________________
(૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩
૩૭૯
કરે ૧૫માર્ગ-પ્રભાવના જ્ઞાન-તપાદિ-યોગે રે,
ગાય-વત્સ સમ રાખતા પ્રેમ મુમુક્ષ-લોકે રે. ૩૭ અર્થ - જ્ઞાનસહિત તપ આદિને આદરી મહાત્માઓ પંદરમી સન્માર્ગ પ્રભાવનાની ભાવનાને ભાવે છે. ગાય જેમ પોતાના વાછરડામાં નિષ્કામ પ્રેમ રાખે તેમ ઉત્તમ આરાઘના કરનાર મુમુક્ષુઓ પ્રત્યે પ્રેમ રાખવો તે સોળમી પ્રવચન વાત્સલ્ય ભાવના છે. ઘર્મ પ્રત્યે, ઘર્માત્મા પ્રત્યે, ઘર્મના સ્થાન પ્રત્યે કે પરમાગમ પ્રત્યે પ્રીતિ રાખવી તે પ્રવચન વાત્સલ્ય ભાવના છે. (૩ળા
એ સોળે હેતુ વડે તીર્થપતિ-બીજ વાવે રે,
મેઘરથ મુનિ તે ભલા ઉત્તમ સંયમ ભાવે રે. ૩૮ અર્થ :- એ સોળે તીર્થંકરપદ પ્રાપ્તિની ભાવના ભાવવાવડે ઉત્તમ સંયમને પાળતા એવા ભલા મેઘરથ મુનિ તીર્થંકર પદ પ્રાપ્તિના બીજની અત્રે વાવણી કરે છે. ૩૮
દૃઢરથ સહ સંન્યાસથી દેહ તજી સુર થાતા રે,
સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિંદ્ર પદવી લેતા રે. ૩૯ અર્થ - દ્રઢરથ સાથે સંન્યાસ મરણ સાથી મેઘરથ દેહ તજીને દેવતા થઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અહમિંદ્ર પદવીને પામ્યા. ૩૯ાા.
એક જ ભવ કરી મોક્ષમાં જનાર સુર વસતા ત્યાં રે,
લૌકિક સુખમાં ના મણા, સુંદૃષ્ટિ સુર સૌ જ્યાં રે. ૪૦ અર્થ - સર્વાર્થસિદ્ધ વિમાનમાં સર્વ એક જ ભવ કરીને મોક્ષે જનાર દેવો નિવાસ કરે છે. ત્ય લૌકિક સુખમાં કોઈ ખામી નથી. ત્યાં રહેનારા સર્વ સમ્યકદ્રષ્ટિ દેવો હોય છે. ૪૦ના
રહ્યું ઑવન અહમિંદ્રનું છ માસ બાકી જ્યારે રે,
સૌથર્મેન્દ્ર કુબેરને બોલાવી કહે ત્યારે રેઃ ૪૧ અર્થ :- જ્યારે આ મેઘરથના જીવ અહમિંદ્રનું જીવન છ માસ બાકી રહ્યું ત્યારે સૌથર્મેન્દ્ર કુબેરને બોલાવી નીચે પ્રમાણે આજ્ઞા કરી. ૪૧ાા
હસ્તિનાપુરના પતિ વિશ્વસેન વિખ્યાતા રે,
મહારાણી અચિરા ડૅડી જિનપતિપિતામાતા રે. ૪૨ અર્થ :- હસ્તિનાપુર નગરના સ્વામી વિશ્વસેન રાજા પ્રસિદ્ધ છે. તેમની પવિત્ર રૂડી મહારાણી અચિરા હાલમાં જિનપતિની માતા થવાની છે. ૪રા
રનવૃષ્ટિ કરવી ઘટે હવે હસ્તિનાપુરે રે,
પંદર માસ સદા કરો.” વચન ઘરે સુર ઉરે રે. ૪૩ અર્થ :- માટે હસ્તિનાપુરમાં હવે રત્નવૃષ્ટિ કરવી યોગ્ય છે. પંદર માસ સુથી સદા રત્નોની વૃષ્ટિ કરો. આ વચનને દેવતાએ સૌઘર્મેન્દ્રના કહેવાથી હૃદયમાં ઘારણ કર્યું. ૪૩.
અચિરા રાણીની કૂખે, મેઘરથ-જ્જૈવ આવે રે, ભાદરવા વદ સાતમે, સ્વપ્ન સોળ દર્શાવે રે. ૪૪