________________
૨ ૨૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કહ્યા નિષેઘાત્મક રીતે, અન્ય અજીવ પદાર્થ,
જણાવવા નિજ જીવને, ભેદભેદ યથાર્થ. ૪૩ અર્થ - આત્મા સિવાય બીજાં બધા તત્ત્વ નિષેઘાત્મક રીતે એટલે કે જે કંઈ જાણતા નથી એવા અજીવ પદાર્થો છે. તે પણ એક પોતાના આત્માને જણાવવા માટે જ યથાર્થ રીતે ભેદભેદ કરીને જણાવવામાં આવ્યાં છે. ૪૩.
એક જ આત્મા નિશ્ચયે સહજ સ્વભાવે સ્થિત,
સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રે લક્ષિત. ૪૪ અર્થ - હવે આત્મતત્ત્વનું વિશેષ વર્ણન કરે છે :
નિશ્ચયનયથી જોતાં આત્મા એકલો જ છે અને તે પોતાના સહજ સ્વભાવમાં સ્થિત છે. અને જેનું સ્વરૂપ સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર વડે લક્ષમાં લઈ શકાય એવું છે. ૪૪.
ચેતન-મહા-સામાન્યથી સર્વ જીવ ગણ એક,
કર્મ-જનિત ભેદો બઘા કલંકરૂપ અનેક. ૪૫ અર્થ :- મહાન એવા ચૈતન્ય પદાર્થને સામાન્યપણાથી જોતાં જગતના સર્વ જીવો એકરૂપે છે એમ માન. પણ કર્મ કલંકથી ઉત્પન્ન થતાં જીવના અનેક ભેદો ગણાય છે. II૪પા
કેવળ કર્મ-વિકારને આત્મા માની લોક -
જ્ઞાન-ભ્રષ્ટ ભમે ભવે, વહે દુઃખના થોક. ૪૬ અર્થ :- માત્ર કર્મવિકારે દેહ ઉત્પન્ન થતાં તેને પોતાનું સ્વરૂપ માની જગતના જીવો આત્મજ્ઞાનથી ભ્રષ્ટ થઈને ચારગતિરૂપ સંસારમાં ભમે છે; અને અનેક દુઃખના થોકને વહન કરે છે. II૪૬ના
ઉપાધિ-ભેદે સ્ફટિકમાં રંગ અજ્ઞને સત્ય,
આત્મામાં તેમ જ જાએ અજ્ઞ ભેદ પરકૃત. ૪૭ અર્થ - સ્ફટિક સફેદ હોવા છતાં રંગના ઉપાધિ ભેદથી તે અજ્ઞાનીને રંગમય જણાય છે. તેને તે જ સ્ફટિકનો સત્ય રંગ ભાસે છે. તેમ અજ્ઞાની જીવ પણ પરફત એટલે કર્મથી થયેલા મનુષ્ય દેવાદિ પર્યાયને જ પોતાનું સત્ય સ્વરૂપ માને છે. ૪ના
અલંકારમાં હેમ સમ સુર-નરાદિમાં જીવ;
સત્યવ્રુષ્ટિ દેખાડતી સત્ય સ્વરૂપ સદૈવ.૪૮ અર્થ – જેમ વિવિઘ અલંકારો એટલે આભૂષણોમાં હેમ એટલે સોનુ રહેલું છે તેમ દેવ મનુષ્યાદિ આકારમાં પણ જીવ દ્રવ્ય રહેલું છે. સત્ય દ્રષ્ટિ એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જો જીવ જુએ તો તેને તેનું સત્ય સ્વરૂપ હમેશાં જણાય એમ છે. ૪૮ાા
પ્રપંચ-સંચય-ક્લેશથી જીવ ભૂલે નિજ ભાન,
સ્વરૅપ શુદ્ધ સમજાય તો, આત્મારૃપ ભગવાન. ૪૯ અર્થ :- દેહાદિને પોતાના માનવારૂપ પ્રપંચના સંચયથી જીવ સંક્લેશ પરિણામને પામી પોતાના ભાનને એટલે સ્વસ્વરૂપને ભૂલી જાય છે. જો તેને જ્ઞાની પુરુષના વચનબળે પોતાનું શુદ્ધ સ્વરૂપ સમજાય