SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૮) સુક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ કિંચિત્ હિંસા પૂજામાં, પણ બહુ હિતકારી અંતેજી, ગૃહસ્થને પૂજાની આજ્ઞા દીથી છે ભગવંતેજી. સૂક્ષ્મ અર્થ :– સ્નાનાદિથી પવિત્ર થઈ ભગવાનની પૂજા કરે તેમાં કિંચિત્ હિંસા થઈ એમ જણાય. પણ તે ઉત્તમભાવ થવાનું કારણ હોવાથી અંતે આત્માને બહુ હિતકારી સિદ્ધ થાય છે. માટે ગૃહસ્થને પૂજા કરવાની આજ્ઞા ભગવંતે આપી છે. ભાવથી ભગવાનની પૂજા કરવાથી કુમારપાળ રાજા થયો. દેવપાલ ભગવાનની પૂજા કર્યા વિના ભોજન ન લેવાથી ઉત્તમ ગતિને પામ્યો. ।।૩૩।। ઘર્મ-મંદિર કરવામાં હિંસા અલ્પ અને ફળ મોટુંજી, કહ્યું શાસ્ત્રમાં તે વિવેકે સમજી, તજજો ખોટુંજી. સૂક્ષ્મ અર્થ :— ધર્મ મંદિર બનાવવામાં હિંસા અલ્પ છે જ્યારે તેનું ફળ ઘણું મોટું છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેને વિવેકપૂર્વક સમજી ખોટી માન્યતાનો ત્યાગ કરજો. વીતરાગમુદ્રાના દર્શન ક૨વાથી વીતરાગતાની પ્રાપ્તિ થાય છે. સંપ્રતિરાજા, વિમલશાહ, વસ્તુપાળ-તેજપાળે અનેક ધર્મમંદિરો બંધાવી લક્ષ્મીનો સદુપયોગ કરી પુણ્ય ઉપાર્જન કર્યું હતું. ।।૩૪।। પાપ ટાળવા પ્રતિક્રમણ છે, પાપ તજી રહો ઘર્મેજી; આત્મ-અનુભવ-કાળે તેના વિકલ્પથી વહો કર્મેજી. સૂક્ષ્મ ૨૭૭ અર્થ :– કરેલા પાપોનો પશ્ચાત્તાપ કરી પાપથી પાછા હટવા માટે પ્રતિક્રમણની યોજના ભગવંતે કરી છે. તે પાપોને તજી ધર્મધ્યાનમાં નિમગ્ન રહેવું. જ્યારે આત્માના અનુભવ સમય તો નિર્વિકલ્પદશા છે. તેવા સમયે જ્ઞાનીપુરુષોને પુણ્યપાપના વિકલ્પો હોતા નથી. જો તે વિકલ્પો કરે તો ફરી કર્મ ગ્રહણની થારા તેમને શરૂ થઈ જાય. ।।૩૫।। જેમ તાવમાં પૌષ્ટિક પાકો મહા દોષ ઉપજાવેજી; ઊંચો ધર્મ ભલો બહુ તોપણ વિકારી લોક લજાવેજી. સૂક્ષ્મ અર્થ :— જેમ પૌષ્ટિક પકવાનનું ભોજન ઉત્તમ હોવા છતાં તાવના કારણે શરીરમાં મહાદોષ ઉત્પન્ન કરે, તેમ વીતરાગ પુરુષોનો બોધેલો આત્મધર્મ બહુ ઊંચો અને ભલો હોવા છતાં વિકારી જીવો પોતાના વિપરીત વર્તનથી તેને કલંક લગાડે છે. ।।૩૬। રસાદિ વિષયે રહી આસક્તિ, સર્વ પરિગ્રહ છોડેજી, આર્દ્રધ્યાન કે વિષય-પોષરૂપ ચઢે પાપને ઘોડેજી. સૂક્ષ્મ અર્થ :જિહ્વાદિ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહેલી હોવા છતાં જે સર્વ પરિગ્રહને છોડી દીક્ષા ગ્રહણ કરે તો આર્ત્તધ્યાન કરી કે પાંચ ઇન્દ્રિયોના વિષયોને પોષી પાપરૂપી ઘોડા ઉપર ચઢે છે. તે પાપરૂપી ઘોડો તેને દુર્ગતિમાં લઈ જાય છે. “ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થજી; ત્યાગ ના ટકે રે વૈરાગ્ય વિના.” ।।૩૭।। સત્ય વિચારે ગ્રહી ઉપદેશો, સદાચાર સૌ સેવોજી, રાગ-રોષને ઘટાડવાનો લક્ષ નિરંતર લેવોજી. સૂક્ષ્મ
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy