SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ આજ્ઞા અનુસરતા ઉપદેશે ક્રોઘ ક્ષમા-ભંડારોજી, ક્ષમા ય ગણી ઉત્સુત્ર-વિચારે મહામોહ-ઘરબારોજી.’ સૂક્ષ્મ અર્થ - ભગવાનની આજ્ઞાનુસાર ઉપદેશ કરતાં શ્રી ગુરુ ક્રોધ કરે તો પણ તે ક્ષમાના ભંડાર છે. જેમકે શિષ્યનો દોષ બહાર કઢાવવા તડૂકીને બોલે પણ તેમનો અંતરઆશય શુદ્ધ હોવાથી તે ક્ષમાના જ ભંડાર છે. “ગુરુ કે શિક્ષક શિષ્યને કડવા કથનથી ઉપદેશ આપે એ દેખાવમાં તો અયોગ્ય લાગે છે, પરંતુ પરિણામે કરુણાનું કારણ છે, એનું નામ “અનુબંઘદયા'.” (વ.પૃ.૬૪) જ્યારે કોઈ વિચારપૂર્વક ભગવાનના વચનથી વિરુદ્ધ બોલી ઉસૂત્ર પ્રરૂપણા કરે અને ક્ષમા રાખે તો પણ તે જીવ મહામોહનીય કર્મને ઉપાર્જન કરે છે. તે મહાપાપી બની અનંત સંસારી થાય છે. ભગવાન મહાવીરનો જીવ પૂર્વ ભવે મરીચીના ભવમાં ઇરાદાપૂર્વક ઘર્મથી વિરુદ્ધ વચન બોલવાથી લગભગ એક કોડાકોડી સાગરોપમ સુથી સંસારના અનંત દુઃખને પામ્યો. ૨૮ વચન કહ્યાં આ શ્રોતા અર્થે, ક્ષમા ન ત્યાં મુકાવીજી, આજ્ઞા હિતકારી સમજાવા, વૃષ્ટિ બાહ્ય તાવીજી. સૂક્ષ્મ અર્થ :- ઉપરના વાક્યો શ્રોતા એટલે સાંભળનાર માટે કહ્યા છે કે શ્રી ગુરુ આપણા ભલા માટે ક્રોઘ કરે તો તે સાંભળી આપણી ભૂલ સુધારવી. પણ એમ ન સમજવું કે શ્રી ગુરુ ક્રોધ કરે માટે આપણે પણ ક્ષમા રાખવી કાંઈ જરૂર નથી. શ્રી ગુરુની આજ્ઞા આપણા કલ્યાણ માટે છે એમ માની ગુરુ પ્રત્યે બાહ્યદ્રષ્ટિનો ત્યાગ કરવો, અર્થાતુ ગુરુ થઈને ક્રોધ કરે છે એમ કલ્પના કરવી નહીં. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી કોઈની ભૂલ થાય તો એવા વઢે કે શિષ્ય સુઘરી જ જાય. રિલા શાસ્ત્રાભ્યાસે વર્તે નિત્યે તેને અનુભવ લેવાજી, શિક્ષા આપી : “જડ શાસ્ત્રો સૌ, નિજ હિતે ચિત્ત દેવાજી. સૂક્ષ્મ અર્થ - જે હમેશાં શાસ્ત્રાભ્યાસ કરે છે તેને તે પ્રમાણે વર્તન કરી અનુભવ કરવા માટે શ્રી ગુરુએ શિક્ષા આપતા કહ્યું હોય કે “આ શાસ્ત્રો તો સર્વ જડ છે;” તો તે સાંભળી નિજ હિતમાં ચિત્ત લગાવવું કે જો હું શાસ્ત્રો પ્રમાણે વર્તન ન કરું તો એ શાસ્ત્રો મને કંઈ કહેવા આવવાના નથી. [૩૦ના તે સુંણી અભ્યાસ તજી દે જો શાસ્ત્રો શીખવનારોજી, આત્મ-અનુભવ તો ના સમજે, ઉદ્યમ રહિત થનારોજી. સૂક્ષ્મ અર્થ :- આ શાસ્ત્રો તો જડ છે એમ સાંભળી જો શાસ્ત્ર શીખનારો પોતાનો શાસ્ત્રાભ્યાસ મૂકી દે તો તે આત્મઅનુભવ માટેનું જ્ઞાન મેળવી શકે નહીં, પણ ઉદ્યમ રહિત થાય. પુરુષાર્થહીન વ્યક્તિ કંઈ પ્રાપ્ત કરી શકે નહીં. ૩૧ સ્નાનયજ્ઞને ઘર્મ ગણીને હિંસામાં હિત ભાળજી, તેના પ્રત્યે કહ્યું : પુણ્ય નહિ હિંસાથી કોઈ કાળજી.” સૂક્ષ્મ અર્થ :- કોઈ ગંગામાં સ્નાન કરી પોતાને પવિત્ર માને, કોઈ યજ્ઞમાં પશુ આદિની બલી ચઢાવી ઘર્મ માને. આમ હિંસા કરવાથી દેવ પ્રસન્ન થઈ અમારું હિત કરશે એમ માનનાર પ્રત્યે ભગવાને કહ્યું કે હિંસા કરવાથી કોઈ કાળે પણ પુણ્ય પ્રાપ્તિ થઈ શકે નહીં.” ૩રા
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy