________________
395
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
પ્રગટઝુંપે ઇન્દ્રાણીએ કહ્યું કેમ તે આવી રે;
“ક્ષણભંગુર ઑપ-કાંતિ આ, દેહ-ગતિ તો આવી રે”- ૧૮ અર્થ :- પછી પ્રગટરૂપે ઇન્દ્રાણીએ પોતાના આગમનનું કારણ કહ્યું કે હું આપનું રૂપ જોવા આવી હતી. પણ રૂપની કાંતિ ક્ષણભંગુર છે. દેહની ગતિ સર્વની આવી જ છે માટે એનો શો ગર્વ કરવો. ૧૮
કહીં, સન્માની તેમને સ્વસ્થાને તે ચાલી રે;
ખેદ-ખિન્ન રાણી થઈ, પતિએ ઘીરજ આલી રે. ૧૯ અર્થ :- એમ કહી પ્રિય મિત્રાનું સન્માન કરી તે સ્વસ્થાનકે દેવલોકમાં ચાલી ગઈ. રાણી શરીરની રૂપકાંતિની ક્ષણભંગુરતા જાણી ખેદનખિન્ન થઈ. ત્યારે પતિ મેઘરથ રાજાએ તેને ઘીરજ આપી શાંત કરી. ૧૯ાા
ઘરથ તીર્થકર તણાં દર્શનની ઉત્કંઠા રે,
થતાં માળી આવી કહે : “ઉદ્યાને પ્રભુ બેઠા રે.” ૨૦ અર્થ :- ઘનરથ તીર્થંકર પ્રભુના દર્શન કરવાની મેઘરથ રાજાને ઉત્કંઠા જાગી કે માળીએ આવી કહ્યું : પ્રભુ ઉદ્યાનમાં પઘારી બિરાજમાન થયા છે. ૨૦ના
પ્રજા સહિત નૃપ ત્યાં ગયા, પ્રદક્ષિણા દઈ વંદે રે,
સુણી પ્રભુની દેશના વીનવે નૃપ આનંદે રે - ૨૧ અર્થ - રાજાએ પ્રજા સહિત ત્યાં જઈ પ્રભુને પ્રદક્ષિણા દઈ વંદન કર્યા. પછી દેશના સાંભળી રાજા આનંદ સહિત પ્રભુને વિનવવા લાગ્યા. રિલા
“રાજ્યભાર બહુ મેં વહ્યો, હે! પ્રભુ, વારસ સાચો રે
કરો, મોક્ષના માર્ગમાં; દીઠા બહુ ભવ-નાચો રે. ૨૨ અર્થ - આપની આજ્ઞાથી રાજ્યનો ભાર મેં બહુ વહન કર્યો. હવે હે પ્રભુ!મોક્ષના માર્ગનો મને સાચો વારસદાર બનાવો. આ સંસારમાં અનેક નવા નવા દેહરૂપ વેષ ઘારણ કરીને હું બહુ નાચ્યો છું. મારા
ભોગ ભયાનક હું ગણું, જન્મ-કેદ સમ કાયા રે,
વિશ્વ તારનારા પ્રભુ, મુંકાવો મુજ માયા રે.” ૨૩ અર્થ :- હવે આ ઇન્દ્રિયભોગોને ભયાનક ગણું છું. આ કાયાને જન્મકેદ સમાન માનું છું. માટે હે વિશ્વને તારનારા પ્રભુ! મારી આ સંસારની મોહ માયાનો નાશ કરો. ૨૩
દ્રઢરથને કહે: “ભાઈ, આ રાજ્ય તમે સંભાળો રે,
દીક્ષા લેવા હું ચહું, પ્રજા પ્રીતિથી પાળો રે.” ૨૪ અર્થ :- મેઘરથ રાજા દ્રઢરથને કહેવા લાગ્યા કે ભાઈ, આ રાજ્યને હવે તમે સંભાળો. હું દીક્ષા લેવા ઇચ્છું છું. આ પ્રજાનું પ્રીતિપૂર્વક પાલન કરો. ૨૪
પણ દ્રઢરથ એવું કહે : “રાજ્ય-દોષ હું દેખું રે,
ગ્રહણ કરી જે છોડવું, ના ગ્રહવું ઠીક લેખું રે; ૨૫ અર્થ :- પણ દ્રઢરથે જવાબમાં એમ કહ્યું : આ રાજ્ય કરવામાં ઘણા દોષ થવા સંભવે છે એમ હું દેખું છું. વળી ગ્રહણ કરીને છોડવું છે, તેને પ્રથમથી જ ગ્રહણ ન કરવું એ વાત વધારે ઠીક લાગે છે. ||રપા