________________
૨૦૦
૨ ૦ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
(૭૧)
મુનિ-સમાગમ (ચંદ્રરાજ)
ભાગ-૧ (દોહરા)
નમસ્કાર હો! હે! પ્રભુ, રાજચંદ્ર ભગવંત,
આત્મ-હિત હું સાઘવા યત્ન કરું ઘર ખંત. ૧ અર્થ :- હે પ્રભુમય શ્રી રાજચંદ્ર ભગવંત હું આપને નમસ્કાર કરું છું. આપની આજ્ઞાનુસાર આત્મહિતને સાઘવા માટે હું ખંત એટલે ઉત્સાહપૂર્વક યથાશક્તિ પ્રયત્ન કરું છું એમ પૂ. શ્રી બ્રહ્મચારીજી જણાવે છે. [૧]
“મુનિસમાગમ” ફૅપ કૃતિ, ગદ્યરૂપ સુખકાર,
મોક્ષમાળાથે રચાઈ, અપૂર્ણ પણ છે સાર. ૨ અર્થ:- “મુનિસમાગમ” નામે હે પ્રભુ! આપના દ્વારા કરેલ ગદ્ય રચના તે અમને સુખની કર્તા થઈ, તે મોક્ષ મેળવવા અર્થે માળારૂપે તેની રચના અપૂર્ણ હોવા છતાં પણ ઘણી સારરૂપ જણાય છે. જીરા
નવસર મુક્તા-હારરૂપ મનનો એ શણગાર,
જ્ઞાની ગુરુની ગૂંથણી દ્યો આનંદ અપાર. ૩ અર્થ - હાર જેમ કંઠની શોભા છે તેમ આ નવસેરરૂપ મુક્તામણિની માળા મનના પવિત્ર શણગાર અર્થે છે. એ શ્રી પરમકૃપાળુ સદગુરુ ભગવંતની સ્વકીય ગૂંથણી છે. તે ભવ્યાત્માઓને અપાર આનંદનું કારણ થાઓ. Iકા
(૧)
નૃપ કહે: “મુનિરાજ, આજ બન્યો ઘન્ય કૃતાર્થ -
પવિત્ર દર્શન આપનાં કરી; ચાહું આત્માર્થ. ૪ અર્થ - એક જંગલમાં મુનિરાજના દર્શન કરી રાજા કહેવા લાગ્યો કે હે મુનિરાજ! આજે હું આપના પવિત્ર દર્શન કરી ઘન્ય બની ગયો, કતાર્થ થઈ ગયો. મારા આત્માના કલ્યાણ અર્થે જૈન ઘર્મનો સત્વગુણી ઉપદેશ શ્રવણ કરવા ઇચ્છું છું તે આપ કૃપા કરી જણાવો. /૪માં
અબઘડીની અદ્ભુત બીના, તથા પ્રથમ વૃત્તાંત,
સુણવાયોગ્ય કહી, ચહું ઘર્મ-બોઘ બની શાંત.”૫ અર્થ :- વળી રાજા કહે : હે મુનિરાજ ! મારા જીવનમાં અબઘડીએ બનેલી અભુત બીના તથા પહેલાનું બનેલું વૃત્તાંત, જે સુણવાયોગ્ય છે તે આપને જણાવી પછી તે સંબંધી આપના દ્વારા જણાવવામાં આવતા ઘર્મબોઘને હું શાંત ચિત્તે સાંભળવા ઇચ્છું છું. //પા.
મુનિ કહેઃ “હે! નૃપતિ, હોય ઘર્મ-અનુસાર, તો તે તારી કહે કથા, નહિ તો વેગ નિવાર.”