SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૪) મુનિ-ધર્મ-યોગ્યતા પર ધારણ કરીને નિશ્ચિંત રહો, પણ શંકામાં ગળકા ખાઈ ગભરાશો નહીં. એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી આપણને પ્રેમપૂર્વક ભલામણ કરે છે. સર્વનો સરળ ઉપાય એક સદ્ગુરુ ભગવંતની સેવા છે. માટે હે સજ્જન કે શાણાપુરુષો તેમની આજ્ઞાને ભાવપૂર્વક ઉપાસી સદા નિઃશંક રહો. ।।૩૬।। પરધર્મની આકાંક્ષા તજી, વીતરાગે બોધેલા આત્મધર્મને પામવા માટે અથવા સંપૂર્ણ વીતરાગદશા પામવા અર્થે, મુનિધર્મ પાળવાની યોગ્યતા મેળવવાની આવશ્યક્તા છે; કે જેથી શીઘ્ર આ દુઃખદ સંસારનો અંત આવે. હવે મુનિધર્મ શું? તે પાળવા કેવા પ્રકારની યોગ્યતા જોઈએ ? તે કેવી રીતે પ્રામ થાય, વગેરેના ખુલાસા આ પાઠમાં કરવામાં આવ્યા છે, તે નીચે પ્રમાણે છે :– (૮૪) મુનિ-ધર્મ-યોગ્યતા (રાગ સારંગ : શાંતિ જિન એક મુજ વિનતિ—એ રાગ) * શ્રી રાજચંદ્ર ગુરુવર-પદે પ્રણમું હું ધરી ભાવ મુનિપદની દેજો યોગ્યતા, જે છે ભવજલધિ નાવ રે. શ્રી રાજ ૩૨૩ અર્થ :- • શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યના ચરણકમળમાં ૫૨મભક્તિભાવ સહિત હું પ્રણામ કરું છું. હે પ્રભુ! મને મુનિપદ પ્રાપ્ત કરવાની યોગ્યતા આપજો કે જે ભવજલધિ એટલે સંસારરૂપી સમુદ્ર તરવા માટે નાવ સમાન છે. મુન ધાતુ ઉપરથી મૌન, અને મૌન ઉપરથી મુનિ શબ્દ બનેલ છે. ઘણું કરીને પ્રયોજન વગર બોલવું નહીં તેનું નામ મુનિપણું” છે, મુનિધર્મની યોગ્યતા મેળવવા અર્થે સર્વ પ્રથમ વૈરાગ્ય ઉપશમ જોઈએ અર્થાત્ સંસાર, શરીર અને ભોગો પ્રત્યે વૈરાગ્યભાવ જોઈએ. તે પ્રાપ્ત થયે આત્મજ્ઞાન પ્રગટશે. પછી શ્રાવકની અગ્યાર પ્રતિમા કે દ્વાદશવ્રત આવશે. ત્યારબાદ મુનિધર્મ અંગીકાર કરવાની યોગ્યતાને પામશે. સંસારમાં દુઃખ શું છે? અને દુઃખના મુખ્ય કારણો શું છે? તે સદ્ગુરુ બોધે યથાર્થ જાણી, તેને દૂર કરવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીગુરુના આશ્રયે જે મુનિપદ અંગીકાર કરશે તે આ અનાદિ દુઃખમય સંસારનો શીઘ્ર અંત આવશે. જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. નં સંમતિ પાસદ તે મોળુંતિ પામક” - જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ 'આચારાંગસૂત્ર'માં કહ્યું છે. -શ્રીમદ્ રાજયંદ્ર (પૃ.૫૩૭)||૧|| રાત્રિ વ્યતિક્રમી ગઈ, થયો નભવરૂપ પ્રભાત રે, નિદ્રા પરિહરવા ટાળજો ભાવ-નિદ્રા હે! ભ્રાત રે. શ્રી રાજ અર્થ :– ચોરાશી લાખ જીવયોનિમાં જ્યારે હું ભટકતો હતો ત્યારે તે રાત્રિ સમાન હતું. તે રાત્રિ વ્યતિક્રમી એટલે મટીને આ મનુષ્યભવ મળ્યો અને તેમાં સત્પુરુષનો યોગ થયો તે પ્રભાત થયા સમાન
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy