________________
(૮૨) નિર્જરા-ક્રમ
૩૧ ૫.
પણ અધિક હોય છે. કારણ ક્ષયોપશમ સમકિતવાળાની નિર્મળતા ડોહળાયેલા જળ સમાન છે જ્યારે લાયક સમ્યકદ્રષ્ટિની નિર્મળતા સંપૂર્ણ સ્વચ્છ જળ સમાન છે. અથવા લાયક સભ્યદ્રષ્ટિની દશા અંશે સિદ્ધ જેવી હોય છે. કેમકે સંપૂર્ણ શ્રદ્ધા ગુણ પ્રગટ થવામાં જે સાત પ્રકૃતિઓ બાઘક હતી તે અહીં મૂળમાંથી ક્ષય થયેલી હોવાથી શ્રદ્ધા ગુણમાં તેમની સિદ્ધ જેવી નિર્મળતા હોય છે. ૧૩
ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જ્યારે ઉપશમ શ્રેણી ચઢતા રે, ચારિત્રમોહ ઉપશમ કરતાં ભાવશુદ્ધિથી વઘતા રે, અસંખ્યગુણી નિર્જરા કરતા ત્રણે કરણ સહ ફરીથી રે,
અસંખ્યગુણ નિર્જરા કરે વળ સર્વ મોઉપશમથી રે. ૧૪ અર્થ - ક્ષાયિક સમ્યદ્રષ્ટિ જ્યારે આઠમા ગુણસ્થાનકથી ઉપશમ શ્રેણીએ ચઢે છે ત્યારે ચારિત્રમોહ ઉપશમ કરવાથી ભાવની શુદ્ધિ વધે છે. તેથી અસંખ્યાતગુણી કર્મની નિર્જરા કરતા તે આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનક, નવમા અનિવૃતિ ગુણસ્થાનક તથા દસમા સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાનકમાં આવે છે. ત્યાં ફરીથી અસંખ્યાતગણી કર્મની નિર્જરા કરતા તે અગ્યારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનકમાં પહોંચે છે. ૧૪મા
લોભ-ઉદયથી પડી, ફરી જ્યાં ક્ષપક શ્રેણી ચઢતા રે, ક્ષય ચારિત્રપ્રકૃતિ કરતા, ભાવ પ્રકર્ષે વઘતા રે; અસંખ્યગુણ નિર્જરા અઘિકી કર ક્ષણમોહી બનતા રે,
ત્યાં પણ અસંખ્યગુણી નિર્જરા કરી શુદ્ધ પરિણમતા રે. ૧૫ અર્થ -ત્યાં અગ્યારમાં ઉપશાંતમોહ ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય થાય છે કે મને ગુણ પ્રગટ્યો અથવા મને લબ્ધિ સિદ્ધિઓ પ્રગટી તેથી તે ત્યાંથી પડી પાછા નીચેના ગુણસ્થાનકમાં આવે છે. ત્યાંથી ફરી પુરુષાર્થ કરીને ક્ષપક શ્રેણીએ ચઢી ચારિત્રમોહનીય કર્મની પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરતા જાય છે. તેથી ભાવ પ્રકૃષ્ટપણે વૃદ્ધિ પામે છે. તેના ફળસ્વરૂપ અસંખ્યાતગુણી અઘિકી કર્મોની નિર્જરા કરીને તે બારમાં ક્ષીણમોહ નામના ગુણસ્થાનકમાં આવે છે. ત્યાં બારમા ગુણસ્થાનકમાં પણ કમોંની અસંખ્યાતગુણી નિર્જરા કરીને પોતાના આત્માને શુદ્ધ ભાવોમાં પરિણમાવે છે. ૧૫ાા
બીજા શુક્લધ્યાન-અગ્નિથી ઘાતકર્મ સૌ બાળી રે, જિનપદ પામી બને અયોગી, દે સૌ કર્મો ટાળી રે; પૂર્ણ નિર્જરા સાથી, લેતા સિદ્ધદશા સંભાળી રે,
પામો સર્વે જીવ પરમપદ નિજ આત્મા અજવાળી રે. ૧૬ અર્થ :- બારમા ક્ષીણમોહ ગુણસ્થાનમાં બીજા એકત્વ વિતર્ક અવીચાર નામના શુક્લધ્યાનરૂપ અગ્નિવડે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયરૂપ ઘાતકમને બાળી અંતે કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુક્લધ્યાનના કુલ ચાર ભેદ છે. તેમાં પહેલું પૃથકત્વ સવિતર્ક સવીચાર અને બીજું એકત્વ વિતર્ક અવીચાર નામનું શુક્લધ્યાન છે. પહેલું શુક્લધ્યાન અગ્યારમાં ગુણસ્થાનક સુઘી અને બીજું શુક્લધ્યાન બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનકમાં હોય છે. ત્યાં માત્ર આત્મા આત્મધ્યાનમાં મગ્ન હોય છે. પ્રથમ શુક્લધ્યાનનાં પ્રકારમાં સવિતર્ક એટલે શ્રત તેના આધારે સુવિચાર હોય છે, જ્યારે બીજા શુક્લધ્યાનના પ્રકારમાં વિતર્ક એટલે શ્રતનો આધાર છે; પણ તે સંબંધી વિચાર નથી. ત્યાં આત્મા, આત્મામાં સ્થિત છે