________________
(૭૫) છ પદ-નિશ્ચય
૨૫ ૧
તેલવાળા હાથ હોય તો રજ એટલે ઘૂળ આવીને ચોટે, તેમ રાગદ્વેષાદિ ભાવો હોય તો નવીન કમોં આવીને આત્મા સાથે ચોટે છે. રાગદ્વેષવડે જે શુભાશુભ કમોં બંધાય છે, તે જ જીવને સુખદુઃખના આપનાર થાય છે. તેને લઈને જગતમાં વિચિત્રતા જણાય છે. આ કર્મનું સ્વરૂપ સમજાવવું ઘણું ગૂઢ છે.
સૌ રંક રાજા કર્મ-આથી યોગ્ય કુળે ઊપના, જો કર્મ પૂર્વ તણાં ન માનો તો ઊઠે સંશય ઘણાઈશ્વર કરે છે સર્વ એવું માનતા પુરુષાર્થનો
અવકાશ કોઈ ના રહે, હિત સાથવા ન સમર્થ, જો. ૧૯ અર્થ - સર્વ રંક એટલે ગરીબ અથવા રાજા, પોતપોતાના કર્મને આધીન યોગ્ય કુળમાં જન્મ પામ્યા છે. એમનો આ કર્મનો ઉદય પૂર્વભવનો ન માનીએ તો અનેક પ્રકારની શંકાઓ ઊભી થાય છે. અથવા આ બધું ઈશ્વર કરે છે એમ માનીએ તો પુરુષાર્થને કોઈ અવકાશ રહેતો નથી. અને જો પુરુષાર્થ જીવો ના કરે તો પોતાના હિતને સાઘવા તે સમર્થ બની શકતા નથી. ૧૯ાા
ના બંઘ-મોક્ષ ઘટે, પછી ઉપદેશ કરવો વ્યર્થ તો, ઑવ યંત્ર સમ ગણવારૂપે સિદ્ધાંત માત્ર અનર્થનો; કરતો નથી ઑવ કાંઈ એવું માનનારાને સદા સંસારનાં દુઃખો શિરે વહવાં પડે એ આપદા. આત્મા સદાય અસંગ માને, મોક્ષ તેનો ના ઘટે,
દુઃખી દશાથી છૂટવા સૌ ઘર્મ-ઉપદેશો ૨ટે. ૨૦ અર્થ:- જીવને બંઘ કે મોક્ષ કાંઈ છે નહીં. એમ જો માનીએ તો પછી તેને ઉપદેશ કરવો વ્યર્થ છે. જીવને જો યંત્ર સમાન બીજા ચલાવે એમ ગણીએ તો કર્મ કરવા વગેરેના સિદ્ધાંતો અર્થ વગરના છે. આ જીવ કાંઈ કરતો જ નથી એવું માનનારાઓને પણ સદા સંસારના દુ:ખો શિરે વહેવા પડે છે, જે આપત્તિરૂપ છે. જે મત આત્માને સદાય અસંગ માને, તે આત્માનો મોક્ષ કરવો ક્યાં રહ્યો. જ્યારે સર્વ મતદર્શનવાળાઓ પોતાની દુઃખી દશાથી છૂટવા માટે ઘર્મના ઉપદેશોને રટ્યા કરે છે. ૨૦ના
માયા, પ્રકૃતિ, કર્મ માનો વાસના, સંસ્કાર વા; આત્મા તણી તે પ્રેરણા-ક્રિયા વિના સંસાર ના. સંસાર-કર્તા જીવ માનો, તો જ કર્તા મોક્ષનો,
વિભાવ કર્માથીન હૂંટે, કર્મો ગયે; નિષ્પક્ષ જો. ૨૧ અર્થ - વેદાંત જગતને ઈશ્વરની માયા માને, સાંખ્ય મતવાળા પચ્ચીસ પ્રકૃતિ માને, કોઈ મતવાળા વાસનાને કર્મ માને અથવા બૌદ્ધ મતવાળા આત્માને ક્ષણિક માને અને કહે છે કે એક આત્મા બીજા આત્માને સંસ્કાર આપી જાય છે. પણ આ બધામાં આત્માની પ્રેરણારૂપ ક્રિયા વિના જીવને સંસાર હોઈ શકે નહીં. “હોય ન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ.” પોતાના સંસારનો કરનાર જીવને માનીએ તો જ તે સર્વ કર્મોને છોડી મોક્ષનો પણ કર્તા બની શકે તથા કર્મને આધીન રહેલા વિભાવ ભાવો તો જ છૂટે. અને કર્મોનો નાશ થયે તે રાગદ્વેષના પક્ષથી રહિત થયો અર્થાત્ વીતરાગ થયો. અને વીતરાગી આત્મા જ મોક્ષને પામી શકે છે. ૨૦ાા