SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ શુદ્ર ભૂપ સમજી ભળ્યા, બન્યું રાજ્ય સંયુક્ત, મહારાજ્ય-માલિક થયા, વિના સૈન્ય ભય-મુક્ત. ૨૮ અર્થ - શુદ્ર એટલે પામર રાજાઓ પણ સમજીને સર્વ સાથે ભળી ગયા. તેથી રાજ્ય સંયુક્ત થઈ ગયું. હવે મહારાજ્યનો હું માલિક થયો અને આખું રાજ્ય સેના વિના જ ભયમુક્ત બની ગયું. ર૮ાા પ્રવાસ મેં પણ આદર્યો, નૃપતિ મળ્યા અનેક, ભરતવર્ષના સૌ નૃપો, થયા કુટુંબી એક. ૨૯ અર્થ :- પછી મેં એક પ્રવાસ આદર્યો. જેમાં અનેક રાજાઓ મને મળ્યા. ભારતવર્ષના સૌ રાજા મળીને એક કુટુંબ જેવું બની ગયું. રા. સઘળા દેશોમાં ગઈ વાત વાયુ સમાન, અનાર્ય જન માને નહીં; આવી કરે બહુમાન. ૩૦ અર્થ :- આ વાત સઘળા દેશોમાં વાયુની સમાન પ્રસરી ગઈ. અનાર્ય લોકોને એ વાત માન્ય ન થઈ. તેથી અહીં આવીને જોઈ મારું બહુમાન કરવા લાગ્યા. //૩૦ના અનાર્યદેશ-વણિકજન પ્રથમ ભળ્યા, પછી લોક; નૃપ ત્યાંના સમજ્યા પછી, વસુઘા બની અશોક. ૩૧ અર્થ - અનાર્યદેશના વણિક લોકો આમાં પહેલા ભળ્યા. પછી બીજા લોકો ભળ્યા. ત્યાંના રાજાઓ પણ વાતને સમજ્યા પછી ભળી ગયા. તેથી આખી વસુઘા એટલે પૃથ્વી અશોક એટલે શોકરહિત બની ગઈ. /૩૧ાા પ્રબળ પૂર્વના પુણ્યથી જગ ઝૂક્યું આ વાર, મને મહાત્મા સો ગણે, જાણે પ્રભુ-અવતાર. ૩૨ અર્થ - પ્રબળ પૂર્વ પુણ્યના ઉદયથી આ વખતે આખું જગત ઝૂક્યું અને મને સૌ મહાત્મા ગણવા લાગ્યા કે જાણે આ તો પ્રભુનો અવતાર છે. ૩રા મુજ નિર્બળતા હું લહું ટકશે કેટલી વાર? ક્ષુદ્ર કારણો કોઈ દી, કરશે સૌ સંહાર. ૩૩ અર્થ – પણ મારી નિર્બળતા હું સમજું છું કે આ બધું કેટલો કાળ ટકશે? કોઈ દિવસ શુદ્ર એટલે નજીવા કારણો આ સર્વનો સંહાર કરી જશે. ૩૩ાા. વિદ્યાબળ, ચારિત્રબળ, પરોપકારી સંઘ, ઉદ્યમ ને અવિલાસતા ટકાવી રહે પ્રબંઘ. ૩૪ અર્થ - પ્રજામાં વિદ્યાબળ હશે, ચારિત્રબળ હશે અને સંઘ પણ એકબીજાનો પરસ્પર ઉપકાર કરનારો હશે, સર્વમાં ઉદ્યમ કરવાનો ભાવ હશે તથા જીવનમાં અવિલાસીપણું હશે તો જ આ બધો કરેલો પ્રબંઘ ટકી રહેશે. |૩૪ો. જ્ઞાન વિના નહિ આ ટકે, કરું જ્ઞાનની શોઘ, સંત-સમાગમ સાઘતાં, પામ્યો સગુરુ-બોઘ. ૩૫
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy