________________
(૮૪) મુનિ-ઘર્મ-યોગ્યતા
૩૨ ૫
આ બંઘ-પરંપરા જાણવી, ચાલી રહી ઘટમાળ રે,
વિષયોની આસક્તિ વડે નભે ગૃહસ્થ-જંજાળ રે. શ્રી રાજ અર્થ - અનાદિકાળની આ બંઘ પરંપરા જાણવી. ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી નોકર્મરૂપ દેહાદિને ઘારણ કર્યા કરું છું. આ ઘટમાળ એટલે કુવાના ઘડાની માળસમાન કે ઘાંચીના બળદની જેમ હું આ સંસારમાં જ ત્યાંનો ત્યાં અનાદિથી ભમ્યા કરું છું. પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિના કારણે આ ત્રિવિઘ તાપાગ્નિમય ગૃહસ્થની જંજાળ નભી રહી છે. વિષયોની આસક્તિના કારણે કરોળિયાની જાળ સમાન કુટુમ્બાદિને પાથરી તેમાં ફસાઈને હું દુઃખી થયા કરું છું. IIકા
જ્ઞાનીના સંગે વિચારથી, ભેદ-જ્ઞાને સુસાધ્ય રે
કામ-વિકાર, શુભ ધ્યાનથી ટળે જો તપ, વૈરાગ્ય રે. શ્રી રાજ અર્થ - જ્ઞાનીપુરુષનો સંગ કે બોઘ મળે સુવિચારદશા જાગૃત થાય છે. તેથી ભેદ-જ્ઞાન થાય છે. વળી તપ અને વૈરાગ્ય હોય તો શુભ ધ્યાનથી જીવના કામ-વિકાર ટળતા જાય છે.
પ.પૂ.પ્રભુશ્રીજીએ દીક્ષા લીધા પછી ભાવથી કામ-વિકારને જીતવા પાંચ વર્ષ એકાંતરા ઉપવાસ કરી નમુત્થણનો કાઉસગ્ગ કરતા. પણ પરમકૃપાળુદેવ મળ્યા પછી તેમના ઉપદેશથી નીરસ ભોજન તેમજ વૈરાગ્યસહિત શુભધ્યાનથી ઇન્દ્રિય જય પ્રાપ્ત થયો હતો. શા.
ઘન્ય તે જે તજે રાજને ભેદ-જ્ઞાનને કાજ રે,
ધિક્કારપાત્ર આ જીંવ હજી વાંછે કામ-સુખ સાજ રે. શ્રી રાજ અર્થ - તે પુરુષોને ઘન્ય છે કે જે ભેદ-જ્ઞાનને માટે રાજઋદ્ધિનો ત્યાગ કરે છે. પણ મારા આત્માને ધિક્કાર છે કે જે હજી સુધી કામ-સુખ સાઘનને ઇચ્છે છે. દા
શમ-શ્રી આકર્ષે આમ મન, સ્ત્રી વળી ખેંચે તેમ રે,
જોતાં જોતાં ઢળી જાય આ મોહસેના ભણી કેમ રે? શ્રી રાજ, અર્થ - શમ-શ્રી એટલે સમતારૂપી લક્ષ્મી એક તરફથી મારા મનને આકર્ષણ કરે છે. જ્યારે બીજી બાજુ વળી સ્ત્રી મારા મનને મોહથી ખેંચે છે. પણ જોત જોતામાં મારું મન મોહરૂપી સેના તરફ ઢળી જાય છે અને સમતારૂપી લક્ષ્મીને છોડી દે છે. તો મુનિઘર્મની યોગ્યતા મારામાં કેવી રીતે આવશે? પાલાા
અહો ! હસ્તમેળાપ માત્રથી સર્વાગે ગ્રહતી નાર રે,
ભાવું આત્મા દેહથી જાદો પણ કામ જ ભૂલવનાર રે. શ્રી રાજ અર્થ - અહો આશ્ચર્ય છે કે હસ્તમેળાપ માત્રથી સ્ત્રી સર્વ અંગને ગ્રહી લે છે. દેહથી આત્મા જુદો છે એવી ભાવના ભાવું છું પણ આ કામ જ ભૂલાવનાર છે. 7/૧૦
જો સ્ત્રી-અભિલાષા ટળી ગઈ, ઘન-ઇચ્છા કેમ થાય રે?
કામ-ભોગાથે જન ઘન ચહે, પછી શબ-શોભા ગણાય રે. શ્રી રાજ અર્થ - જો સ્ત્રી પ્રત્યેનો મોહાભિલાષ ટળી ગયો તો ઘનની ઇચ્છા કેમ થાય છે? કામભોગને અર્થે લોકો ઘનને ઇચ્છે છે. તે ભોગેચ્છા ટળી ગઈ તો પછી ઘનનો સંગ્રહ કરવો તે માત્ર મડદાને શોભાવવા સમાન છે. ||૧૧ાા.