SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૪) મંત્ર ૨૪૩ અર્થ - તેવી રીતે અણસમજુ જે પોતાની કલ્પના અને ક્લેશથી સદા ખેદખિન્ન છે તેને સતુ એવા આત્માની નિકટતા એટલે પ્રાપ્તિ ક્યાંથી હોય? કેમકે દેહમાં આત્મભ્રાંતિ અને સત્ એવો આત્મા તે બેય સાવ ભિન્ન છે. આત્મા સત્ છે, અર્થાત્ જેનું ત્રણે કાળમાં હોવાપણું છે, જે સરળ છે; સુગમ છે; અને સર્વત્ર એટલે ચારે ગતિમાં તેની પ્રાપ્તિ હોય છે. છતાં તે આત્મા પ્રાપ્ત કરવાની ગરજ હૃદયમાં જાગૃત કરે એવા સપુરુષનો યોગ મળવો તો સર્વ કાળમાં દુર્લભ છે. ૧૫ના માટે જેની દૃઢ મતિ થઈ આત્મ-પ્રાપ્તિ-સુકાજે, તેણે પોતે નથી સમજતો ઘર્મમાં કાંઈ આજે ? એવો પાકો પ્રથમ કરવો એક વિચાર વારુ, જ્ઞાની શોઘી, ચરણ-શરણે રાખવું ચિત્ત ચારુ. ૧૬ અર્થ - માટે જેની આત્મા પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે તેણે પોતે હું ઘર્મમાં કાંઈ સમજતો નથી એવો પાકો પ્રથમ વાર એટલે ઠીક વિચાર કરવો, અને પછી જ્ઞાનીને શોધી તેના ચરણના શરણમાં ચિત્તને ચારુ એટલે સારી રીતે રોકવું અર્થાત તેની આજ્ઞામાં રહેવું એ જ કલ્યાણનો ખરો માર્ગ છે. “માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.” (વ.પૃ.૨૬૮) //૧૬ માર્ગ-પ્રાપ્તિ જરૃર જનને આ રીતે થાય, એવી મુમુક્ષુને પરમ હિતની વાત આ બંધુ જેવી; રક્ષા માર્ગે પ્રગટ કરતી આ જ શિક્ષા સુણાતી, સું-વિચાર્યું પરમ પદને આપનારી ગણાતી. ૧૭ અર્થ - ઉપર પ્રમાણે પુરુષની આજ્ઞામાં વર્તવાથી લોકોને જરૂર મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય. મુમુક્ષુજનોને આ વાત બંધુ એટલે ભાઈ જેવી પરમ હિતકારી છે. ચારગતિમાં પડતાં આત્માને આ શિક્ષા ઉત્તમ માર્ગ બતાવી તેની પરમ રક્ષા કરનાર છે. આ વાતને સમ્યક પ્રકારે વિચારવાથી તે પરમપદ એટલે મોક્ષપદને આપનારી ગણાય છે. આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંઘવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક પ્રકારે વિચાર્યથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષદર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોઘનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો; વિચારજો; સમજજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાથ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે; એમાં “સ” જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો.” (વ.પૃ.૨૬૮) //૧૭થી નિગ્રંથોના પ્રવચન તણી દ્વાદશાંગી ગણું છું: સૌ ઘર્મોનું હૃદય સમજો, બોઘનું બીજ સાચું. સંક્ષેપે આ પ્રગટ કહીં તે વાત સંભારવાની, પુનઃ પુનઃ સમજ કરવા એ જ વિચારવાની. ૧૮
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy