________________
(૭૦) અધ્યાત્મ
૧૯૯
રત્ન-ત્રય ફળ પામી, લે ભાવ-જૈનતા, સમતાના ઘરનાર સિદ્ધિ-પદ પામતાં; આત્માનું ગૂઢ તત્ત્વ તો સર્વોપરી કહ્યું, સમતા-ઉદ્યમથી જ અધ્યાત્મ-પદ લહ્યું. ૨૯
અર્થ :- સભ્યદર્શન, જ્ઞાન, ચારિત્રનું ફળ સમતા છે. તે પ્રાપ્ત કરી ભાવજૈનપણું પામો. કેમકે સમતાના ઘરનાર જ સિદ્ધિ-પદ એટલે મોક્ષપદને પામે છે. આ આત્મપ્રાપ્તિનું સર્વોપરી ગૂઢ તત્ત્વ છે તે જણાવ્યું. આ સમતાભાવ રાખવાના પુરુષાર્થથી જ શુદ્ધાત્મપદની પ્રાપ્તિ થાય છે. ૨૯ો.
ઇચ્છાયોગ ગણાય, શાસ્ત્રયોગ સાંપડે, દિશા બતાવે શાસ્ત્ર, સ્વાનુભવથી ચઢે, પામી સામર્થ્ય-યોગ પ્રાતિજ જ્ઞાનથી, કેવળ જ્ઞાન પમાય સામ્ય-નદી-સ્નાનથી. ૩૦
અર્થ :- શુદ્ધાત્મ-પદ પ્રાપ્ત કરવાની ઇચ્છા સદૈવ રહે તે ઇચ્છાયોગ છે. પછી શાસ્ત્ર એટલે આગમ અથવા જ્ઞાનીપુરુષના વચનોનો યોગ મળતા, તે મોક્ષમાર્ગની દિશા બતાવે તે પ્રમાણે યથાશક્તિ દેશસંયમ કે સકળ સંયમમાં પ્રવર્તે તે શાસ્ત્રયોગ કહેવાય છે. પછી સંયમના બળે કર્મ ખપાવતાં સ્વઆત્મબળથી આગળ વઘી સર્વ કર્મનો ક્ષય કરવામાં પ્રવર્તે તે સામર્થ્યયોગ છે. આઠદ્રષ્ટિની સક્ઝાયમાં પાંચમી દ્રષ્ટિથી ઇચ્છાયોગ, છઠ્ઠી સાતમી દ્રષ્ટિથી શાસ્ત્રયોગ અને આઠમી દ્રષ્ટિથી સામર્થ્યયોગની મુખ્યપણે શરૂઆત થાય છે. આ સામર્થ્યયોગ તથા પ્રાતિજજ્ઞાનના બળે સામ્ય એટલે સમતારૂપી નદીમાં સ્નાન કરવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. ૩૦
બે યોગે અસમર્થ ઇચ્છાયોગ ઘરું, પરમ મુનિની ભક્તિથી તે પદ અનુસરું; બ્રહ્મસ્થ બ્રહ્મજ્ઞ તો બ્રહ્મ અનુભવે, બ્રહ્મજ્ઞ-વચને પણ મુજ ઉર આ દ્રવે. ૩૧
અર્થ - શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ આદરવામાં મારી અસમર્થતા હોવાથી વર્તમાનમાં ઇચ્છાયોગને ઘારણ કરું છું તથા પરમકૃપાળુ એવા પરમજ્ઞાની પુરુષની ભક્તિથી મારા ઇચ્છાયોગને પોષણ આપું છું. બ્રહ્મમાં સ્થિત એવા બ્રહ્મને જાણનારા પુરુષો તો બ્રહ્મસ્વરૂપ એવા આત્માનો અનુભવ કરે છે. પણ તેવા બ્રહ્મજ્ઞ એટલે આત્મજ્ઞાની પુરુષોના અભુત વચનબળે મારું આ હૃદય પણ દ્રવે અર્થાત્ પિગળી જાય છે. આ૩૧
ભગવદ્ભક્તિ ઘારી ચહું એકાન્ત હું, રહીં સમ્યત્વે સ્થિર પ્રમાદરિપુ તજું; આતમજ્ઞાની ધ્યાન અનુભવ-ભોગ્ય જે, સાક્ષાત્કારક તત્ત્વ, રહો મુજ ધ્યેય એ. ૩૨
અર્થ – સત્પરુષોના વચને હૃદય પિગળવાથી હવે હું ભગવત્ ભક્તિને ઘારણ કરી, જ્યાં સત્સંગ ભક્તિ થાય એવા એકાંતમાં રહેવા ઇચ્છું છું. ત્યાં સમ્યભાવોમાં સ્થિર રહી પ્રમાદરૂપી શત્રુને દૂર કરું. કેમકે આત્મજ્ઞાની પુરુષો દ્વારા કરેલ આત્મધ્યાન એ જ અનુભવ કરવા યોગ્ય છે. માટે આત્મસાક્ષાત્કાર કરવા યોગ્ય એવા “સહજાત્મસ્વરૂપ” મય આત્મતત્ત્વ પ્રાપ્તિનું જ ધ્યેય મારા હૃદયમાં સદા બન્યું રહો, એજ પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. Iકરા
અધ્યાત્મ એટલે આત્મા સંબંધીનું જ્ઞાન જેને મુનિ સમાગમથી સાંભળ્યું હતું એવા શ્રી ચંદ્રસિંહ રાજાના જીવનમાં બનેલી ઘટનાને અત્રે આપવામાં આવે છે, જે ખરેખર આત્માને કલ્યાણકારક છે.