SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ ૩૫૭ અર્થ - આપણો આત્મા કર્મ બાંધીને આ સંસારમાં અત્યંત પરિભ્રમણ કરે છે. પણ પાંચ કરણાદિ લબ્ધિને પામી મોક્ષમાર્ગ મેળવી અપૂર્વ એવા આત્માની સિદ્ધિને પામે છે. તે પાંચ લબ્ધિઓ આ પ્રમાણે :(૧) ક્ષયોપશમલબ્ધિ–મનુષ્યભવ, પાંચ ઇન્દ્રિય વગેરે મળે તે. (૨) વિશુદ્ધિલબ્ધિ-ખોટાં કામથી ત્રાસ પામે ને સારા ભાવ ભણી જીવ વળે તેથી પુણ્ય બાંધે. તેથી સપુરુષનો યોગ થાય. (૩) દેશનાલબ્ધિ-સપુરુષનો યોગ થાય, સત્પરુષ કહે તે સમજવાનું માહાભ્ય લાગે. (૪) પ્રાયોગ્યલબ્ધિ–દેશનાનો વિચાર કરી તેમાં જ જીવન ગાળે તેથી સીત્તેર કોડાકોડીની કર્મ-સ્થિતિ ઘટીને અંતઃકોટાકોટીની થઈ જાય. (૫) કરણલબ્ધિ-તેમાં આગળ વધતાં ગ્રંથિભેદ થાય.” -બોઘામૃત ભાગ-૨ (પૃ.૨૨૨) II૧૦૬ની તુજ સમ ભવ્ય ઍવો લહી રત્નત્રય શિવપંથે રે ભવસમુદ્ર ઊતરી રહે શાશ્વત મુક્તાનંદે રે.” ૧૦૭ અર્થ:- ઉપર મુજબ સદ્ઘર્મની પ્રાપ્તિમાં બાઘક એવા કારણો મિથ્યાત્વાદિને બતાવી, જે ભવિષ્યમાં શાંતિનાથ ભગવાન થવાના છે એવા અમિતતેજને સંબોધી ભગવાને જણાવ્યું કે તારા જેવા ભવ્ય જીવો પણ રત્નત્રયને પામી શિવપંથે એટલે મોક્ષના માર્ગે ચઢશે. તે જીવો સંસારરૂપી સમુદ્રને પાર ઊતરી શાશ્વત એવા મુક્તિના આનંદને મેળવશે. ૧૦થા. અમિતતેજ સુ પામિયો સમ્યગ્દર્શન-શુદ્ધિ રે, શ્રાવકનાં વ્રત આદરી લહે ભાવની વૃદ્ધિ રે. ૧૦૮ અર્થ - અમિતતેજ પણ ભગવાનનો આવો શ્રેષ્ઠ ઉપદેશ સાંભળી સમ્યગ્દર્શનની શુદ્ધિને પામ્યો. તેથી શ્રાવકના વ્રતોને ગ્રહણ કરી દિનોદિન શ્રેષ્ઠ ભાવોની વૃદ્ધિ કરવા લાગ્યો. ||૧૦૮ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ (સંભવ જિનવર વિનતિ અવઘારો ગુણજ્ઞાતા રે–એ રાગ) અશનિઘોષ સાધુ થયો, માતા સહ તે કાળે રે, સ-સાસુ સુતારા ગ્રહે દીક્ષા, પ્રીતે પાળે રે. ૧ અર્થ - ભગવાન તીર્થકરની વાણીવડે અશનિઘોષ વિદ્યાઘર જે પૂર્વભવમાં કપિલ હતો તે પોતે જ હતો એમ જાણી વૈરાગ્ય પામી સાધુ થયો. તેની માતા પણ સાથે દીક્ષિત થઈ. તથા સુતારા જે પૂર્વભવમાં કપિલની પત્ની સત્યભામા હતી અને આ ભવમાં અમિતતેજ જે શાંતિનાથ ભગવાનનો જીવ છે તેની બહેન અને શ્રી વિજયની પત્ની છે. તેણે પણ આ ભવની સાસુ સ્વયંપ્રભા જે ત્રિપુષ્ટ વાસુદેવની રાણી છે તેની
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy