________________
(૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ
૨૭૩
“આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસહ્મસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.” (વ.પૃ.૪૫૧) I/૧૨ા
સદગુરુના ઉપદેશ વિના ને સુપાત્રતાની ખામીજી,
કાળ અનંત ગયો તે કારણ, વિના ભાન, હે! સ્વામીજી. સૂક્ષ્મ અર્થ - સદ્ગુરુનો ઉપદેશ ન મળવાથી અથવા યોગ્યતાની ખામીને લીધે તે ઉપદેશ ગ્રહણ ન કરવાથી પૂર્વે અનંતકાળ વ્યતીત થઈ ગયો. તેનું કારણ પોતાના આત્મસ્વરૂપનું ભાન નહોતું. તેથી હે સ્વામી! હું અનંતકાળથી આ સંસારમાં આથડ્યો છું. અને હજુ પણ પોતાના અભિમાનને મૂક્તો નથી.
“અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન;
સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૩ ઘર્મ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, મહાભાગ્ય કોઈ દેખેજી,
સદ્ગુરુના અનુગ્રહથી તે પણ અંતર્ગોથે લેખેજી. સૂક્ષ્મ અર્થ - ઘર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. કોઈક મહાભાગ્યશાળીને જ તે અંતર સંશોઘનથી પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોધન હું કોણ છું વગેરે સગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. “મોક્ષમૂલં ગુરુ કૃપા.”
“ઘર્મ”એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોઘનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોઘનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતસંશોઘન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે. (વ.પૃ.૧૭૮) ૧૪.
તપતો વ સંસાર-તાપમાં શીતળ તેથી થાશેજી,
આ ભવનાં આ અલ્ય સુખમાં સજ્જન નહીં મુઝાશેજી. સૂક્ષ્મ અર્થ - સંસારમાં ત્રિવિઘ તાપથી તણાયમાન જીવ સદ્ગુરુના વચનામૃતથી શીતળતાને પામશે. આ ભવના આ અલ્પ ઇન્દ્રિયસુખમાં સજ્જન પુરુષો મોહ પામી મુઝાશે નહીં. “એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વઘારવાનો પ્રયત્ન સન્મુરુષો કરે છે.” (વ.પૃ.૧૭૯) //ઉપા
અનંત ભવનાં અનંત દુઃખો વઘારવાં નહિ સારાંજી,
અવસર આવ્યો વહી જતો આ, કરતાં “મારાં, મારાં’જી. સૂક્ષ્મ અર્થ - અનંતભવના અનંત દુઃખો એક ભવના અલ્પ માત્ર શાતાવેદનીયના સુખો માટે વઘારવાં સારા નથી. મોક્ષ પ્રાપ્તિ થઈ શકે એવો અવસર આવ્યો છે છતાં જીવ શરીરાદિ પરવસ્તુમાં મારાપણું કરી કરીને તેને વહી જવા દે છે. જેમ એક આંધળાને નગર બહાર નીકળવાનો દરવાજો આવે કે ચાલતાં ચાલતાં ખાજ આવી જાય. તેથી તે દરવાજા પાસે આવ્યા છતાં પણ નીકળી શકે નહીં. તેમ મોક્ષની બારીરૂપ મનુષ્યભવ મળતાં છતાં જીવને ઇન્દ્રિય વિષયરૂપ ખાજ આવવાથી તે ભવપાર થઈ શકતો નથી. /૧દ્દા
જીંવ પોતાનું સ્વરૃપ ન જાણે, પરને સમજે ક્યાંથીજી?
સ્વપરની સમજણ જ્યાં સુઘી નથી, ગૂંચાતો ત્યાં સુઘીજી. સૂક્ષ્મ અર્થ - જીવ જ્યાં સુધી પોતાના આત્મસ્વરૂપને ન જાણે ત્યાં સુધી બીજા પણ આત્મા જ છે એમ