________________
૩ ૨૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
જાણવું. તેથી હવે અનાદિની મોહ નિદ્રાને દૂર કરવા માટે ભાવ નિદ્રા એટલે આત્માના અજ્ઞાનને ટાળવાનો હે ભાઈ! તમે પુરુષાર્થ કરજો. #ારા “રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩)
પૂજ્યશ્રી–રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે શું? રાત્રિમાં જીવ ઊંધે છે, કંઈ ભાન નથી; તેમ આ જીવ લક્ષચોરાશીમાં ભટકતો હતો તે વખતે રાત્રિ જેવું હતું, મોક્ષમાર્ગનો યોગ નહોતો. તે મટી મનુષ્યભવ મળ્યો તે રાત્રિ વ્યતિક્રમી ગઈ અને પુરુષનો યોગ થયો તે પ્રભાત થયું કહેવાય.
મુમુક્ષુ–ભાવનિદ્રા એટલે શું? પૂજ્યશ્રી–આત્માનું અજ્ઞાન. એ અજ્ઞાન ટાળવા માટે પુરુષાર્થ કરવાનો છે. મનુષ્યભવ મળ્યો, સપુરુષનો યોગ થયો તો હવે કરી લેવું. સામગ્રી મળી તો તેનો ઉપયોગ કરી મોક્ષમાર્ગે ચાલવું.” (બો.૨ પૃ.૪) //રા
ક્ષણે ક્ષણે જીવ બંઘાય આ, એ જ અનાદિ વ્યાપાર રે,
હા! કાળ અનંત વીતી ગયો, ભવસાગર-દુઃખ અપાર રે. શ્રી રાજ અર્થ - આપણો આત્મા પ્રતિ સમયે શુભાશુભ કર્મોથી બંઘાય છે. એ જ અનાદિકાળનો એનો વ્યાપાર છે. પ્રતિદિન ૨,૧૬૦૦૦ વિપળનો આ જીવ વ્યાપાર કરે છે. મનમાં ઘાટ ઘડે અને ભાંગે એ રૂપ સંકલ્પ વિકલ્પનો વ્યાપાર કરે છે. “શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે; તેમાં સમયે સમયે તેને અનંતકર્મનો વ્યવસાયી કહ્યો છે. (વ.પૃ.૪૧૨)
હા! એટલે આશ્ચર્ય છે કે ચાર ગતિમાં આત્માને અનંતદુઃખ ભોગવતા અનંતકાળ વ્યતીત થઈ ગયો! “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં.” શ્રીમદ્ રાજચંદ્ર આ ભવસાગરમાં અનંત અપાર દુઃખ હોવા છતાં આત્માને અજ્ઞાનવશ તેનું ભાન થતું નથી. કા
આત્મબુદ્ધિ ઘારી દેહમાં ભમું મોહવશે હું આમ રે,
તે તજીને રાગદ્વેષના ક્ષયે વરું મુક્તિ-ઘામ રે. શ્રી રાજ અર્થ - અનાદિકાળથી આ દેહમાં આત્મબુદ્ધિ કરીને મોહવશ હું ચારગતિમાં જ ભમ્યા કરું છું.
બીજા દેહોતણું બીજ, આ દેહ આત્મભાવના;
વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના.” -સમાધિશતક હવે તે દેહાત્મબુદ્ધિ તજીને રાગદ્વેષનો ક્ષય કરી મુક્તિધામને પામું.
“રાગદ્વેષાદિ મોઝાથી, હાલે જો ના મનોજળ;
તો આત્મતત્ત્વ તે દેખે, તે તત્ત્વ અન્ય નિષ્ફળ.” -સમાધિશતક //૪ો મળ્યું બંઘનનું ફળ દેહ આ, દેહમાં ઇંદ્રિય-ગ્રામ રે,
તે રૂપ, રસાદિ વિષયો ગ્રહે, થાય નવા બંઘ આમ રે. શ્રી રાજ અર્થ - પૂર્વે આઠ કર્મો બાંધ્યા તેના ફળસ્વરૂપે આ દેહની પ્રાપ્તિ થઈ. તે દેહમાં પાંચ ઇન્દ્રિયોએ પોતાનું ગામ વસાવ્યું. તે ઇન્દ્રિયો પોતાના રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દરૂપ વિષયોને ગ્રહણ કરે છે. તેથી ફરી નવા કર્મનાં બંઘ થયા કરે છે.
“ઇન્દ્રિય દ્વારથી ચૂકી, પડ્યો હું વિષયો વિષે; ભોગો પામી ન મેં પૂર્વે, જાણ્યું રૂપ યથાર્થ જે.” -સમાધિશતક //પા.