________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
અર્થ :– મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના નિમિત્તે જીવ કાંક્ષા-મોહ એટલે દર્શનમોહનીય કર્મને બાંધે છે. તેથી સાચા દેવગુરુધર્મ પ્રત્યે શ્રદ્ધા ન આવવાથી તેનું ચિત્ત અસ્થિર રહે છે. પા પ્રમાદ-કારણ તન-મન-વાચા-વર્તન વીર્ય-પ્રભાવે;
વીર્ય પ્રવર્તે કાયાથી; જીવ કાયા-કારણ થાવે. સદ્ગુરુ
૩૧૮
અર્થ :— પ્રમાદ થવાનું કારણ તન-મન અને વચનનું વર્તન છે. તે વીર્યના પ્રભાવે વર્તે છે. તે વીર્ય કાયાવડે પ્રવર્તે છે. તે કાયાના પ્રવર્તનનું મૂળભૂત કારણ જીવ દ્રવ્ય છે. ।।૬।
ચારે ગતિના જીવો વેદે કાંક્ષા-મોહ સદાયે, પૃથ્વી-અપ્-કાયાવાળા પણ મનરહિત છે તોયે. સદ્ગુરુ॰
અર્થ :— તેથી પ્રમાદનું મૂળભૂત કારણ જીવ દ્રવ્ય પોતે હોવાથી ચારે ગતિના જીવો સદાયે દર્શનમોહ એટલે મિથ્યાત્વને વેદે છે. પૃથ્વીકાય, અપ એટલે જળકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવો મનરહિત છે તો પણ મિથ્યાત્વના ઉદયને વેદે છે. ગા
સાધુ-દશા પામી પણ વેદે કર્મ ઉદય જો આવે;
કુસંગથી શ્રદ્ધા પલટાતાં, મન સંશય ઉપજાવે. સદ્ગુરુ૰
અર્થ :— સાધુદશા પામીને પણ જો કર્મનો ઉદય આવે તો મિથ્યાત્વને વેદે છે. જો કુસંગ હોય તો શ્રદ્ધા પલટાઈ જઈ મનમાં શંકા ઉત્પન્ન થાય છે. ૮।।
શંકા સદ્ગુરુ કે સન્માર્ગે, પ્રેરે ૫૨મત-પ્રીતિ;
વીતરાગતા શું ફળ દેશે? રહે નહીં ભવ-ભીતિ. સદ્ગુરુ
અર્થ ઃ— - સદ્ગુરુમાં શંકા થવી કે આ સાચા સદ્ગુરુ હશે? અથવા આ સાચો મોક્ષમાર્ગ હશે? એવી શંકા જીવને પરમતમાં પ્રીતિ કરવાની પ્રેરણા આપે છે. આ વીતરાગતા જીવને શું ફળ આપશે ? આવી વિચારણા મિથ્યાત્વમોહને લઈને કરતાં જીવને ભવનો ભય પણ લાગતો નથી. ।।૯।। ઋદ્ધિ-સિદ્ધિ અતિશય ગુણો હજી નથી ઉદ્ભવતા,
જરૂર વિપરીત માર્ગે હું : એમ મુનિ અનુભવતા. સદ્ગુરુ
અર્થ :— આટલી આરાધના કરવા છતાં મને હજી કેમ ઋદ્ધિ-સિદ્ધિવાળા અતિશય ગુણો પ્રગટતા નથી. માટે જરૂર હું વિપરીત માર્ગે છું એમ મુનિ મનમાં અનુભવે છે અર્થાત્ વિચાર કરે છે. ।।૧૦। મૂંઝવતા આ કાળે જો જીવ, મંદ ગણે નિજ બુદ્ધિ, વીતરાગ, સર્વજ્ઞ જ સાચા, પરમતમાં નહિ શુદ્ધિ. સદ્ગુરુ
અર્થ :— પણ એમ જો મુનિ વિચારે કે આ દુષમકાળમાં આ પ્રમાણે દર્શનમોહ મને મૂંઝવે છે તેનું કારણ આ મારી બુદ્ધિ મંદપણાને પામી છે. વીતરાગ કે સર્વજ્ઞ પુરુષો તો સદૈવ સાચા જ છે. પરધર્મમાં આત્મશુદ્ધિનો આવો પરિપૂર્ણ બોધ ક્યાંય છે નહીં. ||૧૧||
પાછું વાળે મન ડગમગતું જો કુસંગ તજીને, દશા વિશેષ થયે શંકા સૌ જશે, એમ સમજીને. સદ્ગુરુ
અર્થ :— એમ વિચારી ડગમગતા મનને મિથ્યામતવાદીઓનો કુસંગ તજી જો પાછું વાળે તો દશા