કરાવી સૌને મૂળ સ્થાને પાછા લાવી મૂક્યા. પછી દિવ્ય અલંકારો ભેટમાં આપ્યા. દેવતાઓ કરેલા ઉપકારને ભૂલતા નથી. ।।૭।।
ફૂંકડા કૃત ઉપકારનો બદલો વાળે દેખો રે, માનવ ભુલે તો પશુ કરતાં હલકો લેખો . ૯૮
અર્થ – કૂકડી જેવા પશુઓ પણ કરેલા ઉપકારનો બદલો વાળે છે; અને કોઈ માનવ બીજાના કરેલા ઉપકારને ભૂલે તો તેને પશુ કરતાં પણ હલકો સમજવો. ।।૯૮।।
ઘનરથ મનમાં ચિંતવે : “શરીર વિષ્ટાવાડો રે,
જીવ વિચારે કેમ ના? દુઃખ તણો ભવ ખાડો રે ! ૯૯
અર્થ :— એકવાર ઘનરથ રાજા મનમાં ચિંતવવા લાગ્યા કે આ શરીર વિષ્ટા-વાડો છે. છતાં જીવ
-